શિકાર - પ્રકરણ ૧૩ Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર - પ્રકરણ ૧૩

શિકાર
પ્રકરણ ૧૩
આકાશની સ્વાભાવિક નજર થાનગઢનાં કાઠી નાં સમાચાર પર વધું નજર હોય સ્વાભાવિક જ હતું, જો કે મામા એ આ ચોપાનિયું સાચવ્યું છે એનો મતલબ એ કે એમણે આગળ પણ તપાસ કરી જ હોવી જોઈએ, બસ એ કાંઈક જ ગોતવાનું છે...
એનાં મગજમાં સ્ટ્રાઇક થઇ," કાંઈક જ શું કામ? મામાને જ શોધવાના છે લોકો ગમે તે કહે પણ મામા આમ સહેલાઇથી ...ના મામા જીવે છે જ એમને શોધી ને જ રહીશ હું.... "
એ ઝનૂનથી બધાં ફોટા ઝેરોક્ષ નોંધ વાંચતો ગયો,
SD ને પાંચ તરફ થી ઘેરવાનો હતો એ તો પહેલાં ય વાત થઈ હતી કારણ માણેકભુવન વાળી વાત એમણે પહેલાં છેલ્લે જ રાખી હતી પણ અચાનક શું સુજ્યું હતું કે સૌથી પહેલાં એનો જ ઉપયોગ કર્યો હતો કારણ પણ રોહિતમામા એ જબરદસ્ત આપ્યું હતું કે, " આ ક્લૂ ભલે આપણે જાણતા નથી પણ કદાચ SD ને આ જ ચોંકાવશે એનું કારણ એ જ આ સૌથી વધુ જુનું છે લગભગ ગડેલા મડદા જેવું જુનું .... એટલે આપણે શું નથી જાણતાં એનો અંદાજ જ એ ન કઢાવી શકે અને બીજું કારણ આ કદાચ એના બાપદાદા સાથે સંકળાયેલી વાત છે એટલે એને બીજો છુટકો ય નહી રહે..... "
પણ પછી જે વાત ત્રીજા નંબરે રાખી હતી એ મનોહર નો ઉપયોગ કર્યો હતો મામાએ..... એક વાત સ્પષ્ટ હતી મનોહર શેઠ દ્વારા ભલે લીધાં હોય પણ વાર તો SD પર જ થયો હતો....
"અદ્દભુત છે રોહિતમામા નું પ્લાનિંગ...! "
મનોહર શેઠ વાળી મેટર આમ તો અલગ કેસ હોય એ રીતે જ લીધો હતો મામાએ... પણ હજી કાંઈક ખૂટતું હતું આ મેટરમાં કોલ ફોલોઓપ તો મામાએ પહેલાથી ગોઠવી જ કાઢ્યું હતું કદાચ! SD ને પહેલીવાર મળ્યો ત્યારે જ એ રાજસ્થાન હતાં પછી ત્યાંથી સુરત ગયાં હતાં, માણેકભુવન પાસે એમની જીપ તો એ પછી ખાસા સમયે......
તો શું મામા ખરેખર એ ખાડી પાસે........???
ના એવું ન થઈ શકે .....મામા મને મુકી ને...
આકાશની છાતી ધમણની જેમ ફુલવા લાગી ઠંડા આહ્લાદક વાતાવરણ માં પણ કપાળે પરસેવો ઉપસી આવ્યો ....
"ઓહ!ભગવાન શું કરવું ? મામા ક્યાં હશે ?હશે કે પછી? ત્યાં કોઇએ મારીને??? કોણ? SD? એને અંદાજ પણ નહીં હોય કે આ બધાં પાછળ મામા હોઇ શકે હું ને સુધીરભાઈ બે જ તો જાણીએ છીએ આખી વાત ... આમ તો એ પણ નથી જાણતાં પુરૂં એ ખાલી એટલું જ જાણે છે SD અમારો શિકાર છે એથી વધું કાંઈ જ નહી.... "
"મારે મળવું જોઈએ એમને "
આમ વિચારતો જ હતો ડાયરીનાં પાના ફેરવતાં ફેરવતાં ત્યાં જ એક નોંધ નજરમાં આવી ," હવે આ મેટરમાં સુધીરભાઈ ને બહાર રાખવા પડશે એ SD સાથે સંબંધો થી જોડાયા છે... "
"ઓહ! કેવી રીતે???"
આ નોંધ એને માટે આંચકારૂપ હતી, એ સંધ્યાની સગાઇ સુધીરભાઈ ના દીકરા સાથે થયેલી એ તો એને ખબર પણ એ વાત અસર કર્તા બની શકે એવું એણે વિચાર્યુ પણ નહી એટલે એ કલ્પના બહારની વાત હતી ..
SD સાથે સંબંધ???
એ વાક્ય ઘુંટી રહ્યો ....
ઓહ તો સુધીરભાઈ??? ના ના એ મામાના ખાસ મિત્ર હતાં એ આમ... પણ અે અરબોપતિના વેવાઈ બન્યા હતાં,
ના ના! સાવ આમ ન હોય,
એનું દિમાગ ઝડપથી વિચારો ફેરવતું
કદાચ એટલે જ એ ઘટના ની એમને તરત ખબર પડી હશે
SD ને ખબર પડી હોય એવો એનો વહેવાર નહોતો જ....
સુધીરભાઈ આમ જ હોય તો પછી........ આકાશે માથુ ઝાટક્યુ, "ઓહ મામા ! કશુંય સ્પષ્ટ નથી થતું... "
"જે હોય તે, સુધીરભાઈ અને SD બંને પર નજર રાખવી પડશે.. "
"SDપોતાને ભલે કર્તા હર્તા સમજતો હોય પણ એને હું અસહાય લાચાર કરી દઇશ અને એને એનાં જ પરિવાર વડે ઘેરી લઇશ હું ... હા ગૌરી તારે હવે મારી થઈ ને જ રહેવું પડશે ગૌરી... હું તને હું મારા પ્રેમમાં વિવશ કરી દઇશ કે તું બીજું કાંઇ વિચારી ન શકે....."
**************** *****************
બસ! આવી જ મથામણ ગોઠવણીઓ વિચારવામાં બે ત્રણ દિવસ કાઢ્યા બાદ આકાશ ગૌરીને મળવા સીધો યુનિવર્સિટી ઉપડ્યો ...
"ગૌરી .."
એણે B.K.ના એન્ટ્રન્સ પાસે જ ગૌરી ને પકડી ..
"ઓહ ! આકાશ! આમ અચાનક? "
"હા! મારે તને મળવું હતું પણ .."
"પણ શું..? "
"મળવાનું કોઈ બહાનું ન હતું .."
"હમમ!! તો આજે કોઈક બહાનું હશે જ નહિ??"
ગૌરી એ અદા થી કાન પાછળ લટ લઇ જતાં કહ્યું...
"ના કોઈ જ કારણ ન હતું... "
આકાશ સહેજ થોથવાયો...
"પણ ગૌરી.....!!!"
"હા! બોલ ને પણ શું...?"
"આટલી ઉંમરમાં કદી કોઈ ને મળવાની તાલાવેલી નથી લાગી કાલે પણ હું લગભગ તને જોતાં જોતાં અડધે સુધી આવ્યો હતો સાંજે તું જતી હતી ત્યારે, હું મારા કેટલાંય કામો પડતાં મુકીને ય તારા જ વિચારમાં ખોવાયો હતો તારા બર્થડે માં લાલ જ્યોર્જેટ ડ્રેસ માં જે તને જોઈ હતી હજી થોડા દિવસ પહેલાં સીજી રોડ પર મલ્યા હતાં એ મુલાકાત હજી ય ઘોળાયા કરે છે મારા મન પર, ગૌરી હું તારા તરફ ખેંચાતો જાઉં છું, મને પોતાને આ વધૂ પડતું લાગે છે પણ કોઇ જ અંકુશ નથી રહ્યો જાત પર થયા કરે તને જોયા કરૂં તને મળું વાત કરૂં તારો હાથ હાથ માં લઈ ને....... "
ગૌરી જોઇ રહી આમ તો એ જ તો ઇચ્છતી હતી આ જ તો કહેવા સાંભળવા માંગતી હતી... પણ એ SD ની દીકરી હતી એમ થોડી કોઇની થાય???
"આકાશ શું છે આ બધું?? ... "
આકાશ હવે ખરેખર ક્ષોભ પામ્યો.
"ગૌરી! "
ગૌરી જોઇ રહી,હવે એને મજા આવતી હતી આકાશના હાવભાવ જોઇને,
"હું તને ચાહું છું કદાચ!! "
"કદાચ!!! " ગૌરી એને તાવતા બોલી.
" એટલે કે, હું ચાહું છું ગૌરી તને.... "
ગૌરી એ એક મક્કમ જવાબ આપ્યો.
"જો આકાશ! તું બીજી છોકરીઓ ની જેમ જ ગૌરી ને પ્રપોઝ કરતો હોવ તો ભુલી જજે ,SDની દિકરી છું,
એ ખાલી અહંકાર નથી જવાબદારી છે પપ્પા ના નામ સાથે જે મારા પર છે જ, અને આમેય અમે છોકરીઓ તમારા છોકરાની જેમ સહેલાઇથી પ્રેમ માં ન પડી જઈએ..."
"તો ..."
"તો શું? આપણે હજુ એકબીજા ને ચારેક વાર મળ્યા છીએ એમાં ય એવી કોઇ મુલાકાત નથી કે એક બીજાને જાણી સમજી શકીએ, પ્રેમ તો કદાચ દૂર ની વાત કહેવાય...... "
આકાશ બાઘાની જેમ જોઇ રહ્યો એને એવી કલ્પના પણ નહોતી કે કોઇ છોકરીને પ્રસ્તાવ મુકશે અને આમ સાવ આવો જવાબ મળશે. ગૌરીએ જો કે ના નહોતી કિધી પણ એની હદ તો બતાવી જ દીધી હતી...
ગૌરી એ કહ્યું , જો આકાશ આ પ્રેમ બ્રેમ ઠીક છે ,હા! તારી સાથે મૈત્રી ગમશે મને ... એક કામ કર સાંજે દોશી હુસેન ની ગુફા એ મળીએ તુ સાંજે સામે પેલો નાનો ગેટ છે ત્યાં આવજે અત્યારે મારે લેક્ચર એન્ડ કરવું છે... બાય"
કહેતી ગૌરી રીતસરની ભાગી બી. કે. ના કેમ્પસમાં ઓગળી ગઈ......
આકાશ હાથ ઘસતો ઉભો રહી ગયો એના કોલેજ કાળમાં ઘણી છોકરીઓ મરતી આકાશ પર એણે આવું વિચાર્યું પણ ન હતું ...."
ગૌરી ના લહેરાતા રેશમી વાળ સાવ ટપકું બની ગયાં ત્યાં સુધી ઉભો રહ્યો આકાશ એમ જ.....
ગૌરી પણ પરાણે જાળવેલી ગંભીરતા ઉપાડી ભાગી રહી હતી , એનું મન તો નાચી રહ્યું હતું રીતસર નું માંડ જાતને સાચવી એ સાંજની રાહમાં....
આ તરફ આકાશ ની ને ગૌરીની મુલાકાત ની માહિતી શ્વેતલ ને મળી રહી હતી....
એ મુંઝવણમાં હતો કે SD ને કહેવું કે નહી......
(ક્રમશઃ...)