રીવેન્જ - પ્રકરણ - 54 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 54

રીવેન્જ
પ્રકરણ-54
અન્યા હોસ્પીટલ પહોંચીને તુરંત બંન્ને પ્રેતને હીંગોરીનાં શરીરમાં કેદ કરીને બોટલ હેંગ કરવાનાં સ્ટેન્ડથી ફટકારવાનું ચાલુ કર્યું.. બધાં દોડી આવ્યાં. ડોક્ટર નર્સ અને બીજા કૂતૂહૂલથી દોડી આવેલાં માણસોને ચીસો પાડતો અને માર ખાતો લોહી લુહાણ માર હીંગોરી જ નજરે પડતો હતો... ડોક્ટરે ગભરાઇને સીધો જે સિધ્ધાર્થને ફોન કર્યો.. "સર જલ્દી આવ્યો અહીં અમારો પેશન્ટ અને તમારાં કેસનો પેલો હીંગોરી કોઇ અગમ્ય શક્તિનો માર ખાઇ રહ્યો છે પોતે લોહી લુહાણ છે અને ચીસો પાડી રહ્યો છે પરિસ્થિતિ અમારાં કાબૂમાં જ નથી.
અન્યા બધુ સાંભળી રહેલી એણે તુરંત જ હોસ્પીટલનાં લેન્ડ લાઇનથી રોમેરોને ફોન કર્યો "હલ્લો રોમેરો ? રોમેરોએ કહ્યું હાં હા રોમેરો બોલું છું ? કોણ તમે ? "અન્યાએ નર્સનાં અદ્દલ અવાજમાં કહ્યું. હું અહી હોસ્પીટલથી મેરી બોલી રહી છું તમારાં મિત્ર હીંગોરી સર આપને ખૂબ યાદ કરી રહ્યાં છે કંઇક કહેવા માંગે છે જલ્દી આવો અને રોમેરોએ કહ્યું "હું હાલ જ આવું છું અને ફોન મૂક્યો.
અન્યાએ જોયુ કે સિધ્ધાર્થ અંકલ પણ આવે છે એણે પ્રેત શક્તિ વસ સિધ્ધાર્થની જીપનું પંચર કરી નાખ્યુ બે બે ટાયરમાં પંચર જોઇને સિધ્ધાર્થ પણ આશ્ચર્ય પામ્યો એણે PSI ને કહ્યું ખૂબ જલ્દી જીપ કાઢો જલ્દી હોસ્પીટલ પહોચવું છે. ક્યાંય સુધી જીપ આવી જ નહીં સિધ્ધાર્થ અકળાયો શું થયું હજી જીપ આવી નહી ? કેટલો ટ્રાફીક હશે. જલ્દી કરો પહોચવું છે.
PSI ડ્રાઇવર પર અકળાયો જલ્દી કરને પાંડુ કેટલી વાર ? ડ્રાઇવર અકળાઇને બોલ્યો ક્યારનો શેલ મારું ચું જીપ સ્ટાર્ટ જ થતી નથી હું શું કરું ? લો તમે જ ટ્રાય કરો. PSI એ કહ્યું "ઉતર હું કરુ છું સ્ટાર્ટ.. એણે ખૂબ પ્રયત્ન કર્યોના થઇ સ્ટાર્ટ...
આ બાજુ અન્યાનાં ફોન આવી જવાથી રોમેરો પોતાની કાર બીજી લઇને સીધો હોસ્પટીલ પહોચ્યો એણે જોયું કે હીંગોરીનાં રૂમની બહાર ટોળું ઉભું છે અંદરથી ચીસાચીસનો અવાજ આવી રહ્યો છે. એણે ટોળાને હટાવતાં દરવાજાં પાસે ગયો અને જોયુતો હીંગોરી બેડ પર સૂતો સૂતો ઉછળતો હતો રાડો પાડતો હતો.
રોમેરોને શું શૂરાતન ચઢ્યું કે એણએ દરવાજો ખોલીને અંદર ગયો... અને દરવાજો ખૂલી રોમેરોને અંદર લઇને પાછો લોક થઇ ગયો. રોમેરો ગભરાયો એણે જોયું દરવાજો એની મેળેજ પાછો લોક થઇ ગયો એને એસી રૂમમાં પરસેવો થઇ ગયો એણે હીંગોરીને બૂમ પાડીને કહ્યું "કેમ ચીસો પાડે શું થયું છે તને ? અને હીંગોરી ઉછળવાનો બંધ થઇ ગયો.. એણે રડતાં અવાજે કહ્યું "અરે રોમેરો તું આવી ગયો દોસ્ત ? હું ખૂબ હેરાન થઇ ગયો છું. મને કોઇ અદ્રશ્ય શક્તિ ખૂબ મારી રહી છે મારી છાતી પર જાણે મણ મણનો ભાર છે... બચાવી લે મને બચાવી લે...
ત્યાંજ રૂમમાં ગેબી અવાજ આવ્યો.. આવ રોમેરો આવ.. અરે હીંગોરી એ તને શું બચાવવાનો ? એજ મરવા માટે સામેથી અહીં આવ્યો છે. તમે બંન્ને રાક્ષસોને આજે અહીં અંત આવી જશે. તમારાં કરેલાં અધર્મ, પાપ લીલાઓ યાદ કરો. કેટલી કુંવારી અને આશાસ્પદ છોકરીઓનાં શિયળ લૂંટ્યા છે યાદ કરો... તમારું પાપ તમને પોકારી પોકારીને આ સ્થિતએ લઇ આવ્યું છે. તમારી છાતી ઉપર તમારાં પાપનો જ ભાર છે હવે ભોગવો.
ગેબી અવાજે એકદમ ઊંચા અવાજે કીધું. નિયમ છે ને જે કરો એ ભોગવો... હવે ભોગવ્યા વિનાં છૂટકો નથી. તમારી સાથે અહીં પિશાચી આત્માઓ પ્રેતયોનીમાં ભટકતાં માઇકલ અને ફ્રેડી પણ હાજર છે... જુઓ...
હીંગોરી અને રોમેરો તો આ ગેબી અવાજ સાંભળીને જ ગભરાઇ ગયાં હાથ જોડીને માફી માંગવા માંડ્યા. અમારાં પાપની સજા અમને મળી રહી છે.. અમારી ભૂલ માફ કરો.. તમે કોણ છે ? અને માઇકલ ફ્રેડી અહીંયા ?
અન્યાએ પ્રેત સ્વરૂપમાં રહેલાં ફ્રેડી અને માઇકલને બતાવવા માટે શક્તિનો ઉપયોગ કરવા માટે અઘોરીબાબાએ આપેલી મંત્રશક્તિનો ઉપયોગ કર્યો..પણ શરત ભૂલી.. અને મંત્ર શક્તિનો ઉપયોગ કરીને ફ્રેડી માઇકલનાં પ્રેત બતાવ્યા અને હીંગોરી રોમેરો બંન્નેને ઊંચકીને ફલોર પછી શીલીંગ એમ બધે પછાડવા માંડ્યાં.
આખાં રૂમમાં ચીસાસીસ થઇ ગઇ ચારેબાજુ લોહીલોહી થઇ ગયું. આ બધું કરવા સાથે અન્યાનું પ્રેતરૂપ પણ સામે આવી ગયું. બંન્નેના મોઢેથી નીકળ્યું અન્યા તું ? તું પ્રેત છે ? તારું અમે ... કંઇ નથી કર્યું... અન્યા માફ કર..
અન્યાને જાણ થઇ ગઇ કે શક્તિનો ઉપયોગ કરતાં શરત ભૂલી છું એ બધાની સામે પ્રેત સ્વરૃપે આવી ગઇ અને એણે નિર્ણય કર્યો કે હવે આ પાર કે પેલે પાર રીવેન્જ પુરોજ કરુ. અને એણે બંન્ને ને સંબોધીને કહ્યું "ફીલ્મનાં શુટીંગમાં મને સ્ક્રીપ્ટનાં ઓઠા હેઠળ નશામાં ધૂત કરીને તમે બંન્નેએ મારું અનેકવાર શિયળ લૂંટ્યુ મને ક્યાંયની ના રાખી મારું શરીર અભડાવ્યુ મારો ભવ બગાડ્યો... હું ફીલ્મમાં કામ માંગવા આવી હતી મારાં દેહનો સોદો કરવા નહીં.. મેં મારી જાતે જ મારાં દેહનો ત્યાગ કર્યો છે. અને ઘણાં સમયથી પ્રેત શરીરમાં જ આ રીવેન્જ લેવા મટે જ ફરી રહી હતી.
યુ બાસ્ટર્ડસ હું આજે તમને નહીં છોડું. આ માઇકલ અને ફ્રેડી બંન્નેને મેં જ પતાવી દીધાં છે એમનાં સહકારથી જ તમે બંન્ને અત્યાર સુધી લીલાલહેર કરતાં આવ્યાં છો ને હવે તમે એની સજા ભોગવો. એ લોકો તો સજા ભોગવી ચૂક્યા હવે એમને તમે પ્રેત સ્વરૃપે જોઇ લીધાં ને હવે એ સાવ શક્તિહિન થઇ ગયાં અને પ્રેતયોનીમાં સડયા કરશે પોતાનાં ઉધ્ધાર માટે યાચનાં કર્યા કરશે અને મોટાં અવાજ સાથે બંન્ને પ્રેત અદશ્ય થયાં.
એય હીંગોરી તારો કેમેરામેન.. એણે પણ તમારાં ગયાં પછી મારાં પર રેપ કરેલો મને ચૂંથેલી... એનો મે કેવા હાલ કર્યો ખબર છે ને ? જીવતો સળગાવી દીધો. તારી ગાડીમાં હું જ હતી મારો કન્ટ્રોલ હતો મેં જ એકસીડેન્ટ કરાવેલો. એક સાથે બે પંખી મારેલાં બંન્ને કારનાં ફુરચા ઉડાવ્યાં.
