Devil Return-1.0 - 5 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 5

ડેવિલ રિટર્ન-1.0

(5)

અર્જુનની ગેરહાજરીમાં રાધાનગરમાં અમરત નામનાં વ્યક્તિની લાશ મળે છે.ફોરેન્સિક રિપોર્ટ ઘણો વિચિત્ર હોવાં છતાં નાયક અમરતની મોત જંગલી જનાવરનાં હુમલામાં થયું હોવાનું માની કેસ ક્લોઝ કરે છે..એક વરુ જંગલ ખાતાનાં અધિકારીઓ પકડી પાડે છે..રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે..અબ્દુલની રાધાનગર પોલીસસ્ટેશનમાં રાતની ડ્યુટી હોય છે ત્યારે દરિયાકિનારે આવેલાં જહાજમાંથી બે માનવાકૃતિઓ રાધાનગર શહેર તરફ અગ્રેસર થાય છે.

રાતનાં બાર વાગે અબ્દુલ જીપમાં બેસી ચાર કોન્સ્ટેબલો ને સાથે રાખીને રાધાનગર શહેરનું ચક્કર લગાવવા નીકળી પડ્યો..અબ્દુલે મહેસુસ કર્યું કે વાતાવરણમાં ઠંડી હદ કરતાં વધી ગઈ હતી..હજુ તો નવેમ્બર શરૂ હતો ને 10 ડીગ્રી નું તાપમાન અચરજ ઉપજાવનારું તો હતું જ..પણ હવે આ કુદરત નું કર્યું છે એ વિશે વિચારી અબ્દુલે એ તરફ ધ્યાન ના આપ્યું.

ઠંડી તો પુરજોશમાં હતી જ પણ સાથે-સાથે ધુમ્મસ નાં લીધે દસ મીટર દૂર જોવાની પણ ક્ષમતા નહોતી રહી..નહીંવત વિઝીબિલિટી લેવલ સાથે ધીરી ગતિમાં જીપને હંકારતો અબ્દુલ પોણા એક વાગ્યાં હશે ત્યાં સરદાર પટેલ ગાર્ડન વાળાં રસ્તે પોલીસ સ્ટેશન જવા પાછો વળ્યો.

હજુ તો અબ્દુલ જીપને લઈને ગાર્ડનથી સો મીટર દૂર આવ્યો ત્યાં એને કોઈ મદદ માટે અવાજ આપતું હોય એવો અવાજ સાંભળ્યો..આમ થતાં જ અબ્દુલનો પગ અનાયાસે જ બ્રેક ઉપર આવી ગયો..અબ્દુલે બ્રેક કેમ લગાવી એ વિચારી આશ્ચર્યમાં ગરકાવ અન્ય કોન્સ્ટેબલો અબ્દુલની તરફ ફાટી આંખે જોઈ રહ્યાં.

"અરે અબ્દુલ, અહીં જીપ કેમ ઉભી રાખી..? "અબ્દુલથી લગભગ બમણી ઉંમર ધરાવતાં એક કોન્સ્ટેબલ જેમનું નામ મોહનલાલ હતું એમને અબ્દુલ ને સવાલ કર્યો.

"કાકા, તમે કોઈની મદદ માટે ની પુકાર સાંભળી નહીં.."અબ્દુલે મોહનકાકા સામે જોતાં કહ્યું.

"ના..મેં તો એવું કંઈ સાંભળ્યું નથી.."ગરદન નકારમાં હલાવતાં મોહનલાલ બોલ્યાં.

"અમે પણ એવો કોઈ અવાજ નથી સાંભળ્યો.."અન્ય ત્રણ કોન્સ્ટેબલો પણ મોહનલાલ ની વાતમાં પોતાનો સુર પરોવતાં બોલ્યાં.

પોતાનાં સાથી અધિકારીઓ જો એવું કહી રહ્યાં હતાં કે એમને કોઈ અવાજ નથી સાંભળ્યો તો નક્કી પોતાને કોઈ ભણકારો થયો હશે એમ વિચારી અબ્દુલે એક્સીલેટર પર પગ મૂકી જીપને પોલીસસ્ટેશન તરફ હંકારી મૂકી.અબ્દુલ નાં ત્યાંથી જતાં જ ગાર્ડનની જોડે આવેલાં કાચા રસ્તે ઝાડીઓની પાછળ કોઈ સળવળાટ થયો..જાણે કોઈ વ્યક્તિ બળપૂર્વક કોઈને ઘસડીને ઝાડીઓમાં લઈ ગયો હોય એવો એ અવાજ હતો..થોડી મિનિટો સુધી ત્યાં ચિત્ર-વિચિત્ર અવાજ આવવાનો ચાલુ જ રહ્યો.

જેવો અવાજ બંધ થયો એ સાથે જ એક સ્ત્રી અને એક પુરુષની માનવાકૃતિ ઝાડીઓમાંથી બહાર આવી અને દરિયાની તરફ જતાં રસ્તે અગ્રેસર થઈ.. એ લોકો ની ચાલમાં એક ગજબની મક્કમતા ની સાથે સામાન્ય મનુષ્યો કરતાં બમણી ગતિ પણ હતી.જે રીતે એ લોકો દરિયામાંથી આવ્યાં હતાં એમજ પુનઃ દરિયામાં ગાયબ પણ થઈ ગયાં.

****

બીજાં દિવસે પણ ઘડિયાળમાં સવાર તો પડી ગઈ હતી પણ સુરજનો પ્રકાશ હજુપણ અદ્રશ્ય હતો..જાણે કોઈએ સૂરજને ચાદર ઓઢાડી ઢાંકી દીધો હોય એવું લાગતું હતું..ઠંડી પણ ઘણી જ વધારે લાગી રહી હતી..નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ નવ વાગે પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા એટલે અબ્દુલ અને રાતે રોકાયેલાં અન્ય પોલીસ અધિકારીઓ પોતપોતાનાં ઘર તરફ જવાં રવાના થઈ ગયાં.

"વાઘેલા ભાઈ..આ તો એવું લાગે છે કે શિમલા આવી ગયાં.."પોતાનાં બંને હાથની હથેળીઓ પરસ્પર ઘસતાં નાયક બોલ્યો.

"આપણાં સાહેબ પૈસા ખર્ચીને ઉટીમાં ખુશનુમા મૌસમ માં મજા કરે અને આપણે અહીં મફતમાં.."વાઘેલા પોતાની રોજની ટેવ મુજબ મીરાજ ની તંબાકું મોં માં ભરાવતાં બોલ્યો.

"પણ સાહેબ..આ વાતાવરણમાં આવેલો પલટો મને તો બહુ વિચિત્ર ભાસે છે..કારણકે આવું વાતાવરણ ફક્ત આપણાં શહેરની આસપાસનાં વિસ્તારમાં જ છે.."અશોક પોતાની આદત મુજબ સ્થિતિનું બારીકાઈથી વર્ણન કરતાં બોલ્યો.

"એ તો ભાઈ જેવાં જેનાં નસીબ.. આવું કુદરતી આહલાદક વાતાવરણ આપણાં નસીબમાં જ હશે બીજું તો શું.."અશોક જે કહી રહ્યો હતો એની ગંભીરતા ઉપર ધ્યાન ના આપતાં જાની બોલ્યો..

"આવું ને આવું જો પાંચ-છ દિવસ રહેશે તો આજથી નવ મહિના પછી રાધાનગરમાં મોટી સંખ્યામાં બાળકો જન્મવાના એ નક્કી છે.."જોરજોરથી હસતાં જાની બોલ્યો.

જાનીનાં આ મજાક પર તો બધાં ને વધુ હસવું ના આવ્યું પણ એ જે રીતે હસી રહ્યો એ જોઈ બધાં હસી પડ્યાં.

રાધાનગર પોલીસ સ્ટેશનમાં જ્યાં પોલીસનાં સિનિયર અને જુનિયર અધિકારીઓ મળીને મજાક મસ્તી કરી રહ્યાં હતાં..તો બીજી તરફ સેન્ટ લુઈસ ચર્ચમાં પ્રેયર પૂર્ણ થયાં બાદ પાદરી ફાધર વિલિયમ બહાર બગીચામાં આવીને બેઠાં.. ફાધર થોમસ ની ડોકટર આર્યા દ્વારા હત્યા કરાયાં બાદ એમની રિક્ત જગ્યાની પૂર્તિ માટે એમનાં જ નાનાં ભાઈ ફાધર વિલિયમ અહીં રાધાનગર ની સેન્ટ લુઈસ ચર્ચમાં પોતાની સેવાઓ આપવાં આવ્યાં હતાં.

ફાધર થોમસની માફક ફાધર વિલિયમ પણ સાદગીની પ્રતિમા સમાન વિરલ વિભૂતિ હતાં..એમનો પ્રફુલ્લિત ચહેરો અને ગજબનું વ્યક્તિત્વ એમનાં હોદ્દા સાથે સારી રીતે સુસંગત હતું.અર્જુનને પણ ફાધર થોમસ ની ઓચિંતી વિદાય બાદ પોતાની જીંદગીમાં એક પિતાતુલ્ય વ્યક્તિનું જે ખાલી સ્થાન પડ્યું હતું એ ફાધર વિલિયમનાં આગમન બાદ ઘણેખરે અંશે ભરાઈ ગયું હોય એવું મહેસુસ થતું.

સતત બે દિવસથી ફાધર વિલિયમને એવું લાગતું જાણે પોતાનો જીવ કચવાઈ રહ્યો છે..કોઈ અજાણી ચિંતા એમનાં દિલોદિમાગ ને વારંવાર એવાં સંકેત આપી રહી હતી કે આ શહેરમાં નક્કી કોઈ મોટી વિકટ સમસ્યા આવનારી છે..અન્ય લોકો જ્યાં રાધાનગરનાં વાતાવરણમાં આવેલાં આ તીવ્ર પલટાનાં લીધે સર્જાયેલી ખુશનુમા મૌસમની મજા લઈ રહ્યાં હતાં પણ આમ થતાં ફાધર વિલિયમને પોતાનાં મનમાં ઉભરાતી ચિંતાઓ સત્ય થવાનું લાગવાં લાગ્યું.

ફાધરે જોયું કે બગીચાનાં ફૂલો પણ સૂર્યપ્રકાશની ગેર મોજુદગીમાં કરમાઇ ગયાં હતાં..સતત પતંગિયા અને પક્ષીઓથી ભરેલો રહેતો બગીચો શાંત થઈ ગયો હતો..જીવનચક્ર જાણે અંત તરફ આગળ વધી રહ્યું હોય એવું મહેસુસ કરતાં ફાધર વિલિયમ મનોમન ગહન મનોમંથન કરતાં બોલ્યાં.

"મારી છઠ્ઠી ઈન્દ્રિય મને એ સંકેત તો આપી જ રહી છે કે નજીકમાં કોઈ મહામુસીબત આ સમગ્ર શહેરને ઘેરી લેવાની છે પણ એ મુસીબત શું છે એ સમજાતું નથી..ઘણાં સમય બાદ શહેરમાં કોઈ લાશનું મળવું, વરુ નું વનવિભાગ નાં અધિકારીઓનાં પાંજરે કેદ થવું અને આ હવામાનમાં આવેલો બદલાવ નક્કી કંઈક તો કહેવા માંગે છે પણ શું.."

ફાધર વિલિયમ જ્યારે આ વિષયમાં વિચારી રહ્યાં હતાં ત્યાં એમનો એક અનુયાયી જેકોબ એમને બોલાવવા આવ્યો..ફાધર વિલિયમ ત્રણ દિવસનાં અખિલ ભારતીય ધાર્મિક પ્રવચન માટે જયપુર જવાનાં હતાં..તો એમને અમદાવાદ સુધી જતી બસમાં બેસાડવા જેકોબ એક ટેક્સી કરી આવ્યો હતો જે એકાદ કલાકમાં આવવાની હતી..તો એ માટે જ જેકોબ ત્યાં આવ્યો હતો.

જેકોબ ને પોતે થોડીવારમાં આવે છે એવું જણાવી ફાધર વિલિયમ ચર્ચની અંદર જઈને લોર્ડ જીસસ ની પ્રતિમા સામે શીશ ઝુકાવીને ઉભાં રહી ગયાં.

"હે લોર્ડ, મહેરબાની કરીને તારી કૃપા અને આશિષ આ શહેરનાં લોકો પર વરસાવતો રહેજે..હું તને અરજ કરું છું કે આ શહેરની સદાય રક્ષા કરજે.."

થોડીવારમાં ફાધર વિલિયમ જયપુર જવાં નીકળી તો ગયાં પણ જતાં જતાં એમનાં મનમાં રાધાનગર અને રાધાનગર નાં લોકો માટે ચિંતા હતી. એક ડર હતો.આ ડર અને ચિંતા એમનાં મન અને હૃદયમાં એક વ્યક્તિની છબીનું નિર્માણ કરતી..અને એ વ્યક્તિ હતો એસીપી અર્જુન..!ફાધર વિલિયમને વિશ્વાસ હતો કે જ્યાં સુધી અર્જુન આ શહેરમાં છે ત્યાં સુધી રાધાનગરનાં લોકોને ઉની આંચ નહીં આવે..અને જો એવું કોઈ કરશે તો અર્જુન એમને એમનાં અંજામ સુધી પહોંચાડયાં વગર રાહતનો શ્વાસ નહીં ભરે.

****

એકતરફ રાધાનગરમાં વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું..તો એ બધી વસ્તુથી બેખબર અર્જુન પોતાની પત્ની પીનલ અને દીકરા અભિમન્યુ સાથે ઉટીનાં કુદરતી વાતાવરણને એકમેકનાં સાનિધ્યમાં મન મુકીને માણી રહ્યાં હતાં.

બિપાશા બાસુ અને ડીનો મોરિયા દ્વારા અભિનીત હોરર ફિલ્મ રાઝ પછી બધાં ભારતીય લોકોની નજરમાં રાતોરાત ચડી ગયેલું આ સ્વર્ગ સમાન સ્થળ ખરેખર તો ફિલ્મમાં બતાવાયું છે એનાંથી પણ વધુ મનમોહક છે..ત્યાંનાં પર્વતો, ઝરણાં, કુદરતી વાદીઓ બધું જ આંખોમાં કેદ કરીને પોતાની સાથે લઈ જવાની ઈચ્છા થાય એવી આ જગ્યા છે.એમાં પણ પીનલ નાં નાનપણનાં ફેવરિટ હીરો એવાં મિથુન ચક્રવર્તી ની માલિકીની હોટલ ધ મોનાર્કમાં જ્યારે અર્જુન પોતાનાં પરિવાર સાથે ડિનર લેવાં ગયો ત્યારે મિથુન ચક્રવર્તી ને ત્યાં રૂબરૂ મળ્યાં બાદ પીનલ જે રીતે ખુશ હતી એ જોઈ અર્જુન મનોમન બમણો હરખાઈ રહ્યો હતો.

રાતે અભિમન્યુ ને સુવડાવ્યાં બાદ પોતાનાં રૂમની ગેલેરીમાં બેઠાં-બેઠાં કોફીનાં ઘૂંટ ભરતાં અર્જુન અને પીનલ વાતચીત કરી રહ્યાં હતાં.

"અર્જુન હવે ફક્ત બે દિવસ જ વધ્યાં છે અહીં.."પીનલ બોલી.

"હા..યાર..તારી અને અભિમન્યુ સાથે સમય ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ નથી રહેતી.."અર્જુન બોલ્યો.

"અર્જુન..તું મારી ખુશી માટે જે કંઈપણ કરી રહ્યો છે એ માટે થેંક્યું સો મચ."અર્જુનનાં હાથ ની ફરતે પોતાનો હાથ વીંટાળી એનાં ખભે પોતાનું માથું રાખી પીનલ બોલી.

"એમાં થેંક્યું શેનું.. પીનલ ઉપરથી થેંક્યું તો મારે તને કહેવું જોઈએ કે કરોડપતિ પરિવારની હોવાં છતાં મારાં જેવાં અનાથ અને શરૂઆતમાં ત્રીસ-ચાલીસ હજારની નોકરી કરતાં વ્યક્તિને પોતાનાં જીવનસાથી તરીકે પસંદ કર્યો.."અર્જુન પીનલનાં કપાળ પર નાનકડું ચુંબન કરતાં બોલ્યો.

"અર્જુન..મને મારાં પિતાજી અબજોપતિ છોકરાં જોડે પરણાવત છતાં હું આટલી ખુશ ના રહી શકત જેટલી તારી સાથે છું..તારી આવક જે કંઈપણ હોય એનાંથી મને કોઈ ફરક પડ્યો નથી કે પડવાનો પણ નથી..કેમકે હું તારાં પ્રેમ અને તારાં દ્વારા મારી રાખવામાં આવતી કાળજીનું મૂલ્ય એ અબજો અને કરોડો ની દોલત કરતાં હજારો ગણું વધુ સમજુ છું.."પીનલનાં અવાજમાં અર્જુન માટે દુનિયાભરનો પ્રેમ વર્તાતો હતો.

બસ આવી જ પ્રેમભરી વાતો કર્યાં બાદ અર્જુન અને પીનલ પોતાનાં બેડરૂમમાં આવ્યાં..અને અભિમન્યુ નાં ગાલ પર એક નાનકડું ચુંબન કરીને એકબીજાને સ્પર્શ થકી પ્રેમ આપવાની કોશિશમાં લાગી ગયાં.

****

અબ્દુલ પછી નાઈટ ડ્યુટીનો વારો જાની નો હતો.વાઘેલાની જેમ જાની પર ક્યાંય બહાર જવાનાં બદલે આખી રાત પોલીસ સ્ટેશનમાં જ આરામ ફરમાવતો પડ્યો રહ્યો..અત્યાર સુધી જે શહેરમાં કંઈ અઘટિત નહોતું બન્યું એ શહેરમાં શું બનવાનું પણ હતું એમ વિચારી જાની અગિયાર વાગે તો પોલીસ સ્ટેશનમાં રહેલી લાકડાની બેન્ચ પર પગ પ્રસારીને સુઈ ગયો.

ઘસઘસાટ સૂતાં વાઘેલાની નીંદર સવારે પાંચ વાગે પોલીસ સ્ટેશનની લેન્ડલાઈન ઉપર આવેલાં કોલ નાં લીધે ખુલી ગઈ.

"એ દેસાઈ..જો તો ખરો આટલી સવાર સવારમાં કોનો કોલ છે..? "ઊંઘમાં જ જાની બબડયો.

"હા જોઉં સાહેબ.."આટલું બોલી દેસાઈ નામનો કોન્સ્ટેબલ ખુરશીમાંથી આળસ ખંખેરતો-ખંખેરતો ઉભો થયો અને લેન્ડલાઈન જ્યાં હતી એ તરફ આગળ વધી લેન્ડલાઈન નું રીસીવર હાથમાં લેતાં બોલ્યો.

"હેલ્લો.. કોણ બોલો..? "

"એની માં ને કટ થઈ ગયો"ફોન રિસીવ કરવામાં મોડું થઈ જતાં કોલ કરનાર વ્યક્તિ એ કોલ કટ કરી દીધો હોવાનું લાગતાં દેસાઈ ગાળો બોલતો બોલતો પાછો પોતે જ્યાં પગ ટેબલ પર લંબાવીને બેઠો હતો એ ખુરશી તરફ આગળ વધ્યો..દેસાઈ માંડ ખુરશીથી બે ડગલાં દૂર હતો ત્યાં ફરીથી લેન્ડલાઈનમાં રિંગ વાગી.

રિંગ વાગતાં જ દેસાઈ વીજળીવેગે લેન્ડલાઈન તરફ આગળ વધ્યો અને બીજી રીંગે તો કોલ રિસીવ કરતાં બોલ્યો.

"હેલ્લો કોણ બોલો..? "

દેસાઈનાં સવાલનાં જવાબમાં કોલ કરનાર વ્યક્તિએ કંઈક કહ્યું..એ સાંભળ્યાં બાદ દેસાઈ નાં ચહેરા નાં ભાવ બદલાઈ ગયાં.. ડર અને ચિંતાનાં બેવડાં ભાવ સાથે દેસાઈ ઉપરા-છપરી સવાલોનો મારો ચલાવતાં બોલ્યો.

"તમે ત્યાં જ છો..? કુલ કેટલાં લોકોની લાશ છે..? તમે એમાંથી કોઈને ઓળખો છો..? એકજેક્ટ જગ્યા કઇ..? "

દેસાઈ નાં આ ચાર સવાલોમાં 'કુલ કેટલાં લોકોની લાશ છે..? ' એ કાને પડતાં જ જાની ની સાથે પોલીસ સ્ટેશનમાં હાજર બધાં પોલીસ અધિકારીઓ ની ઊંઘ એક સેકંડમાં ગાયબ થઈ ગઈ.

★★★

વધુ આવતાં અંકમાં.

દેસાઈની કોની સાથે વાત થઈ અને શું વાત થઈ..? શું પકડાયેલું વરુ અમરત ની મોત માટે જવાબદાર હતું.? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિઓ કોની હતી..? અર્જુન ને લાશ વિશે ન જણાવી એનાં સાથી અધિકારીએ સારું કર્યું હતું કે ખોટું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ, The ring

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED