ટીક ટીક...... ટીક ટીક.......
સવાર ના 5:15 વાગ્યા ને મોબાઈલ મા એલાર્મ વાગ્યું એટલે તરત ઊંઘ ઊડી ગઈ અને જલ્દી ઉભો થઈ ગયો અને આ જલ્દી ઉભા થવાનું કારણ 6 નવેમ્બર અને આજે અમારે પ્રવાસ માટે નીકળવાનું હતું
સવારે રેડી થઈ ને 6:30 AM સુધી મા સુરત સ્ટેશન પહોંચી ગયો અને ત્યાં પ્લેટફોર્મ 3 પર મુંબઇ-અમદાવાદ લોકલ ઉભી હતી અંકલેશ્વર નોકરી પર જવા તેમાં બેસી ગયો કેમ કે મારે આજે વહેલું નોકરી પર જવાનું હતું આમ 6:45 AM ના ટકોરે સીટી વાગી અને ટ્રેન રવાના થઈ
સવારે 8:00 વાગ્યે અંકલેશ્વર સ્ટેશન પહોંચ્યો અને તરત જ ઓફિસ પર ગયો અને જે કંઈ કામ હતું તે પતાવ્યું
હવે મારે અંકલેશ્વર થી ગુજરાત એક્સપ્રેસ પકડવાની હતી જે 10:14 AM અંકલેશ્વર સ્ટેશન આવે
હું સવારે 9:40 AM એ મારા બોસ ને કહેવા પ્રમાણે મેસેજ સેન્ડ કરી ને ઓફિસે થી નીકળ્યો અને સ્ટેશન પર જઇ અંકલેશ્વર થી સુરત ની ટિકિટ લીધી અને પ્લેટફોર્મ 2 પર જઈને ટ્રેન ની રાહ જોતો બેઠો
10:00 AM વાગ્યા ને સ્ટેશન પર લગાવેલું સ્પીકર વાગ્યું, "અહમદાબાદ સે મુંબઇ સેન્ટ્રલ કી ઔર જાને વાલી ગુજરાત એક્સપ્રેસ સુપરફાસ્ટ અપને નિર્ધારિત સમય સે 10 મિનિટ કી દેરી સે આયેગી, આપકો હુઈ અસુવિધા કે લિયે ખેદ હૈ..."
10:15 AM થયા ને પ્લેટફોર્મ 2 પર કોઈ ટ્રેન આવી, ઉત્સાહ મા ને ઉત્સાહ મા ઉભો થઇ ને આગળ જતો રહ્યો, ધીમે ધીમે ટ્રેન નજીક આવી ને જોયું તો એ ટ્રેન કોઈ બીજી હતી (બેંગ્લોર એ.સી. સુપરફાસ્ટ). થોડી વાર તો થયું, "આ ટ્રેન ક્યાંથી આવી ગયી?"
આમ વિચારતો હતો ત્યાં 10:20 AM થયા ને ફરી સ્પીકર વાગ્યું, "અહમદાબાદ સે મુંબઇ સેન્ટ્રલ કી ઔર જાને વાલી ગુજરાત એક્સપ્રેસ સુપરફાસ્ટ પ્લેટફોર્મ ક્રમાંક 2 કી જગહ પર પ્લેટફોર્મ ક્રમાંક 3 પર આયેગી જો અપને નિર્ધારિત સમય સે 20 મિનિટ કી દેરી સે ચલ રહી હૈ, આપકો હુઈ અસુવિધા કે લિયે ખેદ હૈ..."
આ શું "પ્લેટફોર્મ 2 પર કોઈ નવી જ ટ્રેન આવી જેનું સ્ટોપ જ નથી અંકલેશ્વર સ્ટેશન પર છતાં પણ અંકલેશ્વર ઉભી રહી, ગુજરાત એક્સપ્રેસ જે 2 પર આવે તેની જગ્યાએ પ્લેટફોર્મ 3 પર આવશે અને એ પણ 20 મિનિટ મોડી" આમ વિચારો તો ઘણા આવતા હતા કે, "સાલું આ શુ થઈ રહ્યું છે, ટાઈમે પહોંચાડશે કે નહિ?"
10:40 AM થયા ને દૂર થી ટ્રેન નો હોર્ન સંભળાયો અને જોયું તો પ્લેટફોર્મ 3 પર કોઈ ટ્રેન આવી રહી હતી. નજીક આવી અને જોયું તો "ગુજરાત એક્સપ્રેસ" અને આ જોતા જ કંઈક શાંતિ થઈ કે આખરે ટ્રેન આવી ખરી
હવે 2 મિનિટ મા ઉપડસે આમ વિચારી ને હું તો જનરલ ડબ્બામાં ચડી ગયો પણ 5 મિનિટ થઈ.... 10 મિનિટ થઈ.... 15 મિનિટ થઈ..... 20 મિનિટ થઈ..... છતાં પણ પ્લેટફોર્મ 2 અને 3 પર ઉભેલી બંને ગાડી ની કઇ હલન-ચલન દેખાઇ નહીં
ત્યાં ઘરે થી ફોન આવ્યો કે, "ક્યાં પહોંચી ગાડી?" મેં કહ્યું, "અંકલેશ્વર પહોંચી"
પાછો સવાલ આવ્યો, "હજુ અંકલેશ્વર જ છે?" - કહ્યું, "હા અહીં જ છે હજુ"
પાછો સવાલ આવ્યો, "અમે ઘરેથી નીકળીએ તો" - મેં કહ્યું, "ના ના હજુ કોઇ નહી નીકળતા, છેલ્લા 20 મિનિટ થી તો ટ્રેન અહીં જ ઉભી છે હું ફોન કરીશ ત્યારે નિકળજો હજુ ઉપડ્યા પછી 1 કલાકે સુરત આવશે અને ક્યારે ઉપડે તે ખબર નહિ"
આ ફોન મુકતા જ બીજો ફોન આવ્યો અંકિતભાઈ નો, "ક્યાં પહોંચ્યો અલા?" મેં કહ્યું, "અંકલેશ્વર પહોંચ્યો"
"હજુ ત્યાં જ?" મેં કહ્યું "ટ્રેન લેટ છે એટલે" આમ અંકિતભાઈ ને પણ આખી વાત સમજાવી એટલે એમને પણ એ જ કહ્યું, "અલા તમે 6:00 વાગ્યા પહેલા પહોંચી જાવ તો સારું" ....
ફોન આવ્યો હતો એટકે સાથે મેં પણ પુછી લીધું, "તમે કેટલે પહોંચ્યા ભાઈ?" તેમને કહ્યું, "અમે તો પહોંચી ગયા ભાવિન ના ઘરે નાગોઠને, તમે આવો બધા જલ્દી હવે" આમ થોડી વાત થઇ પણ બીજી બાજુ ટ્રેન આવી ને 30 મિનિટ થઈ ગઈ હતી પણ હજુ કઈ હલન-ચલણ નહિ........ એક બાજુ થતું હતું કે સાંજે 6:00 PM પહેલા મુંબઇ પહોંચવાનું છે મોડું ના થાય તો સારું નહીંતર બસ નહી મળે
હવે આ ટ્રેન અંકલેશ્વર થી કેટલા વાગ્યે ઉપડી, હું સુરત ક્યારે પહોંચ્યો અને આગળ શું શું થયું અમારા આ પ્લાંનિંગ નું? તેના માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશ:
(આગળ વાંચો ભાગ-6)