મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-7)

આમ ટ્રેન શરૂ થતા ની સાથે જ મેં ભાવિનભાઈ અને અંકિતભાઈ ને પણ ફોન કરી દીધો કે, "અમે 2:20 PM એ ટ્રેન માં બેસી ગયા"

હવે ઓનલાઈન ચેક કર્યું તો ટ્રેન એપ્લિકેશન પ્રમાણે કટ-ટુ-કટ સાંજે 6:00 વાગ્યે પહોંચાડશે એવું બતાવ્યું. પણ એ ક્યારે, જ્યારે ટ્રેન ઝડપી ચાલે....

થોડી વાર પછી ભાવિનભાઈ નો મેસેજ આવ્યો જેમાં કઇ ટિકિટ જેવું હતું એટલે મેં તેમને ફોન કરી ને પૂછ્યું તો તેમને કહ્યું "where is my train એપ્લિકેશન પ્રમાણે ટ્રેન સાંજે 6:00 PM આસ-પાસ પહોંચાડશે એટલે મેં 6:00 PM ની રિલાયન્સ ની બસ માં તમારી 4 સીટ બુક કરી છે જે તમને મુંબઇ થી સીધા નાગોઠને લઇ આવશે અને જે ટિકિટ તને મેસેજ કરી તે આ બસ ની જ છે..."

અને સાથે કહ્યું "આ રિલાયન્સ ની છેલ્લી બસ છે અને એ પણ બરાબર એના ટાઈમે જ આવશે અને રાહ નહીં જોવે તરત ચાલી જશે એટલે તમેં 6:00 વાગ્યા સુધી મા પહોંચસો તો જ એ બસ પકડાશે નહીંતર બીજી રીતે આવવું પડશે"

હવે એક-એક મિનિટ અમારા માટે કિંમતી હતી એટલે હું પણ થોડી વારે ને થોડી વારે ચેક કરું ટ્રેન કેટલે પહોંચી પણ હું તો ફક્ત ચેક જ કરી શકું કે ટ્રેન ક્યાં પહોંચી, હવે ટ્રેન ના ડ્રાઈવર ને જઇ ને એમ તો ના કહી શકું કે, "ભાઈ... થોડી ઝડપી ચલાવજે, અમારે 6:00 વાગ્યે પહોંચવાનું છે"

આમ જેમ જેમ ટ્રેન આગળ જતી હતી તેમ તેમ ઘડિયાર નો કાંટો પણ આગળ જતો હતો પણ એવું લાગતું હતું કે ઘડિયાર થોડી ઝડપી ચાલે છે અને ટ્રેન થોડી ધીમી...

આમ જોતા જોતા 4:00 PM થઈ ગયા અને સવાર નું કઇ ખાધું ન હતું તથા સવાર થી ટ્રેન ની સફર એટલે ભૂખ પણ એવી લાગી હતી આથી અમે અમારા શાસ્ત્રો કાઢ્યા વડાપાવ, ચટણી અને છાસ...

હવે જેમ-જેમ ટ્રેન આગળ જતી હતી તેમ-તેમ ટ્રેન નો પહોંચવાનો સમય 6:00 થી વધતો જતો હતો અને સાથે અમારા ધબકારા પણ કેમ કે અમને ચિંતા એ હતી કે સાંજે બસ નહિ મળે તો સવાર સુધી મુંબઇ માં જ હોટેલ કરી ને રોકાવું પડશે તેથી અમારે જે સવારે મહાબળેશ્વર નીકળવાનું હતું તે બધી પ્લાનિંગ ચોપાટ થઈ જશે

હવે જેવી ટ્રેન મહારાષ્ટ્ર માં એન્ટર થઈ, પછી થોડી લેટ થવા લાગી અને આખરે 5:45 PM અમે બોરીવલી પહોંચ્યા એટલે હવે નક્કી હતું કે પેલી રિલાયન્સ ની બસ તો પકડાશે નહીં

ત્યાં ભાવિનભાઈ નો ફોન આવ્યો, "ક્યાં પહોંચ્યા?" મેં કહ્યું, "બોરીવલી આવ્યું હજુ"

"ઓહ તો તો હજુ 1 કલાક પાક્કી અને હવે રિલાયન્સ ની બસ તો નહી પકડાય એટલે હું ઓનલાઇન ચેક કરી ને થોડીવાર માં ફોન કરું કઇરીતે આવવું" ભાવિનભાઈ એ કહ્યું.

અમે થોડીવાર રાહ જોઈ અને અંદાજિત સાંજે 6:15 PM ફરી ભાવિનભાઈ નો ફોન આવ્યો "મેં MSRTC (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) મા ચેક કર્યું તેમાં મુંબઇ થી નાગોઠને માટે હજુ એક લાસ્ટ બસ છે જે 6:30 થી 6:45 PM આસ-પાસ દાદર પહોંચશે એટલે તમે મુંબઇ સેન્ટ્રલ જતા નહી અને દાદર સ્ટેશન પર જ ઉતરી જજો"

આમ અમે આખરે સાંજે 6:30 PM આસ-પાસ દાદર સ્ટેશન ઉતર્યા હવે પ્રોબ્લેમ એ હતો કે સ્ટેશન પર ઉતરી ને કઇ બાજુ જવું ત્યાં ભાવિનભાઈ નો ફરી ફોન આવ્યો, "દાદર ઉતરી ગયા?" કહ્યું "હા, ઉતરી ગયા અમે"

"હવે તમે ઝડપી ઈસ્ટ બાજુ જાવ અને ઈસ્ટ સાઈડ બહાર નીકળી ને ત્યાંથી થોડા આગળ જસો એટલે બ્રિજ નીચે એક બસ સ્ટેશન હશે ત્યાં બસ આવી ને ઉભી રહેશે, અને દોડવું પડે તો દોડો પણ ઝડપી જાવ નહીંતર બસ નીકળી જશે"

આપણા સુરત અને અમદાવાદ કરતા તો ત્યાંના સ્ટેશન બિલકુલ અલગ અને ઘણા મોટા કેમ કે ત્યાં લોકલ ટ્રેન ના પણ અલગ પ્લેટફોર્મ અને અલગ રસ્તા એટલે પહેલા તો કઈ ખબર જ ના પડી કે ઈસ્ટ સાઈડ બહાર જવું હોય તો ક્યાં રસ્તે થી જવું.

ત્યાં મારો ભાઈ કહે, "હોકાયંત્ર ડાઉનલોડ કરું તેમાં બતાવશે કઇ બાજુ ઈસ્ટ"
મેં કહ્યું "અરે, એ ખાલી દિશા બતાવશે રસ્તો નહીં, અત્યારે હોકાયંત્ર ડાઉનલોડ કરવાનો ટાઈમ નથી નહીંતર બસ નીકળી જશે એટલે મારી પાછળ પાછળ આવો બધા" હવે અમારા 4 મા હું સૌથી મોટો એટલે બધાને સાથે રાખવાની જવાબદારી પણ મારી એટલે બધાને સાથે લઇ ને આગળ ગયો

ત્યાં 1-2 વ્યક્તિ ને પૂછ્યું "ઈસ્ટ સાઈડ જાના હૈ તો કહા સે જા શકતે હૈ?" તો તેને રસ્તો તો બતાવ્યો પણ એ બાજુ આગળ ગયા તો ત્યાં પણ બીજી 2-3 બાજુ હવે કઇ બાજુ જવું? એટલે અમે ત્યાં આગળ ગયા તો ફરી પાછા પ્લેટફોર્મ પર જ આવ્યા અને એક બાજુ બસ જતી રહે તેનું ટેન્શન....

ત્યાં એક હોટચમેન હતો તો તેને પૂછ્યું અને તેને પણ રસ્તો બતાવ્યો એટલે મે ફરી તે બાજુ જવાનું શરૂ કર્યું અને ત્યાં ટ્રાફિક પણ વધુ એટલે પેલા 3 ને કહ્યું મારી પાછળ-પાછળ આવો અને આમ આખરે બહાર તો નીકળી ગયા પણ અમારે તો બસ પકડવાની હતી એટલે ફરી તે જ ઝડપ સાથે એક હાથ માં ફોન જેમાં ગૂગલ મેપ શરૂ (Google Map), બીજા હાથ માં થેલી અને પાછળ ખંભે મોટું બેલ લગાવેલું અને હું એ જ ઝડપ સાથે આગળ ચાલતો રહ્યો અને પેલા 3 મારી પાછળ પાછળ અને તેઓ ના હાથ માં પણ એક એક બેગ

બહાર નીકળી ગયા પછે અમારે પહોંચવાનું હતું મેઈન રોડ પર બ્રિજ નીચે, જ્યાં બસ આવની હતી

મારા મન મા તો એ જ હતું કે, "બસ પકડાસે કે નહિ" એટલે હું તો મારા ધૂન માં ને ધુન માં એ જ ઝડપ સાથે આગળ ચાલતો ગયો પણ પછી થયું પેલા પાછળ આવે છે કે નહીં? એટલે ઉભા રહી ને પાછળ જોયું તો મારી પાછળ મારી વાઈફ એક જ દેખાય પેલા 2 દેખાયા નહીં અમે ત્યાં ઉભા રહી ગયા અને આજુ બાજુ જોયું પણ એ બંને તો દૂર સુધી દેખાતા ન હતા.....ક્રમશ:

(આગળ વાંચો ભાગ-8)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Kishor M Vala 1 માસ પહેલા

Mamta Soni Pasawala 1 માસ પહેલા

Natubhai Patel 1 માસ પહેલા

5 star

Veena Joshi 1 માસ પહેલા

Rakesh Thakkar 1 માસ પહેલા