શિકાર
પ્રકરણ ૧૭
આકાશ જ્યારે ગૌરી સાથે હતો ત્યારે હિતેશના બે વખત ફોન આવી ગયાં હતાં પણ, આકાશે એમ જાણી ઈગ્નોર કર્યા હતાં કે એની પાસે નવો નવો ફોન આવ્યો એટલે કદાચ કરતો રેહશે... પણ પછી ફોન આવતો બંધ થયો હતો હિતેશ નહી... એણે આકાશ ના રૂમમાં ફાંફા ફોળા શરૂં કર્યાં , રૂમમાં ખાસ કોઇ સામાન હતો નહી આ આકાશનું મુખ્ય ઘર નહોતું , જોકે એમ પણ આકાશનું કોઈ મુખ્ય ઘર ક્યાં હતું જ??
બે સૂટકેસ એક એટેચી બે કબાટ અને એક બેડ ખુરશી ટેબલ ની કદી એને જરૂર પડતી જ નહી.... એક કબાટ તો લોક હતો જેને ખોલવામાં સમય બગાડવો વ્યર્થ હતો બીજા કબાટમાં કપડાં હતાં વાળેલા લટકાવેલા ટીશર્ટ થી લઇને થ્રીપીસ સુટ સુધી તત્કાલ પહેરીને નીકળી શકાય એવાં.... એ વીચારતો હતો કે આકાશને કદી કપડાં ધોવા આપતો જતો જોયો નથી ,બધુ પેલાં કામવાળા માસી એમની રીતે કરી લેતાં કદી કહેતાં ય સાંભળ્યો નથી કે આમ કરજો કે તેમ કરજો ગમે તે હોય આકાશને સીસ્ટમ ગોઠવવાની ફાવટ હતી આમ તો હિતેશ હોસ્ટેલ મેશમાં જમતો, પણ ઘણીવાર આકાશ સાથે જમવાનું બનતું કે પછી ગૌરવ પણ એમની સાથે જોડાતો આકાશને કદી દોડાદોડ થઇ હોય એવું ય નહોતું એનું રેગ્યુલર ટીફીન આવતું સાથે બીજું કાંઈ પણ ઈડલી ઢોંસા સેન્ડવીચ એવું કાંઇ પણ આવી જતું એ ક્યારે મંગાવી લેતો એનો અંદાજ નહોતો આવતો એ તો ઠીક એનાં પૈસા ચુકવતો ય જોયો નથી જાણે આસપાસ ની બધી ફરસાણની દુકાનો કે હોટલ રેસ્ટોરાં એનાં મામાની હોય.....
આકાશના મામા એના માટે સુપરમેન હતાં આકાશ ઘણી વાર એમની વાત કરતો પણ પછી અટકી જતો....
હિતેશે વિચારવાનું છોડી કપડાં ફેંદવા લાગ્યો ... કપડાની નીચે જુના ફોટોગ્રાફસ હતાં બે આલબમ બંચ હતાં એક માં કદાચ ફેમીલી ફોટો હશે, કારણ આકાશ ને તો એ જાણતો એનાં મામાનો ફોટો પણ જોયો જ હતો એક વાર ....
એક ઝાંખો પડી ગયેલ કલર ફોટો ય હતો આકાશ એનાં મામા અને બીજા બે હતાં પણ અંદાજ બાંધી શકાય કે, એ એનાં મમ્મી પપ્પા જ હશે .... હિતેશે બાજુમાં બંચ પડ્યું હતું તે ઉપાડ્યું બધાં અલગ અલગ ફોટો જ હતાં બધાં લગભગ સોલો ફોટો જ..... હિતેશ બધાં જ ફોટો જોતો ગયો એક એક કરીને ......
એમાં એક ફોટો જોઇ એની આંખો પહોળી થઈ ગઈ હા.... એનાં પિતા નો ફોટો પણ હતો જ અંદર ...
******************** ********************
"ગૌરી આમ તો , રાજકોટ અમદાવાદ માં મારા ઘર છે, પણ મારૂં એક ઘર આણંદમાં છે, મારૂં એટલે કે મામાનું જ તો વળી... "
ગૌરી ખુશી ખુશી સાંભળી રહી હતી , આકાશ એનો હાથમાં હાથ લઇ સહલાવતો હતો , ગૌરી શરમથી લાલ થઇ રહી હતી પણ આકાશની વાત મહત્વની હતી એટલે રોકવાનો કોઈ પ્રયત્ન ન કર્યો...
"એ મારૂં કાયમી ઘર ગણી શકાય , કારણ હું રાજકોટ સ્થાઈ ન થઈ શકું તો આણંદ રહેવાનું પસંદ કરીશ... મારે તને એ ઘર દેખાડવું છે... "
"તારા મામા ત્યાં રહે છે? "
આકાશ હજું મામા વિશે શું કહેવું શું ન કહેવું એ વિશે અવઢવમાં હતો કારણ આ બધું નક્કી નહોતું થયું, અરે મામા ને તો અંદાજ જ નહોતો કે SD ની દીકરીની હું આમ નિકટ આવીશ... અરે એણે પોતે પણ ક્યાં આમ વિચાર કર્યો હતો ? એને ય SD ને એકલો પાડવો હતો એટલે ગૌરી નો ઉપયોગ કરવો હતો પણ .. છેલ્લે બે વાર મળ્યા પછી તો એ પોતાનો રહ્યો ન હતો... એ હવે ગૌરી ની તરફ ઢળી રહ્યો હતો, હજી એવું નહોતું કે એ SD ને બક્ષવા માંગતો હતો રોહિતમામા એની પાસે ન હતાં એના માટે પણ... એને રોહિતમામા ક્યાંક હોવા અંગે આશા હતી જે બળવત્તર થતી જતી હતી...
" ગૌરી ! મારા મામાનો અત્તો પત્તો નથી બે એક મહિના થી... એ ક્યાંક જતાં રહ્યાં છે .."
"એટલે? .."
"ગવર્નમેન્ટ નોકરી એમણે બહું નિયમિત કરેલી છે આખી જીંદગી એટલે છેલ્લા કેટલાક વર્ષોથી એ ચાહે છે કે એ એમની રીતે જીવશે અને પહેલા પણ બે વાર ચાર પાંચ મહિના આમ જતાં રહ્યાં છે મને ખાલી એક જ સુચના મળી છે કે મારે રાહ જોવી ..."
છેલ્લું વાક્ય એ જુઠ્ઠું બોલ્યો હતો પણ એ બીજાં પ્રશ્નો ટાળવાં માંગતો હતો....
ગૌરી ને વધું સમજ ન પડી પણ એણે ધીરજ ધરવી યોગ્ય જણાઈ
ગૌરીએ આકાશ ની આંગળીઓ હાથમાં લઈને કહ્યું,
"આકાશ ! તું મને ગમે છે, મને એ ખબર નથી કે મારા પપ્પા તારી ઉંમરે કેવાં લાગતાં હશે પણ તને જોઇ કહી શકું તારા જેવા જ હેન્ડસમ પણ રફ એન ટફ હશે, એક દીકરી ના હીરો એનાં પિતા હોય છે, એમ મારા હીરો પણ મારાં પિતા જ મારા હીરો છે અને એટલે જ તું મને ગમે છે કદાચ!! પણ... "
" પણ શું ગૌરી...??? "
" આકાશ મન હજું અટવાય છે, અવઢવમાં છે કાંઈક ખુટે છે આપણી વચ્ચે... ત્યાં સુધી આપણે સંબંધમાં આગળ નહી જ વધીએ... "
"એટલે ... મેં કદી એ રીતે વ્યવહાર કર્યો..?? ""
"આકાશ... હું બીજું વધું કાંઈ નથી કહી શકતી પણ.. આપણે હજી વધું સમય જોઇશે... "
"ગૌરી! હું રાહ જોઈશ... તારી હા ની.. "
ગૌરી એ આકાશના વાળ ફેંદી નાંખ્યા... ચલ.. રાજકુંવર! જઇશું હવે??
બે ય નીકળ્યા ને નહેરુનગર છુટા પડ્યા પછી આકાશે હિતેશ ને ફોન જોડ્યો
"બોલ હિતેશ! "
"ફોન તો ઉપાડ મારૂં ડોમીસાઇલ સર્ટી જોઇતું હતું ક્યાં મુક્યુ છે? "
"તારા રૂમમાં બેડ નીચે જ છે , પણ શું કામ પડ્યુ એનું અચાનક!? "
"હોસ્ટેલ માં એડમિશન માટે..."
"કોઈ જરૂર નથી તું અહિં જ રહીશ .."
"પણ.. ?"
પણ ને પણ કહું એ કર ગૌરવ ને લેતો આવજે યુનિવર્સિટીથી આજે બહાર ફરીશું ને બહાર જ જમીશું.. "
હિતેશ ને એક અજાણ્યો ભય અને કુતુહલતા હતી હવે આકાશ થી એના પિતા નો ફોટો જોઈ કેટલાય વિચાર ફરી વળ્યા હતાં એનાં મગજમાં કારણ એને આકાશ પર નજર રાખવા નું માહિતી મેળવવા નું કહ્યું હતું એ બધાં રાજકોટ નાં પંકાયેલા લોકો હતાં...
એણે આકાશ ને પુછી જ લેવાંનું વિચાર્યું... એગૌરવને પાક અપ કરવા ઉપડ્યો...
********************* ********************
આકાશ માટે બીજાં બધાં કામ ગૌણ બની ગયાં હતાં , ગૌરવ ને હિતેશ આવતાં જ આકાશે એમને કહ્યું તમે નાસ્તો પતાવી લો ડ્રાઇવ ઇનમાં જઇએ પછી,
ગૌરવે પુછ્યું, " કેમ તું નહી નાસ્તો કરે? "
"ના હું ગૌરીને મળી ને જ આવ્યો છું હાલ એટલે નાસ્તો કરી જ લીધો છે ..."
ગૌરવે પુછ્યું," સિંહ કે શિયાળ ?"
આકાશ, " ઓલમોસ્ટ સિંહ પણ હજી હા કહેવાનું બાકી છે.... "
આકાશ ને ખબર હતી કે હિતેશ ઉભો છે અને કદાચ એ ય ઇચ્છતો જ હતો કે ખબર પડે કે વાત કેટલે પહોંચી છે વધુ પડતી ધારણા પણ ન જ બાંધે ...
"હજી હા નથી પાડી? "
"ના યાર પણ ના તો નથી જ..."
"ગજજબ છો તમે લોકો .."
"હું નહી, ગજજબ છે એ .."
ડ્રાઇવ ઈન થી પાછા વળતાં હિતેશે આકાશને પુછી જ લીધું ," આકાશ તું મારા પપ્પા ને ઓળખે છે? "
"ના કેમ? "
"એમનો ફોટો તારા કબાટમાં જોયો એટલે .."
"એટલે તેં કબાટ ફેંદ્યુ હતું એમને?? "
"હું મારૂં સર્ટી શોધતો હતો.. "
"જે હોય તે આજ પછી એમ ન કરતો મારાં રૂમમાં મારું જ નહી મારા મામાનું બધું સચવાયેલું છે હું નહી ઇચ્છું કે કોઇ પણ એ મારી ઇચ્છા વગર જોવે... "
ઓકે પણ .... એ બંને ફ્લેટ માં ગયાં આકાશ બધાં ફોટા લઈ આવ્યો એની રૂમમાંથી
"કોણ છે આમાંથી તારા પપ્પા? "
હિતેશે ફોટો કાઢી બતાવ્યો ...
"આ મારા મામાએ ભેગા કર્યા છે એ પણ રેવન્યુ માં હતાં એટલે કદાચ ઓળખતાં હોય એવું બને.. "
આમ તો ગળે ઉતરી જાય એવી જ વાત હતી પણ આકાશ એ ન બોલ્યો કે આ તો મામા ના શિકાર ના ફોટા હતાં... જેમાં તારા પપ્પા નો ફોટો હતો....
(ક્રમશઃ.........)