રિવેન્જ - પ્રકરણ - 35 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

રિવેન્જ - પ્રકરણ - 35

પ્રકરણ-35

રાજવીરે કહ્યું "અન્યા આ મગમાં જ મને ચા-કોફી-દૂધ આપવામાં આવે છે મારો આગ્રહ છે મારી માં ની યાદગીરી ખૂબ છે મને વ્હાલી અને મારાં માટે કિંમતી પણ છે. અન્યા રાજવીરની સામે ટીકી ટીકીને જોઇ રહી. રાજવીરનાં છેલ્લાં શબ્દો વાગોળી રહી કે મારી અને ડેડીની એટીટ્યુડ સાચી છે ને ? એટલે રાજવીર મારી પાસે ન્યાય તોલાવવા માંગે છે ? હું કોણ ?

અન્યા વિચારમાં પડી ગઇ કે હું કોણ કોઇને જજ કરનાર ? દરેક વ્યક્તિ એનાં વિચાર સમય સંજોગ અને પસંદગી પ્રમાણે જીવતું હોય છે એ જ્યારે જે રીતે જીવવાનું નક્કી કરે છે ત્યારે એને પોતાની સમજ -વિચાર વર્તન સાચાંજ લાગે છે એની નજરે એનાં દરેક કાર્ય વ્યવહાર એક્ટ ઓકેજ હોય છે. બ્લકે એની સાથે સતત અન્યાય થયો હોય છે એવી ભાવનામાં જીવતી હોય છે. અન્યાને થયું મારામાં આવી બધી સમજ કેવી રીતે આવી ગઇ ? હું પણ ઘણાં અલ્પ સમયમાં માણસોને એમનાં વિચાર વર્તન -ષડ્યંત્ર-કામ વાસનાં શોષણ બધું જ સમજી ચૂકી છું. દરેક વિષયી પુરુષની આંખમાં વાસનાનાં સાપોલીયા સળવળતાં જ હોય છે એ સ્ત્રીને ભોગવવા માટેનું સાધન જ સમજે છે એને સ્ત્રીની સંવેદના -પ્રેમ-પવિત્રતા કે લાજથી કોઇ લેવાદેવો નથી હોતાં.

અન્યા મનોમન મહાકાળીમાંને સ્તવન કરવા લાગી પ્રાર્થનામાં એવું જ કહ્યું માં મારું મૃત્યુ એ અપમૃત્યુ છે મેં જાતે સ્વીકાર્યું છે મારી પવિત્રતા રગદોળાઈ ગઇ મારી સવંદેના ઉપર મારાં પર બળાત્કાર થયો છે હું સ્ત્રી છું... હતી.. અને મારામાં પણ એક અનોખી પાત્રતા હતી. હુ ખૂબ જ સુંદર હતી છું. મને એનું ગુમાન હતું પણ મારી અંદર પણ માં જ ધબકતી હતી પવિત્ર હતી એક જ વ્યક્તિને પ્રેમ કરીને સ્મર્પિત થવા માંગતી હતી થઇ હતી પણ મારાંમાં પણ નામ કરવાનું દામ કમાવવાનું ભૂત સવાર થયેલું અને હું પિશાચોનાં હાથમાં સપડાઇ ગઇ. સામે રહીને એલોકોની જાળમાં ફસાઇ છું મને મારો પ્રેમ રાજ ના પાડતો હતો કે શું જરૂર છે ? આપણી પાસે ઘણો પૈસો છે પણ મને કોઇક બીજી પણ ભૂખ હતી માં હવે પસ્તાઇને પણ શું કરું ? હું મારાં પ્રેમ સાથે વધુ જીવી ના શકી અને અભડાયેલા શરીર સાથે હું એની સાથે કેવી રીતે જીવું ? હું મારી પવિત્ર પાત્રતા ખોઇ ચૂકી હતી મારું દીલ તૂટી ગયેલું મને જ મારાં શરીરથી ચીતરી ચઢતી હતી. માં મને બળાત્કારનાં અનુભવ પછી ભલે મને અંધારામાં રાખી બનાવટ કરીને લાજ લૂંટી પણ પછી મારાં આખાં શરીરે લાખો વીંછી ડંખ દેતાં હોય એવી વેદના થતી હતી મારાં આખાં શરીરે લાખો સર્પ ડસતાં હતાં હું જ મારાં શરીરને સ્વીકારી નહોતી શકતી. શું કરું માં વિવશ થઇને મેં મારું જીવન ફેંકી દીધું. તારાં શરણે આવી ગઇ પણ તારી અપાર કૃપા છે માં કે તે મને ફરીથી પ્રેતયોનીમાં નવજીવન -રૂપ આપ્યું છે હું ધારું એ વ્યક્તિ મને જોઇ શકે હું એની સાથે મારાં કામ પાર પાડી શકું.... મારાં વ્હાલાં રાજને પ્રેમ સંતોષ આપી શકું છું માં આ આશીર્વાદ હમણાં બનાવી રાખજે.

ભલે હું પ્રેમ કરું સંતૃપ્તિ આપું એમાં મને કોઇ જ ભાવ નથી હતો કોઇ સંવેદના કે સ્પર્શનો આનંદ કે કંઇજ અનુભવતી નથી પ્રિયતમનાં મિલનને ભોગવી નથી શકતી અપાર પીડા છે મને માં.... પણ... એમ વિચારતાં અન્યાની આંખમાં ખૂણાં ભીના થઇ ગયાં એ લાગણીવશ રૂંધામણ અનુભવી રહી અને "માં એવું બોલાઇ ગયું.

રાજવીરે અન્યાની સામે જોઇ કહ્યું "એય અનું શું થયું ? કેમ એકદમ માં યાદ આવી ? અન્યાએ વાત ફેરવતાં કહ્યું ઘણો સમય થઇ ગયો એવું લાગે છે માં ને મળીને અત્યારે તારી માંની વાત કરતાં મને મારી માં યાદ આવી ગઇ. રાજવીરે કહ્યું તું કહે ત્યારે કોલકતા જઇએ આપણે બોલ ક્યારે જવું છે ? અન્યાએ કહ્યું "થોડુંક કામ અધુરુ છે નિપટાવી લઊં પછીં ચોક્કસ જઇએ. મને ચર્ચમાં જીસસ સાથે સાથે કોલકતાની મહાકાળી પણ ખૂબ યાદ આવી છે મારે એમનાં ચરણે જવું છે અને... પછીનું વાક્ય ગળી ગઇ.

રાજવીરે અન્યાને એનોં ખોળામાં લઇને ગાલ પર ચૂમી ભરતાં કહ્યું "એય જાન બસ તારાં પર કુરબાન તું કહીશ ત્યારે જઇશું તું કહીશ એ કરીશ. અન્યાએ કહ્યું મને ખૂબ ભરોસો છે તારાં ઉપર તું જ તો મારું સર્વસ્વ છે આ દેહ રહે કે ના રહે પણ તું મારાં અને હું તારાં જ સાથમાં છીએ અને રહીશું હું ક્યાંય એકલી નહીં જઊં. મારે જ્યાં જવું પડ્યું ત્યાં હું તને સાથે લઇને જ જઇશ એ વાત ચોક્કસ છે અને ભૂરી આંખે રાજવીર સામે જોઇ રહી. રાજવીરે કહ્યું "હું કાયમ તારાં સાથમાં જ રહીશ પ્રોમીસ. જીવન હોય કે મૃત્યું... પણ સદાય તારાં સાથમાં જ અન્યાએ વેધક દ્રષ્ટિથી રાજવીર સામે જોઇને કહ્યું જીવન કે મૃત્યુ કે એની વચ્ચેની કોઇ દુનિયા ક્યાંય હું હોઇશ તને સાથે રાખીશ. ... કઇ દુનિયા કે મુક્તિ ખબર નથી જે હશે ત્યાં.

રાજવીરે હસતાં હસતાં કહ્યું "એય મારી અન્યા તારાં માટે તો પ્રેત પણ બનીસ મારી વ્હાલી ડાકણ જોને અત્યારે તારી આંખો એવી જ દેખાય છે એમ કહીને જોરથી હસી પડ્યો. અન્યાની આંખોમાંથી તેજ લીસોટો પસાર થઇ ગયો એ પણ હસી પડી અને બોલી ડાકણ થઇશ તો તને પિશાચ બનાવીને લઇ જઇશ. પણ એવા શબ્દના વાપર હું પ્રેતયોનીમાં તારી જ અન્યા અને તું મારો પ્રેતાત્મા રાજ એમ કહીને ફરીથી હસી પડી. અને રાજને કપાળે ચૂમવા ગઇ પણ એનાં હોઠ ખબર નહીં સ્પર્શી જ ના શક્યાં.

રાજવીર રાહ જોતો રહ્યો પણ અન્યા રાજને ચૂમી જ ના શકી અન્યા ગભરાઇ આ શું થયું ? એણે ઉભા જઇને બાથરૂમ જઇને આવું કહીને ત્યાંથી નીકળી ગઇ. રાજવીર આશ્ચર્યથી જોઇ રહ્યો. થોડીવારમાં અન્યા પાછી આવી અને રાજવીરે એને બાહોમાં પકડીને અન્યાને હોઠ પર ચુંબન આપી દીધું. અન્યા અંદરને અંદર કંઇક પીડામાં પીડાતી રહી.

અન્યાએ ધ્યાન ફેરવતાં કહ્યું "રાજ તું તારી માં વિષે વાત કરવાનો હતો બોલ કહેને જણાવને અને બધું પ્લીઝ. રાજે કહ્યું "સાંભળ અનુ... હું ત્યારે માંડ 9 કે 10 મા સ્ટાન્ડર્ડમાં ભણતો હતો. પાપા પ્હેલેથી જ શેરબજારમાં જ પૈસા લડાવતા અને એજ કામ કરતાં એ પ્હેલાં ચાર્ટડએકાઉન્ટ તરીકે પ્રેક્ટીસ કરતાં ખૂબ ભણેલાં હતાં પણ ખબર નહીં એમને શેરબજારનો ચટકો હતો. માં ને આ બધું ગમતું નહીં એ કાયમ કહેતી આ લાઇન સારી નથી.

અન્યા મા પણ ખૂબ સુંદર હતી અને એ પ્હેલીથી જ NGO માં કામ કરતી અને એ અનાથ બાળકો-અપંગ-માણસો- વૃદ્ધાશ્રમમાં રહેતાં લોકો બધાની સેવા કરતી અને મારી સારસંભાળ પણ ખૂબ લેતી એ સમયે અમે લોકો કાંદીવલી રહેતાં હતાં. ત્યાં અમારી સ્થિતિ સામાન્ય હતી ત્યાં NGO માં જે એનાં સંચાલક હતાં તેઓ શોર્ટ ફીલ્મ પણ બનાવતાં મોટા ભાગે ઓફબીટ ફિલ્મો બનાવતાં. માં ને ઘણીવાર કહેતાં કે નલિની તમે પણ આમાં કામ કરોને તમારાં લુક્સ કેમેરા માટે જ સર્જાયા છે પણ માં કાયમ નમ્રતાથી ના પાડી દેતી.

એ સમયમાં પાપાએ મોટો સટ્ટો કર્યો ખૂબ જોખમી હતો અને એમને એવું હતું કે આ સટ્ટામાં હું જીતી ગયો તો આખી જીંદગી કઈ કરવું નહીં પડે કે નહીં કદી શેરબજાર કરીશ. પણ કમ નસીબે તેઓ હારી ગયાં. એમાં અમારો ફલેટ -કાર-બચત માંના ઘરેણાં સુધ્ધાં વેચાઇ ગયાં છતાં માથે મોટું દેવું થઇ ગયું.

માં એ કીધું કે હું કાયમ તમને ના પાડું આ લાઇન સારી નથી પણ તમે બધું જ બરબાદ કરી દીધું ના રહ્યા. ઘરનાં ફુટપાથ પર આવી ગયાં. પાપા એ સમયે ખૂબજ ડીસ્ટર્બ હતાં તેઓ શું આશ્વાસન આપે ? એ જ સમયે માં એ NGO માંથી સહાય લઇને ત્યાંજ ફલેટ ભાડે લીધો અને અમે ત્રણે ત્યા રહેવા ગયાં. પાપાને બીજા કોઇ કામમાં રસ પડે નહીં તેઓ શરેબજાર જઇને બેસતાં રહ્યાં. ઘરમાં પૈસાની ખૂબજ ખેંચ પડવા લાગી શું કરવું કંઇ સમજાયું નહી. માં વધુને વધુ કામ શોધવા લાગી. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી કથળી ગયેલી કે મારાં યુનીફોર્મ - ફી માટે પણ પૈસા ઉધાર લેવા પડતાં.

ત્યાંજ NGO માંથી માંને ફરીથી ફીલ્મમાં કામ કરવા માટે દબાણ આવ્યું અને આકર્ષક વળતરની ઓફર થઇ અને માં એ પાપાને પૂછ્યા વિનાં જ સ્વીકારી લીધી. પાપાને ખબર પડી ત્યારે ખૂબ મોડું થયેલું એમાં રહસ્યમય વાત એવી હતી કે NOG વાળો માણસ મનહર વસાવા ખૂબ જ લાલચી કામી અને અભદ્ર માણસ હતો પાપા સારી રીતે ઓળખતાં હતાં. અંટસ થઇને ઘરમાં એ દિવસે ખૂબ ઝગડો થયો. પાપાએ માંને કહ્યું મને માત્ર છ મહિના આપ હું બધું દેવું ચૂકવીને તને નવો ફલેટ નહીં બંગલો આપીશ.... પણ આ કામ નથી કરવાનું અને માં એ કહ્યું મારે અત્યારે જરૂર છે એટલે હું કરીશ.

પ્રકરણ-35 સમાપ્ત.