રસોડાની રાણી માટે રસોઇ ટિપ્સ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

રસોડાની રાણી માટે રસોઇ ટિપ્સ

રસોડાની રાણી માટે રસોઇ ટિપ્સ

મિતલ ઠક્કર

* કાંદા સમારતા આંખમાંથી પાણી ન આવે તે માટે કાંદાના ફોતરાં કાઢી કાંદાને પાંચ મિનિટ પાણીમાં પલાળીને પછી સમારવા.

* દહીં વડાના ખીરામાં થોડું દહીં મિક્સ કરવાથી વડા નરમ બને છે અને તેલ પણ ઓછું શોષે છે.

* પાનવાળા શાકભાજીના ડીટાં તોડી તેને પેપરમાં વીંટીને ફ્રિઝમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજા રહેશે.

* ઢોસાના ખીરામાં મીઠું વધારે પડતું લાગે તો તેમાં થોડો રવો ઉમેરી દેવાથી ખારાશ જતી રહેશે અને ઢોસા સારા બનશે.

* દૂધમાં એલચી રાખીને ગરમીના દિવસોમાં રાખવાથી દૂધ જલદી બગડતું નથી.

* વાસી ભાતને કેસરોલમાં પાથરી તેના ઉપર થોડા ગરમ તાજા ભાત પાથરી બરાબર મિક્સ કરવાથી વાસી ભાત તાજા થઇ જશે.
* ચોખા સાથે મેથીદાણા રાખવાથી ચોખામાં જીવાત પડતી નથી.

* રાયતું બનાવતી વખતે તેમાં મીઠું ન નાખો. સર્વ કરતી વખતે મીઠું નાખો. આમ કરવાથી રાયતું ખાટું નહીં લાગે.
* બ્રેડ સુકાઇ ગયો હોય તો તેનો ભૂક્કો બનાવી રાખી દેવો. ગ્રેવી બનાવતી વખતે તેમાં એક ચમચો આ ભૂક્કો નાખવાથી ગ્રેવી ઘાટ્ટી બનશે.

* પાંદડાંવાળી ભાજી રાંધતા પહેલાં મીઠાના પાણીમાં રાખવી જેથી તેમાં રહેલી ઝીણી જીવાત દૂર થાય છે.

* બટાકાવડાં બનાવવા માટે તેના માવામાં તેલનો વઘાર કરતી વખતે તેમાં જ કોથમીર ભેળવવાથી તે છૂટી રહેશે અને તેનો લીલો રંગ પણ જળવાઈ રહેશે.

* ચાસણી બનાવતા પહેલાં વાસણની ચારે તરફ માખણવાળો હાથ લગાવવાથી ચાસણી સારી તેમજ સાફ બને છે.

* ઢોકળાંનો લોટ ઘરમાં ન હોય અથવા ખીરામાં આથો લાવવા જેટલો સમય ન હોય તો ઈન્સ્ટન્ટ ખમણ મિક્સનું પેકેટ ઉપયોગમાં લઈ શકાય.

* જો બ્રેડ પર થોડું પાણી પડી ગયું હોય તો તેને એક પેપર નેપ્કિનમાં વીંટીને વીસ સેકન્ડ માટે માઇક્રોવેવ કરી દો. બધું પાણી ઉડી જશે અને બ્રેડ વધુ તાજી થઇ જશે.

* કઠોળને ચઢતાં વાર લાગે છે એટલે તેને રાત્રે પલાળી દેવાં પડે. ક્યારેક રાત્રે પલાળવાનું ભૂલી જવાય ને કઠોળની વાનગી બનાવવી હોય તો કઠોળને રાંધવાના પાંચ કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળવાથી તે ઝડપથી ચઢશે.

* લસણની કળીઓને પીસીને ઓલિવ ઓઇલમાં શેકવાથી તેનો સ્વાદ વધી જશે.

* ફલાવરનું શાક રાંધી લીધા બાદ તેનો રંગ છોડી દે છે. ફલાવરનો મૂળ રંગ જાળવી રાખવા માટે તેને રાંધતી વખતે તેમાં એક ટી સ્પૂન દૂધ અથવા વિનેગર નાખવાથી મૂળ રંગ જળવાઈ રહેશે.

* બ્રેડ કાપવા માટે ભીના ચપ્પાનો ઉપયોગ કરવો. જલદીથી કપાશે.

* કેકના મિશ્રણમાં દૂધ નાખવાને બદલે પાણી ભેળવવાથી કેક હળવી ફૂલ થશે.

* સરગવાની શીંગને અખબારમાં વીંટાળી રેફ્રિજરેટરમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહેશે.

* મસાલા ઢોસાનું શાક બનાવતી વખતે કાંદાનું પ્રમાણ વધારે રાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે.

* કચોરી તળતાં પહેલા તેમાં ૨ થી ૩ નાના કાણાં પાડવાથી કચોરી ફાટશે નહીં.

* કટલેટના મિશ્રણમાં બ્રાઉન બ્રેડને દળીને નાખવું તેમજ તવા પર શેકવાથી ક્રિસ્પી થાય છે તથા ઓઇલી નથી લાગતી.

* રવાના ઢોકળા બનાવતી વખતે આથામાં ગરમ તેલ તથા સોડા નાખી ઉતારવાથી ઢોકળાં પોચા બનશે.

* શાક બનાવતી વખતે જો તેમાં નાળિયેરને છીણીને નાખવામાં આવે તો તે વધારે સમય સુધી ખરાબ થતું નથી.

* ફૂદીનો ઘરમાં વધુ આવી ગયો હોય તો તેની પેસ્ટ બનાવી તેમાં લીંબુ નિચોવી રેફ્રિજરેટરમાં રાખવું. રંગ તેમજ સોડમ જેમની તેમ રહેશે.

* કોઈ પણ જાતનાં ભજિયાં બનાવતી વખતે તેનાં ખીરામાં હિંગ, અજમો અને અડધા લીંબુનો રસ ઉમેરવાથી સ્વાદિષ્ટ ઉપરાંત ક્રિસ્પી બનશે.

* મેથી આલુ અથવા મેથી ભુર્જી બનાવતી વખતે જો તેમાં જવાર અથવા મકાઇનો લોટ ઉપરથી છાંટવામાં આવે તો શાક ખૂબ સ્વાદિષ્ટ બનશે.

* પરોઠાના લોટમાં બે ચમચી દહીંનું મોણ નાખવાથી પરોઠા વધારે નરમ અને સ્વાદિષ્ટ બનશે.

* મેથી અને બટાટાના પરાઠાં બનાવવાના હોય ત્યારે લોટ બાંધતી વખતે તેમાં થોડોક ચણાનો લોટ નાખવાથી
પરોઠાંનો સ્વાદ બદલાઈ જશે.

* જો રોજિંદી બનતી દાળને વધારે સ્વાદિષ્ટ બનાવવી હોય તો તેને લગભગ ચારેક કલાક પહેલાં પલાળી દેવી. દાળને ધોઈને સાફ કરીને જ પલાળવી. અને જે પાણીમાં પલાળી હોય તેનો જ ઉપયોગ બાફવા માટે કરવાથી દાળ સ્વાદિષ્ટ બને છે.

* કોઈ પણ સૂપ બનાવતી વખતે પાણીના બદલે હંમેશાં ‘વેજિટેબલ સ્ટોક’નો ઉપયોગ કરો, તે સ્વાદ અને તંદુરસ્તી માટે પણ લાભદાયી છે.

* પુરીના લોટમાં જો બે થી ત્રણ બ્રેડની સ્લાઇસ પલાળીને નાખવામાં આવે તો પુરી વધારે સ્વાદિષ્ટ બને છે.

* ખસ્તા પુરી બનાવવા માટે મેંદાનો લોટ પાણીને બદલે મોળું દહીં અથવા થોડું ઘી નાખીને બાંધવો.

* કેળાંને ભીના કપડાંમાં લપેટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી ઘણાં દિવસ સુધી તાજાં રહે છે.

* છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે બે ચમચી પલાળેલા કાચા છોલે વાટી એને ગ્રેવીમાં નાખો. ગ્રેવી જાડી થશે.

* ચૂરમાના લાડુ બનાવતી વખતે એક કિલો લોટમાં બે ચમચી તેલનું મોણ નાખી લાડુ બનાવવાથી લાડુ ક્રિસ્પી થાય છે.

* ભીંડાનું શાક જલ્દી ક્રિસ્પી કરવા માટે એમાં લીંબુનો રસ અથવા શેકેલું જીરું પાવડર ઉમેરવું.

* ક્યારેય પણ બચેલું ભોજન ફ્રીઝમાં વધુ સમય સુધી ન રાખવું, તેનાથી ફ્રીઝમાં દુર્ગંધ ફેલાઇ શકે છે.

* દર મહિને એક વખત મિક્સરમાં મીઠું નાખીને ચલાવવાથી મિક્સરની બ્લેડની ધાર વધે છે.

* કઠણ લીંબુને થોડીવાર માટે ગરમ પાણીમાં રાખવાથી લીંબુનો રસ વધુ નીકળે છે.

* પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારીને તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે.

* રોટલીને મુલાયમ કરવા લોટ હુંફાળા પાણીથી બાંધવો.

* કારેલાની ચીરીઓ કરી ભાતના પાણીમાં અડધો કલાક પલાળી રાખો. અને પછી તેનું શાક બનાવો. કારેલાની કડવાશ જતી રહેશે.

* તુવેર દાળને ગરમ પાણીથી ધોઇને અડધો કલાક પલાળવી. આમ કરવાથી રાંધવાનો સમય અને ગેસ બંનેની બચત થાય છે.

* છોલે બનાવતી વખતે તેના વઘારમાં સહેજ અજમો નાખવાથી તે સરળતાથી પચી જાય છે.

* થેપલાનો લોટ વધુ પ્રમાણમાં વધ્યો હોય તો તેની દાળઢોકળી બનાવી નાખવી.

* ખિચિયા કે પાપડ જો તળેલા કે શેકેલા વધ્યા હોય તો તેને તવા પર કે માઇક્રોવેવ ઓવનમાં સહેજ તપાવાથી ફરી ક્રિસ્પી થઇ જશે.

* દહીંમાં અડધી ચમચી મધ નાખીને રાખવાથી તે તાજું રહે છે અને વધારે ખાટું થતું નથી.

* ભીંડા, રીંગણ અથવા અન્ય મસાલેદાર શાકમાં મગફળી સેકી તેની છાલ કાઢી મિક્સરમાં બ્લેન્ડ કરીને નાખવાથી તે વધુ સ્વાદિષ્ટ બનશે.

* શાકમાં મરચું વધુ થઇ ગયું હોય તો પણ મગફળીનો ભૂકો નાખવાથે સ્વાદ બરાબર થઇ શકે.

* રોટલી અથવા પરાઠાને મોણ નાખ્યા વિના જ પોચા બનાવાવા હોય તો તેમાં થોડું દહીં ઉમેરવું.

* ઘીને લાંબા સમય સુધી તાજું રાખવું હોય તો તેના ડબ્બામાં ખાંડ ભભરાવો, ઘી તાજું રહેશે.

* ચકરી બનાવવા માટે બાંધેલી કણક થોડો સમય રાખી મૂકવી. કણક બહુ કડક કે બહુ ઢીલી બાંધવી નહીં. ચકરીના સ્વાદ માટે કણક મહત્ત્વની છે.

* જો દૂધ ફાટવાની શક્યતા હોય તો થોડો બેકિંગ પાવડર નાખીને ઉકાળવાથી દૂધ ફાટશે નહીં.

* ચોખા બાફતા પહેલા તેમાં લીંબુનો રસ અને તેલ ઉમેરવાથી ભાત વધુ સફેદ બને છે.

* દૂધ ફાટી ગયું હોય તો તેમાં બેસન મિક્સ કરીને તેના ભજિયાં બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.

* મસાલાની બરણીમાં ભેજ ન લાગે તેના માટે તેમાં એક હિંગનો ટુકડો રાખવો.

* ઘઉં, બાજરી, મકાઇ અને ચણા મિકસ કરીને દળાવવાથી રોટલીનો સ્વાદ વધી જાય છે.

* કોઇપણ હલવામાં પાણીની જગ્યાએ તમે સફરજન જ્યુસ, નાશપતી જ્યુસ અથવા તો કેરીનો જ્યુસ નાખી શકો છો. પરંતુ જો હલવામાં દૂધ નાખ્યું હોય તો રસ ના નાખવો.

* છોલેની પૂરી બનાવવાના હોવ ત્યારે મેંદામાં થોડો રવો મિક્સ કરવો. તેનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ પણ વધશે.

* પાલકને બાફતી વખતે તેમાં એક ચપટી ખાંડ મિક્સ કરવાથી તેનો રંગ અને સ્વાદ બંને જળવાઇ રહેશે.