Mahabaleshwar na Pravase - a family tour - 6 books and stories free download online pdf in Gujarati

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-6)

30 મિનિટ ની 35 મિનિટ થઇ.....

આખરે 35 મિનિટ ઉભી રહ્યા પછી 11:15 AM થયા ને ટ્રેન નો હોર્ન સંભળાયો એટલે ટ્રેન માં પાછા બધા ગોઠવાઈ ગયા. ધીમે રહી ને ટ્રેન ચાલુ થઈ એટલે થયું હાસ હવે હમણાં આવી જશે સુરત....

15 મિનિટ પછી 11:30 AM ને કોસંબા સ્ટોપ આવ્યું અહીં પણ 2 મિનિટ ઉભી રહેશે એવું હતું પણ 5 મિનિટ થઈ....10 મિનિટ.....15 મિનિટ....25 મિનિટ....30 મિનિટ.... સાલું કોઈ ને કાઈ સમજાતું ન હતું કે "છે શું આગળ, કઇ રિપેરિંગ કામ શરૂ છે કે કઈ થયું છે..?"

આમ 30 મિનિટ ઉભી રહ્યા પછે 12:00 PM થયા ને હોર્ન વાગ્યો ફરી 30 મિનિટ ના હોલ્ટ પછે ટ્રેન ચાલતી થઈ અને થયું "હાસ હવે 1 સ્ટેશન બાકી છે પછે સુરત આવશે..."

10 મિનિટ પછી 12:10 PM એ કિમ સ્ટોપ આવ્યું ફરી 5 મિનિટ થઈ.... 10... 15... 20 મિનિટ..... અને આખરે 30 મિનિટે ફરી 12:40 PM એ હોર્ન વાગ્યો અને ટ્રેન ચાલુ થઈ પણ આ વખતે "હાસ હમણાં સુરત આવશે" એવું ના થયું ખબર જ છે હમણાં ફરી ઉભી રાખશે ટ્રેન

12:50 PM ગોઠણગામ આવ્યુ અને અહીં તો ટ્રેન નું સ્ટોપ પણ નહીં છતાં ઉભી રહી 5 મિનિટ થઈ.... 10 મિનિટ...15...... 20.... 25 મિનિટ........ આમ જેમ મિનિટ વધે તેમ ધબકારા પણ વધતા હતા કેમ કે હવે બપોર ના 1:00 વાગ્યા ઉપર થઈ ગયું અને હજુ સુરત પણ આવ્યુ નથી અને અમારે તો 6:00 PM પહેલા મુંબઇ સેન્ટ્રલ પહોંચવાનું...

ત્યાં ભાવિનભાઈ નો ફોન આવ્યો, "ક્યાં પહોંચ્યા?" - મેં કહ્યું "હજુ સુરત પણ નહી આવ્યું"
"ઓહ તો તો તમે 6:00 વાગ્યા પહેલા પાહીચશો?" - મેં કહ્યું "ખબર નહીં હવે ક્યારે પહોંચાડે"
ભાવિનભાઈ એ કહ્યું, "હજુ તો ટાઈમ છે 5 કલાક એટકે પ્રોબ્લેમ નહીં આવે"

સાથે ટ્રેન માં પણ બધા આ જ વાતો કરતા હતા કે "શું થયું છે આગળ, ક્યારે સુરત આવશે, સુરત થી મુંબઇ ક્યારે પહોંચસુ?, વગેરે વગેરે..."

સાથે ટ્રેન માં નાસ્તો અને પાણી વહેંચવા વાળા પણ બોલે, "ટ્રેન એક કલાક ઉભી રહેશે એટલે ખાવા માટે વડાંપાવ લઇ લો", કોઈ કહે "એક કલાક છે હજુ પાણી લઇ લો" હવે કઇ ખબર નહોતી પડતી કે આ વસ્તુ વહેંચવા માટે બોલે છે કે સાચે જ ટ્રેન ને કલાક થશે હજુ...

છેલ્લે હું પણ કંટાળીને બહાર નીકળ્યો અને જોયું તો અમારી બાજુના સાઇડીંગ ના પાટા પર એક ટ્રેન અને અમારી પાછળ થોડે દૂર એક ટ્રેન એટલે ટોટલ 3 ટ્રેન એક સાથે ત્યાંજ ઉભી એટલે સમજાઈ ગયું આગળ કઇક રેપેરીંગ ચાલુ હશે

હવે ઘરે થી મારા પાપા, મમ્મી, મામા, મામનો છોકરો કેવિન, ભાઈ, અને મારી વાઈફ આ બધા તો છેલ્લા 1 કલાક થી સુરત સ્ટેશન પર જ બેઠા હતા અને એ પણ બેઠા બેઠા એક પછી એક ફોન કરે....

પહેલા મારા પાપા નો ફોન આવ્યો, "ક્યાં પહોંચ્યો"
ફરી વાઈફ નો ફોન આવ્યો, "ક્યાં પહોંચ્યા"
ફરી મામા નો ફોન આવ્યો, "ક્યાં પહોંચ્યો"
ફરી કેવિન નો ફોન આવ્યો, "ક્યાં પહોંચ્યા ભાઈ"
ફરી ભાઈ નો ફોન આવ્યો, "ક્યાં પહોંચ્યો ભાઈ"

પછે તો મેં કંટાળી ને મારા ભાઈ ને કહ્યું "અલા તમે બધા ક્યાં છો" - તો કે "સુરત સ્ટેશન પર"
"તો પછે બધા સાથે બેસો ને" - તો કે, "સાથે જ બેઠા છીએ"
"તો પછી બધા અલગ અલગ શુ ફોન કરો છો, કોઈ એક ફોન કરી ને બધા ને કહી દયો ને"

સાથે અંકિતભાઈ અને ભાવિનભાઈ નો ફોન આવે "કેટલે પહોંચ્યો" આમ ફોન ચાલુ જ કેમ કે સાંજે પહોંચવામાં મોડું થાય તેમ હતું

આમ 25 મિનિટ થી 30 મિનિટ....40 ...... 50 મિનિટ અને આખરે 60 મિનિટે એટલે કે 1 કલાકે અને બપોર ના 1:50 PM પર ફરી હોર્ન વાગ્યો ને લીલી જંડી દેખાઈ ફરી એકવાર ટ્રેન આગળ ચાલી અને થોડે આગળ ઉત્રાણ પાસે પહોંચ્યા ને જોયું તો ત્યાં પુલ (Bridge) નું કામ ચાલતું હતું એટલે હવે સમજાયું શુ હતું આગળ અને કેમ લેટ થયું

આખરે બપોરે 2:20 PM એ ટ્રેન સુરત સ્ટેશન માં એન્ટર થઈ ને પ્લેટફોર્મ 2 પર જઈને ઉભી રહી....

હવે સુરત સ્ટેશન નો નજારો જોયા જેવો હતો કેમ કે પુલ નું કામ શરુ હોવાથી છેલ્લા 3 કલાક થી કોઈ ટ્રેન નહોતી આવી એટલે 3-4 ટ્રેન ના લોકો સ્ટેશન પર એક સાથે ભેગા થયા હતા આમ ટ્રેન આવતા જ બધા એક સાથે ઉભા થઇ ને આમ-તેમ દોડવા લાગ્યા....

હવે હું છેલ્લે જનરલ ડબ્બા માં બેઠો હતો અને અમારું સુરત થી રિઝર્વેશન હતું D4 નંબર ના ડબ્બામાં જે એકદમ વચ્ચે આવે એટલે હું ટ્રેન ઉભી રહેતા જ દોડતો દોડતો D4 તરફ ભાગ્યો અને એમાં પણ પ્લેટફોર્મ પર ટ્રાફિક વધુ એટલે ઘણા બેગ કૂદતાં કૂદતાં આખરે D4 પાસે પહોંચ્યો તો ત્યાં મારા પાપા, મામા ને એ બધા ઉભા જ હતા

જલ્દી થી ટ્રેન માં ઘુસ્યા અને અમારી સીટ 31, 32, 33 અને 34 પકડી ને બેસી ગયા

આમ 2:25 PM ના ટકોરે ફરી હોર્ન વાગ્યો ને ટ્રેન ચાલી અને આમ પાપા, મમ્મી અને મામા ને બાય કહી અમારી આ સફર માટે આગળ ચાલતા થયા....

સાથે અમારા 4 માંથી સૌથી મોટો હું એટલે બધાને સાથે રાખી ને નાગોઠને પહોંચવાની જવાબદારી પણ મારી જ બને...

હવે ટ્રેન ઉપડી 2:25 PM અને ટાઈમ ટેબલ પ્રમાણે સુરત થી મુંબઇ સેન્ટ્રલ પહોંચતા ગુજરાત એક્સપ્રેસ ને 4 કલાક અને 30 મિનિટ લાગે એટલે હવે ટ્રેન લેટ છે તો શું ટાઈમ કવર કરશે?, શું અમે 6:00 વાગ્યા પહેલા પહોંચ્યા કે નહિ, અમને બસ મળી કે નહિ?? આ જાણવા વાંચો આગળ નો ભાગ....






ક્રમશ:

(આગળ વાંચો ભાગ-7)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED