કયો લવ ? ભાગ : ૫૦ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ? ભાગ : ૫૦

કયો લવ ?

ભાગ (૫૦)

“ખોલને દરવાજો પ્રિયા...પ્રિયા...ઓ યારા....!!” સોની દરવાજા પર બંને હાથે હજુ પણ આંસુઓ લઈને ચિંતાથી જોર જોરથી બરાડા પાડતી રહી.

થોડી જ મિનિટોમાં પ્રિયાને ભાન થયું હોય તેમ પોતાના અસહ્ય દ્રશ્યોના વિચારોમાંથી અળગી થઈને સોનીના અવાજને સાંભળવા લાગી અને તે સાથે જ રૂદ્રનો વિચાર માત્ર કરીને પણ પોતાનું આખું શરીર ધ્રુજવા લાગ્યું હોય તેવો દર્દભર્યો અનુભવ કરવાં લાગી.

“યારા.....આઆઆઆ !!” સોનીએ ચીસ પાડી. તે સાથે જ પ્રિયા સજજડ થઈને ઊઠી અને દરવાજો ખોલ્યો. સોની પ્રિયાને વળગી ગઈ. ફક્ત વળગી રહી. પ્રિયા અબુધની જેમ સોનીને વળગી રહી. પ્રિયાના હલચલનો કોઈ પ્રતિભાવ ન મળતાં ધીમે રહીને પોતાનાથી અળગી કરીને શાંતિથી સોનીએ પૂછ્યું, “ શું થયું પ્રિયા...?? તું ક્યાં ગઈ હતી? આમ અચાનક...?” પ્રિયાએ જવાબ નહીં આપ્યો. કામવાળી બાઈ પણ અંદર ધસી આવ્યાં હતાં. સોનીએ પ્રિયાને બેડ પર બેસાડી. પાણી પીવડાવ્યું. એના હાથ પોતાના હાથમાં લઈને ધીમેથી ઘસ્યા અને પંપાળતા પૂછ્યું, “ ઓ યારા..!!” તે સાથે જ પ્રિયાના અશ્રુંઓ આંખની બહાર પૂર ઝડપે વહેવા લાગ્યાં. સોનીએ પ્રિયાના વહેતા આંસુઓને લુંછ્યા. અને એની આંખમાં આંખ પરોવી.

પ્રિયાએ સોનીના આંખમાં સ્થિર થતાં કહ્યું, “ સોની..!! વિનીત સાથે થયેલા સેક્સનું પરિણામ...પ્રેગનન્ટ...!!”

પ્રિયા શું કહેવાં માગે છે એ સોનીને ખબર ન પડી, “ પ્રિયા, શું કહેવાં માગે છે તું..?”

“વિનીત દ્વારા હું પ્રેગનન્ટ થઈ ગઈ છું...!!” પ્રિયા ચીખી.

“ઓહ્હ !!! તું શું બકે છે ?? વિનીત સાથે ક્યારે તું.....અરે વિનીતને તો તું ભાવ પણ નથી આપતી...!!” સોની અકળાઈને ગુસ્સાથી કહેવાં લાગી. કામવાળી બાઈ બધું જ સાંભળી રહી હતી.

પ્રિયા ચૂપ રહી. સોનીનું માથું ચકરાવા લાગ્યું. એણે સાચ્ચે જ પ્રિયા શું બોલી ગઈ એ સમજ પડી ન હોતી. થોડી વાર તે શાંત રહી. તેણે કામ વાળી બાઈના ચહેરે જોયું, “ માસી, મને પ્રિયા સાથે અંગત વાત કરવી છે.” માસીએ પ્રિયાના ચહેરે જોયું અને બેડરૂમનો દરવાજો પોતે જ બંધ કરતી ગઈ.

“પ્રિયા...!! શું છે ? શું કહેવાં માગે છે યાર!!” સોનીએ પૂછ્યું અને તે સાથે જ પ્રિયા સોનીને ભેટી પડી અને રડી રહી. રડતા રડતા જ એણે વિનીત સાથે થયેલી ઘટનાને કહી સંભળાવી. આખી ઘટનાને સાંભળતા જ સોનીને પહેલા તો રૂદ્રનો જ વિચાર આવ્યો. વિનીતે કહી સંભળાવેલ ઘટનાને વિચારતાં જ સોનીના મનમાં નેગેટીવ સવાલો ઉભરાવા લાગ્યાં.

બંને જણા વિચારે ચડ્યા હતાં. પ્રિયા રુદ્રના વિચારોમાં ખોવાયેલી હતી. જયારે સોનીનું દિમાગ તેજ ચાલી રહ્યું હતું, “ પ્રિયા !! તને વિનીતે કરેલ વાત સાચી લાગી?”

ચિંતિત થઈને વિચારોમાં ખોવાયેલી સોનીનો પ્રશ્ન સાંભળી પ્રિયા એણે એકીટશે જોતી રહી.

સોનીએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું, “ પ્રિયા, વિનીતની બધી જ વાત વિચારતાં કરી મુકે છે. તું આંખ બંધ કરીને વિનીતના કથનને યકીન કેવી રીતે કરી શકે છે?” એટલું કહી તે અટકી. પરંતુ નિસંકોચ થતાં કહ્યું, “ પ્રિયા વિનીતે તારી સાથે કોઈ બળજબરીથી.....!!”

પ્રિયા ઘડીભર સોની સામે જોતી રહી.

“બની શકે એણે એવું કર્યું હોય અને તને આખી લાંબી કહાની કહીને પોતે બચવા માગતો હોય..!!” સોનીએ તર્કબદ્ધ કહ્યું.

પ્રિયા ઊંડો શ્વાસ લેતા કહેવાં લાગી, “ સોની, આ બનાવ વિષે...!! શું કરું !! અને શું કહું..!! રુદ્રને દિલોદિમાગથી ચાહું છું અને મારા પેટમાં વિનીતનો અંશ...!!”

“પ્રિયા..!!” સોની અકળાઈ.

“સોની, વિનીતે જે પણ કહ્યું છે એ બધી જ વાત સાચી છે. વિનીત અહિયાં આવ્યો ત્યારે જ મેં એના પરફ્યુમ નાં સુંગંધ પરથી મારી સાથે બનેલ બનાવને જેટલું ધુંધળું અસ્પષ્ટ યાદ કર્યું એવું જ સ્પષ્ટીકરણ મને વિનીત દ્વારા જાણ થઈ. તને ખબર જ છે ને વિનીત કેટલો સ્ટ્રોંગ પરફ્યુમ યુઝ કરે છે અને એક જ સુંગંધ..!!”

“હમ્મ.” સોનીએ ઉચ્છવાસ બહાર કાઢતાં કહ્યું.

“સોની, હું ડિપ્રેસમાં જતી રહેલી. રુદ્ર મને તે કેટલા દિવસોથી ઇગ્નોર કરતો હતો. પરંતુ તે દિવસે એ કંઈક વધારે પડતો મને ઈગ્નોર કરતો જતો હતો. સાથે જ કોઈ છોકરીને લઈને ફરતો હતો. એમાં એ મને ઉપર મળવા આવ્યો ત્યારે હું અને નીલ આંખ બંધ કરીને એકમેકના ગાઢ હગમાં રચ્યાપચ્યા હતાં તે જ સમયે રૂદ્રની નજર પડી હતી. નીલનાં ગયા બાદ, એમની સાથે મારા સંબંધને લઈને મને આડુંઅવળું સંભળાવ્યું હતું. મેં એણે સમજાવાનો પ્રયત્ન પણ કર્યો કે નીલ અને હું સારા ફ્રેન્ડો છે. પરંતુ એ મારું કંઈ પણ સાંભળવા તૈયાર ન હતો. ઉપરથી મને કહીને ગયો કે આવતીકાલ સવાર સુધી મને જવાબ આપી દે જે કે તું નીલ સાથે લગ્ન કરે છે કે મારી સાથે...!!

બસ આ જ વાત મારા દિલોદિમાગ પર છવાઈ ગઈ. હું હતાશામાં જતી રહી. મને એક જ વિચાર ચઢ્યો કે હદથી લવ કરનાર માણસને મારા પર વિશ્વાસ ન હતો. એણે નીલ અને મારું ચક્કર ચાલતું દેખાયું. મને સમજ પડી રહી ન હોતી કે હું રુદ્રને કેવી રીતે વિશ્વાસ અપાવું કે હું પણ એણે એટલો જ લવ કરું છું. એણી સાથે લગ્ન કરવા માગું છું. અચાનક હું બેહોશીમાં જતી રહી. મારા દિમાગમાં રુદ્ર સિવાય અને રુદ્રનાં એ કઠોર વાક્ય સિવાય બીજું કશું પણ ભમતું ન હતું. વિનીતનાં વાઈટ શર્ટ પરથી હું એણે રુદ્ર સમજી બેઠી. અને રુદ્ર સમજીને એણે મનાવવા તથા લવની સાબિતીનાં ચક્કરમાં મારું સર્વસ્વ સોંપી દેવા માટે વિનીતને રુદ્ર સમજીને ઉશ્કેરાવ્યો હતો. ઓહ્હ...!! મારી આ મોટી મૂર્ખતાનું પરિણામ રુદ્ર અને મને ભોગવવું પડશે.” પ્રિયાએ સ્પષ્ટપણે કહ્યું.

“હમ્મ !! પ્રિયા, રુદ્ર ક્યારે આવાનો છે?” સોનીએ પૂછ્યું.

આ સાંભળતા જ પ્રિયાનું દિલ જોરજોરથી ધબકવા લાગ્યું.

“સોની, મને એક પ્રોમિસ કર. મેં તને જે પણ વાત જણાવી છે એ હાલ પૂરતી આદિત્યને નહીં કરતી. રુદ્ર આવશે એટલે બધું જ હું એણે જણાવીશ.” ચિંતિત થઈને પ્રિયાએ કહ્યું.

સોની અને પ્રિયા પોતપોતાનાં વિચારોમાં પડી હતી. અચાનક સોનીએ પ્રિયાને કહ્યું, “ પ્રિયા, એમ તો મને કહેવું ન જોઈએ કેમ કે તારા સ્વભાવના વિપરીત આ વાત છે. તો પણ એક સોલ્યુશન તરીકે અબોર્શન....!!”

પ્રિયા ચૂપ રહી. પરંતુ અંતિમ સોલ્યુશન તરીકે બધા જ આ જ એડવાઈઝ આપશે એ પણ એણે ખબર હતી.

“પ્રિયા, ચાલ હવે સુઈ જા. ટેન્સ નહીં લે યારા..!! હું જાણું છું ઊંઘ નહીં આવે તને. તો પણ પ્રયત્ન કર..” સોનીએ પ્રિયાને લાડથી પંપાળી.

બંને પલંગ પર તો પડ્યા. પરંતુ સોનીને એ વિચારથી ઊંઘ ના આવી કે પોતાની બેસ્ટ યારાના જીવનમાં હજુ કેટલા એવાં વાવાઝોડા લખ્યા છે જે અંતનું નામ જ નથી લેતું. પ્રિયાનાં આંખમાંના આંસુઓ રડીરડીને સુકાતા ન હતાં. “ઓહ્હ રુદ્ર હું તને લવ કરું છું લવ. ટ્રુ લવ.” એ બબડતી હતી. થોડી વારમાં તે ઊંઘમાં સરી પડી. પરંતુ રહી રહીને રુદ્ર સમજીને વિનીત સાથે માણેલા સેક્સનું જ સપનામાં પુનરાવર્તન થવા લાગ્યું, “ ઓહ્હ રુદ્ર, ઓહ્હ રુદ્ર..આહ...ઓહ્હ..!!” અને તે સાથે જ પ્રિયા ઊંઘમાંથી જાગી અને સફાળી બેસી ગઈ. તે દોડતી બાલ્કનીમાં જતી રહી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી, “ રુદ્ર હું તને ધોખો આપ્યો છે. ધોખો...!! લવમાં ધોખો..!! આઈ એમ સોરી.”

****

પ્રિયાના ઘરમાં સોપો પડી ગયો. પ્રિયાના મોમ ડેડનું તો દિમાગ જ ચાલી રહ્યું ન હતું કે સગાઈનું એક અઠવાડિયું બાકી. અને એમાં આઘાતજનક ખબર....પ્રિયા પ્રેગનન્ટ...વિનીત દ્વારા પ્રેગનન્ટ..!! રુદ્રને શું જવાબ આપવો?? એના મમ્મી પપ્પાને શું કહેવું? સમાજમાં શું કહેવું?? સૌમ્ય અને રોઝ ચૂપ થઈ ગયા.

બીજી તરફ વિનીતે પોતાની ભૂલને મોમ ડેડને કહી સંભળાવી. વિનીતના મોમ ડેડે પ્રિયાનાં નિર્ણય પર વાતને છોડી દીધી તેમ જ એમના ઘરે જઈને વાત કરશે એમ લાસ્ટ નિર્ણય પર આવ્યા.

****

“શું થયું...? તું એકદમ ફીકી કેમ દેખાય છે? મારા કોલ્સ પણ નથી ઉપાડતી.” પ્રિયાના બેડરૂમમાં આવીને રૂદ્રે પ્રિયાને હગ કરતાં પૂછ્યું. પ્રિયાએ ધીમે રહીને પોતાને છોડાવીને એનાથી થોડી દૂર ઊભી રહીને પોતાનો ચહેરો ઘુમાવી દીધો.

“ઓય હોય !! નારાજ..!! હું મળવા ન આવ્યો એટલે? ઓહ્હ સ્વીટ હાર્ટ !! તારા લીધે હવે હું જોબ છોડીને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છું.” પ્રિયાને પાછળથી હગ કરતાં રૂદ્રે કહ્યું. અને તે સાથે જ પ્રિયાની ધડકન તેજ થઈ ગઈ. કારણ..!! પાછળથી હગ કરતાં જ રૂદ્રે પોતાના બંને હાથો પ્રિયાના પેટ પર વીંટાળીયા. એ મનોમન બબડી, “ કાશ..!! મારા પેટમાં તારું બેબી હોત રુદ્ર..!! તો આજે આ ગૂડન્યુઝ તારા માટે રહેતું..!! પ્રિયાએ પણ અચાનક આંખ બંધ કરીને પોતાનાં બંને હાથ રુદ્રનાં હાથ પર રાખી દીધા અને કહ્યું, “ રુદ્ર !! ઓહ્હ રુદ્ર !! હું પ્રેગનન્ટ છું.” તે સાથે જ પ્રિયાના આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યાં.

“વ્હોટ...!!” મોટે મોટેથી હસતાં રૂદ્રે કહ્યું અને હસતાં હસતાં જ તે કહેવાં લાગ્યો, “ લીપ કિસ, ટચ, હગ કરવાથી જો પ્રેગનન્ટ થઈ જવાતું હોય તો હું તને એ પણ નહીં કરતે.” એટલું કહીને પ્રિયાને પોતાની તરફ ફેરવી. પ્રિયાની બંધ આંખોમાં આંસુ જોઈને રુદ્રનું હાસ્ય ગાયબ થઈ ગયું. રુદ્રના ચહેરાનાં હાવભાવ બદલાવા લાગ્યાં. એ ગંભીર થઈ ગયો, “ ઓય્ય !! શું મજાક છે ?”

પ્રિયા આંખ બંધ કરીને રડતી રહી.

“બોલ ને પ્રિયા..?” હમેશાં શાંત રહેનારો રુદ્ર આજે બરાડ્યો. તે સાથે જ પ્રિયાએ ડરીને આંખો ખોલી.

“બોલને પ્રિયા?? શું કહેવાં માગે છે તું..?” થોડા શાંત સ્વરે આતુરતાથી રૂદ્રે પૂછ્યું.

“હું પ્રેગનન્ટ છું. મારા પેટમાં.......” એટલું કહેતા જ પ્રિયાના હોઠ ધ્રુજવા લાગ્યાં. ધ્રુજતી ડરેલી પ્રિયાને એ ક્યાય લગી જોતો રહ્યો.

પરંતુ બીજી જ પળે પ્રિયાનો સમગ્ર ચહેરો નિહાળતાં જ ગુસ્સેથી ત્વરાથી રૂદ્રે કહ્યું, “ કે તારા પેટમાં નીલનું બેબી છે.”

આ સાંભળતા જ પ્રિયાની ઝીણી આંખો ફાટી નજરે રુદ્રને નિહાળવા લાગી. તે ફક્ત એટલું બોલી, “ નો...!!”

“તો બોલને તારા કેટલા આશિક છે નીલ જેવા ...??” રુદ્ર બરાડતો જતો હતો.

“રુદ્ર...!! તમે નીલનું નામ નહીં લો. મારા સાચા લવ પ્રત્યેના તારા આ બેકાર અવિશ્વાસના કારણે જ હું આજે પ્રેગનન્ટ છું.” પ્રિયા બરાડી.

“નીલ સાથે તારું કેટલા વર્ષોથી ચક્કર ચાલતું હતું.” રુદ્ર ગુસ્સામાં બોલતો જતો હતો.

“રુદ્ર એક મિનીટ વાત સાંભળ મારી.” પ્રિયા રુદ્રને કહેતી જતી હતી પરંતુ રુદ્ર ગુસ્સામાં ન બોલવાનું બોલતો જતો હતો. તે પ્રિયાની વાત સાંભળવા જ તૈયાર ન હતો.

“તું મારી સાથે ટ્રુ લવનો નાટક કરતી રહી. અને અય્યાશી નીલ સાથે કરતી રહી.” રૂદ્રે હદ વટાવી દીધી.

પ્રિયા આ સાંભળીને ચોંકી. એ ચીખી, “ કયો લવ ? રુદ્ર ?? કયો લવ ??.” એણે સવાલ કર્યો અને જવાબ પણ તરત આપ્યો, “ટ્રુ લવ !! સાચો પ્રેમ....!! ના...!! આ મારી સૌથી મોટી ભૂલ હતી કે તારા જેવા અવિશ્વાસી માણસ પર મારું દિલ લગાવ્યું. તને ના તો મારા પર વિશ્વાસ છે..!! ના મારા લવ પર..!!” પ્રિયાએ ચીખતા ચોખવટ કરી.

ગુસ્સામાં જ બંનેમાં બોલાચાલી વધી રહી હતી. પ્રિયા વિનીત સાથે થયેલી ઘટનાને કહેવાં માગતી હતી પરંતુ રૂદ્રે નીલ સાથેના રિલેશનને લઈને ન બોલવાનું બોલીને હદ પાર કરી દીધી. તે સાથે જ, જે અગત્યના વાતની સ્પષ્ટતા હતી એ ત્યાં જ ઠપ્પ થઈ ગઈ.

“પ્રિયા, મારી ભૂલ હતી. હું તારી પાછળ આટલા વર્ષો સુધી પડયો, તને ગાંડાની જેમ ચાહતો રહ્યો.” રુદ્ર ગળગળો થઈ ગયો. પ્રિયા રડતી રહી.

પરંતુ તરત જ રૂદ્રે ગંભીર થઈને કહ્યું, “પ્રિયા, હવે હું તારા વચ્ચે નહીં આવું. નીલ સાથે લગ્ન કરી લેજે.”

“રુદ્ર તું હમણાં ગુસ્સામાં છે. અને તને મારા પર ગુસ્સો આવવો જ જોઈએ પરંતુ સચ્ચાઈથી તું વાકેફ નથી. મારી વાતને શાંતિથી સાંભળ. પ્લીઝ રુદ્ર..!!” પ્રિયા કરગરવા લાગી.

“ના, હવે મને કોઈ સ્પષ્ટીકરણ નથી જોઈતું. તું મારી નથી બનવાની અને હું તારા પાછળ પડીને શું કરું..!!” રૂદ્રે કડક શબ્દોમાં કહ્યું.

“રુદ્ર..!! એક વાર શાંતિથી વાત સાંભળ..!!” પ્રિયાએ રૂદ્રનો હાથ પકડતા કહ્યું.

રૂદ્રે ઝાટકાથી હાથ છોડ્યો, “ તું આ અધિકાર ગુમાવી ચૂકી છે.” એટલું કહીને તે સડસડાટ નીકળી ગયો.

****

રુદ્રના મોમ ડેડ અને પ્રિયાના મોમ ડેડ વચ્ચે બેઠક થઈ. બોલાચાલી થઈ પરંતુ છેલ્લે રુદ્ર પ્રિયાનો મંતવ્ય લઈને નિર્ણય થયો, કે તેઓ એકમેક સાથે લગ્ન કરવા તૈયાર નથી.

પ્રિયાના ઘરવાળા, વિનીત સાથે લગ્ન કરવા માટેનું અંતિમ સોલ્યુશન કહ્યું. પરંતુ પ્રિયાએ ધસીને ના પાડી દીધી. તેણે ઘરમાં જણાવી દીધું કે એના પેટમાં વધી રહેલા અંશને એ હરહાલમાં જન્મ આપશે. અને એની પાછળ પોતાનું નામ લગાડશે.

****

નિર્ણય તો લેવાઈ ગયો હતો ગુસ્સામાં જ કે બંને છુટા પડ્યા. પરંતુ પ્રિયા રુદ્રની હાલત એકમેક વગરની ખરાબ થઈ રહી હતી. બંને એકમેકની યાદોમાં તડપી રહ્યાં હતાં. બંનેને એવું થતું હતું કે ક્યારે મળીએ. ક્યારે મળીને હગ કરી લઈએ. પરંતુ બધું વ્યર્થ હતું. વિચાર કરવું જ વ્યર્થ હતું.

રુદ્રનો દિવસ તો ખરાબ જતો જ. પરંતુ રાત એનાથી પણ વધુ આકરી અને કઢીન રહેતી. પ્રિયાની યાદો એણે પાગલ બનાવી રહી હતી. એણે રહી રહીને શાંત મને એક જ વિચાર આવતો. તે પોતાને કોસતો રહ્યો, “ રુદ્ર બીજાની વાત જવા દે. પહેલા તો તું જ પ્રિયાનો ગાંડો આશિક છે અને રહેશે. તું એટલો બધો પ્રિયાને ચાહતો રહ્યો છે કે એણે પ્યાર કરવાં વાળા, ચાહનારાનું નામ સાંભળવા પણ તૈયાર નથી. તો એની પ્રેગનન્ટ થયાની કહાની કેવી રીતે સાંભળી શકતે ?? રુદ્ર તું એટલો બધો ચેન્જ કેવી રીતે થઈ ગયો? હદથી વધારે તું ઈર્ષાળુ પ્રિયાના લવમાં થઈ ગયો છે..!!”

મનમાં ચાલી રહેલા આવા વિચારો સાથે એ લડાઈ કરતો હોય તેમ મોટેથી બોલી પડતો, “ ના હું ઈર્ષાળુ નથી પ્રિયા. હું તને ટ્રુ લવ કરું છું. હું તને હરહાલમાં પ્યાર કરું છું કરતો રહીશ. પણ તું મારી નથી બનવાની. તું કોઈ બીજાને લવ કરે છે. હું તારા લવના વચ્ચે નહીં આવું.”

****

બીજી તરફ પ્રિયાએ નિર્ણય તો લઈ લીધો હતો કે તે શિશુને જન્મ આપશે. તેમ જ હવે એણે કોઈ પણ લગ્નનાં બંધનમાં નથી જોડાવવું. પરંતુ વિનીત ઘરે આવીને પ્રિયા સામે કરગરતો, “ પ્રિયા, રુદ્ર તને ચાહે છે. બટ મારું બેબીને કેવી રીતે એ સ્વીકારશે?? એની રાહ જોવાનું છોડી દે. તું મારા આવનાર બેબીને સ્વીકારવા તૈયાર છે તો મને કેમ નહીં?? હું તારી સાથે મેરેજ કરવાં માગું છું.”

પ્રિયાના ઘરમાં, સોલ્યુશન તરીકે વિનીત સાથેની લગ્નની વાતો જ છેડાતી. છેલ્લે, આવનાર બેબીના ભવિષ્યની ચિંતા દર્શાવતા પ્રિયાને ઘરવાળાઓએ વિનીત સાથે લગ્ન કરવાં માટે મનાવી લીધી.

****

“રુદ્ર ..!! પ્રિયા મેરેજ કરી રહી છે. તું એણે રોકતો કેમ નથી.” આદિત્ય રુદ્રને સમજાવી રહ્યો હતો.

આદિત્યની વાત સાંભળી રુદ્ર અકળાયો, “ એ પ્રેગનન્ટ થઈ છે તો લગ્ન પણ કરશે જ ને. નીલ સાથે..!!”

“વિનીત સાથે કરી રહી છે. કોર્ટ મેરેજ...!!” ઘાટો પાડીને આદિત્યએ કહ્યું. અને રુદ્ર ચોંક્યો.

(ક્રમશઃ...)