Shikaar - 15 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૧૫

શિકાર
પ્રકરણ ૧૫
હિતેશ પટેલ આમ તો હિતેશ કાકડીયા અમરેલી જીલ્લામાં મૂળ વતન પણ રાજકોટ થી અહીં ભણવા આવ્યો હતો અમદાવાદ માં PG MANAGEMENT B. K. SCHOOL OF MANAGEMENT માં ગૌરવ થી બે એક વર્ષ નાનો પણ બંને વચ્ચે સારી મિત્રતા યુનિ હોસ્ટેલમાં એને ગોઠતું ન હતું એટલે નવા સત્રમાં એડમિશન જ લીધું ન હતું પરંતું એની સાથે જે બીજા રૂમ પાર્ટનર જોડાવાના હતાં તે લગભગ દોઢેક મહિના પછી આવવાનાં હતાં એટલે હિતેશ ને વિસ પચ્ચીસ દિવસ માટે રૂમની સમસ્યા હતી બાકી તો રજાઓ માં મીડટર્મમાં સેટ થઇ જાય એમ હતું જ... એણે ગૌરવને વાત કરી ગૌરવે આકાશને...
"જો ગૌરવ મને આમ કોઇ જોડે રહે તે પસંદ નથી.. ઇવન મેં તને ય કોઈ દિવસ જોડે આવવાનું કહ્યું નથી, મારી જિંદગી સીધી લીટીમાં નથી જતી , મારૂં ઠેકાણું ય શું હું તો મહીના પછી.... "
"અરે ભાઈ! આને વિસ પચ્ચીસ દિવસ જ રહેવાનું છે. "
"ના તો પણ મને ન ફાવે.."
"આકાશ.."
"એક કામ કર તું આવી જા મારી જોડે.. "
"આકાશ હિતેશ BK માં ભણે છે... "
"તો..? "
"ગૌરી ની કોલેજમાં ...."
આકાશ મૌન રહ્યો ,
"ઇનફેક્ટ મેં જ એને તારૂ નામ સજેસ્ટ કર્યું , કદાચ! "
ગૌરવ હવે એની કોઇ જરૂર નથી,હું ગૌરી સામે પ્રસ્તાવ મુકી ચુક્યો છું સીધો.... "
ગૌરવ ડોળા ફાડી જોઇ રહ્યો... " ખરેખર!? "
"હા .."
"તો પછી..! "
"એની હા ની રાહ જોઉં છું... "
"એ ના પાડશે તો? "
"ના પાડવી હોત તો પાડી ચુકી હોત, હવે ખાલી એનો વિશ્વાસ એનું હૈયું જીતવાનું છે.. "
"તો હિતેશ ને... "
એકદમ ના ન પાડતો એને કહેજે બે ચાર દિવસ રહી જાય, હું કેટલીક સફાઇ કરાવી લઉં ઘરમાં ..."
આકાશ કેમ માની ગયો એની આકાશને ખુદ ને નવાઇ લાગી પણ એ ય સામે ગણતરી માંડવા લાગ્યો જોવું તો પડશે જ હિતેશ ના આવવા પાછળ કોણ કોણ છે...
****************** *******************
બે દિવસ આકાશે કોઈ સંપર્ક જ ન કર્યો તો ગૌરીની વિમાસણ વધવા લાગી,
"મેં ના કહી એટલે આકાશ નહી આવતો હોય મળવા?? પણ મેં એને ના ય ક્યાં કહી છે આમ તો .. તે હા પણ ક્યાં કહી છે ?.."
ગૌરી જાત સાથે લડતી હતી, "પણ ! તારે હા કહી દેવી જોઇતી હતી.... ના.. ના હું એને જાણતી પણ નથી.."
એ અરીસા સામે જોઈ દલીલો કરતી હતી જાત સાથે જ તો
"તો જાણ ને ... કોણે રોકી છે ? મા એને વાત કર એની સાથે .. સાચું તો એછે ગૌરી કે આકાશ ને તું જ સામેથી પ્રપોઝ કરવાની હતી ને હવે જ્યારે એણે પ્રપોઝ કર્યુ તો ભાવ ખાય છે??? "
તે શું પણ ભાવ તો ખાઈ જ ને જોવું તો પડેને એ કેટલો ગંભીર છે સંબંધો માટે મારે એવું કાંઇ જ નથી કરવું કે જેથી પપ્પા ને કાંઇ પણ સહેજે દુઃખ પહોંચે... પપ્પા નો જીવ છું હું ..."
આકાશને મળવું તો છે જ ને એના વિષે બધી જાણકારી પણ લેવી જ રહી ... પણ સામેથી મળવા એ જ આવશે ... શ્વેતલ કાકા ને કહું કે આકાશને વિશે.....? ના ના પપ્પા ને વાત આગળ વધે તો જ... આવવા દો આકાશને જ..."
***************** ********************
આ બાજુ આકાશ કાલુપુર ની ઓફીસ અને ફ્લેટ માં હિતેશ માટે ની તૈયારી માં વ્યસ્ત થઇ ગયો એક નાનો રૂમ જ એને ફાળવી આપ્યો હિતેશ ને એ બે ચાર વાર મળ્યો પણ ખરાં હવે એ મહીનો રહે તો ય એને વાંધો ન હતો કારણ તો હિતેશનું બેકગ્રાઉન્ડ.... સરકારી અધિકારી નો દિકરો જે સુધીરભાઈ પહેલાં જામનગર હતાં અને પ્રમોશન બાદ રાજકોટ આવ્યા હતાં ... ડેપ્યુટી કલેકટર તરીકે.. હિતેશ માહિતી લેશે કે દેશે એ તો સમય જ બતાવશે ... એમ વિચારીને એણે સાથે રહેવા બોલાવી જ લીધો....
હિતેશ ને રૂમ આપતા પહેલાં એને લગતું બધું જ હટાવી લીધું હતું, આકાશ ને પૂછ્યા વગર એનાં વિશે જાણવું અઘરૂં જ થઈ પડે....
***************** ********************
આકાશે આખરે ગૌરી ને કોલ કરી જ લીધો,
"ગૌરી ... !"
" તને હું કોઈક કોઈક દિવસ યાદ આવું ખરાં એમ ને? "
"અરે! એવું નથી પણ.. ગૌરી મને હજુ એ ખબર નથી પડતી કે મારે તને કોલ કરવો જોઈએ કે નહીં.. "
"ઓહો... !! બહું ફોર્મલ તું તો... "
"ગૌરી ! આજે સાંજે આપણે મળીએ છીએ..."
"હમમ! આ થઇ ને વાત , મને થોથવાતા છોકરા ન ગમે ."
"સારૂં કોલેજ થી પાક અપ કરૂં તને ..."
"ના... "
"તો ..." આપણે સાંજે નથી મળતાં... "
"શું? "
"આપણે અત્યારે જ મળીશું ..."
ગૌરીએ થોડાક ઘટ્ટ અવાજ સાથે ઉમેર્યું ,
"ફન રિપબ્લિકમાં આવ ."
"ના યાર, ત્યાં બહું ભીડ હશે નવું નવું ખુલ્યું છે... તો... "
"તો શું તારે મને કોઈ હોટલ ની રૂમમાં લઇ જવી છે આકાશ?.. "
ગૌરી નો કટાક્ષ સમજી તો ગયો આકાશ ...
"ના પણ .. આટલી ભીડમાં પણ નહીં જ... "
"ભીડ મોલના કોમન એરિયા માં જ હશે .. આપણે રેસ્ટોરાં કે કાફેમાં બેસીસું. "
"ઓકે ડન ક્યાંથી પાક અપ કરૂં તને? "
"પિક અપ હું કરીશ તને ક્યાં છે તું ?"
"ટાઉનહોલ ... "
"ઓકે.નહેરૂ નગર આવી જા ત્યાંથી મારી કારમાં જઇશું.
રેડ ઝેન છે.. તારી સાઇડ કોર્નર પર જ હોઇશ.. "
***************** ******************
આકાશે જઈ રેડ ઝેન ના ગ્લાસ પર નોક કર્યું ,અનલોક કરી ગૌરી એ કહ્યું આવી જા અંદર...
આકાશ ગોઠવાયો એ ભેગી જ કાર મારી મુકી ગૌરીએ, આકાશ ગૌરીને જોઈ રહ્યો અને એક વસ્તુ નોંધી ગૌરી આજકાલ ઈન્ડિયન આઉટફીટમાં વધું મળતી એને રાજકોટ માં લગભગ એને વેસ્ટર્ન આઉટફીટમાં વધું જોઇ હતી.. હા અહીં સનગ્લાસ પહેરતી કે રાખતી અમદાવાદ ની ગરમી છે જ એવી...
"શું જોઈ રહ્યો છું? "
"જે જોવું જોઈએ એ જ .. "
ગૌરીએ બે આંગળી આકાશનાં ગાલ પર મૂકી એનો ચહેરો સીધો કરવાં પ્રયત્ન કર્યો પણ એ જ વખતે આકાશે એની આંગળીઓ પર હોઠ ધરી દીધાં....
"આકાશ!!!!!....." એટલું બોલી ગૌરીએ ઝડપથી હાથ ખેંચી લીધો....
"લુચ્ચા ...."
આકાશ હસતો રહ્યો મંદ મંદ.. ને બોલ્યો,
"મેડમ આગળ જુઓ, સ્માર્ટ છોકરો જોયો નથી કદી? "
શિવરંજની સિગ્નલ પાસે થોભાવી કહ્યું,"ના! પહેલી વાર જ જોવું છું અમારા રાજકોટ માં એવાં છોકરાં જ નથી.. "
જોધપુર ટેકરા પર ગાડી ચડાવતા ગૌરી બોલી," આપણે ક્યારેક ઇસરોમાં જઇશું હોં ને?? "
આકાશ અકળાયો થોડો ... " ગૌરી..!!! "
"કોઇ મુરખો જ પ્રેમિકા ને લઇ ઇસરોમાં જશે, એ તો કોઈ મળવાની જગ્યા છે??? તું પણ અજબ છે હોં...! "
"તો શું પ્રેમીકા એનાં માટે અલગ રાખે બીજા ને? "
"ગૌરી... અત્યારે જઇશું? "
"ના રે શું તું ય તે ..."
ફન રિપબ્લિક પહોંચતાં જ ગૌરી એ કાર ઉભી રાખી ને બહાર નીકળતાં કહ્યું ," તું આ તરફ આવી જા ડ્રાઈવિંગ સીટ પર ,પાર્કીંગ તું જ કરજે.... "
"જો હુકમ ..."
ગૌરી હસતાં હસતાં બાજુની સીટ પર બેસી ગઈ એ દરમ્યાન ડ્રાઇવિંગ સીટ પર બેઠાં બેઠાં રિઅલ મીરર પર પાછળ રહેલી કાર જોઇ રહ્યો..
કાર ને પાર્કિંગ કરી ટોકન લઇ જતાં જતાં આકાશે જાણી જોઈને ગૌરીનો હાથ પકડી લીધો ને લગોલગ ચાલવા લાગ્યો ,પહેલાં તો ગૌરીને અજુગતું લાગ્યું પણ ગમ્યું ય તે ,એ વિરોધ ન કરી શકી... ઉપરથી અડોઅડ ચાલવા લાગી...
બંને મોલમાં લગભગ અડોઅડ મજાક મસ્તી કરતાં ચાલતાં હતાં,પણ ગૌરીએ સિફતપૂર્વક હાથ તો છોડાવી જ દિધો હતો.. તો ય આછડતો સ્પર્શ તો થઈ જ જતો હતો, એ માટે ગૌરી પણ ઉત્સુક રહેતી , આ રોમાંચ થી એના ગાલ વધું રતુંબડા દેખાતાં હતાં. આકાશ ગૌરી ને ટ્રાન્સપરન્સી કેપ્સયુલ લિફ્ટ માં પરાણે લઇ ગયો એ ય ઇચ્છતો જ હતો કે જોવા વાળા એને અને ગૌરી ને સાથે જોવે જ...
આકાશ હવે સહજ થઇ ચુક્યો હતો જાણે એ બેય વર્ષ થી પ્રેમમાં હોય....
આ બાજુ ગૌરી નો પ્રયત્ન એ હતો કે, એ આકાશ ને વધુ ને વધુ જાણે ...
"આકાશ તું મારા આખા ઘરને જાણે છે પણ, હું આકાશ ને એક હેંડસમ પુરૂષ છે એ સિવાય કોઈ રીતે તને ઓળખતી નથી... હકિકતે હું એટલે આગળ વધતાં ખચકાઉં છું ... તું સમજી શકે છે... "
"પહેલાં તો થેંક્સ ગૌરી હેંડસમ ગણવા માટે... "
ગૌરીએ તરત જ ચુંટલો ભર્યો , "સારૂં હોં! વાઇડાઇ ન કર.."
"આકાશ દેસાઇ .. આકાશ રજનીભાઇ દેસાઇ મારૂં નામ ...મારાં મમ્મી પપ્પા નું એક અકસ્માતમાં અવસાન થયું હતું જે વખતે હું માંડ દસેક વર્ષ નો હોઇશ... ને ત્યારથી જ હું મારા મામા સાથે જ છું... "
"ઓહ! સોરી..!! "
આકાશ મૌન થઇ ગયો હતો આમ તો એ મુંઝાતો હતો કે મામાની રોહિત અમીન તરીકે ઓળખ આપવી કે નહી ... જ્યારે ગૌરી એમ માનતી હતી કે આકાશને મમ્મી પપ્પા ની યાદ આવી હશે એટલે કદાચ એ મૌન થઇ ગયો હશે પણ આકાશ ને મમ્મી પપ્પા તો યાદ આવતાં જ હતાં એથી વધું યાદ આવતાં હતાં એનાં મામા જે એની મા ય હતાં ને બાપ યહતાં ને મામા ય તે....
******************* ******************
આ તરફ શ્વેતલ ને ફોન પર આ બંનેની ખાસ મુલાકાત નો પળેપળનો અહેવાલ મળતો હતો ત્યારે જ એક કુરીયર મળે છે,
સરનામું તો SD house નું જ હતું પણ નામ સમજી દામજી માણેક લખેલું હતું......
ફટ્ટ દઇને શ્વેતલ એ કવર ખેંચી ને કેબીન ભણી ગયો.....
(ક્રમશ:.......)







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED