Fashion khatam muzpe books and stories free download online pdf in Gujarati

ફેશન ખતમ મુઝપે

ફેશન ખતમ મુઝપે

મિતલ ઠક્કર

બહેનો, નવા જમાના સાથે તાલ મિલાવવા અને પોતાને અનુકૂળ રહે એવી ફેશન કરવા તેના વિશે થોડી જાણકારી જરૂરી છે. છેલ્લા થોડા સમયમાં ફેશન ડિઝાઇનરો અને એક્સ્પર્ટ પાસેથી જાણેલી તથા વાંચેલી ફેશન ટ્રેન્ડની કેટલીક નવી અને ઉપયોગી વાતો સંકલિત કરીને એક ફ્રેન્ડ તરીકે આપની સાથે વહેંચી રહી છું. આશા છે કે આજની મહિલાઓને આ ફેશનના રંગે રંગાવાનું ગમશે.

ફેશન ફ્રેન્ડની વાતો ભાગ-૧

* થોડીક સ્કિન દેખાડતી કી-હોલ સ્ટાઇલ ગાર્મેન્ટમાં અપાતી એક સ્ટાઇલ છે. કી-હોલ મતલબ ડ્રેસમાં ૨ ઇંચથી લઈને ૮ થી ૧૦ ઇંચ સુધી કોઈક શેપમાં ડ્રેસ કાપવામાં આવે છે, જેની અંદરથી સ્કિન દેખાય છે. કી-હોલ ફ્રન્ટ, બૅક, સ્લીવ અને કમર પર સારા લાગી શકે અને કોઈ પણ ગાર્મેન્ટમાં આપી શકાય. કી-હોલની સાઇઝની પસંદગી બૉડી-ટાઇપ પ્રમાણે કરવી. તે ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને આઉટફિટમાં સારી લાગે છે. જો કુરતીમાં કોઈ પૅટર્ન ન આપવી હોય તો નેક પાસે કી-હોલ આપી શકાય. જેમ કે પ્લેન બ્લૅક કુરતીમાં રાઉન્ડ નેક અને પછી પાન શેપનો કી-હોલ અને કી-હોલની આજુબાજુ મલ્ટિકલર જામેવારની બૉર્ડર સિમ્પલ અને એલિગન્ટ લુક આપી શકે. ડિઝાઇનર બ્લાઉઝ કી-હોલ વગર અધૂરું છે. કી-હોલ બ્લાઉઝની શોભા વધારે છે. બ્લાઉઝમાં કી-હોલ નાની સાઇઝથી લઈને મોટી સાઇઝ સુધી કરી શકાય અને માત્ર સેન્ટરમાં જ નહીં, સાઇડ કે પછી ક્રૉસમાં કે નીચે પણ કરાવી શકાય. જો તમારે સાઇડમાં કી-હોલ કરાવવો હોય તો બ્લાઉઝમાં પૅટર્ન આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે સાડી કઈ સ્ટાઇલમાં પહેરવાના છો. એટલે કે તમારો સાડીનો છેડો કયા શોલ્ડર પર આવશે. જો તમે લેફ્ટ સાઇડ પર કી-હોલ કરાવશો અને તમે ભૂલથી બંગાળી સ્ટાઇલમાં સાડી પહેરશો તો કી-હોલ છુપાઈ જશે અને પૅટર્નનો લુક નહીં આવે. જો તમારી સાડી બન્ને રીતે એટલે કે ગુજરાતી સ્ટાઇલ અને બંગાળી સ્ટાઇલમાં પહેરી શકાય એવી હોય તો સેન્ટરમાં કી-હોલ કરાવવો જેથી બ્લાઉઝની પૅટર્ન જળવાઈ રહે. બ્લાઉઝમાં કી-હોલની પસંદગી બૉડી-ટાઇપને અનુસાર કરવી. જો તમારી સ્થૂળ કાયા હોય તો કી-હોલનો આગ્રહ રાખવો નહીં.

* અત્યારે ફરી પાર્ટી એન્ડ કેઝયુઅલ કલેક્શનમાં પટિયાલા ટ્રેન્ડમાં આવ્યા છે. અનારકલી, ફ્લોરલેન્થ અનારકલી, ઈન્ડોવેસ્ટર્ન, ઈનવિંગ ગાઉન આ બધા ટ્રેન્ડ પછી ફરી એક વાર પટિયાલા સૂટે ટ્રેન્ડમાં પ્રવેશ કર્યો છે. આ પટિયાલા સિલ્ક, રેયોન, કોટન, સાટિન વગેરે જેવા મટીરિયલમાંથી બને છે. તેમાં બે ચોઈસ છે. એક રેગ્યુલર પટિયાલા અને એક સેમી પટિયાલા. આ સેમી પટિયાલાનો ઘેરાવો નોર્મલ પટિયાલા કરતાં ઓછો હોય છે તેથી આવા પટિયાલા ઓફિસ કે કોલેજમાં પહેરવા ઈઝી એન્ડ કમ્ફર્ટેબલ રહે છે. આ પટિયાલાને જુલણવાણા પહેરણ સાથે, લોન્ગ ટોપ સાથે, વનપીસ સાથે કે શોર્ટ કુર્તી સાથે પેરઅપ કરી શકો છો.

* ઠંડીની સીઝનમાં કમ્ફર્ટ અને ગરમાટો આપવાની સાથે સ્કાર્ફ તમારા સ્ટાઇલિંગમાં પણ ચાર ચાંદ લગાવી શકે છે. દુપટ્ટા, ચૂંદડી કે સ્ટોલનું આધુનિક વર્ઝન એટલે સ્કાર્ફ. વેસ્ટર્ન સ્ટાઇલિંગનાં કપડાંમાં સ્કાર્ફ ઘણી સ્ત્રીઓ માટે વરદાન બનીને આવ્યા છે; કારણ કે મહિલાઓ એના માધ્યમથી જરૂર હોય ત્યાં પોતાના ડ્રેસિંગને ઢાંકી શકે છે, વધુ કમ્ફર્ટેબલ રહી શકે છે અને સ્ટાઇલિશ પણ દેખાઈ શકે છે. ઉનાળામાં તમે સ્કાર્ફ પહેરો તો સન એક્સપોઝરથી સ્કિનને બચાવે, ચોમાસામાં પહેરો તો વરસાદમાં તમારા વાળ સૂકવવા કે શરીર લૂછવા માટે કામ લાગી જાય અને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે. કેટલાક લોકોને લાઉડ કલર રેગ્યુલરલી પહેરવામાં સંકોચ હોય અથવા તો એકસાથે બે-ત્રણ કામ પતાવવાનાં હોય અને કપડાં બદલવાની સગવડ ન મળવાની હોય ત્યારે માત્ર સ્કાર્ફ સાથે તમે તમારા લુકને બદલી શકો છો. જ્યાં સોબર લુક જોઈતો હોય ત્યાં લાઇટ કલરનો સ્કાર્ફ પહેરો, પણ જ્યાં થોડોક લાઉડ અને સ્ટાઇલિશ લુક જોઈતો હોય ત્યાં સહેજ નિયૉન શેડના સ્કાર્ફ પહેરો તો એ બહેતરીન લુક આપે છે. તેમ જ સ્કાર્ફ રૅપ કરવાની સ્ટાઇલથી પણ લુકની અદલાબદલી ઈઝીલી કરી શકાય છે. સિમ્પલ રીતમાં પાછળથી ટ્વિસ્ટ કરીને આગળની બાજુએ સ્કાર્ફના બે છેડાઓ રાખવામાં આવે છે. ચોરસ, લંબચોરસ, ગોળ એમ જુદા-જુદા શેપના સ્કાર્ફને અઢળક રીતે બાંધી શકાય છે

* પહેલાં ટૉપ નીચે પહેરવા માટે ચૂડીદાર સિવડાવવામાં આવતાં, પરંતુ હવે રેડી ચૂડીદાર મળે છે જે લેગિંગ્સ તરીકે ઓળખાય છે. જો ચૂડીદાર સિવડાવવાં હોય તો પ્રૉપર ફિટિંગ આવવું જરૂરી છે. ચૂડીદારમાં પણ ઉપર યોક આપવામાં આવે છે અને નીચે પગના માપ પ્રમાણે શેપ આપવામાં આવે છે. ચૂડીદાર જો બરાબર નહીં સિવાયું હોય તો યોક પાસેથી ડૂચા જેવું લાગશે. જો પ્રૉપર ફિટિંગ આપવું હોય તો યોકમાં નાડી ન આપવી, પરંતુ સાઇડમાં બટન આપવું. જો વધારે ફિટિંગ હશે તો ગોઠણ પાસેથી પગ નહીં વળે અને કમ્ફર્ટેબલ નહીં લાગે. ચૂડીદાર ક્યારેય લાઇનિંગવાળું ન સિવડાવવું. ચૂડીદાર સાથે લૉન્ગ અને શૉર્ટ બન્ને કુરતી સારી લાગી શકે તેમ જ કળીદાર સાથે તો ચૂડીદાર જ સારું લાગે. ચૂડીદારમાં જેટલી ચૂડી વધારે એટલું ચૂડીદાર વધારે સારું લાગે.

* ઑફ-શોલ્ડર પૅટર્ન એટલે જે નેકલાઇન શોલ્ડર પર આવતી નથી, એટલે કે જેમાં આખા શોલ્ડર દેખાય છે. ઑફ-શોલ્ડરમાં ઘણી પૅટર્ન આવે છે; જેમ કે ફુલ ઑફ-શોલ્ડર, વિથ ઇલૅસ્ટિક અને ઑફ-શોલ્ડર સાથે વેરિએશન ઑફ સ્લીવ્ઝ. જેમના શોલ્ડર થોડા ભરેલા હોય તેમના પર આ પૅટર્ન સારી લાગી શકે. આ પૅટર્ન કોઈ ખાસ પ્રસંગમાં પહેરી હોય તો એની ગુણવત્તા જળવાઈ રહે છે. ઑફ-શોલ્ડર પૅટર્નમાં વેસ્ટર્ન ટૉપ્સ, બ્લાઉઝ અને વન-પીસ સારાં લાગી શકે. ઑફ-શોલ્ડર ડ્રેસ ખાસ કરીને તમે સેલિબ્રિટીને અવૉર્ડ-ફંક્શનમાં પહેરતા જોયા હશે. આવા ડ્રેસ મોટે ભાગે ફ્લોર લેન્ગ્થના હોય છે અથવા તો ની-લેન્ગ્થ અને અબોવ ની- લેન્ગ્થના હોય છે. ઑફ-શોલ્ડર ડ્રેસ મોટે ભાગે પ્લેન ફૅબ્રિકમાં બનાવવામાં આવે છે. આવા ડ્રેસમાં માત્ર ગળામાં મોટો નેકલેસ પહેરવામાં આવે છે જેથી શોલ્ડર પર ધ્યાન ઓછું જાય અને ગળું ભરેલું લાગે. ઑફ-શોલ્ડર ડ્રેસ ખાસ કરીને પૅડેડ જ બનાવવામાં આવે છે અને એમાં પાછળ અથવા સાઇડ પર ચેઇન નાખવામાં આવે છે. આમાં પ્લેન ફૅબ્રિકમાં સ્ટિચિંગ પૅટર્ન આપવામાં આવે છે; જેમ કે ફ્રિલ, પિન ટક્સ, ઓવરલૅપિંગ, હૅન્કર્ચીફ, મર્મેડ અને વન-સાઇડેડ. આવા ડ્રેસ પહેરવા માટે પર્ફેક્ટ ફિગરની જરૂર હોય છે. એટલે જ આવા ડ્રેસ લાંબી અને પાતળી યુવતીઓ પર વધારે સારા લાગે છે.

* ક્રૉપ ટૉપ એટલે કે ટૉપની લેન્ગ્થ આગળથી થોડી ઓછી હોય અને જે પહેર્યા પછી પેટનો ભાગ દેખાય. સ્લીવ થોડી ઢીલી અને રાઉન્ડ નેક. ક્રૉપ ટૉપ ડેનિમ સાથે એક સ્માર્ટ લુક આપી શકે. ક્રૉપ ટૉપની લંબાઈ ઓછી હોવાને કારણે લો-વેસ્ટ અથવા મિડ-વેસ્ટ ડેનિમ ન પહેરવું. એના બદલે હાઈ-વેસ્ટ ડેનિમ પહેરવું જેને લીધે પેટનો ભાગ વધારે નહીં દેખાય. લાંબી અને પાતળી યુવતી પર હાઈ-વેસ્ટ ડેનિમ સાથે ક્રૉપ ટૉપ સારાં લાગી શકે. હાઈ-વેસ્ટ ડેનિમ પણ લૂઝ ન પહેરવું. પેન્સિલ કટ ડેનિમ પહેરવું અને એની સાથે હાઈ-હીલ્સ અથવા બેલીઝ. ક્રૉપ ટૉપ ૮૦ની સાલની ફૅશન છે એ ધ્યાનમાં રાખી થોડા સૉફ્ટ કર્લ કરવા જેને લીધે પ્રૉપર લુક મેઇન્ટેન થાય.

* જેમ-જેમ લેગિંગ્સની ડિમાન્ડ વધતી ગઈ એમ એમાં વેરિએશન આવવા માંડ્યું, જેમ કે ઍન્કલ લેન્ગ્થ એટલે કે પગની ઘૂંટી સુધીની લેન્ગ્થ, જેમાં ચૂડી નથી હોતી, માત્ર ઍન્કલ સુધી લેગિંગ્સ આવે છે. આવા ઍન્કલ-લેન્ગ્થ લેગિંગ્સ સાથે કોઈ પણ લેન્ગ્થનું ટૉપ કે કુરતી સારાં લાગી શકે. ઍન્કલ-લેન્ગ્થ લેગિંગ્સ સાથે ફ્લૅટ ચંપલ પહેરવાં. સ્લિંગ-બૅગ અથવા ઝોલા બૅગ વાપરવી.

* કાર્ટૂન-પ્રિન્ટ ફૅશનમાં આવી છે. કાર્ટૂન-પ્રિન્ટ્સનાં ટી-શર્ટ પહેલાં પણ આવતાં હતાં, પણ પહેલાં લોકો કાર્ટૂન-પ્રિન્ટ પહેરીને ઘરની બહાર નીકળતા નહોતા. કાર્ટૂન-પ્રિન્ટમાં પહેલાં ડોનલ્ડ ડક, મિકી માઉસ વગેરે જોવા મળતાં હતાં; પણ હવે એમાં વેરિએશન આવવા લાગ્યું છે. નાનાં બાળકોમાં બેન ટેન, બાર્બી, ડોરા વગેરે જોવા મળે છે; જ્યારે મોટા લોકોનાં કપડાંમાં તમને મિકી માઉસ, મોગલી, કુંગ ફુ પાંડા, આયર્ન મૅન, હલ્ક, કૅપ્ટન અમેરિકા વગેરે કૅરૅક્ટર જોવા મળે છે. કાર્ટૂનના કલર-કૉમ્બિનેશનની વાત કરીએ તો એમાં જે ઓરિજિનલ કાર્ટૂન-કૅરૅક્ટર છે એ જ કલર કાર્ટૂન-પ્રિન્ટ પર વાપરવામાં આવે છે. પહેલાં ટી-શર્ટ પર એક જ જગ્યાએ સિંગલ કાર્ટૂન-પ્રિન્ટ આવતી, પણ હવે સિંગલને બદલે તમને આખા ટી-શર્ટ પર કાર્ટૂન-પ્રિન્ટ દેખાય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED