શિકાર - પ્રકરણ ૨૨ Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર - પ્રકરણ ૨૨

શિકાર
પ્રકરણ ૨૨
SD એ શ્વેતલ ને ખાલી એ સુરંગમા જવા માટે ની તૈયારી કરવા જ વાત કરી હતી, પણ આવી રીતે SD ને ના પાડી શકે એવાં ગણ્યાં ગાંઠ્યાં લોકો જ હતાં કદાચ બે ચાર જ શ્વેતલ એમાંનો એક હતો...
SD એ સંદિપભાઈ ને જોઇ ને પુછ્યું ,..."પણ ધારો કે આપણે સુરંગ માનો કે આપણી જમીન માં હોય એ ભાગ નષ્ટ કરી દઇ એ તો? "
"એ તો એ કેટલી જમીન માં છે અને કેવી રીતે જોડાઈ છે એના પર આધારિત છે, સમજો સુરંગ નો કેટલોક ભાગ સમુદ્રમાં છે અને માણેકભુવન ખાડી પર છે , એવું ય બને કે તેમ કરતાં કેટલીક જમીન ખોવી પડે... સમજો કે દરીયો માણેકભુવન માં આવી જાય... " સંદિપભાઈ એ નકશો બતાવતાં કહ્યું.... " જરૂરી નથી કે એમ જ થાય પણ શક્યતા વિચારવી જ રહી.. "
"સંદિપભાઈ , તમે.... "
"હા કેમ નહી ફરજના ભાગ રૂપે પણ મારે જોડાવું પડે...બંને ફરજો સબંધો ની અને સરકારી પણ... "
"શ્વેતલ! બીજા બે વ્યવસ્થિત ઠરેલ માણસ ની વ્યવસ્થા તું કરી લેજે , આપણે બે, ધર્મરાજ સિંહ અને એમની સાથે એક બે બીજા હશે અને એવું હોય તો આકાશ ને પણ બોલાવી લેજે.... "
શ્વેતલ વચ્ચે જ બોલી ઉઠ્યો, " પણ , ધર્મરાજ સિંહ ને અત્યારે જોડે રાખવાનો અર્થ ખરો? "
શ્વેતલ ..! સમજ આ કાર્યવાહી હવે લીગલાઇઝ થવા જઇ રહી છે, તો એ જોડે હોય એ જરૂરી છે રહી વાત સુરંગની મને નથી લાગતું ધર્મરાજ સિંહ ને એમાં રસ હોય.... એક વાર મેટર પતે એટલે આપણે ત્યાં ડેવલોપતંગ ચાલું કરી દેવું છે અને પ્રોજેક્ટ જો મોટો થશે તો ધર્મરાજ સિંહ ને ય જોડવા જ પડશે.... "
સંદિપભાઈ ને નવાઈ લાગી કે આ લોકો આકાશ ને હળવાશ થી લઇ રહ્યાં છે, જ્યારે અજાણ ધર્મરાજ સિંહ ને પણ ઉમેરી રહ્યાં છે.... એમણે SD ને કહ્યું ય ખરાં, " વાત બહું ચહેરાય એ બહું ઠીક નથી કદાચ!... "
"એ બાબતે નચિંત રહો આ બધાં મારા પારખેલા છે .."
પણ જો કે , SD એ વાત થી અજાણ હતો કે એ એનાં હાલનાં બનેલાં શત્રુ ને ય જોડે આમંત્રિત કરવાનો હતો ધર્મરાજ નાં ખાસ સલાહકાર દિવાન રૂપે... હા રોહિત અમીન કે જે અત્યાર સુધી રૂપિયા વિસ ત્રીસ લાખ સુધી નો ચુનો લગાવી ચૂક્યા હતાં તો સામા પક્ષે રોહિતભાઇ ને પણ એ ખબર ન હતી કે જે વાતો કે માહિતી મેળવવા માથાપચ્ચી કરતાં હતાં એ માહિતી SD સામેથી બોલાવીને આપવાનાં હતાં .
ધર્મરાજ સિંહ સાથે રહી ને એટલી તો ખબર પડી જ હતી કે SD એ કે તેના પિતાએ જે તે વખતે ઘણાં બધાં રાજ કુટુંબના અમુલ્ય ખજાના પર ધાપ મારી હતી.. પણ ધર્મરાજ સહિત નાં બધાં લોકો એમજ માનતા હતાં કે એ ખજાનો તો દરિયામાં ડુબી ગયો હતો કે પછી જે તે વિવાદ માં નાશ પામ્યો હતો... રોહિતભાઇ એટલે કે દિવાને પણ એ ભ્રમ કે ભરોસો તુટવાં નહોતો દીધો એ અંગત પણે એમ માનતાં કે એ ખજાનો SDહોઇયા કરી ગયાં હશે પણ એ સ્પષ્ટ તો નહોતાં જ એટલે જ એમણે ધર્મરાજ સિંહ ને માણેકભુવન જવાં પ્રેર્યા....
પણ તો ય એ ભલે જન્મ વેશે રહ્યા SD પર વાર કરવાનું ચૂક્યા નહી જ....
એમણે આકાશ ને માટે એક પત્ર તૈયાર રખાવ્યો હતો જેતપુર માં જ્યાં ના ચેક મોકલાવ્યા હતાં....
આ બધાં થી બેખબર આકાશ જેતપુર તો પહોંચ્યો ....
સ્વાભાવિક જ જે તે સરનામે તાળા જ હોય પણ એને અંદાજ હતો કે કોઈ આસપાસ એને મેસેજ આપવા વાળું હશે જ... એટલે સરનામાં થી થોડે દૂર એ લોજમાં જઇ બેઠો..લોજ કાંઇ ધમધમતી નહોતી હાઇવે થી આટલે અંદર કોઇ જાણકાર જમવા આવે અથવા તો લોકલ ફેક્ટરી ઓ નાં બહારી કામદારો... એ પહેલાં રોહિતમામા જોડે અહીં આવી ચૂકેલો હતો એટલે જ એ અહીં આવ્યો હતો ....
જમવાનો ઓર્ડર લેવા એક છોકરો આવ્યો, ત્યારે આકાશે પૂછ્યું , " તું જમ્યો કે બાકી છે? "
જનરલી આવાં પ્રશ્નો હોટેલ ના કે લોજનાં ગ્રાહક નથી કરતાં હોતાં એટલે છોકરો સ્વાભાવિક ચોંક્યો..... આકાશ સામે જોઈ રહ્યો થોડી વાર તો...
પછી ખચકાઇ ને ,"ના! હવે આમતો સવાર વારો પુરો થયો છે તમે છેલ્લા વેલા જ હશો કદાચ... "
" તો એક કામ કર આપણાં બેયની થાળી લાવ સાથે જમીએ મને એકલાં જમવું નહી ફાવે... "
"ના શેઠ એમ ન કરવા દે ... ત્યાં તો શેઠ પોતે જ પાછળ આવી ઊભાં હતાં તે બોલ્યો ," કીશા ! ત્રણ થાળી લગાવ કાઉન્ટર પાસેના ટેબલ પર... મહારાજ ને કહી દે એ રોટલીઓ ને બીજું પીરસશે... "
જમવાનું તો બહાનું હતું પણ આકાશને તો કોઈ સ્થાનિક સાથે પરિચય જોઇતો હતો...
આડી અવળી વાત કરી જેતપુર લોકલ ની વાત કાઢી આકાશે હળવેકથી સરનામું બતાવી એ વિશે પુચ્છા કરી...
લોજ ના શેઠે પુછ્યું કાં શેઠ ઉઘરાણી બુઘરાણી બાકી છે? એ ઓફિસ તો બંધ જ હોય છે લગભગ ચારેક દિવસે અડધો કલાક માંડ ખુલ્લી હોય છે .. હજુ દસ દિવસ પહેલાં જ ખોલી હતી ઓફિસ ત્યારે રાજકોટ થી આવેલા કેટલાંક લોકોએ એને ઘામાં લઇ ફટકાર્યો હતો કદાચ પુછપરછ કરતાં હતાં.... "
"મારે એ ભાઇ ને મળવું છે જેને માર ખાધો છે.."
"શેઠ જુઓ મારે કોઇ મગજમારી માં પડવું નથી એટલે તો હાઇવે પર લોજ ન કરી.. રોજ ની પચાસ થાળી ના ધંધાથી હું ખુશ છું ."
આકાશ સહેજ આમ તેમ જોઈ બોલ્યો, " એણે મારા માટે માર ખાધો છે, મારૂં એને મળવું જરૂરી છે.. "
લોજના શેઠ હાથ ધોતાં અટકી ગયાં..... અટકીને બોલ્યાં ," ઠીક છે , હું એના ઘર સુધી લઇ જ આશ પણ છેક નહી આવું ."
આકાશ ને એ જ તો જોઇતું હતું ... જમી ને કલાકે ક બાદ ભાદર નાં ઓલા કાંઠે એ આકાશને લઇને એનું મકાન બતાવ્યું અને ઉભો રહી ગયો..
આકાશ ઘરનું બારણું ખખડાવી ઉભો રહ્યો.... હાથે ફેક્ટર વાળો એક ભાઇ આવ્યો , આકાશે સીધી ઓળખ આપી," હું આકાશ અમદાવાદ થી ... "
એ ભાઇ એ ઘરમાં આવવા ઈશારો કર્યો ....
અંદર જઈને આકાશ ને એક કવર આપી કહ્યું ," જેતપુર ની હદ છોડી દેજો જલ્દી હજી મારા પર વોચ છે જો કે। મારૂં ઘર એ લોકો એ નથી જોયું પણ તો ય તમે જલ્દી નીકળી જજો.. મારી જરૂર પડે તો આ નંબર પર ફોન કરજો... "
નંબર આપી આકાશને રવાના કરી દીધો, અને આકાશ પણ ત્યાંથી રાજકોટ ભણી આવવા નીકળી ગયો....
રાજકોટમાં પ્રવેશ કરતાં પહેલાં એને એ કવર જોવાની ઈચ્છા થઈ પણ એણે માંડી વાળી , સાથે સાથે રાજકોટ આવતાં આવતાં ગૌરી ના વિચારો હાવી થવા મંડ્યા .... ગૌરી પાછી આવી ગઈ હશે !?? મળી લઉં એને પહેલાં ....? એ પણ સાવ કહ્યા વગર આવી ગઈ ... મારે એને... ના એ ય શું કરે પણ? એને ઘરેથી બોલાવે તો જવું તો પડે જ ને...
આ બધાં વિચાર કરતો રાજકોટ પહોંચી ગયો , જ્યાં એ રહેતો હતો ત્યાં જ... અને એ પત્ર કવર ખોલ્યું
અંદર એક બીજું કવર હતું સીલપેક અને એક પત્ર...
આકાશ
દિકરા સકુશળ જ હોઇશ, હું પણ સૂકવી છું મારી ચિંતા ન કરતો , હું તને સંપર્ક કરીશ બીજું આ એન્વલોપ ખોલ્યા વગર જ જામનગર થી કુરીયર કરી દેજે ... એમાં શું છે એ તને પછી ખબર પડી જશે ... કુરીયર કરે એ દિવસે તારે મને જાણ કરવાની છે એ માટે *********** નંબર પર કોલ કરજે હા... બીજી વાર સંપર્ક ન કરતો પછી... અને કહેજે કે દીવાન સાહેબ જોડે વાત કરાવો... મારી જોડે વાત કરવામાં પણ ખાલી દીવાન સાહેબ તરીકે જ સંબોધિત કરજે વાત ટુંકી અને પત્ર સંબંધિત જ કરજે ...
આકાશ સ્ફૂર્તિ માં આવી ગયો એનો મામો એની પડખે છે એ વાત જ એના માટે પૂરતી હતી... સીધો જામનગર જવા નીકળી ગયો જામનગર એમનાં નક્કી કરેલા સ્થળે થી કુરીયર કરી તરત જ એણે ફોન લગાવ્યો...
મહિનાઓ બાદ મામાનો અવાજ સાંભળવાનો હતો.... એણે સુચના મુજબ જ કહ્યું દિવાન સાહેબ સાથે વાત કરાવો
થોડી વાર બાદ રોહિત મામા લાઇન પર હતાં....
"હેલ્લો... "
એ અવાજથી આકાશ ભાવથી ભીંજાઈ ગયો.... ઘણી આશંકાઓ બાદ ઘણા સમયે એનાં મામા નો અવાજ સાંભળ્યો હતો....
અે સ્વસ્થ થઈ બોલ્યો ," દિવાન સાહેબ પ્રણામ આપનાં કહ્યા મુજબ જ કુરીયર થઇ ગયું છે.... "
સામેથી સ્વસ્થ કડક અવાજમાં સુચના મળી ... ," સારૂં પણ તારે રાજકોટમાં જ રહેવાનું છે ... એ ધ્યાન રહે કાલે બીજી સૂચના મળી જશે રાજકોટ ના સરનામે જ.... "
(ક્રમશઃ....)