ડેવિલ રિટર્ન-1.0 - 18 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ રિટર્ન-1.0 - 18

ડેવિલ રિટર્ન-1.0

(18)

રાધાનગરમાં બનતી રહસ્યમયી હત્યાઓ પાછળ જવાબદાર રક્તપિશાચ લોકોનો અંત કઈ રીતે થશે એ શેખ જોડેથી જાણી લીધાં બાદ અર્જુન યુવી લાઈટ વડે ટ્રીસા ને મારી નાંખે છે અને એનાં મૃતદેહ ને ફોરેન્સિક લેબ મોકલાવે છે.ક્રિસ પોતાની શક્તિ વડે ટ્રીસા ક્યાં છે એ જાણી લઈને ટ્રીસા ને બચાવી લેવામાં સફળ થાય છે..શેખ રાધાનગર પહોંચતાં જ લેબની તરફ પ્રયાણ કરે છે.

"દિપક કોલ ઉપાડતો નથી મતલબ કંઈક ના બનવાનું જરૂર બન્યું છે.."સતત આવાં વિચારો કરતાં કરતાં શેખ કાર લઈને લેબ સુધી આવી પહોંચે છે.

કારને બ્રેક કરી શેખે દોડતાં-દોડતાં લેબની અંદર પ્રવેશ કર્યો..લેબની અંદરનું દ્રશ્ય જોઈને શેખ ની આંખો ફાટી ને ફાટી જ રહી જાય છે..સ્ટ્રેચર ઉપર સુભાષ ની લાશ પડી હોય છે..જેની બંને આંખો ગાયબ હોય છે..અન્ય બે આસિસ્ટન્ટમાંથી એક ને લેબની અંદર મોજુદ એક હુક ઉપર ગરદનનાં ભાગથી લટકવાયો હોય છે..જ્યારે એક અન્ય આસિસ્ટન્ટ નીચે ફર્શ પર પડ્યો હોય છે..જેની ગરદન 180 ડીગ્રી વળેલી હોય છે.

આ બધું જોયાં પછી તો શેખનું મોં સુકાઈ ગયું..શેખ વારંવાર પોતાનાં કર્મચારીઓનાં મૃતદેહને જોતો જોતો મનોમન વલોપાત કરી રહ્યો હતો..અહીં એ રક્તપિશાચ યુવતી હાજર નહોતી જેનો મતલબ શેખ સમજી ચુક્યો હતો કે એ રક્તપિશાચ યુવતીનાં સાથીદારો એનાં મૃતદેહ ને લેવાં આવ્યાં ત્યારે આ કાળો કેર વર્તાવી ગયાં.

અચાનક શેખ ને દિપક યાદ આવ્યો..શેખે લેબમાં બધે નજર ગુમાવી પણ દિપક એની નજરે ના ચડ્યો એટલે શેખ જોરજોરથી દિપક ને અવાજ આપવાં લાગ્યો.

"દિપક..ક્યાં છે તું..જવાબ આપ મને..દિપક.."શેખ નાં અવાજમાં ચિંતા ની સાથે એવી આશા પણ હતી કે ક્યાંક દિપક જીવિત હોય.

"હું અહીં છું.."લેબની જોડે સ્ટોર રૂમમાંથી દબાયેલો અવાજ શેખ નાં કાને પડ્યો..આ અવાજ દિપકનો હતો એ વાતથી પરિચિત શેખ દોડીને સ્ટોર રૂમ તરફ ભાગ્યો.

"ક્યાં છે તું..? "સ્ટોર રૂમમાં પહોંચતાં શેખે મોટેથી કહ્યું.

"અહીં ટોયલેટ ની અંદર.."દિપકે જવાબમાં કહ્યું.

દિપકનો જવાબ સાંભળી શેખ સ્ટોર રૂમમાં મોજુદ ક્યારેય ઉપયોગમાં ના લેવામાં આવતાં ટોયલેટ નાં દરવાજા જોડે પહોંચ્યો અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો..પણ દરવાજો અંદરથી લોક કરેલો હોવાથી શેખે કહ્યું.

"દિપક..દરવાજો ખોલ.."

"એ લોકો મને મારી નાંખશે..એ લોકો બહુ ક્રૂર છે..એ લોકો મને મારી નાંખશે.."અંદરથી દિપક નો બબળાટ ચાલુ હતો.

શેખ સમજી ગયો કે દિપક ની હાજરીમાં એનાં સાથીદારોની હત્યા થઈ હોવાથી એ અત્યારે આઘાતમાં હતો..અને આ આઘાતમાંથી એને બહાર લાવવાનો એક જ ઉપાય હતો..પ્રેમથી સમજાવવું.

"દિપક, અહીં કોઈ નથી..ફક્ત હું જ છું..એ લોકો જતાં રહ્યાં લાગે છે.."દરવાજા જોડે મોં લાવી શેખ બોલ્યો.

શેખ ની વાત સાંભળી દિપકે ધીરેથી દરવાજો ખોલ્યો અને અર્ધખુલ્લાં દરવાજામાંથી બહાર નજર કરી..બહાર શેખ ને ઉભેલો જોઈ દિપક બહાર આવ્યો અને શેખ ને ભેટી પડ્યો.

"એ લોકોએ બધાં ને મારી નાંખ્યા..અને પેલી યુવતીનો મૃતદેહ પણ સાથે લઈ ગયાં.. હું ડરી ગયો હતો..મારાં સાથીદારો નો જીવ પણ હું બચાવી ના શક્યો.."રડતાં-રડતાં દિપક બોલી રહ્યો હતો.

"જો ભાઈ તું રડ નહીં.. અમુક વખત સાહસ અને મૂર્ખામી માં પાતળી ભેદરેખા હોય છે..જો એ લોકો સામે ટક્કર લેવાની તે કોશિશ કરી હોય તો એ મૂર્ખામી કહેવાત..જેનું પરિણામ હોત તારી મોત.."દિપક ને સમજાવતાં શેખ બોલ્યો.

શેખ ની સહાનુભૂતિ મળતાં દિપક થોડો શાંત થયો અને એની પાછળ-પાછળ લેબનાં મુખ્ય હોલમાં આવ્યો..જ્યાં સુભાષ અને અન્ય બે લેબ આસિસ્ટન્ટ ની લાશો પડી હતી..શેખે દિપક ને એ બધી લાશોને વ્યવસ્થિત રાખવામાં પોતાની મદદ કરવાનું કહ્યું..દિપક ની મદદથી શેખે સુભાષ સહિત બંને લેબ આસિસ્ટન્ટ ની લાશ ને વ્યવસ્થિત ટેબલ પર રાખી દીધી.

આ બધી ઘટનાઓ વિશે અર્જુનને જણાવવું જરૂરી હતું એટલે શેખે અર્જુનને કોલ લગાવ્યો..ટ્રીસા ને મોતનાં મુખમાં પહોંચાડ્યા બાદ અન્ય કોઈ ઘટના બની નથી એવું સમજતાં અર્જુનને ઘણી રાહત હતી..સાડા છ થઈ ગયાં હતાં અને થોડાં જ સમયમાં થકવી દેનારી નાઈટ ડ્યુટીમાંથી પોતાને છુટકારો મળશે એવું અર્જુનને હતું ત્યાં એનાં મોબાઈલની રિંગ વાગી.

શેખ નો નંબર સ્ક્રીન પર ફ્લેશ થતાં અર્જુનને થયું કે પોતે રાધાનગર આવી ચુક્યો છે એ જણાવવા શેખે પોતાને કોલ કર્યો હશે.

"બોલ..આવી ગયો રાધાનગર..? "કોલ રિસીવ કરતાં જ અર્જુને સવાલ કર્યો.

"હા..આવી ગયો અને લેબ પણ પહોંચી ગયો.."શેખ બોલ્યો.

"જોયું એસીપી અર્જુનનું કારનામું..એક રક્તપિશાચ યુવતીને કઈ રીતે ખત્મ કરી દીધી.."અર્જુનનો ઈશારો ટ્રીસા તરફ હતો.

"ભાઈ તારું કારનામું તો નથી જોયું..પણ એ રક્તપિશાચ યુવતીનાં સાથીદારોનું કારનામું જોઈ લીધું.."શેખ બોલ્યો.

"મતલબ..? "અર્જુનનાં મુખેથી અનાયાસે નીકળી ગયું.

જવાબમાં શેખે પોતે લેબની અંદર જે કંઈપણ જોયું હતું એ વિશે ટૂંકમાં જણાવી દીધું..શેખ ની વાત સાંભળી અર્જુનનાં ચહેરા પર જે ખુશી હતી એ અત્યારે ગ્લાનિ અને હતાશામાં પરિવર્તિત થઈ ગઈ.

"હું પંદર-વિસ મિનિટમાં ત્યાં પહોંચું છું..ત્યાં સુધી તું સાચવજે.."આટલું કહી અર્જુને નાયક ને કોલ લગાવ્યો અને ફટાફટ મસ્જિદ જોડે આવી જવાં જણાવ્યું.

નાયક મસ્જિદ ની નજીક જ હોવાથી પાંચ મિનિટમાં તો એ ત્યાં આવી પહોંચ્યો..અર્જુને મસ્જિદ જોડે હાજર અન્ય પોલીસકર્મીઓને સાવચેત રહેવાનું જણાવી નાયકને ફટાફટ જીપને લેબ તરફ ભગાવવાનો આદેશ આપી દીધો.

અર્જુને આવું કેમ કહ્યું એ વિશે નાયકનાં મનમાં હજારો સવાલ હતાં પણ અર્જુનનાં ચહેરા પર ઉત્તપન્ન વ્યગ્રતા નાં લીધે નાયકે સવાલ પૂછવાનો વિચાર હાલપુરતો માંડી વાળ્યો..અને એક્સીલેટર પર પગ મુકી જીપને ફોરેન્સિક લેબ તરફ દોડાવી મુકી.. જીપમાં બીજાં ચાર કોન્સ્ટેબલો પણ હતાં જેમનાં મનમાં પણ નાયકની જેમ જ એ જાણવાની ઉત્કંઠા હતી કે લેબમાં આખરે એવું તે શું બન્યું છે જેનાં લીધે એમનાં સાહેબ આટલી ચિંતામાં છે..?

****

શેખ દ્વારા કરવામાં આવેલાં કોલનાં અનુસંધાનમાં અર્જુન તાબડતોબ ફોરેન્સિક લેબ જીપ લઈને આવી પહોંચ્યો હતો.. અર્જુન જીપમાંથી ઉતરી લગભગ દોડતો હોય એમ લેબનો મુખ્ય દરવાજો વટાવી અંદરની તરફ પ્રવેશ્યો..અર્જુનની પાછળ નાયક સમેત અન્ય કોન્સ્ટેબલો પણ લેબની અંદર આવ્યાં.

લેબની મધ્યમાં દયનિય હાલતમાં પડેલી ત્રણેય લેબ આસિસ્ટન્ટની લાશ ને જોતાં જ નાયક સમેત અન્ય કોન્સ્ટેબલો ને એ સવાલ નો જવાબ મળી ગયો કે અર્જુન કેમ આટલી ગંભીર મુખમુદ્રા સાથે અહીં આવ્યો હતો.

"શેખ, આ બધું કઈ રીતે બન્યું..? "અર્જુને પોતાની પોલીસ હૅટ માથેથી ઉતારી શેખ જોડે ઉભાં રહીને પુછ્યું.

"આ વિશે તને દિપક જણાવશે.."શેખે દિપક ભણી આંગળી કરતાં કહ્યું.

"દિપક..આ બધું બન્યું ત્યારે તું અહીં હતો..? ..કોણ હતાં એ લોકો જેમને આ બધું કર્યું..? અને પેલી છોકરીની લાશ ક્યાં છે..? "દિપક ની તરફ જોઈ અર્જુને ઉપરાછાપરી સવાલોનો મારો જ ચલાવી દીધો.

અર્જુનનાં સવાલનાં પ્રતિભાવમાં ગભરાયેલાં અવાજે દિપકે લેબમાં ક્રિસ અને અન્ય રક્તપિશાચોનાં આગમનની સાથે એ લોકોએ કઈ રીતે એક-એક કરીને સુભાષ સહિત બંને લેબ આસિસ્ટન્ટ ને મોતને ઘાટ ઉતારી દીધાં એની માહિતી આપી..ત્યારબાદ દિપકે એ પણ જણાવ્યું કે પોતે પોતાનો જીવ બચાવવા સ્ટોર રૂમમાં આવેલાં ટોયલેટમાં જઈને છુપાઈ ગયો..એ લોકોને પેલી મૃત યુવતીની લાશને લઈ જવાની ઉતાવળ હોવાથી એ લોકો મને જીવતો મુકીને જ ત્યાંથી નીકળી ગયાં.

દિપકની બધી વાતો ધ્યાનથી સાંભળી રહેલાં અર્જુને મનોમંથન કરતાં કહ્યું.

"દિપક.. એ કુલ ચાર લોકો હતાં..? "

"અંદર તો ચાર જ લોકો આવ્યાં હતાં..પણ એ લોકોએ વચ્ચે ડેવિડ અને ઈવ નો ઉલ્લેખ કર્યો..જે શાયદ બહાર હતાં.."મગજ ઉપર જોર આપી દિપક બોલ્યો.

"મતલબ કુલ છ રક્તપિશાચ.."અર્જુન મનોમન ગણતરી કરતાં બોલ્યો.

"છ નહીં સાત..તે જે યુવતીને ખતમ કરી હતી એ રક્તપિશાચ જ હતી..એ કુલ સાત લોકો છે અને એટલે જ તળાવમાંથી મળેલી સાતેય લાશો ઉપર અલગ-અલગ લોકોનાં DNA હતાં.."શેખ વચ્ચે બોલી પડ્યો.

શેખ ની વાત સાંભળ્યાં બાદ અર્જુનને લેબમાં ચોકી કરતાં સિક્યુરિટી ગાર્ડ દાસનો ખ્યાલ આવતાં એને બે કોન્સ્ટેબલો ને લેબની ફરતે તપાસ કરવાં કહ્યું..સિક્યુરિટી ગાર્ડ દાસની પણ લાશ એ બંને કોન્સ્ટેબલો ને લેબની પાછળથી મળી આવી..જેની કરપીણ હત્યા ડેવિડે કરી હતી.

અર્જુનનાં કહેવાથી સિક્યુરિટી ગાર્ડ દાસનાં મૃતદેહને પણ લેબમાં ગોઠવેલાં લેબ આસિસ્ટન્ટ નાં મૃતદેહ જોડે રાખવામાં આવ્યો..આ ઘટના બાદ અર્જુન કેટલો વ્યથિત અને સાથે-સાથે ગુસ્સે હતો એ વાત ને એનાં ચહેરા પરથી સમજવી સાવ સરળ હતી.

"અર્જુન હવે આગળ જલ્દી કંઈક કરવું પડશે..નહીં તો એકદિવસ એવો આવશે કે શહેરનાં કબ્રસ્તાનમાં જગ્યા ખૂટશે અને સ્મશાનમાં લાકડાં.."ચિંતા વ્યક્ત કરતાં શેખ બોલ્યો.

"શેખ, એવું કંઈ નહીં થાય..તું ધીરજ રાખ અને આ લોકોની પોસ્ટમોર્ટમ વિધિ પુરી કર..આ ચારેય મૃતકો નો અંતિમ સંસ્કાર પણ કોઈ પોલીસ કે સરકારી વ્યક્તિ ની માફક પૂરાં માન-સમ્માન સાથે કરવામાં આવશે..હું અત્યારે નીકળું છું..આ બાકીનાં કોન્સ્ટેબલો અહીં જ રહેશે અને તારે જોઈતી બધી જ મદદ કરશે.."શેખ ને ઉદ્દેશીને અર્જુને આટલું કહ્યું અને પછી લેબની બહારની તરફ ચાલી નીકળ્યો.

નાયક પણ અર્જુનની સાથે જ લેબની બહાર આવી પહોંચ્યો..આ દરમિયાન સાડા સાત થવાં આવ્યાં હતાં અને સૂર્યદેવ ની આછેરી ઝલક રૂપે ગાઢ અંધકાર નું સ્થાન લેવાં અજવાશ આવી ચુક્યો હતો.

"સાહેબ..આ રહસ્યમય રક્તપિશાચ લોકોની શક્તિ આગળ આપણું તો કોઈ ગજું લાગતું નથી..દિપક ની વાત ઉપરથી તો એવું લાગે છે કે એ લોકો ને પોતાની શક્તિ પર પૂરતો વિશ્વાસ છે કે સામાન્ય મનુષ્ય તો એમની ટક્કર લઈ જ નહીં શકે.."જીપ તરફ આગળ વધતાં-વધતાં નાયક અર્જુનને ઉદ્દેશતાં બોલ્યો.

"નાયક..મને પણ આ બધું તો સમજાય છે..પણ અમુક એવાં સવાલો છે જેનાં જવાબો નહીં મળે ત્યાં સુધી આ શક્તિશાળી રક્તપિશાચો નો મુકાબલો કરવામાં સફળતા નહીં મળે..અને હવે હું વધુ લાશો જોવાની હિંમત નથી ધરાવતો.."જીપમાં બેસતાં અર્જુન બોલ્યો.

નાયકે ડ્રાઈવિંગ સીટમાં સ્થાન લીધું અને અર્જુને જે કહ્યું એનાં પ્રતિભાવ સ્વરૂપે સવાલ કરતાં કહ્યું.

"એવાં તે કેવાં સવાલ છે જેનાં જવાબ તમારે જાણવાં છે..? "

"નાયક..સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ રહસ્યમય જીવો આવ્યાં ક્યાંથી છે..? આ સિવાય એ લોકોનો ઉદ્દેશ શું છે..? ..અને એ લોકોનો સદાયને માટે અંત કઈ રીતે કરી શકાય..? ..અને હા છેલ્લે એ પણ જાણવું જરૂરી છે કે શહેરનાં બદલાયેલાં વાતાવરણ પાછળ શું આ રક્તપિશાચ લોકો જ જવાબદાર છે..? "અર્જુને કહ્યું.

"સાહેબ..તમારી સંધિય વાત સાચી..પણ તમે જે સવાલો નાં જવાબ શોધો છો એનાં જવાબ તમને આપશે કોણ...? "જીપ ચલાવતાં ચલાવતાં નાયકે પૂછ્યું.

નાયકનાં સવાલનાં જવાબમાં અર્જુન થોડો સમય ચૂપ રહ્યો અને પછી બોલ્યો.

"નાયક..એક વ્યક્તિ છે જે આ બધાં જ સવાલોનાં જવાબ શક્યવત જણાવી શકે છે..તું મને પોલીસ સ્ટેશન ઉતારી દે..હું ત્યાંથી બુલેટ લઈને આ બધાં જ સવાલોનાં જવાબ જાણવા જઈશ..હવે એમ ન પૂછતો ક્યાં જવાનાં.."નાયકની બધી ટેવોથી વાકેફ અર્જુને એને નવો કોઈ સવાલ પૂછવાની ના ફરમાવતાં કહ્યું.

આ સાથે જ નાયકે જીપને ભગાવી મુકી રાધાનગર પોલીસ સ્ટેશનની તરફ...!!

★★★

વધુ આવતાં અંકમાં.

અર્જુન કોની જોડે જવાનો હતો..? એ સાતેય રક્તપિશાચ ભાઈ-બહેનો નો ભૂતકાળ શું હતો..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)