Revenge - 26 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 26

પ્રકરણ 26

રીવેન્જ

રોમેરોએ અન્યાને અનહદ નશામાં ઉતારીને એનું શિયળ લૂંટીને ફ્રેડીની મદદથી પાછા કપડાં પહેરાવી દીધાં. ફ્રેડી ગંદી રીતે હસ્તી હસતી રોમેરોને કીસ કરીને જતી રહી. રોમેરોએ રૂમનાં કેમરાનું રેકોડીંગ ચેક કર્યું વ્યુ બરાબર હતું. એ લૂચ્ચું અને શેતાની હસ્યો અત્યાર સુધીની ડેબ્યુ કરનાર બધી હીરોઇન એને યાદ આવી ગઇ એણે અન્યાને પલંગ પરથી ઉઠાવી અને ઉંચકીને ઓફીસમાં લઇ આવી ખુરશીમાં બેસાડી. ભાન ગુમાવેલી અન્યા ડોક નમાવી સાવ શિથિલ થઇને બેઠી હતી. રોમેરો સાવ હાંફી ગયો. એણે જોયું રાત્રીનાં બે વાગી ગયાં છે.

રોમેરોએ ફરીથી ફ્રેડીને બોલાવી અને રૂમની બધી જ લાઇટ ચાલુ કરાવી ફ્રેડીને કહ્યું આને જગાડ કોઇ રીતે.. ફ્રેડીએ બોટલમાંથી પાણી લઇને અન્યાને ઉઠાડવા પ્રયત્ન કર્યો. અન્યાએ ઉહ.. ઉહ.. કરતાં થોડો રીસ્પોન્સ આપ્યો. રોમેરો કહે એને થોડી ભાનમાં આવે એટલે ઘરે ડ્રોપ આપણે જ કરી આવીએ. રોમેરોએ માઇકલને બોલાવ્યો માઇકલને કહ્યું ગાડી કાઢ અને BMW ના લાવતો બીજી મોટી ગાડી લાવ અને માઇકલ જી સર કહેતો જતો રહ્યો.

ફ્રેડીએ પેન્ટ્રીમાં જઇને ગરમ કોફી મશીનમાંથી બનાવીને લઇ આવી ત્રણે માટે. એણે અન્યાને ફરી ઢંઢોળી... અન્યાને થોડું ભાન આવ્યું એણે રોમેરો અને બાજુમાં ફ્રેડીને જોઇ. એ એકદમ ચમકી એણે કહ્યું અરે પાર્ટી પુરી થઇ ગઇ ? કેટલા વાગ્યા ? ઘરે જવાનું છે મારે... રોમેરોએ હસ્તાં હસ્તાં કહ્યું બેબી... ડોન્ટ વરી આ ગરમ કોફી પી લે તને ડ્રીંક થોડું ચઢી ગયેલું પણ ફ્રેડી તને અહીં સેફલી લઇ આવી તું થોડી ઠીક થાય એનીજ રાહ જોતાં હતાં. કોફી પી લે બેબી.

અન્યાએ કહ્યું "ઓહ થેંક્સ સોરી.. મારાથી થોડું વધારે લેવાઇ ગયું.... રોમેરોએ કહ્યું " ઇટ્સ ઓકે એન્ડ હેપન્સ કોફી પી લે એટલે આપણે જઇએ. અન્યાએ કોફી પીતાં પૂછ્યું મારું પર્સ અને મોબાઇલ ? ફ્રેડીએ અન્યાનાં માથે હાથ મૂકી કહ્યું "ડોન્ટ વરી અહીંજ છે મારી પાસે સેફ... એમ કહી પર્સ અને મોબાઇલ એને આપ્યો.

અન્યાએ કહ્યું "થેક્યું ફ્રેડી આન્ટી. કોફી પી ને કહ્યું ચાલો ઘરે પ્લીઝ ખૂબ લેટ થયું છે. મંમી-પાપા ચિંતા કરતાં હશે. અને પછી તરતજ રાજવીરનો ખ્યાલ આવ્યો. એને છાતીમાં ધ્રાસ્કો પડ્યો. રાજવીર ચિંતા કરતો હશે. ગુસ્સે થયો હશે. એણે તરતજ મોબાઇલ જોયો તો સ્વીચ ઓફ હતો. એને આશ્ચર્ય થયું પણ જોયું તો રાજવીર, મા, પાપાનાં બધાનાં મીસકોલ્સ છે અને રાત્રે 1.00 પછી બેટરી ઉતરી ગઇ અને ફોન સ્વીચઓફ થઇ ગયેલો.

અન્યાનાં ચહેરાં પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી એને એસીની ચીલ્ડ ચેમ્બર્સમાં પણ કપાળે પ્રસોદબિંદુ નીકળી આવ્યાં. રોમેરો એને જોઇ રહેલો. અન્યા વધુ વિચારો કરે પ્હેલા બોલ્યો ચલો બેબી ઘરે મૂકી જઊં. મારે પણ ઘરે પહોચ્વું છે પછી સવારે તો તારું ઓડીશન અને સ્ક્રીપ્ટ પર કામ ચાલુ કરી દઇશું પ્લીઝ અમે તો બધાં એનૉઉન્સમેન્ટ પાર્ટીમાં કરી દીધાં છે.

