શિકાર : પ્રકરણ 22 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 24

    નિતુ : ૨૪ (લગ્નની તૈયારી)નિતુ અને હરેશ બન્ને મીઠાઈના બોક્સ લ...

  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 4

    જાેકે, પોલીસને શંકા હોવાથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. પર...

  • ખજાનો - 22

    " ડોન્ટ વરી યાર..! તે માત્ર બેભાન થયો છે તેને બીજી કોઈ તકલીફ...

  • મમતા - ભાગ 107 - 108

    ️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૦૭( મોક્ષા મુંબઈથી પાછી ફરે છે. આરવના...

  • લેખાકૃતી - 1

    લેખ : ૦૧મારો સખા : મૃત્યુજ્યારે હું કોઈના પણ મૃત્યુ નાં સમાચ...

શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 22

નિધિના ઘરની સામેના ફ્લેટની ત્રીજા માળની બારીમાંથી બાયનોક્યુલર તાકીને બેઠા માણસે આ દ્રશ્ય જોયું હતું.

પહેલા તો અજાણ્યો માણસ જોઈને એને લાગ્યું કે કોઈ સોસાયટીનો માણસ હશે અથવા કોઈનું ઘર શોધવા આવ્યો હશે. પણ એણે બુલેટને જોયું હતું. સમીરને એ ઓળખતો ન હતો. પણ બુલેટને એ માણસ બરાબર ઓળખી ગયો હતો. 5656 નંબરનું સજાવેલું બુલેટ એના ધ્યાન બહાર ગયું નહિ.

જેવો સમીર નિધિના ઘર આગળ ઉભો રહ્યો કે તરત જ એણે બાયનોક્યુલર હઠાવીને ફોન જોડ્યો.

"હેલો સર."

"બોલ ખબરી."

"બુલેટ રોયલ એનફિલ્ડ 5656. અજાણ્યો માણસ છે પણ એકલો છે. અત્યારે પુરી તક છે."

"ઓકે નજર રાખ."

ફોન મુકતા જ મનુએ ગાડી ઘર તરફ ભગાવી. ઘરે જઈને યુનિફોર્મ કાઢી લીધો. બ્લેક હાફ સ્લીવ શર્ટ અને બ્લુ જીન્સ તમેજ ગોગલ્સ લગાવીને એણે પણ બુલેટ કાઢ્યું.

જોત જોતામાં તો બુલેટ રોડ ઉપર દોડવા લાગ્યું. ચાલુ બાઈકે જ મનુએ ફોન જોડ્યો.

"સર રોડ ઉપર જઈને એ માણસ સીંદે કેન્ટીનમાં ચા લે છે. હું સામે લક્ષ્મીમાં કોફી પીવું છું."

"મને બે જ મિનિટ થશે. નજર રાખ એના ઉપર." કહી મનુએ એક્સીલેટર ઉપર જોર વધાર્યું

*

ધક... ધક... ધક... કરતું ફાટી જાય એવુ એન્જીન ધબકતું બુલેટ લક્ષ્મી આગળ ઉભું રહ્યું. હેલ્મેટ ઉતારીને મનું નીચે ઉતર્યો. પેલો ખબરી ત્યાં ટેબલ ઉપર બેઠો હતો. પણ મનુએ એને બોલાવ્યો નહિ. એની પાસેના ટેબલ ઉપર જઈને મનુંએ કોફી મગાવી.

"મુસલમાન જેવી દાઢીવાળો. ગુલાબી ટીશર્ટ દેખાવમાં હેન્ડસમ." પેલો ખબરી સમીર ઉપર નજર રાખીને બોલ્યો.

મનુએ સાંભળી લીધું છતાં સમીર સામે નજર નાખી નહિ. એણે કોફી પીતા પીતા ખાસ્સી ગણતરીઓ કરી.

પાંચેક મિનિટ પછી સમીર ઉભો થયો ત્યારે જ મનુએ એના ઉપર નજર ફેરવી. સમીરે બાઈક ચાલું કર્યું અને નીકળ્યો. મનુએ તરત બિલ ચૂકવીને બુલેટ ઉપાડી. મિનિટોમાં એ સમીરની પાછળ લાગ્યો.

સમીર ધીમે ધીમે બજાર દેખતો દેખતો ચાલતો હતો. મનું એની પાછળ આવે છે એ ખ્યાલ એને આવ્યો નહિ. ખાસ્સી મીનીટો આમ પીછો થયો. પછી આ બે જણની રેસમાં એક બ્લેક વેન જોડાઈ. મનુએ ઘરેથી લક્ષ્મી કેન્ટીન આવતા પહેલા પૃથ્વીને ફોન કરીને એક વેન મંગાવી હતી.

સમીર હાઇવે ઉપર ચડ્યો એટલે મનુએ સ્પીડ વધારી. એને ઓવર ટેક કરીને રોક્યો.

સમીરે બાઈક રોકયું. નીચે ઉતર્યો. મનું પણ નીચે ઉતરીને એની પાસે આવ્યો.

"બોલો ભાઈ શુ થયું?"

"કોણ છે તું?"

"સમીર."

"અહીં શુ કરે છે?"

"તું મને પૂછવાવાળો કોણ? વુ ધ હેલ આર યુ?" સિવિલ ડ્રેસમાં મનુએ પુછપરછ કરી એટલે સમીર ગીન્નાયો.

"વેલ એ તને જલ્દી સમજાઈ જશે." પણ મનુએ શાંતિથી જવાબ વાળ્યો.

"એટલે?" પણ સમીર કાઈ સમજે એ પહેલાં તો બ્લેક વેન આવીને સમીરના લગોલગ ઉભી રહી ગઈ. અંદરથી સિવિલ ડ્રેસમાં પૃથ્વી ઉતર્યો.

સમીરે પાછળ ફરીને જોયું એ સાથે જ મનુએ એનું મોઢું દબાવી દીધું. ધક્કો મારીને વેનમાં એને પૂર્યો.

"જેક તું મારુ બાઈક લઈ જા." મનુએ પૃથ્વીને જેક કહ્યું એ સમીરે નોંધ્યું.

"ફાલતુ તું આનું બાઈક લઈ આવ." વેનની પાછળ બેઠાં ખબરીને મનુએ સમીરનું બાઈક લેવા કહ્યું.

સમીરને મુશ્કેટાટ બાંધીને વેનની પાછળ નાખ્યો. આંખો ઉપર કાળી પટ્ટી બાંધવામાં આવી. પૃથ્વીએ અને ખબરીએ બંનેએ એક એક બુલેટ લીધા.

મનુએ વેન હંકારી. વેન સીધી જ વડોદરા અમદાવાદ હાઇવે ઉપર દોડવા લાગી. પાછળ ધક... ધક... ધક... ધબકારા સાથે બે બુલેટ દોડતા રહ્યા.

*

નિધીએ પુરી ડાયરી વાંચી પછી એનું મન જાણે આ દુનિયાનું હોય જ નહીં એમ બેકાબુ બની ગયું. ઉપરાંત એન્જીની જ કોલેજની એક બીજી છોકરી સોનિયાએ પ્રેમમાં નિષ્ફળતા મળી એટલે આત્મહત્યા કરી હતી એ સમાચાર વાંચીને એનું મન ઓર બેકાબુ બન્યું.

આ બંને એક જ કોલેજની છોકરીઓ એક સરખા કારણોસર આત્મહત્યા કરે એ ન માની શકાય એવું હતું જ એમાંય માત્ર એકાદ મહિનામાં જ આ બંને આપઘાતની ઘટના એક જ કોલેજમાં બને એ અશક્ય જેવું જ હતું.

એ તૈયાર થઈને થોડોક સામાન લઈને અમદાવાદ ઉપડી ગઈ.

*

અનુપ અને લંકેશ હવે ચિંતામાં મુક્યા. મહારાજ હોટેલના થર્ડ ફ્લોર રૂમ નંબર 32માં અનુપ અને લંકેશ બંને હવે ચક્કર લગાવીને થાક્યા.

આખરે અનુપે બેડમાં પડતું મૂક્યું. એના કપાળે પરસેવો વળવા લાગયો.

"પણ સાલો એવો કોણ હોય જે આ રીતે સમીરને ઉઠાવી જાય?"

"એ મને ખબર નથી. મેં બસ સમીર ઉપર નજર રાખવા માટે એ ક્યાં જાય છે એ માટે એને ફોલો કર્યો હતો. પણ હું દસ મિનિટનું છેટું રાખીને એને ફોલો કરતો હતો."

"બરાબર તે જોયું કે ચોક્કસ કાળી વાન હતી?" મંગુના બંને ખભા પકડીને એને આખરી ખાતરી કરી લેવા માટે છેલ્લી વખત પૂછ્યું.

"હા એક સો ને એક ટકા કાળી વાન હતી. પણ મેં કહ્યું એમ હું દસ મિનિટનું છેટું રાખીને સમીરને ફોલો કરતો હતો એટલે ચહેરા મને દેખાયા નહિ."

"તે દૂરથી દેખયું બે માણસોએ સમીરને આંતર્યો હશે. પછી એના હાથ પગ બાંધીને અને મોઢા ઉપર કાળો રૂમાલ બાંધીને લઈ ગયા. સમીરને તે બુલેટ બાઈક અને કપડાં પરથી જ ઓળખ્યો હતો એનોય ચહેરો તો તને દેખાતો ન હતો. બરાબર?" અનુપે ફરી વાર વાત દોહરાવી.

"બિલકુલ."

"તો પછી એને ક્યાં લઈ જાય છે એ તે જોયું કેમ નહિ?" અનુપે સવાલ કર્યો એ સાથે બાકીના બધા એને જોઈ રહ્યા.

"અનુપ કેવી વાત કરે છે તું યાર? હાઇવે ઉપર જે લોકો સમીરને ઉઠાવી જાય ધોળા દિવસે એ લોકો મંગુને અને આપણને ન ઓળખતા હોય એની શી ખાતરી?" રઘુ બોલી ઉઠ્યો. એની વાત વ્યાજબી જ હતી. ઉઠાવનાર એટલે કે મનું એ બધાના ચહેરા ઓળખતો હતો. મનુએ પ્લાનિંગ કરીને એમાંથી એકને ઉઠાવવાની ચાલ કરી જ રાખી હતી અને એમાં નવો જ સમીર પહેલા દિવસે ઝડપાઇ ગયો. જો બુલેટ ન હોત તો કદાચ સમીર ઝડપાવાનો ન હતો. કેમ કે ખબરી સમીરને ઓળખતો ન હતો. જોકે હોટેલ ઉપર નજર રાખતો મનુનો બીજા ખબરીએ સમીરને અનુપ સાથે આવતા જ નોંધી લીધો હતો. પણ આ બધાયથી અનુપ એન્ડ ટિમ સાવ અજાણ હતી.

"એટલે જ મેં પીછો ન કર્યો. એ લોકો જોઈ જાય અને શક પડે તો મને ઝડપતા વાર ન લાગે. ઉપરથી એ લોકો પાસે બે બુલેટ હતા. મારા બાઈકનું એન્જીન ફાટી જાય એટલા વેગે હું ભાગી છૂટું તોય એ લોકો મને પંદર વિસ મિનિટમાં આંતરી લે. અને તમને કોઈને ખબર પણ ન પડે કે બે માણસો ગાયબ કઈ રીતે થયા. એના કરતાં મેં વિચાર્યું હું તમને ખબર કરું." રઘુએ ટેકો આપ્યો એટલે મંગુએ સ્પષ્ટતા કરી.

"ઓકે... ઠીક છે, ઠીક છે." અનુપ થોડો શાંત થયો.

"અનુપ હવે શું થશે? કોણ હશે એ લોકો?"

"કોણ હશે એ તો કલ્પના પણ થઈ શકે તેમ નથી લંકેશ." હોઠ પર આંગળી મૂકી અનુપ વિચારમાં પડ્યો. "આપણે આજ સુધી સીધી કોઈથી દુશ્મની કરી જ નથી. પોલીસને તો સાત જન્મેય આપણે ગુનેગાર છીએ એ ખબર પડવાની જ નથી તો પછી એ કોણ હોઈ શકે?"

બધા વિચારતા રહ્યા પણ કોઈને કઈ સમજાતું ન હતું. પોલીસ હોઈ શકે એવી કલ્પના પણ એ લોકો કરી શકે તેમ ન હતા. કારણ સમીર પહેલી જ વાર વડોદરા આવ્યો હતો. સમીરને અહીં પોલીસ ક્યાંથી ઓળખે? અને પોલીસ આમ બ્લેક વાન લઈને શુ કામ આવે? અને ગુંડાની જેમ શુ કામ ઉઠાવી જાય?

અલબત્ત નવલ અને સાધુએ જો અનુપને કહ્યું હોત કે નિધિને ડરાવવા ગયા ત્યારે કોઈ ઇન્સ્પેકટરના માણસે અમને તાકીદ કરીને ભગાડ્યા હતા તો કદાચ આ બધું થવાનું ન હતું. પણ અંધારામાં ગળીમાં નિધિ પાછળ ગયા અને એક માણસ પાછળ આવ્યો, પોતે ચોર છે એમ કહીને બચાવ કર્યો એ વાત કહેતા બંનેને નાનપ અનુભવાતી હતી એટલે એ વાત નવલ અને સાધુએ ટીમને કરી જ ન હતી. અલબત્ત મનુએ એમને આ રીતે ચોરી ન કરતા કહીને જવા દીધા હતા એટલે નવલ અને સાધુને એમ જ લાગ્યું હતું કે ઇન્સ્પેકટરના એ માણસને અમે સાચુકલા ચોર લાગ્યા હતા. પરિણામે એ વાતને આ વાતથી કોઈ કનેક્શન ન હોઈ શકે એમ ગણતરી કરીને એમણે હજુ ય એ વાત કહી નહિ.

એકાએક અનુપ ફરી ઉભો થઇ ગયો "ધેટ્સ ઇટ..... ધેટ્સ ઇટ....." બંને હાથ જોરથી ઘસીને એણે મુઠ્ઠીવાળી. બધા પ્રશ્નાર્થ ચહેરે એને જોવા લાગ્યા.

"શુ પણ? કોણ?" સાધુ, રઘુ, લંકેશ એકસાથે બોલી ઉઠ્યા. સરફરાઝ અને નવલ સુનમુન બેસી રહ્યા.

"રઘુ નું બુલેટ...." અનુપે ઉભા થઈને કહ્યું.

"રઘુનું બુલેટ?" લંકેશે પ્રશ્ન કરીને કઈ સમજાયું ન હોય તેમ રઘુ સામે જોયું. રઘુએ ખભા ઉલાળ્યા.

"હા રઘુનું બુલેટ, એ લોકો બુલેટ ઓળખતા હશે. કદાચ રઘુ ઉપર નજર હોય એ લોકોની. પણ આજે રઘુને બદલે સમીર પાસે એ બાઈક હતું. એટલે સમીર ઝડપાયો."

"ઓહ બિચારો સમીર પહેલા જ દિવસે....." સરફરાઝ દોસ્ત માટે અફસોસ કરવા લાગ્યો. હજુ એની અંદર હૃદયમાં ક્યાંક કોમળતા હતી. કમસેકમ દોસ્તી અને કૌશલ આ બે શબ્દો એના હૃદયમાં જીવતા હતા.

"આ અફસોસ કરવાનો સમય નથી સરફરાઝ...." અનુપે એને વચ્ચે જ રોક્યો, "એ લોકો જે પણ હોય એમણે સમીરને બુલેટના લીધે જ ઝડપ્યો છે."

"તો એનો અર્થ તો એ જ ને કે એ લોકોએ સમીરને આપણી સાથે જોયો હશે?" રઘુ બોલ્યો.

"ક્યાં જોયો હોય?" સાધુ બોલ્યો. સાધુ પણ આ ટીમનો એક બદમાસ હતો. ચાલીસી આસપાસનો ભારે શરીરવાળો, ભરાવદાર દાઢી અને મૂછો તેમજ કપાળે તિલક કરતો એ આદમી સાધુ હતો. તેનું નામ કામ વિરોધાભાસી હતા.

"આ હોટેલમાં જ બીજે ક્યાંય નહીં." સરફરાઝ હવે સ્વસ્થ થવા લાગ્યો.

"એનો અર્થ એ છે કે હોટેલ હવે સેફ નથી. આપણી ઉપર કોઈની નજર છે." અનુપે કહ્યું, "આપણે આજે રાત્રે કોઈને ખબર ન પડે એ રીતે જગ્યા બદલવી પડશે."

"પણ એ લોકો હશે કોણ?" સરફરાઝે પૂછ્યું.

"એ જ તો મુસીબત છે સાલી."

અને આખરે હોટેલ છોડીને અત્યાર પૂરતો નિધીનો શિકાર કરવાનું મુલતવી રાખવામાં જ ભલાઈ છે એવા નિર્ણય ઉપર એ લોકો આવ્યા અને બધાનો સામાન પેક કરવા લાગ્યા.

પહેલી જ વાર આ શીકારોના ટોળા ઉપર આફત આવી તેથી અનુપ સહિત બધા જ સ્તબ્ધ બની ગયા. પણ છતાય એક સરફરાઝને સમીરની સર્ચ કર્યા વગર જવું ન હતું પણ અનુપ એની વાત માનવાનો નથી જ એ સરફરાઝ જાણતો હતો. કારણ અનુપના રૂલ્સમાં એ વાત સામેલ હતી કે કોઈ શિકારી ઉપર આફત આવે તો એણે જાતે જ સામનો કરવો.

આખરે ભયાનક લોકોના રૂલ્સ પણ એવા ભયાનક જ હોય એમાં કોઈ નવાઈ પણ ક્યાં હતી?

*

અમદાવાદ વોડદરા હાઇવે પર મનુના ખાસ એવા દરબાર લખુંભાનો તબેલો હતો. આમ તો વડોદરાથી માંડ બાર તેર કિમિ જ એ દૂર હતો. પણ ત્યાં મનુએ ઘણા ગુનેગારો જે જેલમાં ન બોલતા એમને બોલતા કર્યા હતા. ઓફકોર્સ ઈલીગલ રીતે જ!

સમીરને વેનમાં તબેલા ઉપર લઈ જવામાં આવ્યો. વેનમાંથી ઉતારીને પટ્ટી ખોલ્યા વગર જ એને એક રૂમમાં ધકેલી દેવામાં આવ્યો. સમીરને ધકેલીને રૂમ બંધ કરી પૃથ્વીએ બંને બુલેટ્સ ઘોડાના તબેલા પાછળ છેક ઘોડાને ખાવા રાખેલા સૂકા ઘાસની ઓરડીમાં ધકેલી દીધા. વેનને મોટી ટાડપત્રિમાં સંતાડી દીધી.

હજુ પણ પૃથ્વી જેક હતો અને મનું જિમી. આ નામ સાવ કૃત્રિમ લાગે એવા હતા. પણ જ્યારે જ્યારે મનું અને પૃથ્વી પોતાના નામ છતાં કરવા ન માંગતા હોય ત્યારે એ જેક અને જિમી બનતા. સામેવાળાને આ હિન્દૂ ચહેરા જોઈને જેક અને જિમી નામ સાવ કૃતિમ છે એ ખ્યાલ આવતા કઈ વાર ન લાગે. પણ આ બંનેની સ્ટ્રેટેજી જ એવી હતી. આવા કૃત્રિમ નામ સાંભળીને જેને ઉઠાવ્યો હોય એ માણસ હોલાની જેમ ફફડી ઉઠે. આ લોકો કોણ હશે? એ કલ્પના પણ કરી શકે નહીં.

ખબરીને કોઈ નામ હતું જ નહીં એમ કહો તો પણ ચાલે. કેમ કે ખબરીને એ લોકો ખબરી અથવા ફાલતું કહેતા. એથી જ તો જેને ઝેર કર્યો હોય તે વધારે મૂંઝાઈ જતો. ખબરી તો પોલીસનો શબ્દ છે તો પછી આ જેક અને જિમી નામના માણસો બીજા માણસને ખબરી કેમ કહેતા હશે? ગુંડાની જેમ ઉઠાવનાર પોલીસ હોય એવી કલ્પના પણ કોણ કરે?

અંધારી રૂમમાં હાથ પગ બાંધેલો અને આંખે પટ્ટી બાંધેલો સમીર પડ્યો પડ્યો એ જ સવાલ જવાબ કરતો હતો. એના હાથમાં કાંડા ઉપર કસીને બાંધેલા દોરડા વધુ સખત રીતે બંધાય હતા એટલે આંગળીઓમાં લોહી ભરાઈને દુખાવો ઉપડ્યો પણ એ દુખાવો અત્યારે ગણકારવાનો સમય ન હતો.

તેણે નજર કરી. ઓરડીમાં એક તરફ ખૂણે લાકડાનું જુનું ટેબલ અને તેના ઉપર તેવા જ જુના લાકડાની ખુરશીઓ ખડકેલી હતી. તે જ દિવાલના બીજી તરફના ખૂણે ઘડમચા (ગોદડમશી) ઉપર જુના ફાટેલા ગોદડા ઉપરા ઉપર ખડકેલા દેખાયા. દરવાજાની જમણી તરફ એક ટ્યુબ લાઈટ વાયરથી લટકતી હતી પણ તે અત્યારે બંધ હતી. તે સિવાય આખાય ઓરડામાં કશું હતું નહી.

પડ્યા પડ્યા ખસીને જ સમીર ભીતને ટેકે માથું ભીંડાવી માન્ડ બેઠો થયો. બાંધેલા હાથ ભીત અને કમર વચ્ચે આવ્યા એટલે લોહીનું ભ્રમણ વધ્યું એનાથી થોડીક મિનિટો એને રાહત થઈ.

કોણ હશે આ જેક અને જિમી? એક પાતળો ઉંચો અને બીજો મસલ્સવાળો દેખાવડો અને સ્ટાઈલીસ છે. તેને લેશમાત્ર વિચાર ન આવ્યો કે તે પોલીસ હશે. ખાસ્સી મિનિટો આ સવાલ કર્યા પછી એને એકાએક થઈ આવ્યું. ઓહ સાલો અનુપ...! ખેલાડી છે બાકી.

અનુપે જ મને ખાતરી કરવા ઉઠાવ્યો હશે. હું ગભરાઈને બોલી જાઉં એવો છું કે ટકી શકું તેમ છું? બસ એટલા માટે જ મને ઉઠાવ્યો છે.

આ વિચાર સમીરે કર્યો કારણ કે તે વડોદરા આવ્યો એ જ દિવસે બીજું તો કોણ હોઈ શકે? અને આમેય સમીરને કોઈ દુશ્મન હતા જ નહી. વડોદરા તો એ પહેલીવાર આવ્યો જ હતો.

પણ સાલા ખાતરી કરવા માટેય મને ખાસ્સો ધોસે એ તો ચોક્કસ છે. છતાં એજન્ટ એ કહે છે તેમ દુશ્મનને જડ મૂળમાંથી ઉખાડવો હોય તો આપણે ધીરજ રાખવી પડે અને માનસિક તૈયારી સાથે શારીરિક પીડા સહન કરી લેવી પડે.

પણ એને ખબર ન હતી કે અનુપે એને ઉઠાવ્યો નથી. અનુપ જ નથી જાણતો કે સમીરને કોણે ઉઠાવ્યો છે? કેમ ઉઠાવ્યો છે? અને અનુપ તો સમીરને કોઈએ ઉઠાવ્યો છે એ સાંભળીને હોટેલ છોડીને નાસી ગયો છે. ક્યાંક અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયો છે.

સમીરે આ ગણિત કર્યું હતું જે સાવ ખોટું હતું. એ જાણતો ન હતો કે તે મનુના હાથે ઝડપાયો છે. એ મનું જેણે પંદર વર્ષની ઉંમરે કેટલાય એડવેન્ચર કરી નાખ્યા હતા... એ પણ કોઈને ખબર ન પડે એ રીતે...

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky