શિકાર : પ્રકરણ 21 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 21

વડોદરાની મહારાજા હોટેલમાં અનુપ સમીર અને સરફરાઝ પહોંચ્યા ત્યારે એમને ખબર નહોતી કે એમની પાછળ એક યેલ્લો ટેક્સી આ જ હોટેલ સુધી આવી હતી.

હોટેલમાં લંકેશ, આઇટી સ્પેશિયાલિસ્ટ નવલ, શેડો બોય રઘુ, બહુરૂપી લાલા તિવારી ત્યાં હાજર હતાં.

અનુપે રૂમમાં પ્રવેશી દરવાજો બંધ કર્યો. પહેલા જ ફોન જોડીની મેનેજરને સૂચના આપી કલાક સુધી નો ડિસ્ટર્બ. મેનેજરે ઓકે સર કહીને ફોન મુક્યો ત્યાં સુધી સરફરાઝ અને સમીરે બેઠક લીધી. સમીર અને લંકેશની નજર મળતા જ બંને એ સ્મિતની આપ લે કરી.

"આ છે સમીર." અનુપે શરૂ કર્યું, " આપણો નવો સથી સમીર ખાન."

સમીરે બધા સામે જોઇને સ્મિત વેર્યું.

"વેલકમ સમીર વેલકમ." લંકેશે હાથ લંબાવીને હેન્ડ સેક કર્યા.

"વેલ ગાયઝ સમીર શિકાર ફસાવવામાં એક્સપર્ટ છે. એ આપણા જેવુ કામ નથી કરતો પણ શરુઆતના સ્ટેપ્સ આપણા જેવા જ છે. અલબત્ત હવે આપણી જેમ આગળના સ્ટેપ લેતો પણ થઈ જશે."

પણ અનુપ આગળ બોલે એ પહેલાં જ નવલ બોલ્યો, " આજનું છાપું જોયુ?"

"ના કેમ શુ હતું?"

નવલે રઘુને ઈશારો કર્યો. રઘુએ ઉભા થઈને ખૂણામાંથી છાપું ઉઠાવી લાવ્યું અને બધાની વચ્ચે ટીપોય પર મૂક્યું. અનુપે છાપું ઉઠાવ્યું. પહેલા જ પાને સોનિયાના સમાચાર હતા એ વાંચી એના ચહેરા ઉપર ભયાનક સ્માઈલ આવી એ સમીરના ધ્યાન બહાર ન ગયું.

"વેલ એ કામ આટલું જલ્દી થઈ જશે એવી મેં ધારણ કરી નહોતી લંકેશ." અનુપે કહ્યું.

"બાપુનો કોલ આવ્યો?" લંકેશ ઉત્સાહમાં બોલી ગયો અને એને ભાન ન રહ્યું કે આજે ટીમમાં નવો માણસ સામેલ થયો છે. અનુપે આંખના ઈશારે એને ઠપકો આપ્યો.

પણ સમીરે જાણે કઈ સાંભળ્યું જ ન હોય એમ સરફરાઝ પાસે સિગારેટ માંગી. સરફરાઝે એને પેકેટ આપ્યું અને એણે એક સિગારેટ સળગાવી.

"શુ કામ થયું છે એ તો કહો?" સમીરે હવે બોલવું પડ્યું.

"તું જ જોઈ લે ને." અનુપે એને છાપું આપ્યું.

સમીરે જમણા હાથમાંથી સિગારેટ ડાબા હાથની આંગળીમાં દબાવીને છાપું લીધુ. પહેલા જ પાને સોનિયાના છાતી સુધી રજાઈ ઓઢેલા બોડીના ફોટો સાથે ટેગ લાઈન લખેલી હતી. અમદાવાદ ગર્લ્સ હોસ્ટેલમાં સોનિયા ગંગવાણીએ કરી આત્મહત્યા...

બોડી જોઈને સમીર મલક્યો. અનુપ અને લંકેશ બંને એના ચહેરાના હાવભાવ જોવા માટે સજડ નજરે તાકીને બેઠા હતા. સમીરને મલકતો જોઈને એમને ખાતરી થઈ ગઈ કે આ અવ્વલ નંબરનો હરામી ટીમમાં ઉસ્તાદ બનશે. પણ પછી એકાએક એના ચહેરાના ભાવ બદલાઈ ગયા.

"સાલીને ચાખવાની રહી ગઈ." દાંત કચકચવાનીને એક ઊંડો કસ લગાવી એ અવ્વલ નંબરના હરામી જેમ બોલ્યો ત્યારે અનુપથી રહેવાયું નહિ.

"ડોન્ટ વરી આવી તો હજારો આવશે આપણા રસ્તામાં."

"પણ મારી મહેનત એળે ગઈ એનું શું. બે ત્રણ મહિના જખ મારીને યાર."

ત્યારે બે ત્રણ જણ હસ્યા. એ હાસ્યમાં સમીરને ત્યાં બેઠેલા બધાયના હરામી પણાની સ્પષ્ટ આકૃતિ દેખાઈ.

"લુક સમીર હવે તારે નિધીને ફોલો કરવાની છે. શક્ય હોય તો એની સાથે દોસ્તી કરી લેજે."

"કોણ નિધિ?" સમીર નિધીને મળ્યો હતો પણ એને નામ યાદ ન હતું અલબત્ત આ એ જ નિધિની વાત હશે એવી એને કલ્પના પણ ન હતી.

"અરે યાર એન્જીના ઘરે આવી હતી. એનું ફ્યુનરલ વગેરે બધું કર્યું હતું એ નિધિ. નિધિ રાવળ. એનું કેસ બેલેન્સ અઢી કરોડ છે. બીજી પ્રોપર્ટી બે ત્રણ કરોડની."

સાંભળીને સમીર ખાન હચમચી ગયો. પણ આ શિકારીઓ તેના ભાવ કળી જાય તે એને પાલવે તેમ ન હતું. તેણે જરાય અસ્વસ્થ દેખાયા વગર કહ્યું.

"પણ એ મને ઓળખી જશે. મેં એની સાથે લાંબી વાત કરી હતી."

"એ જ તો ફાયદો છે ને. ઓળખે છે એટલે જ સ્તો દોસ્તી કરશે." લંકેશે કહ્યું.

"ઠીક છે કરવાનું શુ છે?"

"પહેલા બે ત્રણ દિવસ એને ફોલો કર. પછી દોસ્તી કર. પછી શક્ય હોય તો લવ ટ્રેપમાં ફસાવ અને એમ ન થાય તો પણ દોસ્તી જાળવી રાખ. આગળનું પછી કહીશ."

"ડન."

"તને ગાડી જોઈશે કે?"

"નહિ મને બાઈક ફાવશે. બુલેટ હશે તો ઓર મજા આવશે."

"ઠીક છે." કહીને અનુપે રઘુ સામે ફરીને સુચના આપી, "તારું બુલેટ હમણાં સમીરને આપી દે."

પણ એ અનુપની મોટી ભૂલ હતી. સમીર માટે પણ એ ફેંસલો ખતરનાક હતો. જોકે નિયતીના ચક્કર કોઈ બદલી નથી શકતું.

એ પછી નિધીને અત્યાર સુધી કેવી રીતે ડરાવી છે. એની સાથે શુ શુ કર્યું છે એ બધું સમીરને ડિટેઇલ્સમાં સમજાવી દીધું. પછી નિધિના એરીયામાં જ શક્ય હોય તો એના ઘરની તદ્દન નજીક જ સમીર માટે રૂમ રાખવાનું નક્કી થયું.

અનુપ, સમીર, સરફરાઝ અને લંકેશ હોટેલમાં જ રહ્યા. બીજા બધાએ વિદાય લીધી. સમીરે કલાક આરામ કરવાનું નક્કી કર્યું પછી કામે આજથી જ લાગી જવું છે એવું નક્કી થયું.

*

જ્યારે અનુપ એન્ડ પાર્ટીની ગાડી મહારાજા હોટેલ આગળ આવી બરાબર એ જ સમયે યેલ્લો ટેક્સી પણ મહારાજા હોટેલ આગળ આવી હતી.

ટેક્સીમાંથી એક કપલ નીચે ઉતર્યું. હોટેલમાં કાઉન્ટર પર જઈને બંનેએ પૂછપરછ કરી.

"ડબલ બેડરૂમ મળશે?"

વૃદ્ધ મેનેજરે કોટની બાય ચડાવતા હસમુખ અને દેખાવડા આ યુવાનને જોઈ લીધો પછી એની સાથે આવેલી એની પત્ની હશે અથવા ફિયાનસી હશે એમ નક્કી કરી લીધું. ચોપડો કાઢીને કઈક જોયું.

"થર્ડ ફ્લોર પર 42."

"ડાર્લિંગ તને ફ્લોર પર ફાવશે કે બીજી હોટેલમાં જવું છે?" યુવાને તેની સાથે આવેલી યુવતીને પૂછ્યું અને કપાળ ઉપર ઝુલતા રેશમી વાળમાં હાથ ફેરવી એક તરફ કર્યા.

"ચાલશે યાર." ટેક્સીમાંથી ઉતરીને હજુ એ સાડી સરખી કરતી હતી. નજીક આવીને તેણીએ હસીને કહ્યું. તે યુવાન કરતા વધારે ઉજળી અને દેખાવડી હતી.

"ઓકે અંકલ ચાલશે." કાકાને સસ્મિત જવાબ આપી પેલી સામે જોઇને ઉમેર્યું, "તને સાડી ન ફાવતી હોય તો શું કામ પહેરે છે યાર."

"સાસુ સસરા સામે કઈ જીન્સ પહેરીને નીકળું?"

કાકાને આ વાતમાં કંટાળો આવતો હતો. અને હોટેલમાં આવા ઘણા કપલ આવતા જે કાઉન્ટર ઉપર જ ઝઘડતા કલાક નીકાળી દેતા.

"ઓ મિસ્ટર નામ બોલો બંનેના...."

"ઓહ સોરી અંકલ..... મારુ નામ દીપ મામતોરા અને આ મારી વાઈફ શીલા..."

"કેટલા દિવસ માટે જોઈએ છે?"

"સમજોને કદાચ અઠવાડિયું થઈ જાય પણ અત્યારે બે દિવસનું રાખો. પછી જરૂર હશે તો રીન્યુ કરાવી લઈશું. આ શીલાના મુડના કઈ ચોક્કસ ઠેકાણા ન હોય ક્યારે હોટેલ છોડવાનું કહી દે ક્યારે ફરવા જવાનું કહી દે..... ભગવાન બચાવે આવી પત્નીથી..."

દીપ બબડતો રહ્યો એ સાંભળીને શીલાએ સુંદર ચહેરા ઉપર અણગમો લાવીને મો બગાડ્યું. મેનેજર હવે ખરા કંટાળ્યા એટલે ખોખરો ખાઈને ધ્યાન દોર્યું.

"હમમ ડિપોઝીટના છ હજાર..."

દીપે પર્સ કાઢીને પૈસા ગણી આપ્યા. મેનેજરે ચાવી આપી અને ઘંટડી વગાડી બોયને બોલાવ્યો.

"આ લોકોને થર્ડ ફ્લોર, 42માં....."

બોયે તરત દીપના હાથમાંથી બેગ લઇ લીધી. અને લિફ્ટ તરફ વળ્યો. ત્રીજા માળે લિફ્ટ ઉભી રહી. 42માં બોય સૂટકેસ મૂકીને ગયો. દીપે બેડમાં પડતું મુકતું. શીલાએ દરવાજો બંધ કર્યો. ચા નાસ્તા માટે ઓર્ડર કર્યો.

થોડીવારે ચા નાસ્તો આવ્યા. બંને એ નાસ્તો કર્યો.

"કયા રૂમમાં છે એજન્ટ એસ?"

"એ ખબર નથી મને. એ એકલો પડશે ત્યારે મને કહેશે."

"તારી ડિટેઇલ્સ એની પાસે છે?"

"નહિ એ આપણને નથી ઓળખતો. જેમ આપણે એનો ફોટો જોયો છે એમ એજન્ટ એસ પણ આપણને નથી ઓળખતો. અને એણે તો ફોટોમાં પણ આપણને નથી જોયા."

"ઓકે તો હવે?"

"તું અહીં નજર રાખ, હું નીચે બેસું છું રેસ્ટોરાંમાં."

"પણ એ એકલો નહીં હોય તો તું વાત કઈ રીતે કરીશ?"

"એ બધી તારે શી પંચાત?"

"નહિ મને તારી ચિંતા થાય છે એટલે કહ્યું બાકી મારે તો મારા કામથી મતલબ."

"ઓહ એમ કેમ નથી કહેતી તારે મારી પાસેથી ટ્રિક્સ જાણવી છે?" દીપે કઈક ઘમંડથી કહ્યું એટલે શીલા હસી પડી.

"જા જા હવે..."

"અત્યારે તો જાઉં જ છું. જોઈએ કોણ સારું કામ કરે છે." તેણે બેગમાંથી લેપટોપ અને નાઈટ માટેના ભૂખરા રંગનું ટીશર્ટ અને નાઈટી કાઢ્યા.

“તને આ સાડી ન ફાવે તો કાઢી દે...”

“તું સુધરવાનો નથી..”

“તારું મન નેગેટીવ હોય તેમાં મારા સુધરવાનો સવાલ ક્યાંથી આવે. મેં એમ કહ્યું કે કપડા બાથરૂમમાં જઈને ચેન્જ કરી લે.” કહીને તે ખંધુ હસતા બાથરૂમમાં ગયો.

કપડા ચેન્જ કરીને લેપટોપ લઈને દીપ બહાર નીકળી ગયો. રેસ્ટોરાંમાં જઈને કોફી મંગાવી અને લેપટોપ ખોલીને પોતાનું કામ કરવા લાગ્યો. એની નજર હોટેલના એન્ટ્રી ગેટ પાસે જ હતી.

*

કલાક પછી સમીર લિફ્ટમાં નીચે આવ્યો. તેણે આછા ગુલાબી રંગની ટી શર્ટ અને સાદું બ્લેક જીન્સ પહેર્યું હતું. ગુલાબી કલરમાં તે વધારે દેખાવડો લાગતો હતો. તે કાઉન્ટર પાસે ગયો. મેનેજર જોડે કશીક વાત કરી અને પછી બહાર નીકળ્યો. થોડીવાર ત્યાં પાર્ક કરેલા બાઈક જોયા. પછી એક બુલેટ ઉપર બેઠો. કી ભરાવી અને કીક મારી.

દીપ આ બધું જોઈ રહ્યો હતો. ધગ. ધગ.. ધગ... ધગ.... અવાજ સાથે બુલેટના એન્જીનનો અવાજ છેક રેસ્ટોરાં સુધી સાંભળતો રહ્યો. પછી અવાજ અને બાઈક બંને અદ્રશ્ય થઈ ગયા.

દીપ આજુબાજુ નજર કરી તરત ઉભો થઇ ગયો. મેનેજર પાસે જઈને પૂછ્યું, “પેલા ભઇ કોણ છે?”

"એ તો અનુપ ભાઈના મહેમાન છે. કેમ શુ હતું?"

"નહિ મને એ ભાઈનું બુલેટ ગમ્યું. સાલે શુ એસેસરીઝ કરાવી છે."

"એ બાઈક એનું નથી." મેનેજરે ચોપડામાં કઈક નોધ કરતા કરતા જવાબ આપ્યો.

"તો?" વાત લંબાવવા દીપે ટેબલ ઉપર હાથ ટેકવીને ટેકો લીધો અને જાણે વર્ષોથી મેનેજરને ઓળખતો હોત તેમ વાત કરવા લાગ્યો.

"નામ મને નથી ખબર પણ એ પણ અનુપભાઈના મહેમાનનું જ છે."

"ઓહ તો આ અનુપભાઈ કાયમી રૂમ રાખતા હશે કેમ?"

"હા, થર્ડ ફ્લોરનો રૃમ નંબર 32 લંકેશે લગભગ એક મહિનાથી રાખ્યો છે. એ પહેલાં પણ એ લોકો અહીં બહુ રહેતા. ગણોને વર્ષમાં એકાદ મહિનો તો રૂમ નંબર 32માં આ બેય કરોડપતિનો ઉતારો હોય જ છે."

"શુ વાત છે? તો તો કોઈ બિઝનેસમેન હશે."

"હા મોટા માણસ લાગે છે પણ મેં ક્યારેય પૂછ પરછ નથી કરી એમના ધંધાની. આપણે શું લેવાદેવા?"

"ખરું કહ્યું આપણે શું. આ તો બાઈક જબરજસ્ત છે. રોયલ એંફિલ્ડવાળા ખુદ પણ આવી સજાવટ ન કરી શકે. એટલે મેં તો પૂછ્યું."

"હમમ અહીં વડોદરામાં એક કારીગર છે, ફેન્ટાસ્ટિક ગમે તે બુલેટને આમ સજાવી દે છે."

"તો તો મારું બુલેટ તૈયાર કરવવા અહીં જ આવીશ."

"તમે કયાના?" મેનેજરને હવે એની મીઠી ભાષામાં રસ પડ્યો હોય એમ વાત લંબાવી.

"હું નડિયાદનો. નડિયાદમાં મારે હેનડી ક્રાફ્ટસનું કારખાનું છે. આ મારું બૈરું સાલું શોખીન છે. દર મહિને કહે ચલો ક્યાંક ફરવા. હવે એને વડોદરા જોવાનો શોખ જાગ્યો. સાલો મારો સસરો કરોડપતિ હતો છોકરીને બગાડી છે." સાવ હલકટ રીતે દીપે વાત કરી.

"ચલો થોડી ઊંઘ લઈ લઈએ." કહીને એ લિફ્ટમાં થર્ડ પર ગયો. 42 માં જઈને દરવાજો બંધ કર્યો.

"એ 32માં છે. બે ત્રણ બીજા માણસો પણ અનુપને મળવા આવે છે." અંદર જતા જ એણે શીલાને મેળવેલી માહિતી આપી.

"પણ એ તને મળ્યો?"

"ના મેં રૂમ નંબર બીજી રીતે જાણી લીધો."

"એ તારી રીત મારે શીખવી પણ નથી."

"ઓકે લેટમી સ્લીપ ફોર એ વ્હાઇલ. રાત્રે બધી વાત." કહીને દીપે બેડમાં લાંબુ તાણી દીધું.

*

સમીરે બુલેટ નિધિના ઘર આગળથી નીકળતા રસ્તા પાસે રોકયું. ત્યાં ત્રણ ફાટક પડતા હતા. ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યું. કાગળ ઉપર પેન્સિલથી દોરેલો એક નકશો હતો. એમાં નિધિના ઘરથી હોટેલ મહારાજા સુધીનો રસ્તો બરાબર દર્શાવ્યો હતો.

પોતે જ્યાં ઉભો હતો એ જગ્યા એણે નકશામાં જોઈ. પછી ડાબી તરફ વળીને નિધિના ઘર આગળથી નીકળ્યો. ધીમી સ્પીડે ધગ ધગ ધગ અવાજ સાથે બુલેટ પસાર થયું અને સમીરે બધા ઘરમાં નજર નાખી જોઈ. આખરે એને નિધીનું ઘર મળ્યું.

એણે ફરી બાઈક થોભાવી મોબાઈલ કાઢ્યો. અને કોઈ જોડે ફોન પર વાત કરતો હોય એમ નાટક કરીને નિધિના ઘરને બરાબર ઓળખી લીધું. બહાર ઓડી હતી.

ફરી ફોન ખિસ્સામાં મૂકીને સમીરે બાઈક રિટર્ન કર્યું. અને બહાર જવા લાગ્યો.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky