શિકાર
પ્રકરણ ૧૮
આકાશ માટે એક નવું પાત્ર ઉમેરાયું હતું ...હિતેશ ના પપ્પા મામાના લિસ્ટમાં છે એટલે કાંઈક તો ઝોલ હશે જ એમના માટે ... હવે મારે માહિતી મેળવવાની છે હિતેશે નહી..
વાત વાતમાં પુછી પણ લિધું આકાશે હિતેશ વિશે બધું જ... અશોકભાઈ કાકડીયા હાલ ડેપ્યુટી કલેકટર રાજકોટ એમના પત્ની પણ ક્લાસ 2 ડેપ્યુટી સેકશન ઓફીસર તરીકે હતાં સિંચાઇ વિભાગ માં... આમ તો બંને સરકારી અધિકારીઓ એટલે સંપન્ન તો હોય જ પણ.. એમનો ફોટો મામા જોડે હોય એટલે એ સિવાય પણ પુછવું જ રહ્યું.. આકાશે સીધું જ પુછ્યું ? આકાશ એ વાતે માહેર હતો કે કેટલું કહેવું કેટલું છુપાવવું...
"હિતેશ તને ખબર તો હશે જ રાજકોટ ની સૌથી મોટી તોપ SD ની નાની દિકરી ગૌરી ને હું ચાહું છું, કદાચ! એ પણ ..
હા! હજી નક્કી નથી થયું પણ ... કદાચ! તારી મદદ લેવી પડશે મારે.. એક મિત્ર તરીકે .. હા રહી વાત તારા પપ્પા ના ફોટો ની તો આપણે એક કામ કરીએ તો?? "
હિતેશ ને શ્વેતલભાઇએ આકાશ ની માહિતી લેવાં મોકલ્યો હતો ,પણ આકાશ એની ખણખોદ કરતો હતો, એને ઝબકારો થયો કદાચ ગૌરીના માટે આકાશની તપાસ થઇ રહી હોય , એમ હોય એ સ્વાભાવિક જ ગણાય તો મારે આકાશને મદદ કરવી ય રહી...
એ બોલ્યો " શું ?"
"આપણે તારા પપ્પા ને મારા મામાનો ફોટો જ દેખાડી પુછી લઇશું કે, એ કેવી રીતે ઓળખે મામાને?? "
"હા! એ બરાબર આમ પણ બે દિવસ પછી આવવાનાં જ છે અમદાવાદ એ... "
"સરસ! અહીં જ બોલાવી લેજે .."
"ના! એ તો રોકાશે તો નહિ જ સાંજે જતાં પણ રેહશે .."
"મળાશે તો ખરું ને? "
" હા કેમ નહીં? "
"સારૂં, ચલ સુઇ જવું છે સવારે મળીએ... " કહી આકાશ એની રૂમમાં જતો રહ્યો ...
****************** ********************
SD એ સુધીરભાઈ ને ફોન કર્યો ," સુધીરભાઈ , ઘણો સમય થયો આપણે મળે.. એકાદ વાર રાજકોટ આવો બંને જમવાનું ગોઠવો... "
"અરે! SD હું તમને ફોન કરવાનું વિચારી જ રહ્યો હતો.... "
"તો ભલા માણસ કરી દેવાય ને .. તમારે તો અડધી રાત્રે ય હાકલો કરી દેવાય... "
"માણેકભુવન થી થોડે દૂર એક જીપ ખાડીમાં પલટી મારી હતી એ તો તમને ખ્યાલ જ હશે મેં મેસેજ મોકલાવ્યા હતાં... "
"SJ! પણ આ ખોટું કહેવાય તમે મને સીધું જ કહી દેવાય આપણે ક્યાં નોંખુ રહ્યું હવે તે સરકારી ધોરણે મેસેજ મોકલાવો... "
" પણ ! મને એમાં કાંઈ ખાસ જણાયું નહી એટલે તમને હેરાન ન કર્યા હા પંચનામું કરવા પુરતું તમારા માણસ નો સંપર્ક કર્યો અને તમારી ઓફિસે કહેવડાવ્યું એટલું જ... "
"હા! એ બધું તો હાલ્યા કરે બોલો ક્યારે મહેમાન ગતી કરશો? "
"પરમ દિવસે જ લગભગ .."
"આવો આવો... હું ગૌરી ને ય બોલાવી લઇશ... મારે ય તમારૂં કામ છે માણેકભુવન રીકન્સટ્રક્ટ કરાવવું છે તો કેટલીક બાબતો સમજવી છે... "
"ગૌરી ને? એ રાજકોટ નથી?? "
"ના! એ એમબીએ કરે છે અમદાવાદ બી. કે. માં... "
"SD તમારે તો બીજો માંડવો તૈયાર જ છે .."
"ના રે! ગૌરીને એટલી જલ્દી નથી વિદાય કરવી સંધ્યા એ તો હું કાંઈ વિચારૂં એ પહેલાં તમારૂં ઘર ગોતી લીઘું છે એટલે શું થાય? "
Sj સહેજ હસ્યા ... " સારૂં , મળીએ પરમ દિવસે.. "
****************** *******************
આકાશ ગૌરીને મળવા એનાં ફ્લેટ આગળ જ રાહ જોતો ઉભો હતો, ખાસા સમય રાહ જોઈ ગૌરી ન આવતાં ફોન કર્યો તો ખબર મળ્યા કેમ તો રાજકોટ જવા રવાના થઇ ગઇ છે પપ્પા એ બોલાવી એટલે... તો આ તરફ આકાશ ને મળવવા માટે હિતેશ એનાં પપ્પા ને લઇ ને ફ્લેટ પર રાહ જોતો હતો ત્યારે એક કુરીયર મળે છે એને જે આકાશ માટે હતું, આકાશ માટે હતું એટલે ખોલવાનો સવાલ જ નહોતો પણ ચેક હતાં એવો અંદાજ આવી જ ગયો હતો એને...
હા! ચેક જ હતાં અને કુરીયર મોરબી થી થયેલું હતું.... જે રકમ શ્વેતલે જે તે ખાતાઓમાં નંખાવી હતી સાથે બેંક માં તાકીદ કરાવી હતી આ ખાતાઓની કોઈ પણ હિલચાલ ની એને જાણ કરવી...
આ જ બધાં જાળા વચ્ચે મોરબીના સિરામિક નાં જાણીતા થાનગઢ ના ધર્મરાજ સિંહનાં અંગત સલાહકાર તરીકે રોહિતભાઇ એમની ગુથ્થી ઉકેલતાં માણેકભુવન ની મુલાકાત પાક્કી કરાવતાં હતાં.... રોહિતભાઇ જ જાણતાં હતાં કે માણેકભુવન ની નજીક ચાલું જીપમાંથી નીકળી કેવી રીતે એ ધર્મરાજ સિંહ પાસે પહોંચ્યા હતાં... ધર્મરાજ સિંહ પણ ટુંકા સમયમાં જ એમને પોતાના અંગત વ્યક્તિ બનાવી ચુક્યા હતાં, જો કે એમને થયેલા મોટા લાભ નાં કારણે જ એમણે રોહિતભાઇ ની બાહોશી જાણી હતી... હા એ ધર્મરાજ સિંહ સાથે રોહિતભાઇ તરીકે ન હતાં એ રાજેશ દિવાન હતાં મૂળ ઉત્તરપ્રદેશના પણ દાતા સ્ટેટ ના દિવાન ના વંશજ રાજેશ દિવાન તરીકે હતાં એ...
ધર્મરાજ સિંહ ના કાકાબાપુની રાજ મહોર એમને જ નવલખી બંદરનાં અવાવરું કીનારે એમને જ મળી હતી જુની જેટ્ટી જેવી એ જગ્યા હાલ તો અવાવરું જેવી જ હતી એ વખતે પણ તેનો ઉપયોગ ઓછો જ થતો એટલે જ એ વખતે એ પસંદ કરાઇ હતી પણ હવે તો સાવ વપરાશ નહોતો થતો આમ પણ કંડલા મહાબંદર થતું જતું હતું એટલે નવલખી બંદરે વ્યવહાર ઓછો જ થતો જતો હતો પણ હવે સરકાર નવલખી બંદર વિકસાવી રહી હતી પણ એ થોડું દૂર હતું...
આ રાજમહોર થાનગઢની હતી એ તો જોતાં જ ખબર પડી જાય પણ થાનગઢ ને દરિયા સાથે ધોળે ધરમે ય વ્યવહાર નહતો તો પછી આ મહોર અહીં ??
એટલે રોહિતભાઇ ની શંકા વળી વળી ને માણેકભુવન તરફ જતી હતી... માણેકભુવન નો દાવ કારગત તો નીવડ્યો જ હતો પણ એ ક્યાં કશુંય જાણતાં હતાં વધારે??? એટલે આગળ વાત વધારવા હવે વધું ઉંડા ઉતરવું જ પડશે એ માટે સૌથી પહેલાં થાનગઢ પરિવાર સાથે ધરોબો કેળવવો રહ્યો....
પણ રોહિત અમીન માંથી રાજેશ દિવાન થવાં એમને ઝાઝી મથામણ ન કરવી પડી...
ધર્મરાજ સિંહ લંડનથી પાછા આવ્યા એ જ સમયે તેઓમોરબી એમનાં સિરામિક યુનિટ ની કુંડળી કાઢતાં હતાં..
હકીકતમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝ કરવટ લઇ રહી હતી ત્યારે ગ્લેઝ ટાઇલ્સ ની જગ્યાએ વેટ્રીફાઇડ ટાઇલ્સનો શરૂઆત નો સમય, ડીઝાઇનીંગ નો નવો નવો દૌર ગુજરાત સહિત આખા દેશમાં રિઅલ એસ્ટેટ માં તેજી બુમ બુમ થતી હતી એનું કારણ વધતું જતું કાળુ નાણું ય હતું
આ બધી માહિતી ભેગી કરી એમણે ધર્મરાજ સિંહ પાસે મુલાકાત માંગી... ધર્મરાજ સિંહ કાંઇ એમ જ તો મળવા તૈયાર ન થાય એટલે એમની સિરામિક ફેક્ટરી જે જગ્યાએ ઉભી હતી આમતો એમણે ખરીદી લીધી હતી પણ એમને નામે નહોતી ચડી એ જ યુનિવર્સલ કારણ એક વારસદારે વારસાઇ દાખલ કરાવી દાવો માંડ્યો હતો... મામલો કચેરી ને કોર્ટમાં હતો આમતો વાત પૈસા પર જ આવવાની હતી અને પાંત્રીસ લાખ સુધી તૈયારી પણ રાખી જ હતી ધર્મરાજ સિંહે પણ એ દરમિયાન જ રાજેશ દિવાન નામે આ પત્ર મળ્યો, એમની જમીન અંગે ના કેસનો જ ગજબ ઉકેલ આપ્યો હતો એમણે
સાહીંઠ બાસઠ વર્ષ ના જાજરમાન વ્યક્તિ નહોતા ધાર્યા રાજેશ દિવાન ને , ધર્મરાજ સિંહ ના મનમાં તો કોઈક દલાલ જેવા કોઇક વ્યક્તિ મળશે એવું હતું પણ આ તો કરીશ્માઈ રાજવી જેવા જણાતાં હતાં ...
રાજેશ દિવાન ની વાત માની એ પ્રમાણે કરતાં વિવાદી હિસ્સો ફક્ત સાતસો વાર જ રહ્યો જે ફક્ત ત્રણ ચાર લાખ ચૂકવી ઉકલી જવાનો હતો પણ ધર્મરાજ સિંહ એનાં માટે પાંચ લાખ રાજી ખુશીથી આપી દે છે... એ ઉપરાંત રાજેશ દિવાન ને બે લાખ આપવા તૈયાર હતો...
પણ રાજેશભાઇએ ફક્ત લાખ લઇ ને સંબધ ઘેરો કરી લીધો। ......
(ક્રમશઃ.... )