રીવેન્જ - પ્રકરણ - 39 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 39

રીવેન્જ-39

રાજવીરની વર્ષગાંઠનાં દિવસે રાજ-અન્યાએ ખૂબ પ્રેમ અને આનંદ કર્યો. પણ અન્યાનાં હોઠ કાળાં પડી ગયેલાં શરીર ઠંડુ જ થઇ ગયું હતું... રાજને આશ્ચર્ય થયું પણ અન્યાએ વાત વાળી લીધી કે લો બીપી થઇ જાય છે મને કાંઇ ચિંતા નથી હવે ઓકે જ છે. રાજને આશ્ચર્ય થયું કેમ લો બીપી ? અત્યારથી આટલી ઉંમરમાં અન્યાએ કહ્યું "ખબર નહીં છેલ્લાં ઘણાં વખતથી આવું થાય છે. પણ ચિંતા ના કર, ઓકે જ અને અન્યાએ સારી વાત છૂપાવી. અન્યા હવે એક પ્રેત છે જીવતું માનવ નહીં પણ પ્રેતની માયાવી શક્તિએ રાજને કંઇ જણાવાં જ ના દીધું.

અન્યાનું પ્રેત સાવ થોડો સમય સ્થિતપ્રજ્ઞ થઇ ગયું રાજે એની સામે જોયું અને બોલ્યો કેમ આમ અચાનક જ સ્થિર થઇ ગઇ ? શું થયું ? ક્યાં આમ જોયા કરે છે ? કહીને મારી જીજ્ઞાશાની કસોટી ના લે.

અન્યા રાજની પાછળ ઉભેલાં પ્રેત જોઇ રહીં હતી અન્યાનાં પ્રેત શરીરમાં પણ ભયનું લખલખુ પસાર થઇ ગયું. એણે જોયું કે રાજની પાછળ બે ભયાનક પ્રેત ઉભા છે એક માઇકલ અને બીજું ફ્રેડીનું... બંન્ને જણાં ગંદી રીતે અન્યા અને રાજ તરફ જોઇ રહેલાં. અન્યાતો આવી સ્થિતિમાં જાણે ઠરીને ઠાર થઇ ગઇ એને સમજ જ ના પડી કે આ લોકોનો સામનો રાજ સામે કેવી રીતે કરવો. એણે સમયસૂચકતાં વાપરીને કહ્યું "રાજ તું પાપા પાસે બેસ મારે સ્ટુડીયો જવું પડશે હું પછી તારો સંપર્ક કરું છું. હું ક્યારની તારી પાસે જ છું. તારી પાસે જ રહીશ ખૂબ વાતો કરી કરીશું. હું મારું શુટીંગ પતાવીને પાછી આવું છું અને રાજને કહીને પાછી નજર કરીતો બંન્ને પ્રેત ગુમ્ થયાં એને થોડો હાંશકારો અને થોડો થડકારો પણ થયો.

રાજે કહ્યું "ઓકે ડોલ.. તું આપણી કારમાં જઇ આવ હું રાહ જોઇશ અને ટેક કેર. અન્યાએ કહ્યું "ના રાજ કારની જરૂર નથી હું ટેક્ષીમાં જઇને આવું છું. રાજે આશ્ચર્યથી કહ્યું ના ગાડીઓ આટલી ઘરમાં પડી છે અને તું કેમ ના પાડે ?

અન્યાએ વધુ ચર્ચાના કરતાં કહ્યું ઓકે હું આપણી કાર લઇ જઇને આવું છું લવ યુ ડાર્લીંગ એમ કહીને એણે રાજને ચૂમી ભરી લીધી... રાજ સાથે નીચે આપણો કારની ચાવી આપીને અન્યાને બાથ ભરી પ્રેમ કરીને વિદાય કરી.

અન્યાને હાંશ થઇ... સારું થયું રાજે કહ્યું નહીં હું સાથે આવું છું. અન્યાએ કાર સ્ટાર્ટ કરી અને દરવાજો ગેટ ખોલ્યો એ બહાર નીકળી ગઇ.. થોડેક આગળ ગયાં પછી એને એહસાસ થયો કે કારમાં એ એકલી નથી કોઇ બીજાઓ છે એણે જોયું મીરરમાં તો ફ્રેડી અને માઇકલનાં પ્રેત પાછળ જ હતાં. ફ્રેડી બોલી "અન્યા તું શું સમજે છે ? તારું કાસળ કાઢીને તું બચી શકીશ ? તને પણ હવે જીવવા નહીં દઇએ.

અન્યાએ તરત જ એનું બિહામણું પ્રેત સ્વરૃપ બતાવ્યું સ્ટીયરીંગ પર પણ પગ રાખીને ડોક લાંબી કરી મોટાં ડોળા કાઢીને બંન્ને જણાની સામે આવી અને રાડ પાડીને બોલી... યુ બીચ કાવર્ડ સાલી તું મને શું પાઠ ભણાવીશ ? તારું ખૂન કર્યું હવે તને આ યોનીમાં પણ ખૂબ હેરાન કરીશ તમે બંન્ને જણાં આ યોનીમાં પણ ખૂબ પીડા ભોગવશો. એમ કહીને સ્ટીયરીંગ પગથી અને બંન્ને હાથનાં પંજા મોટાં કરીને જાણે બંન્નેનાં પ્રેત શરીરને દબાવવા માંડી પેલાં બંન્ને જણાં ત્રાહીમામ પોકારી ગયાં અને અન્યા કંઇ આગળ બોલવાં જાય તે પ્હેલાં જ ત્યાંથી ગાયબ થઇ ગયાં.

અન્યાએ થોડો રાહતનો દમ લીધો અને એ થોડીવારમાં સ્ટુડીયો પહોંચી ગઇ. ગાડી કમ્પાઉડ બહાર જ મૂકી અને પ્રેત સ્વરૃપે અદશ્ય થઇને સીધી રોમેરોની ઓફીસમાં પહોચી ગઇ ત્યારે. ફ્રેડીનું પ્રેત ત્યાંજ હાજર હતું. એણે અન્યાને આવેલી જોઇને એ ભીંત પર જઇને ચોંટી ગઇ અન્યાએ ઓફીસનો દરવાજો ખોલીને અંદર આવીને આ બધુ જોયું રોમેરો એકદમ ઉભો થઇ ગયો અને બોલ્યો "અરે આવ આવ બેબી... શું તારું રૂપ છે આ જે કંઇ શુટ થયું છે અમે ચેક કર્યું છે અફલાતુન ફીલ્મ બની રહી છે મને ખબર છે ટંકશાળ પાડી ? અને તારું નામ અવવલ નંબરે આવશે.

અન્યાએ મ્લાન હસતાં કહ્યું "ઓકે થેંક્સ, એણએ કહ્યું અત્યારે શુટીંગનું શું છે ? મારી પાસે સમય ઓછો છે અને ખાસ એ કહેવા આવી છું કે હું ત્રણ દિવસ નથી. મારાં પેરેન્ટસ પાસે કોલકતા જવાની છું... પછી ફ્રેડીનાં પ્રેત સામે જોઇને બોલી... બાય ધ વે ફ્રેડી આંટી અને માઇકલની ખબર પડી એ લોકોનાં મર્ડર થયાં છે કે સુસાઇડ ? પોલીસ શું કહે છે ? ફ્રેડી આંટીની ખૂબ ખોટ સાલે છે... કેમ આવું થયું એ લોકો કેમ સુસાઇડ કર્યું ? કંઇ ખબર જ ના પડી...

ફ્રેડીનું પ્રેત ગુસ્સાથી સાંભળી રહેલું પણ એ લોકોમાં કોઇ શક્તિ નહોતી કે પ્રગટ થઇને કાંઇ કરી શકે. પણ અન્યા અને એ એકબીજાને જોઇ સાંભળી શકતાં હતાં.

રોમેરોએ તરતજ ગુસ્સામાં કહ્યું "નો નો બેબી સુસાઇડ ના જ હોય એ લોકો શા માટે સુસાઇડ કરે ચોક્કસ મર્ડર જ છે પણ કોઇ કડી પોલીસને હાથ નથી લાગતી ખૂબ તપાસ ચાલે છે આપણાં સ્ટાફની બધાની જુબાની લીધી છે પણ હજી કંઇ... અરે બેબી કમીશ્નર સુધી વાત ગઇ છે. તારી જુબાની પણ ગમે ત્યારે લેવાશે... અને તું કોલકાતા એકદમ જ કેમ ?

અન્યાએ કહ્યું "મારાં પેરેન્ટસ ત્યાં શીફ્ટ થયાં પછી હું મળી જ નથી એટલે મારે 3 દિવસનો બ્રેક જોઇશે જ. અને મારી જુબાની ની જરૂર પડે હું આવીને ચોક્કસ આવીશ મળી ફ્રેડીનાં પ્રેત સામે જોઇને કહ્યું "જેનાં જેવાં કર્મ ફળતો ભોગવવાજ પડે છે. પણ... હું... મનમાં બબડી હું એ લોકોને નહીં જ છોડું હજી પ્રેતયોનીમાં પણ પારાવાર પીડા આપીશ. રીવેન્જ પુરેપુરો લઇશ જ.

રોમેરોએ કહ્યું "બેબી આજે શીડ્યુલ પ્રમાણે શુટીંગ થાય એવું નથી પેલો કેમેરામેન અને સીનેમેટોગ્રાફર મુસ્તકનો સવારથી કોન્ટેકટ જ નથી થતો એનો ફોન સ્વીચઓફ આવે છે એને રૂબરૂ બોલવવા સલીમ ગયેલો એણે કહ્યું આજે નહીં આવી શકે બેફામ પીને પડ્યો છે. ખબર નથી પડતી હવે એને શું થયું છે ? કાલે આવશે પણ તું 3 દિવસ બ્રેક લેવાની વાત કરે છે બીજા સીરીયલ અને એક એડ ફીલ્મનું શુટીંગ છે એ પતાવી દઇશું. મેં હીંગોરીને એ પ્રમાણે પતાવી દેવા કહ્યું છે એ હોસ્પિટલમાં છે પણ મુસ્તાક પણ નથી જોઇએ છીએ શું થઇ શકે છે.

આમ પણ હવે 3 દિવસ પછી જ શુટ કરીશું તું પણ તારાં પેરેન્ટસને મળી આવા ફ્રેડીનું પ્રેત આ બધીજ વાતચીત સાંભળી રહેલું પણ કંઇજ કરી શકતું નહોતું સાવ વિવશ એનાંમાં અન્યા જેવી કોઇ અગમ શક્તિ જ નહોતી અન્યાએ રોમેરોની એકદમ નજીક જઇને ક્યું" અરે સર એક ખાસ વાત કરવાની છે. રોમેરોનાં મોંઢામાં પણ જાણે પાણી આવી ગયું. અન્યાને નજીક આવી જોઇને એં હાથ પહોળા થઇ ગયાં જાણે બાહોમાં લઇ લેશે. અન્યા સ્માર્ટલી થોડીક જ નજીક જઇ બોલી "સર કોલકાતા જવાની છું તો મારે 10 લાખની જરૂર છે ત્યાં ફલેટમાં પેમેન્ટ કરવામાં ખૂટે છે. પ્લીઝ એરેજ.. પહેલેથી એને ખબર જ હતી સ્ટુડીયો લોકરમાં 20-25 લાખ પડ્યાં જ હોય છે. રોમેરોનાં મોઢાં પરથી જાણે નૂર જ ઊડી ગયું એણે બેલેન્સ કરતાં કહ્યું "બેબી સોરી અત્યારે એટલું બેલેન્સ જ નથી અને રોકડાં તો ક્યાં અત્યારે....

અન્યાએ બોલતાં રોમેરોને વચમાં જ અટકાવીને કહ્યું સર... હજી હમણાં સવારે તો ગુલશન પાટીલ તમને કેશ આપી ગયો છે કેમ ખોટું બોલો છો ? એ અહીનો લોકલ ધારાસભ્ય જે તમારો સ્લીપીંગ પાર્ટનર છે ને... તમે એની અનેએ તમારી જરૂરીયાત પુરી પાડે છે અને ફીલ્મી નફામાં 10% નો ભાગીદાર છે.

રોમેરો તો અવાક થઇ ગયો.. એને થયું અન્યાને કેવી રીતે ખબર પડી ગઇ ? એ આગળ વિચારે એ પ્હેલાં જ અન્યા બોલી મારી આગળ આગળ તો આપ્યા છે અને તમારી ઓફીસમાં બેડરૂમમાં હાજર જ છે તમારી હીરોઇન સાથે.... એમ કહી હસવા લાગી.

રોમેરો તો કાપો તો લોહીનાં નીકળે એવી સ્થિતિમાં આવી ગયો એને હજી સમજ નહોતી પડી રહી કે શું જવાબ આપવો પણ એ ડઘાયેલી અવસ્થામાં બોલ્યો ઓકે બેબી બેસ હું આપું આમેય હવે 40 લાખ બાકી અન્યા બોલી. "રોમેરો હજી આઘાતમાંથી બહાર નહોતો નીકળ્યો અને એણે સાંભળીને કહ્યું" ઓકે... હાં.. અને એ અંદર વોલ્ટરૂમમાં ગયો અને 10 લાખ કેશ લાવીને અન્યાને આપી. પણ જાત બતાવ્યા વિના ચાલે નહીં એણે એક હાથમાં કેશ આપી બીજા હાથે અન્યાને ખેંચીને ચૂમી ભરી લીધી "બેબી બસ આ કેશ વાઉચર...એક કહીને નફટતાથી હસી પડ્યો.

અન્યાએ એની આંખમાંથી એવો અંગાર તેજ લીસોટો કાઢ્યો કે રોમેરો થથરી ગયો. અન્યા કેશ લઇને નીકળી ગાડીમાં કેશ મૂકીને મુસ્તાકનાં ઘર તરફ ગઇ.

પ્રકરણ-39 સમાપ્ત.