શિકાર - પ્રકરણ ૨૩ Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર - પ્રકરણ ૨૩

શિકાર
પ્રકરણ ૨૩
રોહિતમામા એ સ્પષ્ટ સૂચના આપી જ હતી કે એણે રાજકોટમાં રહેવું... એટલે કે એમણે રાજકોટમાં તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો જ હશે.. પણ એ પોતે ગૌરી પાછળ અમદાવાદ પહોંચી ગયો હતો... એ વખતે એને અહીં રહેવું જોઇતું હતું .. ના ના ગૌરી પાછળ જવું પણ જરૂરી જ હતું , ગૌરી ની અગત્યતા ખરી જ જીંદગી માં .... પણ મામાનાં ભોગે?????
આકાશ ના મગજમાં વિચારો ઘુમરી લેવા મંડ્યા ... મામા ને કહી દેવું જોઈએ એનાં ને ગૌરી નાં સંબંધો માટે??? પણ ગૌરી હજી તૈયાર ક્યાં છે સંબંધ માટે... અરે પણ છોકરી એમ થોડી તરત તૈયાર થાય એ ય રાજી તો છે જ સંબંધો માટે લગભગ.... હા એમનો સંબધ લગભગ લગભગ પાક્કો જ સમજવો , બસ હોઠે હા કહેવાની જ વાર... એટલે જ આ સમય અગત્યનો ગણાય ને......
મામા ને કહેવું હોય તો ય કેવી રીતે કહી શકે, એ તો મામા સંપર્ક કરે ત્યારે જ ને? એ ય યોગ્ય મોકો હોય તો જ....
આકાશ આ બધી વિમાસણમાં અટવાતો જતો હતો ખાસો મોડો છેક સુઈ શક્યો..... બીજા દિવસે એને SD ની ઓફીસમાં પહોંચવાનું હતું પણ એ ય એવા સમયે જ જ્યારે કુરિયર એમને મળે....
******************* ********************
સવારે સૌરાષ્ટ્ર સમાચાર જોડે જ એક કવર મળ્યું આકાશને....
દેખીતું કે એ કોઈ ચોપાનિયું નહોતું એના મામા નો જ પત્ર હતો... પત્ર ખોલીને વાંચવા લાગ્યો આકાશ...

" આકાશ,
દીકરા આમ તો ઘણું બધું કહેવું છે તને પણ સંજોગો નથી થતાં...
ઘણીવાર એવું થાય છે કે , તારો હું દુરઉપયોગ કરી રહ્યો છું , તારી જીંદગી ને હું ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છું... પણ દિકરા તારા સિવાય મારૂં કોઇ નથી અને મેં તારા માટે જ જીંદગી જીવી છે લગભગ લગભગ.. (અક્ષરો આગળ ભીંજાયા હતાં આંસું ના બુંદ થી.... (લખતી વખતે ય ડૂમો ભરાયો હશે અને અત્યારે વાંચતા પણ એમજ) )
આકાશ હકીકતમાં આપણે જે જે કર્મ કર્યા છે એને લગભગ મિશન ની જેમ જ કર્યાં છે, અત્યાર સુધી ના બધાં શિકાર ગુનેગાર કે સફેદ પોશ ખોટા માણસો જ હતાં જાણે હું કોઈ ન્યાયાધીશ ની ભૂમિકા માં હોવ એમ જ... બધાં ને તોલતો ...
આ SD સિવાય ના કોઇ વ્યક્તિ માટે આવો વિચાર કદી નથી આવ્યો... કેમ હવે મને એવું લાગે છે કે આ મારો છેલ્લો શિકાર હશે, ખાસ તો તને હવે મુક્ત કરવો છે એક સારી જીંદગી માટે... એવું નથી કે SDમાટે કોઈ વિશેષ માન હોય એના લીધે આમ કહેતો હોવ, એ બહું સારો હશે કે ખરાબ એમ નથી કહેતો પણ બસ હવે આ છેલ્લું જ...
સાથે એ પણ કહીશ કે SD ને હું કોરો છોડી દઇશ એમ પણ નથી કહેતો આપણો આખેટ તો પુરો થશે જ અંજામ સુધી પહોંચશે જ... પણ છતાં આ રમત આખરી જ હશે અને મોટી પણ ખુબ જ મોટી ધાર્યા કરતાં ય ઘણી મોટી..
SD અથવા તો એના પિતા દામજી માણેકે બહું જ મોટો હાથ મારેલો હશે ક્યારેક એ પછી SDનો યુગ ચાલું થયો હશે...
હજું હું પાક્કા પાયે કશુંય કહી શકું એમ નથી, જોકે મને આવા વિચાર કરવાં પ્રેરવા માટે એક કારણ તું પણ છે જ... તું અમદાવાદ SD ની દીકરી ગૌરી ની પાછળ પાછળ ગયો એ માહિતી મળી મને એ વાતે મને વિચારતો કરી દીધો. મે તારી અંગત જીંદગી માટે કોઈ વિચાર જ નહોતો કર્યો , આકાશ દિકરા પણ ગૌરી માટેની તારી ચાહત મારા માટે મોટું જોખમ છે કદાચ જીવનું જોખમ... એ તું પણ સમજી શકે છે પણ .... હું તને એમ ન જ કહી શકું કે તું પાછો વળી જજે ... ના હું એમ કહી જ ન શકું , હું કોઇ સ્ત્રી ના પ્રેમ વિહોણી જીંદગી જીવી ગયો પણ તારા માટે તો મેં હંમેશા હરી ભરી જીંદગી જ ચાહી છે.... છતાં અત્યારે આપણે બેધારી તલવાર પર ચાલીએ છીએ હું તને વચન આપું છું કે પરિસ્થિતિ સ્થિર કરી આપીશ પણ હમણાં તો ત્યાં સુધી ગૌરી સાથે એક અંતર બનાવી રાખજે , મળવાની ના નથી પણ ધ્યાન રહે એ SD ની દીકરી છે અને, SD આપણો શિકાર છે કદાચ હું પણ એનો શિકાર થઈ શકું છું SD નો કારણ કે SD નો હજી આપણને પુરતો પરિચય નથી કદાચ એ વ્યક્તિ નથી સંસ્થા જેવો છે વધું વાત ફરી ક્યારેક .. અત્યારે ખાલી એટલું જ ધ્યાન રાખજે કે ગૌરી ને મળજે પણ સિમિત રહેજે અને રાજકોટમાં જ રહેજે બીજે બધે જતો આવતો રહેજે પણ રહેજે રાજકોટ જ...
તને અગાઉ ચાર એક પત્ર મોકલેલા છે આવી જ રીતે વાંચીને ડિસ્ટ્રોય કરી નાંખજે..
SD ની ઓફીસમાં બાર ના ટકોરે જજે લગભગ સાડા બાર આસપાસ કુરિયર મળશે મારો ફોન એ દરમ્યાન આવશે તું ખાલી રહેજે ત્યાં ....
ચાલ દિકરા ખુબ ખુબ વહાલ તારો મામો તને ખુશીઓ આપીને જ મરશે ચિંતા ન કરતો
ખુબ આશિર્વાદ... "
આકાશ જુના સૌરાષ્ટ્ર સમાચાર ફેંદવા લાગ્યો ને મામા નાં ચારેક પત્ર મળી આવ્યા એક તો અમદાવાદમાં રહેવા ગયો એનાં બીજા જ દિવસનો હતો ,મામાએ સંકેત આપ્યો જ હતો એમની હયાતીનો બીજો ત્રીજો એમ પત્ર વાંચવા લાગ્યો ત્રીજા પત્ર માંં એના સંપર્ક ન થવા માટે ની ચિંતા હતી... પછી અમદાવાદ હોઇ શકે એ શક્યતા પણ વિચારી હતી જ્યાં ચેકો મળ્યા હતાં આકાશ ને...
પણ મામા ને ગૌરી ની ખબર કેમ ની પડી હશે? જો કે એને સવાલ બાલિશ લાગ્યો ખબર તો પડી જાય એમ જ હતું.
સવારે ઉઠીને તરત જ આમતો ગૌરી ને મળવા જવાનું વિચારતો હતો આકાશ પણ આ પત્રો વાંચીને એ વિચાર ઠરી ગયો ... હા ગૌરી સાથે સીધું એમ આગળ ન વધવું જોઈએ એ જોખમ છે મારા માથે પણ અને મામા ના માથે પણ..... આવા વિચારોના વમળમાં ક્યાંય સુધી બેસી રહ્યો.. જ્યાં સુધી ઘડીયાળે નવના ટકોરા ન વગાડ્યા...
અરીસામાં એનું પ્રતિબિંબ જોતો ઉભો રહ્યો, રોહિતમામા કહેતાં તને આછી વધેલી દાઢી સારી લાગે છે પણ જો તમે દાઢી ને ટ્રામ કરી વ્યવસ્થિત ન રાખી શકતા હોવ તો ક્લિનશેવ જ રહેવું જોઇએ...
તો એ જ વાતે એને ગૌરી યાદ આવી " મને ચીકના થઇ ને ફરતાં ક્લિનશેવ પુરુષો ઓછા ગમે કે પછી સાવ બાવા જેવાર નહી પણ ચંદ્રકાન્ત બક્ષી એ એમની વાર્તામાં કહ્યું એમ બે ત્રણ દિવસ ની આછી વધેલી દાઢી ચહેરા પર આછી ઝાંય હોય એવાં વધું ગમે..... "
હસતો હસતો સીધો બાથરૂમમાં ઘુસ્યો... નિત્યક્રમ પતાવી નાહી ને જ બહાર આવ્યો અને એ જ કાર લઈને નીકળ્યો જે કારમાં ગૌરી પહેલી વાર મળી હતી. SD ની ઓફીસમાં જવાને હજી વાર હતી....એનાં ઘરે જવાની ઈચ્છા થઈ પણSD ને અહીં મળવું પડે એ યોગ્ય ન લાગ્યું એજ ત્રીભેટે આવી ને કાર થોભાવી દીધી આકાશે.... ત્યાં જ કારનાં વિન્ડો ગ્લાસ પર ટકોરા પડ્યા.
ગૌરી હતી એ.....
બ્લ્યુ ડેનીમ જીન્સ ને વ્હાઈટ માં પિંક ફ્લોરલ ટોપમાં એ ગઝબ લાગતી હતી એ અનિમેષ તાકી રહ્યો એમ જ...
ગૌરી એ ફરી ગ્લાસ પર ટકોરા માર્યા.... કાંઈક ગુસ્સાની સાથે...
એણે કાચ નીચે કર્યો ગૌરી ગુસ્સામાં જ હતી, " ડફર !!! દરવાજો ખોલ, કાચ નહી.. " જાતે જ અંદર હાથ નાંખી દરવાજો ખોલી આકાશની બાજુની સીટ પર ગોઠવાઇ ગઈ .
આકાશ હસવા લાગ્યો, ગૌરી હજું ય ગુસ્સામાં જ હતી એણે આકાશની હડપચી પકડી એનાં ગુલાબી ધ્રુજતા હોઠ આકાશ ના સહજ રૂક્ષ પણ લાલ ગુલાબી હોઠ પર ચાંપી હોઠ દીધાં..... આકાશનું માથુ દબાવી ને એ જાણે હોઠ વાટે આકાશને પિવા મથતી રહી..... આકાશ સ્તબ્ધ હતો તો સાથે એનું રોમ રોમ જાગી ઉઠ્યું એણે ગૌરી ની પીઠ પર હાથ મુકી દીધો ...
કેટલીય પળ રાજકોટ નો એ રેસકોર્સ રોડ જાણે બીજી જ દુનિયામાં હોય એવું જણાયું...
આકાશ પ્રથમ સ્વસ્થ થયો એણે ગૌરી ના હોઠથી અલગ કર્યા ને બોલ્યો , " ગૌરી...... "
એ કાંઇ પણ વધૂ કહે એ પહેલાં જ ગૌરી એ એનાં હોઠ પર હાથ મુકી દિધા ને બોલી, " આકાશ!!! આઇ લવ યુ... મને તારી બનાવી લે હંમેશા માટે બસ...!!!! "
આકાશ હસી રહ્યો હતો , પહેલા એ પોતે ગૌરી ની પાછળ પડ્યો હતો પ્રેમ નો પ્રસ્તાવ સ્વીકારી લેવા માટે અને જ્યારે ગૌરીએ સ્વિકારી જ લીધો ત્યારે એ પોતે કચવાટ અનુભવતો હતો... એણે ગૌરી ને ફરી આગોશમાં લઈ લીધી ....
બહાર થોડાક અંતરે કોઈક એમની હિલચાલ જોઇ રહ્યું હતું અને શ્વેતલ ભાઇ ને માહિતી મોકલવાની તજવીજ ચાલી રહી હતી.
(ક્રમશઃ.....)