Devil Return-1.0 - 4 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 4

ડેવિલ રિટર્ન-1.0

(4)

એકતરફ અર્જુન સપરિવાર ઉટી જવાની તૈયારી કરી રહ્યો હોય છે તો બીજી તરફ શહેરનાં મધ્યમાં આવેલાં ગાર્ડનમાંથી ગાર્ડનનાં સિક્યુરિટી ગાર્ડ અમરતની વિકૃત હાલતમાં લાશ મળે છે..ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ યાસીર શેખ ને અમુક ચોંકાવનારી વસ્તુઓ અમરતની બોડી ની ફોરેન્સિક તપાસ વખતે મળે છે..ફોરેન્સિક રિપોર્ટ ઘણો વિચિત્ર હોવાં છતાં નાયક અમરતની મોત જંગલી જનાવરનાં હુમલામાં થયું હોવાનું માની કેસ ક્લોઝ કરે છે..શહેરભરમાં જંગલી પશુને પકડવા પાંજરા મુકાઈ ગયાં હોય છે..નાયક પર અર્જુનનો કોલ આવતાં એ ચોંકી જાય છે.

અર્જુને અત્યારે કેમ કોલ કર્યો હશે એ વિશે મનોમન વિચારતાં નાયકે અર્જુનનો કોલ રિસીવ કર્યો.

"હેલ્લો સર..કેમ છો..? "ફોન રિસીવ કરતાં જ નાયકે પૂછ્યું.

"બસ શાંતિ છે..તું જણાવ ત્યાં કોઈ નવાજુની..? "અર્જુને સામો સવાલ કરતાં કહ્યું.

અર્જુનનાં આ સવાલનાં જવાબમાં નાયકને એકવાર તો થયું કે અર્જુનને અમરત ની લાશ મળવાની ઘટના વિશે જણાવી દે..પણ આમ કરી એ અર્જુનનો ફરવા જવાનો મૂડ બગાડવા નહોતો માંગતો એટલે આ વાત નાયકે મનમાં જ ધરબી રાખી.

"બસ અહીં પણ શાંતિ છે..પણ અત્યારે કોલ કરવાનું કોઈ ખાસ કારણ..? "નાયકે કહ્યું.

"એ તો એમ કહેવા કોલ કર્યો હતો કે હું અહીં ઉટી પહોંચી ગયો છું..અમે અહીં હોટલનાં રૂમ સુધી આવી ગયાં એટલે મને થયું કે લાવ તને કોલ કરી આ વિશે જણાવી દઉં..નકામી તું ચિંતા કરે.."અર્જુન પોતાનાં કોલ કરવાનું કારણ આપતાં બોલ્યો.

"સરસ..તો પછી તમ તમારે ભાભી અને અભિમન્યુ દીકરા સાથે ઉટીનાં કુદરતી વાતાવરણની મજા માણો..અહીંનું બધું મારાં પર છોડી દો..કેમકે આપણે હોઈએ ત્યાં.."નાયક પોતાની વાત અધૂરી મુકતાં બોલ્યો.

"ખબર છે હો..તું હોય ત્યાં બધું ઓલરાઈટ.."નાયકની આમ બોલવાની ટેવથી વાકેફ અર્જુન હસીને એની વાત પૂર્ણ કરતાં બોલ્યો.

"હા તો સાહેબ..હવે ફોન રાખું..શુભ રાત્રી.."નાયક બોલ્યો.

"શુભરાત્રી.."આટલું કહી અર્જુને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

અર્જુને જેવું જ નાયક સાથે વાત કર્યાં પછી મોબાઈલ રાખ્યો એ સાથે જ પીનલ બાથરૂમમાંથી કપડાં ચેન્જ કરીને અર્જુનની નજીક આવતાં બોલી.

"કરી લીધી તમારાં નાયક જોડે વાત..? "

"હા..કરવી જ પડે ને..નહીં તો બિચારો નકામી ચિંતા કરે.."અર્જુન પીનલ ની તરફ એકધારું જોતાં બોલ્યો.

"શું જોઈ રહ્યો છે આમ..? "આંખોનાં ભ્રમર ઊંચા કરી અર્જુન તરફ જોઈ પીનલે સવાલ કર્યો.

"એમ જોતો હતો કે આ ચાંદ જમીન પર અચાનક ક્યાંથી ઉતરી આવ્યો.."પીનલ નાં વખાણ કરતાં અર્જુન બોલ્યો.

"જનાબ..તમારી દાનત સારી નથી લાગી રહી મને આજે.."અર્જુનની નજીક પહોંચી પીનલ બોલી.

પીનલ નાં આમ બોલતાં જ અર્જુને પીનલનો હાથ પકડી એને બેડ પર ખેંચી લીધી..અર્જુનનાં આમ કરતાં નકલી ગુસ્સો કરતાં પીનલ અર્જુનની છાતી પર ધીરેથી મુક્કો મારતાં બોલી.

"શું કરે છે તું...ક્યાંક અભિમન્યુ જોઈ જશે તો..? "

"જાનેમન..મારો દીકરો બહુ હોંશિયાર છે..એને ખબર હતી કે પપ્પા આજે શું કરવાનાં છે એટલે એ વહેલો વહેલો જ સુઈ ગયો.."ચાદર ઓઢીને સોફા પર સુતેલાં અભિમન્યુ તરફ આંગળી કરતાં અર્જુન બોલ્યો.

"એમ બોલ ને કે એને હું શાવર લેવાં ગઈ ત્યારે જાણીજોઈને સુવડાવી દીધો..? "પીનલ અર્જુનની તરફ સવાલસુચક નજરે જોતાં બોલી.

"હવે તું જે સમજે એ સમજ..પણ એમાં ફાયદો અભિમન્યુ નો જ છે.."પીનલ નાં માથાનાં કેશને પોતાનાં હાથની આંગળીઓ વડે રમાડતાં અર્જુન બોલ્યો.

"એમાં અભિમન્યુ ને શું ફાયદો..? "અર્જુનની વાત સાંભળી પીનલે પ્રશ્ન કર્યો.

"અરે એને ખબર હતી કે જો હું વહેલાં સુઈ જઈશ..અને મમ્મી પપ્પા ને ડિસ્ટર્બ નહીં કરું તો મારી જોડે રમવા એક નાનો ભાઈ કે પછી નાની બેન નજીકમાં જ આવશે.."ચહેરા પર સ્મિત સાથે અર્જુન બોલ્યો.

"તું બહુ બગડી ગયો છે.."અર્જુનની વાત સાંભળી પીનલ બોલી.

"સુધાર્યો જ ક્યારે હતો..? "આટલું કહી અર્જુને પોતાનો ચહેરો પીનલનાં ચહેરા તરફ ઝુકાવી દીધો..આવનારી ઘડીમાં શું થવાનું હતું એનો પીનલને અણસાર આવી ગયો હતો..પીનલ પણ આવનારાં સમયને પોતાની આગોશમાં ભરવા મદહોશ બની ગઈ હતી.

અર્જુનનાં આંખોમાં જોતાં જોતાં જ પીનલ ની આંખો અનાયાસે જ ઝૂકી ગઈ અને એનાં સુમન જેવાં કોમળ અધરોની જોડ ધ્રુજી ઉઠી..અર્જુને પણ ઘડીનો વ્યય કર્યાં વગર પીનલની સ્વીકૃતિ સમજી પોતાનાં અધરોને પીનલનાં અઘરો પર રાખી દીધાં.પીનલે પણ ખુલ્લાં મને અર્જુનને સાથ આપવાનું શરૂ કર્યું.

આખરે અર્જુન અને પીનલ જે અપ્રિતમ સુખ માટે પોતાનાં સેકન્ડ હનીમુન ઉપર આવ્યાં હતાં એ સુખની અનુભૂતિ થવાની શુભ શરૂઆત થઈ ગઈ હતી..પાંચેક મિનિટ નાં અંતરમન ને ભીંજવી દેતાં ચુંબન બાદ પીનલ હવે પરમસુખ ની કામના સાથે અર્જુનનાં શરીર ની ફરતે વીંટાળેલા પોતાનાં બંને હાથનું દબાણ વધારી રહી હતી.

સ્ત્રીસહજ ઈચ્છાઓ ને પીનલ સાથેનાં લગ્નજીવન બાદ અર્જુન સારી પેઠે જાણતો હતો..પીનલ નાં શરીરમાં આવતી નાનામાં નાની લચક અને પીનલનાં ચહેરાનાં બદલાતાં ભાવ ને જોઈ અર્જુન સમજી ગયો હતો કે હવે પીનલ ચરમસુખ ની ખેવના ધરાવે છે.

એકપછી એક વસ્ત્રોનાં દૂર થતાં આવરણ અને એકબીજાંને સ્પર્શ થકી પોતાનાં પ્રેમનો અહેસાસ કરાવતાં અર્જુન અને પીનલ હવે એકાકાર થઈ ચુક્યાં હતાં..લાંબી મુસાફરી પછી થાકી ગયાં હોવાં છતાં બધો જ થાક ભૂલી બંને પતિ-પત્ની એકબીજામાં ઓળગોળ થઈ ચુક્યાં હતાં.

આખરે બે કલાક જેટલી એકબીજાને સંપૂર્ણ સુખ આપી તૃપ્ત કરવાની હરીફાઈ પછી બંને સુઈ ગયાં.. સૂતાં પહેલાં અર્જુને સોફા પરથી અભિમન્યુ ને સાચવીને તેડ્યો અને પોતાનાં અને પીનલનાં વચ્ચે સુવડાવી દીધો.

****

રાધાનગરમાં બીજાં દિવસનો સૂરજ કંઈક નવી જ ગરમાગરમ ખબર લઈને આવ્યો હતો..અને એ ખબર હતી કે જંગલખાતા નાં અધિકારીઓએ જે પાંચ પાંજરા રાધાનગરનાં વિવિધ પ્રવેશદ્વાર પર રાખ્યાં હતાં એમાં એક પાંજરાની અંદર એક વરુ પકડાયું હતું..આ ખબર મળતાં જ નાયક મારતાં ઘોડે ત્યાં પહોંચી ગયો.

જંગલખાતા નાં એક અધિકારીએ નાયક ને જણાવ્યું કે

"આ વરુ નો આકાર અન્ય વરુ કરતાં મોટો છે..આનું કારણ એ હોઈ શકે કે આ વરુ ને કોઈ કારણોસર એમનાં ટોળામાંથી અલગ કરવામાં આવ્યું હશે..આવું વરુ નાં સમૂહ વચ્ચે ઘણી વખત થતું હોય છે.આમ થતાં આ એકલાં પડેલાં વરુઓ વધુ હિંસક બને છે અને આગળ જતાં ઘણાં જોખમી પુરવાર થાય છે."

"આ એકલાં પડેલાં વરુ કોઈ મોટાં પશુનો શિકાર તો નથી કરી શકતાં એટલે જે પણ સરળતાથી આવાં વરુ નાં હાથે ચડે એનો એ શિકાર કરતાં હોય છે..જેમાં મનુષ્યો પણ આવી શકે છે..અમે આ વરુને અમારી સાથે લઈ જઈએ છીએ એટલે હવે આ શહેરમાં કોઈ એવી ઘટના નહીં બને જેમાં કોઈ શહેરીજને જીવ ખોવો પડે.."

નાયકે દિલથી વનવિભાગનાં અધિકારીઓનો આભાર માન્યો અને પાંજરામાં કેદ વરુ સાથે એમને વિદાય આપી..અમરત પર હુમલો કરનાર વરુ પકડાય જવાની ખુશી નાયક નાં ચહેરા પર સાફ-સાફ વર્તાતી હતી..બધું સમસૂતરું પાર પડી ગયાં બાદ હવે અર્જુનને બધી વાત વિગતે કરી દેવી જોઈએ એવો વિચાર નાયકને ઘડીભર આવ્યો તો ખરો પણ પછી આમ કરવાથી એસીપી સાહેબ નકામાં આ બધાં વિશે વિચારી પોતાની ફરવાની મજા બગાડશે એટલે નાયકે બીજી જ ઘડીએ આ વિચાર ને પડતો મુક્યો.

સાંજ સુધીમાં તો આખાં રાધાનગર શહેરમાં આ વાત પ્રસરી ગઈ કે અમરત ની મોત માટે જવાબદાર વરુ જંગલખાતાનાં પાંજરે પુરાઈ ગયો છે..આ સાંભળી રાધાનગર ની સમસ્ત જનતા એ રાહતની શ્વાસ લીધી.

અમરતનાં મૃતદેહ પરથી મળેલાં અવિશ્વસનીય સેલ વિશે ચર્ચા કરવાં શેખ અર્જુનને ફોરેન્સિક લેબમાં બોલાવવા માટે કોલ કરતો હતો ત્યાં વિશાલ દ્વારા યાસીર શેખ ને જણાવાયું કે અર્જુન અત્યારે રાધાનગરમાં નથી અને રાધાનગર પોલીસસ્ટેશનનો ચાર્જ નાયક જોડે છે.આ સાંભળી શેખે હવે અર્જુન આવે પછી રૂબરૂમાં જ આ વિશે ચર્ચા કરવાનું મન બનાવી લીધું.

વનવિભાગ નાં પાંજરે પકડાયેલું વરુ જ અમરત ની મોત માટે જવાબદાર છે એ બાબતે શેખ ને શંકા હતી..પણ શેખ ને એ વિશે માહિતી મળે કે આ રીતે કોઈ વરુ પકડાયું છે એ પહેલાં તો વનવિભાગનાં અધિકારીઓ વરુ ને લઈને રવાના થઈ ચુક્યાં હતાં નહીં તો શેખ એ વરુની શારીરિક તપાસ કરી એ વાત જાણી લેત કે શું સાચેમાં અમરતની મોત માટે એ પકડાયેલું વરુ જ જવાબદાર હતું કે નહીં...રાધાનગર ની સામાન્ય જનતા ભલે એવું માની રહી હતી કે હવે શહેર સુરક્ષિત છે પણ શેખને મનમાં ઊંડે એક અજાણ્યો ડર સતાવી રહ્યો હતો કે આ શહેરમાં હજુ કંઈક બદથી બદતર થવાનું છે.

****

વરુ પકડાઈ ગયું હોવાની વાત સાંભળી નાયક સમેત અન્ય પોલીસ અધિકારીઓ પણ શાંતિ અનુભવી રહ્યાં હતાં..આજે એ લોકો નિરાંતની ગપ્પાં મારતાં કામ વગરની વાતો કરી ટાઈમપાસ કરી રહ્યાં હતાં..જાની, અશોક અને વાઘેલા સિવાય એ લોકો સાથે એક નવો જોઈન થયેલો કોન્સ્ટેબલ અબ્દુલ પણ બેઠો હતો..રાધાનગર પોલીસ સ્ટેશનમાં પહેલાં ડ્યુટી નિભાવતાં જાવેદ નો એ નાનો ભાઈ હતો.કોઈ સામાજિક કારણોસર ત્રણ દિવસ અબ્દુલ રજા પર હતો અને આજે જ એ ડ્યુટી પર પાછો આવ્યો હતો.

જાવેદની કામ કરવાની ધગશ અને ફરજનિષ્ઠા જોઈને અર્જુનને હંમેશા જાવેદ માટે માન હતું..જાવેદ નું બીજે ટ્રાન્સફર થયાં બાદ અર્જુનને રાધાનગર પોલીસ સ્ટેશનમાં કંઈક ખૂટતું મહેસુસ થતું હતું..પણ જેવી અબ્દુલે ત્યાં પોતાની ડ્યુટી જોઈન કરી એટલે અર્જુનને એવું લાગ્યું જાણે જાવેદ પાછો આવી ગયો છે.

નાયક, જાની, વાઘેલા પણ અબ્દુલને બહુ સારી રીતે રાખતાં..અર્જુને બનાવેલાં નિયમ મુજબ દરેક સિનિયર ઓફિસરે અઠવાડિયામાં એક એક દિવસ રાતે પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ નિભાવવાવની..અને એ મુજબ આજે રાતે અબ્દુલ ને પોલીસ સ્ટેશનમાં રોકાવવાનું હોય છે..અબ્દુલ ને હજુ ડ્યુટી જોઈન કરે વધુ સમય થયો ન હોવાં છતાં એને પ્રથમ હરોળનાં અધિકારીઓ વચ્ચે સ્થાન મળ્યું હતું..અને આ સાથે જ મળી હતી રાત્રી દરમિયાન ઈન્ચાર્જ તરીકે ડ્યુટી કરવાની જવાબદારી.

હજુ તો માંડ સાંજનાં પાંચ વાગ્યાં હતાં ત્યાં સૂરજ વાદળોની વચ્ચે છુપાઈ ગયો..સમગ્ર રાધાનગર પર જાણે અંધકાર ની આછેરી ચાદર પથરાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું..વાતાવરણમાં અચાનક જોરદાર ઠંડક પણ આ સાથે મહેસુસ થઈ રહી હતી..એકાદ કલાકમાં જ વાતાવરણમાં આવેલો આ તીવ્ર પલટો બધાંની સમજ બહારનો હતો.

"અબ્દુલ બહાર તો જો..લાગે છે તારી ડ્યુટી વહેલી ચાલુ થઈ ગઈ.."જાની એ અબ્દુલને બારીની બહાર જોવાનો સંકેત કરતાં કહ્યું.

"હા લાગે છે તો એવું જ પણ હજુ તો માંડ પાંચ ને વીસ થઈ છે અને આટલું અંધારું..લાગે છે કે આઠ વાગી ગયાં.."પોતાની કાંડા ઘડિયાળ તરફ જોતાં અબ્દુલ બોલ્યો.

"લાગે છે કોઈ તોફાન આવવાનું છે.."અશોક વાતાવરણમાં આવેલાં આ પલટાને ધ્યાનથી જોતાં બોલ્યો.

"શેનું તોફાન..અને કેવું તોફાન..? ..તું આ વગર કારણની બબળાટ શું કરે છે..? "અશોકની વાત સાંભળી નાયક બોલ્યો.

"સાહેબ..અમુક વખત ઠંડી ની મોસમમાં વિદેશનાં ઘણાં દેશોમાં આવું બનતું હોય છે કે ધોળે દિવસે સૂર્ય ઢંકાઈ જાય અને પછી ધૂમમ્સ અને તીવ્ર ઠંડી નું જોર વધી જાય.."અશોક પોતે કયાં તોફાનની વાત કરતો હતો એ વિશે જણાવતાં બોલ્યો.

"હમમ..હોઈ શકે તું કહી રહ્યો હોય એવું થાય..અમે પણ આવું વાતવરણ જોયું તો છે..પણ એ શિયાળો એનાં પુર જોરમાં હોય ત્યારે..અને અત્યારે તો હજુ શિયાળાની શરૂઆત જ થઈ છે.."નાયક બોલ્યો.

"સાહેબ, આ તો કુદરત છે..એની આગળ આપણું ક્યારેય ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી.."અબ્દુલ બોલ્યો.

"ખરી વાત છે અબ્દુલ તારી..હવે આ પરિસ્થિતિ ત્રણ-ચાર દિવસ સુધી રહેશે એ નક્કી છે તો હવે બીજું વિચાર્યા વગર એની સામે પાર કઈ રીતે પડી શકાય એ વિશે વિચારવું જોઈએ..બીજું તો શું..? "જાની અબ્દુલની વાતમાં હામી પુરાવતાં બોલ્યો.

એ લોકોની આમ જ ચર્ચાઓ રાતનાં આઠ વાગ્યાં સુધી ચાલતી જ રહી..આઠ વાગે અબ્દુલ ને જરૂરી સલાહ-સુચન આપી નાયક અને બાકીનાં અધિકારીઓ પોતપોતાનાં ઘરે જવા રવાના થઈ ગયાં.

અબ્દુલ ભલે હજુ નવો-સવો ડ્યુટીમાં જોઈન થયો હતો પણ અર્જુન જોડેથી અને પોતાનાં ભાઈ જોડેથી એ ડ્યુટીને પૂરાં મનથી નિભાવવાનું શીખ્યો હતો..બીજાં અધિકારીઓ જ્યાં રાતની ડ્યુટી દરમિયાન ફક્ત પોલીસ સ્ટેશનમાં ટાંટિયા લાંબા કરી આરામ ફરમાવતાં ત્યારે અબ્દુલ અર્જુનની માફક મોડી રાતે બે-ચાર કોન્સ્ટેબલો સાથે શહેરનું એક ચક્કર જરૂર લગાવતો.

રાતનાં અગિયાર વાગ્યાં હતાં અને રાધાનગર શહેર અંધકાર અને ઠંડીનાં આગોશમાં શાંત થઈ ગયું હતું ત્યારે રાધાનગર નજીકનાં દરિયાકિનારે પાણીમાં હિલચાલ થઈ..અને એ સાથે જ દરિયાને ચીરતું એક જહાજ અચાનક દરિયામાં પ્રગટ થયું.

જહાજનાં તુતક ઉપરથી બે માનવાકૃતિઓ એ દરિયાની સપાટી પર કૂદકો માર્યો..આશ્ચર્યની વાત હતી કે એ બંને માનવાકૃતિ પાણી ની સપાટી પર એ રીતે ચાલી રહી હતી જાણે જમીન પર ચાલતી હોય..એ બંને માનવાકૃતિ જેવી દરિયાકિનારે પહોંચી એ સાથે જ પેલું જહાજ અદ્રશ્ય થઈ ગયું.

લાઈટહાઉસ માં મોજુદ મુસ્તફા એ ત્યાં રહેલાં સેન્સરની અંદર દરિયાકિનારે કોઈ જહાજ હોવાનો અવાજ તો સાંભળ્યો પણ ફરીવાર રડારની ઉપર કંઈપણ ના દેખાયું..જે જોઈ મુસ્તફા ને નવાઈ તો લાગી પણ કોઈ ટેક્નિકલ ખામીનાં લીધે આવું થતું હોવું જોઈએ એ વિચારી મુસ્તફા સુઈ ગયો.

આ સાથે જ જહાજમાંથી ઉતરેલી બે માનવાકૃતિ રાધાનગર શહેરની તરફ આગળ વધવા લાગી..શારીરિક બનાવટ પરથી લાગતું હતું કે એમાંથી એક પુરુષ છે અને એક સ્ત્રી..!

★★★

વધુ આવતાં અંકમાં.

શું પકડાયેલું વરુ અમરત ની મોત માટે જવાબદાર હતું.? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિઓ કોની હતી..? અર્જુન ને લાશ વિશે ન જણાવી એનાં સાથી અધિકારીએ સારું કર્યું હતું કે ખોટું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED