"આપણે તો ફરવાનો બવ શોખ હો ભાઈ....." આવું ઘણા લોકો કહે અને એ ઘણા લોકો માં હું પણ.... પણ ફરવાની મજા તો તહેવાર મા અને સાથે વેકેશન હોવું જોઈએ પરંતુ વેકેશન તો ત્યારે જ જ્યારે આપણે સ્ટુડન્ટ હોઈએ, નોકરી એ લાગ્યા એટલે વેકેશન ભૂલી જવાનું છતાં પણ "આ દિવાળી એ કઈક જવુજ છે" આમ દર વખત ની જેમ આ વખતે પણ દિવાળી ના 2 મહિના બાકી હતા અને આવા વિચારો ચાલતા હતા.
આવી જ રીતે સાંજે જમ્યા પછે બેઠા હતા ત્યાં મારા માસી ના છોકરા નો ફોન આવ્યો, તેનું નામ ભાવિન અને તે નાગોથાને (મહારાષ્ટ્ર) રિલાયન્સ માં નોકરી કરે અને તે અને એમના વાઈફ બંને ત્યાં નાગોથાને રિલાયન્સ કોલોનીમાં જ રહે. તો તેને ફોન માં વાત કરતા કરતા કહ્યું કે, "આ દિવાળી પર અંકિતભાઈ ને એ અહીં આવાના છે (અંકિતભાઈ એટલે ભાવિનભાઈ ના મોટા ભાઈ જે જામનગર મા રહે) અને અહીં થી કઇક ફરવા જવાનું છે તો તમે પણ આ દિવાળી એ અહીં આવજો એટકે બધા સાથે જઇયે."
પહેલા તો થોડા દિવસ થયું કે જવું તો છે પણ કઇ રીતે કેમ કે કંપની મા દિવાળી પર 2 દિવસ ની જ રજા છે, બીજા દિવસો મા રજા મળશે કે નહીં, ફક્ત 2 દિવસ જ મળશે, 2 દિવસ મા શુ ફરવુ, આવા બધા વિચારો સાથે મે કંપની નું હોલીડે લિસ્ટ અને કેલેન્ડર સાથે જોયું તો તેમાં 7 તારીખે (બુધવાર) અને 8 તારીખે (ગુરુવાર) દિવાળી અને નવા વર્ષ ની રજા અને સાથે 10 તારીખે (બીજો શનિવાર) અને ૧૧ તારીખે (રવિવાર) ની રજા એટકે વચ્ચે રહ્યું 9 તારીખ ને શુક્રવાર એટલે વિચાર આવ્યો કે જો આ દિવસે રજા લેવામાં આવે તો ટોટલ 5 દિવસ નો મેલ પડી જાય.
આ બધા રિસર્ચ પછી મે અંકિતભાઈ ને ફોન કર્યો કે, "તમે બધા કઇ તારીખે આવો છો?" હવે અંકિતભાઈ નું જોઇએ તો મારા માસા ને જામનગર મા પોતાનો બિઝનેસ અને અંકિતભાઈ પણ સાથે બિઝનેસ મા જ એટલે રજા લેવાનો નો કઈ પ્રોબ્લેમ નઈ એટલે તેમને મને સામેં પૂછ્યું "તારે કઇ તારીખે રજા મલસે?," મે મારી 7 તારીખ થી 11 તારીખ વાળી કહાની એમને કહી દીધી એટલે તેમણે કહ્યું "હું કનફોર્મ કરી લવ કોણ કોણ આવાનું છે અને આ તારીખે બધા ને ચાલશે કે નઇ."
આમ આ પછે ભાવિનભાઈ એને અંકિતભાઈ વચ્ચે બધી વાતો થઈ ને ફાઇનલ કોણ કોણ આવાનું છે એ નક્કી થઈ ગયું હશે એમ વિચારી મે થોડા દિવસ પછે ભાવિનભાઈ ને ફોન કર્યો અને તેમને પૂછ્યું તો તેમને પણ કહ્યું "મારે પણ તારી જેમ જ 2 દિવસ અને રવિવાર રજા છે તો હું પણ તારી જેમ રજા રાખવાનો છું એટલે તારીખ તો 7, 8, 9, 10, 11 આ 5 દિવસ ફાઇનલ છે. પણ હજુ 2 વ્યક્તિ નું ફાઇનલ નથી એટલે હું તને ફાઇનલ કયું સ્થળ અને કોણ કોણ છે એ નક્કી થાય પછે કઇસ."
હવે દિવાળી ને બહુ દિવસો ન હતા એટલે લાસ્ટ માં બધું ફાઇનલ થયું.
પ્રવાસ ની પ્લાનિંગ
પ્રવેશ માં કોણ કોણ આવશે? :- હવે પ્રવાસ મા આવવા માટે રેડી હોય એમા - નાગોથાને થી ભાવિનભાઈ અને એમના વાઈફ એટલે મારા નાના ભાભી જે બંને રીલાઇન્સ કોલોની મા રહેતા હતા અને - સુરત થી એક હું પોતે અને મારા ધર્મપત્ની, મારો નાનો ભાઈ જીગ્નેશ અને મારા મામા નો છોકરો કેવિન, ત્યારપછે - જામનગર થી અંકિતભાઈ અને તેમના વાઈફ એટલે મારા મોટા ભાભી અને તેમના 2 છોકરાઓ, ભાવિનભાઈ ના કાકાનો છોકરો જયદીપ અને તેમના વાઈફ આમ જોવા જઈએ તો જયદીપ મારી ઉંમરનો અને મારો નાનપણ નો ભાઈબંધ કેમ કે હું જ્યારે જામનગર જાવ ત્યારે જ્યાં સુધી રહીયે ત્યાં સુધી અમે બધા સાથે જ રમતા-જમતા, ભાવિનભાઈ ના કાકા અને કાકી એટલે મારા માસા & માસી અને એમના 1 છોકરો અને 1 છોકરી આમ માસા અને માસી સ્કૂલ મા શિક્ષક છે અને એમ પણ સ્કૂલ મા વેકેશન અને ઉંમર માં પણ બવ મોટા નહીં એટલે અમારા સાથે એમને પણ આવાનું વિચાર્યું. આ રીતે અમારી 16 વ્યક્તિ ની ટીમ રેડી થઈ.
ક્યારે અને કેટલા દિવસ જવાનું છે? :- હવે તારીખ મા થોડો ફેર કરી ને 7,8,9,10,11 સાથે 12 અને 13 પણ ઉમેરી એટલે ટોટલ 7 દિવસ એમા મારે અને ભાવિનભાઈ એટલે નોકરી વાળા ને 11 તારીખે કામે લાગી જવાનું અને બીજા બધા 2 દિવસ વધુ ફરશે.
હવે રહ્યું સૌથી જરૂરી વસ્તુ, ક્યાં જવાનું છે અને કઈ રીતે જાણવું છે? કેમ કે કોણ-કોણ આવાનું અને ક્યારે જવાનું એ તો ઠીક પણ ક્યાં જવું અને કઈ રીતે જવું એ મોટા પ્રશ્નો છે અને ફરવાની મેઈન મજા તો ક્યાં જવાનું છે તે સાંભળી ને જ આવે. આ રીતે ક્યાં જવાનું છે એ પણ ઘણા વિચારો પછે નક્કી થયું જાણે કોઈ યુદ્ધ ની તૈયારી કરતા હોઈએ એમ
હવે આપણે ૩ સ્થળ નક્કી કરાયા પણ ક્યાં સ્થળ અને કેટલા વિચારો પછે નક્કી થયા એ હું આગળ ના ભાગ મા કહીશ....
ક્રમશઃ