કયો લવ ? ભાગ : ૪૯ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

કયો લવ ? ભાગ : ૪૯

કયો લવ ?

ભાગ (૪૯ )

“આઈ એમ પ્રેગનન્ટ, કેમ નથી સમજતો તું........”

પ્રિયાના ટપટપ પડતા આંસુઓ સાથે હુબહુ બનેલી ઘટનાઓ પણ યાદ આવવા લાગી. એ યાદ કરવા લાગી એ અસહ્ય દ્રશ્યને...

****

ડોરબેલ વાગતા ઘરના જૂના નોકરે દરવાજો ખોલ્યો. આટલી રાતે પ્રિયાને નિહાળતાં જ આશ્ચર્ય થયું. પરંતુ પ્રિયાનો ચહેરો એમણે જોયો હતો. જે સ્વાદિષ્ટ વાનગીના કારણે બધાનું દિલ જીતું લીધું હતું અને સાથે જ માન પણ હતું. એણે કોઈ પણ પ્રશ્ન પૂછવા વગર દરવાજો ખોલ્યો.

અંદર આવતાની સાથે જ પ્રિયાએ સ્વસ્થતાથી પૂછ્યું, “ વિનીત ?”

નોકરે કિચન તરફ ઈશારો કર્યો. પ્રિયા કિચન તરફ વળી.

વિનીત કિચનમાં લાંબી ડાયનીંગ ટેબલ પર રાતનું ભોજન લઈ રહ્યો હતો. પ્રિયાને નિહાળતા જ તે ચોંક્યો. તે ઊભો થઈ ગયો. એણી જીભ લથડી, “ પ..પ્રિ...યા...!!”

પ્રિયા એકપણ શબ્દ બોલી નહીં.

રડીને લાલચોળ પ્રિયાની ઝીણી આંખોને તે જોઈ શકતો હતો. “ પ્રિયા...આવને. જમવા બેસ.”

“શું હું જમવા આવી છું હમણાં?” પ્રિયા બરાડી. પ્રિયા એટલી જોરથી ચિલ્લાવી કે ઘરનો નોકર દોડી આવ્યો કિચનમાં.

“પ્રિયા, કુલ..!! હું તને કેટલા સમયથી મળવા માંગતો હતો. પણ તું મને ઈગ્નોર કરતી હતી.” વિનીત ડાયનીંગ ટેબલ છોડી ઝડપથી પ્રિયા સામે આવ્યો.

“વિનીત...!! સૌમ્ય બ્રો ના મેરેજ રિસેપ્શનની રાત્રે તું મારા રૂમમાં હતો!!” પ્રિયાએ ફટથી કહી નાંખ્યું.

“પ્રિયા, હું.......હું તને બધી જ વાત કરવાં માગું છું. પણ આમ આવી રીતે...!!” ઘરના નોકર સામે જોતાં વિનીતે કહ્યું.

“સાંભળવા દે આખી દુનિયા..ને...!!” પ્રિયાનો અવાજ પાતળો થઈને ઉંચો સ્વર થતો જતો હતો. આ સાંભળી ઘરના બીજા નોકરો પણ કિચન તરફ દોડી આવ્યાં.

“પ્રિયા, આપણે શાંતિથી બેસીને વાત કરીએ?” વિનીત પ્રિયાના ખભે શાંતિથી હાથ મુકતા કહ્યું .

“ડો..ડો..ડોન્ટ ટચ મી. દૂર..!! દૂર રહે મારાથી..!!” પ્રિયાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. એ બરાડતી જતી હતી.

“પ્રિયા, જસ્ટ ટ્રાય ટુ અન્ડસ્ટેન્ડ. ઇટ્સ અવર પર્સનલ મેટર યાર..!!” વિનીત થૂંક ગળતો કહી રહ્યો હતો.

“ચૂપ...!!” પ્રિયાએ જોરથી ચીસ પાડી.

આખા કિચનમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. પ્રિયા થોડીવાર માટે શાંત થઈ પછી તરત જ કહેવાં લાગી.

“તું તો મને ગાંડાની જેમ ચાહતો હતો ને. ચાહનારા વ્યક્તિ આટલી હદ સુધી..... તું તો મને ટ્રુ લવ કરતો હતો ને ...!!” એટલું કહી તે અટકી અને વિનીત કંઈ સમજે એના પહેલા જ એનો કોલર પકડી, “ હું પ્રેગનન્ટ છું....!!” વિનીતને હચમચાવતા કહ્યું.

એક સેકન્ડ માટે વિનીતના નીચેથી ધરતી ખસી ગઈ. કાનમાં જાણે બહેરાશ આવી ગઈ હોય તેમ કાન સુન્ન થઈ ગયો તેવો અહેસાસ થઈ આવ્યો.

પ્રિયા ફરી વિનીતને હચમચાવતા કહેવાં લાગી, “ હું પ્રેગનન્ટ છું વિનીત. હું પ્રેગનન્ટ..!!”

વિનીત ડઘાઈ ગયો. એણે શબ્દો મળતાં ન હતાં કે શું બોલવું.

“વિનીત!! તું મને ટ્રુ લવ કરતો હતો ને....જો એનું પરિણામ...!!”પ્રિયાથી રડી પડાયું.

ડરના મારેલા વિનીતે ઝાટકાથી પોતાને છોડાવી એકસાથે હિમ્મત એકઠી કરીને ગુસ્સાથી કહેવાં લાગ્યો, “ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...!!”

“આઈ એમ પ્રેગનન્ટ, કેમ નથી સમજતો તું........”પ્રિયા કરગરતી હતી.

“પ્રિયા, તું પ્રેગનન્ટ છે. એમાં હું શું કરી શકું. હું તને કોઈ ટ્રુ લવ નથી કરતો. તને જવાબ જોઈએ છે ને એ રાત્રે હોટેલના કમરામાં તારી સાથે કોણ હતું એ..? તો સાંભળ. રુદ્ર હતો !! તારી સાથે.” વિનીત એકસાથે બોલી ગયો.

આ સાંભળી પ્રિયા વિનીતથી આઘી ખસી ગઈ. તે પૂતળાની જેમ સ્થિર ઊભી રહી ગઈ. એની ઝીણી લાલચોળ આંખોથી આગ નીકળે એવી અવસ્થાથી એકીટશે તે વિનીતના આંખમાં આંખ પરોવી સચ્ચાઈને શોધવા લાગી. અચાનક જ તેની નજર ડાયનીંગ ટેબલ પર રહેલા ફ્રૂટ્સથી ભરેલી બાસ્કેટ પર પડી. એ ઝડપથી ત્યાં પહોંચીને એમાં રહેલું ચાકુ ઉઠાવીને વિનીત કશુંક સમજે એના પહેલા જ એના સામે ધરી પાગલ બની હોય તેમ બરાડા પાડીને કહેવાં લાગી, “રુદ્ર મારા માટે હતો. પણ ઉપસ્થિત વ્યક્તિ તું હતો વિનીત તું.....”

આટલી વાર શાંતિથી ઊભેલા નોકરોમાં હિલચાલ વધી. પરંતુ કોઈ સામે ન આવ્યું. વિનીત એકદમ જ ડરી ગયો. વિનીતથી બોલાયું નહીં.

“રુદ્ર વિષે તો તું વાત જ નહીં કરતો. જુઠું બોલવાનું બંધ કર..!!” પ્રિયાએ એવું જ સામે ચાકુ ધરીને ગુસ્સામાં કહેવાં લાગી.

“ઓકે ઓકે.” વિનીત ડરના મારેલો કહેવાં લાગ્યો. વિનીતથી હવે ના છુટકે સાચી વાતને આગળ લાવવી જ રહી. પરંતુ પ્રિયાએ હજું એવું જ ચાકુ ધરી રાખ્યું હતું.

“પ્રિયા, હું બધી જ વાત કહેવાં તૈયાર છું. પ્લીઝ આ ચાકુ પહેલા...” વિનીતે ચાકુ તરફ નજર કરતાં કહ્યું.

પ્રિયાએ થોડી સેકેંડમાં હાથમાંથી ચાકુને નીચે પાડ્યું. વિનીતે ડાયનીંગ ટેબલની ચેર ખેંચી પ્રિયાને આપી. અને પોતે પણ એક ચેર ખેંચી એના પર ગોઠવાઈ એક નજર નોકરો પર નાંખી. એમાંથી એક નોકર પાણીના બે ગ્લાસ ડાયનીંગ ટેબલ પર મુકતો ગયો. એની સાથે બીજા બધા પણ નોકરો જતા રહ્યાં. પ્રિયા ચેર પર જઈને બેસી. પાંચેક મિનીટ શૂન્ય અવસ્થામાં પસાર થઈ. વિનીતે ગ્લાસ ઉઠાવી પાણીનો એક ઘુંટડો લીધો. પ્રિયાની સામે પણ પાણીનો ગ્લાસ ધર્યો પરંતુ પ્રિયા કોઈ ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હોય તેમ પત્થરની જેમ સામે રહેલી દિવાલને જોતી રહી. વિનીતે વાતની શરૂઆત કરી.

“પ્રિયા...!!”

“સૌમ્યની મેરેજ રિસેપ્શનની પાર્ટી પત્યા બાદ રાતે આપણા ગ્રૂપના બધા જ ફ્રેન્ડો પબમાં ભેગા થયા હતાં. કુલદીપે વધારે જ દારૂ પીધો હતો. એણે મૂકવા માટે રોનક ઉપર ગયેલો હતો. તે રાતે નીલ સર પણ ઘરે જવા માટે નીકળ્યા હતાં. તેઓ કંઈક સામાન ભૂલી ગયા હતાં એમ ભાસ થતાં ઉપર ગયા હતાં પરંતુ તેઓ પોતાના રૂમમાં ન જતા અદ્ધવચ્ચેથી જ મને નીચે જવા માટે લિફ્ટના દરવાજે મળ્યા હતાં ત્યારે તેઓ હસતાં હસતાં પોતાના વિષે કહ્યું. અને હું જસ્ટ ઉપર જ લિફ્ટમાંથી નીકળ્યો. મારા મોબાઈલની બેટરી પણ લો થઈને સ્વીચ ઓફ થવા આવી હતી. મને પબમાં કંટાળો આવતો હતો. એટલે ઊંઘવા માટે આવ્યો હતો. તને ખબર જ છે મને મસ્તી કરવાની આદત છે. હું એ પણ જાણતો હતો કે રુદ્રથી નારાજ થઈને તું ઉપર આવી હતી. એટલે જસ્ટ મસ્તી કરવાં માટે મેં તારા કમરાનો ડોરબેલ વગાડ્યો.” એટલું કહીને વિનીતે પ્રિયા સામે જોયું.

પ્રિયાના સપાટ ચહેરા પર અનેકો પ્રશ્ન દેખાઈ રહ્યાં હતાં.

“સામે રોનકે દરવાજો ખોલ્યો. એટલે મને થોડું આશ્ચર્ય તો થયું જ. પરંતુ કુલદીપે એટલો બધો નશો કર્યો હતો કે તે હોશમાં ન હતો. તે બધું જ બકી રહ્યો હતો. તેણે લથડાતી જીભે બધું જ ઓક્યું હતું કે સોની માટે બનાવેલો નશાનો સોફ્ટ ડ્રીંક્સ પ્રિયાએ તાણમાં જ ગટગટાવી ગઈ હતી. હવે એની મજા અમે બંને લેવાનાં છે તું પણ અમારી સાથે જોડા.” એટલું કહીને વિનીતે પ્રિયા સામે નજર ઠેરવી. પ્રિયા બધું જ ચૂપચાપ સાંભળી રહી હતી.

“સોની માટે નશાનો સોફ્ટ ડ્રીંક્સ?” પ્રિયાએ દિવાલ સામે જ નજરને ઠેરવતા પ્રશ્ન પૂછ્યો.

“હા, તે રાતે સોનીને નશાની હાલતમાં ઉઠાવવાનો પ્લાન હતો, પરંતુ કુલદીપના અતિ નશાથી તથા સોનીના નશાનું ડ્રીંક્સ તારાથી લેવાઈ જતા એ પ્લાન કેન્સલ થયો હતો. સોની આદિત્યની સગાઈ, તેમ જ તે મારેલો રોનક અને કુલદીપને થપ્પડ એ બધાનો જ ગુસ્સો રોનક એક પછી એક પ્લાન બનાવીને તમારા વિરુદ્ધ દુશ્મની કાઢતો જતો હતો. આ બધી જ વાતની જાણ મને કુલદીપના નશાથી થનાર બકબકથી થઈ.”

આ સાંભળી પ્રિયા કશું જ બોલી નહીં.

“અંદર પ્રવેશતાં જ મને જાણ થઈ કે તું રુદ્ર રુદ્ર કહીને પોતાની નશાની હાલતમાં જ ગણગણ્યા કરતી હતી. પરંતુ રોનક કુલદીપનો ઈરાદો જાણતા જ મેં તેઓ બંનેને ધમકાવ્યા હતાં અને પોલીસ કમ્પ્લેઈન થશે એમ પણ કહ્યું હતું. તે રાતે જ તેઓ બંને હોટેલથી ભાગ્યા હતાં.”

વિનીતે એટલું કહીને પાણીનો ઘુંટ લીધો. પ્રિયા શાંત હતી.

“પ્રિયા..!!” વિનીતને સમજ પડતી ન હતી કે વાતને હવે આગળ કેવી રીતે કહેવી.

“પ્રિયા, તને આવી નશાની હાલતમાં જોઈને ફર્સ્ટ સોનીને કોન્ટેક્ટ કરવાં માટે મોબાઈલ હાથમાં લીધો. બટ ત્યાં સુધી બેટરી લો ના કારણે સ્વીચ ઓફ થઈ ગયો હતો. હું હોટેલના કમરામાં જ બેડની નજદીક રહેલા ટેલીફોનથી ફોન કરવાં જતો હતો ત્યારે જ તે મારો હાથ પકડી પાડ્યો. “રુદ્ર રુદ્ર હું ફક્ત તારી છું ફક્ત તારી ..!!” તું નશાની હાલતમાં જ મને કહી રહી હતી.

“મેં તારો હાથ છોડાવ્યો અને ફરી ટેલીફોન નજદીક જવા લાગ્યો ત્યારે ફરી મારો હાથ પકડીને તારી સંપૂર્ણ તાકતથી મને બેડ પર તારા નજદીક બેસાડ્યો.”

હું તને કહી રહ્યો હતો કે, “ પ્રિયા, હું વિનીત છું. વિનીત. રુદ્ર નહીં. તને અત્યારે નશો ચડ્યો છે. પ્લીઝ મને ફોન કરવા દે.”

તું અર્ધખૂલ્લી આંખોથી મને જવાબ આપ્યો, “ રુદ્ર, મજાક નહીં કર. વાઈટ શર્ટ પર તું કેટલો હેન્ડસમ લાગે છે. હું તને ક્યારની કહેવાં માગતી હતી. પણ તને તો જવાબ જોઈએ છે ને....” એટલું કહીને તું ફરી બેહોશ થઈ ગઈ. મને હેલ્પ જોઈતી હતી. તને આમ એકલી ને મુકીને મને બેડરૂમની બહાર જવાનું મન થતું ન હતું. હું ડોર સ્ટોપર લગાવી લોબી સુધી બહાર નીકળ્યો કે કોઈ હેલ્પ મળી જાય. પરંતુ પૂરો ફ્લોર ખાલી હતો. હું નીચે જવા માટે લિફ્ટ સુધી પહોંચ્યો જ હતો ત્યાં તો તું રુદ્ર રુદ્ર કહીને ચીખી રહી હોય તેવું સંભળાયું.

હું ફરી કમરામાં પહોંચ્યો ત્યાં જ તું ગણગણતી હતી, ‘રુદ્ર, તું વાઈટ શર્ટ પર...વાઈટ શર્ટ પર....હેન્ડસમ..’ એમ કહીને તું ઉઠવાની કોશિષ કરવા લાગી. બેડ પર બેસીને એક પગ ફર્શ પર ટેકવ્યો અને બીજો પગ પણ ફર્શ પર રાખતા જ તારું બેલેન્સ ગુમાવ્યું અને તું નીચે પડી. હું ભાગતો જ તને બેડ પર બેસાડવા માટે આવ્યો ત્યાં તો તે મને કોલરમાં પકડ્યો અને નીચે બેસવા માટે જીદ કરી. બિલીવ મી, તે એક કલાકથી પણ વધુ મને તારી જોડે બેસાડી રાખ્યો, અને આખી વાત દરમિયાન તારા મોઢે એક જ વાત હતી કે, ‘રુદ્ર હું તને કેટલો લવ કરું છું. હું તને..!!’ મને તારા પર પાણીનો છટકાવ કરવો હતો પરંતુ હું જેટલી વાર ત્યાંથી જવા લાગતો તું એટલી વાર મને કોલરમાં પકડીને તારું બળ મજબૂત કરતી.

વિનીત દ્વારા સાંભળેલ, ‘રુદ્ર, તું વાઈટ શર્ટ પર...વાઈટ શર્ટ પર....હેન્ડસમ..’ આ વાક્ય સાંભળતા જ પ્રિયા યાદ કરવા લાગી અને મનમાં જ કહેવાં લાગી, “ ઓહ્હ ગોડ !! તે રાતે રુદ્ર અને વિનીતે એક જ કલરનો વાઈટ શર્ટ પહેર્યો હતો અને હું શું એટલી બધી નશાની હાલતમાં હતી કે એક શર્ટનાં કારણે વિનીતને રુદ્ર સમજી બેઠી...!!”

ફરી શાંતિ છવાઈ ગઈ. વિનીત વચ્ચે વચ્ચે પાણીના ઘુંટડા ભરતો જતો હતો.

“તારી ઝીણી આંખ. ઉપરથી તારું નશામાં બોલવું...” એટલું કહી વિનીત અટક્યો. એ ગડમથલમાં પડ્યો. “શું આગળ વાત કરવી જોઈએ કે નહીં..!!”

અટકતો વિનીતને જોઇને પ્રિયા દિવાલનાં સામે જ તટસ્થ આંખો રાખી કહ્યું, “ વિનીત બધું જ બક જે. જે થયેલું છે એ બધું જ.”

“ એક કલાકથી પણ વધુ મને તારા નજદીક બેસાડી રાખ્યો.” વિનીતે ફરી એ જ વાક્ય ધોહરાવ્યું. તે થોડો અટક્યો અને પ્રિયાના સમગ્ર ચહેરાને જોતા જ વિશ્વાસથી કંઈક પ્રેમથી કહેવાં લાગ્યો, “ પ્રિયા..!! તું કેટલી ખુબસુરત છો. એણી ખબર છે તને!! તારી અદા, તારી આંખો, તારું નશીલાપણું, તારું નશામાં બોલવું, તારા હોઠ. ઓહ્હ સમગ્ર તું...તું કેટલી કાતિલાના છો!! મારા જેવા તો શું પણ કોઈ પણ જુવાનીના જોશમાં...”

વિનીત પોતાનું વાક્ય પૂરું કરે એના પહેલા જ પ્રિયાએ વિનીત સામે ચહેરો કરી ગુસ્સાથી કહ્યું, “ જુવાનીના જોશમાં તે હદ પાર કરી દીધી એમ કહેવાં માંગે છે તું...??”

“પ્રિયા જસ્ટ કૂલ. હું આખી વાત જણાવું છું. પ્લીઝ પ્રિયા. શાંત.” વિનીતે એટલું કહીને ઝડપથી વાતની શરૂઆત કરી દીધી. પરંતુ પ્રિયા બેચેન થઈ રહી હતી.

“રુદ્ર...!!” એટલું કહીને તું જોરથી ચિલ્લાવી. “તને હું કેટલો લવ કરું છું. તને હજુ પણ વિશ્વાસ નથી મારા પર?? હું નીલને નથી ચાહતી. હું તારા લવમાં પાગલ છું રુદ્ર. સાચું કહું છું રુદ્ર. હું તારા લવમાં... તને જવાબ જોઈતો હતો ને...જવાબ...”

મને લાગ્યું કે હવે આ બધું વધુ પડતું થઈ રહ્યું હતું. હું તને હચમચાવીને કહેવાં લાગ્યો, “ પ્રિયા, હું રુદ્ર નથી. હું વિનીત છું. વિનીત..!!” પણ તું જરા પણ સમજવા માંગતી ન હોતી. અચાનક જ તારામાં પાગલપણું આવ્યું હોય તેમ, “ રુદ્ર, તને વિશ્વાસ નથી થતો. તું મારા જવાબથી સતુંષ્ટ નથી. તું જવાબ સાંભળી મને હગ કેમ નથી કરતો. મને પ્યાર ભરી કિસ કેમ નથી કરતો.” એટલું કહીને તે મને જોરનો ખેંચ્યો અને હું તારા પર ઢળી ગયો. મેં તને સમજાવાની બનતી કોશિશ કરી. "પ્રિયા પ્લીઝ. તું આવું નહીં કર. હું રુદ્ર નથી. વિનીત છું. ઓહ્હ !! હું તને આમ એકલીને છોડીને પણ નથી જઈ શકતો. પ્રિયા પ્લીઝ આપણાથી ભૂલ થઈ જશે."

પ્રિયા વિનીતની વાતો સાંભળીને, “ઓહ્હ, એટલે આ બધું જ મારા લીધે થયું છે. તને ઉશ્કેરાવ્યો હતો.”

વિનીત ચૂપ રહ્યો. પ્રિયા પોતાને ઠપકો આપતી રહી.

“આઈ થિંક હવે આગળ શું થયું એ મારે કહેવાની જરૂર નથી....” વિનીત વાતને પૂરી કરતો હોય તેમ કહેવાં લાગ્યો.

“નહીં વિનીત. મારે બધું જ સાંભળવું છે. એક એક વાત. સેક્સ કરવાના ટાઈમે આપણે બંને તો શરમાયા નહીં. તો એ જ વાત તને કરવામાં અને મને સાંભળવા માટે પણ શરમ રાખવી નહીં જોઈએ.” પ્રિયાએ કડક શબ્દોમાં કહ્યું.

“વેલ, પ્રિયા!!” વિનીતે ઊંડો શ્વાસ લેતાં કહ્યું,“ નાનું બાળક જેમ પોતાને લાડ લડાવે અને જવા નહીં દે એમ તારું નશામાં બીહેવ હતું.”

“વિનીત, શું હું એટલી બધી નશાની હાલતમાં સ્પષ્ટપણે વાતો કરતી હતી. અને તો પણ હું તને ઓળખી ના શકી?” પ્રિયાએ પ્રશ્ન કર્યો.

“ના હું જસ્ટ સ્પષ્ટપણે કહી રહ્યો છું. બાકી તું અર્ધખૂલ્લે આંખે તો ક્યારેક બંધ આંખે તૂટક તૂટક શબ્દે કહેતી જતી હતી.” વિનીતે જવાબ આપ્યો.

પ્રિયા સાંભળી રહી વિનીતના કથનને.

“રુદ્ર તું રિસ્પોન્સ કેમ નથી આપતો. તને આવતીકાલ સવાર સુધી જવાબ જ જોઈતો હતો ને..?? નીલ સાથે હું લગ્ન કેમ કરું ? આ સવાલ તારા મનમાં આવ્યો જ કેમ? હું તને ચાહું છું. તને લવ કરું છું. ટ્રુ લવ ..!!” તું કહેતી જતી હતી. એવામાં જ અચાનક તું ગુસ્સે ભરાઈને મને નજદીક ખેંચ્યો, “ તને મારા પર વિશ્વાસ નથી. મારી લાગણીથી વધારે તને કંઈ સાબિતી આપું? હું નીલ ને નહીં તને ચાહું છું. તું મને ઈગ્નોર કેમ કરી રહ્યો છે. એટલું કહેતાની સાથે જ મારા ગાલ પર તું કિસ કરવાની ટ્રાઈ કરવા લાગી. તારી લાળ મારા ગાલને ભીંજવી રહી હતી. તારા નાજુક મુલાયમ હાથ મારા ગળે ફરતાં હતા. હું તને અળગી કરવાં મંથી રહ્યો પરંતુ હું આસક્ત બન્યો બીજી જ પળે હું પોતાના પરનો કન્ટ્રોલ ગુમાવી દીધો અને તારા આખા દેહને ચૂમી લીધું. તે સાથે જ તું કહેવાં લાગી, “ ઓહ્હ રુદ્ર !! ઓહ્હ રુદ્ર !! ઓહ્હ રુદ્ર તું મને ચાહે છે. ઓહ્હ રુદ્ર તું પણ મને ટ્રુ લવ કરે છે..!!”

“જસ્ટ શટ અપ..!!” પ્રિયાએ ચીખતા પોતાના હાથ કાન પર રાખી દીધા અને આંખો એવી જોરથી ભીડીને ધડધડ કરતાં આંસુ વહાવી નાંખ્યા.

ત્યાં જ વિનીત ચેર પરથી ઊઠીને પ્રિયાના સામે પગના ઘૂંટણે બેસી બંને હાથનાં આંગળા એકમેકમાં ભેરવી કહેવાં લાગ્યો, “પ્રિયા, તું મને જે સજા આપશે એ મંજુર છે. બટ બીલીવ મી મારો કોઈ ગંદો ઈરાદો ન હતો. આઈ એમ રિઅલી સોરી. હું તે સવારે પણ આવ્યો હતો જયારે તું રુદ્રના કમરા તરફ જઈ રહી હતી આ બધી જ વાત કરવાં માટે, બટ તું તે સવારે પણ અને એના પછીના દિવસો માં પણ ઇગ્નોર કરતી રહી. મેં મળવા માટે મેસેજ પણ ઘણા કરેલા બટ તને હું એટલો સિરીયસ લાગ્યો નહીં. ઘરે કેટલી વાર પણ આવી ગયો ત્યારે એક જ મેસેજ મળતો કે તું રુદ્ર સાથે ફરવા ગયેલી છે. ના છુટકે આજે સાંજે મુલાકાત થઈ પરંતુ તારું મૂડ ઠીક ના લાગતાં...!!”

“વિનીત હું હોશમાં નહીં હતી પણ તું તો હોશમાં હતો ને?? તું પોતાના પર કન્ટ્રોલ કેમ ના રાખી શક્યો?” પ્રિયા ગુસ્સામાં ભભૂકી.

“પ્રિયા મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. તું મને જેલભેગો કરશે તો હું એના માટે પણ તૈયાર છું.” વિનીત આંખ નીચી રાખીને કહી રહ્યો હતો.

“આપણા બંનેની મોટી ભૂલ નહીં મૂર્ખતા ભરી ભૂલ થઈ છે.!!” પ્રિયાએ દીવાલ સામે જોઈને આંખમાં આંસુઓ લાવીને પોતાનો ગુનો પણ સ્વીકારતી હોય તેવી રીતે કહ્યું અને તે ઊભી થઈ.

“પ્રિયા, તું રુદ્રને શું કહીશ...” વિનીતે પ્રિયાની આંખમાં આંખ નાંખી પ્રશ્ન પૂછ્યો. અને તે સાથે જ પ્રિયાએ વિનીતના ગાલ પર જોરદારનો ચાટો લગાવ્યો અને આંખમાં આંસુઓ સાથે તે કિચનમાંથી ઝડપતી નીકળીને ઘરની બહાર આવી ગઈ. વિનીત એની પાછળ દોડતો કહેવાં લાગ્યો, “પ્રિયા, તું જે કહીશ એ કરવાં તૈયાર છું.”

****

“ખોલને દરવાજો પ્રિયા...પ્રિયા...ઓ યારા....!!” સોની દરવાજા પર બંને હાથે હજુ પણ આંસુઓ લઈને ચિંતાથી જોર જોરથી બરાડા પાડતી રહી.

થોડી જ મિનિટોમાં પ્રિયાને ભાન થયું હોય તેમ પોતાનું અસહ્ય દ્રશ્યના વિચારોમાંથી અળગી થઈને સોનીના અવાજને સાંભળવા લાગી અને તે સાથે જ રૂદ્રનો વિચાર માત્ર કરીને પણ પોતાનું આખું શરીર ધ્રુજવા લાગ્યું હોય તેવો દર્દભર્યો અનુભવ કરવાં લાગી.

(ક્રમશઃ..)