Shikaar - 14 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૧૪

શિકાર
પ્રકરણ ૧૪
આકાશ મૂક થઇ ગૌરી ને જતી જોઇ રહ્યો ...સીધેસીધી ના નહોતી કહી એટલું જ બાકી તો ના જેવો જ જવાબ હતો, જો કે, એની વાત ખોટી ય નહોતી એમ એકદમ તો જવાબ ન જ આપે એમાં ય આ તો ગૌરી SD ની નાની ને લાડકી દિકરી... સાંજે હવે મળવું તો પડશે જ... એણે ઘડીયાળમાં જોયું હજી તો પોણા અગિયાર થયાં, એ કાલુપુર ચોખા બજાર તરફ રવાના થયો , હજુ તો એને ઘણાં કામ નીપટાવવાનાં થતાં હતાં, ઓફિસ ની ચાવી લઇ સરખી બેઠક બનાવવા માટે જરૂરી ફેરફાર કરાવવા માણસો શોધ્યા કામ સોંપ્યું , બેચાર લોકો ને મળ્યો, એટલામાં તો બપોરના ત્રણ થઈ ચુક્યા હતાં, એટલે ફરી યુનિવર્સિટી ભણી રવાના થઈ ગયો... ગમે તે કરીને ગૌરી ને તો મેળવવી જ રહી, બીજુ બધુ જાણે ગૌણ થઈ ગયું હોય... જો ગૌરી હા નહી કહે તો???? ગૌરી એ મારી થવું જ પડશે ગમે તે રીતે....
******************* *******************
શ્વેતલ ને ગૌરી અને આકાશની એ ઉડતી મુલાકાતની માહિતી તો મળી જ ગઇ હતી... એ SD ને કહેવું ન કહેવું એ મુંઝવણમાં જ હતો ત્યાં જ SD એની પડખે આવી ઉભો રહ્યો ...
"એ ભાઇ ક્યાં ખોવાણો તું? "
"મારે તમને એક જરૂરી વાત કરવી છે તમારી જ રાહ જોતો હતો ચાલો ઓફિસમાં જઇને વાત કરીએ .."
આમતો, ત્યાં પણ કોઇ આસપાસ ન હતું પણ શ્વેતલે કહ્યું એટલે કોઈક એવી જ વાત હોય એમ માનીને બેય SD ની પર્સનલ ઓફિસમાં ગયા અને બંને સોફા પર જ બેઠાં જ્યાં જનરલી ગેસ્ટ માટે હોય....
શ્વેતલ SD ને આકાશ ને ગૌરીની મુલાકાત વિશે કહેવા લાગ્યો કદાચ અમદાવાદમાં જ આ એમની ત્રીજી મુલાકાત હતી એવું શ્વેતલ નાં માણસે કહ્યું, સાથે એ ય ઉમેર્યું કે , અત્યારે આકાશ પણ એટલામાં જ ફરતો દેખાયો હતો. "
SD ," હમમ! નજર રાખતો રહેજે એની ઉપર! "
કાંઈક મૌન પછી SD એ કહ્યું, " શ્વેતલ, તને આકાશ કેવો લાગ્યો??? "
શ્વેતલ બોલી ઉઠ્યો, "SD!!! સાવ સાચું કહું તો મને એ થોડો ઓડ લાગ્યો, પહેલાં તો મને શંકા હતી કે કદાચ પેલા બ્લેકમેઇલર પાછળ આ હોઈ શકે છે પણ જો કે એવાં કોઈ સગડ નથી જ, એ બાબત મને હવે શંકા નથી હું માણસ એની પાછળ લગાડયાં હતાં એ ય પાછો ખેંચવાનો હતો જો તમે ન રોક્યો હોત તો.... "
SD એ સીધું જ પુછ્યું ," આપણી ગૌરી માટે કેમ રહે આકાશ?? "
શ્વેતલે તરત જ કહ્યું ," એ કહેવું કદાચ વહેલું ગણાય પણ મને હજુ ય એના પરિચયમાં ઘણું ખુટતું હોય એવું લાગે , મને લાગે છે કે આ માણસ ને આપણ સાથે રહીને ય નહી ઓળખી શકીએ એની આંખો દર વખતે અલગ વાત કહેતી હોય તેમ લાગે.. "
"હા ગજબ છે એની આંખો બહું ઉંડી... "
SD એ શ્વેતલ ના હાથ પકડીને કહ્યું , " તને મેં ભાઇની જેમ જ ગણ્યો છે શ્વેતલ! ગૌરી માટે હું કેટલો પઝેસીવ છું તું જાણે છે... મને હંમેશાં બિક રહે કે ગૌરી નો થનારો પતિ એનો સપનાનો રાજકુમાર મારી દીકરીને સાચવશે તો ખરા ને...?
શ્વેતલ ," હું જાણું છું , આપણે આકાશ ની આખી કુંડળી કઢાવશું ચિંતા છોડો ... ગૌરી મારી ય દીકરી જ છે... "
આ એ જ શ્વેતલ કે જેનાં દિકરાં ઉમેશ માટે SD એ સામે થી વાત કરી હતી શ્વેતલ ને પણ શ્વેતલે ત્યારે એમ કહ્યું હતું કે ,ગૌરી ને ઉમેશ એક મિત્ર તરીકે કે પછી ભાઇ તરીકે જ ગમશે બંને એ રીતે જ ઉછર્યા છે એટલે આ સંબંધ શક્ય નથી ... બસ એ ઘડીથી શ્વેતલ માટે અહોભાવ જાગ્યો હતો SD ને... શ્વેતલે એનાં માણસનો સંપર્ક કરીને આકાશ માટે જરૂરી હોય તે બધી માહિતી ભેગી કરવાનું કહ્યું.....જરૂર પડે કોઈ પણ સાથે એની મૈત્રી કરાવી દે, ધ્યાન રહે એને શક પણ ન જાય અને એને કોઇ પણ જાતની કરોડ પણ ન આવે..
****************** *******************
ગૌરી ના આવવા ના સમયે જ આકાશ થોડેક આઘો જઇ ઉભો રહ્યો, ગૌરી કોલેજ થી છુટી એણે કહેલા સમયે દોશી હુસેન ની ગુફામાં જવા માટે જે નાની ઝાંપલી જેવું હતું ત્યાં ઉભી રહી ઘડીયાળ જોતી...ત્યાં થી ત્રણ તરફથી આવતો માર્ગ દેખાતો હતો... યુનિવર્સિટીની દિવાલની બાજુમાં જ રસ્તો હતો ત્યાં થી આકાશ આવતો દેખાયો..
સાંજનો સમય , અમદાવાદ ના પેલો આછો તામ્ર પણ ઘઉં વર્ણા થી થોડો ગૌર ચહેરો કપાળ ના ચહેરે ફરફરતી લટ, થોડો રફ પણ હેંડસમ અસલ પપ્પા જેવો જ... "ગૌરી ! બસ! આમ ધારી ધારી ને ન જોઇશ ..."
એ સ્વગત બોલી અને હસી ઉઠી પણ પછી તરત જ નજરો ઝુકાવી લીધી....
આકાશ પાસે આવી ગયો , એ હાસ્ય માં જ ખોવાઈ ગયો..
ગૌરી હસતી ત્યારે એના ગાલ પર રતાશ તરી આવતી,ખંજન ના કારણે કે પછી કુદરતી જ એનાં ગાલેથી પાછા વળતાં સુર્યના સોનેરી કિરણો..... વધું ગૌર બનાવતાં
"ક્યાં ખોવાઈ ગયો ? આકાશ!..."
" તારા માં જ તો ..."
"બસ!!હોં ... તમે છોકરાઓ બસ... "
પછી આજુબાજુ નજર નાંખી બોલી, ચાલ હવે અંદર જઈએ... "
"ગૌરી ! કોઇક અન્ય હોય તો કાફે કે રેસ્ટોરાં માં મળવાનું કહે પણ આ આર્ટ ગેલેરી!!?? મને એકતો આર્ટ માં ઓછી ખબર પડે એમાં ય આ તો મોર્ડન આર્ટ... "
"હમમ, આ મોર્ડન આર્ટ થોડી છે , આ કાંઈક વિશેષ છે ..."
સારૂ સારૂ પણ આમાં તારે જ મને બતાવવું પડશે હું તો 'ઢ' છું આમાં પણ ગૌરી મને આપણી વાત માં વધું રસ તું બસ જ્યાં ત્યાં હું.... મેં તને સવારે કહ્યું હતું એ બાબતે.... "
હજુ પાંચ દિવસ પહેલાં જ કેટલાંક કટ્ટરપંથીઓ એ તોડફોડ કરી એનાં કેટલાંક નિશાન હજુંય હતાં.. ગૌરી આકાશને બધું બતાવતી જતી હતી.. પેઇન્ટિંગ્સ વિશે દોશી હુસેન વિશે કહેતી હતી પણ એને રસ દોશી હુસેન માં ઓછો હતો એને રસ ગૌરી માં હતો... ગૌરી ની તીરછી આંખોમાં ગૌરીના સ્મિત માં એ ઇકરાર શોધતો હતો પણ ગૌરી વિષયાંતર કરતી હતી, જાણે એને ય મજા આવતી હોય આકાશને આમ તરસાવવાની ...
આકાશ બહાર નીકળીને ગૌરી નો હાથ પકડી લીધો,
"ગૌરી! ..."
"શું છે બોલ ને પણ.. "
"કાંઇ નહીં ..."
આકાશ થોડો થોથવાયો...
ગૌરીએ આકાશની હડપચી પર હાથ મુકી દીધો.
"આકાશ તું ગમી જાય એવો જ છું , મને ગમે પણ ખરો તુ... છતાંય પ્રેમ આમ જલ્દી....હજુ આપણે એટલો પરિચય નથી કદાચ! આપણે હાલ મિત્રો તરીકે યોગ્ય છીએ વિચારીએ પછી આગળ એવી કોઈ લાગણી થશે તો કે હું કોઈ પિયુ કે જીવનસાથી સોધીશ ઝંખવા ત્યારે આકાશને કદાચ મારો માંડવો માની પણ લઉં પણ હાલ અત્યારે એ વાત છોડ..."
આકાશે મક્કમતાથી કહ્યું ," ગૌરી હું વાત છોડું કેમનો!? હું તો વાત છેડી ચુક્યો છું... પણ હું તારી હા ની રાહે જોઇશ હવે ગૌરી હું ફરીથી કહું છું હું તને પ્રેમ કરૂં છું તારૂં તું જાણે.... "
ગૌરી એ એને ખેંચીને કહ્યું ,"હશે બાબા! અત્યારે તો મને ભુખ લાગી છે ચલ રસમધુર માં પાણીપુરી ખવડાવ....
એ બંને જણા બહાર નીકળ્યા ને પાછળ ને પાછળ કોઈ ત્રીજુ પણ બહાર નીકળ્યું જે આકાશનાં ધ્યાન બહાર નહોતું જ...
******************* *********************
"કોઈ આપણી પાછળ લાગેલું હોય કે, આપણી પાછળ થી ખણખોતર કરતું હોય એટલે માનવું કે કોઇ નવો મિત્ર બનશે જ..." રોહિતભાઇ હંમેશાં આમ કહેતાં અરે કહેતાં શું કરતાં ય તે .... SD ની પાછળ પડ્યા તો આકાશ ને એમનાં વર્તુળમાં ધકેલ્યો જ ને?
એટલે આકાશ ને ખાતરી જ હતી કે કોઈ નવો પરિચય આવશે જ ને આવ્યો પણ..હિતેશ પટેલ રૂપે.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED