ભેદ - - 14 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ - - 14

ભેદ

કનુ ભગદેવ

  • વિદેશી નૃત્યાંગના...!
  • કિશોર ભાનમાં આવી ગયો હતો.
    ‘હવે તબિયત કેમ છે કિશોર...?’ માઈકલે સ્મિત ફરકાવીને કોમળ અવાજે પૂછ્યું.
    ‘હવે સારું છે, પણ આપ...?’ આંખ ઉઘાડતાં જ જે ચહેરો સામે આવ્યો એ જોઈને કિશોર ગભરાઈને ચૂપ થઈ ગયો.
    ‘તારું ગ્લાઈડર મારી જ બોટ પર પડવાનું હતું. પરંતુ આપણા સદ્દનસીબે એ પાણીમાં પડ્યું અને આપણે બંને બચી ગયા. ખેર, બોલ, શું પીવું છે ચા-દૂધ કે કોફી?’
    ‘કોફી જ ઠીક રહેશે.’ કિશોર બેઠા થતાં કહ્યું, ‘શું હું મારા પ્રાણરક્ષકનો પરિચય જાણી શકું છું?’
    ‘મારું નામ માઈકલ છે...! તારા માટે હાલ તુરત આટલું જ બસ છે!’ માઈકલ બોલ્યો, ‘જ્યારે આ અકસ્માત થયો ત્યારે તું ડોકટર વોટસનનો મહેમાન હતો ખરું ને?’
    ‘અકસ્માત....? હા...એને અકસ્માત જ કહી શકાય...! અને આ ડોક્ટર વોટસન કોણ છે?’
    ‘તો શું પેલા પહાડ ઉપર આવેલા મકાનમાંથી ગ્લાઈડર સાથે નહોતો ઊડ્યો...? એ મકાન ઈતિહાસના પ્રસિદ્ધ ડોકટર વોટસનનું છે!’ માઈકલ સહેજ ચમકીને બોલ્યો.
    ‘ઊડ્યો હતો તો એ જ મકામમાથી...પણ...પણ એ મકાન કોનું છે, તેની મને ખબર નથી. તેમાં કોઈ પુરુષ રહે છે કે કેમ તે વિશે પણ હું કશું જાણતો નથી. કારણ કે થોડા દિવસોથી કેદ દરમિયાન મેં ત્યાં ફક્ત ત્રણ સ્ત્રીઓ જ જોઈ છે.’
    ‘હા...બનવાજોગ છે...! કારણ કે એકલવાયો દેખાતો ડોક્ટર વોટસન કોઈ ને મળવાનુ પસંદ નથી કરતો.’ માઈકલ બોલ્યો, ‘પણ તારા જેવો માણસ આમ કેદમાં ચૂપ પડ્યો રહે એ વાત મારે ગળે નથી ઊતરતી.’
    ‘જો ચૂપ બેસી રહ્યો હોત તો આમ ગ્લાઈડર લઈને સમુદ્રમાં ક્યાંથી કૂદી પડ્યો હોત?’
    ‘બરાબર છે...પરંતુ તારે મીનાક્ષીને એકલી નહોતી મૂકવી જોઈતી.’
    કિશોર ચમકીને માઈકલના ભયંકર ચહેરા સામે તાકી રહ્યો.
    એ કંઈક બોલવા જતો હતો ત્યાં જ કોફી આવી.
    ‘આપ...આપ તો મારે વિશે ઘણું બધું જાણતા લાગો છો. અગાઉ ક્યારેય આપણી મુલાકાત નથી ગઈ. તો પછી...’
    જવાબમાં માઈકલે સર દિનાનાથના બંગલાથી માંડીને ઈતિહાસના ડોકટર વોટસનના મકાન સુધી પહોંચ્યા સુધીની વાત કિશોરને જણાવી દીધી. પછી હસીને પૂછ્યું, ‘પરંતુ મને એ નથી સમજાતું કે તને વોટસનના જ મકાનમાં શા માટે કેદ કરવામાં આવ્યો હતો? મીનાક્ષી વિશે પણ હું વધારે નથી જાણતો એટલે તેને પણ શા માટે કેદ રાખવામાં આવી છે, એ વાત પણ મને નથી સમજાતી!’
    કિશોર સ્તબ્ધ બનીને માઈકલના ચહેરા સામે તાકી રહ્યો હતો.
    એ મનોમન તેને શયતાન જેવો સમજતો હતો.
    ‘તું મને શયતાન માને છે ખરું ને...?’ જાણે એના મનોભાવ પારખી ગયો હોય એમ માઈકલ સ્મિત ફરકાવીને બોલ્યો, ‘કહેતો હો તો હું તારું પોતે પણ જાણતો હોઈશ. હવે એટલું યાદ કર કે તેં એ મકાનમાં કોઈ લાંબા માણસને જોયો હતો?’
    ‘હા...યાદ આવ્યું...! એક લંબૂસ ટેબલ પર એક મોટો નકશો પાથરીને તેનું અવલોકન કરતો હતો, ત્યારે મેં તેને જોયો હતો.
    અલબત્ત, હું તેને સ્પષ્ટ રીતે નહોતો જોઈ શક્યો. મારો કેમેરો સમુદ્રમાં પડી ગયો નહીં તો...’
    ‘એ કેમેરો તો મારી પાસે છે પરંતુ એની અંદરની ફિલ્મ ખરાબ થતાં બચી ગઈ હશે તેનો મને ભરોસો નથી.’ માઈકલ બોલ્યો, ‘ખેર, એ તો હું પછી જોઈ લઈશ. વારું, એ નકશો જોયો હતો?’
    ‘હા...’
    ‘શું હતું એમાં...?’
    કિશોર જે જે યાદ આવતું ગયું, એ તેને કહેતો ગયો.
    એની વાત સાંભળીને માઈકલની આંખોમાં ચમક પથરાઈ ગઈ.
    ‘હાલ તુરત આટલું બસ છે...!’ છેવટે એ બોલ્યો, ‘હવે તારે થોડા દિવસો સુધી અહીં જ રહેવાનું છે.’
    ‘કેમ...?’
    ‘એટલા માટે કે બહાર તારે માટે જોખમ છે. હવે જો તું એ લોકોની ચુંગાલમાં ફસાઈ જઈશ તો તેઓ તને કોઈ કાળે જીવતો નહીં રાખે. અહીં તને કોઈ જાતની તકલીફ નહીં પડે! બેસ આરામથી પડ્યો રહે.’ કહીને માઈકલ ચાલ્યો ગયો.
    એની પાછળ ઓટોમેટીક દરવાજો બંધ થઈ ગયો.
    પોતે ઉલમાંથી નીકળીને ચુલમાં આવી પડ્યો છે, એવું કિશોરને લાગ્યું.
    પણ પછી પોતાની જાતને સંજોગોના હવાલે કરીને તે આરામથી સૂઈ ગયો.
    ભયંકર ચહેરાવાળા માઈકલ વિશે તે આરામથી જ વિચારવા માંગતો હતો.
    ***
    માઈકલનો કેટલાય દિવસથી પત્તો નહોતો અને એના ગુમ થવાથી દિલીપ ખૂબ જ પરેશાન હતો. કારણ કે એણે પત્ર દ્વારા દિલીપને મેરીના હોટલ છોડી દેવાની સૂચના આપી હતી.
    બીજી તરફ કાવેરીને કારણે પણ તે વ્યાકુળ થઈ ગયો હતો. કારણ કે એ પણ ગુમ થઈ ગઈ હતી.
    શું કરવું ને શું નહીં, એ તેને કંઈ સમજાતું નહોતું. પરુંત આગળ વધી શકાય એવું એક પણ સૂત્ર અત્યાર સુધીમાં તે નહોતો શોધી શક્યો.
    એ કેટલીયે વાર સુધી હોટલની બહાર સડક પર આંટા મારતો રહ્યો.
    આખા શાંતિનગરમાં ઠેકઠેકાણે મિસ એલિસની જ વાતો થતી હતી.
    એલિસનો પ્રોગ્રામ આજે સાંજે પટેલ રોડ પર થવાનો હતો.
    પોતાના થાકેલા શરીર અને મનને આરામ આપવાના હેતુથી દિલીપે આજે સાંજે એલિસનો પ્રોગ્રામ જોવાનું નક્કી કર્યું. સાથે જ રૂબીને લઈ જવાનો પણ નિર્ણય કર્યો.
    કાવેરીના ગુમ થયા પછી હવે તેની નજર રૂબી પર પડી હતી.
    ગુનેગારો સુધી હવે રૂબી મારફત જ પહોંચી શકાય તેમ છે એવું તેને લાગ્યું.
    હોટલ પર પહોંચતાં જ એને જાણવા મળ્યું કે અત્યારે રૂબીની ડ્યુટિ નથી.
    એ પોતાના રૂમ તરફ ચાલતો થયો.
    પરંતુ રૂમનો દરવાજો ઉઘાડતાં જ તેનું દિમાગ ચકરાવે ચડી ગયું.
    આંખોમાં નર્યા અચરજ અને અવિશ્વાસના હાવભાવ છવાઈ ગયા.
    સામે જે યુવતી ઊભી હતી એનો અડધો ચહેરો રૂબીનો અને અડધો શાંતાનો હતો.
    એણે હજુ સુધી પૂરેપૂરો મેકઅપ નહોતો કર્યો તે સ્પષ્ટ રીતે દેખાઈ આવતું.
    ‘અરે...આ શું...? આ હું શું જોઉં છું...?’ દિલીપે અંદર પ્રવેશતાં પૂછ્યું, ‘તું વાસ્તવામાં કોણ છે? રૂબી કે શાંતા...?’
    ‘રૂબી અને શાંતા બંને...!’ શાંતાએ સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો.
    ‘હેં...? મારી આંખોનું તેજ ઓછું થઈ ગયું હોય એવું મને લાગે છે!’
    ‘એ તો પહેલાંથી જ ચાલ્યું ગયું છે, એમ કર...! આંજણ આંજવાનું શરૂ કરી દે...!’
    ‘તું જેમ કહીશ, એમ જ હવે તો કરવું પડશે. આ નાલાયક આંખોનો ઈલાજ હવે તો કરવો જ પડશે કારણ કે એ પોતાની શકીલ પરસાદની અમ્માને પણ ઓળખી શકતી નથી.’ દિલીપ બોલ્યો, ‘પણ ડીયર, તારે આ રીતે તારી જાતને છૂપાવીને જોખમ વહોરવાની જરૂર નહોતી.’
    ‘કેવું જોખમ...?’
    ‘જો તને રૂબી સમજીને મેં તારી સાથે લગ્ન કરી લીધાં હોત અને લગ્નની પહેલી જ રાત્રે મેં તારું ખૂન કરી નાખ્યું હોત તો શું થાત...?’
    ‘અરે, જા જા...તું ખૂન કરવાનો વિચાર કરત એ પહેલાં તો હું જ તારું ખૂન ન કરી નાખત...?’
    ‘મારું ખૂન તો પહેલાંથી જ થઈ ચૂક્યું છે ડીયર, હવે કેટલી વાર ખૂન કરીશ?’
    ‘સારું, હવે બકવાસ બંધ કર...જા અને મને મેકઅપ કરવા દે. જો કોઈ આવી હાલતમાં મને જોઈ જશે તો હું જોખમમાં આવી પડીશ.’
    ‘ડીયર...બનાવો જેટલી ઝડપથી બને છે એ જોતાં તો મને એમ જ લાગે છે કે આપણે બંને ઓળખાઈ ગયા છીએ અને જોખમનાં વાદળો આપણાં પર ઘેરાઈ રહ્યાં છે. આપણા પર થયેલા હુમલાઓ એ વાતનો પુરાવો છે.’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘અને હવે આ હોટલમાં રહેવાનું આપણા માટે હિતાવહ નથી એટલે આપણે તાબડતોબ અહીંથી વંજો માપી જવો જોઈએ.’
    ‘પરંતુ ક્યાં જઈશું?’
    ‘તું બેફિકર રહે, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે.’
    ત્યારબાદ દિલીપ શાંતાને લઈને માઈકલે આપેલા સરનામે પહોંચી ગયો.
    ત્યાં થોડી વાર રોકાયા બાદ બંને પટેલ રોડ જવા માટે રવાના થઈ ગયા.
    પટેલ રોડ પર સાંજથી જ વધુ ભીડ હતી. ટ્રાફિક કંટ્રોલ કરનારા પોલીસમેનો કાળજીપૂર્વર આવ-જા કરી રહેલાં વાહનોને ક્લીયરિંગ આપતા હતા. પગપાળા જનારાઓ, સાઈકલ-સવારો અને સ્કૂટરોની લાંબી કતાર જામી ગઈ હતી. આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવી ચૂકેલી નર્તકી મિસ એલિસ આજે માત્ર શાંતિનગરમાં જ નહીં, ભારત ખાતે પણ પહેલી જ વાર પોતાનો પ્રોગ્રામ રજૂ કરવાની હતી.
    જે હોલમાં એલિસનો પ્રોગ્રામ રજૂ થવાનો હતો, દરવાજા પાસે પહોંચતા જ દિલીપ તથા શાંતા ચમક્યા.
    તેમણે એક કારમાંથી રજનીને ઊતરતી જોઈ હતી.
    રજનીએ પણ એ બંનેને જોઈ લીધાં હતાં.
    પરંતુ પછી એ બંને તરફ નજર સુદ્ધાં કર્યા વગર તે અંદર ચાલી ગઈ.
    ‘આનો અર્થ એ થયો કે અંકલ પણ આટલામાં જ ક્યાંક હોવા જોઈએ.’ દિલીપ ધીમા અવાજે બોલ્યો.
    ‘આવું તું ક્યાં આધારે કહે છે?’
    ‘રજની અહીં છે એટલે અંકલ પણ અહીં જ હોવા જોઈએ.’
    ‘ખેર, એ તો પછી ખબર પડશે. ચાલ...’
    અંદર હોલમાં એક તરફ સ્ટેજ હતું અને સામે આરામદાયક ખુરશીઓની લાંબી કતાર હતી. વર્દીધારી વેઈટરો હાથમાં ટ્રે ઊંચકીને અવાજ કર્યા વગર મહેમાનોને તેમના મનપંસદ પીણાઓ પહોંચાડતા હતા. રણકતા હાસ્યો વચ્ચે વાતો પણ થતી હતી. લોકો રહી રહીને અત્યંત બેચેનીથી ઘડિયાળમાં સમય જોતા હતા. થોડી વાર બાદ અચાનક જ હોલની ઘડિયાળમાં નવ ટકોરા પડ્યા.
    લોકોની ઉત્સુક નજર હોલના દરવાજા પર જડાઈ ગઈ.
    એક બેહદ સુદર અને ખૂબસુરત દેહની મલિકા શેઠ લક્ષ્મીદાસ ઠક્કરના હાથમાં હાથ મૂકીને અંદર પ્રવેશતચી હતી.
    લોકોના તો ઠીક, જાણે હોલના ધબકારા પણ ઘડીભર માટે થંભી ગયા. પૂરા વાતાવરણમાં ફક્ત એરકંડીશનરનો જ ઓછો અવાજ સંભળાતો હતો.
    ‘આભાર...!’ આપ સૌ થોડી ધીરજ રાખો...!’ ચાંદીની ઘંટડી જેવો સુંદર અવાજ એલિસના પાતળા, સુરેખ અને ગુલાબી હોઠ વચ્ચેથી બહાર નીકળ્યો.
    અને હોલમાં થંભી ગયેલા ધબકારા ફરીથી શરૂ થયા. ખૂબસુરતીના બોંબના પહેલા હુમલામાંથી લોકો સ્વસ્થ થાય એ પહેલાં જ એલિસ સ્ટેજના પડદા પાછળ અદશ્ય થઈ ગઈ.
    હોલમાં ઈન્સ્પેક્ટર લાડવાની બાજુમાં બેઠેલી રજની પર એલિસના સૌદર્યનો જરા પણ પ્રભાવ નહોતો પડ્યો. ઊલટું એને જોઈને તે ખૂબ જ ચમકી ગઈ હતી. એલિસને પોતે આ પહેલાં પણ ક્યાંક --એટલે કે અહીં ભારતમાં જ કોઈક સ્થળે જરૂર જોઈ છે એવો ભાસ તેના દિમાગમાં સળવળતો હતો. એણે પોતાની યાદદાસ્ત કસી જોઈ પરંતુ ક્યાં જોઈ છે એ વિશે તેને કશું જ યાદ ન આવ્યું.
    એનાથી ઘણે દૂર બેઠેલા દિલીપે પણ આવો જ આભાસ થયો હતો. એલિસ જરૂર ભારતમાં અગાઉ પણ આવી હોવી જોઈએ એમ તેને લાગતું હતું. પરંતુ રજનીની જેમ તેને પણ કશુંયે યાદ નહોતું આવતું.
    ‘ત્યાં શું જુએ છે?’ શાંતા બબડી, ‘એ તો પડદા પાછળ ચાલી ગઈ.’
    ‘એલિસને અગાઉ પણ મેં ખૂબ જ નજીકથી જોઈ હોય એવું મને લાગે છે!’ દિલીપ ધીમેથી બબડ્યો.
    ‘આ વાત તો તું એકેએક યુવતીઓ વિશે કહી ચૂક્યો છે. જ્યારે હકીકત તેનાથી ઉલટી જ છે!’ શાંતા ધીમા પણ કટાક્ષભર્યા અવાજે બોલી,‘ કોઈ જ યુવતી તને ગળ વળગી પડવા માટે તૈયાર નથી હોતી.’
    ‘તું ગળે વળગવાની વાત કરે છે? અરે, અહીં તો લગ્ન કરવા માટે પણ કોણ જાણે કેટલીયે બેઠી હશે!’ દિલીપ મજનૂની અદાથી બોલ્યો, ‘હવે પેલી કાવેરીનો જ દાખલો લે...! રાત્રે તે મારા રૂમમા વગર બોલાવ્યે જ આવી પહોંચ્યો અને...અરે...પણ કાવેરીને છેવટે શું થઈ ગયું...? એ રાત પાછી તેનો ક્યાંય પત્તો જ નથી...ક્યાંક એ બિચારી પર કોઈ આફત તો નથી આવી પડી ને...?’ કે પછી તેને આપણા પર શંકા આવી ગઈ છે?’
    શાંતા કશો જવાબ આપે એ પહેલાં જ એક ધડાકાનો અવાજ સંભળાયો અને એ સાથે જ ત્યાં અંધકાર છવાઈ ગયો.
    થોડી વાર બાદ જ્યારે અજવાળું થયું ત્યારે મિસ એલિસ સ્ટેજ પર મોઝુદ હતી.
    એક તો શરીર પર કપડાં ઓછાં અને બારીક વસ્ત્રો...! ઉપરથી રંગબેરંગી રોશની તેના પર કંઈક એવી રીતે ફેંકાતી હતી કે રહ્યાંસહ્યાં વસ્ત્રો પણ અદશ્ય બની જતાં હતા.
    ઓરકેસ્ટ્રાનું માદક ઉત્તેજીત કરી મૂકનારું સંગીત હોલમાં પોતાની અસર જમાવતું હતું.
    અને એ નશાકારક સંગીત કરતાંયે વધુ નશાકારક હતું એલિસનું નૃત્ય, કે જેણે જોનારાઓના ધબકારા વધારી દીધા હતા.
    દિલીપ જે રીતે એલિસને યાદ કરતો હતો, એ રીતથી શાંતા સમસમી ગઈ હતી.
    ‘આ નૃત્ય છે કે સેક્સનું પ્રદર્શન...?’ એ નફરતભર્યા અવાજે બોલી, ‘ચાલ અહીંથી...!’
    ‘વાહ...શું રૂપ છે...?’ શું ઠસ્સો છે...! મનમાં તો એમ જ થાય છે કે એલિસ સાથે લગ્નગાંઠથી જોડાઈ જઉં!’ શાંતાને ચીડવવાના હેતુથી દિલીપ ચટકારો લઈને બોલ્યો.
    ‘તો તારે આ ચુડેલ સાથે લગ્ન કરવા માગે છે એમ ને?’
    ‘હા...હા...એમાં શું વાંધો છે...? હવે મારાથી નથી રહેવાતું તું નહીં તો બીજી કોઈ...અને બીજી કોઈ નથી એટલે પછી ચુડેલ અર્થાત્ એલિસ શું ખોટી છે...? એ પણ...’ દિલીપ વાત પૂરી કરે એ પહેલાં જ ઓરકેસ્ટ્રા બંધ થઈ ગયું અને સાથે એલિસનું નૃત્ય પણ...!’
    વળતી જ પળે હોલમાં અંધકાર છવાઈ ગયો.
    અને બીજી વાર જ્યારે લાઈટ થઈ, ત્યારે રજનીને પોતાના સ્થાને ન જોઈને દિલીપ એકદમ ચમકી ગયો.
    ‘કેમ શું થયું...?’ તું આટલો ચિંતાતુર અને વ્યાકુળ શા માટે દેખાય છે?’ શાંતાએ પૂછ્યું.
    ‘રજની નથી દેખાતી...ક્યાંક એ આફતમાં...’
    ‘તારી જેમ એ અહીં ફરવા માટે નથી આવી સમજી...?’ શાતા વચ્ચેથી જ બોલી ઊઠી,‘કોઈક કામસર જરૂર તેને અંધારામા જ નીકળવું પડ્યું હશે.’
    ‘તમારી સ્ત્રીઓની બુદ્ધિ પગની પાની પર હોય છે એ વાત હવે મને સાચી જ લાગે છે. અક્કલની દુશ્મન, જો તે આવા જ કામે ગઈ હોત તો આપણને જરૂર તેનો સંકેત આપત! એટલું જ નહીં, રજનીની બાજુમાં બેઠેલો ઈન્સ્પેક્ટર લાડવા પણ તેની સાથે જ ગયો હોત...જ્યારે એ તો અહીં જ બેબાકળો બની ગયેલો દેખાય છે. લે, આ તરફ જ આવે છે.’
    શાંતા દિલીપને સણસણતો જવાબ આપે એ પહેલાં જ લાડવા ત્યાં આવી પહોંચ્યા.
    ‘શું થયું ઈન્સ્પેક્ટર...?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતાં પૂછ્યું.
    ‘રજની મેડમ આફતમાં મૂકાઈ ગયા હોય એવું લાગે છે!’ લાડવા ચિંતાતુર અવાજે બોલ્યો.
    ‘કેમ...?’
    ‘જે ખુરશી પર તેઓ બેઠાં હતાં, તેના પર આ ચબરખી પડી હતી. જુઓ અક્ષરો તેમના જ છે ને?’
    ‘ચબરખી હાથમાં આવતાં જ દિલીપ રજનીના અક્ષરો ઓળખ ગયો.’
    એમાં ફક્ત એટલું જ લખ્યું હતું. -- હું...બેભાન...મેરીના હોટલ...જો...દિલીપ...’
    રજની બેભાન થતાં થતાં માત્ર આટલું જ લખી શકી છે એ વાત દિલીપ તરત જ સમજી ગયો.
    શાંતા પણ મુંઝવણમાં મૂકાઈ ગઈ હતી.
    ‘રજની ક્યાં ને કઈ હાલતમાં છે, તે આ ચબરખી પરથી નથી સમજી શકાતું.’ દિલીપ ચિંતાતુર અવાજે બોલ્યો, ‘ચાલો, સૌથી પહેલાં મેરીના હોટલને જ ચેક કરીએ.’
    ‘દિલીપ, એ હોટલ આપણે છોડી ચૂક્યા છીએ એટલે ત્યાં જવામાં સાર નથી.’ શાંતા બોલી.
    ‘તારી વાત સાચી છે પણ આપણે મેઅપમાં જઈશું.’
    ત્યારબાદ વેશપલ્ટો કરીને દિલીપ તથા શાંતા ઈન્સ્પેક્ટર લાડવા સાથે મેરીના હોટલમાં પહોંચ્યા.
    ‘રૂમ નંબર વીસમાં કોણ ઊતર્યું છે...?’ લાડવાએ હોટલનું રજિસ્ટર ઉથલાવીને પૂછ્યું, ‘અને તેઓ આ હોટલમાં ક્યારે આવ્યા છે?’
    ‘બે વિદેશીઓ ઊતર્યા છે...!’ મેનેજરે જવાબ આપ્યો, ‘તેઓ હોંગકોંગથી આવ્યા છે અને અત્યારે મિસ એલિસનો પ્રોગ્રામ જોવા ગયા છે.
    ‘હું તેમના રૂમમાં તપાસ કરવા માંગું છું. ચાવી તો હોટલમાં જ છે ને...?’
    ‘જી...જી, હા...આવો...’
    તેઓ વીસ નંબર રૂમમાં પહોંચ્યા.
    રૂમની તલાશીમાં તેમને કશું જ ન મળ્યું...! પછી તેઓ બાથરૂમમાં ગયા.
    બાથરૂમમાંથી કોહવાઈ ગયેલો એક મૃતદેહ મળી આવ્યો.
    મૃતદેહ જોઈ ને દિલીપ તથા શાંતા ચમકી ગયાં.
    એ મૃતદેહ કાવેરીનો હતો.
    મેનેજરના હોશકોંશ ઊડી ગયા.
    ‘આ...આ મૃતદેહ...હે ઈશ્વર...!’ એ કંપતા અવાજે બોલ્યો.
    ‘રૂમને તાળું મારી દો મેનેજર સાહેબ!’ બહાર આવીને ઈન્સ્પેક્ટર લાડવાએ કહ્યું, ‘અVે તમે અહીં જ રહેજો. હું એમ્બ્યુલન્સ તથા પોલીસને બોલાવવા માટે ફોન કરવા જાઉં છું.’
    મેનેજરે હકારમાં માથું હલાવ્યું.
    દિલીપ શાંત તથા ઈન્સ્પેક્ટર નીચે પહોંચ્યા.
    ‘મિસ્ટર દિલીપ...!’ ઈન્સ્પેક્ટર બોલ્યો, ‘તમે બંને પોલીસના આગમન પહેલાં જ અહીંથી રવાના થઈ જાઓ. પોલીસ આવી ગયા પછી હું ફરીથી પટેલ રોડ પર શેઠ લક્ષ્મીદાસ પાસે જઈશ. તેમને થોડી પૂછપરછ કરવી જરૂરી છે.’
    ‘ભલે...’
    દિલીપ તથા શાંતા ચાલતાં થયાં.
    ‘શાંતા...’ અચાનક દિલીપ બોલ્યો, ‘તું આગળ નીકળી જા, જેથી આપણે સાથે જ છીએ એવી કોઈ ને શંકા ન આવે. તારી પાસે રિવોલ્વર તો છે ને?’
    ‘ના...કેમ...? એની શું જરૂર છે?’
    ‘સાવચેતી ખાતર રાખવી જરૂર જ જોઈએ. ઉતાવળમાં હું પણ સાથે નથી લાવી શક્યો. ખેર, વાંધો નહીં...જા...’
    બહાર આછો અંધકાર હોવા છતાં પણ દિલીપ સ્પષ્ટ રીતે શાંતાને ચાલી જતી જોઈ શકતો હતો. એ ફાટકની બહાર નીકલી ગઈ હતી.
    અચાનક હોટલમાં પ્રવેશી રહેલો એક માનવી ઉતાવળને કારણે દિલીપ સાથે અથડાયો જેના કારણે થોડી પળો માટે એની નજર શાંતા પરથી ખસી ગઈ.
    અને ત્યારબાદ થોડી પળોમાં જ એક એવો અણધાર્યો બનાવ બની ગયો કે જેની દિલીપે કલ્પના પણ નહોતી કરી.
    શાંતા ફાટકની બહાર પહોંચી કે તરત જ કોઈ કે તેના મોં પર પોતાનો હાથ બળપૂર્વક દબાવી દીધો અને પછી તેને ધકેલતો ધકેલતો નજીકમાં જ ઊભેલી કાર તરફ ઝડપભેર આગળ વધવા લાગ્યો.
    શાંતાના કંઠમાંથી સરી પડેલી ચિત્કારે દિલીપને ચમકાવી મૂક્યો. પરંતુ તે દોડીને ત્યાં પહોંચે એ પહેલાં જ સ્ટાર્ટ થયેલી કાર ગતિમાં આવી ગઈ હતી.
    સહસા પાછળથી તેના ખભા પર કોઈકનો હાથ પડ્યો.
    એણે સ્ફૂર્તિથી પીઠ ફેરવી.
    એની સામે માઈકલ ઊભો હતો.
    ‘બેદરકારી રાખવાનું પરિણામ હંમેશા આવું જ આવે છે દોસ્ત...!’ એ બોલ્યો, ‘ખેર, વાંધો નહીં...! લે, આ રિવોલ્વર તારી પાસે રાખ...! તને ગમે ત્યારે એની જરૂર પડી શકે તેમ છે. ઉપરાંત જે લોકોએ રૂબીનું અપહરણ કર્યું છે, તેઓ ખૂબ જ ખતરનાક છે.’
    દિલીપે એના હાથમાંથી રિવોલ્વર લઈ લીધી. પછી અચાનક તે ચમક્યો. કારણ કે એ રિવોલ્વર તેની પોતાની જ હતી.
    અરૂણ દેશપાંડેના રૂમમાં જે લોકોએ તેને બેભાન કર્યો હતો, તેઓ જ આ રિવોલ્વર લઈ ગયા હતા.
    એ તરત જ માઈકલની સાથે જ બહાર નીકળ્યો.
    એણે પીછો કરવાના હેતુથી ટેક્સી માટે આમતેમ નજર દોડાવી. પરંતુ સડક દૂર દૂર સુધી ઉજ્જડ હતી.
    ક્રોધ અને ગ્લાનિથી એણે દાંત કચકાચાવ્યા.
    ‘વાંધો નહીં...એને જવા દે...!’ માઈકલે કહ્યું.
    ‘તો આ તમારી જ રમત છે એમ ને?’ દિલીપ ઝેરી સર્પના સૂસવાટા જેવા અવાજે બોલ્યો.
    ‘ના...પરંતુ તેઓ રૂબીને લઈને ક્યાં જશે, એની મને ખબર છે.’ માઈકલે કહ્યું, ‘હું પોતે પણ ત્યાં જ જઉં છું. તારી ઈચ્છા હોય તો તું પણ સાથે આવી શકે છે.’
    ‘ભલે ચાલો...!’ દિલીપ મનોમન કંઈક વિચારીને બોલ્યો.
    બંને એક તરફ આગળ વધી ગયા.
    ***
    બીજી તરફ ઈન્સ્પેક્ટર લાડવા શેઠ લક્ષ્મીદાસને ત્યાં પહોંચી ગયો હતો.
    એના પહોંચ્યા પછી દસ મિનિય બાદ લક્ષ્મીદાલ આંખો ચોળતો ચોળતો આવી પહોંચ્યો. ઊંઘમાંથી ઊઠવાના કારણે એના ચહેરા પર રોષ, ઠપકો અને કંટાળાના મિશ્રિત હાવભાવ છવાયેલા હતા.
    ‘ક-ટાઈમે તકલીફ આપવા બદલ માફ કરજો મિસ્ટર લક્ષ્મીદાસ...!’ લાડવાએ દિલગીરીપૂર્વક કહ્યું, ‘પરંતુ આવ્યા વગર મારે છૂટકો નહોતો. ખેર, વિશાળગઢમાં આપના કોઈ સગા-સંબંધી રહે છે?’
    ‘હા...સર દિનાનાથ મારા સંબંધી છે પણ અત્યારે કટાઈમે તમે આ જ વાત પૂછવા આવ્યા છો.?’
    ‘એ તો અમસ્તુ પૂછ્યું હતું. વાસ્તવમાં તો હું એટલા માટે આવ્યો છું કે આજે રાત્રે આપના બંગલામાંથી એક ભદ્ર મહિલાનું અપરહણ થઈ ગયું છે.’
    ‘અપહરણ...? ક્યારે...? કેવી રીતે...?’ આ બધું તમે કહો છો ઈન્સ્પેક્ટર...?’
    ‘હું સાચું જ કહું છે. હા, શું આજે રાત્રે આપને ત્યાં બે વિદેશી મહેમાનો ઊતર્યા છે?’
    ‘જી, હા...પરંતુ અપહરણ સાથે તેમને શું સંબંધ છે?’
    ‘હા, તો વિશાળગઢમાં આપને કોની સાથે અને કેવા સંબંધ છે?’ એના સવાલનો જવાબ ઉડાવી મૂકતા ઈન્સ્પેક્ટર લાડવાએ પૂછ્યું.
    ‘સર દિનાનાથના પુત્ર બળવંત સાથે મેં મારી દિકરી માલતીને પરણાવી હતી પરંતુ એનું પણ કોઈ કે બંગલામાં જ ખૂન કરી નાખ્યું હતું.’ કહેતાં કહેતાં લક્ષ્મીદાસની આંખોમાં આંસુ ધસી આવ્યા.
    ‘આપનું દુઃખ હું સમજી શકું છું સાહેબ...! પરંતુ હવે બીજું થઈ પણ શું શકે તેમ છે? હા...આપનો દીકરો ક્યાં છે?’
    ‘એ...એ નાલાયક હોંગકોંગમાં અનીતિધામ ઉઘાડીને બેઠો છે. એને દીકરો કહેતાં પણ મને શરમ આવે છે!’ લક્ષ્મીદાસના અવાજમાં દુઃખમિશ્રિત ક્રોધનો સૂર હતો.
    ‘અનીતિધામ...? એ શું બીજો કોઈ બિઝનેસ ન કરી શક્યો...?’
    ‘નાઈટ ક્લબને અનીતિધામ સિવાય બીજું કહી પણ શું શકાય? એને યુવાનીમાં જ કરોડપતિ બનવું છે એટલે આ સિવાય બીજો ક્યો બિઝનેસ ફાવે?’ લક્ષ્મીદાસના અવાજમાં નફરત ટપકતી હતી.
    થોડી વારની ચૂપકીદી પછી અચાનક જ આક્રમણ કરતો હોય એ રીતે નાટકીય ઢબે ઈન્સ્પેક્ટર લાડવાએ પૂછ્યું, ‘વારું, આ વખતે એ બંને વિદેશી મહેમાનો આપના દીકરાનો કોઈ જાતનો સંદેશો લાવ્યા છે?’
    ‘હું...હું...એ નાલાયકન હવે...’ છેવટે સાચી વાત લક્ષ્મીદાસના મોંમાંથી નીકળી જ ગઈ.
    ‘ખેર, આ આપનો અંગત મામલો છે અને તેમાં માથું મારવાનો મને કોઈ જ હક નથી. હું એ બંને વિદેશીઓને એક ખૂનના અનુસંધાનમાં શોધું છું શું પા...’
    ‘આવો હું તમને તેમની પાસે લઈ જ જઉં.’ લક્ષ્મીદાસે ઊભા થતા કહ્યું.
    એ ઈન્સ્પેક્ટરને એક કમરા પાસે લઈ ગયો.
    ‘આમાં જ તેઓ સૂએ છે.’ એણે કહ્યું.
    ઈન્સ્પેક્ટર બારણું ઉઘાડીને અંદર પ્રવેશ્યો.
    પરંતુ એ રૂમમાં કોઈ જ નહોતું.
    એ નિરાશ થઈ ને પાછો ફર્યો.
    ****
    રજની ભાનમાં આવી ત્યારે એણે પોતાની જાને એક નાનકડા સફરમાં ઉપયોગી નીવડે તેવા ફોલ્ડીંગ પલંગ પર જોઈ. રૂમ બહું મોટો નહોતો તેમ નાનો પણ નહોતો.
    ધીમે ધીમે તેને બધું યાદ આવવા લાગ્યું.
    એલિસના પ્રોગ્રામમાં થમ્પઅપ પીધા પછી તેને અચાનક જ ચક્કર આવવા લાગ્યા હતા. સાવચેતી રાખવા છતાં ય પોતે ફસાઈ ગઈ છે એને ખ્યાલ આવતાંની સાથે જ એણે ઝપાટાબંધ એક કાગળ પર કશુંક લખવા માંડ્યું હતું પરંતુ આંખો સામે ઝડપથી છવાતા જતા અંધકારને કારણે તે વધુ નહોતી લખી શકી. એ ભાન ગુમાવી બેઠી હતી.
    સહસા રૂમનો દરવાજો ઉઘાડીને સ્મિતભર્યા ચહેરે અલિસ અંદર પ્રવેશી. આ સ્ત્રીને પોત ક્યાંક ને ક્યાંક ખૂબ જ નિકટથી જોઈ છે, એ વિચાર ફરીથી રજનીના દિમાગમાં હથોડાની માફક ઝીંકાયો. પણ ક્યા? એ તેને યાદ નહોતું આવતું.
    ‘હલ્લો...મિસ રજની પરમાર...?’ એલિસ બોલી.
    ‘હલ્લો...’ રજની હસી, ‘તો તેં જ મને કેદ કરી રાખી છે એમ ને? પરંતુ એક કલાકારનો આ જાતના ગુના સાથે શું સંબંધ હશે એ મને નથી સમજાતું.’
    ‘તુ પણ દિલીપ અને નાગપાલ જેટલી જ સમજદાર અને સાહસિક છો...! હું હોંગકોંગમાં તારું સાહસ જોઈ ચૂકી છું. હવે તું પોતે જ વિચાર, કે શું સંબંધ હશે?’
    ‘હોંગકોંગ...? પરંતુ હું તો ક્યારેય હોંગકોંગ નથી ગઈ!’ રજનીએ ખોટું બોલતાં કહ્યું.
    ‘મને બેવકુફ બનાવવી રહેવા દે! મારા પ્રોગ્રામમાં તારી હાજરી સ્પષ્ટ દર્શાવે છે કે તું મને ઓખળી ગઈ છો. સાથે જ એ વાત પણ પુરવાર થઈ જાય છે કે નાગપાલ અને દિલીપ પણ શાંતિનગરમાં જ છે પરંતુ મારો દાવો છે કે આ વખતે તમે લોકો મને નહીં જીતી શકો. અત્યારે તું એવા સ્થળે કેદ છો કે નાગપાલના પિતાશ્રી પણ તને છોડાવી શકે તેમ નથી.’
    હડહડતા અપમાનનો કડવો ઘૂંટડો ગળામાં જ ઉતારીને રજની એલિસને ઓળખી કાઢવા માટે યાદદાસ્તને કસવા લાગી.
    ‘જો તારી વાત સાચી જ હોય તો માની લે કે અંકલ (નાગપાલ) વિગેરે તારી પાછળ પડી ગયા હશે અને તેઓ કોઈ પણ ઘડીએ અહીં આવી પહોંચશે. તું એવા ભ્રમમાં ન રહેજે કે દરિયામાં ઊભેલી આ સ્ટીમર સુધી કે જ્યાં તું મને મારી સાધારણ ગફલતના કારણે કેદ કરી શકી છો, ત્યાં તેઓ નહીં પહોંચી શકે!’
    ‘ઓહ...તો તું ક્યાં કેદ છો એની તને ખબર પડી જ ગઈ ખરું ને?’ એલિસે ચમકીને પૂછ્યું.
    ‘હા...સાથે સાથે તું કોણ છો, એની પણ મને ખબર પડી ગઈ છે. સાભળ...તું ચાઈનીઝ ઈન્ટેલિજન્સના ડાઈરેક્ટર જનરલ વાન સી વાનની દીકરી છો ખરું ને...?’(વાંચો--‘વિષયક’)
    ‘હા...આઠ વર્ષ પહેલાં તે તથા દિલીપ હોંગકોંગ ખાતે આવીને મારા પિતાજીને યાતનાઓ આપીને તેનું ખૂન કરી નાખ્યું હતું.એ ખૂનનું વેર હું લેવા માટે આવી છું. ખેર, અમારું અહીંનું કામ હવે પૂરું થવા આવ્યું છે. એ પતી ગયા પછી આ સ્ટીમર અહીંથી તરત જ ઉપડશે. નાગપાલ તથા દિલીપ અમારા સકંજામાં ન સપડાય તો પણ અમને તેનો વધુ અફસોસ નહીં રહે. એટલા માટે કે તારા સિવાય આ સ્ટીમર પર દિલીપની પ્રેયસી પણ મોઝુદ છે. એ પ્રેયસી કે જે રૂબીના મેકઅપમાં અત્યાર સુધી અમારી સાથે દગો રમતી આવી છે. સમુદ્રની શાર્ક માછલીઓને તમારો નાસ્તો ઘણો જ ભાવશે.
    રજની પોતાના માટે નહીં, પણ શાંતા માટે જરૂર ચિંતાતુર બની ગઈ.
    પરંતુ પોતાની ચિંતા એણે ચહેરા પર ન કળાવા દીધી.
    ‘સપનાંઓ જોવાની તને મારા તરફથી છૂટ છે પરંતુ આ કાવતરામાં તમે પણ હરગીઝ સફળ નહીં થાઓ એની ખાતરી રાખજે.’
    ‘સપનાં તો તું પણ સારા જ જુએ છે. જોયા કરત ત્યારે...’
    ‘આ સપનું નહીં પણ હકીકત છે. આ વખતે તું નહી બચી શકે. હોંગકોંગથી તારા બે સાથીદારો આવ્યા છે, તેમના જેવી જ તારી હાલત થશે એની પૂરેપૂરી ખાતરી રાખજે.’
    ‘એ...એમનું શું થયું?’ એલિસ બેબાકળી બની ગઈ.
    ‘તું કંઈ મારી માફક કેદમાં નથી જ!’ રજની સ્મિત ફરકાવતાં બોલી, ‘એટલે તારી મેળે જ એ જાણવાનો પ્રયાસ કરી લેજે...’
    એલિસ ક્રોધથી સળગતી નજરે તેની સાથે જોઈને પછી બહાર નીકળી ગઈ.
    રજનીના ચહેરા પર સ્મિત ફરકી ગયું.
    બીજી તરફ લક્ષ્મીદાસને ત્યાંથી ઈન્સ્પેક્ટર લાડવા પોલીસ સ્ટેશને પાછો ફર્યો ત્યાં જ તેના પર એક ફોન આવ્યો. આ ફોન તેના એક સહકારી સબ.ઈન્સ્પેક્ટર બલવીરનો હતો.
    ફોન મળતાં જ એ તાબડતોબ મેરીના હોટલે પહોંચી ગયો અને ત્યાંથી હોંગકોંગથી આવેલા બંને વિદેશીઓની ધરપકડ કરી લીધી.
    પરંતુ જ્યારે એ બંનેને પોલીસવાન તરફ લઈ જવામાં આવતા હતા. ત્યારે અચાનક જ થોડે દૂર ઊભેલી એલિસે સાઈલેન્સરયુક્ત રિવોલ્વરમાંથી ગોળીઓ છોડીને તેમના મોં હંમેશને માટે બંધ કરી દીધા.
    ત્યારબાદ હેતબાઈ ગયેલો ઈન્સ્પેક્ટર કશું કરે એ પહેલાં જ તે તેની પકડમાંથી દૂર છટકી ગઈ.
    ***
    કેપ્ટન ગુપ્તા...!’ પડદા પાછળથી હ્લદયને થીજાવી મૂકે એવો અવાજ આવ્યો, ‘તમારી કેદમાં અત્યારે જે બે સ્ત્રીઓ છે, એને તમે ઓળખો છો?’
    ‘જી, ના મેડમ...!’ હંમેશા હુકમ કરવા માટે ટેવાયેલો કેપ્ટન અત્યારે ખૂબ જ નમ્રતાથી વાત કરત હતો, ‘એલિસે ક્હ્યું હતું કે એ નાગપાલની આસિસ્ટન્ટો રજની પરમાર તથા શાંતા છે!’
    ‘તો તમે હજુ નાગપાલને નથી ઓળખતા લાગતા. સાંભળો...આ દેશમાં નાગપાલ આપણો દુશ્મન નંબર વન છે. એટલે એની સાથે તો હું પોતે જ ફોડી લઈશ. તમારે ફક્ત એ બંને સ્ત્રીઓ પર જ ચાપતી નજર રાખવાની છે. એક બીજી વાત પણ જાણી લા...આ શાંતા એ જ છે કે જે રૂબી બનીને આપણો વિશ્વાસઘાત કરતી હતી, રૂબી પર ભરોસો રાખવાની મૂર્ખાઈની સજા કાવેરીને મળી ગઈ છે. ખેર, આ બંને એટલે કે રજની તથા શાંતા શિયાળ-કાગડાને પણ છેતરી જાય એવી ચાલાક છે માટે તેમનું બરાબર ધ્યાન રાખજો. જરા સરખી ગફલત થતાં જ તે પલાયન થઈ જશે.’
    ‘આપ બેફિકર રહો મેડમ...!’
    ‘તને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. પરંતુ નાગપાલના કારણે હું બેફિકર નથી થઈ શકતી. હું વિશાળગઢથી ફોર્મ્યુલા આવવાની રાહ જોઉં છું. શીંદેએ પોતાની ફરજ બરાબર બજાવી છેત પરંતુ અહીં પણ એકાદ-બે કામો બાકી છે. સ્ટીમરને અહીં વધુ સમય રોકાવાની પરવાનગી તમે મેળવી લીધી છે ને?’
    ‘યસ મેડમ! સ્ટીમ ખરાબ થઈ જવાનું બહાનું આબાદ રીતે ચાલી ગયું છે. આપણે પરમ દિવસ સુધી અહીં રોકાઈ શકીએ તેમ છીએ પરંતુ હું કાલે જ અહીંથી રવાના થઈ જવાનું વિચારું છું.’
    ‘હા...’
    સહસા પડદા પાછળથી ટેલિફોનની ઘંટડીનો શોર સંભળાયો. થોડી પળો બાદ મેડમનો અવાજ સંભળાયો, ‘યસ, મેડમ ઘોલું છું.’ અને થોડી વારની ચૂપકીદી પછી તે વિફરી પડતાં બોલી ‘તમે બધા જ ગધેડા છે...બેવકૂફ છો...ગમે તે કરો...એ કાગળ કોઈ પણ હિસાબે મારા હાથમાં આવવો જ જોઈએ...હું વધુ લેકચર સાંભળવા નથી માગતી. એ ફોર્મ્યુલા કોઈ પણ સંજોગોમાં કાલ સુધીમાં મને મળી જવી જોઈએ. યાદ રાખો. કાલ સાંજ સુધીમાં-ઓવર...’
    કશું જ ન સમજાયું હોય એ રીતે કેપ્ટન ચૂપચાપ બેસી રહ્યો.
    ‘કેપ્ટન...નાગપાલ આટલામાં જ ક્યાંક છે એવો સંદેશો મને મળ્યો છે.’ મેડમનો અવાજ આવ્યો, ‘જે છોકરો કૈલાસ મહેતા બનીને કાવેરીને છેતરતો હતો, એ દિલીપ નહોતો તેની તમને પૂરી ખાતરી છે? અને આ માઈકલ કોમ છે?’
    ‘મને પાકા સમાચાર મળ્યા છે મેડમ!’ કેપ્ટને જવાબ આપ્યો, ‘નાગપાલ તથા તેનો પાળેલા વાનર જેવો દિલીપ આજે પણ મુંબઈમાં દાણચોરો સાથે બાથ ભીડે છે. હા...કૈલાસ મહેતાનું અસલીરૂબ હું નથી જાણી શક્યો. પરંતુ તે આ માઈકલનો સાથીદાર છે. એ વાત ચોક્કસ સાચી છે. આ માઈકલ અરૂણ દેશપાંડેના બોંબમાં રસ લે છે! મારા ખાસ રિપોર્ટરની માહિતી પરથી મને જાણવા મળ્યું છે કે અરૂણ દેશપાંડેએ પોતાના બોંબમાં જે ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો હતો, ેમાં એક પશ્વિમના દેશને પણ ખૂબ જ રસ છે અને એ પણ આ ફોર્મ્યુલાની શોધમાં છે. આ માઈકલ દેશનો જ એજન્ટ છે.’
    ‘જે હોય તે...પણ આપણા માર્ગમાંથી આ કાંટાને દૂર કરી નાખવો જરૂરી છે અને હા, ફરી એક વાર હું તમને રજની વિશે સાવચેત કરું છું. એની મોઝુદગીમાં મને નાગપાલની ગંધ આવે છે.’
    ‘આપ બેફિકર રહો મેડમ...!’ કહીને કેપ્ટન બહાર નીકળી ગયો.
    ***
    એક જમાનાની હોંગકોંગ ખાતેની ભારતની ખતરનાક એજન્ટ રજની પરમારની નસેનસમાં વહેતું લોહી ફરીખી એક વખત દેશદાઝ બનીને ઊકળી ઊઠ્યું.
    એ ઊભી થઈને દરવાજા પાસે આવી. દરવાજો બંધ જોઈને તેના હોઠ પર સ્મિત ફરકી ગયું. થોડી પળો બાદ એણે પોતાના વાળમાંથી માસ્ટર કી, કે જે હેરપીનના રૂપમાં હતી, તે બહાર ખેંચી કાઢી.
    અર્ધી મિનિટ પછી દરવાજો ઉઘડી ગયો અને તે દબાતા પગલે બહાર નીકળી ગઈ.
    એક એક પગલું સાવચેતીથી ઊઠાવતી તે આગળ વધવા લાગી.
    થોડે દૂર ગયા પછી એક સીડી તેને દેખાઈ.
    આમતેમ નજર કરીને તે સીડીના પગથિયાં ચડી ગઈ.
    ઉપર એક શટર હતું. શટરના તાળાં સાથે તે બે મિનિટ સુધી ઝઝુમતી રહી. પછી તે પણ માસ્ટર કી પાસે લાચાર થઈ ગયા.
    બીજી જ મિનિટે તે ખુલ્લા ડેક પર હતી.
    સાવચેતીથી ચારે તરફ નજર કર્યા પછી તે એક ખૂણામાં દોરડામાં મોટા મોટા ફીંડલાની ઓટ પાછળ છૂપાઈ ગઈ.
    નજીકમાં જ માણસોની વાતચીતનો અવાજ તેના કાને અથડાતો હતો.
    વાતચીત પરથી તેને જાણવા મળ્યું કે આ સ્ટીમરના કેપ્ટનનું નામ ગુપ્તા છે અને તે શહેરમાં ગયો છે તથા ત્યાંથી થોડી વારમાં જ કેટલાંક માણસો સાથે સ્ટીમર પર પાછો ફરવાનો છે.
    ગુપ્તા નાગપાલ સાહેબ તથા દિલીપના ચક્કરમાં ગયો હશે એવું તેને લાગ્યું. પણ તેઓની એને ચિંતા નહોતી. ગુપ્તા જેવા હજાર કેપ્ટનો પણ એ બંનેનું કશું જ લગાડી શકે તેમ નથી એની તેને પૂરી ખાતરી હતી. અલબત્ત, શાંતાની તેને જરૂર ફિકર થતી હતી.
    દોરડાના ફીંડલાઓ પાછળથી તે રેલિંગ પાસે પહોંચી ત્યાં જ એની કાંડાઘડિયાળમાં છૂપાયેલા ટ્રાન્સમીટરમાં ઘરઘરાટી થવા લાગી. કાચ સરકાવીને એણે ઘડિયાળને કાને માંડી, થોડી વાર સુધી તે સામેથી કહેવાતી વાતો સાંભળતી રહી. પછી બોલી, ‘ભલે...ત્યાં સુધી હું અહીં જ રોકાઈશ. ઓવર એન્ડ ઓલ...!’
    કાચને વ્યવસ્થિત કરીને તે આગળ વધી.
    નીચેના ભાગમાંથી નસકોરાનો અવાજ આવતો હતો.
    એ કર્મચારી સૂઈ ગયો છે એવી ખાતરી થતાંની સાથે જ તે એની બાજુમાંથી પસાર થઈને મસ્તુલની નીચે જઈ પહોંચી અને પછી ધીમે ધીમે કંટ્રેલરૂમની પાછલી બારી પાસે પહોંચી ગઈ.
    કંટ્રોલ રૂમમાં એક માનવી કાન પર ઈયરફોન ચડાવેલી હાલતમાં જ ઊંઘતો ઊંઘતો નાકમાંથી નસકોરા ગજાવતો હતો.
    રજની ફરીને કંટ્રોલ રૂમના દરવાજા પાસે પહોંચી ગઈ.
    એણે ધીમેથી દરવાજાને ધક્કો માર્યો.
    દરવાજો સાધારણ અવાજ સાથે ઉઘડી ગયો.
    રજની દબાતા પગલે એ ઊંઘતા માનવીની પાછળ જઈ પહોંચી.
    એક પણ પળ ગુમાવ્યા વગર એણે પોતાની પાતળી, મજબૂત અને લાંબી આંગળીઓ એ માનવીની ગરદનમાં જમાવી દીધી. ે માનવીના ગળામાંથી એક ચિત્કાર સરી પડ્યો અને પછી ધીમે ધીમે શાંત પડી ગયો.
    જાપાનીધ દાવના એક જ પ્રયોગથી તે પાંચેક કલાક માટે બેભાન થઈ ગયો હતો.
    ઈયરફોન કાન પર ચડાવીને રજનીએ દૂરબીન ઊંચક્યું અને પછી શાંત સાગરનું નિરીક્ષણ કરવા લાગી.
    પછી અચાનક જ અંધકાર અને પાણીને ચીરીને સ્ટીમર તરફ આવતી એક ચીજ પર તેની નજર પડી.
    બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ તેને લાગ્યું કે એ કોઈક થાકેલો માનવી છે અને તારલિયાના ઝાંખા પ્રકાશમાં સ્ટીમર તરફ જ આવે છે.
    દૂરબીન તથા ઈયરફોનને એક તરJ મૂકીને એણે સામે પડેલી ટોર્ટ ઊંચકી લીધી.
    પછી તે ડેક પર પહોંચી ગઈ.
    દોરડાના ફીંડલામાંથી એણે એકની ઘડી ઉકેલી. પછી તેના એક છેડે સળગતી ટોર્ચને બાંધીને ને છેડો પાણી તરફ સરકાવ્યો.
    પાણીની સપાટીથી ટોર્ચ જ્યારે અર્ધો ફૂટ જેટલી દૂર રહી ત્યારે બીજો છેડો એણે રેલિંગના સળીયા સાથે બાંધી દીધો.
    ત્યારબાદ તે એક તરફ ઊભી રહીને રહા જોવા લાગી.
    પાંચ મિનિટ પછી એ માણસ ડેકમાં ઊભો હતો.
    તેને સખત હાંફ ચડી ગઈ હતી.
    થોડી પળો બાદ સ્વસ્થ થઈને એણે ચારે તરફ નજર દોડાવી.
    સહસા રજનીએ પાછળથી તેને ખેંચ્યો.
    તે એકદમ ચમકી ગયો.
    ‘શીશ્..શ્...’ કહીને રજનીએ તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો.
    તારલિયાના ઝાંખા પ્રકાશમાં એ માણસે પોતાના મદદગારને જોવાનો પ્રયાસ કર્યો.
    પછી એને ઓળખીને તેના મોંમાંથી ઓશ્વર્યોદ્દગાર સરી પડ્યો.
    ‘રજની...તુ...?’
    ‘કોણ દિલીપ...?’ રજનીના અવાજમાં પણ અચરજ હતું.
    અને પછી બંને જણ કેટલીયે વાર સુધી એકબીજાની સામે તાકી રહ્યાં.
  • ***