રીવેન્જ - પ્રકરણ - 22 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 22

પ્રકરણ -22

રીવેન્જ

રાજવીરે અન્યાને આજનું મીડ ડે.. નટરાજન પાસેથી લઇ લીધેલું તે અન્યાને બતાવ્યું અન્યાએ જોયું આખા પેજ પર એનોજ ફોટો છે અને રોમેરે ત્યાંથી એનું, ડેબ્યું થઇ રહ્યું છે. આવનાર ફીલ્મી નવી ખૂબસૂરત ટેલેન્ટેન્ડ હીરોઇન અન્યા" એ જોઇ એ ઉતેજીત થઇ ગઇ આનંદનાં શોકકથી જાણે જીભ સિવાઇ ગઇ પણ એની આંખો અને બોડીલેંગ્વેજ આનંદથી ઝૂમી ઉઠ્યું.

"રાજવીર અન્યાને જોઇ સમજી ગયો કે એ એકદમ એક્ષાઇટેડ છે અને એ બોલ્યો "બેબી કાલમ.... કાલમ ... શાંત થા તારોજ ફોટો છે અને તારી આ પબ્લીસીટી એ લોકો કરી રહ્યાં છે... હજી ઘણું કરશે. તારે હવે એલર્ટ અને તૈયાર રહેવાનું છે. પૈસા તને અપાઇ ગયાં છે. એટલે હવે બધું ચાલુ જ થશે બાય ધ વે ક્રોન્ગ્રેચ્યુલેશન માય ડાર્લીંગ એમ કહીને ફલાઇગ કીસ આપી. રાજવીર પાપાની હેલ્થનાં કારણે થોડો ડીસ્ટર્બ હતો એ એના વર્તનમાં જણાઇ આવતું હતું પાછું એની માંનો ઉલ્લેખ થયો હતો એટલે વધુજ.. પણ એ સ્વસ્થ થયો અને અન્યાની ખુશીમાં ખુશી જતાવી પણ ઉત્તેજના બીલકુલ નહોતી.

અન્યાએ ખૂબ ખુશી જતાવી ત્યાંજ અન્યાના ફોન પર રીંગ આવી એણે જોયું કે ગુરુજી કૃષ્ણાચારીનો ફોન હતો. એણે તરત જ ઉપાડ્યો અને કહ્યું "નમસ્કારમ સર. ગુરુજીએ કહ્યું "અરે અન્યા તારાં ન્યૂઝ પેપરમાં મીડ ડે માં વાંચ્યાં અને ટીવી ન્યૂઝમાં પણ છે અહીં કલાસીસમાં પણ બધાજ ખૂબ આનંદમાં છે આજે તારો આવો ફોટો તારી સકસેસ જોઇ ખૂબ આનંદ થયો. બેસ્ટ લક માય ચાઇલ્ડ. અન્યાએ કહ્યું "સર હું આપને ફોન કરવાની જ હતી પણ હમણાંજ બધી ફોર્માલીટીમાંથી ફી થઇ. થેંક્સ સર. પછી સમય લઇને મળવા આવીશ. ટેક કેર બાય. એમ કહીને ફોન મૂક્યો.

ત્યાં અન્યાનાં ફોનમાં મેસેજની હારમાર આવી રહી હતી સતત મેસેજનાં ટયૂન આવી રહેલાં અને ફરીથી રીંગ વાગી એણે જોયું નેલસ્ન રોમેરોનો ફોન છે. એણે કહ્યું "હાય સર.... ત્યાં રોમેરોએ કહ્યું "હાય બેબી તારા ગયાં પછી આપણા પબ્લીસીંગ અને એડવરટાઇઝ યુનીટે બધેજ ન્યૂઝ આપવા માંડ્યા છે ટીવીમાં અહીંના વીડીઓ ક્ટ્સ બતાવવાનાં ચાલુ છે બધા મને ખૂબ અભિનંદન આપી રહ્યાં છે મેં ખાસ ફોન એટલે કર્યો છે કે આ ફોન નંબર પ્રાઇવેટ ખાસ માટે રાખ બીજા બે ત્રણ નંબર લઇ રાખ નહીંતર હેરાન થઇ જઇશ આપણી ઇન્ડસ્ટ્રીઝમાં આ નંબર કોઇને શેર ના કરીશ અને હાં તારી ઈન્ટ્રોડક્સન પાર્ટીનું આયોજન થઇ ગયું છે આવતી કાલે રાત્રે 9 વાગે તારી ઇન્ડ્રો પાર્ટી છે બધાં જ ફીલ્મી કલાકાર કસબી પ્રોડ્યુસર ડાયરેક્ટર અને ફીલ્મી હસ્તીઓ સામે તને રજૂ કરીશું તારો ઇન્ટરવ્યું થશે અને પછી ગ્રાન્ડ પાર્ટી બી. પ્રીપેર્ડ. બાય ડાર્લીંગ કહીને ફોન મૂક્યો અને અન્યા રાજવીર સામે જોઇ રહી.

રાજવીરે કહ્યું "વોટ હેપન્ડ ? અન્યાએ રોમેરોની બધી વાત કીધી નવા સીમ લેવા પડસે એવી વાતો કરી. રાજવીરે કહ્યું સાચી વાત છે પણ હું તને સમજાવું એમ કર આ નંબર તું બધાનેજ શેર કર જે કારણકે રોમેરો થી માંડી બધા પાસે આ નંબર છે નવા બે સિમ લે જેમાં તું પર્સનલ મારી અને તારી ફેમીલી સાથેજ વાત કરે એમની પાસેજ નંબર હોય અને બીજો સીમ જે તારે આ ઇન્ડસ્ટ્રીઝનાં જ પણ સારાં સંબંધ રાખવા હોય એવાને જ નંબર આપજે. આમ કુલ ત્રણ નંબર રહેશે બે ફોન રાખવા પડશે બીજુ તારો અત્યારનો જે અસલ નંબર છે એ કાયમ બધાને એંગેજ મળશે કારણ કે હવે 5 મીનીટ પછી સતત બીઝી રહેશે બધાનાં ફોન આવશે જ એમ કહી હસવા લાગ્યો. અન્યાએ કહ્યું આતો કંટાળાજનક છે હાઉ કેન આઇ મેનેજ ઓલ ધીસ ?

રાજવીરે કહ્યું "ડોન્ટ વરી એ ત્રીજો નંબર હું રાખીસ તારાં નામનો અને તારો સેક્રેટરી બનીને પડછાયો થઇશ તારી એપોઇન્ટમેન્ટ અને બધાં કામ હું મેનેજ કરીશ ઓકે ? ડોન્ટ વરી હું મારું જીમ અને બીજા કામ પણ સંભાળીશ યુ વીલ બી ઓકે નાઉ.

અન્યા એ રાજને કહ્યું એય આઇ લવ યુ તું મારું કેટલું ધ્યાન રાખે છે રાખીશ ? પણ તારું કે પાપાનું બગડવાનું ના જોઇએ અને પ્રોમીસ આપ પાપાનું ખાસ ધ્યાન આપીશ એ સમયે મારું પણ નહીં જોવાનું રાજવીરે કહ્યું ઓકે ડાર્લીંગ. અન્યાએ કહ્યું "ઓકે નહીં પ્રોમીસ મી. ... માય લવ પ્રોમીસ... ગોડ પ્રોમીસ.. રાજવીરે કહ્યું ઓકે અન્યા લવ એન્ડ ગોડ પ્રોમીસ...

રાજવીરે કહ્યું "હવે ઘર નજીક છે હું મારાં ઓળખીતાં સીમવાળાને સીમ વિગેરે લઇને તારાં ઘરે જ બોલાવી લઊં છું અને નંબર સીલેક્ટ કરી લઇએ હવે તું સેલીબ્રીટી થઇ ગઇ. .. એમ કહી હસતાં હસતાં કહ્યું "પણ મને ક્યારેય ના લટકાવતી. અન્યાએ રાજવીરને વળગીને કીસ કરતાં કહ્યું તું જ મારો માણીગર મારો સર્વસ્વ છે તને કેમ ટટળાવું કે લટકાવું ?

અન્યાનાં ઘરે આવ્યા બાદ થોડીવારમાંજ રાજવીરનો મિત્ર સીમ વિગેર લઇને આવી ગયો. નંબર સીલેક્ટ કરી લીધાં નવા ફોનનાં મોડલ જોયા ફોન સીલેકટ કરી લીધાં આમ કુલ બે સીમ અને બે નવાં લેટેસ્ટ સ્માર્ટ ફોન લેવાઇ ગયાં. ડોક્યુમેન્ટ અને પેપર્સની બધી ફોર્માલીટી પુરી થઇ ગઇ અને નવા મોબાઇલમાં સીમ નંખાઇ ને ચાલુ કરવા કહી દીધાં.

સેમ બધુ જોઇ રહેલો એ અન્યા પાસે આવીને બોલ્યો એમ મારી સેલીબ્રીટી ડોલ લવ યુ. તારું હવે શીડ્યુલ ખૂબ વ્યસ્ત રહેશે. અને રાજવીરની સામે જોઇ કહ્યું "રાજવીર થૈંક્યું વેરી મચ તું અન્યાનું આટલું ધ્યાન રાખે છે. શરૂઆતમાં મને તું... પણ તું તો ઘણો સંસ્કારી સેન્સિટિવ અને રીસ્પોશીબલ છોકરો છે. અગેઇન થેંક્સ દીકરા. એમ કહી સેમ ઓફીસ જવા નીકળ્યો અને સિધ્ધાર્થનો ફોન આવી ગયેલો. જતાં જતાં સેમે કહ્યું અન્યા તારો 50 લાખનો ચેક ભરાવવા મોકલી દીધો છે અને એક સ્માઇલ આપી નીકળી ગયો.

રાજવીરે કહ્યું "અન્યા યુ ટેઇક રેસ્ટ અને તું માં સાથે વાત કર તારે ઘણાં ફોન કોલ્સ કરવાનાં હશે અને આવશે તું બધુ અત્યારે પતાવ હું પાપા પાસે પાછો જઊં છું એમ કહીને અન્યાને કીસ કરીને ઉભો ત્યાં રૂબી આવીને કહ્યું "કેમ દીકરા જવુ છે ? કોફી કંઇ લાવું ? રાજે કહ્યું "ના આન્ટી ફરી કોઇ વાર અત્યારે પાપાને ઠીક નથી મારે ઘરે જવું પડશે એમ કહીને નીકળી ગયો.

અન્યાએ એની મોમ સાથે શાંતિથી બેઠી અને એક પછી એક ફોન આવ્યાં અન્યાએ એની માસી-માસા બધાં સાથે વાત કરી કેટલાંક પ્રોડ્યુર્સ અને ડાયરેક્ટ સીલેક્ટર્સનાં ફોન આવ્યા અન્યાને નવાઇ લાગી આટલીવારમાં મારો નંબર બધે પહોંચી ગયો ? કેવી રીતે ? કેટલાય મેગેન્ઝીન - ન્યૂઝયર્સનાં એડીટર્સનાં ઇન્ટરવ્યુ માટે સમય માંગતો ફોન આવ્યાં અન્યાએ બીજા સીમ ચાલુ થતાં આ ફોન જ બંધ કરી દીધો.

રાજવીરનાં ગયે બે કલાક ઉપર થઇ ગયાં હતાં અન્યાએ નવા નંબરથી રાજને ફોન કર્યો. રાજે ક્યું "યપ ડાર્લીંગ આ નવો નંબર હુ સેવ કરું છું આપણે આ પર્સનલ આપણે નંબર... એમાંથી વાત કરીશું અન્યાએ કહ્યું નંબર જોઇને ખબર પણ પડી ગઇ મારો છે ? રાજવીરે કહ્યું નંબર મેં પસંદ કરેલા. અન્યાએ કહ્યું "પાપાને કેમ છે ? રાજવીરે કહ્યું એકદમ સારું છે કાલથી ઓફીસ જવા કહે એમ કહીને હસ્યો. અન્યાએ કહ્યું "નો અંકલને ના પાડી દે હમણાં આરામ જ કરવાનો છે બીજું કંઇ નહીં બાકીનું તુંજ કરજે પછી મારું કે એમનું બધું જ એમ કહીને હસવા લાગી.

રાજવીરે કહ્યું "ઓકે અન્યા ડોન્ટ વરી. અને તું હવે આરામ કર જો રાતનાં 10 થવા આવ્યા કાલે સવારે તને ટાઇમ નહીં હોય ટેઇક રેસ્ટ. અન્યાએ કહ્યું "ઓકે બાય રાજ લવ યુ કહીને ફોન મૂક્યો.

રાજવીરે પાપાનો પેગ બનાવીને આપ્યો પછી પોતાનો બનાવ્યો બાપ દીકરો બંન્ને શાંતિથી સ્કોચની ચૂસ્કીઓ લેતાં લેતાં વાતો કરતાં રહ્યાં. રાજવીરે કહ્યું. પાપા તમે નિશ્ચિંત થઇ જાવ હું બધું જ જોઇ લઇશ હવે હું તૈયાર ગયો છું કાલે સવારે હું આપણો પેન્ટહાઊસમાં પણ જઇ આવીશ બધુ ફાઇનલ થઇ જશે. એમ કહીને સુમીધસિંહને નિશ્ચિંત કર્યા. સુમીધસિંહ મમતાભરી નજરે રાજવીરને જોતાં રહ્યાં.

************

અન્યા સવારે ઉઠી અને પોતાનો અસલ જૂનો મોબાઇલ ચાલુ કર્યો. પર્સનલ નંબરતો ચાલુ જ હતો. એ પર્સનલ નંબરનો એણે રાજવીર અને મંમી-પપ્પાને જઇ શેર કરેલો બાકી કોઇને નહીં જ.

જેવા ફોન ચાલુ કર્યો અને હીંગોરીનો ફોન આવ્યો. હાય બેબી ગુડર્મોનીંગ હેવ એ નાઇસ ડે. કેવી રહી નીંદર ? બેબી આજે રાત્રે તારી ઇન્ટ્રોની પાર્ટી છે તું તૈયાર થઇને 8.00 વાગે સ્ટુડીયો આવી જ્જે અને અહીંથી જ આપણી ડ્રેસ ડિઝાઈનર- મેકઅપ આર્ટિસ્ટ બધાં તને તૈયાર કરશે એટલે તારે કંઇ બોધર કરવાની જરૂર નથી આજે આખી દુનિયાને રોમેરો કેમ્પ - એની નવી ખૂબસૂરત ટેલેન્ટેડ હીરોઇનને ઇન્ટ્રોડકશન આપશે અને આજે સમય લાગશે તારાં ઘરે પાછાં આવ્યાની સમયની સીમા નહીં હોય એટલે પેરેન્ટ્સને જણાવી દે જે. બીજું કોઇ ચિંતા ના કરીશ અમે ઘરે સહીસલામત ડ્રોપ કરી દઇશું અને ખાસ કે તારે તારાં રીલેટીવ ફ્રેન્ડસ કોઇને પણ ઇન્વાઇટ કરવા હોય કરી દેજે અહીં ડ્રીંકંસ અને પછી ડીનર પાર્ટી છે એડ્રેસ સ્ટુડીયો નેલસન રોમેરો. રાઇટ હું તારાં પાપાને પણ ઇન્વાઇટ કરવા ફોન કરું છું મીસીસ બ્રિગેન્જાના અને તારાં ખાસ ફ્રેન્ડને પણ આવવા કહેજો. અમે પણ ફોન કરીશું. બાય ડાર્લીંગ અન્યાનો ફોન હાથમાં ને હાથમાં રહ્યો.

પ્રકરણ-22 સમાપ્ત.

રેટ કરો અને રિવ્યુ આપો

Chotaliya Chandresh

Chotaliya Chandresh 2 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 4 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા