રિવેન્જ - પ્રકરણ - 18 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

રિવેન્જ - પ્રકરણ - 18

પ્રકરણ -18

નેલસનનાં રોમેરો સ્ટુડીયોની સીક્યુરીટી ચીફ રણજીતસિંહ એ મી. નેલસને જાણ કરી કે "સર આપનાં ગેસ્ટ મીસીસ બ્રેગાન્ઝા સાથે આવી ગયાં છે અને નેલસન પોતાની ચેમ્બરમાંથી નીકળીને બહારની તરફ આવ્યો એની નજર મીસીસ બ્રેગાન્ઝા પર પડી અને મી. સેમને હાથ મિલાવીને વેલકમ કર્યું. પણ એની નજર અન્યાને શોઘી રહી હતી એ ક્યાંય નજરે નહોતી પડતી. એણે કહ્યું "વેર ઇઝ અન્યા ?

સેમે નેલસનને જવાબ આપ્તાં કહ્યું "શી ઇઝ કમીંગ.. લો આવી ગઇ અને ત્યાંજ રાજવીરનાં બાઇકે મોટો દરવાજો ક્રોસ કરીને બધાં ઉભા હતાં ત્યાં આવી ગયાં. રોમેરોએ અન્યાને રાજવીરની બાઇક પર એને વળગીને બેસીને આવતી જોઇ અને એનાં મોઢાંમાં જાણએ કાંકરો આવી ગયો હોય એમ મોઢું કટાણું થઇ ગયું એણે કહ્યું ઓહો અન્યા પાછળ કોઇની સાથે બાઇક પર આવી... હુ ઇઝ ધીસ ફેલો ?

સેમે નારાજ નેલ્સનને કહ્યું "હી ઇઝ માય ફેમીલી એમ કહી વાત ટૂંકાવી પણ નેલસનનો મૂડ સરખો ના થયો ત્યાં અન્યા રાજવીરનો હાથ પકડી છેક નેલ્સન સામે આવી અને બોલી "હેલો મી. નેલસ્ન હાઉ આર યું ? આઇ હોપ યુ આર ફાઇન. નેલસનતો અન્યાને જોતોજ રહ્યો.એ કોની સાથે આવી છે એ શું બોલે છે કંઇ ભાન ના રહ્યું અને અન્યાની સુંદરતામાં જ ખોવાઇ ગયો એની મેગ્નેટીક પર્સનાલીટીથી ફરી ઘવાયો. બોલવામાં થ.થ.ફ.પ. કરતો પછી સ્વસ્થ થતાં બોલ્યો ઓહો અન્યા બેબી વેલકમ વેલકમ યું. આર. લૂકીંગ સો બ્યુટીફુલ એઝ યુઝઅલ. આજે રોમેરોનો સ્ટુડીયો ઝળકી ઉઠ્યો.

નેલસ્ને મલકતાં ચહેરે બધાને વેલકમ કરીને પોતાની ચેમ્બર તરફ દોરીને લઇ ગયો. મનમાં બોલી ઉઠ્યો એકવાર તું મારી ટ્રેપમાં આવી જા બેબી પછી મારાં ખેલ જો..... પછી પાછો હસ્તાં હસ્તાં કહે આજે તો સવારથી તારી રાહ જોવાય છે. આજે રોમેરો ઇન્ટરનેશનલ ફીલ્મસ નવુંજ સોપાન જાણે મેળવી રહી છે. તારી સંમતિ થઇ જાય તો બસ સીધું ફીલ્મનું મૂહૂર્ત કરી લઇશું. હમણાં મી. હીંગોરી પણ આવી પ્હોચશે અંદર એક સસ્પેન્સ સીરીયલનો શુટીંગમાં વ્યસ્ત છે રાત્રે 2 વાગ્યાથી શુંટીગ ચાલુ છે હમણાં પુરુ થશે.

સેમ અને રૂબીતો સાંભળતાં જ રહ્યાં રાત્રે બે વાગે શુંટીગ ચાલુ થાય ? સેમથી ના રહેવાયું આટલી મોડી અડધી રાત્રે શુટીંગ ? રોમેરો એ કહ્યું ઘણી વાર એવું થાય એમાં નવાઇ જેવુ શું છે ? એક્ટર્સ કે ડાયરેક્ટર બીજા શુટીંગમાં વ્યસ્ત હોય અને ટારગેટ પ્રમાણે એપીસોડ પુરો કરવાનો હોય તો રાત્રે પણ શુટ થાય અમારે ત્યાં દિવસ રાત જેવું કંઇ હોતું નથી 24 કલાક દિવસજ જ્યારે ઇચ્છા થાય ત્યારે બ્રેક અને ઇચ્છા થાય ત્યારે શુટીંગ જરૂરીયા

ત અને પ્રોડ્યુસરની ડીમાંડ ધ્યાનમાં રાખવી પડે કારણ કે એ લોકો પાસે બધાં ટારગેટસ હોય છે કોણ કઇ શીફ્ટમાં આવશે ખબર નથી હોતી અને જ્યારે એક્ટર સ્ટાર થઇ જાય પછી એલોકોનાં નખરા સહેવા પડે છે એમ કહીને અન્યા સામે જોયું.

એની વે આવું બધું તો ચાલ્યા કરે... અમારી લાઇફ બીજા લોકોની નોરમલ લાઇફ જેવી ક્યાં હોય છે ? હું અહીં તમારી સાથે મીટીંગ કરીને હૈદ્રાબાદ જઇશ ત્યાંથી રાત્રીની ફ્લાઇટમાં સીંગાપુર જવાનો ... ક્યાં કંઇ ? એમ અધૂરી વાત છોડીને બધાને અંદર લઇ આવ્યો.

રાજવીર અને અન્યા બધી વાતો સાંભળીને એકબીજા સામે જોવાં લાગ્યાં. રોમેરોને થયું મારાથી વધારે રીએક્ટ થઇ ગયું લાગે... એણે વાતને વાળી લેતાં કહ્યું "અરે આ બધાં વાતાવરણમાં પાછળથી બધાં ટેવાઇ જાય છે અને એની પણ મજા લે છે... ઓવર ઓલ આ ઇન્ડસ્ટ્રી, મજાની અને નામ દામ મેળવવાની છે... પ્લીઝ કમ એમ કહીને બધાને ચેમ્બરમાં ચેર્સ પર બેસવા માટે ઇશારો કર્યો.

આખી ચેમ્બર સ્ટુડીયોમાં જુદી પડતી હતી સ્ટુડીયોમાં મોટાં મોટાં હોલ -નાની રૂમો - સામે સ્ટોરરૂમ હતું જ્યાં જેવી જરૂર પડે તેવાં સેટ ત્યાં સજાવવામાં આવતાં... કંઇક જુદીજ દુનિયા હતી. એની ચેમ્બર ખૂબ વિશાળ હતી એના કાચનાં ટેબલ સામે ચાર ખુરશી એની પાછળ બીજી ત્રણ ખુરશી અને ચેમ્બરમાં પણ અંદર બીજા બે રૂમ જેવું દેખાતું હતું કદાચ એમાં કોન્ફરન્સ હોલ - ટોયલેટ -પેન્ટ્રીસ બેડરૂમ બધુ હોવું જોઇએ એવું લાગતું હતું જાણે એક અલાયદુ એપાર્ટમેન્ટ હોય એવું લાગતું હતું પણ ઇન્ટીરીયર ખૂબજ અફલાતૂન હતું લાઇટીંગ વિગેરે ખૂબ સરસ લાગેલું હતાં એક્સપેન્સિવ ઝુમર હતાં અને બસ બધું જોયા કરવાનું મન થતું હતું.

રોમેરો એની ચેર પર બેઠો. બધાં સામે કેટલીક ચેર્સ હતી

રોમેરોએ એક એની પાસેની ખાસ ખુરશી પર અન્યાને બેસવા કીધું અને સમજાવ્યું ધીસ ઇઝ સ્પેશીયલ ચેર બેબી હમણાં બીજા લોકો પણ તને મળવા આવશે એ લોકોનું બધાની નજરમાં રેહેવી દેખાવી જોઇએ. અને એણે સીધું મીસીસ બ્રિગેન્ઝાને કહ્યું યસ મીસીસ બ્રિગેન્ઝા હાઉ આર યુ ? ઘણાં સમયે મળવાનું થયું.

મીસીસ બ્રિગેન્જાએ કહ્યું "હાં હું યુએસ હતી અને એની આગલી રાત્રે જ આવી હતી. બાય ધ વે વેર ઇઝ હીંગોરી ? રોમેરોએ કહ્યું " હી ઇસ કમીંગ ઇન સમ ટાઇમ. બાય ધ વે આપણે વાત ચાલુ કરીએ ?

રોમેરોએ બોલવાનું શરૂ કર્યું અન્યાના પ્રોગ્રામનાં દિવસેજ અમે અન્યાને લોન્ચ કરવાનું નક્કી જ કરી દીધેલું એની સુંદરતા એની ટેલેન્ટ જોઇને અમને હીરોઇન મટીરીયલ લાગેલું અને ફીલ્મમાં આવે તો આખી ઇન્ડસ્ટ્રીઝ ખળબળાટ મચાવી દેશે. આવી નેચરલ બ્યુટી ઇન્ડસ્ટ્રીએ વરસોથી જોઇજ નથી અત્યાર સુધી વહીદા, હેમા, શ્રી દેવી, એશ્ચર્યા પછી અન્યાજ છે… જે આવી સુંદરતા ધરાવે છે એમાં નથી મેકઅપની કમાલ કે નથી કોઇ ફોટોગ્રાફી ટેકનીક...

રોમેરો અન્યાનાં વખાણ કરી રહ્યો ત્યાંજ એની ચેમ્બરમાં હીંગોરી અને ફ્રેડી એ એન્ટ્રી મારી બધાની નજર પડી અને ફ્રેડી તો અન્યા પાસે દોડી આવી અને બોલી હાય બેબી આઇ એમ સો ગ્લેડ ટુ સી યું હીઅર.. અને પછી બધાને હાય કહી પાછળ ચેર પર બેસી ગઇ.

હીંગોરીએ આવીને સેમ અને મીસીસ બ્રિગેન્જાને હાય કહીને અન્યા પાસે આવીને હાય ! વેલકમ કહીને પછી રાજવીર તરફ ત્રાંસી નજરે જોઇને મોં બગાડીને રોમેરોની નજીક જઇને બેસી ગયો.

નેલસને કહ્યું "મી.સેમ આપણે અન્યાની વાત આગળ વધારીએ એણે અન્યાની સામે સ્માઇલ આપતા કહ્યું અમારી પહેલી ફીલ્મમાં અન્યાને અમે ચાન્સ આપવા માંગીએ છીએ અમારાં રોમેરો ઇન્ટરનેશનલ ફીલ્મસ ઘણી હીટ ફીલ્મો આવી છે સાથે સાથે ઘણાં હીરો-હીરોઇનની જીંદગી બનાવી છે અને અનેક પ્રખ્યાત કિંમતી એવોર્ડથી નવાજ્યા છે જેનો રેકોર્ડ આપને જાણ જ હશે. મીસીસ બ્રિગેન્ઝા તો જાણેજ છે.

સેમે કહ્યું "મારી એકની એક દિકરી છે અને અમે એની કેરીયર એવા કુશળ અને સેફ હાથમાં અને બેનર પાસે કામ કરવા ઉત્સુક છીએ. એની કેરીયર ખૂબ જ આગળ વધે અને જીવનમાં નામ કરે.

રોમેરોએ અત્યારેથી જ બોલવાનું ચાલુ કર્યું એના માટે રોમેરે ઇન્ટરનેશનલ ફીલ્મ યોગ્યજ પસંદગી છે અને અમારાં જગ પ્રસિદ્ધ ડાયરેક્ટર મી. હીંગોરીએ તો બધી હીટ ફીલ્મસ આપી છે હવે સીરીયલ પણ લોકપ્રિય બનાવે છે.

અમને પુરી શ્રધ્ધા છે કે અન્યા પહેલીજ ફીલ્મથી લોકજીભે ચઢી જશે. અને એક પછી એક હીટ ફીલ્મ આપશે અત્યારે સુધી શાંત હીંગોરીએ કહ્યું "રોમેરો સર કહે એજ ફાઇનલ અત્યાર સુધી એમનાં બોલેલાં શબ્દો સાચાં પડ્યાં છે અને અન્યાને અને ફેમસ હીરોઇન બનાવી દઇશું અને એની સ્ક્રીપટ બધુ જ રેડી છે અમને પણ એક સુપરહીટ ફીલ્મની જરૂર છે બસ આજ તક અન્યાએ પણ ઝડપવાની છે.

હીંગોરીએ કહ્યું આ અમારી ઓફર છે એમ કહીને ડ્રોઅરમાંથી એક ફાઇલ કાઢીને એમનાં હાથમાં આપી. સેમે ફાઇલ હાથમાં લીધી અને ખોલીને અંદર વાંચવા લાગ્યો. ફાઇલમાં છેક ઉપર એક કવર હતું એ કવરમાં બ્લેન્ક ચેક હતો એનાં નીચે એની સહી હતી. ફાઇલમાં પેપર્સમાં અન્યાને કરેલી ઓફર હતી અને ફીલ્મનો કોન્ટ્રાક્ટર હતો એમાં ફીલ્મ નંબર 213 લખેલું હતું નામ નહોતું પછી થી બધી ટર્મ્સ ઝીણાં અક્ષરે પ્રીન્ટ કરેલી હતી.

રોમેરોએ કહ્યું એ શાંતિથી વાંચજો બાકી ઓફરમાં આ બ્લેન્ક ચેક છે એમાં રકમ ભરી દેજો અને કોન્ટ્રાક્ટ સહી કરીને આપી દો એટલે વાત નક્કી થઇ જાય સેમે અન્યાએ રાજવીર સામે જોયું અન્યાએ કહ્યું "પાપા રાજવીર ટર્મ્સ જોઇ લેશે પણ ચેક કોરો નહીં એમાં એમાઉન્ટ ભરીને આપી દે પછી નક્કી કરીએ.

પ્રકરણ -18 સમાપ્ત

અન્યાની વાત સાંભળી હીંગોરી -રોમેરો સડક થઇ ગયાં આગળ વાંચો શું નક્કી થશે ?