નિયતિ - ૩૩ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - ૩૩

મુરલી પાસેથી ક્રિષ્ના વિશે જાણીને ભરતને ગુસ્સો જ આવેલો. એના મતે ક્રિષ્ના બેવફા હતી જેણે વરસો સુધી પોતાના દોસ્ત પાર્થ સાથે સંબંધ રાખેલો અને હવે મુરલી મળી જતાં પાર્થને છોડી દીધેલો. એણે મનોમન ક્રિષ્નાને બદદુઆ આપીને પછી પાર્થને ફોન જોડ્યો હતો.


પાર્થનો ફોન રણક્યો ત્યારે એ હજી હાલ ઓફિસ જવા નીકળી જ હતો, સ્ક્રીન ઉપર ભરત નામ જોઇને એને ફોન ઉપાડેલ,


“હલ્લો


પેલી કોલસાની ખાણ મુંબઈ જાય છે. મને કહેતો ગયો છે કે તને જાણ કરી દઉં. એના બાપાનો નોકર છુને!” ભરતે તરત તડાફડી કરી નાખી.


ભરત કોની વાત કરે છે? એક મિનિટ, કોલસાની ખાણ... મુરલી? તું ક્યારે મળ્યો એને?” પાર્થે થોડુંક વિચારીને કહ્યું.


હાલ જ દસ મિનિટ થઈ હશે. મેં એનું નામ જોયું જ નતું થોડા કામમાં હતો એટલે ધ્યાન જ ના ગયું, નહીંતર હું કદી એને મદદ ન કરું. "


ક્રિષ્ના મુંબઈમાં ક્યાં છે એવી કોઈ વાત થયેલી?”


ના. મરવા દે ને યાર!  જ્યાં હોય ત્યાં, આપણે હું?


એવું ના બોલ દોસ્ત. તને મારી ચિંતા થાય છે કેમ કે હું તારો દોસ્ત છું એમજ ક્રિષ્ના પણ મારી દોસ્ત છે પહેલા. એનું બૂરું હું કલ્પી પણ ન શકું. એ મુસીબતમાં છે. હાલ એનો વિડિયો મેસેજ મળ્યો. મારે મુંબઈ જવું પડશે.” પાર્થ એના સ્વભાવ મુજબ જ હળવાશથી બોલેલો એ સાંભળી ભરતનું મગજ શાંત થયું પણ દિલ હજી કહી રહ્યું હતું, ક્રિષ્ના તું બેવફા છે!


મુંબઈ જતી અમદાવાદની તો બધી ફલાઇટ બુક છે ભાઈ. હમણાં જ એક ગ્રાહક માટે મે તપાસ કરાવેલી.” ભરતને અચાનક યાદ આવ્યું.


કોઈ વાંધો નહિ. હું કોઈ તોડ કરી લઈશ ચાલ મૂકું. પછી વાત કરીએ.


ઓકે.


ફોન મુકાઈ ગયા પછી પાર્થ વિચારી રહ્યો. ક્રિષ્નાનું કોઈ  મુંબઈ રહેતું સગુ એને યાદ ના આવ્યું. એણે એના પપ્પાને  એમના રૂમમાં જઈને પૂછ્યું.


એ હજી તૈયાર થતા હતાં. થોડુક વિચારીને એમણે કહ્યું, “વાસુદેવનું કોઈ સગું તો મુંબઈ નથી રહેતું પણ....હા એનો  એક મિત્ર ત્યાં રહે છે. હિંમત દેસાઈ અને એ બંને નોકરીમાં સાથે જોડાયેલા. ઘણા વરસો બંનેએ સાથે નોકરી કરેલી રાજકોટમાં પછી વાસુદેવની બદલી અહીં અમદાવાદ થતાં એ અહીં આવી ગયેલો. કેમ આવું પૂછે છે?”


પાર્થે એમને ક્રિષ્નાના મુંબઈ હોવા વિશે કહ્યું. ક્રિષ્નાનો મેસેજ ના બતાવ્યો. એના પપ્પાએ પાર્થને એની મમ્મીને પૂછવાનું કહ્યું. સામાજિક રીતે એ લોકોના સંપર્કમાં વધારે હોય છે.  એમની વાત સાચી પડી. પાર્થની મમ્મીએ એમની એક સહેલીને ફોન જોડ્યો અને પાંચ જ મિનિટમાં હિમતભાઈનું સરનામું લખેલું કાગળિયું પાર્થને આપ્યું. સાથે કહ્યું પણ ખરું, “એ છોકરી મારી વહું નહિ બને!  તારે એની સાથે ફક્ત દોસ્તી રાખવી હોય તો રાખ!


પાર્થ સહેજ હસીને નીકળી ગયો.  થોડી જ વારમાં એની લેન્ડ રોવર ગેટની બહાર નીકળી પૂરપાટ ઝડપે સડકો પર દોડી રહી....


આ તરફ મુરલી અને નટખટ મુંબઈ એરપોર્ટપરથી ટેક્સી કરીને જશોદાબેનના ફોનનું લોકેશન શોધતા દાદરમાં ફરી રહ્યા હતા. આખરે એક ઘરની અંદર સિગ્નલ મળતા બંને ધડકતા હ્રદયે ત્યાં ગયેલા અને દવાજો ખખડાવેલો....


એક શ્યામવર્ણના, આશરે પાંચ ફૂટ સાત કે આઠ ઇંચની ઊંચાઈ ધરાવતા, ચાલીસેક વરસના ભાઈએ દરવાજો ખોલેલો. બ્લુ જીન્સ અને સફેદ ટીશર્ટ પર એ ભાઈએ કાળા રંગનું જેકેટ ચઢાવેલ,


કોણ છો તમે કોનું કામ છે?” એ માણસે આ બંનેને પોતાને ઘુુરકી રહેલો જોઈને પૂછ્યું.


જી ક્રિષ્ના, ”


નટખટ બોલી રહે એ પહેલાંજ મુરલી વચ્ચે બોલ્યો, “વાસુદેવભાઇ અહીં રહે છે અમદાવાદથી આવ્યા છે.


સામે ઊભેલો માણસ થોડો મૂંઝાયો આ બંને આગાંતુકોને ધારી ધારીને જોયા અને પછી ખડખડાટ હસી પડ્યો.


આ કોઈ સટકેલ કેસ છે વ્હાલા!નટખટ ધીરેથી હોઠ ફફડાવી રહ્યો.


છટકેલ તમે બંને છો. બેવકૂફ ક્યાયનાં, સાવ મગજ વગરના,”


એય સંભાળીને બોલ,” નટખટ બોલ્યો.


નઇ સંભાળું જા થાય એ કરીલે મુરલીના ચમચા, વગર પૂંછડીના વાંદરા!


નટખટ વાંદરુ અને મુરલી બંને ચોંકી ગયા. આ માણસ એમને કેવી રીતે ઓળખે છે ચાલો એ ક્રિષ્નાનો સગો હોય અને ક્રિષ્નાએ એને મુરલીનો ફોટો બતાવ્યો હોય પણ, નટખટને કેવી રીતે ઓળખી ગયો?


કેવા ડઘાઈ ગયા બંને!પેલો માણસ હસી રહ્યો હતો, “સવારનો ફોન કરું છું તો એકે જણો વાત નથી કરતો!


ભારત ભારત તું છે?” મુરલીએ પૂછ્યું.


હા...મારા ઘરે તમારા બંને દોસ્તોનું સ્વાગત છે!” ભરતભાઈએ હાથ ફેલાવ્યા અને ત્રણે દોસ્તો એકબીજાને બાજી પડ્યા.


ક્રિષ્ના ક્યાં છે જલદી બોલ યાર!મુરલી ધીરા અવાજે બોલ્યો. ભરતભાઈ શું જવાબ આપશે એ સાંભળતાં પહેલા જ એનું દિલ ડરી રહ્યું. કંઇક અમંગળની આશંકા એને ઘેરી વળી હતી.


એ અહીં નથી. મને ખબર નથી હાલ એ ક્યાં હશે.” દબાયેલા અવાજ ભરતભાઈએ કહ્યું.


મુરલીની આંખોમાંથી અશ્રુઓ ખરી રહ્યા. જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ એનું દિલ વધારે ને વધારે ગભરાઈ રહ્યું હતું. એકવાર બસ, એકવાર ક્રિષ્નાને જોવા એની આંખો તરસી રહી હતી. મનોમન એ ભગવાનને  વિનવી રહ્યો બસ, એકવાર એને ક્રિષ્ના મળી જાય પછી જિંદગીમાં ફરી ક્યારેય કંઇ નહિ માંગે......


ભારત ભારત એ જ ભરતભાઇ છે એ જાણીને મુરલી અને નટખટ બંને રાજી તો થયા પણ, ક્રિષ્ના અહીં નથી એ જાણી પાછા ઉદાસ થઈ ગયા.


ક્રિષ્નાની મમ્મીનાં ફોનનું લોકેશન અહી કેમ બતાવે છે?" મુરલીએ પૂછ્યું.


ભરતભાઈએ ટેબલના ખૂણા પર પડેલો ફોન ઉઠાવી, મુરલી તરફ હલાવતા કહ્યું, “એમનો ફોન તો અહીં જ છે, એ નથી!પેલા બંને આંખો ફાડીને પોતાને જોઈ રહ્યા છે એ જોઈને એમણે કહ્યું, “તમે લોકો બેસો હું તમને શાંતિથી આખી વાત કરું. "


ભરતભાઈએ વાસુદેવભાઇ કેવી રીતે એમને બીચ પર મળ્યા ત્યારથી લઈને બીજે દિવસે સવારે એ લોકો નીકળી ગયા ત્યાં સુંધીની વાત કરી.


આ બધું બન્યું એ પહેલાંનો મુરલીએ ક્રિષ્નાનો ફોટો તને મોકલાવેલ, તો તું એને ઓળખી ના શક્યો?”નટખટે જરી ખીજવાઈને પૂછ્યું.


ના ઓળખી શક્યો યાર!”


ભરતભાઇએ એમના માથા પર હાથ મારતા કહ્યું. અને એ ફોટો આણે કેવો મૂકેલો ખુશમિજાજ, સુંદર એકદમ હિરોઈન જેવો!  અત્યારે તો એને તું જોવે ને તો તું પણ ન ઓળખી શકે. શરીર સાવ સુકાઈ ગયેલું, નિર્જીવ ચહેરો, આંખો નીચે કાળા કુંડાળા, હસવાનું તો જાણે કદી શીખી જ ન હોય, એક જીવતી લાશ જોઈલો, ”


નટખટે એના હોઠ પર આંગળી મૂકી પોતાની જ ધૂનમાં બોલી રહેલા ભરતભાઈને ચૂપ રહેવા જણાવ્યું. બંનેની નજર મુરલી પર ગઈ. સોફાની ધાર પર બેઠેલો એય જાણે હંમેશ માટે હસવાનું ભૂલાવીને બેઠો હતો. એની આંખો કોરીધાકોર હતી. ભરતભાઈ એક નજર નટખટ તરફ નાખીને મુરલી સામે જોતા કહ્યું,


આમ તો એ તંદુરસ્ત હતી. એના ફાધર એના ઈલાજ માટે એને અહીં લાવેલા. સોરી યાર એ વખતે હું એને ઓળખી ન શક્યો. એ લોકો પરમદિવસે રાત્રે અહીં જ હતા. આ સામેના રૂમમાં જ એ રોકાયેલા. કાલે સવારે એ લોકો ગયા ત્યારે પણ એ ઠીક જ હતી. આજે સવારે મને એનો મેસેજ આવ્યો એ જોઈને જ મને લાઈટ થઈ કે, એ જ મુરલીની ક્રિષ્ના હતી. મતલબ કે છે, હા છે!


ફોન પર થોડાક બટન દબાવીને એમણે ક્રિષ્નાનો મેસેજ બતાવ્યો.


સ્ક્રીન પર ક્રિષ્ના દેખાઈ રહી હતી. એ ગીત ગાતી હતી.

તેરા સાથ હૈં કિતના પ્યારા, કમ લગતા હૈં જીવન સારા

તેરે મિલનકી લગન સે, હમે આના પડેગા દુનિયા મેં દોબારા....!!

બે લાઈન ગાઈને એ અટકી હતી. પછી બોલી,

અત્યારે આપ મારું ગીત સાંભળી રહ્યા છો પણ, હું આ દુનિયામાં નથી!   છેલ્લી એક જ ઈચ્છા હતી મારા દિલની વાત મારા દિલબરને કહેવી હતી. નિયતિએ મને સમય ન આપ્યો પણ મારા યારાનું બનાવેલું એક એપ મારા ખૂબ કામમાં આવ્યું. કોને ખબર હતી એનો આવો ઉપયોગ પણ થઈ શકે અને એ હું જ કરીશ.


થોડીવાર અટકીને એ ફરી બોલેલી, “મારા મુરલીએ બનાવ્યું છે આ એપ દોસ્તો. જો એક વિદેશી ઝકરબર્ગને તમે આટલો સપોર્ટ કરી શકો તો આપણાં જ દેશના કંઇક નવું કરવાવાળા, નવું વિચારવાવાળા યુવાનને આટલો સંઘર્ષ કેમ કરવો પડે છે આજે કદાચ હું આ દુનિયામાં નથી રહી છતાં, તમને મારો મેસેજ મળ્યો, મારી વાત તમારા સુધી પહોંચી ફક્ત એક એપ દ્વારા, "લવ મોમેન્ટ્સ” તમે પણ તમારો સંદેશ તમારા વહાલા માણસો સુંધી પહોંચાડી શકશો, તમારી હાજરીમાં કે ગેરહાજરીમાં!  ડાઉનલોડ ધ એપ નાઉ!


વીડિયો પૂરો થઈ ગયો. આ એજ વીડિયો હતો જ ક્રિષ્નાએ મુરલીને મોકલાવેલ થોડું એડિટ કરીને પછી અહિં મૂકેલો.