કયો લવ ભાગ : ૨ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ભાગ : ૨

કયો લવ ?

ભાગ (૨)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયા ની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨

કયો લવ ?

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી,તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી,બસ માસુમ આંખોમાં આંસુ લઈ,એક જ વિચારમાં પડી રહી હતી,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો.અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું,ભાગ (૧) માં આપણે વાચ્યું કે,મુખ્યપાત્ર પ્રિયા,બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે,જેની બેસ્ટ ફ્રેન્ડ સોની,બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં મુલાકાત થઈ હતી ..... ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે ,એના માટે ભાગ (૧) જરૂર વાંચજો.. )

હવે આગળ......

સરને નવાઈ લાગી ન હતી કેમકે તેમનું જુવાન દેહ જ એવું હતું,જે કોઈને પણ આકર્ષી શકે.આવી કોમ્પ્લીમેન્ટ મળતી જ રહેતી હતી,એટલે એમણે નાની અમસ્તી સ્માઈલ આપી,બોર્ડ પર પોતાનું નામ લખ્યું “નીલ વોરા”.

હેલ્લો ગુડ આફ્ટરનુન એવ્રી વન...આખા ક્લાસમાં સંભળાય એવું એક નાની સ્માઈલ આપી સર બોલવા લાગ્યાં.

પ્રિયા “નીલ વોરા” નામ વાંચી ચમકી....

પ્રિયા ચોથા નંબરનાં બેંચ પર, એ પણ દીવાલને અડી કોર્નરમાં બેઠી હતી,એને પોતાની આંખ પર કઈ ધોકો તો નથી થતો ને એટલે તે બરાબર ઓળખવા લાગી,સ્માઈલ પણ એ જ છે એકદમ ટુંકી,જાણે સ્માઈલ આપવામાં આજે પણ એ જ કંજુસાઈ દેખાતી હતી.એ દિવસે તો જીન્સ અને ટીશર્ટ પહેરેલું હતું,પણ આજે એકદમ ઓફિશિયલ કપડા હતાં.પણ નીલ વોરા નામ તો લખી દીધું છે,હવે શું વિચારવાની વાત યાદ આવે,એમ પ્રિયા વિચારતી પોતાને કહેવાં લાગી.

આખા પિરીયડ દરમિયાન નીલ સર જેટલું લેક્ચર આપ્યું હતું,એ બધું જ પ્રિયાને ઉપરથી ગયું હતું, તે પોતે ભાનમાં જ ન હતી,બસ એ પોતે આકર્ષિત એ દિવસે થઈ હતી,એટલું ખબર હતું,પણ આજે તો પૂરેપૂરી ૪૫ મિનટ્સ માટે,સામે નીલ વોરા જ ઉભેલો દેખાતો હતો.

એક વાર તો થયું કે હાથ ઉંચો કરી સર નીલને,પોતાની તરફ ધ્યાન કરી કહી શકે કે, આપણી મુલાકાત કોલેજ રોડે થઈ હતી.પણ હૈયું ધકધક કરી રહ્યું હતું.વિચારો એક પછી એક એવાં દોડતા હતાં કે લેક્ચર ક્યારે પત્યો અને સર નીલ ક્યારે જતા રહ્યાં ક્લાસમાંથી, એની પણ ખબર નાં પડી.

લાસ્ટ લેક્ચર હતો,એટલે બધા ક્લાસમાંથી પોતાની બુક્સ,બેગોને સમેટી નીકળવા લાગ્યાં હતાં.સોની આજે કાયા સાથે લાસ્ટ બેંચ પર જઈ બેસી હતી,એટલે તે પણ બેગ સમેટી,પ્રિયાની બેંચને ત્યાં આવે છે.

“ઓ મેડમ,લેક્ચર પૂરો થઈ ગયો,રોજ તો ક્લાસ છોડી ભાગવા માંડે,આજે કેમ બેંચ સાથે ચોટીને બેસી છે.”સોનીએ પ્રિયાને હલાવતા,જાણે સપનામાંથી હકીકતમાં લાવતી હોય એ રીતે કહ્યું.

સામે છોકરીઓનું ટોળુંમાં,બધાની મજાક ને ગપસપ ચાલી રહી હતી, “ ક્યાં બાત હૈ,અપને નયે સર કો દેખા...અને છોકરીઓ ભેગી મળી,એકમેકને તાળી આપતી,તો કોઈ આંખ મારીને મજાક કરતી,તો કોઈ સો સ્વીટથી લઈને,ફિદા થઈ જવાની વાતો કરતી,તો બીજી કહેતી ...અબે કુછ નહી,ઓવરસ્માર્ટ લગ રહા થા.... નાં અવાજો ને ખીલખીલાટનો પડઘો સંભળાતો હતો.

“ઓ....ચલ અબ ઉઠનાં...,યે લડકીઓ કી તરહ, તેરે ભી હોશ ઉડ ગયે ક્યાં?” સોની થોડી ખિજાઈને રમૂજમાં કહેવાં લાગી.

પ્રિયા પોતાનાં વિચારોથી અળગી બની,પોતાનું બેગ સમેટી,સોની અને કાયા સાથે ક્લાસમાંથી બહાર નીકળી,દાદરા ઉતરવા લાગી.

કોલેજ ચાર માળની હતી,વર્તુળમાં વૃક્ષો વાવ્યા હતાં,કોલજની બિલ્ડીંગ મધ્યમાં આવી હતી,તેની સામે મોટું કમ્પાઉન્ડ હતું અને આજુબાજુ,છુટે છુટે એક એક વૃક્ષો વાવ્યાં હતાં,બધા જ વૃક્ષની ફરતે ગોળ ચબુતરો બનાવ્યો હતો,જ્યાં વિદ્યાર્થીઓનું પોત પોતાનું ટોળકું,બેસી કે ઉભા રહી મસ્તી મજાક કે જેણે કઈ વાંચવું હોય તો વૃક્ષને છાયડે બેસી ને પોતાનું કામ કરી સક્તા.આવન-જાવન માટેનો મોટો ગેટ હતો જ્યાં બે પહેરેદાર બ્લુ કલરનાં કપડામાં સજ્જ અને હાથ માં મોટો દંડો લઈ ફરતાં.

બીજા ફ્લોર પર પ્રિયાનો ક્લાસ આવતો હતો.આખા દાદરે ઉતરતા પ્રિયાની સામે બસ કંજુસાઈ વાળી નીલની સ્માઈલ જ સામે આવી રહી હતી.હૈયું જાણે એનું આજે,પહેલી વાર જ ધડકતું થઈ ગયું હોય,એમ એ ધડકન નો અવાજ મહેસુસ કરી રહી હતી.

પ્રિયાને, પોતાની બેસ્ટ યાર સોનીને બધી જ વાત કરવી હતી,કે આજે એનું દિલ શું કામ એટલું બધું ઉછળી રહ્યું છે,પણ આ બધી વાત સોનીને એકાંતમાં કહેવાં માંગતી હતી.

ત્યાં જ કેમ્પસ સુધી પહોંચતા,રોનક અને વિનીત સાથે બીજા ફ્રેન્ડસ ક્યારના ઉભા રહી વેઈટ કરી રહ્યાં હતાં.સખત તડકાને કારણે,બધા ભેગા મળી ઝાડના ચબૂતરે પહોંચે છે.

પ્રિયાનાં ગ્રૂપનાં દોસ્તો હંમેશા ક્લાસ ચાલું થવા પહેલા અને પછી અડધો કે એક કલાક કે તેથી પણ વધુ સમય ગપ્પા મસ્તી માં જ કાઢી દેતા,અને પછી જ ક્લાસમાં સમયસર દાખલ થતાં, અને જયારે છુટા પડવું હોય,ત્યારે આખુ ગ્રૂપ મળીને હાલચાલ પહેલું પૂછતું હતું.

સોની,બોયફ્રેન્ડ રોનક સાથે મસ્તી કરવામાં પડી ગઈ હતી.ત્યાં જ વિનીત પોતાનાં વાળને એક હાથે, સરખા કરતા સ્ટાઇલ મારીને પ્રિયા પાસે આવી કહેવાં લાગ્યો, “ હાય બેબ,લુકીંગ બ્યુટીફૂલ...

વિનીતને હમેશાં સ્ટાઈલીશ રહેવું પસંદ હતું, કપડાથી લઈ બધું જ બ્રાન્ડેડ વસ્તુ વાપરતો.રોજ વાળની નવી નવી સ્ટાઇલ,જાણે ફોરેનનો કોઈ મોડલ જ નાં આવી પડ્યો હોય કોલેજમાં,એવી રીતે રહેતો, એમાં દાઢી પણ અલગ અલગ સ્વરૂપમાં જોવા મળતી,અને ડાબા કાનમાં ચમકતું ડાયમંડની નાની બુટ્ટી પહેરતો હતો.ગોરો વાન હતો અને ઊંચાઈ છ ફૂટ ,મસલવાળું સ્નાયુબંધ શરીર,જે રોજ જીમ જવાથી થયું હતું ,ઇન્શોટ વિનીત પોતાને ખૂબ જ લાઈક કરતો અને વધારે પડતું ઘમંડમાં જ રહેતો, કે પોતે એક હેન્ડસમ અને અમીર બાપનો દીકરો, જેણે જોઇને છોકરીઓ સામેથી ભાવ આપવા આવતી.અને બેગ કે બુક્સની તો વાત જ ન કરવી,બેગ તેની પાસે ક્યારે પણ રહેતું ન હતું,મોબાઇલ,પૈસાથી ભરેલું વોલેટ,કાર અને બાઈકની ચાવીઓ રાખતો.

પ્રિયા વિનીતને જાણે અવોઇડ કરતી હોય એમ ઉપર આંખો ફેરવી,બીજે જોવા લાગી.વૃક્ષનો પવન એક સાથે આવતો અને થોડી વારમાં બંધ પડી જતો,અને તેની સાથે વૃક્ષના પાંદડાના ખડખડ થવાનો અવાજ પણ બંધ થઈ જતો.પણ આ પવનથી પ્રિયાની ઝીણી આંખો વધુ ઝીણી થઈ જતી,અને લાંબા વાળ,પવનની દિશામાં વધુ ઉડવા લાગતા.

પ્રિયા દરરોજ સુંદર જ દેખાતી હતી,તેનો ચહેરો હંમેશા ખુશ જ દેખાતો હોય.પ્રિયાએ આજે બ્લેક કલરનો ફુલ્લ બાયનો કોટન ઇન કરેલો શર્ટ,અને સ્કિની ફીટ,બ્લેક કલરનું જ જીન્સ પહેર્યું હતું ,બેલ્ટ રેડ કલરનો અને પગમાં પણ રેડ કલરની પોઈન્ટ હિલ્લ્સ સેન્ડલ, કોઈ મોડેલ રેમ્પ પર વોક કરવા નીકળે એવી રીતે એના વાળ બાંધેલા હતાં,કે માથા પરથી એક પણ વાળ ઉડી ન શકે ,સિલ્કી ચમકતા વાળમાં રેડ કલરનું આટા મારીને ફીટીંગ હેર ટાઈ લગાવ્યું હતું,અને ભરાવદાર હોઠો પર રેડ કલરની લીક્વીડ લીપ્સ્ટીક લગાવી હતી.

હેય..ડોન્ટ કોલ મી બેબ ઓ.કે... પ્રિયાએ ગુસ્સાથી ત્રાસી નજરે જોઈ વિનીતને કહ્યું.

ઓહ...!! ઓ.કે....ઓ.કે, હા મિસ પ્રિયા....યાદ આવ્યું,મેં તને કેટલી વાર બેબનાં નામ થી બોલાવી હતી,પણ ત્યારે પણ તારું આ નાક,ગુસ્સાથી ઉપર ચડેલું રહેતું..” વિનીતે થોડું મજાક ભરેલું મોઢું દેખાડતા કહ્યું.

સોની જઈએ હવે ઘરે ? પ્રિયા, સોની અને રોનક તરફ વળી,ભારે સ્વરે કહેવાં લાગી.

બટ મિસ પ્રિયા,બેબ નામમાં શું ખરાબી છે,હું તો મેઘાને,સોનિયાને,અને કીવોનને પણ બેબ જ કહું છું.”વિનીત પોતાની એક એક આંગળીઓને ગણાવતો કહી રહ્યો હતો.

“બેબ નામમાં કઈ ખોટું નથી,તું બસ પોતાની આંગળીઓ ગણતો રહે,અમે જઈએ છીએ બાય ” થોડું ગુસ્સાથી છણકો કરી પ્રિયા સોનીને ખેંચીને ચાલવા માંડી.

“પ્રિયા...ઓ મિસ પ્રિયા...” વિનીત જાણે મોટી બુમો પાડતા અટહાસ્ય કરી વિચારવા લાગ્યો,કે આજે તો પ્રિયાને વધારે જ ચીડવી દીધી.

“ શું છે પ્રિયા,આજે એટલી ઉતાવળ કેમ છે?” સોની થોડી ગુસ્સે થઈ ચાલતા ચાલતા કહેવાં લાગી.

“ ઘરે પહોંચીને નિરાંતે કહું છું ”પ્રિયાએ શાંતિથી ઉત્તર આપ્યો.

પ્રિયાના ગ્રૂપનાં દોસ્તો છુટા પડી પોતપોતાનાં ઘરે જવા નીકળી પડે છે,સોની અને પ્રિયા બંને ભેગી જાય છે કારણકે બંને એક જ બિલ્ડીંગ માં રહે છે.

રાત્રે પ્રિયા,સોનીને ત્યાં જાય છે અને બેડરૂમમાં બેસી પલંગ પર ગોઠવાઇને,પોતાની વાત કરવા વળગે છે.

“સોના યાર મને કઈક કહેવું છે.” પ્રિયા સોનીનાં નજદીક જઈ આંખમાં આંખ મેળવી કહેવાં લાગી.

કેમ પ્યાર થઈ ગયો કે ? આજે આવ્યા હતાં એ સર નીલ...શું નામ હતું નીલ...વો...? સોની મજાકમાં કહેવાં લાગી.

કારણ કે સોની જાણતી હતી,પ્રિયાને કેવા પ્રકારના છોકરા પસંદ હતાં ,અને જેવી રીતે તે ક્લાસમાં, ક્યારની લેકચર પત્યા બાદ પણ ત્યાં જ બેસી રહેલી,એના પરથી અનુમાન લગાવી તે કહેવાં લાગી.

પ્રિયા,સોનીનો લંબગોળ ચહેરો જોતી જ રહી ગઈ.

સોનીનો ચહેરો લંબગોળાકાર ઘહુંવર્ણનો હતો,આંખો કાચની જેમ ચમકદાર,ગોળ આકારની હતી,અને આંખની પાંપણો કાળી ભ્રમરોથી ભરેલી,નાક સહેજ લાંબુ,અણીદાર પણ શોભે એવું,ગાલમાં જમણી બાજું વાત કરતા નાનું ડિમ્પલ પડતું ,હોઠ ઉપર નીચેના પાતળા હતાં અને હંમેશા જ આંખથી પારખવાની તેની વૃતિ હતી.

પ્યાર ..? પ્રિયા,સોનીને વિસ્મયથી કહેવાં લાગી.

પણ આ નીલ વો ..? શું નામ હતું નીલ અને પછી સરનેમ શું છે? આ નામ ક્યાંક સાંભળેલું જેવું લાગે છે ને પ્રિયા ? પ્રશ્ન પૂછતી સોનીએ પ્રિયાને પૂછ્યું.

હા..એ જ કહું છું , નીલ, પૂરું નામ નીલ વોરા..!! પ્રિયા હર્ષઘેલી આશ્ચર્ય સાથે ઉછળીને કહેવાં લાગી.

હા, એ શું બોલને હવે...? સોની બંને આંખોનાં મોટા મોટા પલકારો મારી કહેવાં લાગી.

“અરે યાર,તને યાદ છે,મેં તને આવીને બધી જ વાત કરેલી ,છ મહિના પહેલા નીલ વોરાને મળી હતી ,કોલેજ રોડને ત્યાં,અને ત્યાં ખબર નહી,વિનીતની સામે કાર આવતા જોઈ,મેં મારું સ્કુટી,ત્યાંથી ભગાવી મુક્યું હતું.” પ્રિયા એકશ્વાસે કહી ગઈ.

“ અવ્વ... તો પ્યાર પોતે જ તારો પીછો કરતા,તારે પછવાડ આવ્યો છે એમ ને ? હા તો તને ક્લાસની અંદર તો નહી,પણ જતી વેળે સરરરર...નહી... નીલને મળવું હતું તારે..” સોનીને હવે મજા પડી હતી,એટલે પ્રિયાને તે ચીડવી ,કહેવાં લાગી.

“અરે નાં એવું નથી,મેં તને કીધુ હતું ને કે,હું જસ્ટ એટરેક્ટ થઈ છું,બીજું કહી નહી યારા...”પ્રિયા પોતાની સફાઈ આપતા સોનીને કીધું.

“ઠીક છે,આકર્ષણ સુધી જ રાખજે તારું આ મનડું અને દિલને,કેમ કે સર છે યુ નો !” એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે સારી સલાહ આપતી સોનીએ કહ્યું.

“હા સર તો છે જ,તો શું થયું? મારે ક્યાં પ્યારમાં પડી લગન માટેના ઝંડા હવામાં ઉડાવાના છે?મારા તો અરેંજ મેરેજ થવાના છે ને ,એ પણ મારા મોમ ડેડનાં મરજી મુજબ,અને છોકરા જોવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે ”થોડા ઉદાસ ચહરે પ્રિયા કહેવાં લાગી.

પ્રિયાના અરેંજ મેરેજ જ થશે,એના પછવાડ પણ એક મોટું કારણ હતું.

“હા તો હવે શું કરવું છે તારે,મળવું છે નીલ વોરા ને ?”સોનીએ સહજ પ્રશ્ન પૂછ્યો.

“ના યાર,મને મળવું પણ નથી અને કઈ નથી કરવું,મને બસ જોવું છે કે આટલા વિદ્યાર્થીમાં નીલ વોરા મને ઓળખી શકશે કે નહી, કે પછી જેમ આજે ભણાવીને જતા રહ્યાં એવું જ થયા કરશે ” પ્રિયા થોડી ગંભીર થઈને કીધું.

ઓ.કે તારી મરજી,અને જો તને ઓળખી જ નાં શક્યા તો ? સોનીએ વળતો પ્રશ્ન કર્યો.

“હું વેઇટ કરીશ ત્યાં સુધી,પણ હા થોડું ધ્યાન પડે એવું તો કઈક કરવું જ પડશે,પણ આપણા ગ્રૂપમાં તું હમણાં કોઈને જણાવતી નહી.”પ્રિયા જાણે પહેલાથી જ વિચારી રાખ્યું હોય કે, એ શું કરવાની છે,એવી રીતે કહેવા લાગી.

ઠીક છે,તું જ બતાવી દે જે.જયારે તને કહેવાં જેવું લાગે ત્યારે.” સોનીએ સરળતાથી કીધું.

ઓ.કે બાય,ગુડ નાઈટ..”કહી પ્રિયા પોતાનાં ઘરે ચાલી જાય છે.

થોડા દિવસ સુધી તો આ જ નિત્યક્રમ ચાલતો રહ્યો, નીલ વોરા ક્લાસમાં આવી ભણાવીને જતા રહે છે.પણ પ્રિયા,નીલની નજરોમાં આવતી જ ન હતી.આ બધું જોઈ પ્રિયા અકળામણ અનુભવી રહી હતી.

પ્રિયાને પણ એક અંશે પોતાની ખુબસુરતી પણ થોડું ઘમંડ તો હતું જ અને બીજું કે નીલ વોરા પોતે કેવી રીતે પોતાની તરફ આકર્ષાય, કે એક નજર તો નાંખે,અને પોતાને ઓળખે,એટલી જ ઈચ્છા એક દિલનાં અંદરખાને રાખી હતી.

પ્રિયા આ જોઈ પોતાનાં મન ની વાત સોની સાથે શેર કરવા લાગી.

સોનીએ સજેસ્ટ કર્યું કે, જો તું મળી નાં શકે તો,તું મેસેજ પણ કરી શકે છે નીલ સરનાં મોબાઇલ નંબર પર..

તને ખબર છે ને મારી સાથે કઈ ને કઈ ગોટાળો થતો જ રહે છે,અને યાર મેં નંબર પણ સેવ નથી કરેલો.

ઠીક છે, પણ તારે કરવું શું છે ? દોસ્તી કરવી છે કે પ્યાર કે પછી આમ જ ક્લાસમાં બેસી રોજ સરનાં દર્શન કરવા છે? અકળામણ અનુભવી સોની કહેવાં લાગી.

પ્રિયાને પોતાને પણ નથી ખબર કે પોતે શું કરવા માંગે છે,પોતે આકર્ષાઈ છે એટલું ખબર હતું.

મને પણ એની ખબર નહી”.પ્રિયા સોનીને કહેવાં લાગી.

તો બસ કર હવે,છોડી દે આ બધું આકર્ષણ અને નકામું રોજની અકળામણ કરતી વાત,અને હવે મેડમ સ્ટડીમાં ધ્યાન આપો,એકઝામ્સ નજદીક આવી રહી છે.” સોની બેસ્ટ સલાહ આપતી કહેવાં લાગી.

“ઠીક છે ભૂલી જઈએ છે અને આ વાતને અહીંથી જ સ્ટોપ કરીએ છે, ઓ.કે માય ડાર્લિંગ.”કહી પ્રિયા સોનીને મજાકી થતાં વળગી પડે છે.

રોજનો એક જ નિત્યક્રમ,નીલ સર ક્લાસમાં આવે,ભણાવે,અને પ્રિયાને બધું જ ઉપરથી જતું ,કેમ કે એ લેક્ચર સાંભળવામાં નહી પરંતુ નીલને નિહાળવાનું કામ વધારે કરતી.

હવે પ્રિયાનાં મગજ અને દિલોજાનમાં નીલ સિવાય કઈ નહી દેખાતું હતું,નીલ સાથે એ રાતના પણ રંગીન સપના જોવા લાગી હતી.નીલ એના પ્રેમમાં અને પોતે નીલનાં પ્રેમમાં,બંને એકમેકની બાહોમાં ઝૂલતાં,કોઈ મદમસ્ત પ્રેમીપંખીડાંની જેમ લગોલગ એકમેકને હગ કરતા,ગાઢ ચુંબન કરતા જોઈ રહી હતી.

પ્રિયા ભલે સોનીને કહી દીધું હતું કે,નીલની વાતને અહિયાં જ બંધ કરી ભણવામાં મન લગાડું,પણ હકીકત કઈ બીજી જ હતી,એ વધારે ને વધારે એકતરફી પ્યારમાં નીલ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી હતી.

બીજી તરફ નીલ આ વાતથી તદ્દન અજાણ હતો,એ તો ક્લાસમાં આવી ભણાવી જતો રહેતો,એણે ખબર જ નહી કે,જે પ્રિયા નામની છોકરી એણે કોલેજ રોડ પર છ મહિનાં પહેલા મળી હતી, એ એના એકતરફી પ્રેમમાં પડી છે.

પ્રિયા હવે બધું ભણવાનું છોડી,નીલને સાચે જ પોતાની તરફ ધ્યાન ખેંચવા માગતી હતી.

જયારે જયારે નીલ લેક્ચર આપતા અને ક્લાસમાં બધા વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન કરતા ત્યારે,પ્રિયાને તે પ્રશ્નનો જવાબ ન આવડવા છતાં પણ હાથ ઉચો કરી દેતી,એ બહાનાથી કે, એ પોતે ઉભી રહી જવાબ આપી શકે અને નીલ એણે ઓળખી શકે.પણ પ્રિયાનો ક્યારે પણ નંબર લાગી નાં શક્યો.

પ્રિયાએ પણ અજીબ હટ મનમાં પકડી રાખી હતી,કે નીલ એણે આટલા બધા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઓળખી શકે એ પણ ૧૦ મિનીટની,છ મહિના પહલે થયેલી મુલાકાતનાં આધારે.જાણે એ પોતે આ ઓળખની રમત રમી રહી હોય ,એવી રીતે એનો સ્વભાવમાં પણ બદલાવ કરતી ગઈ.

ચાર પાંચ વખતે ઉચા ઉચા સ્વરે જયારે નીલ સર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતો,ત્યારે પ્રિયા પણ ખોટો કે સાચો જવાબ ખબર ન હોવા છતાં પણ ઉચા સ્વરે ઉછળીને બોલવા લાગતી,પણ તેનો અવાજ સર સુધી નાં પહોંચતા ,બધા જ વિદ્યાર્થીનાં બોલવા જતા એકસ્વરનાં ઘોંઘાટમાં ભળીને,એનો જવાબ એણે જ સંભળાતો.

સોનીને બધું ખબર તો હતું જ અને તે જોઈ પણ રહી હતી કે, પ્રિયા ભણવામાં ધ્યાન નથી આપતી,પ્રિયાની ચંચળતાથી તે વાકેફ હતી.

પ્રિયાના દિમાગમાં કઈ રમત ચાલી રહી હતી ઓળખ માટેની, એ તો એનું જ દિમાગ જાણતું.

એ દિવસે તો કોલેજમાં મન પાક્કું કરીને જ આવેલી કે હવે નીલ, પોતાને સામે ન જોય તો કઈ નહી, એ પોતે જ ક્લાસમાં ઉભી થઈ,નીલને પોતાની તરફ જોતો કરશે.

પ્રિયાએ એવું જ કર્યું,નીલ તેને ઝડપતી ઓળખી શકે એ માટે છ મહિના પહેલા,જે મરુન કલરનો પટિયાલા ડ્રેસ દસ મિનટની મુલાકાતે પહેરેલો હતો,એ જ ડ્રેસ,એવો જ મેઅકપ,એ જ હેર સ્ટાઇલ કરીને ક્લાસમાં આવી હતી.

નીલ સરે થોડું શીખવ્યા બાદ પ્રશ્ન પૂછ્યો,બધાએ જ આંગળી ઉચી કરી હતી,એમાં પ્રિયાએ પણ કરી હતી,પણ નીલે એક છોકરાને જવાબ આપવા ઊભો કર્યો,ત્યાં તો પ્રિયા પોતે જ ઉભી થઈ ગઈ,અને આખા ક્લાસમાં સંભળાય એવું જોરથી, “ સરરરર...રર ” કહીને, જાણે ઘણા દિવસનો મનનો ઉકળાટ ઠેલવતી હોય એવી રીતે ઉચ્ચાર કર્યો.

આખો ક્લાસ શાંત થઈ ગયો હતો અને એ છોકરો પણ ઉભેલો,અચાનક ઉભેલી પ્રિયાને જોવા લાગ્યો.

નીલ સરથી લઈને આખા ક્લાસનું ધ્યાન પ્રિયા તરફ મંડી પડ્યું હતું.

નીલ પ્રિયાની નજરોમાં નજર મેળવી સ્થિર થઈ ગયો....

(ક્રમશ : ...)