શિકાર - પ્રકરણ ૧૨ Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર - પ્રકરણ ૧૨

શિકાર
પ્રકરણ 12
કોઇ એની પાછળ હતું જ આકાશ થિયેટર થી બહાર નીકળી ને એ ય અનુભવતો હતો, એને મામા ની એક વાત યાદ આવી કોઈ તમારી પાછળ છે તો તમે તેને ફેરવો જ... એમ જ કારણ વગર ફેરવો ... લગભગ અડધુ અમદાવાદ ફર્યો ત્યાં થી ત્રણ ચાર કલાક સુધી રીક્ષા બસ ને પછી યુનિવર્સિટીથી લીધેલાં એક મિત્ર ના બાઈક પર... છેલ્લે રાતે સાડા દસે એ રૂમ પર પહોંચ્યો જ્યારે એને લાગ્યું કે હવે કોઈ પાછળ નથી જ... આખા દિવસ નો ઘટનાક્રમ વિચારતો એ બાથરૂમમાં ઘુસ્યો...
શાવર નીચે એ ચાર પાંચ વીચાર સાથે લડતો રહ્યો એક સાથે,
"રોહિત મામા ક્યાંક હોય તો કેમ આમ ગુમ થઈ ગયાં? સામે કેમ નથી આવતાં? એવું પણ હોય કે આ દસ લાખ ની ગોઠવણ પહેલેથી કરી ચુક્યા હોય, હા! એ બે ડગલાં આગળ નું જ વિચારતાં.... તો શું એ માણેકભુવન ની ખાડી પાસે!??? "
એનાં હાથની મુઠ્ઠીઓ વળી ગઈ હાથ સખત થઇ ગયાં...
"ના, રોહિત મામા આમ સહેલાઇથી ઘા એ ચડે એમાંનાં નથી જ નથી.. સામે SD પણ ક્યાં કાચો ખેલાડી હતો?? SD.....!!!"
પાણી વહી રહ્યું હતું.... કોક બંધ કરી ,કોરો થઈ ,ટુવાલ લપેટી એ બારી પાસે ઉભો રહ્યો... દાદા સાહેબ ના પગલા તરફનો રસ્તો આમતો દિવસે ય શાંત હોય તો અત્યારે તો શાંત જ હોય પણ એ શાંત નહોતો જ.. ઠંડો પવન બારીમાંથી ઉઘાડા તન પર અથડાતો સહજ ધ્રુજારી આપી ગયો ... ટીશર્ટ પહેરી એ બેડ પર પડ્યો ...
"અમદાવાદ માં રહેવું પડશે , એ માટે કોઈ કારણ પણ જોઇશે જ ... મકાઇ બાજરી ની દલાલી?? હા એ જ ઠીક રહેશે... કાલુપુર ચોખા બજારમાં એક નાની ઓફિસ હતી રોહિતભાઇ ની... મેઈન પ્રોડક્ટ ના એક મોટા સપ્લાયર ને જાળમાં લેવાં જ મામા એ ઓફિસ લીધી હતી એનો ઉપયોગ કરવાનો આ જ તો યોગ્ય સમય ગણાય...
ગૌરી ની નિકટ પણ રહેવાનું બહાનું , SDની સાથે પણ મગફળી ને લગતું કોઈ ને કોઈ કામ કરાય જ ને ... ???"
ગૌરી, SD, શ્વેતલ અને રોહિત મામા બધાં માટે વિચારતો વિચારતો ક્યારે આંખો મીંચાઇ એ ખ્યાલ જ ન રહ્યો....
****************** *****************
સવારે ગરમ પોંહાનો નાસ્તો કરતાં કરતાં SD બોલ્યા ," જીણી બા તમે મારી દીકરીને અમદાવાદી બનાવી દિધી અમારે રાજકોટ વાળા ને ગાંઠીયા વગર સવાર નો પડે પણ... "
એ જ વખતે ગૌરી દાખલ થઇ રૂમમાં ," હા! શ્વેતલ કાકા ગયાં છે લેવા, આવતાં જ હશે.... "
જીણીબેન નું મૌન SD ને કઠતું હતું પણ, એ મૌન નું કારણ પણ SD જ હતાં
હા SD જ.......
ગૌરી જોડે જ ખાલી જીણીબેન વાત કરતાં કદાચ બે ત્રણ ઘટના હશે , જ્યારે જીણીબેન સાથે SD ની વાત થઇ હશે જ્યારે એ છેલ્લા દસેક વર્ષ થી તો હતાં જ SD house માં
ગૌરી ક્યારેક પુછતી પણ ખરાં કે , "તમે કેમ આમ મૂંગા મૂંગા રહો છો તમારી જેમ હું એક દિવસ પણ નહી રહી શકું.. "
SD અને શ્વેતલ નાં રાજકોટ પરત ફર્યા પછી ગૌરી એ સીધું જ પૂછી લીધું કે ,"જીણીમાસી તમારાં આમ ચૂપ થઇ જવાનું કારણ કોણ????? "
થોડીવાર ગૌરી ની સામે જોઈ રહ્યાં પછી જીણીબેન બોલ્યાં , "તારો બાપ.... "
ગૌરી હબક ખાઇ ગઈ.....
આજ સુધી SD ને આવી રીતે સંબોધીત થયેલો સાંભળ્યા નહોતાં .. SD રાજકોટ નું મોટું માથું હતું કદાચ રાજકોટ ના મેયર કે સાંસદ થી મોટું માથું ..
કોઇ બીજું બોલ્યું હોત તો ગૌરી શું ના શું પ્રતિક્રિયા આપત... પણ ઝીણીબા તો મમ્મી એને સંધ્યાનાં અમેરિકા ગયાં પછી SD,ઉમેશ પછી આ જીણીબેન જ નજીક હતાં એની , એમાં ય ઉમેશ બાદમાં પેરીસ જતો રહ્યો હતો ..
ગૌરી ખાલી એટલું બોલી, "ઝીણીમાસી !!! ..."
"હા! દિકરી તારા પિતા ને કારણે જ મારો સુહાગ નથી, તારા પિતા એ નથી માર્યા પણ એ કારણભુત છે જ આડકતરી રીતે ... એટલે જ SD રાજકોટ ના SD ચુપ થઇ જાય છે મારી આગળ વધું કાંઈ કહી નથી શકતા.....
ગૌરી એ જીણીબેનનો ખભો પકડી લીધો ત્યાં તો જીણીબેન ચોધાર રોવા લાગ્યાં ,ગૌરી ને ભેટી ગૌરી ના ખભે માથું નાંખીને ... ગૌરી અવાચક થઇ ગઇ ,એના મસ્તક માં અનેક પ્રશ્નો હતાં પણ એ ચુપ રહી રોવા દિધાં જીણીમાસી ને....
લગભગ દસેક મિનિટ પછી જીણીબેન સ્વસ્થ થયાં, ગૌરી થી અળગાં થઇ કહ્યું ," ગૌરી તું જમી લે પછી બધું આટોપી લઉં હું આજ થોડું અસુખ જેવું લાગે શરીરે આરામ કરીશ એટલે સરખું થઇ જશે... "
પણ ગૌરી એમ વાત મુકે?
"જીણીમાસી!! આજ તો બધું કહી જ દો આમ અધુરી વાત ન મુકો ભલે એ પપ્પા ની જ કેમ ન હોય, કે પછી , પપ્પાની વાત છે એટલે જ પુરી કહો.... "
"ગૌરી એ ગડા મડદા ઉખાડવા નો મતલબ ખરો? ભૂલી જા હું પણ ભૂલી ગઈ હતી..."
"ખરેખર!!! ભૂલી ગયાં છો??? "
ગૌરીએ વિંધી નાંખતી નજરથી પુછ્યું....
જીણીબેન ઉભાં થયાં ને ગૌરી ને હાથ પકડીને ખેંચી ને એક લાકડાંનાં કબાટ પાસે ખેંચી ગયાં એને અંદરથી છાપાનાં કટીંગ્સ કાઢી વંચાવ્યાં...
"રાજહંસ ઓઇલ મીલનાં મેનેજર જગદીશ ભાઇનું અકસ્માતે મોત... "
"જગદીશ ભાઇનાં મોત પાછળ અંદરખાને ચર્ચાતું એક મોટા હરીફ ઓઇલમીલરનું નામ... "
ગૌરી બધાં છાપાં ઉથલાવતી રહી... એને એટલી ખબર હતી કે જે રાજહંસ ઓઇલ મીલની વાત થાય છે એ અત્યારે SD group of company નો જ હીસ્સો છે જે પહેલાં એમની હરીફ કંપની હતી... "
"રાજહંસને સીમા ના પપ્પા જ ચલાવતાં શેઠ તો આફ્રિકા અને લંડનમાં જ રહેતાં , એકદમ સુખી પરીવાર હતો અમારો સંતોષકારક પગાર થી વધું પગાર સીમા અને નીતા નામે બેડાહી દીકરીઓ , આંગણ વાળું સરસ ઘર...એને SD ની મહત્વાકાંક્ષા ની નજર લાગી ગઈ ..."
ગૌરી ચુપ રહી...
