ત્વચાની તાજગી જાળવવાના ઉપાય Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ત્વચાની તાજગી જાળવવાના ઉપાય

ત્વચાની તાજગી જાળવવાના ઉપાય

- મિતલ ઠક્કર

* તડકો હોય કે છાંયડો, તમારે દરરોજ સનસ્ક્રીનની આવશ્યક્તા હોય છે. લગભગ ૮૦ ટકા સૂર્યના હાનિકારક કિરણો વાદળના માધ્યમ દ્વારા પ્રસારણ પામે છે, એટલા માટે ચોમાસામાં પણ ત્વચાને સુરક્ષાની જરૂરિયાત હોય છે. એ વાતનું ધ્યાન રાખો કે સૂર્યના કિરણો સ્કિન સહિત ધબ્બાં અને કરચલીઓમાં પરિવર્તન માટે જવાબદાર હોય છે.

* શિયાળામાં તૈલીય ત્વચા પણ શુષ્ક થઈ જાય છે, જો એમાં ક્રીમ લગાડાય તો ચહેરા પર ખીલ થઈ શકે છે. આ સમસ્યાના નિદાન માટે એક ચમચી શુદ્ધ ગ્લિસરીનને ૧૦૦ મિ.લિ. લિટર ગુલાબજળમાં ભેળવીને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દો. આ લોશનનો રોજ ઉપયોગ કરો.

* સવારે જ્યારે તમે તમારા ચા-કોફી તૈયાર કરતાં હોવ ત્યારે તમારા ચહેરા પર કાચું દૂધ લગાવી દો. કાચું દૂધ એક સારું ક્લીન્ઝર છે. અને દહીં મેળવો ત્યારે થોડુંક દહીં ચહેરા પર લગાવી દો. દહીં એ ફ્રેકલ્સ અને સન-સ્પોટ્સની સારી દવા છે.

* સો મિલી. રોઝવોટરમાં એક ટી-સ્પૂન ગ્લિસરીન ઉમેરીને તેને એરટાઈટ બોટલમાં ભરી લો. આ પ્રકારનું મોઇશ્ચરાઈઝર ઓઈલી અને ડ્રાય એમ કોમ્બિનેશનવાળી સ્કિન માટે લાભકારી છે.

* રાત્રે સૂતી વખતે શરીર પર ઓઈલી ક્રીમ અને ચહેરા પર નાઈટ ક્રીમ લગાવો. તેનાથી રાતભર ત્વચાને પોષણ મળે છે અને તેનું પુન : નિર્માણ થાય છે.

* દહીં અને મધને સરખા ભાગે ભેળવીને ચહેરા પર ૨૦ મિનિટ લગાવી રાખો. જેમની ત્વચા ઠંડીની ઋતુમાં પણ ઓઈલી જ રહેતી હોય તેઓ બટાટાને ખમણીને તેમાં મુલતાની માટી તેમ જ લીંબુ નાખીને તૈયાર કરેલું મિશ્રણ ચહેરા પર લગાવી શકે છે. પેક સુકાઈ ગયા પછી ચહેરો ધોઈ નાખો. આ મિશ્રણથી ચામડી પરના મૃત કોષો દૂર થવાથી તાજગી અનુભવાય છે.

* જો તમારી ત્વચા ડ્રાય હોય તો અડધા કપ દહીંમાં એક નાની ચમચી ઑલિવ ઑઇલ તથા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી લગાવો અને થોડી વાર બાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આનાથી ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ જશે.

* ગરમ દૂધમાં થોડી ખાંડ નાખીને એટલે કે મીઠું દૂધ રોજ ચહેરા અને હાથ-પગ પર લગાવવાથી સૂકી સ્કિનમાં સુધારો આવે છે અને સ્કિન નરમ બને છે.

* ઑઇલી સ્કિનવાળાએ ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ વાપરવો. ઑઇલી સ્કિન પર ડસ્ટ વધારે લાગે છે. ઑઇલી સ્કિનવાળા લોકો જ્યારે બહાર જાય છે તો સ્કિન પર ધૂળ અને માટી જમા થઈ જાય છે. એટલે એ લોકોએ ઍન્ટિબૅક્ટેરિયલ સાબુ વાપરવો જોઈએ.

* એક વાટકી દહીંમાં ગાજર, કાકડી, પપૈયું વગેરે ફળોનો રસ ભેળવીને ચહેરા પર લગાવવાથી તમારી ત્વચામાં ચમક આવશે. તમે ઋતુ પ્રમાણેની શાકભાજીના રસ પણ દહીંમાં ભેળવીને એનો પૅક તૈયાર કરીને ચહેરા પર લગાવી શકો છો.

* એલોવેરામાં પૂરતા પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટસ હોય છે. રોજ સવારે એલોવેરા જયૂસ પીવાથી ત્વચા સાફ અને ખીલમુક્ત થાય છે. એલોવેરાને માસ્ક તરીકે પણ ચહેરા પર લગાવી શકાય

* ઍક્ને એટલે ત્વચા પર પડતા પિમ્પલ્સના ડાઘ. ઍક્ને અને સ્કાર્સથી છુટકારો મેળવવા માટે મુલતાની માટીમાં થોડું લીંબુ, ગુલાબજળ, લીમડો અને ચંદન પાઉડર નાખી એની પેસ્ટ બનાવવી અને ચહેરા પર ૩૦ મિનિટ રહેવા દેવું અને પછી ઠંડા પાણીથી મોઢું ધોઈ નાખવું. તરત જ ફરક લાગશે.

* મુલતાની માટીમાં લીંબુ અને સંતરાની છાલનો પાઉડર સ્કિમ્ડ મિલ્ક સાથે મિક્સ કરી લગાડવું. ૧૫ મિનિટ રાખવું. જો તમને વધારે પડતાં પિમ્પલ્સ હોય તો મીઠાને પાણીમાં નાખી એની પેસ્ટ બનાવી પિમ્પલ્સ પર લગાડવી. શરૂઆતમાં થોડું બળશે, પરંતુ પિમ્પલ્સ પર થતા બૅક્ટેરિયાને ચેપ લગાડતાં રોકશે. ઈંડાની સફેદીને ઓટ્સમાં નાખી ૧૫ મિનિટ રાખવાથી પણ ફાયદો થશે.

* અડધી ચમચી લીંબુના રસમાં એક ચમચી ચણાનો લોટ મેળવી પાણીની મદદથી પેસ્ટ બનાવો. સાબુને બદલે આ પેસ્ટથી હાથને સાફ કરવાથી મેલ તથા ખરબચડાપણું દૂર થઈ જાય છે.

* ગરમીથી ત્વચાને બચાવવા માટે કપડાથી કવર કરો એ તો ઠીક, પરંતુ તેમ છતાં ત્વચાને સૂર્યનાં આકરાં કિરણો ત્વચાને અંદર સુધી નુકસાન ન કરે એ માટે સનસ્ક્રીનનું લેયર લગાવવું જરૂરી છે.

* અલોવેરાના પલ્પ સાથે ઘી મિક્સ કરી લગાવવાથી ચહેરા પર સનબર્ન અને ડાઘની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે. જો એવી ફરિયાદ હોય કે ઘી બહુ ચીકણું હોય છે અને ત્વચા પરથી આસાનીથી દૂર નથી થતું તો ઘી લગાવ્યા બાદ નહાવા જતી વખતે મગનો પાઉડર લગાવવો. એટલે ચહેરો ધુઓ ત્યારે ચહેરા પર ચીકાશ નહીં રહે.

* સ્કિનને અઠવાડિયામાં એક વાર ડીપ ક્લેન્ઝરની જરૂર હોય છે. એ માટે ઓટ્સમાં લીંબુનો રસ નાખીને એમાં જરાક પાણી મિક્સ કરીને ફેસ પર સ્ક્રબની જેમ ઘસો.

* હેલ્ધી સ્કિન માટે પપૈયાનો પલ્પ અને મુલતાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટ સુકાય પછી ધોઈ નાખો.

* જો તમે સ્કિન-ટાઇપ પ્રમાણે મેકઅપ ન કરો તો એની સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. સ્કિન પર પિમ્પલ આવી શકે છે. ફેસ પર ફોડીઓ આવશે અને ખંજવાળ પણ થઈ શકે છે.

* દહીંનો તમે ફેસ-માસ્ક પણ બનાવી શકો છો. બે ચમચી દહીંમાં એક ચમચી મધ, એક ચમચી ચણાનો લોટ, એક ચમચી ચોકર (ઘઉંના લોટનું થૂલું) ઉમેરીને પેસ્ટ બનાવો. વીસ મિનિટ રાખી ઠંડા પાણીથી ધોઈ નાખો. વીકમાં એક કે બે વાર આ પેસ્ટ ચહેરા પર લગાડી શકો છો.

* ઍપલ સાઇડર વિનેગર સુંદરતા નિખારવામાં ઉપયોગી થઈ શકે. રૂના પૂમડાને વિનેગરમાં બોળીને સનબર્ન પર લગાવો. સનબર્ન તીવ્ર હશે તો થોડી બળતરા થશે, પરંતુ એની સાથે જ ત્વચાની થોડી લાલાશ ઓછી થશે.

* ઠંડા દૂધમાં કૉટનનું કપડું બોળો અને એને નિચોવી નાખો. સનબર્ન થયું હોય ત્યાં આ કૉટનનું કપડું મૂકો. કપડું જ્યારે ઠંડક આપતું બંધ થાય ત્યારે એને લઈ લો. આવી પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યા કરો. તમારી ત્વચા ખુશ રહેશે.

* એક કાકડીને ખમણીને એમાં થોડું ગુલાબજળ મિક્સ કરી દો અને સીધું ચહેરા અને ગરદન પર લગાડી દો. ૧૫ મિનિટ બાદ સાદા પાણીથી ધોઈ લેવાથી ચહેરા પર ઠંડક અને ચમક બન્નેનો અહેસાસ થશે. તમે ઇચ્છો તો આ પૅકમાં થોડું ગ્લિસરિન પણ ઉમેરી શકો છો.

* હેલ્ધી સ્કિન માટે કોબી જરૂરી છે. ખીલને લીધે ચહેરા પર ખંજવાળ આવતી હોય ત્યારે કોબીનાં પાનમાંથી એની નસ કાઢી લઈને એને કૉટનના કપડામાં બાંધી નરમ પાડો અને ત્યાર બાદ આખી રાત અફેક્ટેડ એરિયામાં બાંધી રાખો. આનાથી ખીલમાં ફાયદો થશે.

* પર્સમાં રખાતાં ક્લેન્ઝિંગ વાઇપ્સથી ઉતાવળમાં ચહેરો સાફ કરી લેવાનો ટ્રેન્ડ વધ્યો છે, પરંતુ એનાંથી સ્કિન પર બૅક્ટેરિયાનું પ્રમાણ વધે છે, જેનાથી સ્કિન પર ચીરા પડી શકે છે.

* ઉનાળામાં ઑઇલ બેઝ મેક-અપ હશે તો એનાથી ચહેરો વધુ ડાર્ક અને તૈલીય લાગશે. માટે આ સીઝનમાં ચહેરા પર લાઇટ ફીલ થાય તેવો પાઉડરબેઝ મેક-અપ વાપરો. બ્રૉન્ઝર પણ લગાવી શકાય, જેનાથી આંખો બ્રાઇટ લાગશે અને સ્કિન પર એક શાઇન આવશે. પાઉડર ફૉર્મમાં મળતું બ્રૉન્ઝર ફક્ત કપાળ, ચીકબૉન, દાઢી અને નાક પર લગાવવું.

* સ્કિનને લચકતી અટકાવવા માટે ઍવકાડો ઑઇલ બેસ્ટ છે. આમ તો ઍવકાડો ઑઇલ હર્બલ તેલ તો નથી, પરંતુ સ્કિન માટે એના ઉપયોગ ઘણા છે. વિટામિન એ, ડી અને ઈથી ભરપૂર આ વેજિટેબલ ઑઇલ સ્કિનમાં ઊંડે ઊતરીને અસર કરે છે એટલે જ એ યુથ મિનરલ તરીકે પણ ઓળખાય છે.

* બદામના તેલને સ્કિન પર ડાયરેક્ટ અથવા કોઈ બીજા ફેસપૅકમાં મિક્સ કરીને લગાવી શકાય છે. આ તેલને સ્કિન પર લગાવતાં એ તરત જ ઍબ્સોર્બ થઈ જાય છે. એ વધુ પડતું ચીકણું ન હોવાને લીધે સ્પામાં આમન્ડ ઑઇલનો વપરાશ ખૂબ થાય છે. આ તેલનો વપરાશ સ્કિનને ઊજળી, સૉફ્ટ અને સ્મૂધ બનાવવામાં મદદ કરે છે અને સ્કિનને ચમકીલી બનાવે છે.

* સ્કિન પર આદું લગાવવા માટે આદુંના તેલનાં કેટલાંક ટીપાં મૉઇસ્ચરાઇઝર કે ક્રીમ સાથે મિક્સ કરી દો અને ત્યાર બાદ એ સ્કિન પર લગાવો. આ મૉઇસ્ચરાઇઝર ઍન્ટિ-એજિંગ તરીકે કામ કરશે.

* લીલી ચાને ઉકાળો, ઠંડી કરી ટોનર તરીકે યુઝ કરો. આ ઉકાળાને ઓટના લોટમાં મિક્સ કરી માસ્કની જેમ લગાવો. અડધો કલાક પછી ધોઈ નાખો. દરેક પ્રકારની સ્કિન માટે એ ઉપયોગી છે.

* ઓટને દળી એમાં એગવાઇટ, લીંબુનો રસ અને રોઝવોટર મિક્સ કરી ચહેરા પર લગાવો. ૨૦ મિનિટ પછી ધોઈ લો. ઑઇલી સ્કિન માટે એ ઘણું સારું કામ કરશે.