ક્યાં જવાનું છે? - હવે સ્થળ ની વાત કરીએ તો પહેલા નક્કી થયું માથેરાન જવાનું છે પણ પછે ભાવિનભાઈ તેના કોઈ ફ્રેન્ડ ને પૂછતાં જાણવા મળ્યું કે દિવાળી ના દિવસો મા અહીં ટ્રાફિક બહુ જ રહે છે તેથી હોટલ ફુલ થઈ જાય છે અને હોટેલ વાળા પણ આનો લાભ ઉઠાવીને ભાવ 2 ગના કરીદે છે સાથે રૂમ મળવો પણ મુશ્કેલ છે અને એમા અમે 16 વ્યક્તિ એટલે વધુ મુશ્કેલ, બીજુ કે માથેરાન મા વરસાદ ના સમયે જાય તો ત્યાંનું હિલ સ્ટેશન વધુ સુંદર દેખાય કેમ કે વરસાદ ના સમય મા ત્યાંની ટોય ટ્રેન મા ફરવાની મજા જ કંઈક અલગ છે અને આમ માથેરાન મોટું હોવાથી ત્યાં એક જ સ્થળ લઇ શકાય એટકે પછે માથેરાન નું રદ કરી ને નવું કઈ વિચાર્યું.
હવે નવું સ્થળ નક્કી થયું તેમાં લોનકવાળા અને મહાબલેશ્વર સામેલ થયું હોવે લોનાવાલા મા પણ પાણી ના ધોધ વધુ સુંદર હોય છે પણ હવે દિવાળી મા ક્યાં વરસાદ અને ધોધ એટલે લોનાવાલા જઈને 1-2 દિવસ જતારહે એટલે લોનાવાલા પણ રદ.
પછે છેલ્લે ફાઇનલ સ્થળ નકકી કરાયું મહાબળેશ્વર, તપોલા અને કાસીદ બીચ.
હવે પ્લાનિંગ એવું હતું કે 6 તારીખે સાંજ સુધીમાં બધા નાગોથાને (મહારાષ્ટ્ર) ભાવિનભાઈ ને ત્યાં પહોંચી જવાનું અને 7 તારીખે સવારે મહાબળેશ્વર રવાના થવાનું, 7 અને 8 આમ બે દિવસ મહાબળેશ્વર અને 9 તારીખે સવારે તપોલા, હવે તપોલા ની વાત કરીએ તો તપોલા મહાબળેશ્વર થી 30 KM ના અંતરે છે અને તેને મીની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે હવે વધુ વિગતો આપણે ત્યાં જઇયે ત્યારે કેમ કે અત્યારે બધું કઈ દઇસ તો પછે ત્યા જઇયે ત્યાંરે શુ? અને લાસ્ટ માં 10 તારીખે કાશીદ બીચ અને પછે 10 સાંજે નાગોથાને ભાવિનભાઈ ને ત્યાં પાછા, ત્યારપછે 11 તારીખે હું સુરત રવાના અને 12 અને 13 તારીખે મને અને ભાવિનભાઈ ને છોડી ને બાકીના બધાને મુંબઇ સિટી મા 2 દિવસ ફરવા જવાનુ
કઈ રીતે જવાનું છે? - હવે વાત રહી કઇ રીતે ફરવા જવું કેમ કે નાગોથાના તો બધા પોતાની રીતે આવશે પરંતુ ત્યાંથી 4 દિવસ કઇ રીતે ફરવું આ પણ એક મોટો પ્રશ્ન કેમ કે અમે ટોટલ 16 વ્યક્તિ એટલે ટાવેરા, ઇનોવા કે બીજી કોઈ પણ નાની કે મોટી ફોર-વહીલર ચાલે નહીં અને જો ફોર-વહીલર માં જઇયે તો બધા ને અલગ અલગ ફરવું પડે એટલે પ્રવાસ ની પણ કઇ મજા રહે નહી
હવે રહ્યું મહાબળેશ્વર સુધી બસ માં અને પછી કોઈ વાહન કરી ને જઇયે પણ તેમાં પણ બહુ ટાઇમ ચાલ્યો જાય સાથે ફરવાની પણ મજા રહે નહી અને છેલ્લે રહ્યું હવે કોઈ મીની બસ જ બાંધવી પડશે અને આ બધું કામ ભાવિનભાઈ ના માથે હતું કેમ કે તેમના ઘરેથી બધા ને નીકળવાનું હતું એટલે ત્યાંથી કોઈ વાહન બાંધવું પડે આમ જ્યારે ટાઈમ મળે ત્યારે ભાવિનભાઈ ગાડી માટે પૂછપરછ કરતા નાગોથાના મા
આમ વિચારતા વિચારતા દિવસો જતા હતા ત્યાં એકદિવસ એવું બન્યું કે ભાવિનભાઈ તેના કંપની ના કામ માટે કઈ બહાર જતા હતા ત્યાં રસ્તામાં કોઈ સ્કૂલ ની બહાર પાર્કિંગ મા એક yellow કલર મા મીની બસ જેવું દેખાયું ત્યાં જઈને જોયું તો તે ટેમ્પો-ટ્રાવેલર હતી જે એકદમ મીની બસ જેવી જ એટલે તેમને તરત વિચાર આવ્યો કે આ સ્કૂલ બસ છે અને એ સમયે સ્કૂલ માં વેકેશન હશે તો આ બસ ફ્રી હશે એટલે તેમણે ત્યા સ્કૂલ ના હોટચમેન ને પૂછ્યું કે આ બસ ના માલિક કોણ છે અને તેમનો નંબર લીધો અને સાંજે ફ્રી થઈ ને તેમને ફોન કર્યો
હવે દિવાળી ના વેકેશન મા બસ ચલાવનાર પણ ફ્રી હશે અને સાથે કઈ કમાઈ પણ થઇ જાય એમ વિચારી તેને પણ એકજ વાર મા હા પાડી દીધી એટલે વાત આગળ ચાલી અને ભાવિનભાઈ એ પૂછ્યું "કેટલી સીટ હશે ગાડીમા?" સામે જવાબ આવ્યો "17 સીટ" અને અમે 16 વ્યક્તિ એટલે ભાવિનભાઈ ને થયું કે આપણું કામ થઈ ગયું પણ મેઈન વાત તો ડરાઈવર ને પૂછવાની હજુ બાકી.
તમને થતું હશે હજુ કઈ વાત...
"ભાઈ કિલોમીટર ના કેટલા ??" આ વાત..... જવાબ મળ્યો, "21 રૂપે કિલોમીટર કા"
હવે જો બસ બુક કરેલી હોય એટલે જ્યાં જવુ હોય અને જ્યારે પણ જવું હોય એટલે ચાલતા એ પણ બધા સાથે અને કદાચ ફરતા ફરતા સાંજે મોડું પણ થાય તો પોતાનું વાહન હોય એટલે કાઈ પ્રોબ્લેમ નહીં આ વિચારી ભાવિનભાઈ એ તરત બુક કરી દીધું. સાથે સ્કૂલ બસ ને પ્રવાસ મા લઈ જવા માટે કઈ પરમીસન પણ લેવી પડતી હશે આમ ડરાઈવર એ જણાવ્યું એટલે Permission માટે પણ ડરાઈવર ને કહ્યું.
આમ કોણ, ક્યારે, ક્યાં અને કઇરીતે જવું તે ચાર મોટા પ્રશ્નો તો હલ થઈ ગયા એટલે અમારી પ્લાનિંગ તો થઈ ગઈ પણ શું આ પ્લાનિંગ પ્રમાણે અમારો પ્રવાસ થશે?, અમે નક્કી કરેલો ટાઇમિંગ જળવાશે?, નક્કી થયેલા બધા આવશે?, બસ ટાઈમે આવશે?, બધા સ્થળ લેવાશે?, દિવાળી ની ટ્રાફિક નડશે?, હોટેલ મળશે? આમ ઘણા સવાલ હતા...
આ સવાલ એટકે કેમકે કહેવાય છે કે "જે વિચાર્યું હોય એવુ થતું નથી...."
હવે આ પ્રવાસ માં અમને કેટલી મજા આવશે, કેટલા સરપ્રાઈઝ મળશે, ત્યાંના સ્થળ કેવા હશે આ બધું જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ
(આ પછે ભાગ-3 વાંચો)