હવે નાસ્તો, કપડાં, ટૂથપેસ્ટ, બ્રશ, ચાર્જર, જરશી, છાલ અને બીજી નાની મોટી વસ્તુ ભુલાય નહીં એટલા માટે મેં બધી વસ્તુ નું લિસ્ટ મારા મોબાઈલ માં બનાવેલું હતું એટલે હવે સાંજે જમી ને 8:30 વાગ્યા પછે આ બધી વસ્તુ નું ચેકીંગ કરવાનો પ્રોગ્રામ રાખ્યો હતો...
લિસ્ટ પ્રમાણે બધી વસ્તુ બરાબર છે કે નહીં?, કઇ વસ્તુ ખૂટે છે? એ બધું સાંજે 8:30 પછી ચેક કરી ને ફાઇનલ બેગ તૈયાર કરી
પણ હજુ એક વસ્તુ બાકી આમ યાદ આવતા જ હું ગયો દવાની દુકાન પર અને ત્યાંથી બધી જરૂરી દવા લીધી જેમકે ચક્કર આવવા, તાવ, કળતર તૂટ, જાળા-ઉલટી, માથું દુખવું કેમ કે કોઈ પણ તકલીફ થાય તો આ દવા કામ લાગે
હવે બધી વસ્તુ નાખ્યા પછી ટોટલ 3 બેગ તૈયાર થઈ જાણે કોઈ 20-25 દિવસ ના પ્રવાસ મા જતા હોઇએ. એમા એક બેગ મા કપડાં, બીજા બેગ મા જરશી (સ્વેટર), છાલ તેમજ બીજો નાનો મોટો સામાન અને ત્રીજી નાની બેગ મા ફક્ત બધો નાસ્તો અને પાણી જાણે ફરવા નહીં પણ નાસ્તો કરવા જતાં હોઈએ
આ બધું તૈયાર કરી ને અંકિતભાઈ ને પૂછવા ફોન કર્યો "બેસી ગયા ટ્રેન માં?, કેટલે પહોંચ્યા?" કેમ કે જામનગર થી 5 તારીખે સાંજે 6:00 વાગ્યા ની ટ્રેન હતી એટલે તે બધા તો ટ્રેન મા હતા. જવાબ આવ્યો, "હા, બેસી ગયા હો... અને કાલે સવારે પહોંચી જસુ" આમ થોડી વાતચીત થઈ.
બધી તૈયારી થઈ ગઇ હવે રાહ હતી તો કાલ સવાર ની અને બીજે દિવસે સવારે એટલે કે 6 નવેમ્બરે સવારમાં વહેલા અંકલેશ્વર નોકરી પર જવાનું કેમ કે મે મારા બોસ ને કહ્યુ હતું કે, "હું 6 નવેમ્બરે વહેલો ચાલ્યો જઈશ એટલે સવારે વહેલો આવી જઈશ અને જે કંઈ કામ હશે તે પૂરું કરી દઈશ"
આમ સવારે વહેલું ઉઠવાનું હોવાથી હું સુવા ચાલ્યો ગયો પણ તમને તો ખબર જ છે કે, "પ્રવાસ ના આગલા દિવસે ઊંઘ આવે નહીં"
સુતા સુતા ઘડિયાર માં જોયું તો 12:30 વાગી ગયા હતા અને સાથે વિચાર આવતા હતા કે, "કઇ ભુલાયું તો નથી ને, કાલે સવારે રોજ કરતા વહેલી ટ્રેન પકડવાની છે તો થોડું વહેલું ઉઠવું પડશે, હું સવારે કેટલા વાગ્યે ઓફિસે થી નીકળું" અને આમ વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી.......
ક્રમશઃ
(આગળ વાંચો ભાગ-5)