રોમેરોને દોડતો ટેન્શનમાં રાખ્યો તને ધાયલ કરીને અહીં કેદ કર્યો. મારાં રૂપિયા વસૂલી લીધાં છે કેવી રીતે રોમેરો તને ખબર જ છે. આજે તમારી લાશ અહીં લટકતી મળશે કોઇ કશું નહી કરી શકે... નહીં બચાવી શકે.
હીંગોરીએ સૂતા સૂતા હાથ જોડી માફી માંગી રોમેરો અન્યાનાં પગ પાસે આવી ગયો ધૂજતો ધૂજતો કરગરવા માંડ્યો. માફ કર માફ કર...
અન્યા કહે મારી જીંદગી -જીવન બરબાદ કર્યું મારાં કોડ પુરાં થાય પ્હેલાં હું મૃત્યુ પામી મારાં માં-બાપ નોધારા થયા મારે રાજ મારાં વિનાં એકલો પડશે. મારી બરબાદી કરીને મારી પાસે માફીની અપેક્ષા રાખો છો સાલા નીચ રાક્ષસો.
ધૂંટણીયે પડેલાં રોમેરોને અન્યાએ અજબ શક્તિ અને તાકાતથી જોરથી ઊઠાળ્યો એ સીલીંગ પર ભટકાઇને સીધો હીંગોરી પર જ પડ્યો અને બંન્નેના એક સાથે રામ રમી ગયાં. અન્યાને અનોખો હાંશકારો થયો આજે એનાં આત્માને શાંતિ મળી.. એનો નક્કી કરેલો બદલો પૂરો થયો. રીવેન્જ સંપૂર્ણ થયો.
આજ સમયે હોસ્પીટલ હીંગોરીનાં રૂમ પાસે પહોંચેલો સિધ્ધાર્થ કાચમાંથી બધું જોઇ રહેલો પણ એને સંભળાયું કંઇ નહીં એણે રોમેરોને હીંગોરીના ઉપર પડતો જોઇને બન્ને મરણને શરણ થતાં જોયા અને સફેદ ધુમસેર આકારમાં એને કોઇ જાણકાર જ નજર સામે છે એવા ભાસ થયો પણ એને કંઇ સમજાઇ નહોતું રહ્યું... આ કોણ છે ? કોણ છે ? એ વિચારમાં પડી ગયો એણે માણસોને દરવાજો તોડવા હુકમ કર્યો અને અનેક પ્રયત્ન પછી દરવાજો તૂટ્યો અને પ્રેત ધૂમસેરમાંથી ક્યાં અલોપ થઇ ગયું ખબર જ ના પડી.
સિધ્ધાર્થે જોયું કે હીંગોરી રોમેરોની લાશ સિવાય અહીં કંઇ છે જ નહીં કોઇ હાજર નથી.. આખું વાતાવરણ ખૂબ જ બિહામણું હતું બધી દિવાલો -સીલીંગ-ફલોર બધું. લોહી લોહી અને માંસનો લોચાઓથી ખરડાયેલું હતું બંન્ને શબ જાણે ઓળખાતાં નહોતાં મોઢામાંથી જીભ અને આંખનો ડોળા બહાર નીકળી ગયાં હતાં. ખૂબ ક્રૂર રીતે પછાડી પછાડીને જીવ લીધો હતો.
પણ સસ્પેક્ટ કોણ ? કોઇ હાજર જ નહોતું છતાં નજરો નજર ખૂન થયાં હતાં.. કંઇ સમજાતું નહોતું સિધ્ધાર્થ ડોક્ટર અને સ્ટાફનું બયાન લીધુ અને ખિન્ન મૂડમાં ત્યાંથી વિદાય લીધી પાછળ સ્ટાફે બધાં ફોટાં લીધાં અને આગળની કાર્યવાહી કરી.
*************
"અનું, અનુ ક્યાં છે ? રાજે બૂમ પાડી અ નર્સ દોડી આવી. સર તમે ઉઠી ગયા ? મેમ તો તમે સૂઇ ગયાં પછી આવુ છું કહીને ગયા છે.. ખબર નથી ક્યાં ગયા ? અને ત્યાંજ અન્યાએ દેખા દીધી.. "ઓ રાજ ઉઠી ગયો ? હું નીચે જ્યુસ લેવા માટે ગઇ હતી લે આ ફ્રેશ જ્યુસ પી લે સારું લાગશે.
રાજ અન્યાને જોયા કરતો હતો એનાં મોઢાં પર સમાઇલ આવી ગયું એક પળ તું આધી થાય તો મને નથી ગમતું નર્સ તો રાજને બોલતો સાંભળી રહી.. આ કોની સાથે વાત કરે છે ?
વધુ આવતા અંકે --- પ્રકરણ-55