અન્યાએ ફોન પર્સમાં મૂકી હાં હાં ચલો બોલી અને ઝડપથી ચાલવા ગઇ અને લથડીયું ખાધુ ફ્રેડીએ તરત જ ટેકો આપીને સંભાળી... અન્યાએ થેંક્સ કીધું અન્યા ફ્રેડીની સાથે ગાડીમાં બેસી ગઇ અને રોમેરો ડ્રાઇવર માઇકલની બાજુમાં બેઠો ફ્રેડી અન્યા પાછળ અને અન્યાએ એવું મહેસૂસ થયું કે મારું બોડી અંદરથી…….. પછી વિચારો અટકાવીને ઘર આવાની રાહ જોવા લાગી.

અન્યાનું ઘર આવી ગયું અને અન્યાને ફ્રેડીએ સંભાળીને ડોર બેલ માર્યો. રૂબી અને સેમ રાહ જોતાં જાગતાં બેસી રહેલાં. ડોર ખોલી બહાર દોડી આવ્યાં. અન્યાની હાલત જોઇને ચોંકી ગયાં. રોમેરોએ બાજી સંભાળતા કહ્યું "ડોન્ટ વરી સર બેબીને બધાએ વીશ કરવામાં વધુ જ ડ્રીંક... કહીને સમજાવવા પ્રયત્ન કર્યો. સેમનાં હૃદયમાં ફાળ પડી કે કંઇ બીજું તો.... કનફોર્મ કરતા કહ્યું તમારે ના પાડવી જોઇએ ને અને પાર્ટીમાંથી સીધાંજ ઘરે આવ્યા છો.. ? ફ્રેડીએ કહ્યું "સર હું બેબીની સાથે ને સાથે જ હતી બધાએ વીશ કર્યું... મેં કેટલી બેબીને ના પાડી પણ એ પાર્ટી એન્જોય કરવાનાં મૂડમાં જ હતી. હું કંઇ વધારે ના કરી શકું અને સર લોકો બીજા ગ્રુપમાં બેઠાં હતાં. પણ હવે ખ્યાલ રાખવો પડશે. બેબી ડ્રીંકસમાં ક્રેઝી છે. તમને ખબર નથી ?

જે રીતે બેબીએ ડ્રીંક લીધું હું તો ચોંકી ગયેલી કે રેસીસ્ટ કરવામાં અવવલ છે. ના પાડ્યા પછી પણ એણે... અન્યાએ બધાની સામે જોઇ કહ્યું "સોરી.... માં.. સોરી પાપા એમ બોલતી ઘરમાં જતી રહી. સેમે રોમેરો અને ફ્રેડીને થેંકસ કહ્યું અને કંઇક વિચારમાં પડી ગયો. રોમેરોએ જતાં જતાં કહ્યું "સર તમે ચેક ભરી દીધો છે અને તમારાં ખાતામાં પૈસા જમા પણ થઇ ગયાં છે. મારી બેંકનું નોટીફીકેશન આવી ગયું છે. સેમે કહ્યું "હાં ભરી દીધેલો. ઓકે થૈક્સ અગેઇન કહીને એલોકોને બાય કહી ઘરમાં આવ્યો. રૂબી તો અન્યાની પાછળ જ દોડી હતી અને અન્યાને એનાં બેડરૂમમાં લઇ આવી.

અન્યાની દશા જોઇને રૂબી તથા સેમ બંન્ને ચિંતામાં પડી ગયાં. સેમે કહ્યું "રૂબી આ લાઇન આપણા જેવાં ફેમીલી માટે નથી... પણ અન્યાની મહત્વાંકાંક્ષાને કારણએ ચૂપ રહ્યો અન્યાને કહેવું પડશે આવું ડ્રીંક નહીં જ લેવાનું... રાજવીરને એનાં પાપાની તબીયત બગડી એવો મેસેજ આવ્યો એ ઘરે દોડી ગયેલો એ પણ શું કરે ? એ સાથે હોત તો આવી દશા ના હોત.. રૂબીએ કહ્યું તમે ચિંતા વગર સૂવા જાવ હું અન્યા સાથે જ છું એને કપડા ચેન્જ કરાવીને એની પાસે જ સૂઇ જઇશ તમે જાવ.

**************

અન્યા સવારે ખૂબ મોડી ઉઠી. આળશ મરડીને ઉઠી ત્યારે સૂરજ માથે ચઢી ગયેલો. એણે જોયું ફોન ચાર્જીગમાં મૂક્યો જ ભૂલી છે તરતજ વાયરથી ચાર્જીગમાં મૂકીને ચાલુ થવાની રાહ જોવા લાગી. ત્યાં સુધી બાથરૂમમાં ફ્રેશ થવા ઘૂસી અને થોડી વારમાં એ બહાર દોડી આવી એણે રીંગ સાંભળી "હાય બેબી ગુડ મોર્નીંગ" રોમેરોનો ફોન હતો. તારો ફોન જ બંધ હતો ક્યારનો ફોન કરુ છું ખાસ એજ કે સાંજે 5 વાગે સ્ટુડીયો પર આવી જજે આજે ઓડીશન છે સ્ક્રીપ્ટ પ્રમાણે તારે ડાયલોગ્સ અને એક્ટીગનો એક શોટ આપવાનો છે. બાય બેબી... પાંચ વાગે શાર્પ ઓકે ? એમ કહી ફોન મૂક્યો.

અન્યા પલંગ પર બેસી પડી એને થયું હજી પાર્ટીનો તો થાક નથી ઉતર્યો અને સાંજે ઓડીશન ? એવો રાજવીરને ફોન કર્યો. રાજવીરે કહ્યું" વેઇટ ફોન ચાલુ રાખ.. એમ કહીને થોડીવારમાં કહ્યું "બોલ અન્યા ? કેવી રહી પાર્ટી ? મેં કેટલાં ફોન કર્યા ? તે એક ફોન રીસીવ કર્યો અને પછી ફોન સ્વીચ ઓફ ? આમ કેમ ? તેં ખૂબ ડ્રીંક્સ લીધેલું ? બધું ઓકે હતું ? કોઇ અગવડ નથી પડીને ?

અન્યાએ કહ્યું આઇ એમ સોરી.. એટલાં બધાં ગેસ્ટ હતાં બધાં વીશ કરી રહેલાં - ફોટોસેશન-પાર્ટી બધુ બહુ હેક્ટીક હતું રાજ આઇ એમ સોરી અગેઇન. મારો ફોન પર્સમાં અને પર્સ ફ્રેડી આંટી પાસે હતું રાત્રે બે વાગી ગયેલાં પાછાં આવતાં તારી વાત સાચી છે ડ્રીંક વધારે થઇ ગયેલું રાજ સોરી.. બટ એવરી થીંક ઓકે. પણ તું જણાવ તારે દોડવું પડેલું... પાપાને કેમ છે ?

રાજવીરે કહ્યું "નોટ ઓકે. પાપાને પાછો હાર્ટ એટેક આવેલો બટ હી ઇઝ સેઇફ એન્ડ ઓકે નાઉ. લાઇટ એટેક હતો પણ હું ICU માં જ છું એમની સાથેજ છું એ સૂઇ રહ્યાં છે તારી રીંગ આવી બહાર આવી ગયો વાત કરવાં અને વાઈબ્રેટ પર છે ફોન. અન્યાને કહ્યું "ઓહ આઇ એમ સોરી.. કેમ આમ ? હું નાહી ધોઇ ફ્રેશ થઇને તારી પાસે જ આવું છું કઇ હોસ્પીટલ છે રાજ ? રાજવીરે કહ્યું લીલાવતીમાં છું સેકન્ડ ફ્લોર ICU માં છૂ પણ દોડાદોડી ના કરીશ ફ્રેશ થઇ તારુ શીયુલ જોઇ લેજે હવે પાપાને સારું છે.

અન્યાએ કહ્યું ના હું આવુંજ છું પછી મારે... પછી અટકી કહ્યું રૂબરૂમાં વાત. હું આવુ.. અને એણે ફોન મૂક્યો.

અન્યા વિચારમાં પડી ગઇ. રાજવીરને એકદમ જ જાણે બધી જવાબદારી આવી ગઇ અને હું પણ એની પાસે બધી જાતની અપેક્ષા રાખું છું. હું એને હમણાં ડીસ્ટર્બ નહીં કરું એની એના પાપાને વધારે જરૂર છે.. એ લોકોનું છે કોણ એકબીજા સિવાય ? એમ વિચાર કરતી કરતી બાથરૂમમાં ગઇ અંદર જઇ બધાં કપડાં ઉતાર્યા તો એનાં આંતરવસ્ત્રમાં.. એ જોઇને ભડકી.. એણે બધુજ ઉતારી નાંખ્યુ... એનાં શરીર પર સાથળમાં છાતીમાં લાલ લાલ.. એને શું મને અત્યાર સુધી ખબર કેમ ના પડી ? રાત્રે દારૂનાં નશામાં કોઇએ મારી સાથે ? મારી લાજ લૂંટાઇ છે પણ મને કેમ ફીલનાં થયું ? એ ધુસકે ને ઘૂસ્કે રડી પડી થોડો વખત રડીને શાંત થઇ પછી વિચારી રહી કોણ હશે ? રોમેરો ? હીંગોરી કે કોઇ બીજી ? પણ ફ્રેડી કહે છે એ તો મારી સાથે ને સાથે હતી તો ક્યારે આમ થયું ? એને ખૂબ જ આધાત લાગ્યો કંઇક વિચારીને એ બાથ લેવા માંડી.

પ્રકરણ-26 સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED