vividh vangio books and stories free download online pdf in Gujarati

વિવિધ વાનગીઓ

વિવિધ વાનગીઓ

સંકલન – મિતલ ઠક્કર

*કોબીના ઢોકળા*

સામગ્રી: અડધો કપ ચણાનો જાડો લોટ, પા કપ બાજરીનો લોટ, પા કપ રવો, ૩ મોટા ચમચા ગાજરનું છીણ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ મોટો ચમચો લીંબુનો રસ, ૨ મોટી ચમચી ખાંડ, પા કપ દહીં, ચપટી હિંગ, અડધો કપ હૂંફાળું પાણી, ૧ મોટો ચમચો ફ્રૂટ સોલ્ટ, કોબીના પાન. વઘાર માટે: ૧ મોટો ચમચો રિફાઈન્ડ તેલ, ચપટી રાઈ, ચપટી હિંગ, લીમડાના પાન.

રીત: એક બાઉલમાં ચણાનો જાડો લોટ, બાજરીનો લોટ, રવો, ગાજરનું છીણ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, દહીં, લીંબુનો રસ ભેળવીને બરાબર હલાવી લો. તેમાં ફ્રૂટ સોલ્ટ ભેળવીને બરાબર મિક્સ કરો. કોબીના પાનમાંથી નાની નાની કટોરી બનાવી લો. તેમાં થોડું થોડું મિશ્રણ નાંખીને વરાળમાં આઠ-દસ મિનિટ માટે પકાવો. ઢોકળા તૈયાર થઈ જાય એટલે રાઈ, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરો.

*ક્રિસ્પી હની પોટેટો*

સામગ્રી: ૫૦૦ ગ્રામ નાના બટાકા, ૨ મોટી ચમચી કસૂરી મેથી, ૨ મોટા ચમચા ઓલિવ ઑઈલ, ૧ મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર, ચપટી મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું. મધનું ડ્રેસિંગ બનાવવાની રીત: ૧ મોટો ચમચો વિનેગર, દોઢ ચમચી મધ, ૨ મોટા ચમચા એકસ્ટ્રા વર્જિન ઓઈલ, ઝીણી સમારેલી કોબી

રીત: ઓવનને પ્રિ- હીટ કરો. એક બાઉલમાં બટાકાના ચાર ટુકડાં કરીને ગોઠવો. તેમાં કસૂરી મેથી, ઓલિવ ઓઈલ, કોથમીર, મરીનો પાઉડર, મીઠું વગેરે ભેળવો. ઓવનમાં રોસ્ટ કરવા મૂકો. વચ્ચે વચ્ચે બટાકાને પલટાવતા રહો. ૩૫ થી ૩૫ મિનિટ માટે પકાવો. બહાર કાઢીને તૈયાર કરેલું ડ્રેસિંગ ભેળવી બરાબર મિક્સ કરી લો. ઝીણી સમારેલી કોબીથી સજાવીને સર્વ કરો.

*દૂધી પકોડા*

સામગ્રી: 1 મધ્યમ સાઇઝની દૂધી, 1 કપ ચણાનો લોટ, 2 ચમચા ચોખાનો લોટ, 1 મધ્યમ કાંદો સમારેલો, 3થી 4 કળી લસણ ઝીણું સમારેલું, 3 લીલાં મરચાં બારીક સમારેલાં, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી કાળું મીઠું, 1 ચમચો બારીક સમારેલી કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ.

રીત: દૂધીની છાલ કાઢી એને છીણી લો. એમાં મીઠું મિક્સ કરી 15થી 20 મિનિટ રહેવા દો. ત્યાર બાદ દૂધીને નીચોવી પાણી કાઢી લો અને એક બોલમાં ટ્રાન્સફર કરો. હવે એમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, કાંદા, લસણ, લીલું મરચું, ચાટ મસાલો, લાલ મરચું, હળદર, કાળું મીઠું, કોથમીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પડે તો પાણી ઉમેરી ભજિયાં બને એવું ખીરુ બનાવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે એમાંથી એક ચમચો ભરી તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને ખૂબ હલાવો. હવે આ ખીરામાંથી ગરમ તેલમાં નાની સાઇઝનાં ભજિયાં પાડો. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો કેચઅપ સાથે પીરસો.

*વેજીટેબલ બ્રેડ ઇડલી*

સામગ્રીઃ 4 બ્રેડ સ્લાઇઝ, 1/2 કપ દહીં, 1/2 કપ ઝીણી સમારેલા કોબીજ અને ગાજર, 1 લીલુ મરચું, 1 ચમચી તેલ, 1/2 ચમચી ઇનો, મીઠું સ્વાદ અનુસાર.

રીતઃ સૌ પ્રથમ બ્રેડની કિનારી કાપીને બ્રેડનાં નાના નાના કટકા કરી લો. દહીંમાં 1/2 કપ પાણી ભેળવીને દસ મિનિટ સુધી બ્રેડ તેમાં પલાળો. ત્યાર બાદ ચમચીથી તેને મેશ કરી લો. મેશ કરેલા દહીં બ્રેડના મિશ્રણમાં ગાજર અને કોબીજ મિક્સ કરો. પછી તેમાં મીઠું અને લાલ મરચું એડ કરો. ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવો. બ્રેડ મિશ્રણમાં ઇનો એડ કરીને બરોબર હલાવી દો. તૈયાર કરેલ ઇડલી સ્ટેનમાં મિશ્રણ એડ કરીને ગેસ પર પંદર મિનિટ રાખો. તૈયાર થયેલ ગરમા ગરમ ઇડલીને ચટણી કે સાંભાર સાથે સર્વ કરો. જો તમારે સંભાર કે ચટની ના બનાવવી હોય તો વેજીટેબલ બ્રેડ ઇડલીને રાઇનો વગાર કરીને ફ્રાઇ કરીને ફ્રાય વેજીટેબલ બ્રેડ ઇડલી પણ તૈયાર કરી શકો છો.

*સ્માઈલી કેનોપી*

સામગ્રી: ૧ કિલો બાફેલા બટાટા, ૨ મોટા ચમચા કૉર્ન ફ્લૉર, ૩ મોટા ચમચા મેયોનીઝ, ઝીણા સમારેલાં ઑલિવ્સ, ઝીણા સમારેલાં લાલ કેપ્સિકમ, સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ.

રીત: બાફેલા બટાકાનો છુંદો કરી લેવો. તેમાં કૉર્ન ફ્લૉર ભેળવીને નાના ગોળા બનાવી લેવા. તેને પેટિસ જેવો આકાર આપી તેમાં આંખ અને હોઠનો આકાર બનાવી લેવા. ગરમ તેલમાં તળી લેવા. તેની ઉપર સલાડના પત્તા ગોઠવી મેયોનીઝ, ઑલિવ્સ અને સિમલા મરચાંથી સજાવીને સેટ કરી પીરસો.

*ચોકોપાઈ*

સામગ્રી: બસો ગ્રામ દૂધ, દસ મેરી બિસ્કિટ, અડધો કપ ક્રીમ, પાંચ વેનિલા કેકની સ્લાઈસ(બિસ્કિટના માપની જ કાપેલી રાઉન્ડ), બે ડ્રોપ્સ વેનિલા એસેન્સ, અડધો કપ પ્રેલાઈન પાઉડર, ત્રણ ટી સ્પૂન મધ, ડાર્ક મિક્સ કૂકિંગ ચોકલેટ, સિલ્વર કલર્ડ બોલ્સ, કલર્ડ કેન્ડી.
રીત: સૌપ્રથમ મધમાં થોડુંક ક્રીમ મિક્સ કરી લો. હવે એક બિસ્કિટ લઈ તેના પર મધ-ક્રીમનું મિશ્રણ લગાવો. આ રીતે બધા બિસ્કિટ પર મધ-ક્રીમ લગાવી દો. ત્યારબાદ ચોકલેટને મેલ્ટ કરી લો. જ્યારે તે મેલ્ટ થઈ જાય ત્યારે તેમાં વેનિલા એસેન્સ તથા ક્રીમ મિક્સ કરી લો. હવે બિસ્કિટની મધ લગાવેલી સાઈડ પર થોડોક પ્રેલાઈન પાઉડર ભભરાવો અને તેના પર કેકની સ્લાઈસ મૂકો. ફરી તેના પર પ્રેલાઈન પાઉડર છાંટી તેના પર બાકીનું મધ લગાવેલી સાઈડ, કેક પર આવે તે રીતે બિસ્કિટ મૂકી દો. આ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લો. હવે આ સેન્ડવિચને મેલ્ટેડ ચોકલેટ-ક્રીમમાં ડીપ કરી ગ્રીઝડ પ્લેટ અથવા પ્લાસ્ટિક શીટ પર મૂકી દો. તેના પર સિલ્વર બોલ્સ, કલર્ડ કેન્ડી વગેરેથી સજાવી, પાંચ મિનિટ ફ્રિઝમાં રાખી પછી સર્વ કરો.
*ગુજિયા*

સામગ્રી: પડ બનાવવા: ૨ કપ મેંદો, ૨ કપ ઘી, ૧ કપ દૂધ. મિશ્રણ માટે : ૧ કપ માવો, ૧ કપ દળેલી ખાંડ, ૧ ટી.સ્પૂન એલચી પાઉડર, ૧ ટે.સ્પૂન બદામની કતરણ, તળવા માટે ઘી. સીરપ માટે: ૧ કપ ખાંડ, ૧ કપ પાણી. સજાવટ માટે બદામ-પિસ્તાની કતરણ.

રીત: મેદામાં ગરમ ઘીનું મોણ નાખીને બરાબર મસળી લેવું. દૂધથી પૂરી જેવો લોટ બાંધી લેવો. એક કડાઈમાં માવો લેવો તેને ધીમા તાપે શેકી લેવો. ઠંડો થાય એટલે તેમાં દળેલી ખાંડ, એલચી પાઉડર, બદામની કતરણ ભેળવવી. લોટમાંથી મોટી પૂરી બનાવીને તેમાં તૈયાર કરેલું પૂરણ ભરવું. પૂરીના કિનારાને બરાબર પાણીથી ચોંટાડીને ગુજિયાનો આકાર આપવો. ફેન્સી કટરથી કે હાથેથી સુંદર ડિઝાઈન બનાવવી. ઘીમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવા. ખાંડની એક તારની ચાસણી બનાવીને તેમાં ગુજિયા ઠંડા પડે એટલે થોડો સમય ડૂબાવીને કાઢી લેવા. બદામ-પિસ્તાની કતરણથી સજાવીને સર્વ કરવા. *વિવિધતા લાવવા માવામાં જેમ્સ કે ચોકલેટ પણ ભેળવી શકાય છે.

*કોળા- કોકોનટ કરી*

સામગ્રી: ૨ ટે.સ્પૂન તેલ, ૪ ટે.સ્પૂન ઝીણું સમારેલું લસણ, ૧૦૦ ગ્રામ નાની ડુંગળી, ૧/૨ ટેસ્પૂન હળદર, ૧૦૦ ગ્રામ નાળિયેરનું દૂધ,૧ લિટર વેજિટેબલ સ્ટોક, ૧ કિલો કોળું(પમ્પકીન) છોલીને કટકા કરેલું, ૪ નંગ તીખા લાલ મરચાં બારીક સમારેલા, સ્વાદાનુસાર મીઠું.

રીત: એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલું લસણ સાંતળો. નાના કાંદા નાંખીને સાંતળો. સ્વાદ પ્રમાણે હળદર નાંખો. નાળિયેરનું દૂધ નાંખીને ધીમી આંચ ઉપર પકાવો. વેજિટેબલ સ્ટોક નાંખીને થોડી મિનિટ વધુ પકાવો. કોળાંના ટુકડાં નાખીને બરાબર હલાવી લેવું. ૧૫ મિનિટ સુધી ધીમી આંચ ઉપર પકાવો. ગરમાગરમ રાઈસ સાથે સર્વ કરો.

*ક્રિસ્પી કાંદા ભજીયા*

સામગ્રી:૧ કપ ચણાનો લોટ, ૨ ચમચી ચોખાનો લોટ, ૩-૪ નંગ લીલા મરચાં, ૧ નાની વાટકી ઝીણી સમારેલી કોથમીર, અડધી ચમચી અજમો, સ્વાદ પ્રમાણે મીઠું તળવા માટે તેલ. બે નંગ કાંદા
રીત: સૌ પ્રથમ કાંદાને લાંબા અને પાતળાં સમારી લેવા. તેમાં એક કપ ચણાનો લોટ, ૨ ચમચી ચોખાનો લોટ અને ૩-૪ લીલા મરચાં ઝીણાં સમારીને ભેળવો. જરૂર મુજબ અજમો અને જરૂર મુજબ કોથમીર ભેળવો. સ્વાદ પ્રમાણે મીઠું, હીંગ અને થોડું ગરમ તેલ ભેળવીને બરાબર મિક્સ કરવું. દસ મિનિટ માટે એક બાજું ઢાંકીને રાખવું. કાંદામાંથી પાણી છૂટશે તેમાં જ લોટ પલળી જશે. જો જરૂર લાગે તો થોડું પાણી ભેળવવું. ખીરૂ થોડું ઘટ્ટ રાખવું. ગરમ તેલમાં ભજીયા તળી લેવા. ગરમ ભજીયા ઉપર ચાટ મસાલો છાંટીને કોથમીર-ફૂદીનાની લીલી ચટણી સાથે પીરસવા.

*આદુંની ચટણી*

સામગ્રી: ૧ આદુંનો ટુકડો વ્યવસ્થિત રીતે સમારેલો, ૧ ગોળનો ટુકડો, ૧ સમારેલો કાંદો, ૨ આખાં લાલ મરચાં ભીંજાવેલાં, મીઠું સ્વાદ અનુસાર.

વઘાર માટે: અડધી ટી સ્પૂન રાઈ અને જીરું, જરૂરિયાત અનુસાર તેલ.

રીત: પેનમાં તેલ ગરમ કરીને આદું અને લસણને સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લો. ઠંડું પાડ્યા બાદ મિક્સરમાં આદું, કાંદો, લાલ મરચાં, ગોળ અને મીઠું મિક્સ કરીને બારીક પીસી લો. એક બીજા પેનમાં તેલ ગરમ કરીને રાઈ અને જીરાનો વઘાર કરો અને પીસેલી ચટણી ઉમેરીને સર્વ કરો.

* કોકોનટ મિલ્ક પુલાવ*

સામગ્રી : એક કપ (૨૦૦ ગ્રામ) બાસમતી ચોખા, એક કપ બારીક લાંબા કાપેલા કાંદા, આદું-લસણ-લીલા મરચાની પેસ્ટ એકથી બે ચમચા, અડધો કપ લીલા વટાણા, અડધો કપ મિક્સ શાક ગાજર, ફણસી, ગાજર અથવા ફક્ત ફણસી ચાલે. પાંચથી છ કઢી પત્તા અને એક તજ પત્તું, ત્રણથી ચાર લવિંગ-એલચી, તજનો ટુકડો, એક જાવંત્રિ, એક ચમચી જીરું, પોણો કપ જાડું કોકોનટ મિલ્ક(૨૦૦મિલિ.) એકથી સવા કપ પાણી, બે ચમચી તેલ, મીઠું અને સજાવટ માટે કોથમીર-ફુદીનો.

રીત : ચોખા ધોઈને તેને ૨૦-૨૫ મિનિટ પલાળીને રાખો. પ્રેશર કૂકરમાં તેલ મૂકી બધા આખા ગરમ મસાલા જીરું, લવિંગ, તજ, એલજી, જાવંત્રિ, તજ પત્તાને શેકો. હવે તેમાં કાંદા નાખી સાંતળો. કાંદા આછા ગુલાબી થાય એટલે તેમાં આદુ, મરચાં-લસણની ચટણી નાખો. કાજુના ટુકડા નાખવા માગો તો નાખી શકાય. હવે તેમાં વટાણા અને ફણસી કે મિક્સ શાક ઉમેરી એકાદ મિનિટ સાંતળી તેમાં ચોખા અને બાકીની સામ્રગી ઉમેરો. હવે તેમાં પોણો કપ નાળિયેરનું દૂધ ઉમેરો. તમે ઈચ્છો તો એક કપ પણ ઉમેરી શકો તો એ પ્રમાણે પાણી ઓછું નાખવું. બે સીટી મારી કૂકરને ઠંડુ થવા દો. કોકોનટ રાઈસને કોથમીર, ફુદીનાના પાનથી સજાવી પીરસો. રાઈસ સાથે અથાણું-પાપડ કે બિરયાની શોરબા કરી પીરસી શકાય.

*હરાભરા કબાબ*

સામગ્રી: ૨ કપ પાલક, ૨ નંગ બાફેલા બટાકા, ૧ કપ બાફેલાં લીલા વટાણા, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી આદું-મરચાં, ૩ ચમચી ચણાનો લોટ, ૩ ચમચી તેલ ૧ ચમચી માખણ, સ્વાદાનુસાર મીઠું.

રીત: સૌપ્રથમ પાલકના પાનને ધોઈને ઉકળતા ગરમ પાણીમાં ૨ મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ ૧ મિનિટ માટે ઠંડા પાણીમાં પલાળો. બહાર કાઢીને પાણી નીતારીને ઝીણી સમારી લો. બાફેલા બટાકા અને બાફેલા વટાણાને એક બાઉલમાં લો. તેમાં પાલક ભેળવી બરાબર મસળી લો. ચણાના લોટને ધીમી આંચ ઉપર શેકી લેવો. ઠંડો થાય એટલે પાલકના મિશ્રણમાં ભેળવો. આદું-મરચાંની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું, ચાટ મસાલો, આમચૂર પાઉડર વગેરે ભેળવો. સ્વાદ પ્રમાણે થોડી ખાંડ ભેળવી મિશ્રણને બરાબર હલાવીને નાના ગોળા બનાવી લો. નૉનસ્ટીક તવા ઉપર માખણને તેલમાં ભેળવીને થોડું ગરમ કરી લેવું. કબાબને ધીમા તાપે શેકી લો. ગરમાગરમ કબાબ કોથમીર ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

*સૂકા પનીર કોફ્તા*

કોફ્તા માટે સામગ્રી : ૧૫૦ ગ્રામ પનીર, ૧ કપ પનીરની છીણ, બ્રેડની બે સ્લાઈસ, નમક અને કાળાં મરીનો પાઉડર, ૧ ચમચી ગરમ મસાલા પાઉડર, તેલ.

અન્ય સામગ્રી: કાદાંના બે કપ મોટા પતીકાં, ૨ ટામેટાં (બિયાં કાઢીને સમારેલાં), ૨ ચમચી ટૉમેટો કૅચઅપ, સ્વાદ પ્રમાણે નમક, કાળાં મરીનો પાઉડર.

સજાવટ માટે : છીણેલું પનીર, સમારેલી કોથમીર.

રીત : પનીર કોફ્તા બનાવવા બધી સામગ્રી બરાબર મિક્સ કરો. મિશ્રણમાંથી લીંબુ જેવાં ગોળા બનાવી તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. પૅનમાં એક ચમચો તેલ ગરમ કરો. કાદાં, શિમલા મરચાંને શેકો. ટામેટાં મિક્સ કરો. નમક અને કાળાં મરીનો પાઉડર નાખી બરાબર હલાવો. ટૉમેટો કૅચઅપ નાખો. તળેલા કોફ્તા પર નાખો. કોફ્તા પનીરની છીણ અને કોથમીર ભભરાવો. આ કોફ્તા પુલાવ અને પૂરી સાથે પિરસો. અથાણું પણ પીરસી શકો.
*સૂકા ગુલાબ જાંબુ*

સામગ્રી : ૩૦૦ ગ્રામ શેકેલો દૂધનો માવો, ૨૦૦ ગ્રામ પનીરની છીણ, ૨ ચમચા મિલ્ક પાઉડર, પા ચમચી એલચી પાઉડર, ૧ ચમચો ખાંડસરી, અડધો કપ ખાંડ, પા ચમચી છીણેલું કોપરું, ઘી (જરૂરિયાત પ્રમાણે)

રીત : ઊંડા વાસણમાં શેકેલો માવો, પનીર, મિલ્ક પાઉડર, એલચી પાઉડર, ખાંડસરી નાખી બરાબર મિક્સ કરો. નાનાં ગોળાં વાળો. એક પ્લેટમાં કોપરાંની છીણ પાથરો. ગોળાને બરાબર રગદોળો. કાગળના ડબ્બામાં બટરપેપર પાથરો. બધાં ગુલાબ જાબું હારબંધ ગોઠવીને ઉપર બીજું બટર પેપર લગાવો.

*અપ્પમ*

સામગ્રી: 2 ચમચી ચોખા, 1/2 કપ રાંધેલા ભાત, 2 કપ નારિયેળનું દૂધ, 2 ચમચી સાકર, 1/2 ચમચી સૂકું ખમીર, નારિયળનું તેલ (સિંગતેલપણ ચાલે) અન્ય તેલ. ચોપડવા અને પકાવવા.

વેજિટેબલ કોરમાની રીત: ચોખાને ધોઇને પાણીમાં 2થી 3 કલાક માટે પલાળી દેવા. પછી તેમાંથી પાણી કાઢી નાંખવું. પલાળેલા ચોખા અને રાંધેલા ભાત અને 1/2 કપ નારિયળનું દૂધ ભેગું કરીને મિકસરમાં પીસીને મુલાયમ મિશ્રણ તૈયાર કરવું. તે પછી સાકર, બચેલું અડધો કપ નારિયળનું દૂધ અને મીઠું નાંખીને બધું સારી રીતે ભેળવી નાંખવું. ખમીરમાં થોડુંક પાણી નાંખીને તેને સારી રીતે ભેળવી દેવું. તેને ભાતના મિશ્રણમાં નાંખીને સારી રીતે ભેળવી દેવું. તેને બહુ વધારે પાતળું કે જાડું ન કરવું. તેને ઢાંકી દેવું અને આથો આવે તે માટે બેથી ત્રણ કલાક સુધી રાખી દેવું.

રીત : અપ્પમ માટેની લોઢી કે નૉન-સ્ટિક તવાને ગરમ કરવું અને તેમાં તેલ ચોપડીને એક ચમચી પેલું ખીરું કઢાઇ પર નાંખીને તેને હલકા હાથે ગોળાકારમાં પાથરી દેવું. કિનારી પાતળી રાખવી અને વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવો. તેને ઢાંકીને એક મિનિટ માટે પકાવી લેવું. વચ્ચેનો ભાગ ફૂલી જશે. આમ, તમારું અપ્પમ તૈયાર થઇ જશે. બાકીનું ખીરું લઇને આવી જ રીતે બીજા અપ્પમ બનાવી લેવા.

*પૌઆનાં ઢોકળાં*

સામગ્રી: 250 ગ્રામ પૌઆ, 250 ગ્રામ દહીં, 1 ટેબલસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર.

વઘાર માટે: 2 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, 3/4 ચમચી હિંગ, કોથમીર.

રીત: સૌપ્રથમ પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચા અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા થાળીમાં આ મિશ્રણને પાથરી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનિટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર નાખી પીરસો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED