રીવેન્જ - પ્રકરણ - 38 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 38

પ્રકરણ-38

રીવેન્જ

નટરાજન અંકલ મને વીશ કરી પાપા સાથે ચર્ચા કરીને ગયાં. પાપાએ એમને જતાં જતાં તાકીદ કરીકે આજની રાત્રી સુધી એમને કોઇ ડીસ્ટર્બ ના કરે... એમનાં ફોન બંધ રહેશે ભવદાસને પણ કહી દીધું. કોઇ ગેસ્ટ આવે તો નથી એમ કહી દે કોઇ જ ના જોઇએ આજનો પુરો સમય મારી સાથે વિતાવવા માંગીએ છીએ.

પાપાએ પછી મને કહ્યું "ચીયર્સ દીકરા બીજી ગંભીર વાતો પછી હવે એન્જોય કરીએ તારી બર્થડે સેલીબ્રેટ કરીએ. એમણે કહ્યું "મેં ધાર્યુ હો તો પાંચતારક હોટલમાં ભવ્ય રીતે ઉજવી શક્યો હતો અનેક સેલીબ્રીટી અને નેતાઓ બોલાવીને ભયકો કરી શક્યો હોત અત્યારે મીલીયીનોસર્જરે બસ સેલીબ્રેટ કરવા કારણ જોઇએ... પણ દીકરા મારે આ સમય ફક્ત તારી સાથે વિતાવવો છે. અને કાલે તારે જેમ ઉજવવો હોય તારાં ફ્રેન્ડસ સાથે ઉજવજે. ના નહીં પાડું મને ખબર છે તારાં આજનાં કોઇ પ્લાન હશે પણ સોરી દિકરા... આજે આપણે બે જ.

મેં કહ્યું "કંઇ નહીં પાપા આપણે બે જ પણ પાપા મોમની પણ ગીફ્ટ આવી છે મેં રીસીવ કરી છે તમને ખરાબ નથી લાગ્યું ને ? પાપાએ એક નજર મારી તરફ કરીને કહ્યું એ તારે નક્કી કરવાનું મારે નહીં પણ એક વાક્યમાં તને આજે બધું જ કહી દઊં એવું બોલી ચૂપ થઇ ગયાં એમણે એક સાથે આખો પેગ પુરો કરી દીધો મને ક્યું તે એક સીપ નથી લીધી... એન્જોય માય કીડ... કહીને મને પીવા માટે પ્રેર્યો. મેં પણ એક સાથે આખો પેગ પુરો કર્યો.

મને જોઇને જોરથી હસી પડ્યાં અરે શું કરે છે ? એક સાથે ? હું તો ટેવાયેલો છું પણ તું તો હજી કાચો છે કાચી વય અને શરીર... આમ નહીં પીવાનું..

મે હસ્તાં હસતાં કહ્યું "જે હોઊં એ દીકરો તો મારોને ? અને અન્યા એ પેગ ગયો પેટમાં અને ન જાણે મારામાં એટલી હિંમત આવી ગઇ મારી જીભી છૂટી થઇ ગઇ.. પાપાએ એમની અધૂરી વાતપુરી કરી.. એમની આંખોમાં મેં દુઃખ ઇર્ષ્યા અને ક્રોધ બધુ એક સાથે જ જોયેલું મને હજી બરાબર યાદ છે એમનાં અને મારાં મન પર લાગણીની સાથે સાથે શરાબ પણ કબ્જો કરેલો. એમણે બીજો પેગ અડધો પૂરો કર્યો પછી બોલવાનું ચાલુ કર્યું.

તારીમાં આપણને 3 માસનું કહીને ગઇ હતી 3 મહિનાં પુરાં થઇ ગયાં એ આવી નહોતી, મારું કામ ચાલવા લાગેલું ધીમે ધીમે પૈસો આપણી પાસે પાછો આવી રહેલો. મેં તારી માંની તપાસ કરેલી એને ફોન કરેલો એક વાર લાગેલો ત્યારે એણે ફોન ઉપાડી મારી સાથે વાત ના કરી. પછી મારો નંબર બ્લોક જ કરેલો. મેં મારાં સૂત્રો દ્વારા તપાસ કરાવેલી તારી માં એ શુટીંગ પુરુ કરી દીધેલું પણ એ 3 મહિને નહીં પૂરાં 6 માસ પછી પુરુ થયેલું. 3 નાં 6 માસ થયા અ એ એનાં પ્રોમીસમાં જુઠી પડેલી... ત્યાં શું થયું શું નહીં મને ખબર નથી પણ પછી એનો સંપર્ક કપાઇ ગયેલો.

લગભગ એક વર્ષ પછી ફરી એનાં સમાચાર મળેલાં કે હિમાચલમાં જ ક્યાંક કોઇની સાથે રહે છે એ કોણ છે શું કરે છે મને ખબર નથી. એ લોકોનો ડાયરેક્ટર મનહરનાં ન્યુઝ પેપરમાં સમાચાર આવેલા કે એનું સેટ ઉપરજ હાર્ટફેઇલ થઇ ગયેલું એ મૃત્યુ પામેલો પરંતુ એ લોકોની ફીલ્મ સાચેજ હીટ નીવડેલી. એ ડાયરેક્ટ સમાચાર જાણ્યા પછી મેં ફરી તપાસ કરેલી ત્યારે એનો કોઇજ અતોપતો નથી લાગ્યો.

થોડાંક દિવસ પહેલાંજ મને જાણવા મળેલું કે તારી મોમને નેશનલ એવોર્ડ મળ્યો છે અંતે એણે મેળવ્યો જ અને એની પાર્ટી હતી તાજમાં ત્યારે એ પાર્ટીમાં પણ હું ગયેલો મને તાજમાં જવું નવાઇ નહોતી પણ પણ સીને ડીસ્ટ્રીબ્યુટર્સ તરફથી આમંત્રણ હતું ઘણાં ફીલ્મી લોકોની સાથે મારાં સંપર્ક વધી ગયાં છે અને મને પૈસા રોકવા માટે પણ દબાણ કરે છે હજુ સુધી મેં કોઇને મચક નથી આપી. તારી માંને આપણાં પ્રોગ્રેસની બધી જ ખબર છે એ પાર્ટીમાં પણ અમારી એકવાર નજર એક પણ થઇ હતી એ હવે સેલીબ્રીટી છે અને એણે નામ પણ બદલી નાંખ્યું છે હરિયાણી ક્રાંતિ પછી એ નીલમાલીની તરીકે ઓળખાય છે.

પણ હમણાંથી પાછી એ ક્યાંય દેખાતી જણાતી નથી અને કોઇ નવી ફીલ્મોમાં ક્યાંય જણાતી નથી ખબર નથી એ અત્યારે ક્યાં છે ? પણ એને ચોક્કસ ખબર છે આપણે અહીયા છીએ એટલેજ તને આ ગીફ્ટ મોકલી છે.

એ દિવસે પાપાને એવું ફીલ થયેલું કે મને મારી મોમથી યાદ આવે છે એટલે મને ગીફ્ટ માટે કઇ કીધું નહીં અને અમે પછી આગળ વાત બંધ કરીને જમીને સૂઇ ગયેલાં.

બીજે દિવસે સવારે ઉઠ્યો પાપા ઓફીસ જવા નીકળી ગયેલાં અને ભવદાસે મને કહ્યું "બાબા સાબ સીક્યુરીટી કહે રહા થા કોઇ લેડી આઇ થી આપકો મીલને પર સાહબ કા ઓર્ડર થા કીસીકો આને નહીં દેને કા મૈનેં મના કર દીયા બડી સી ગાડી લેકર આઇ થી. બાબા સાબ જરૂર મેમસાબ હોગી.. સીક્યુરીટીને મુજે ભી બતાયા તબ સમજ ગયા વો કોઇ ઓર નહીં માલકીન હી હોગી.

હું સાંભળી સ્તબ્ધ થઇ ગયો. અને દોડીને સીક્યુટીરીટ પાસે ગયો એની પાસે ફરીથી બધી વાત સાંભળી અને ડીટેઇલ્સ લીધી મેં પૂછ્યુ ગાડી કૈસી થી ક્યા નંબર થા ? તો ડોબાએ કહ્યું મૈંને અંદર એલાઉ નહીં કીયા ઇસ લીએ કુછ લીયા નહીં પૂછા નહીં.. સોરી સાબ ભૂલ હો ગઇ..

અન્યા બસ એ છેલ્લો દિવસ હતો અને આજ દિન સુધી ફરી કોઇ સમાચાર નથી મેં પાપાને પૂછ્યું મોમ માટે પણ પછી કોઇ જ સમાચાર ના મળ્યાં મેં મારી રીતે ફીલ્મી લોકોનાં સંપર્ક કરીને નીલામાલીની નામથી તપાસ કરી તો જાણવા મળ્યું કે ક્ષેત્રે સન્યાસ લઇ લીધો છે અને ક્યાંક અગમ્ય સ્થળે ચાલ્યા ગયાં છે. એની સાથે આટલાં વરસોનાં શું શું કંઇ જ ખબર નથી આજે મારી એ વર્ષગાંઠને પણ બરાબર ત્રણ વરસ થયાં છે.

અન્યાએ ચમકીને કહ્યું "એય રાજ આજે તારી વર્ષગાંઠ છે ? રાજે ઉદાસી ભર્યા અવાજે કહ્યું હાં અન્યા પણ એ વર્ષગાંઠ પછી મેં ક્યારેય ઉજવી નથી, અન્યાએ રાજને વળગીને હોઠ પર ચૂસ્ત ચુંબન કરતાં કહ્યું "એય માય લવ હેપી બર્થ ડે અને બી સક્સેસ ઇન લાઇફ એવર માય રાજ, રાજે પણ એને આલિંગનમાં લીધી અને ખૂબ પ્રેમ કરવા માંડ્યો.

રાજે અન્યાને કહ્યું "પાપાએ સવારે ઉઠીને તરતજ મને વીશ કરેલું અને કહ્યું મારી તબીયત સારી હોત તો ગ્રાંડ પાર્ટી જ રાખી હોત મેં કહ્યું ના પાપા કંઇજ જરૂર નથી. અને મારી ડોલ તું આવી ગઇ અને મારી સાથે બર્થડેની ગ્રાંડ પાર્ટી થઇ ગઇ છે. હવે પાર્ટીમાં તેં મને પ્રેમ કરી સંતૃપ્ત કરીને મસ્ત મસ્ત ગીફ્ટ આપી દીધી છે અને હવે મારો વારો હવે હું રીટર્ન ગીફ્ટ આપું છું એમ કહીને એણે અન્યાને ફીરીથી બાહોમાં લીધી.

અન્યાએ કહ્યું "તું ત્યારે લૂચ્ચો ગીફટ અને રીટર્ન ગીફ્ટ એમાં ગીફ્ટ તો કોમન જ કરી દીધી. એમ કહીને એણે રાજને સાથ આપવા માંડ્યો... રાજવીર અન્યાનાં તનનાં પ્રેમમાં ફરીથી પરોવાયો...

અન્યાના ગળામાં ચુંબન કરતો કરતો કાનની નાક, આંખ બધાને ચૂમીઓ ભરી અને એનાં ઉભારોમાં ચહેરો છૂપાવીને પયોધરોને જકડીને ચૂસવા લાગ્યો અન્યાએ એક ઊંહકાર ના ભર્યો અને જાણે કોઇ અજબ શિથિલતા હોય એમ અંગ રાજવીર તરફ છોડી દીધું અને રાજવીર જાણે કોઇ રબરની ડોલ સાથે રમતો અને પ્રેમ કરતો હોય એમ વર્તી રહ્યો. ક્યાંય સુધી રાજ અન્યાનાં શરીરને સહેલાવ્યો અને ચરમસિમા સુધી પ્રેમ કરતો રહ્યો અંતે સંતૃપ્તીનો હાંશધારો ખાઇને અન્યાનાં હોઠ પર ચુંબન લેવા ગયો તો એણે જોયું કે અન્યાનાં હોઠ એકદમ કાળા પડી ગયાં છે શરીર શિથિલ અને ઠંડુ થઇ ગયું છે જાણે કોઇ નિષ્પ્રાણ શરીર હોય એમ લાગ્યું રાજ ગભરાયો એણે બૂમ પાડી અન્યા અન્યા.. તને શું થાય છે ? અને અન્યા સચેત થઇ "એણે કહ્યું આઇ લવ યુ રાજ... કંઇ નહીં ક્યારેક બી.પી. લો થાય ત્યારે આવું થાય છે આઇ એમ ઓકે. ડોન્ટ વરી...

રાજ એની સામે જોઇ રહ્યો અને પછી એ પણ શિથિલ થયો અને કંઇક વિચારોમાં પડી ગયો. અન્યાએ રાજની આંખમાં આંખ પરોવી કહ્યું "રાજ આજની તારી બર્થડે ગીફ્ટમાં આ તન નહીં મારું પ્રોમીસ આપું છું કે તારી મોમની ખબર હું મેળવીશ અને જો જીસસ કે મારી મહાકાળી ઇચ્છતી હશે તો હું જ ભેટો કરાવીશ બધી જ વાત જાણીશ. લવ યુ માય લવ એમ કહીને એ સ્થિતપ્રજ્ઞ થઇ ગઇ.

પ્રકરણ-38 સમાપ્ત.

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 વર્ષ પહેલા

Hemali Mody Desai

Hemali Mody Desai 3 વર્ષ પહેલા

Kishanthakkar

Kishanthakkar 3 વર્ષ પહેલા