"રાજહંસ નો સપ્લાય દેશાવર ઉપરાંત મિલિટરી માં હતો એટલે બીજી હરીફાયુમાં રાજહંસ વાળા કદી ન પડતાં ,SD પણ ઓઇલ મીલરો માં ઝડપથી આગળ વધેલું નામ હતું હકીકતમાં લેબલટીન અને લુઝનો ફરક લાવવા વાળાં તારા પપ્પા જ હતાં , એમણે જ બ્રાન્ડ વિકસાવી રાજદીપ નામે... રાજહંસ એક જ બ્રાન્ડ એમનાથી આગળ હશે કારણ દેશાવરનો વેપાર... બીજું એ કે તારાં પપ્પા અને રાજહંસ ના શેઠીયા કે અહીં સીમાના પપ્પા ગણ્યાં ગાંઠ્યાં લોકો જ હશે આ ધંધામાં જે જુગાર કે વ્યસન ના આદી ન હતાં.... એટલે પહેલાં SD એ સીમાના પપ્પાને નોકરી માટે પોતાની કંપનીમાં ખેંચવા પ્રયત્ન કર્યો પણ એમાં સફળતા ન મળતાં સ્ટાફને સીમા ના પપ્પા વિરુદ્ધ ભડકાવવા નો પ્રયત્ન કર્યો... "
"દોઢ મહિના જેટલી હડતાલ , શેઠનું આવી રહેલી સિઝન માટેનું દબાણ ઉપરાંત તારાં પપ્પાએ મીલમાં દરોડા પડાવ્યા,આવી ચારે તરફની ભિંસથી સીમાના પપ્પા કેટલાંક મજૂરો ની સાથે ઝઘડી બેઠાં એમાંનાં એકે જ માથે બોથડ પદાર્થ માર્યો પછી........ "
જીણીબેનની આંખો વહેવા લાગી ......ગૌરી તરત ફ્રીઝમાંથી ઠંડુ પાણી લઈ આવી...જીણીબેન આમતો, માટલાનું જ પાણી પીતાં પણ એ ઠંડું પાણી પી ગયાં આમ તો એ ય હળવાશ અનુભવતાં બધું કહીને ..... આ સમાચાર છપાયાં એ જ દિવસે તારા પપ્પા ઘરે આવ્યાં હતાં મને મળવાં ... ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી મને ધરીને બોલ્યાં હતાં કે,
"જગદીશ ભાઇની હત્યા મેં પૈસા આપીને કરાવી હોય એવું જરાં પણ લાગતું હોય તો મારી દો ગોળી .... રાજહંસ માં હડતાલ કે દરોડા પાછળ હું હોઈશ પણ જગદીશભાઈ ની હત્યા હું સપને પણ ન વીચારી શકું... મારી દીકરી ના સોગંદ સાથે કહું છું... "
"પણ, એમ ગોળી મારીને વાત થોડી પતી જાશે ...!!??સીમા ના પપ્પા સાથે ચાર જીંદગી હોમાઇ ગઈ છે શેઠ!!! "રિવોલ્વર ના ઘા કરવાં સાથે મે કહ્યું..."
"પછી તારાં પપ્પા મારાં ભાઇની જેમ રહ્યાં મારી દીકરી ઓનાં મામેરા ય કર્યાં... પણ મેં એમને કદાચ માફ ન જ કર્યા... "
ગૌરીએ પુછ્યું, " હજું પણ નહીં કરો માફ.....??? "
"ના પણ આમેય કોઈ દ્વેષ નથી તારા પપ્પા તરફ.. મેં નિયતિ સમજી સ્વીકારી લીધું છે આજે ... "
આટલું બોલતાં તેમણે એ જુના છાપાં ગેસની આંચ માં સળગાવી દીધાં ને કહ્યું ,"હું તારી ફઇ છું માસી નહી..... "
ગૌરી ભેટી પડી એમને.........
********************* ******************
જે ત્યાં બળી ચુક્યાં હતાં એ જ છાપાની નકલો સાતેક દિવસ પછી રાજકોટ થી લાવેલા સામાનમાંથી નીકળી આકાશે રાજકોટ અમદાવાદ બંને સ્થળે રહેવાનું નક્કી કર્યું પછી કેટલોક સામાન અહીં લાવી ગોઠવતો હતો ત્યારે નીકળ્યાં હતાં
"રાજહંસનાં જગદીશભાઈનાં મોત પાછળ ચર્ચાતું એક મોટા ઓઇલ મીલરનું નામ "
"ઓહ! રોહિત મામા કેટલું ઉંડે ઘેરાઇ થી તપાસ કરી આ બધું ભેગું કર્યું હશે ??"
એક બીજું ચોપાનિયું પણ હતું લોકલ પીળું પડી ગયેલું
"થાનગઢનાં રાજવી પરિવાર સાથે જોડાયેલા એક કાઠીનું પુરાતત્વ વિભાગ પાસે જુના ખજાના માટે નવલખી પાસે દરીયામાં તપાસ કરવાની મુકેલી માંગ ....."
આકાશ વિચારી રહ્યો હતો , પહેલાં કઇ તરફ જવું ?????
ભિતર થી અવાજ આવ્યો , "ગૌરી તરફ..!!!"
આઠ દિવસથી જોઇ નહોતી ગૌરી ને.......
એ સીટી વગાડતો નીકળી ગયો......
(ક્રમશઃ....)