Rahasya khule haveli ma books and stories free download online pdf in Gujarati

રહસ્ય ખુલે હવેલી માં

" રહસ્ય ખુલે હવેલી માં " સ્ટોરી રાઈટર સોહમ " રહસ્ય" બાઇક લઇને સવારે દાહોદ થી વાસવાડા એક સોશ્યલ કામે જતો હતો.ઝાલોદ આવતા ચા નાસ્તો કર્યો અને બાઇક માં પેટ્રોલ ભરાવ્યું.. અને વાસવાડા તરફ નિકળ્યો.ગુજરાત ની બોર્ડર ક્રોસ કરી ને થોડો આગળ ગયો.હવે રસ્તા પર અવરજવર ઓછી દેખાતી હતી.થોડો આગળ જતાં એણે રસ્તા થી થોડે દૂર એક જુની હવેલી જોઇ. એક તો સોહમ લેખક એમાં પાછો રહસ્ય અને હોરર વાર્તા લખનારો.. એણે દૂર થી એ હવેલી જોઈ અને એને થયું મારી નવી વાર્તા માટે આ સ્થળ ની મુલાકાત તો લેવી જ પડશે...સોહમે નાનાકડા સાંકડા રસ્તે બાઇક લઇને એ હવેલી પાસે આવ્યો.હવેલી બહુ જ જુની અને ખંડેર જેવી હતી તેમજ જર્જરિત થયેલી દેખાતી હતી.સોહમે હવેલી ના દરવાજા પાસે ની તકતી જોઈ..આ હવેલી ૧૯૧૪ માં બનેલી અને માલિક દુર્ગ બહાદૂર નું નામ હતું...સોહમ ને હવે આ હવેલી જોવાનું મન થયું.એણે હવેલી નો બહાર નો દરવાજો ખોલ્યો અને મુખ્ય દ્વાર પાસે આવ્યો.એ બંધ હતું.સોહમે દરવાજો ખખડાવ્યો પણ કોઈ એ ખોલ્યો નહીં અને જેવો સોહમ દરવાજા ને ધક્કો મારી ને ખોલવા જ જાય છે એ વખતે દરવાજો ખુલ્યો. એક પચાસ વર્ષ ના ભાઈ હતા.સોહમ ને જોઈ ને બોલ્યા... ઓહોહો લેખક સોહમ રહસ્ય વાર્તા લખનારો!!. આવો આવો..કેમ આવવું પડ્યું..નવી વાર્તા ના પ્લોટ માટે??... આ સાંભળી ને સોહમ ને નવાઈ લાગી કે આ વડીલ મને કેવીરીતે ઓળખે?.. સોહમ બોલ્યો હું અહીં થી પસાર થતો હતો અને આ પુરાની હવેલી જોઈ એટલે થયું હવે આ હવેલી ની માહિતી મેળવી ને જ ઉ.. સારું સારું..આવો અંદર..પેલા ભાઈ બોલ્યા.... સોહમ ત્રીસ વર્ષ નો યુવાન અને Hindi story writer છે.સોહમ " રહસ્ય " ના નામે છેલ્લા ત્રણ વર્ષથી પ્રખ્યાત થયો હતો અને એ હોરર તેમજ રહસ્ય વાર્તા લખતો હોય છે...... સોહમ બોલ્યો ,"વડીલ તમારું નામ ?અને અહીં શું કરો છો? તેમજ આ હવેલી કોની છે." હવે પેલા ભાઈ હસતા હસતા બોલ્યા," તમારી રહસ્ય વાર્તા માટે આ પુછો છો? મારું નામ તેજ પ્રતાપ.હુ આ હવેલી નો વહીવટ કરું છું અને વાસવાડા રહું છું.આ હવેલી ના માલિક દુર્ગ બહાદૂર ના વારસો ની છે.દુર્ગ બહાદૂરે આ હવેલી ૧૯૧૪ માં બનાવી હતી.અને બ્રિટિશ સૈન્ય માં હતા.તેઓ બીજા વિશ્વયુદ્ધ માં શહીદ થયા હતા..તેમના વારસો આઝાદી પછી દિલ્હી માં સ્થિર થયા છે." ... ઓકે બહુ જ સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. સોહમ બોલ્યો.. ...સોહમે હવેલી માં ફરી ને જુના વારસા ની ભવ્યતા જોઈ અને કલાક માં નિકળવા તેજ પ્રતાપ ની રજા માગી. તેજ પ્રસાદ બોલ્યા ," તમારે વાસવાડા માં કોને ઘરે જવાનું છે? " સોહમ," મારા મામા મહિપાલ જી ને ત્યાં." આ સાંભળી ને તેજપ્રતાપ બોલ્યા ," સોહમ તમે લેખક તરીકે ' રહસ્ય ' ઉપનામ રાખ્યું છે પણ તમને તમારા જીવન નું રહસ્ય ખબર છે?" હવે સોહમ ચોંકી ગયો " કેમ કેમ? " " તારા પિતા ને એકજ સંતાન છે અને તું છે " તેજપ્રતાપ બોલ્યા... " હા, એમાં શું રહસ્ય? " સોહમ બોલ્યો. " તારા પિતા નું તું પોતાનું સંતાન નથી પણ તને દત્તક લીધો છે." આ સાંભળી ને સોહમ ને આઘાત અને આશ્ચર્ય થયું. અને એની આંખો બંધ થઈ અને આંસુ આવ્યાં . અને બોલવા જ જાય છે કે તમને કેવી રીતે ખબર ત્યારે સોહમે એ ભાઇ ને જોયા નહીં.સોહમે હવેલી માં ફરી ને જોયું તો તેજ પ્રતાપ દેખાયા નહીં..... દિલ માં રહસ્ય લ ઈ ને સોહમ વાસવાડા પહોંચ્યો.અને મામા ને આ હવેલી ની વાત કરી અને તેજ પ્રતાપ અને એના દત્તક વાળી વાત ના રહસ્ય વિશે પુછ્યું.... મામા એ સોહમ ને કહ્યું," અરે..એ હવેલી તો ભૂતિયા હવેલી તરીકે ઓળખાય છે.સોહમ તારી વાત નો હું ખુલાસો કરું.આ હવેલી નો વહીવટ જે કરતા હતા એ તેજ પ્રતાપ તો પચીસ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા છે.પચીસ વર્ષ પહેલાં આ હવેલી માં ડાકુ જેવા લોકો ઘુસી ગયા હતા અને લુંટફાટ કરીને તેજ પ્રતાપ ની હત્યા કરી હતી. અને બીજી વાત તને મારા બહેને અનાથ આશ્રમ માં થી દત્તક લીધો છે અને એ સાચી વાત છે." @ કૌશિક દવે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED