રીવેન્જ - પ્રકરણ - 11 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 11

પ્રકરણ - 11

રીવેન્જ

મીસીસ બ્રિગેન્ઝા જે અન્યાની પડોશી હતી એમની ઉમર 55 આસપાસ હશે. આમતો વરસમાં છ મહિના યુ.એસ. જ હોય છે.એમનાં હસબંડ આર્મીમાં હતાં અને બોર્ડર પર જ મૃત્યુ પામેલાં પૈસો ખૂબ હતો સરકારી સવલતો અને પેન્શન ખૂબ આવતું એકનો એક છોકરો છે જે યુ.એસ. છે અને ત્યાંની કોઇ ગોરીને પરણી ગયો છે ત્યાં સેટલ છે. મીસીસ બ્રીગાન્ઝા 6 માસ ત્યાં રહે અને બાકી અહીં.. મન અને વિચારોથી ખૂબ બોલ્ડ, શોખીન અને નિયમિત ડ્રીંક લેનારા છે એમનાં હસબંડને કંપની આપવામાં એડીકશન થઇ ગયું છે પરંતુ કાયમ હસમુખા રહે અને એમનાં સંપર્કો ઘણાં છે પોતાની યુવાનીમાં કેરીયરમાં ફીલ્મી પત્રકાર હતાં અને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણાં સંપર્ક થયેલાં પછી પાછળથી કર્નલનાં કહેવાથી જર્નાલિઝમ છોડી દીધું પણ સંપર્કો અને સંબંધો જીવંત રહ્યા.

અન્યા પાડોશી હોવા સાથે બ્રિગેન્ઝાને એ ખૂબ ગમતી પણ હતી પોતાને દીકરી નથી તો એ અન્યામાં ખોટ પૂરી કરી દેતાં અન્યાની મંમી રૂબી અને પાપા સેમ સાથે થોડાંક જ સમયમાં ખૂબ નીકટનાં સંબંધ થઇ ગયાં હતાં. અને પાછાં બન્ને ક્રીશ્ચીયન હતાં આજે અન્યાને અચાનક ચર્ચમાં મળી ગયાં અને અન્યાને પાછો અભિપ્રાય આપી દીધો. "અન્યા યુ આર સો બ્યુટીફુલ માય બેબી આ ફીલ્મમાં તું અવ્વલ હીરોઇન બની શકે એ ચોક્કસ વાત છે. બાય ધ વે તને હીંગોરી અને રોમેરોએ ઓફર આપી છે તો એ ચોક્કસ વાત છે કે તને ટોચ પર પહોંચાડી દેસે પણ..... એક વાતનું ધ્યાન રાખવાનું એ બંન્ને રાસ્કલ એટલાં નીચ પણ છે પણ તારી સાથે એવું કંઇ નહીં કરે બટ બી કેરફુલ પણ ડરી ડરીને ક્યાં સુધી જીવાય ? અને છુટા પડતાં કહ્યું "બાય બેબી હેવ એ નાઇસ ટાઇમ હું ચર્ચથી બજાર જઇને ઘરે જઇશ. તારે કંઇ લાવવાનું છે ?

અન્યાએ કહ્યું "આંટી નો.. કાંઇ નહીં થેક્યું એન્ડ થેક્સ અગેઇન ફોર એડવાઇઝ એન્ડ સપોર્ટ મીસીસ બ્રીગાન્ઝાએ હસતાં હસતાં કહ્યું "ઇટ્સ માય પ્લેઝર ડાર્લીંગ બાય. થોડે આગળ જઇને પાછા ફરતાં અન્યાને બૂમ પાડી. અન્યા ટર્ન લઇને ચર્ચની બહાર નીકળવાં જ જતી હતી અને આંટીની બૂમ સાંભળીને ઉભી રહી ગઇ.

મીસીસ બ્રિગેન્ઝાએ એકદમ નજીક આવીને કહ્યું "બેબી એક ખાસ વાત કરવી ભૂલી ગઇ અહીં મીસ ફ્રેડી પણ આવે છે આપણાં સમાજની છે અને એ એક નંબરની ચાલુ છે. છે ખૂબ જ મીઠી પણ એનું કામ કઢાવવા આપણો ઉપયોગ કરતાં અચકાય એવી નથી... જસ્ટ તને કહી રાખું મેં તને એની સાથે વાત કરતાં જોઇ એટલે કહું છું.

અન્યાએ કહ્યું "થેંક્સ આંટી, પણ હું એમની સાથે ખાસ ઇન્વોલ્વ નથી એ પૂછે એટલાં જ જવાબ આપું અને કામથી કામ રાખું એ મને ફીલ્મમા આવવા સમજાવ્યા કરે છે કે તું ખૂબ હીટ જઇશ યુ આર સો બ્યુટીફુલ એન્ડ હોટ. એમ કહીને અન્યા હસી પડી.

મીસીસ બ્રિગેન્ઝા કહ્યું "એ તો તું છું જ ડાર્લીંગ. પણ થોડું સાવધ રહેવાનું બીજી કાંઇ નહીં બાકી ધૂળતો પણ ખમ પડે છે. બગાડવું કોઇ સાથે નહીં બટ બી કેર ફુલ .

અન્યાને કહ્યું "યપ આંટી આઇ વીલ. બાય આન્ટી કહીને અન્યા ચર્ચમાંથી બહાર નીકળી. થોડીવાર આજુબાજુ જોયું અને પછી સ્ટેશન તરફ ચાલવા લાગી એણે ફોનમાં રાજવીરનો નંબર જોઇને ડાયલ કર્યું અને રાજવીરને કહ્યું રાજવીર ચાલને આજે ક્યાંક જઇએ મારે ફ્રેશ થવું છે અને મજા લેવી છે. કાલની સકેસસ તારી સાથે ઉજવવી છે આવે છે ?

રાજવીરે ઉત્સાહમાં આવીને કહ્યું "યસ બેબી આઇ એમ કમીંગ.... મૈં તો મર રહા હૂં તેરે સાથ મજા લેને કે લીયે... અન્યાએ કહ્યું "એય રાસ્કલ એવી મજા નહીં. ક્યાંક પબમાં જઇએ અને ડાન્સ-ડ્રીંક કરીએ. રાજવીરે ચોકન્ના થતાં કહ્યું" યસ ડાર્લીંગ હું એજ અર્થમાં કહું છું... ક્યાં છે તું ? હું ક્યાં આવું ?

અન્યાએ કહ્યુ "તું માહીમ સ્ટેશનથી મને પીક કર હું ત્યાં વેઇટ કરું છું હું હમણાંજ ચર્ચમાંથી નીકળી છું. રાજવીરે કહ્યું "ઓહ ગુડ હું માહીમ જ છું જસ્ટ વેઇટ હું આવું જ છું અન્યાએ કહ્યું ઓકે પ્લીઝ કમ.

થોડીવારમાં રાજવીર આવી ગચો અને અન્યાને ઉભેલી જોઇએ એકમદ પરી જેવી સુંદર દેખાતી હતી. એણે વાળ સુંદર ઓળેલા થોડાં સોનેરી બ્રાઉન કાળાની મિશ્ર ગુંથળી પવનથી ઉડી રહેલાં એનાં કામણગારાં ગુલાબી હોઠ જોઇને ચૂમી લેવાનું મન થાય એટલાં મીઠાં હતાં એણે સ્કર્ટ અને ટોપ પહેરેલું આખા તનમાંથી સૌદંર્ય ડોકીયા કરતું હતું એનો ઘાટીલો સોહમણો ચહેરો મેગ્નેટીક અસર કરતો હતો કોઇ પણ એને જોયાં વિના જઇ નાં શકે એવી સુંદર લાગી રહી હતી એનાં પયોધરનાં ઉભાર એટલાં ચૂસ્ત અને ગોળાકાર દેખાતા હતાં કે જોઇને જ ઘાયલ થવાય. એનાં સ્કર્ટની નીચે દેખતાં ઢીંચણથી ઉપર સુધીનાં પગનાં દર્શન પાગલ બનાવ્યો હતાં નખશીખ જાણે સૌદર્યનાં ખજા

નો હતી. આંકો તો જાણે મધુશાલા હતી પીધાં વગર ચાલે નહીં.....

રાજવીર આવીને અન્યાને ક્યારનો ધૂરી રહેલો અને મનમાંને મનમાં અન્યાનાં સૌંદર્યને વાચા આપી રહેલો. અન્યાએ રાજવીરને જોઇ રહેલો જોઇ બોલી એય મજનૂ ક્યાં ખોવાયો. સાંભળે છે ? શું મારી સામે આમ ટીકી ટીકીને જોયાં કરે છે ? બોલતો ખરો ?

રાજવીરે કહ્યું "ઓ મારી સ્વર્ગની અપ્સરા બસ ક્યારનો તને જોઊં છું અને માથાથી પગ સુધી તારી સુંદરતાનું પાન કરી રહ્યો છું તે મને આજે સાવ ઘાયલ કર્યો તું એટલી સુંદર છે કે હું આખું જીવન તારી પૂજા કર્યા કરું તોય ના ધરાઊં.... તને બસ પ્રેમ કર્યા કરું તને ઇશ્વરે એવી ઘડી છે કે.. “એય મીસ્ટર બહુ થયું હવે મને બહુ ચણાનાં ઝાડ પર ન ચઢાવ ચાલ આપણે ક્યાંક મસ્ત જગ્યાએ જઇએ મારે મજા માણવી છે. “

રાજવીરે કહ્યું "ગુલામ હાજર છે બોલને ક્યાં લઇ જઊં ? પણ એક જ શરત.... અન્યાએ કહ્યું શું ? આજની પાર્ટી ફક્ત મારા તરફથી... બઘુંજ મારાં તરફથી અને પ્રેમમાં બધું જ તારાં તરફથી ... પ્લીઝ. અન્યાએ બાઇક પર બેસતાં પ્હેલાં રાજવીરની આંખોમાં પ્રેમનું તોફાન જોયું... થોડીવાર વિચારી રહી પછી કહ્યું “ઓકે ડન.... મંજૂર” અને હસતી હસતી રાજવીરની પાછળ બેસી ગઇ. રાજવીરે આજે જાણે જગ જીતી લીધું હોય એવો એક્ષસાઇટ થઇ ગયો........

અન્યા આજે ખૂબ ખુશ હતી અને રાજવીરની આંખોમાં મૂડ અને આનંદ જોઇને એ પણ ખૂબ ખુશ હતી. એ બાઇક પર બેઠી અને રાજવીરને કમરમાં હાથ પરોવીને ચૂસ્ત અડકીને બેસી ગઇ. રાજવીર જાણે પુષ્પકમાં બેસી સ્વર્ગમાં વિહાર કરતો હોય એમ બાઇક મારી મૂકી...

રાજવીરે કહ્યું "ડાર્લીંગ ક્યા પબમાં જવું છે ?“ તું કહે એમાં જઇએ. કા લાલા, સોશીયલ, બોમ્બે બ્રોન્સા, ઘ ફેટો, ડૂલ લી ? બટર ફલાય ? અન્યાએ કહ્યું "આવાં પબમાં નહીં તુ સીધાં બેન્ડ સ્ટેન્ડ પાસે હાઉસ ઓફ નોમાડ લઇ લે બાંદરા વેસ્ટ ત્યાંજ મજા આવશે અને તારે ગાડી લઇને આવવું જોઇએ ને જ્યારે જુઓ ત્યારે ફટફટીયું લઇને આવી જાય છે.

રાજવીરે કહ્યું "ઓહ બેબી ચાલ જીમ પર જ પડી છે કાર લઇને જ જઇએ મારી પાસે મસ્ત ટોયેટા છે ચાર ચલ તું પણ મારી આવી મસ્ત બાઇકને ફટફટીયું કહે છે ?

અરે ડોબા, બાઇક મને ગમે છે પણ પાર્ટી કર્યા પછી જરા રીલેક્ષ થવાય ગાડીમાં... કંઇ સમજણતો પડતી નથી સાવ બુધ્ધુ જ છે. રાજવીરે કહ્યું "ઓહો ઓહો ! રીલેક્ષ સમજી ગયો ડાર્લીંગ. હું તો સાવ બુધ્ધું જ ચું પણ મને ક્યાં ખબર હતી કે મેડમનો મૂડ પાર્ટીનો છે નહીંતર એ રીતે જ જઈએ. અન્યા રાજવીરનાં બોસવા પર હસી પડી અને જરા વધું ચૂસ્ત વળગીને રાજવીરનાં કાનને પાછળથી કરડી લીધાં.

રાજવીર કહ્યું "મેડમ કાતરી ખાજો પણ મૂડ બનાવી રાખ્યો ક્યાંક કૂઉસસ.. ના થાય જોજો પ્લીઝ અને અન્યાની છાતી એને બેકમાં સ્પર્શતી હતી એનો મુલાયમ અને મીઠો સ્પર્શ એને ગમી રહેલો આજે રાજવીરને બધું સ્વપ્ન જેવું લાગી રહેલું સાથે સાથે આનંદ પણ ખૂબ આવી રહેલો.

પ્રકરણ -11 સમાપ્ત.

જીમ પરથી ગાડીમાં બેન્ડ સ્ટેન્ડ ગયાં અને ત્યાં આવેલી ફેમસ હાઉસ ઓફ નોબાડમાં ડ્રીંક પાટી કરવા અંદર પ્રેવશી કર્યો અને આગળ વાંચો પ્રકરણ-12 અન્યા અને રાજવીરનો પ્રેમ કેવો આલ્કોહોલ અને સ્પીરીટ સાથે પરવાન ચઢે છે.