Featured Books
શ્રેણી
શેયર કરો

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-9)

"અરે તારે નહાવાનું બાકી હોય તો નહાવા જા ચાલ......"
"જમવાનું કોણે બાકી છે રેડી થઈ ગયા હોય તે જમવા બેસો......"

હું સૂતો હતો ને ઊંઘ માં જ આવા અવાજો સંભળાતા હતા ત્યા મારી આંખ ખુલી અને ઉભા થઇ ને ઘડિયાર મા જોયું તો સવાર ના 6:00 AM ઉપર થઇ ગયું હતું સાથે આજુબાજુ મા જોયું તો 1-2 વ્યક્તિ ને છોડી ને લગભગ બધા જાગી ગયા હતા એટલે હું પણ ફરી સુવાનું ટાળી ને ઉભો થઇ ગયો...

ઝડપી ઉભા થઈ ને મોઢું ધોયું પણ બીજું કોઈ નહાવા ગયું હોવાથી નહાવા માટે વેઇટિંગ ચાલતું હતું અને આ વેઇટિંગ લિસ્ટ માં આપણો વારો દૂર હતો એટલે હું રિલાયન્સ કોલોની જોવા માટે બહાર બાલ્કની મા ચાલ્યો ગયો.

બહાર ગયો ને જોયું તો વાતાવરણ એકદમ ઠંડુ અને થોડો ધુમ્મસ પણ અને વૃક્ષો તો એટલા કે જાણે જંગલ માં રહેતા હોઈએ

પહેલા ભાવિનભાઈ એ કહ્યું હતું કે ઘણા વર્ષો પહેલા તે પ્લાન્ટ સરકાર દ્વારા ચલાવાતો એટલે આ કોલોની મા પણ સરકારી વરકર્સ રહેતા અને આ કોલોની નું બાંધકામ પણ સરકારી છે

રિલાયન્સ કોલોની :-
કોલોની ની વાત કરું તો કોલોની ના ગેટ માં એન્ટર થઈએ ને જેટલા પણ રસ્તા છે એ બધા ડામર-કપચી થી બનેલા એટલે ચોમાસા મા વરસાદ ના સમયે રસ્તા પર કાદવ-કિચડ કે લપસવાનો કોઈ ભય નહીં સાથે જેટલા પણ રસ્તા છે તેની બંને બાજુ મોટા વૃક્ષો વાવેલા જેથી ઉનાળા ના સમય મા તડકો પણ લાગે નહીં અને વાતાવરણ હંમેશા ઠંડુ જ રહે

ત્યાં રહેવા માટે 2bhk ફ્લેટ અને 1 માળ પર ફક્ત 2 જ ફ્લેટ આમ 2 ગ્રાઉન્ડ ફ્લોર પર અને તેની ઉપર બીજા 2 માળ આમ એક એપાર્ટમેન્ટ મા ટોટલ 6 જ ફ્લેટ અને અહીં આપણી જેમ એક સાથે 4-5 એપાર્ટમેન્ટ બાજુ બાજુ મા નહીં પરંતુ અહીં તો 1 એપાર્ટમેન્ટ ની ચારેબાજુ થોડી ખુલ્લી જગ્યા રાખેલી જેથી હવા પણ સારી આવે અને કોઈ તકલીફ ના રહે

સાથે દરેક બિલ્ડીંગ ના અલગ અલગ પાર્કિંગ જે એપાર્ટમેન્ટ ની બાજુ મા ખુલ્લી જગ્યા મા બનેલા અને એ પણ છાપરું લગાવેલા જેથી વરસાદ મા ગાડી પલળવા જેવી કોઈ તકલીફ નહીં અને સાથે દર 3-4 બિલ્ડીંગ વચ્ચે એક નાનુ ગાર્ડન પણ આમ બગીચા અને વૃક્ષો ને કારણે ત્યાંનું વાતાવરણ પણ ચોખ્ખું રહે સાથે ચોમાસાની ઋતુ માં તો જાણે આપણે કોઈ જંગલ મા રહેતા હોઈએ

કોઈ એવા વરકર્સ હોય કે જેમના લગ્ન ના થયા હોય અને ફેમિલી પણ ત્યાં સાથે ના હોય તેવા વરકર્સ માટે ત્યાં રહેવા હોસ્ટેલ ની પણ સુવિધા સાથે જ્યારે પણ બહાર ગયા હોય ને મોડું થાય, એકલા હોઈએ કે ફેમિલી સાથે બહાર જમવા જવું હોય તો રેસ્ટોરન્ટ પણ કોલોની ની અંદર જ આમ આ સિવાય બીજી ઘણી બધી સુવિધા

સાથે ત્યાંના નિયમ પણ એવાજ કડક, જેમ કે આપણે ઘરેથી ટુ-વ્હીલર લઇ ને નીકળીએ એટલે માથા પર હેલ્મેટ ફરજીયા હોવું જોઈએ અને હેલ્મેટ ની પટ્ટી પણ બાંધેલી હોવી જોઈએ, ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર પણ ચલાવવાની સ્પીડ 30 kmps થી વધુ ન હોવી જોઇયે જ્યાં સુધી કોલોની બહાર ન જઇયે અને જો કઇ પણ ભૂલ-ચૂક થઇ ને કેમેરામાં આવ્યું તો બીજા દિવસે તમારા ફ્લેટ પર નોટિસ વાળો લેટર આવી જાય
હવે મે જેમ આગળ ના ભાગ મા કહ્યું હતું કે રાત્રે 12:00 વાગ્યા પછી અમે કોલોની માં એન્ટર થયા ને ભાવિનભાઈ એ ગાડી ની સ્પીડ ઘટાડીને 30 kmph કરી દીધી તેનું કારણ આ જ

આમ ત્યાં નોકરિયાત વ્યક્તિ હોવાથી રસ્તા પર પણ વાહન અને વ્યક્તિ ઓછા દેખાય એટલે ત્યાનું વાતાવરણ એકદમ શાંત અને રહેણી-કહેણી પણ એકદમ સરળ

આમ ત્યાંનું વાતાવરણ જોઈ ને કોઈ ને પણ એવું થાય કે આપણે પણ આવું જ રહેવાનું હોય તો.! અને થોડીવાર તો મને પણ એવું થયું કે, "સાલું મેં પણ MBA કરતા એન્જીનયરિંગ કર્યું હોત તો.!"

આવા વિચારો સાથે બહારનું વાતાવરણ માણી રહયો હતો ત્યા પાછળ થી અવાજ આવ્યો, "નહાવાનું કોણે બાકી છે..?"

આ અવાજ આવતા જ હુ ઝડપી અંદર ગયો અને નહાઈ ને રેડી થઈ ગયો સાથે નાસ્તો પણ રેડી જ હતો એટલે જમી પણ લીધું

હવે અમારે પ્રવાસ નીકળવામાં હજુ થોડો ટાઈમ હતો એટલે હું, ભાઈ, માસા આમ અમે બધા ત્યાં નું વાતાવરણ માણવા એપાર્ટમેન્ટ ની છત પર (અગાસી પર) ગયા અને ત્યાથી તો પુરી કોલોની દેખાય સાથે કોલોની ની પાછળ એક પર્વત હતો, તે પર્વત પર નાના વૃક્ષો અને સાથે થોડો ધૂમમ્સ અને ઠંડો પવન પણ એટલે આ નજારો જોતા લાગે જાણે જંગલ મા છીએ....

આમ ઘણા દિવસો પછી બધા મળ્યા હતા એટલે ત્યા ઉભા-ઉભા થોડી વાતો કરી અને હાલ-ચાલ પૂછ્યા ત્યાં ભાવિનભાઈ પણ આવ્યા

"બસ ડ્રાયવર ને ફોન કરી દીધો છે અને તે 1 કલાક મા આવે છે ત્યાં સુધી મા બધા રેડી પણ થઈ જાય" ભાવિનભાઈ એ કહ્યું

આમ થોડીવાર પછી અમે બધા પણ નીચે રૂમ મા ગયા ત્યાં બેગ પેકીંગ ચાલતું હતું કેમકે અમારે મહાબળેશ્વર થી પાછું અહીં ભાવિનભાઈ ને ત્યાં જ આવાનું હતું એટલે જરૂરી સમાન જ લેવો જેથી કોઈ તકલીફ ના થાય એવું નક્કી કર્યું હતું. બધા પોતાના જરૂરી સામાન ના બેગ પેક કરી ને રેડી થઈ ગયા. હવે અમારે નીકળવાનું હતું એટલે બધા પોતાની રીતે જે બેગ હાથ મા આવે એ લઇ ને નીચે ઉતરવા લાગ્યા

બસ કોલીની ની અંદર એપાર્ટમેન્ટ પાસે જ આવવાની હતી પણ હજુ બસ નહોતી આવી એટલે બધાએ તો ત્યાં રસ્તા પાસે બેગ મૂકી ને ફોટોસેસન શરૂ કરી દીધું

બધા ના બેગ ત્યાં સાથે જ પડયા હતા એટલે તેની ગણતરી કરી તો ટોટલ 13 મોટા બેગ અને બીજા 5 નાના લેડીસ પર્સ આમ આટલું બધું જોઈ ને થોડી વાર લાગ્યું આપણે 14-15 દિવસ ના પ્રવાસે જઇયે છીએ

ત્યાં ભાવિનભાઈ ને બસ ડ્રાયવર નો ફોન આવ્યો કે હું ગેટ પાસે ઉભો છુ એટલે ભાવિનભાઈ એ હોટચમેન સાથે વાત કરી અને અંદર આવવા માટે કહ્યું

આમ બસ આવવાની જ હતી ત્યાં કોઈ એ કહ્યું બધા ઉભા રહો સેલ્ફી લઈએ, આમ અમારા આ પ્રવાસ ની પહેલી સેલ્ફી લેવાઈ

ત્યાં બસ આવી એટલે મોટા બેગ બધા ડીકી માં મૂકી દીધા પણ 13 બેગ તો કઈ બસ ડીકી માં ચાલે નહીં એટલે થોડા બેગ અંદર જ એકજેસ્ટ કરવા પડ્યા આમ 15-20 મિનિટ બેગ મુકવામાં અને બેસવામાં જ જતી રહી અને આખરે બધા બસ માં ગોઠવાઈ ગયા અને બસ શરૂ થઈ

આમ આખરે સવારના 9:30 ના ટકોરે અમે આ પ્રવાસ માટે રવાના થયા....


ક્રમશ:
(આગળ વાંચો ભાગ-10)