હવે અમારૂ પ્લાનિંગ તો થઈ ગયુ....
આ પ્લાનિંગ પ્રમાણે બધા ને 6 તારીખે સાંજ સુધી મા ભાવિનભાઈ ના ઘરે એટલે નાગોઠને (મહારાષ્ટ્ર) ભેગા થવાનું હતું અને હવે 1 મહિનો અને 16 દિવસ બાકી હતા અમારા આ પ્રવાસ ને
તેથી ભાવિનભાઈ નો ફોન આવ્યો અને તેમને કહ્યું "તમને સીધી નાગોઠને ની ટ્રેન નહી મળે એટલે તમારે મુંબઇ સેન્ટ્રલ સુધી ટ્રેન માં અને ત્યાંથી નાગોઠને બસ માં આવવુ પડશે"
સાથે કહ્યું કે "ખાસ કરી ને તમારે બધાને સાંજે 6:00 વાગ્યા સુધી માં મુંબઇ સેન્ટ્રલ પહોચવું જ પડશે તો જ બસ મળશે કેમ કે સાંજે 6:00 વાગ્યા પછી મુંબઇ થી નાગોઠને માટે કોઈ બસ મળશે નહીં એટલે 6 તારીખે સાંજે 6:00 વાગ્યા પહેલા મુંબઇ સેન્ટ્રલ પહોંચી જવાનું"
હવે જામનગર થી 10 વ્યક્તિ અને જામનગર થી મુંબઇ સેન્ટ્રલ 800 KM અને 14 કલાક નો રસ્તો બાય ટ્રેન એટલે તેમને 6 તારીખે રાત્રે નીકળવાનું ત્યારે 6 તારીખે સાંજે 6:00 વાગ્યા પહેલા મુંબઇ સેન્ટ્રલ પહોંચે
હવે સુરત થી અમે 4 વ્યક્તિ અને સુરત થી મુંબઇ સેન્ટ્રલ 250 KM અને 4 કલાક નો રસ્તો બાય ટ્રેન એટલે અમારે 6 તારીખે બપોરે 12 વાગ્યે નીકળવાનું ત્યારે અમે સાંજે 6:00 વાગ્યા પહેલા પહોંચીએ
હવે જામનગર થી આવવા વાળા ને કોઈ પ્રોબ્લેમ હતો નહી કેમ કે કોઈ નોકરી વાળું હતું નહી અને સાથે વેકેશન પણ હતું પણ પ્રોબ્લેમ મારે એક ને જ કેમ કે 6 તારીખે તો રજા નહીં એટલે નોકરી પર જવાનું અને 12:00 વાગ્યા પહેલા ટ્રેન પણ પકડવાની. જો 12:00 વાગ્યા આસપાસ ટ્રેન ના પકડાય તો બધું પ્લાનિંગ ચોપટ...
હવે બધાની ટ્રેન બુકિંગ નું પણ ભાવિનભાઈ જ કરવાના હતા એટલે તેમનો ફોન આવ્યો કે "તું તારા બોસ ને વાત કર જો 6 તારીખે વહેલા નીકળવા દે તો સારું"
એટલે મેં મારા બોસ ને ફોન કર્યો અને જે સ્ટોરી હતી તે કહી દીધી કેમ કે બોસ નો વ્યવહાર સારો એટકે જે હતું તે સાચું કહી દીધું અને સાથે કહ્યું કે "હું એ દિવસે વહેલો આવી જઈશ અને જે પણ કામ હશે તે વહેલા પૂરું કરી દઈશ."
આમ પણ અમેં જ્યારે કામ વધુ હોય ત્યારે વધુ સમય ભરતા એટલે એમને પણ કહ્યું "આમ પણ મહિના નું સ્ટારટિંગ (Month Starting) છે એટલે બહું કામ પણ નહીં હોય તો તારે 6 તારીખે વહેલા જવું હોય તો જઇ શકે છે"
આ સાંભળતા જ મેં ભાવિનભાઈ ને ફોન કર્યો અને ફાઇનલ ટ્રેન બુક કરવા કહ્યું
હવે જામનગર અને સુરત વાળા બંને એક જ ટ્રેન મા મુંબઇ સેન્ટ્રલ આવી શકે એ માટે ભાવિનભાઈ એ ઘણું ચેક કર્યું પણ બન્યું એવું કે જે ટ્રેન 6 તારીખે 12:00 વાગ્યે સુરત આવે તે ટ્રેન જામનગર થી ના હોય અને જે ટ્રેન જામનગર થી આવે તેનું ટાઇમિંગ સુરત વાળા ને સેટ ના થાય એટલે બંને ની અલગ ટ્રેન બુક થઈ પણ તમને તો ખબર જ છે કે વેકેશન માં મુંબઇ જતી ટ્રેન માં બુકિંગ મળવું કેટલું મુશ્કિલ છે.
થોડું વેઇટિંગ આવ્યું પણ જામનગર થી 5 તારીખે સાંજે 6:00 વાગ્યા ની ટ્રેન બુક કરી (10 વ્યક્તિ માટે).
સુરત માટે 6 તારીખે સવારે 11:10 વાગ્યા ની ગુજરાત એક્સપ્રેસ બુક કરી (4 વ્યક્તિ માટે) એમા પણ હું અંકલેશ્વર નોકરી કરું એટકે અંકલેશ્વર સ્ટેશન પર તે ટ્રેન સવારે 10:14 આવે એટલે બુકિંગ સુરત થી મુંબઇ સેન્ટ્રલ કરાઈ પણ મારે 6 તારીખે સવારે 10:14 એ અંકલેશ્વર થી સુરત સુધી એ જ ટ્રેન માં જનરલ ડબ્બામાં આવાનું (6 તારીખે વહેલા નીકળવાની વાત પણ બોસ સાથે થઇ ગઈ હતી એટલે કાઈ પ્રોબ્લેમ હતો નહીં) અને સુરત થી ડબ્બો બદલી ને જનરલ માંથી બીજા 3 વ્યક્તિ સાથે રિઝર્વેશન ડબ્બામા.....
બધું બુક થઈ ગયું પણ વાત એક જ મન મા હતી કે આટલું બધું ટાઇમિંગ સેટ કર્યું છે હવે કોઈ ટ્રેન મોડી એટલે કે લેટ ના થાય તો સારું....
હવે ફક્ત રાહ હતી તો તારીખ 6 નવેમ્બર ની અને હજુ 6 નવેમ્બર ને 1 મહિનો અને 13 દિવસ બાકી હતા, તમે જાણો છો તેમ પ્રવાસ નું પ્લાનિંગ થાય પછે બે દિવસ પણ કાઢવા મુશ્કેલ અને આ તો 43 દિવસ પણ દિવસો જતા શું વાર?? ધીમે ધીમે આ દિવસો જતા હતા...
(42 દિવસો પછે) આજે 5 નવેમ્બર અને હવે ઉત્સાહ પણ એટલો જ કેમ કે કાલે અમારો આ પ્રવાસ શરૂ થવાનો હતો. કહેવાય છે કે, "પ્રવાસ ના દિવસો કરતા, પ્રવાસ ના આગળ ના 2 દિવસો નો ઉત્સાહ કઇક અલગ જ હોય છે"
ક્રમશઃ
(આગળ વાંચો ભાગ-4)