Rasodani Ranina Nuskha ajmavo books and stories free download online pdf in Gujarati

રસોડાની રાણીના નુસ્ખા અજમાવો

રસોડાની રાણીના નુસ્ખા અજમાવો

મિતલ ઠક્કર

* ભેળ મિક્સમાં થોડુ ચવાણુ ભેળવવાથી ભેળ વધુ સ્વાદિષ્ટ લાગશે.

* દાળ સાથે લીમડાના પાન રાખવાથી દાળ બગડશે નહીં.

* અડધા બચેલા લીંબુને લાંબા સમય સુધી તાજું રાખવા માટે તેના પર મીઠું લગાવી દો.

* મિક્સરમાંથી આવતી મસાલાને દુર્ગંધને દૂર કરવા માટે થોડો લોટ નાખીને મિક્સર ચલાવો.

* રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.

* ટિક્કી બનાવતી વખતે તેમાં કોર્નફ્લોર અથવા બ્રેડ ક્રમ્સ તેમજ બ્રેડને મસળીને તેમાં સ્વાદનુસાર મસાલો નાખી તેની ટિક્કી બનાવી તેને તેલમાં બોળી શેકવાથી ક્રિસ્પી બને છે.

* રસોઈ બની ગયા બાદ હાથમાં થોડું પીનટ બટર લઈને રગડી લેવું, જે હાથની બદબૂને દૂર કરે છે.

* વધેલી ખીચડીમાં ચણાનો લોટ, ખટાશ માટે લીંબુ અથવા દહીં, મીઠું, આદુ-મરચાં , કોથમીર, ચપટી લસણ (નાખવું હોય તો) ભેળવી ભજિયા બનાવવા.તેલનું મોણ નાખવું.

* ઘી બળી જાય તો તેમા કાચુ બટાકુ નાખી હલાવા થી ઘી સાફ થશે.

* ઢોસાને તેલ કરતા ઘીમાં શેકવાથી વધુ ક્રિસ્પી તથા સ્વાદિષ્ટ લાગશે. ઘીની બદલે બટર પર વાપરી શકાય.

* મરચાના ડબ્બામાં થોડી હિંગ નાખવાથી મરચું લાંબા સમય સુધી સારું રહેશે.

* લસણને સામાન્ય ગરમ કરી દેવાથી છોલવાનું સરળ થઇ જશે.

* ફ્લાવરનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દૂધ નાખવાથી તેનો રંગ જળવાઇ રહેશે.

* ટામેટા પર તેલ લગાડીને સેકવાથી છાલટા સહેલાઈથી નીકળી જાય છે.

* ટામેટાનો સૂપ બનાવતી વખતે તેમાં ફૂદીનાનાં થોડા પાન નાખવાથી સૂપની સોડમ તથા સ્વાદ બંને સારા લાગશે.

* દૂધ ગરમ કરતી વખતે તે ઉભરાય નહીં, તે માટે તપેલીની કિનારી પર સહેજ ઘી લગાવો.

* પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.

* ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહી થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.

* ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.

* મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા.

* રતાળુ બાફીને તળી લો. એને પનીરની જગ્યાએ વાપરવાથી વધુ સ્વાદિષ્ટ લાગશે.

* દહીંને ખટાશથી બચાવવા માટે દહીં જમી ગયા પછી તેની ઉપર થોડું પાણી નાખી દો.

* દાળ–ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.
* તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે.

* ઘરે ઇડલીનું ખીરું તૈયાર કરતા હોવ તો ચોખાને ૫ થી ૬ કલાક ગરમ પાણીમાં પલાળીને પછી જ મિક્સરમાં વાટો. ઇડલી સોફટ અને સ્વાદિષ્ટ બનશે.

* ચપ્પા પરથી ફણસની ચીકાશ દૂર કરવા તેને ગેસ પર તપાવીને કાગળથી લૂછવું.

* રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.
* ભરેલા પરવળ બનાવવા પરવળમાં કાપા કરી તેને પાણીમાં કાચા પાકા બાફી તેમાં મસાલો જલ્દી ભરાશે અને પર્વળ તૂટશે નહીં.
* ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે.

* વાસી ભાતને તાજા બનાવવા વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા અને તેની ઉપર તાજા ભાત મૂકવાથી વાસી ભાત તાજા બની જશે.

* જૂના બટાકાને બાફતી વખતે તેમાં ચપટી સાકર નાખવાથી સ્વાદ વધુ સારો થાય છે.

* સમોસા બનાવાના લોટમાં મોણની સાથેસાથે અડધુ લીંબુ તેમજ આદુ-મરચા અને મીઠુ નાખવાથી પડ સ્વાદિષ્ટની સાથેસાથે ક્રિસ્પી થાય છે.

* બટાકાને જલદી બાફવા માટે પાણીમાં એક ચમચી તેલ નાખવું.

* બરફ જલદી જમાવવો હોય તો સામાન્ય પાણીની જગ્યાએ ગરમ પાણીને ફ્રિઝમાં જમાવવા માટે રાખો. ગરમ પાણી સામાન્ય પાણીની અપેક્ષાએ જલ્દી જામે છે.

* અથાણાંને કાચની બરણીમાં ભરવાથી બગડતાં નથી.

* પનીર બનાવ્યા પછી તેનું પાણી ફેંકી દેવાની જગ્યાએ તેનાથી રોટલીનો લોટ બાંધો. રોટલી નરમ બનશે.

* ટામેટા સેવ નુ શાક બનાવતી વખતે તેમા ઝીણો સમારેલો કાંદો અને લસણ ની પેસ્ટ નાખવા થી શાક સ્વાદિષ્ટ થશે, કાંદા લસણ ને પહેલા સાંતળી તેમા ટામેટા તથા અન્ય મસાલો નાખવો.

* જો કઢીમાં વધુ ખટાશ આવી ગઇ હોય તો તેમાં અડધી ચમચી ખાંડ નાખી શકો છો.

* સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.

* નારંગીની છલને સૂકવીને તેનો પાઉડર બનાવી લો. બેક કરવાવાળી વસ્તુઓ અથવા પુડિંગમાં નાખીને તેને સુગંધિત બનાવી શકો છો.

* પકોડાનો જુદો જ સ્વાદ મેળવવા બેસનના બેટરના બદલે ઈડલીના ખીરાનો ટ્રાય કરો તો વધુ સારા લાગશે.

* બટાકાની સૂકી ભાજી બનાવતી વખતે અજમાનો વઘાર કરવાથી શાક સ્વાદિષ્ટ લાગશે.

* સમોસા બનાવાના મેંદાના લોટમાં ઘીનુ મોણ નાખવાથી સમોસા ક્રિસ્પી થાય છે.

* સમોસા બનાવવાનો લોટ પાણીથી બાંધવાને બદલે ભાતથી બાંધવાથી સમોસાનું પડ ક્રીસ્પી થશે.

* પનીરને બ્લોટીંગ પેપરમાં લપેટીને ફ્રિઝમાં રાખવાથી તે વધારે સમય તાજું રહે છે.

* ઘઉંનો લોટ દળાવતી વખતે ૧૦ કિલો ઘઉંમાં ૧ કિલો સોયાબીન મિક્સ કરીને દળાવો. તેની ગુણવત્તા અને રોટલીનો સ્વાદ વધી જશે.

* માખણને ફ્રીઝમાં સુગંધિત પદાર્થની સાથે ન મૂકશો. તેની વાસ માખણમાં આવશે.

* વધેલા થેપલાના લોટમાં સરખું મોણ, થોડો ચણાનો લોટ તેમજ સાકર અને અન્ય મસાલો ભેળવી મુઠિયાનો લોટ બાંધી મૂઠિયા ઉતારવા.

* ક્રિસ્પી ભજીયા બનાવવા માટે બેસનમાં થોડો કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ મિક્સ કરો.

* ડેઝર્ટ બનાવતી વખતે જાડા વાસણનો ઉપયોગ કરો. તેનાથી ડેઝર્ટ બળશે નહિ અને સ્વાદ પણ વધશે.

* બિસ્કિટના ડબ્બામાં નીચે બ્લોટીંગ પેપર પાથરીને રાખો. તે લાંબા સમય સુધી ખરાબ નહિ થાય.

* કાંદા અને બટાકા એકસાથે રાખવાથી બટાકા જલદી બગડી જાય છે.

* બટાકાની કલસેટના શાકમાં થોડું બીટ નાખવાથી કટલેસનો સ્વાદ સ્વાદિષ્ટ થશે તેમ જ રંગ પણ સારો લાગશે.

* રીંગણાનો ઓળો બનાવતી વખતે તેમાં થોડું દહીં ભેળવવાથી ઓળાનો સ્વાદ તથા રંગ બને સારા થશે.

* મેંદાના લોટની ક્રિસ્પી પૂરી બનાવવા લોટમાં થોડું મોણ નાખવું. આ પૂરી ભેલ-સેવપૂરી તરીકે સારી લાગે છે.

* પેટીસ,કટલેટ બનાવવાના બટાકાને પાણીમાં રાખી બાફવા નહીં. કૂકરમાં પાણી ભરી એક વાસણમાં બટાટા મૂકી બાફવાથી બટાકા સૂકા થશે તેથી પેટીસ, કટલેટ સારી થશે.

* સરગવાની શીંગને અખબારમાં વીંટાળી રેફ્રિજરેટમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહેશે.

* રોટલી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે તેની કણક બનાવતી વખતે ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો. કણક એકદમ સોફ્ટ થશે. તેમાં થોડું પનીરનું છીણ ઉમેરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ ને નરમ બનશે.

* થોડા દિવસો માટે ફ્રિઝ બંધ રાખવું હોય તો એને ખાલી કરી સાફ કરી એમાં એક વાડકી મીઠું અને બીજી વાડકી કોફીની મુકી રાખવી જેથી ફુગ નહીં થાય તેમજ અખબાર પાથરી રાખવા જેથી ભેજ નહીં થાય.

* એક વાર ઉપયોગમાં લેવાયેલા તેલમાં ખાદ્યપદાર્થની વાસ આવતી હોય તો તેને દૂર કરવા તેમાં બટાકા તળી લેવા.

* અથાણાંને કાચની બરણીમાં રાખવાથી જલદી બગડતા નથી.

* મરચાં પાઉડરમાં થોડા પ્રમાણમાં હિંગ ભેળવવાથી આખું વર્ષ મરચાં પાઉડરનો રંગ તથા સ્વાદ બંને યથાવત રહે છે.

* દહીંવડા બનાવતી વખતે વાટેલી દાળમાં એકાદ – બે બાફેલા બટાકાના ટુકડા ભેળવવાથી દહીંવડા પોચા બને છે

* બ્રેડને તાજો રાખવા માટે ઘરમાં લઇ આવ્યા પછી એક એરટાઇટ બરણીમાં રાખવો.

* માખણની છાશ વધી હોય તો ખાંડવી બનાવવાના ઉપયોગમાં લેવી

* ગોળને પીગળી જતો અટકાવવા, ગોળની ભીલી પર ઘી ચોપડીને પાંચ-છ એલચી મૂકી દેવી.

* તાજા ખમણનો કોપરા પાક બનાવતી વખતે તેમાં માવો નાખવાથી વધુ સ્વાદિષ્ટ અને ભરેલો થાય છે.

* ઢોસાના તવા પર રીંગણાનો કે કાંદાનો કટકો રગડવાથી ઢોસા તવાને ચોંટતા નથી તેથી ઊતારવામાં સરળતા રહે છે.* હથેળી પર ઓલિવ ઓઇલ લગાડી લોટ બાંધવાથી લોટ હાથમાં ચોંટશે નહીં.

* માખણ કડક થઈ ગયું હોય અને તેનો ઉપયોગ તરત જ કરવાનો હોય તો કોઈ વાસણમાં પાણી ગરમ કરી માખણનું વાસણ તેમાં મૂકી દો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED