રીવેન્જ - પ્રકરણ - 55 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 55

રીવેન્જ
પ્રકરણ-55
સિધ્ધાર્થે સેમ અને રૂબીને આવકાર્યા. બધાં ખુશ હતા ઘણાં સમયે મળેલાં સેમે કહ્યું બધુ બરાબર છે ને ? એરપોર્ટ આવીને તને ફોન કર્યા પણ સતત બીઝી આવયો એટલે અમે લોકો સીધાં જ ઘરે પહોચી ગયાં. સિધ્ધાર્થે કહ્યું "અરે યાર. સેમ હું એક અજાયબ કેસમાં ફસાયો હતો. પછી શાંતિથી વાત કરું છું પહેલા ફ્રેશ થઇએ.
સેમે કહ્યું "ઓકે... ચાલ કોફી પીએ પછી વાત કરીએ પણ તારાં જેવા સીંગલ પાસે કેટલી સેવાની આશા રાખવી ?
સિધ્ધાર્થે કહ્યું "જે છું એ સારો છું પણ ડોન્ટવરી મેઇડ છે બધુ જ કરશે જસ્ટ રીલેક્ષ અને સિધ્ધાર્થેનું મેઇડને કોફી બનાવવા કહ્યું અને બધાં રીલેક્ષ થઇને બેઠાં. સિધ્ધાર્થે લગ્ન જ નહોતાં કર્યા એને લવ થયો અને એની વ્હાલી શિવાની એક્સીડેન્ટમાં મૃત્યુ પામી હતી પછી લગ્ન જ નથી કર્યા બસ શિવાનીમય રહીને જીવે છે...
મેઇડે કોફી આપી અને ચૂસકી લેતાં કહ્યું "સેમ કંઇક અજબ બની ગયું છે આજે અન્યા દીકરી જે ડાયરેક્ટર પ્રોડ્યુસર સાથે કામ કરતી હતી એ લોકોને કોઇ પ્રેતાત્મા જેવી શક્તિએ આજે મારી નાંખ્યા મેં નજરે જોયું છે કે રૂમમાં કોઇ હતું નહીં છતાં મારી નજર સામે પછડાઇને બંન્ને મૃત્યુ પામ્યા છે.
એનાંથી વધારે આશ્ચર્ય અને આધાત આવનાર સમાચાર એવાં છે કે એ સ્ટુડીયોનાં બે જણાં માઇકલ ફ્રેડી-કેમેરામેન અને પછી આ ડાયરેક્ટર પ્રોડ્યુસર બધાંના જ આ 3 માસમાં મૃત્યુ થયાં છે બધાંના મર્ડર... એવી મીસ્ટ્રી છે કે કોઇ ગવાહ - સબૂત-પુરાવા કંઇ જ નથી અને બધાં જ મરી ગયાં કોઇ અગમ્ય આત્માએ કોઇ મોટો બદલો લીધો છે.
સેમે કહ્યું "સ્ટ્રેન્જ આતો રીવેન્જનો કેસ છે મારી અન્યા તો સેફ છે ને અમે આવીને સીધાં આવ્યાં એને સરપ્રાઇઝ આપવા માટે ફોન પણ નથી કર્યો.
સિધ્ધાર્થ થોડે વિચારમાં પડી ગયો પછી પૂછયું "અન્યા તો તારી પાસે હમણાં આવીને રહી ગઇને ? ઓકે હતીને ?
સેમે કહ્યું "હાં ઓકે એકદમ જ પણ... હાં એ ઘણી જ બદલાઇ ગયેલી લાગી ખૂબ ધીર ગંભીર અને ધાર્મિક.. અને માઁ કાળીનો દર્શન કરવા ગયાં હતાં. ત્યાની ઘટનાં કહી મારી અન્યા પર મહાકાળીનાં આશીર્વાદ છે એને કંઇ નહીં થાય. એને ત્યાંથી દોરાં બાંધવા આપેલાં અને પેમેન્ટ પણ લઇને આવી હતી.
સિધ્ધાર્થે કહ્યું "ઓહ... કંઇ નહી એને ફોન કરને તોએ પણ અહીંજ આવી જાય આમ પણ રાજનાં પેરેન્ટસને મળવા માટે જ તમે આવ્યાં છો ને તો અહીંથી સાથે જ્જો.
રૂબી કહે "ગુડ આઇડીયા. સેમ ફોન કરો છે ખબર નહીં અન્યા આપણી પાસેથી રહી આવી છે ત્યારથી હૃદયમાં કંઇક અજબ ચિંતા રહે છે બધું એનું તો બરાબર છે ને. પ્લીઝ પ્હેલાં જ ફોન કરો.
સેમે કહ્યું "કરું છું એમ કહીને એણે તરત ફોન કર્યો તરત જ અન્યાએ રીસ્પોન્ડ કર્યો. "હાય પાપા તમે ક્યાંથી ફોન કર્યો અત્યારે ? સેમે કહ્યું "બેબી તારાં વિનાં ગમતું નહોતું એટલે મુંબઇ આવી ગયા અને અહીં સિધ્ધાર્થ અંકલનાં ઘરે જ ઉતર્યા છીએ. તારી માં કહે છે તું આવી જા.. અહીં..
અન્યાએ કહ્યું "ઓહો... તમે લોકો આવી ગયા ? વાહ ખૂબ સારું કર્યુ હાંશ તમારી સાથે રહેવાશે.. બોલીને પછી રાજની સામે જોઇને કહ્યું "પણ પાપા રાજ અહી હોસ્પીટલમાં છે હમણાં સાંજે રજા આપશે હું એને ઘરે મૂકીને પછી આવી શકીશ..
સેમે કહ્યું "અરે રાજને શું થયું ? કઇ હોસ્પીટલમાં છે. કેમ દાખલ કર્યો ? હવે એને કેવું છે ?
અન્યાએ કહ્યું "નો નો ઓલ ઓકે સામાન્ય ચક્કર આવ્યાં.... માયા ચિંતાજનક નથી. એ સારોજ છે લો વાત જ કરો. અને એવા ફોન રાજને આપ્યો.
"હાય પાપા હું રાજ... કંઇ નથી એમજ ચક્કર આવી ગયા અને હવે હમણાં કલાકમાં તો ઘરે જઇશ.. સારુ થયું તમે લોકો આવી ગયાં. પાપા પણ વાત કરતાં હતાં કે સારું બધુ બધાને મળાશે અને તારીખ પણ નક્કી થઇ જશે. ડોન્ટવરી પાપા યુ પ્લીઝ ટેક રેસ્ટ પછી અન્યા સિધ્ધાર્થ અંકલને ત્યાં આવી જશે અને પાપા સાથે વાત કરીને આપણે મળીએ.. અને ખાલી મળવાનું નથી સાથે રહીશું પણ...
સેમે કહ્યું "ઓકે દીકરા ટેક રેસ્ટ... કહીને ફોન મૂક્યો. રૂબી અને સિધ્ધાર્થ બંન્ને એ એક સાથે પૂછ્યુ "કેમ શું થયું એને ? સેમે કહ્યું કંઇ નહીં થોડાં ચક્કર આવેલાં હવે સારું છે કલાકમાં ઘરે જશે અને અન્યા પછી અહીં જ આવે છે.
સિધ્ધાર્થ બધુ સાંભળીને પાછો વિચારમાં પડી ગયો. રાજ અને અન્યા ઘરે પહોંચ્યા પણ પાપા સુધી વાત પહોચી ગઇ હતી. નટરાજને નહીં પણ ડ્રાઇવરે બાફી મારેલું કે રાજસાબની ગાડીને એક્સીડેન્ટ થયેલો. હજી હમણાં જ એ ઘરે આવ્યો અને એને પૂછવામાં આવેલું અને પાછળ રાજ અને અન્યા પહોચ્યાં.
સુમીધસિંહે પૂછ્યું શું થયું દીકરા ? કેવો એક્સીડેન્ટ ? તને કંઇ થયુ થી ને ? પહેલાં કહે તું કેમ છે ?
રાજે કહ્યું "અરે પાપા કૂલ કૂલ એવું કંઇ નથી ઓકેજ છે બધુ ચાલુ ગાડીમાં ઉપરથી કંઇક આગળ ગ્લાસ પર કંઇક ગંદુ પડ્યુ અને મને ખબર ના પડી સ્ટીયરીંગ આધુ પાછુ થયુ પગ બ્રેક પરની જગ્યાએ એક્ષીલેટર પર ગયો અને આગવાની ટ્રકમાં ગાડી ધૂસી.. આઇ એમ ઓકે બસગાડીનું બોનેટ થોડું...
સુમીધસિંહ કહે...ગાડીનું જે થવું હોય થાય.. તને કંઇ નથી થયું એટલે ગંગાન્હાયા... બેટા અન્યા તું ઓકે છું ને. અન્યાએ ક્યુ "હાં પાપા એકદમ ઓકે અને મંદિરથી દર્શન કરીને પાછા વળતાં હતાં અને એકદમ...
સુમીધસિંહે કહ્યું "કંઇ નહી જાન બચી લાખો પાયે... કંઇ નહીં પણ એકદમ મંદિર ? હવે લખી લેવાનાં નક્કી જ છે એમ કહીને હસી પડ્યાં. અન્યા શરમાઇ ગઇ.
રાજે કહ્યું "પાપા વાત બીજી છે ચાલો શાંતિથી વાતો કરીએ આમ ઉભા ઉભા નહીં થાય વાત અને બધાંજ અંદર ડ્રોઇગરૂમમાં જઇને બેઠાં.
પાપા મારી પાસે બે વાત છે બંન્ને ખૂબ જ આનંદની છે એક વાતમાં તમારી પરવાનગી અને ખુશી જરૂરી છે બીજી વાતમાં તમારાં કહેવાથી ખુશી આંગણે આવી છે...
સુમીધસિંહે કહ્યું "આમ જોડકણાં અને કસોટી ઉભી ના કર સાફ સાફ વાત કર જાણવાં માટે આતુર છું.
રાજે કહ્યું "પાપા અન્યાને માં સાથે મુલાકાત થઇ છે કોઇ કારણસર અન્યાને પોંડીચેરી જવાનું થયેલું અને માં મળી ગયાં અને એમણે ઘરે આવવા સંમતિ દર્શાવી છે હવે તમારી સંમતિ અને ખુશી હોય તો આગળ વધાય. એમ કહીને સંક્ષેપમાં અન્યા અને પન્નાબેનની વાતો કરી.
સુમીધસિંહ કોઇ વિચાર કરવાનો સમય લીધાં વિનાં જ કહી દીધુ તારી માંને સ્તવરે લઇ આવો હું ખૂબ ખુશ સંમત છું અને બીજી વાત ?
રાજ અને અન્યા પાપાનો જવાબ સાંભળીને ખૂબજ આનંદમાં આવી ગયાં. રાજે કહ્યું એનાં માં પાપા પણ મુંબઇ આવી ગયાં છે લગ્નની વાત કરવા માટે તમે કહો ત્યારે અહીં બોલાવીએ અને થોડાં દિવસ બધાં સાથે પણ રહીએ. પાપા... તમે કહો..
સુમીધસિંહે કહ્યું... હું તો રાજી જ છું. ઘણાં સમય પછી મારી બુધ્ધિ અને શુદ્ધિ કે તણે આવી છે બેટાં તમે લોકો પહેલાં તારી માં ને લઇ આવો પછી અન્યાનાં પેરેન્ટસને બોલાવો તો પન્ના પણ બધી વાતમાં હાજર રહી શકે. હવે મારું કુટુંબ સંપૂર્ણ થશે. ફરી પાછી બધી સાચી જહોજલાલી ફરીથી મળશે.
અન્યાને રાજ બંન્ને જણાં આનંદથી ફૂલતાં નહોતાં સમાતા અને અન્યાને ભાન થયું આ બધું હવે મારાં માટે ભ્રાયક છે પણ રાજતો બધાને મળશે... માં કાળી ક્યાંસુધી મારી શક્તિ રાકશે મને જીવતી બતાવશે... ખબર નથી ત્યાં સુધીનો ખેલ છે..
અન્યાએ રાજને કહ્યું "રાજ હું મંમી પપ્પા પાસે જઉ છું. અને એમને મળીને પાછી આવીશ. તું આરામ કર અને પાપા સાથે બેસ અને માંને ક્યારે લેવા જવું છે એ નક્કી કર હું ત્યાં સુધીમાં જઇને આવું.
રાજે કહ્યું ઓકે તુ મળી આવ. અને હું માં સાથે તેં આપેલાં નંબર પર વાત કરી લઊં.. સુમીધસિંહ કહ્યું "તું નહીં આપણે વાત કરી લઇએ દીકરા... અને સોનામાં સુગંધ મળી.
************
અન્યા સિધ્ધાર્થ અંકલને ઘરે પહોચી અને માં પાપાને મળી બધાને ખૂબ આનંદ થયો. સિધ્ધાર્થે પૂછ્યુ "દીકરા કોફી પીશ કે સીધુ ડીનર લઇશ અમારી સાથે ? અન્યાએ કહ્યું "ના ખાવુ નથી કાંઇ બસ કોફી પીશ... માં પાપાને મળીને રાજનાં ઘરે જઇશ.
સિધ્ધાર્થે અન્યાની સામે ટગર ટગર જોયાં કર્યું અન્યાએ જોયું કે અંકલ જુદીજ નજરે જોઇ રહ્યાં છે જાણે હું કોઇ સસ્પેક્ટ હોઊં.. એને ખબર છે સિધ્ધાર્થ એને પૂરી જુએ એ પહેલાં એ ધુમાડો થઇને નીકળી ગયેલી.
અન્યાએ સિધ્ધાર્થેને સામેથી પૂછ્યું ? અંકલ કેમ મારી સામે ટીકી ટીકીને જુઓ છો ? સિધ્ધાર્થ સતર્ક થઇ ગયો હસતાં હસતાં બોલ્યો "કંઇ નહીં દીકરા આજે એક કેસમાં હું જાણે તને જોઇ... ના ના તું ક્યાંથી હોય તું તો રાજ પાસે હતી...
વધુ આવતા અંકે -- પ્રકરણ-56