રિવેન્જ - પ્રકરણ - 19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રિવેન્જ - પ્રકરણ - 19

પ્રકરણ -19

અન્યાએ રોમેરોને..... રાજવીરએ અગાઉ સમજાવેલું તે પ્રમાણેજ બોલી ગઇ... રાજવીરે સમજાવેલું કે કોરો ચેક નાં લઇશ ભલે આપે પણ આપણને ખબર નથી કે ન્યૂ કમરને કેટલાં આપતા હોય કામ જ કરવાની તો પુરુ વળતર વસુલ કરે છે અને રકમ એમનેજ ભરવા કહેજો એજ જે બોલે એમાં રકમ વધારે માંગી શકાય અને લીમીટ પણ સમજાઇ જાય નહીંતર ખોટ જશે ભલે બ્રિગેન્ઝા આંટી જાણકાર અને અનુભવી છે આ બધાંમાં....

રોમેરો ચાલાકી સમજી ગયો એણે સેમને ઉદ્દેશીને કહ્યું "તમારી દીકરી સુંદર ટેલેન્ટેડ અને ચાલાક પણ છે... વાહ અમે ન્યૂકમરને વધુમાં વધુ 15 થી 25 લાખ ઓફર કરીએ છીએ આનાંથી વધુ ના કરી શકાય કારણ કે બધુંજ જોખમ અમારા માથે હોય છે. ફીલ્મ બનાવવાનો એડવર્ડટાઇઝમેન્ટ પ્રોડકશન, ટેકનીકલ બધુજ અમારે જોવાનું હોય છે. અને મીસીસ બ્રિગેન્ઝા તો બધુંજ જાણે છે.

અન્યાનું તો મોઢુંજ પડી ગયું આં શુ કોરો ચેક આનો હતો ? રોમેરોએ એ જોઇ લીધું એણે કહ્યું આ અમારો ન્યૂકમર માટે રેટ પણ અન્યા બેબીતો ખાસ છે. અને અમને એની ટેલેન્ટ પર ભરોસો છે. એટલે ડબ્બલ ઓફર કરીએ છીએ. પૂરેપુરુ રીસ્ક લઇને પૂરા 50 લાખ આપીશું. અને તે પણ ફીલ્મ શરૃ કરતાં પ્હેલાં એડવાન્સ....બાકીનાં શુટીંગ દરમ્યાનમાં ખર્ચા તો જુદા...

મીસીસ બ્રિગેન્જા એ કહ્યું "હવે સાચી એમાઉન્ટ તે કીધી બાકી એ રેટતો 10 વર્ષ પહેલાં ચાલતી હતી આટલામાં તો સીરીયલ વાડી એમાઉન્ટ કહે છે એમ કહીને હસવા લાગ્યા. સેમ અને રૂબી પણ ખુશ થઇ ગયાં. પહેલે ઘડાકે 50 લાખ ? ?? બધાં અન્યા તરફ જોવા લાગ્યા અન્યાનાં ચહેરાનાં હાવભાવમાં કોઇ ફરક ના પડ્યો એણે રાજવીર સામે જોયું રાજવીરે ખબર નહીં શું સમજાવ્યું ઇશારામાં .... અન્યાએ કીધું વન્સ ફોર ઓ લ મારી પ્રાઇઝ હું નક્કી કરીશ અને મને મારાં કામ ટેલેન્ટ પર વિશ્વાસ છે સ્ટોરી સ્ક્રીપ્ટ મને આપજો તમે કરોડો કમાવાનાં છો એ ખબર છે મને હું 1 કરોડથી ઓછો એક રૂપિયો નહીં લઊં વિચારીલો નહીંતર બીજા કેમ્પ મને લેવા તૈયારજ છે ઇન્ડ્રસ્ટીઝ માં ઘણાં ખ્યાતનામ બેનર છે જ.

રોમેરો થોડો ખાસીયાણો પડી ગયો પછી થોડીવાર વિચારમાં પડી ગયો. હીંગોરી કંઇક બોલવા ગયો વચ્ચે એને અટકાવીને રોમેરોએ સીધું અન્યાની આંખોમાં આંખ પોરીવને કહ્યું "ઓકે ડન.... મને મંજૂર છે પણ મારી એક શરત છે કરારની શરતો ઉપરાંત ફીલ્મનું પ્રમોશન કરવા માટે ગ્રુપમાં બધે તારે પોતે આવવું પડશે ના નહીં પાડી શકે મંજૂર ? અન્યાએ ઉત્સાહનાં અતિરેકમાં રાજવીર સામે જોયા વિનાં જ કહી દીધું. ડન. અને રોમેરોએ તુરંતજ રાજીવરનાં હાથમાંથી બંન્ને કોપી લઇને કહ્યું લે ચલ કર સાઇન અને બાજુમાં ચેકમાં 1 કરોડની એમાઉન્ટ ભરીને અન્યાનાં હાથમાં ચેક આપી દીધો અન્યાએ સહી કરી દીધી અને વીટનેસમાં મીસીસ બ્રિગેન્ઝા અને સેમની સહી લીધી અન્યાએ રાજવીરની લેવા કીધું રોમેરો કહે ના એક ફેમીલી અને એક બીજી એમાં આ બે જણનીજ સહી જોઇએ જેના ઉપર અમને ભરોસો પડે એમ કહીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પોતે રાખીને અન્યાનાં હાથમાં કોપી આપી કહ્યું કોપીમાં એજ પ્રમાણે છે જે ઓરીજીનલમાં છે અને કોપી અન્યાએ જોયા વિનાં જ રાજવીરને આપી દીધી.

રોમેરોએ અન્યાની સાથે હસ્તધૂનની કર્યું અને બોલ્યો રોમેરો પ્રોડકશનની નથી હીરોઇન અન્યા ફર્નાન્ડ્રીઝ અને એની સાથે બહાર ઉભેલાંજ મીડીયા - જર્નાલીસ્ટ અંદર ઘસી આવ્યા અને ફોટો લેવાની અને વીડીયો પાડવાની જાણે હરિફાઇ લાગી.

હીંગોરીએ શેમપેઇનની બોટલ હલાવીને ખોલી અને એણે પાણીમાં લઇ પહેલાં અન્યાને આખી અને બીજી રોમેરોને પછી. બીજાઓને એનાં સેફ એ ટ્રેમાં કાઢીને આપવા માંડી.

રાજવીર થોડો ડીસ્ટર્બ થઇ ગયો એને કંઇક કહેવું હતું પણ કંઇ બોલી ના શક્યો એને થયું આ રોમેરો 50 લાખથી એકદમ કરોડ સુધી તરત કેમ આવી ગયો ? અન્યાએ મને પેપર્સ જોવા ના આપ્યા સાઇન કરી દીધી ઠીક છે કોપીતો છે મારી પાસે હું વાંચી અને લીગલ એડવાઇજરની સલાહ પણ પછી લઇ લઇશ.

અન્યાએ બીજી પ્યાલી માંગી હીંગોરી પાસે અને એણે રાજવીરનાં હાથમાં આપી અને બંન્ને જણાએ ચીયર્સ કર્યું રાજવીરે કહ્યું "અન્યા આઈ વીશ યુ યોર સકસેસ ઇન એવરીથીંગ માય ડાર્લીગ અન્યાએ થેક્યું કહીને બધાની સામે રાજવીરને કીસ કરી રાજવીરે પણ કીસ કરીને વીશ કર્યું.... રોમેરો હીંગોરી બધુ જોઇ રહેલાં એમનાંથી સહન નહોતું થઇ રહ્યું પણ કોઇ ઓપશન નહોતું કંઇક વિચારીને મંદ મંદ હસી રહ્યો હતો.

ફીલ્મી પાર્ટીઓમાં થાય એમ અન્યાનું પણ ફીલ્માં ડેબ્યુ કરવાનું નાના પાયે ઉજવાઇ ગયું નેલસન રોમેરોએ પછી બધા મીડીયા સામે ડીકલેર કર્યું કે અન્યાની ફીલ્મમાં કાસ્ટીગ થઇ જાય અને ફીલ્મનું શુટીંગ ચાલુ થાય ત્યારે બીજી પાર્ટીનું આયોજન કરીશું અને નેશનલ લેવલ પર અન્યાનું ડેબ્યું પાર્ટી રાખીને બધાની સામે પહેલીવાર ફીલ્મનું બેનર અને અન્યાને રજૂ કરીશું.

રોમેરોએ અન્યાને કોન્ગ્રેચ્યુલેશન કીધું અને એને વળગીને ગાલ પર કીસ કરી વીશ કર્યું હીંગોરી તરતજ પાછળ હતો એણે પણ હગ કરીને કીસ કરી. ફ્રેડીએ આવીને એને વીશ કર્યું આમ એક પછી એક બધાં આવ્યાં બધાએ વીશ કર્યું અને ત્યાંજ બીજા-મેકમમેન - વીલીયમ, ડાન્સ ડાયેરેક્ટર હગાથા મેકવાન, અને સ્પોટબોય -સલીમ સુધી બધા આવીને વીશ કરી ગયાં. હીંગોરીએ બધાની ઇન્ટરોડક્શન આપી.

બધાની સાથે મળતાં અન્યાએ બધાને નામ સાથે ઓલખ્યાં એ કાચની કેબીન બહાર બે ત્રણ જણાં હતાં જે અંદર ના આવ્યાં અન્યાની નજર એ તરફ ગઇ પણ એને થોડું આછું આછું દેખાય છે. કદાચ મેં ક્યાંક જોયાં છે પણ ઓળખી ના શકી પણ બધી ધમાલમાં પાછી વિસરી ગઇ.

બધીજ ફોર્માલીટીજ પુરી થયાં પછી રોમેરોએ અન્યાને અને સેમને બાજુમાં બોલાવ્યા કહ્યું "બેબી આ એક કરોડનો ચેક મારી સાઇનવાળો આપ્યો છે એક કરોડ ફાઇનલજ પણ આ ચેક તમારી પાસે રાખવાનો જમા નથી કરવાનો, પણ બેંકમાં તમારે ભરવાનો નથી હું આ બીજો એક 50 લાખનો આપુ છું એ ભરજો અને બાકીનાં 50 લાખ કેશ આપીશ.... અમારે આઇ.ટી.નું બધું જોવુ પડે છે અને આ એક કરોડનો ચેક સાચવજો 50 લાખ ક્રેશ તમને પહોચાડું ત્યારે પાછો આપજો.....

સેમને તો આવા ટ્રાન્સેક્સનની બંધી ખબરજ હતી એ થોડો ખચકાયો એણે કીધું બધાં વ્હાઇટનાં જ આપો હું જ એંટીકરપશનનો ચીફ છું તમે આવી ઓફર કેવી રીતે કરી શકો ? રોમેરોએ કહ્યું "સર અમને ખબર છે પણ અમારી ઇન્ડ્રસ્ટ્રીઝમાં શક્ય નથી બેબીને હું 50 લાખથી વધુ ચેકથી આપીજ ના શકું નેવર પ્રથમ ફીલ્મનાં ક્યારેય આર્ટીસ્ટનો ન્યૂકમરનો ભાવ જ નથી પ્લીઝ સર કોઓપરેટ મી પ્લીઝ હમણાં રાખો પછી કંઇક રસ્તો નીકળેતો કાઢીશું આ કોઇ કરપ્શનનાં તો પૈસા નથી આપતું ફેર ડીલ છે બસ ટ્રાન્ઝેકશન કેશ કે ચેકમાં કરુ છું. મારી પાસે આનાંથી વધુ કોઇ રસ્તો નથી. તમે વિચારી લો પછી મને જણાવો. મને વાધો નથી મારી સાઇડ ક્લીયર કરી દીધી.

સેમ વિચારમાં પડી ગયો. થોડુંક વિચાર્યા પછી કહ્યું ઠીક છે પણ હું તમને ક્હું એ પ્રમાણે કેશ આપવી પડશે અને બધુજ મળી ગયાં પછી 1 કરોડનો ચેક પાછો મળશે. "રોમેરોએ કહ્યું "સર... સર... તમે કહેશો એમ જ કરીશ એમ ગોળ ગોળ જઇને બોલ્યો. સેમે કહ્યું ઠીક છે. અને બધુજ ફાઇનલ થયા પછી અન્યા પાસે એ લોકો આવ્યાં.

રાજવીરે અન્યાને પૂછ્યું "શું શું બાજુમાં લઇ જઇને શું કીધું ? બધુ ઓકે છે ને ? અન્યાએ કહ્યું બધુજ ઓકે પછી તને જણાવું છું એમ કહીને બધા વીશ કરતાં હતાં એને જવાબ આપવા લાગી. રાજવીરને કંઇક ગરબડ લાગી પણ ચૂપ રહ્યો.

સેમે રોમેરોને કહ્યું ઓકે સર અને રજા લઇએ ખૂબ આનંદ થયો અને ખાસ કે મારી દીકરીને એવું સારું મૂલ્યાંકન કરીને આપની ફીલ્મમાં ચાન્સ આપવા માટે થેંક્યુ. રોમેરો કહે આતો અમારો પ્રોફેશન છે એમાં થેક્યુ શું બેબીએ એ પ્રમાણે કામ પણ કરવાનું છે ને ? એમ કહીને હીંગોરી સામે જોયું.

હીંગોરીએ કહ્યું "અન્યા બેબી હવે અમે ડેટ્સ તૈયાર કરીને તને જણાવીશું એમાં સાવ ફ્રી રહેવાનું કોઇ બીજા પ્રોગ્રામ કે ટુર નહીં કરવાની અને અહીં સ્ટુડીયો કે આઉટડોર શુટીંગ માટે તૈયાર રહેવાનું અને સહકાર આપવાનો. આપણે એવી ફીલ્મ બનાવીશું કે આજસુધી એવી હીટ નહીં હોય. રોમેરો કહે સાચી વાત છે આજ સુધી હોટ નહીં હોય ? અન્યાએ પૂછયું હોટ ? રોમેરો કહે સોરી ફોર ઓન્લી હિટ.. હીટ... સુપર હીટ.. અન્યા કહે ઓકે.

રાજવીરે છેલ્લો ડાયલોગ સાંભળીને કહ્યું "અન્યા લેટ્સ ગો બેક ટુ હોમ. બાય ધ વે મી. રોમેરો અને હીંગોરી સર ગુડ બાય એમ કહીને રાજવીર અન્યાનો હાથ પકડીને બહાર દોરી ગયો. પાછળ સેમ રૂબી અને મીસી બ્રિગેન્ઝા પણ બહાર આવ્યાં બધાં ઘર તરફ જવા નીકળ્યા. હીંગોરીએ રોમેરોને ક્યું "કૂડી ફસ ગઇ અને બંન્ને એકબીજાને તાળી આપતાં હસી પડ્યા.

પ્રકરણ - 19 સમાપ્ત.

રેટ કરો અને રિવ્યુ આપો

Sheetal Pathak

Sheetal Pathak 10 માસ પહેલા

Prafulla Chothani

Prafulla Chothani 10 માસ પહેલા

Shreya

Shreya 2 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા