The Author Kanu Bhagdev અનુસરો Current Read ભેદ - - 15 By Kanu Bhagdev ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 143 ભાગવત રહસ્ય-૧૪૩ સ્કંધ-૬ નરકો ના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા... ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 7 પ્રેમચંદ અને મંટો એ હિન્દી ફિલ્મોને પોતાની પ્રતિભાથી ઉજાળી હ... ઓક્સિજન સોફ્ટવેર હવે, સાયબર ઠગો ઓક્સિજનથી ઝડપાશે : દિલ્હી પોલીસે ઇઝરાયલ અને ઓ... સંગતિ અને સત્સંગ સંગતી અને સત્સંગअसज्जनः सज्जनसंगि संगात्करोति दुःसाध्यमपीह स... નિતુ - પ્રકરણ 61 નિતુ : ૬૧(આડંબર) "નિતુએ અત્યારે આ રીતે મળવાનું કેમ નક્કી કર્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 15 શેયર કરો ભેદ - - 15 (346) 4.9k 9.6k 22 ભેદ કનુ ભગદેવ પર્દાફાશ...! કેપ્ટન ગુપ્તાના ગયા પછી થોડી વાર બાદ એ જ ખુરશી પર ડોક્ટર વોટસન બેઠો હતો.’મિસ્ટર વોટસન...!’ પડદા પાછળથી મેડમનો અવાજ આવ્યો, ‘એ પ્લોટ ખરીદવા માટે તમને પૂરેપૂરી રકમ આપી દેવામાં આવી છે. તો પછી હવે શું ઢીલ છે? પ્લોટ આવતીકાલે રજિસ્ટર થઈ જ જવો જોઈએ.’‘એ બધું થઈ જશે મેડમ! ફક્ત રજિસ્ટર થવાની જ રાહ જોવાય છે.’‘વારૂ, આપણી જરૂરિયાતની વસ્તુ એ પ્લોટ સિવાય બીજે ક્યાં સુધી ફેલાયેલી છે, ત કહી શકશો?’‘અરૂણ દેશપાંડેએ પોતાના ગાઈગર કાઉન્ટર દ્વારા એ જમીનની ચકાસણી કરી હતી અને તેની પાસેથી જ મને જાણવા મળ્યું હતુ કે શાંતિનગરની નીચે આવતી તસુએ તસુ જમીનમાં આપની વસ્તુ ફેલાયેલી છે.’‘ઓહ...વંડરફૂલ...! એટલી બધી...? ઉક્...ફક્ત થોડા જ કિલોગ્રામ આપણે મેળવી શકીએ તો કોણ જાણે કેટલાય દેશનો ખજાનો આપણો થઈ જાય. ગમે તેમ કરો મિસ્ટર વોટસન પણ આ કામ પાર પડવું જ જોઈએ, લક્ષ્મીદાસને તૈયાર કરી લો.’‘જોકે આશા તો નથી જ! પણ એ કદાચ ન માને તો?’‘તો પછી તેનો વારસદાર આ સોદો કરશે, મારો આ નિર્ણય અફર છે.’‘અર્થાત્, લક્ષ્મીદાસનું ખૂન...?’‘હા...એ ચીજ મેળવવા માટે હું લક્ષ્મીદાસ તો ઠીક, અડધી દુનિયાના ખૂન કરાવવા તૈયાર છું.’‘યસ મેડમ, હું પૂરેપૂરો પ્રયાસ કરીશ!’ વોટસને પોતાના સૂકાતા હોઠ પર જીભ ફેરવી.ત્યારબાદ મેડમ ચાલી ગઈ.વોટસન થોડીવાર સુધી ત્યાં જ ઊભો રહ્યો.પછી એ ઊભો થઈને જવાની તૈયારી કરતો હતો ત્યાં જ એક અવાજ તેના કાને અથડાયો.‘તો હવે શેઠ લક્ષ્મીદાસને ત્યાં જ જશો એમને?’વોટસન ચમક્યો.ત્રીજા માણસની હાજરીના અભાવે ત્યાં બોંબ વિસ્ફોટની ગરજ સારી હતી અને જ્યારે એ ખૂંખાર માનવીના ચહેરા પર વોટસનની નજર પડી ત્યારે તો એકદમ ધ્રુજી ઊઠ્યો.‘ક...કોણ છો તમે...? અહીં કેવી રીતે આવ્યા?’‘મારુ નામ માઈકલ છે...! ખેર, હવે તમે જ મારી સાથે ચાલો...’ માઈકલે દરવાજા સામે આંગળી ચીંધી, ચાલો...’માઈકલની રિવોલ્વર સામે વોટસન લાચાર હતો.***‘તું કોણ છો?’ કાચમાં એક પડછાયાને જોતાં જ મેડમે ચીસ જેવા અવાજે પૂછ્યું, અહીં શું કરે છે?’‘મને ન ઓળખ્યો તેં...? કમાલ કહેવાય...?’ આકૃતિએ પોતાના ચહેરા પરથી નકાબ કાઢી નાખતા કટાક્ષભર્યા અવાજે કહ્યું, ‘હું કિશોર...મારી મધુને શોધું છું...!’‘મધુ...? અહીં કોઈ જ મધુ-બધુ નથી. તુ ભૂલથી જ એક શરીફ માણસના ઘરમાં આવી ચડ્યો છે. એટલે તારે સીધી રીતે ચાલ્યા...’‘ચાલ્યા જવું જોઈએ એમ જ ને? પરંતુ તમે આ શરીફ ઘરમાં રહો છો એટલે હું તમને એક શરીફ મહિલા વિશે જ પૂછપરછ કરું છું. મીનાક્ષીને તો આળખતા જ હશો...?’‘મીનાક્ષી...?’‘હા...અને...’ કિશોરનું વાક્ય અધૂરું રહી ગયું.અચાનક મેડમના હાથમાં કોણ જાણે ક્યાંથી રિવોલ્વર આવી ગઈ.પછી એણે ટ્રેગરે દબાવ્યું.રિવોલ્વરની નળીમાંથી ગોળીને બદલે ઝેરી ગેસ નીકળીને કિશોરના ચહેરા સાથે અથડાયો.વળતી જ પળે તે બેભાન થઈને ઢળી પડ્યો.મેડમે એના હાથમાં જકડાયેલી રિવોલ્વર કબજે કરી લીધી.‘હું અંદર આવું મેડમ...?’ સહસા એલિસનો અવાજ સંભળાયો.‘આવ...’ મેડમે જવાબ આપ્યો.‘તમે મને બોલાવી હતી મેડમ...? ડોક્ટર વોટસન...!’ સહસા એલિસની નજર નીચે પડેલા કિશોર પર સ્થિર થઈ ગઈ, આ, અહીં...?’‘કેમ...? ચમકી શા માટે કઈ એલિસ...?’ મેડમ કટાક્ષભર્યા અવાજે બોલી, ‘મારા માણસોની પક્કડમાંથી છટકી ગયેલા શિકારોને છેવટે હું જ ફસાવું છું. આ માણસે આપણને ઘણુ બધુ નુકસાન પહોંચાડ્યું છે. એ પોલીસનો માણસ હોય એવું મને લાગે છે. ખેર, હવે તે છટકી ન જાય એનું ખાસ ધ્યાન, રાખજે. હજુ ચોવીસ કલાકનો સમય છે. આ દરમિયાન લક્ષ્મીદાસનો ફેંસલો કરવાનો છે અને ત્યાં સુધીમાં વિશાળગઢથી શીંદેએ રવાના કરેલું કવર પણ મને મળી જશે.’‘શીંદે...? પણ કેપ્ટન ગુપ્તાના કહેવા મુજબ શીંદે શાંતિનગર પહોંચતાની સાથે જ પોલીકના હાથે પકડાઈ ગયો છે તો પછી એ કવર...’‘શીંદેના પકડાઈ જવાથી પણ કશો જ ફર્ક નથી પડતો.’ મેડમ તેને અટકાવીને વચ્ચેથી જ બોલી, ‘એટલા માટે કે તે ફક્ત અરૂણ દેશપાંડેને જ ઓળખે છે અને દેશપાંડે મૃત્યુ પામ્યો છે. ઉપરાંત શીંદે મજકુર કવર વિશાળગઢ જ પોસ્ટ કરી ચૂક્યો હતો. પરંતુ એક બીજી પાર્ટી પણ આપણા માર્ગ આડે આવી છે. બસ, તેના જ કારણે થોડી ચિંતા રહે છે. ખેર, હું બધું સંભાળી લઈશ અને...’મેડમની વાત પૂરી થાય એ પહેલાં જ ગોળી છુટવાનો અવાજ આવ્યો.વળતી જ પળે બત્તી ગુલ થઈ ગઈ.‘સાવધાન મેડમ...!’ આ અવાજ એલિસનો હતો.પછી તે અંધકારમાં જ બેભાન પડેલા કિશોર તરફ જવા લાગી.પરંતુ ત્યાંની જમીન ખાલી હતી.કિશોર ગુમ થઈ ગયો હતો.***આકાશની કાળી ચાદરમાંથી ડોકિયાં કરતા બે-ત્રણ તારલિયાના ઝાંખા અજવાળામાં એણે રસ્તાનો ઓળખવાનો પ્રયાસ કર્યો અને પછી છૂટકારાનો શ્વાસ લઈને ઝડપી પગલે જરા પણ અવાજ કર્યા વગર પાણીમાં ઘણા ઊંડાણ સુધી પથરાયેલી અને સપાટીથી ખૂબ જ ઊંચી-લાંબી ચટ્ટાન પર ચાલવા લાગ્યો.એ માનવી બીજું કોઈ નહીં પણ માઈકલ હતો.એના પાછળ પાછળ ચાલ્યા આવતા કિશોરનો શ્વાસ ફૂલી ગયો હતો. છતાંય તે થાકને ગણકાર્યા વગર આગળ વધી રહેવા માઈકલની સાથે થઈ જવાનો પ્રયાસ કરતો હતો.‘કિશોર, તારે થોડી વાર અહીં જ રોકવાનું છે. આ દરમિયાન જો કંઈ અવનવું બને તો તરત જ કોયલ જેવો ટહુકો કરીને મને સંકેત આપી દેજે.’‘જી, સારું...!’ કિશોરે પોતાના શ્વાસ પર કાબૂ મેળવતાં કહ્યું.માઈકલ પાણીના ભાગ તરફ આગળ વધીને અદશ્ય થઈ ગયો.કિશોર અંધકારમાં તાકી રહ્યો.આ ખોફનાક ચહેરાવાળા માઈકલનો હેત શો છે અને તે કંઈ શતરંજની જાળ પાથરી રહ્યો છે, એ તેને નહોતું સમજાતું.થોડીવાર બાદ એક મોટરબોટનો અવાજ આવ્યો.ત્યાર પછી માઈકલ બોટમાંથી કુદીને ઉપર આવ્યો.એના હાથમાં ગાંસડી જેવું કોઈક બંડલ હતું.‘આને ઓળખે છે કિશોર...?’‘આ...આ તો લાશ લાગે છે...!’ કિશોર ચમક્યો. પછી માઈકલે સળગાવેલા લાઈટરના પ્રકાશમાં એ માનવીનો ચહેરો ઓળખીને બોલી ઊઠ્યો, ‘અરે...આ તો એ જ માણસ છે કે જે પહાડીવાળા બંગલામાં માથું નમાવીને બેઠો બેઠો નકશાનું નિરીક્ષણ કરતો હતો.’‘બરાબર...!’ માઈકલ બોલ્યો, ‘આનું નામ ડોકટર વોટસન છે અને આ મરી નથી ગયો પણ ફક્ત બેભાન જ છે. હાલ તુરત કોઈ જાનવર તેને ઈજા ન પહોંચાડે એવા સ્થળે રાખવાનો છે. સવારે પોલીસ પોતે જ એની સાથે ફોડી લેશે.’કિશોરે કશું જ બોલ્યા વગર લાંબી ચાદરની ઝોળી બનાવી અને પછી માઈકલની મદદથી એક વૃક્ષની લાંબી, મજબૂત ડાળી સાથે ચાદરની બંને ગાંઠ સામસામી બાંધી દીધી.બીજી જ મિનિટે ડોકટર વોટસન ઊંચે બંધાયેલી હાલતમાં ઝૂલતો હતો.પળનોય વિલંબ કર્યા વગર માઈકલ કિશોરનો હાથ પકડીને પુનઃમોટરબોટમાં બેસી ગયો.ત્યારબાદ એણે બોટને સ્ટાર્ટ કરીને સામેની દિશામાં ઊભેલી સ્ટીમરના પાછળના ભાગ તરફ દોડાવી મૂકી.***સ્ટીમરના ડેક સળગતા ઓછા વોલ્ટેજના બલ્બના અજવાળામાં કામકાજ ચાલતું હતું.નીચે એન્જિન રૂમમાંથી બોઈલરમાં કોલસા ભરવાનો અવાજ સંભળાતો હતો.કંટ્રોલરૂમમાં કેપ્ટન ગુપ્તા કાન પર હેડફોન તથા આંખો પર નાઈટ ગ્લાસ ચડાવીને બંદરગાહને પોતાની સ્ટીમરની રવાનગીની સૂચના આપતો હતો.સામેની ડેક-ચેર પર બેઠેલી એલિસ સિગારેટ ફૂંકતી હતી.તે વારંવાર ડેકથી નીચ સુધી લટકતી સીડી તરફ જોતી હતી.તેની બેચેની પારખીને કેપ્ટન ગુપ્તા બોલ્યો, ‘વોટસનની ચિંતા છોડો. તે આવવો જ જોઈએ. કદાચ ન આવે તો પણ હવે તેના ખાતર આપણે અહીં રોકાઈ શકીએ તેમ નથી. આ દેશમાંથી આપણે દસ કરોડનો માલ લઈ જઈએ છીએ. બે ખૂબસુતર દુશ્મનો નફામાં...! લક્ષ્મીદાસના પ્લોટનો સોદો કમનસીબે નથી થઈ શક્યો. પણ મેડમ તેને લઈને દસેક મિનિટમાં જ સ્ટીમર પર આવવાની તૈયારીમાં છે. એ પ્લોટનો સોદો હવે હોંગકોંગમાં થશે. શાંતિનગરની ધરતી નીચે મેડમનો જે માલ છૂપાયેલો હતો, તેમાંથી થોડોઘણો તો આવી જ ગયો છે. લો...મેડમ આવે જ છે...સીડી તો બરાબર છે ને?’‘બધું બરાબર છે.’ એલિસ બોલી, ‘હું પોતે જ જઉં છું.’ તે ઊભી થઈને ડેક પર ચાલી ગઈ.કેપ્ટન ફોનનું રિસીવર ઊંચકીને નીચે એન્જિન રૂમમાં રવાના થવાની સૂચના આપવા લાગ્યો.નીચે ક્યાંકથી એક ભારે સાંકળ ગોળ ચરખામાં લપેટાતી હોય એવો અવાજ સંભળાતો હતો. કદાચ લંગર રાઉન્ડ વીલમાં વીંટાતુ હતું.એન્જિન રૂમમાં નાચી રહેલા પ્રોપેલરોનો ગડકડાટ છેક ડેક પર સંભળાતો હતો.થોડી મિનિટો પછી સ્ટીમર પાણીમાં આગળ સરકવા લાગી અને ત્યારબાદ ક્રમશઃ તેની સ્પીડ વધતી ગઈ.‘આવો મેડમ...!’ સ્ટીમરના ભંડકિયાની એક રૂમમાં વિચારવશ બની ગયેલી રજની મેડમ વિગેરેને જોઈને સ્મિત ફરકાવતાં બોલી, ‘એલિસ, તારી મેડમ બહું શરમાળ છે...હું આવી છું ત્યારથી જ એણે પોતાનો ચહેરો બુરખા પાછળ છૂપાવી રાખ્યો છે. તેનો ચહેરો જોવાની મને ઘણી જ ઈચ્છા છે...!’‘ઓહ...!’ રજનીના અવાજમાં સ્વસ્થતાનો રણકો જોઈ, તેની સામે આવીને મેડમ મગરૂરીથી બોલી, ‘તારો નાગપાલ તને છોડાવવા આવશે એવા ભમ્રમાં જ તું હજુ સુધી રાચતી લાગે છે. પણ તારી જાણ માટે...! આ સ્ટીમર શાંતિનગરના બંદરગાહથી ઘણે દૂર પહોંચી ગઈ છે.’‘હું એકલી જ તમને બધાને બસ થઈ પડીશ!’‘એમ...?’ મેડમ ક્રોધથી તાડુકી ઊઠી. પછી એ પીઠ ફેરવી, પાછળ ઊભેલા કેપ્ટનને ઉદ્દેશીને ક્રોધસહ બોલી, ‘આ કમજાતને બાંધીને પાણીમાં ફેંકી દો...!’પરંતુ આ પાછળ ફરવાનું જ તેને મોંઘું પડી ગયું.રજનીએ હવામાં કૂદકો માર્યો.બીજી જ પળે મેડમની રિવોલ્વર તેના કબજામાં હતી.કોઈ કશું સમજે એ પહેલાં જ તેના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી મેડમના લમણાને સ્પર્શવા લાગી.‘તમારી રિવોલ્વરો નીચે ફેંકી દો...!’ રજની કાળઝાળ ક્રોધખી બરાડી, ‘નહીં તો હમણાં જ તમારી આ મેડમના રામ રમી જશે.’એલિસ અને કેપ્ટને લાચાર બનીને રિવોલ્વરો નીચે ફેંકી દીધી.રજનીનું ધ્યાન પોતાના તરફ નથી એવો આભાસ એલિસને થયો.એણે કંઈક નવાજૂની કરવા માટે પગ ઊંચક્યો.વળતી જ પળે રજની રિવોલ્વરમાંથી ગોળી છૂટીને એના ઊંચકાયેલા પગમાં ચોંટી ગઈ.પીડાનો ચિત્કાર કરતી એલિસ ત્યાં જ ઢળી પડી.કેપ્ટન અને મેડમ હેબતાઈ ગયાં.એક વધુ ગોળી છૂટી અને બીજી જ પળે ત્યાં અંધકાર છવાઈ ગયો.અંધકારનો લાભ લઈને રજની બહાર નીકળી અને ઝપાટાબંધ કેબિનનું બારણું બંધ કરીને બહારથી સાંકળ ચડાવી દીધી. પછી તે સીડી તરફ દોડવા લાગી.સીડી પૂરી કરીને તે ડેક પર પહોંચી ગઈ.કુવાથંભની આડમાં છૂપાઈને તે કંટ્રોલ રૂમ સુધી જવાનો વિચાર કરતી હતી ત્યાં જ એક માનવઆકૃતિએ એણે કંટ્રોલરૂમના દરવાજા પાસે જોઈ.એના ચહેરા પર હર્ષ છવાઈ ગયો.હવે તેને કંટ્રોલરૂમ તરફ જવાની જરૂર નહોતી.ત્યાંથી એ સીધી જ એન્જિનરૂમ તરફ આવી.એન્જિનરૂમમાં એક માનવી ઘણી જ ચોકસાઈથી દિશા બદલવાના વીલને ફેરવતો હતો. એની પાછળ ઊભેલો એક બીજો માનવી સ્પીડલીવર દબાવતો હતો.રજની અવાક્ બની ગઈ.આ બંને માણસો સ્ટીમરના તો નહોતા જ...!સહસા તેના નસકોરામાં ભીની-મીઠી સુગંધ પ્રવેશી.તે વધુ વિચારે એ પહેલાં જ બેભાન થઈને ત્યાં જ ઢગલે થઈ ગઈ.બીજી તરફ---ભંડકીયાની રૂમના દ્વારને પારાવાર મહેનત પછી કેપ્ટન તોડી શક્યો હતો. ગુસ્સાથી થરથરતી હાલતમાં તે પોતાના માણસોને બૂમો પાડતો બહાર નીકળીને કંટ્રોલરૂમ તરફ જવા લાગ્યો.‘હેન્ડઝ અપ...!’ અચાનક તેની પીઠમાં રિવોલ્વરની નળીનો સ્પર્શ થયો.હાથ ઊંચા કરતાં કરતાં કેપ્ટન અચાનક જ એજી પર સ્ફૂર્તિથી પીઠ ફેરવી ગયો.બીજી જ પળે એના તોળાયેલા હાથનો પ્રચંડ મુક્કો સામે ઊભેલા માણસના જડબા પર ઝીંક્યો.એ એક ચિત્કાર સાથે જમીન પર ઢળી પડ્યો.‘ઓહ...આ તો કિશોર છે...!’ એનો ચહેરો ઓળખીને કેપ્ટન બબડ્યો, ‘મારા બાપ, અહીં તો આખી ગેંગ જ હાજર થઈ ગઈ લાગે છે.’બબડતો બબડતો તે એન્જિનરૂમમાં આવ્યો. પછી બારીની બહાર નજર કરતાં જ જે એકદમ ચમકી ગયો.સામે શાંતિનગરનું બંદર નજરે ચડતુ હતું.એ પોતાના માણસોને બૂમો પાડવા લાગ્યો.‘ધીમે કેપ્ટન...! ગળું ફાટી જશે...!’ બોયલર પાછળથી અવાજ આવ્યો અને પછી એક માણસ રિવોલ્વર સાથે બહાર નીકળી આવ્યો, ‘હેન્ડઝ અપ કેપ્ટન...! મારું નામ માઈકલ છે...!’એ જ વખતે કેપ્ટનના પ્રચંડ મુક્કાથી ક્ષણિક બેભાન બનેલો કિશોર અંદર ધસી આવ્યો.વળતી જ પળે એની રિવોલ્વર કેપ્ટનની પીઠ પર હતી.‘શાબાશ કિશોર, આ શયતાનું બરાબર ધ્યાન રાખજે...’ કહીને માઈકલ ઝડપથી ઉપર આવવા લાગ્યો.‘મેડમ...!’ તેના પર નજર પડતાં જ એલિસે જોરથી બૂમ પાડી, ‘સાવધાન...માઈકલ આવે છે...!’પરંતુ ચેતવણી આપવામાં તે મોડી પડી હતી.માઈકલે રિવોલ્વરથી એ બંનેને કવર કરી લીધી.‘મેડમ...! એ ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો, ’જરા પણ તીડીબાજીનો પ્રયાસ કરસો તો જીવ ગુમાવવો પડશે. ચૂપચાપ હું માગું તે વસ્તુઓ મને સોંપી દો.’‘કંઈ વસ્તુઓ...?’ મેડમ નંખાઈ ગયેલા અવાજે પૂછ્યું.‘એક રીબન, કે જે વાસ્તવમાં માઈક્રોફિલ્મની આખી રીલ છે. આ ફિલ્મમાં ભારતની પ્રતિરક્ષા સંબંધિત અગત્યના કેટલાય દસ્તાવેજો છે.’ માઈકલ બોલ્યો, ‘બીજું એક કોથળામાં પૂરી એકસો કિલો માટી છે. જેની કિંમત એનાથી સો ઘણા વજનના સોના જેટલી છે. કારણ, એમાં અણુશક્તિનું મુખ્ય મટીરીયલ યુરેનિયમ છે. આની જ શોધમાં અરૂણ દેશપાંડે લાગ્યો હતો. એ બિચારાનું ખૂન તારા સંકેતથી એલિસના હાથેથી થઈ ચૂક્યું છે. એલિસ તારી આસિસ્ટન્ટ નહીં, પણ ચીનની ઈન્ટેલિજેન્સના એક ઓફિસર વાનસી વાનની પુત્રી છે મેડમ ઊર્ફે મીનાક્ષી...!’જાણે પગ પાસે બોંબ ફૂટ્યો હોય એ રીતે મેડમ ઊર્ફે મીનાક્ષી ચમકી ગઈ.‘તમારા બધાનો ખેલ હવે પૂરો થશે. હવે મારો વારો આવ્યો છે.’ માઈકલ કહેતો ગયો, ‘મીનાક્ષી, તું ચૂપચાપ એ માઈક્રોફિલ્મ મારે હવાલે કરી દે. લક્ષ્મીદાસ મારા કબજામાં જ છે! એના પ્લોટો હવે હું જ ખરીદી લઈશ અને પછી તુ હોંગકોંગના જે એજન્ટ સાથે તેનો સોદો કરવાની હતી, એ હું કરીશ અને...’ માઈકલ પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં એલિસ વિજળીવેગે અચાનક જ માઈકલને ધક્કો મારીને રેલિંગ તરફ દોડી ગઈ.પરંતુ વળતી જ પળે માઈકલની રિવોલ્વરમાંથી છૂટેલી બીજી ગોળીએ તેનો બીજો પગ પમ નકામો બનાવી દીધો.તક જોઈને મીનાક્ષી પણ તેની પાછળ દોડી. પરંતુ અંધારા ખૂણામાં છૂપાઈ ને બેઠેલા દિલીપે તેને પકડી લીધી.‘શાબાશ...!’ માઈકલ બોલ્યો, ‘એના હાથ-પગ બાંધીને તારી બાજુમાં પડેલી સ્ત્રીને ભાનમાં લાવવાનો પ્રયાસ કર...!’ માઈકલે બેભાન હાલતમાં પડેલી રજની તરફ આંગળી ચીંધી.પછી તે પુનઃએન્જિનરૂમમાં જવા માટે રવાના થઈ ગયો.સ્ટીમર હવે શાંતિનગર બંદરથી ફક્ત પાંચ માઈલ દૂર રહી હતી.એન્જિનરૂમમાં જઈને એણે જોયું તો કિશોરે કેપ્ટનને એક ખુરશી સાથે બાંધી દીધો હતો.બંને ત્યાંથી તાબડતોબ પુનઃ દિલીપ પાસે પાસે પાછા ફર્યા.રજની ભાનમાં આવી ગઈ હતી.એની પાસે જ શાંતા તથા શેઠ લક્ષ્મીદાસ ઊભા હતા.‘તમે આવી ગયા મિસ્ટર માઈકલ...?’‘હા...પણ પહેલાં મને મેડમ ઊર્ફે સ્વ.દિનાનાથની વિધવા મીનાક્ષી સાથે વાતો કરી લેવા દો...!’રજની, કિશોર અને લક્ષ્મીદાસ સહિત દિલીપ તથા શાંતા પણ ચમકી ગયા.‘કિશોર...’ માઈકલ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘આ મેડમ પણ છે અને મીનાક્ષી તથા મધુ પણ...! છેલ્લા બે વર્ષથી તે ભારત આવીને સ્થિર થઈ છે. વાસ્તવમાં તે ચીન વતી ભારતમાં જાસૂસી કરે છે. દુનિયામાં એના જેવી બાહોશ અવાજ બદલનારી, રૂપ બદલનારી અને એકટીંગ કરનારી એક પણ અજોડ અભિનેત્રી થઈ નથી અને આવતા વર્ષોમાં થશે કે કેમ તે એક શંકાની વાત છે. હું. પોતે માંડમાંડ તેના સાચા રૂપને ઓળખી શક્યો છું. એના રૂપ-સ્વરૂપની તો કેટલીયે વાતો છે. તે કહેવાનો અત્યારે સમય નથી.’ અને પછી દિલીપ તરફ ફરીને એ પોતાના સાચા સ્વરૂપની તો કેટલીયે વાતો છે. તે કહેવાનો અત્યારે સમય નથી.’ અને પછી દિલીપ તરફ ફરીને એ પોતાના સાચા અવાજમાં બોલ્યો, ‘આ કેસમાં તેં ઘણું સારું કામ કર્યું છે પુત્તર...!’શાંતા તથા કિશોર એકદમ ચમકી ગયા.અને દિલીપ...?’એની તો વાત જ જવા દો...!એ આંખો ફાડી ફાડીને માઈકલના ચહેરા સામે તાકી રહ્યો.એના ચહેરા પર નર્યાનિતર્યા અચરજ અને અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા હતા.જ્યારે રજનીનો ચહેરો ભાવહીન હતો.‘અંકલ, તમે..?’ દિલીપના મોંમાંથી આશ્વર્યોદ્દગાર સરી પડ્યો.‘હા, પુત્તર, હું જ છું...!’ કહીને માઈકલે પોતાનો ચહેરા પરથી ચામડી કલરનો રબ્બરનો બનાવટી ફેસ્માસ્ક કાઢીને એક તરફ ફેંક્યો.હવે સૌની સામે તેમનો ચિર-પરિચત સેન્ટ્રલ ઈન્ટેલિજેન્સ ડિપાર્ટમેન્ટનો ચીફ ઈન્સ્પેક્ટર મેજર નાગપાલ ઊભો હતો.એને જોઈને મેડમ ઊર્ફે મીનાક્ષી બેભાન થઈ ગઈ.***ચીફ ઓફ સ્ટાફ મિસ્ટર મહેતાની ઓફિસમાં કિશોર, આનંદ (જે વાસ્તવમાં સૈયદ તથા ધીરજ હતા), રજની પરમાર, શાંતા અને કૈલાસ મહતા ઉર્ફે દિલીપ બેઠો હતો.મીનાક્ષી પણ એક ખુરશી પર બેઠી હતી.એનો ચહેરો પીળો પડી ગયો હતો.સૌ નાગપાલનો ખુલાસો સાંભળવા માટે આતુર હતા.છેવટે તેમની આતુરતાનો અંત આવ્યો.નાગપાલ ગંભીર અવાજે કહેવાની શરૂઆત કરીઃ‘આ કેસ અંગે હું ટૂંકમાં જ કહીશ અને જે વાતો આપ સૌ જાણો છો, તે ન કહેતાં બાકીની વાતો જ કહીશ. આ કેસની સફળતાનો મોટા ભાગનો યશ રજની, શાંતા, દિલીપ, સૈયદ તથા ધીરજના ફાળે જાય છે. હા...તો આપણા દેશની પ્રગતિ તથા સ્વતંત્રતા કેટલાક દુશ્મન રાષ્ટ્રોને આંખોમાં કણાની જેમ ખૂંચે છે. ખાસ કરીને ચીનને...! આ કેસ પણ તેનું જ એક અંગ છે. આખાયે કાવતરાનું કાર્યક્ષેત્ર વિશાળગઢ તથા શાંતિનગર હતા. નવા બંદરગાહ શાંતિનગરની જમીન નીચે યુરેનિયમ મળવાની શક્યતા છે, એવા સમાચાર ત્યાંના એક સ્થાનિક તથા થર્ડક્લાસ સાપ્તાહિકમાં પ્રગટ થયા હતા. એ સાપ્તાહિકમાં મોટે ભાગે સેકસના લેખો આવતા હોવાથી લોકો તેમાં પ્રગય થનારા સમાચારોને ગંભીરતાની દષ્ટિએ નહોતા જોતા. એમાં જ એક એ સમાચાર પણ હતા કે કોઈ ડોક્ટર અરૂણ દેશપાંડે ત્યાંની જમીનની માટીની ચકાસણી કરી રહ્યો છે. આ બે સમાચારો પર જ્યારે મારી નજર પડી ત્યારે મને તેમાં રસ જાગ્યો. પછી મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે સરકાર તરફથી શાંતિનગરની જમીનની ચકાસણી માટે કોઈનીયે નિમણૂંક કરવામાં નથી આવી. પરિણામે મને અરૂણ દેશપાંડે પર શંકા ઉપજી. મેં તરત જ દિલીપને શાંતિનગર મોકલી દીધો. શાંતા ત્યાર પહેલાં જ ત્યાંની મેથીના હોટલમાં રૂબીના રૂપમાં કામે લાગી ગઈ હતી. પછી મેં મારી રીતે તપાસ શરૂ કરી. ટૂંક સમયમાં જ મને જાણવા મળ્યું કે ભારતની સુરક્ષા સંબંધિત અમુક અગત્યના દસ્તાવેજો ચોરાઈ ગયા છે અને તેનો સોદો શાંતિનગરમાં થવાનો છે. આ વાત જાણવા મળતાં જ હું શાંતિનગર પહોંચી ગયો અને માઈકલના મેકઅપમાં એ જ હોટલમાં મુસાફર તરીકે રહેવા લાગ્યો. ગુનેગારોને પકડવા માટે અમારે સૌએ અલગ અલગ રહીને કામ કરવું જોઈએ એવું મને લાગ્યું હતું. માઈકલ રૂપમાં તેમની સામે આવીને મેં તેમના મનમાં ઠસાવી દીધું કે મને પણ એ જ ચીજવસ્તુમાં રસ છે અને મારો આ દાવ સફળ થયો એનો મને આનંદ છે! એલિસ, કેપ્ટન ગુપ્તા આપણા હાથમાં છે. ઉપરાંત આપણા દેશની આઝાદીને જોખમમાં મૂકી દેવાનું કાવતરું રચનારી મેડમ ઊર્ફે મીનાક્ષી કુશળ અભિનેત્રી છે. રજની પણ તેને ન ઓળખી શકી તો બિચારા ધીરજનું ગજું કેટલું? એ કિશોરના મેકઅપમાં તેની પાસે રહ્યો હતો. ઓછામાં ઓછું મારે તેને તેનાી અભિનય શક્તિ માટે તો દાદ આપવી જ જ પડશે. ખેર, હું કહ્યું તેમ મીનાક્ષી ચીન વતી જાસૂસી કરતી હતી. એ વિશાળગઢ આવીને સ્થિર થઈ અને પછી સર દિનાનાથના પરિચયમાં આવી.’ કહીને નાગપાલ મીનાક્ષીને ઉદ્દેશીને બોલ્યો, ‘મારી વાત સાંભળે છે ને?’મીનાક્ષી ચૂપ રહી.નાગપાલ પાઈપ સળગાવવા માટે અટક્યો.સૌ તેના બોલવાની રાહ જોવા લાગ્યા.નાગપાલે પાઈપ પેટાવી.પછી બે-ત્રણ કસ ખેંચ્યા.એના ચહેરા પર રાહત અને આત્મિક સંતોષના હાવભાવ છવાઈ ગયા.ત્યારબાદ એણે ફરીથી શરૂઆત કરીઃ‘સાંભળ...! તારાં તથા સર દિનાનાથનાં લગ્ને કરી લીધાં. આ બધું કાવતરું તે એટલા માટે કર્યું હતું. એની મારફત જ તું એ ફોર્મ્યુલા મેળવી શકે તેમ હતી કે જેનાથી આપણા દેશની બનાવટના નવા વિમાનો દુશ્મન રાષ્ટ્રોના રડાર સિસ્ટમથી અદશ્ય રહી શકે તેમ હતા. તું સર દિનાનાથની ફેક્ટરીમાં પણ આવ-જા કરતી હતી અને ત્યાં જ તારી નજર શીંદે પર પડી કે જે વૈજ્ઞાનિક હોવા છતાંય તેને પ્રોડક્સન આસિસ્ટન્ટ બનાવી દેવામાં આવ્યો હતો. તે એને પણ તારા મોહપાશમાં ફસાવી લીધો. એ ફોર્મ્યુલામાં તું હદ બહાર રૂચિ લેવા માંડી ત્યારે સર દિનાનાથને તારા પર શંકા આવી અને એ જ કારણે તેં એમનું ખૂન કરી નાખ્યું.’‘અંકલ...એ તો જાણે સમજ્યો, પણ બળવંતની પત્ની માલતીનું ખૂન કોણે ને શા માટે કર્યું?’ અચાનક જ રજની વચ્ચેથી બોલી ઊઠી.‘એનું ખૂન પણ સર દિનાનાથના ખૂનને છૂપાવવા માટે મીનાક્ષીએ જ કર્યું હતું. માત્ર એનું જ શા માટે? રાધાનું ખૂન પણ એણે જ કર્યું હતું. મીનાક્ષી...!’ નાગપાલે મીનાક્ષી સામે જોયું, ‘રજનીને તારા પર શંકા જરૂર આવી પણ ત્યાં જ મધુની માયાજાળ ઉત્પન્ન કરીને તું કિશોર એટલે કે મારા એક સહકારી ધીરજ સાથે ત્યાંથી શાંતિનગર આવી, કાવેરી પાસેથી તને જાણવા મળ્યું કે ત્યાં ઘણી જ ગરબડ ઊભી થઈ છે. ત્યાં જ તારી મુલાકાત કેપ્ટન ગુપ્તા અને એલિસ સાથે થઈ. એ બંનેને તેં તારા પક્ષમાં ખેંચી લઈને ઘણા બધા ભેદો જાણી ચૂકલા અરૂણ દેશપાંડેનું ખૂન કરી નાખ્યું. તારો ઈરાદો ચીનને આ દસ્તાવેજો તથા ફોર્મ્યુલા અને માઈક્રોફિલ્મ વેચીને કરોડો રૂપિયા મેળવીને હંમેશને માટે સ્વીટ્ઝરલેન્ડ ચાલ્યા જવાનો હતો. પરંતુ અફસોસ કે તું હવે સ્વીટ્ઝરલેન્ડને બદલે ફાંસીના માંચડે જઈશ. સર...’મહેતા સાહેબે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.નાગપાલે ગજવામાંથી એક પેકેટ કાઢીને તેની સામે લંબાવ્યું.‘આ શું છે?’ મહેતા સાહેબે પૂછ્યું.‘આ પેકેટમાં માઈક્રોફિલ્મ તથા દસ્તાવેજો અને ફોર્મ્યુલા છે, એને સાચવીને જે જે વિભાગમાં મોકલી આપજો.’‘વેલડન નાગપાલ...! તારા જેવા સાચા દેશભક્ત પર મને ખૂબ જ ગર્વ છે!’ મહેતા સાહેબના અવાજમાં પ્રશંસાનો સૂર હતો.‘અને અમારા પર નથી સર...?’ દિલીપે આદર મુજબ મમરો મૂક્યો.‘તમારા પર પણ...!’પરંતુ દિલીપની પૂછવાની અદા કંઈક એવી હતી કે મીનાક્ષી સિવાય સૌ ખડખડાટ હસી પડ્યાં. [સમાપ્ત] ‹ પાછળનું પ્રકરણભેદ - - 14 Download Our App