મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-8)

આજુ-બાજુ જોયું પણ બંને દેખાય નહિ એટલે ટેન્શન આવી ગયું કે આ બંને ગયા ક્યાં? કેમ કે બધાને સાચવીને લઇ જવાની જવાબદારી મારી હતી

ત્યાં ભાવિનભાઈ નો ફોન આવ્યો, "બસ મળી ગઈ?" કહ્યું, "ના, હજુ તો બસ સ્ટેન્ડ પાસે જઇયે છીએ અને એમાં પણ પેલા બંને તો દેખાતા નથી તેને શોધવા પડશે પહેલા"

"ઓહ... તે ક્યાં ગયા બંને..??, આજુ-બાજુ જોવો ત્યાં જ હશે અને મળી જાય તો કહેજે કે ઝડપી ચાલે અને સાથે રહે, હું અહીં નજીક માં ટ્રાવેલ્સ વાળો છે તેની પાસે જઈને પૂછું હવે શુ કરવું કેમ કે પેલી બસ પણ કદાચ ચાલી ગઈ હશે" ભાવિનભાઈ એ કહ્યું.

ફરી પેલા બેવ ને ફોન કર્યો, "અલા ક્યાં છો તમે?" તો તેને કહ્યું "તમે ક્યાં છો??"

મેં કહ્યું, "અમે તો અહીં ચાર રસ્તા પાસે જ ઉભા છીએ, તમેં બંને ક્યાં ચાલ્યા ગયા?"
"અરે, અમે તો અહીં આગળ માર્કેટ માં આવી ગયા"

મેં કહ્યું, "અરે ત્યાં નહિ જવાનું અહીં આવો ચાર રસ્તા પાસે"

એટલે એકાદ મિનિટ માં તે આવ્યા પછી બંને ને બરાબર કહ્યું "અલા ભાઈ, હજુ આપણે 100 KM દૂર જવાનું છે અને 3 કલાક નો રસ્તો છે નાગોઠને નો અને હવે કોઈ બસ પણ નથી એટલે હજુ કઇ રીતે જવું અને શામાં જવું તેનું કંઈજ નક્કી નથી સાથે આ સીટી પણ અજાણ્યું છે એટલે સાથે રહો અને ઝડપ રાખો નહીંતર આખી રાત અહીં જ લટકતું પડશે"

અને ત્યાં ભાવિનભાઈ પણ તેને નજીક માં કોઈ તેમનો જાણીતો ટ્રાવેલ્સ વાળો હતો ત્યાં ગયા અને પૂછ-પરછ કરી...

અમે ત્યાં આગળ ચાલ્યા તો 2-3 બસ સ્ટેન્ડ દેખાય હવે ખબર ના પડે ક્યાં બસ આવશે?, બીજા ને પૂછીએ તો બધા અલગ અલગ કહે "કોઈ કહે અહીં આવશે, કોઈ કહે ત્યાં આવશે, કોઈ કહે અહીં થી નહી મળે, કોઈ તો કહે નાગોઠને જવું હોય તો આપણી ટેક્સી છે બેસી જાવ ભાડું વ્યવસ્થિત જ લઇસ"

બીજી બાજુ સુરત મારા ઘરે, મારા મામા ના ઘરે, જામનગર માસા ને અને નાગોઠને એમ બધા ને ખબર પડી ગયી કે આ લોકો ને હજુ બસ નહિ મળી એટલે આ બધાનો ફોન આવ્યા કરે મારા પર, "શુ થયું, ક્યાં પહોંચ્યા, મુંબઇ માં જ રોકાઈ જાવ, સવારે જજો, વગેરે વગેરે...."

આમ એક બાજુ ભાવિનભાઈ નો ફોન શરૂ, બીજી બાજુ બધા ના ફોન આવે, બસ સ્ટેન્ડ નું કઇ નક્કી ના થાય કે કયા ઉભું રહેવું, સાથે પેલા ત્રણ નું ધ્યાન રાખવાનું, આમ તેમ દોડવાનું એટલે થયું હવે આજે નહીં પહોંચયે નાગોઠને...

સાથે મારો ભાઈ અને કેવિન બંને તો એની જ ધૂન મા અને એ તો કહે, "છોડો આ બધું હવે ક્યાંય નહી ભાગવું અહીં બેસી ને પાણી પીએ..."

મેં કહ્યું, "શુ કરો છો અલા... 8:00 તો વાગી ગયા અને મોડું થઈ જશે તો અટવાઈ જસુ એટલે નાટક નઇ કરો અને ચાલો જલ્દી"

ફરી બધા ને ઉપાડયા અને સામે બસ સ્ટેન્ડ હતું અને ત્યાં બધા ઉભા હતા તો ત્યાં જઈને પેલા 3 ને ત્યાં બસ સ્ટેન્ડ પાસે જ બેગ સાચવી ને બેસવા કહ્યું

ફરી ભાવિનભાઈ નો ફોન આવ્યો, "હું અહી ટ્રાવેલ્સ વાળા પાસે જ છું હવે ત્યાં જે બસ આવે તેનું બોર્ડ વાંચી અને નામ બોલ હું કહું તો બેસી જવાનું અને મારો ફોન શરૂ જ રાખ અને ઘરે થી કોઈ ના ફોન આવે તો થોડીવાર ઉપાડતો નહિ"

આમ હું જે પણ બસ આવે તેના બોર્ડ વાંચુ અને ભાવિનભાઈ ને કહું, ત્યાં ભાવિનભાઈ પેલા ટ્રાવેલ્સ વાળા ને પૂછે અને જો હા પાડે તો બેસવાનું નહીંતર નહિ..

આમ લગભગ 30 મિનિટ થયા છતાં પણ કઇ મેળ પડ્યો નહી ત્યાં એક પનવેલ ની બસ આવી એટલે ભાવિનભાઈ એ કહ્યું, "હવે બીજો કઇ મેળ નહીં પડે તમે એક કામ કરો તે પનવેલ વાળી બસ માં બેસી જાવ હું પનવેલ આવું છું કાર લઈને લેવા માટે"

એટલે મેં પેલા 3 ને બૂમ પાડી કે, "ચાલો આ બસ મા જવાનું છે" આમ તેઓ થોડા દૂર બેઠા હતા એટલે ઉભા થાય અને બેગ ઉચકી ને બસ સુધી આવીએ ત્યાં સુધીમાં તે બસ જતી રહી...

એટલે ભાવિનભાઈ એ કહ્યું "હવે સાંજ ના 8:30 ઉપર થઈ ગયું છે અને હજુ ઘર પહોંચતા 3 કલાક થઈ જશે તો હવે ટાઈમ નથી એટલે એક કામ કરો ત્યાંથી ટેક્સી કરી ને પનવેલ આવી જાવ ટેક્સી વાળા લગભગ 400-500 રૂપિયા જેવું લેશે. હું પનવેલ આવું છું કાર લઇ ને લેવા માટે"

આમ ફોન મૂકીને અમેં ટેક્સી કરવા ગયા ત્યાં પનવેલ ની બીજી બસ દેખાઈ એટકે અમે તૈયાર થઈ ગયા અને જેવી બસ ઉભી રહી અમે અંદર ચડી ગયા. અંદર ગયા તો કોઈ લેડી કંડકટર હતા તેમને પૂછ્યું "મેડમ, યે બસ પનવેલ જાયેગી?" જવાબ મળ્યો, "હા"
એટલે અમે સીટ પકડી ને બેસી ગયા અને ભાવિનભાઈ ને પણ ફોન કરી દીધો અમને પનવેલ ની બીજી બસ મળી ગઈ...

આમ અમે બસ મા બેઠા ને બીજી બાજુ ભાવિનભાઈ ત્યાંથી કાર લઇ ને નીકળ્યા કેમ કે દાદર થી પનવેલ 40 KM એટલે અમારે તો 1 કલાક નો રસ્તો પણ નાગોઠને થી પનવેલ 60 KM એટલે ભાવિનભાઈ ને પહોંચતા 1:30 કલાક થાય...

જેવી બસ શરૂ થઇ કે પેલા 3 તો સુઈ ગયા અને હું ગૂગલ મેપ (Google map) શરુ કરી ને બેઠો અને ચેક કરું કે પનવેલ ક્યારે આવે કેમકે હું પણ સુઈ જાવ તો પનવેલ જતું રહે

આમ મુંબઈ ના ટ્રાફિક ને કારણે બહાર નીકળતા નીકળતા ઘણો ટાઈમ થઇ ગયો અને આખરે 1 કલાક ને 15 મિનિટે પનવેલ આવ્યું, પેલા 3 ને ઉઠાડ્યા ને બધા નીચે ઉતર્યા ને ભાવિનભાઈ ને ફોન કર્યો પણ તેમને આવતા હજુ 30 મિનિટ લાગે તેમ હતું એટલે અમે ત્યાં બસ સ્ટેશને બહાર મેદાન માં બાકડો હતો ત્યાં બેઠા અને ભૂખ પણ બરાબર લાગી હતી એટલે નાસ્તો ખોલ્યો....

આમ 30 મિનિટ થઇ ને ભાવિનભાઈ આવ્યા, પછી થોડીવાર અમે બધા ત્યાં ઉભા રહ્યા અને ત્યા બસ સ્ટેશને શેરડી નો રસ પી ને ફરી અમે ત્યાંથી નાગોઠને જવા રવાના થયા સાથે ઘરે બધાને ફોન પણ કરી દીધો જેનો-જેનો ફોન આવ્યો હતો

આમ લગભગ 1 કલાક અને 30 મિનિટ ના સફર બાદ રાતના 12:00 વાગ્યા આસપાસ નાગોઠને રિલાયન્સ કોલોની ના ગેટ પર પહોંચ્યા, ગાડી નો હોર્ન વગાડ્યો ને ગેટ ખુલ્યો અને અમે અંદર પ્રવેશ્યા... અંદર જતા જ ભાવિનભાઈ એ ગાડી ની સ્પીડ ઘટાડી ને 30 kmph ની કરી દીધી. આવું કેમ એ હું આગળ ના ભાગ માં કહીશ. આમ ઘર સુધી પહોંચ્યા ને ત્રીજા માળ પર ગયા, ઉપર ગયા તો બધા રાહ જોતા હજુ જાગતા જ હતા...

પછી અમે જમી લીધું અને કાલે સવારે વહેલા પ્રવાસ માં નીકળવાનું હોવાથી અમે ઝડપી સુવા ચાલ્યા ગયા. હવે મેં જેમ આગળ કહ્યું હતું તેમ, "પ્રવાસ ના આગળ ના દિવસે ઊંઘ આવે નહિ" પણ આ વખતે તે ખોટું પડ્યું કેમ કે આખા દિવસ ના થાક ને લીધે સુતા ની સાથે જ ઊંઘ આવી ગઈ....ક્રમશ:

(આગળ વાંચો ભાગ-9)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Pravin shah 5 દિવસ પહેલા

Jayantilal Kundariya 1 માસ પહેલા

Sonal Mehta 1 માસ પહેલા

Rakhee Mehta 1 માસ પહેલા

Deepali Trivedi 1 માસ પહેલા