કયો લવ ભાગ : ૮ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ભાગ : ૮

કયો લવ ?

ભાગ (૮)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૮

ભાગ (૮)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી,તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી,બસ માસુમ આંખોમાં આંસુ લઈ,એક જ વિચારમાં પડી રહી હતી,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧,૨,૩,૪,૫,૬ અને ૭ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો.અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું,ભાગ(૧) ,ભાગ(૨), ભાગ(૩), ભાગ(૪), ભાગ(૫) ભાગ(૬) અને ભાગ(૭) માં આપણે વાચ્યું કે,મુખ્યપાત્ર પ્રિયા,બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે,જેની બેસ્ટ ફ્રેન્ડ સોની,બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે,અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે,એવામાં કુલદીપ નામના છોકરાનું,પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી,નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે,અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ,પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો,પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે ,અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે,આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે,જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે,પણ તે પણ તોછડી મુલાકાત,જેઓ બંને નથી જાણતા કે,એકમેકના પરિવારજન,બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત,એક ગાર્ડનવાળી જગ્યે બંને ને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે,પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર ,પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે.પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે,પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી,ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી,કુલદીપ વિશેની સફાઈ આપે છે,ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે ,એના માટે ભાગ(૧), ભાગ(૨),ભાગ(૩),ભાગ(૪),ભાગ(૫), ભાગ(૬) અને ભાગ (૭ ) જરૂર વાંચજો..)

હવે આગળ...............................

અને એ રવિવારનો દિવસ આવી જ ગયો...

પ્રિયા આવા કપડામાં પોતાનું રૂપ,પહેલીવાર જોઈ રહી હતી,પોતાને પણ ઘણું અજુગતું લાગી રહ્યું હતું,પણ પ્રિયાને આ રુદ્ર માટે, આવું જ કરવું હતું.

પ્રિયા અરીસામાં પોતાનું રૂપ જોઈ ઝીણી આંખો કરી,હાથના ઇશારાથી જાણે,હાથમાં પિસ્તોલ પકડી હોય,એ રીતનું પોઝીશન લઈ,કહી રહી હતી, “ પાલક પનીર,જસ્ટ વેઈટ એન્ડ વોચ ”

પોતાનું સમગ્ર રૂપ જોતા,પ્રિયા ફરી અરીસાના નજદીક જાય છે,અને એક ફ્લાઈંગ કિસ આપતા કહી રહી હતી, “ ઓહ્હ ગોડ...પ્રિયા ડાર્લિંગ,તું તો સાચે જ બ્યુટીની....

થોડુંક વિચારતા ફરી લાંબા ઉચ્ચારો કાઢતાં કહે છે,”બ્યુટીનીનીનીનીનીની.....પરી......રાણી...મહારાણી...નહી નહી...ફક્ત બ્યુટીની પ્રિયા છે...હા પ્રિયા...”

થોડો અરીસામાં અફસોસ જતાવતી પ્રિયા ફરી કહેવાં લાગે છે, “ કાશ,યે પ્રિયા કી બ્યુટી પર ,એક નઝર નીલ કી ભી પડતી તો,યે બ્યુટી કી તો નિકલ પડતી...હેહેહેહેહે....” એટલું કહેતા પ્રિયા થોડું હસી લે છે.

પ્રિયાએ પહેલાથી કાઢીને પલંગ પર રાખેલો સ્કાફ લઈને,કમર પર બાંધવા જ જાય છે,ત્યાંજ બેડરૂમમાં પ્રિયાનાં મોમની એન્ટ્રી થાય છે,પ્રિયાને તૈયાર થયેલી જોતા,પ્રેમથી કહે છે, “ બચ્ચા,ક્યાં જાય છે ?”

પ્રિયા કઈ જવાબ નથી આપતી,અને સ્કાફ બાંધવામાં મશગુલ થઈ જાય છે.

પ્રિયાની મોમનું પહેલા ધ્યાન ન હતું પડ્યું,હવે પ્રિયાનાં પહેરેલા કપડા પર ધ્યાન આપીને જોતા જ આશ્ચર્યથી કહેવાં લાગે છે, “ પ્રિયા,આ સ્કાફ કેમ આવી રીતે બાંધી રહી છે ? આ તે કઈ નવી ફેશન નીકળી ? તારા ટુકા સ્કર્ટ શું કમી પડ્યા,જે આ સ્કાફ્ને સ્કર્ટ બનાવીને પહેરે છે!!”

“મોમ,પ્લીસ,આવીને બધી જ વાત કરું છું,પાલક પનીરનો ફોન હતો,એમને મળવા જાઉં છું” પ્રિયા પોતાનો અસ્તવ્યસ્ત થયેલા સામાનના પસારાને બરાબર કરતી કહી રહી હતી.

હેં...આ પાલક પનીર કંઈ નવી ફ્રેન્ડ છે ??” પ્રિયાની મોમ ત્યાં જ ઉભા,પૂછતા રહી ગયા.

પ્રિયા જવાની તૈયારીમાં શુઝ પહેરી નીકળતા,મોમની આંખોમાં આંખો નાંખી કહેવાં લાગી,“પાલક પનીર,મિસ્ટર રુદ્ર ”એટલું કહી તે દરવાજાનો લોક ખોલી બહાર નીકળે છે.

અરે પ્રિયા મારી વાત તો સાંભળ,આ કેવી રીતે જાય છે,અરે રુદ્રને અને એમના ઘરવાળાને પસંદ છે તું,આ એમ નકામું નાપસંદનું જેવું કામ કેમ રહી છે?” પ્રિયાની મોમે, જતા પ્રિયાને, ચિંતિત સ્વરે કીધું.

“હા મોમ,એ જ જોવાનું છે,કેટલી પસંદ છું હું,ઓ.કે બાય,આવું છું.” પ્રિયા એટલું કહી દરવાજાની બહાર નીકળી પડે છે.

પ્રિયાની મોમ દરવાજાને ત્યાં ઉભી રહી ફક્ત મોટેથી હાંક જ મારતા રહી જાય છે “ પ્રિયાયાયાયા,વાત તો સાંભળ...”

પ્રિયાની મોમ દરવાજો બંધ કરી સ્વગત જ બડબડતા કહેવાં લાગ્યાં,“પાલક પનીર? એવું કેવું નામ રાખ્યું?હાય,આજની છોકરીઓ એવું જ કહે છે,પોતાનાં થનાર પતિઓને ? કે મારી દીકરી જ એવું નામ પાડતી હશે?”

પ્રિયાએ બે દિવસ પહેલા જ રુદ્રને મેસેજ કરી મળવા માટેનું હોટેલનું સરનામું અને સમય સાંજના ચાર વાગ્યાનો, કહી દીધો હતો.

પ્રિયા સ્કુટીને બદલે ઓંટોમાં જવાનું પસંદ કરે છે,અને હોટેલનાં સરનામે પહોંચી જાય છે.પ્રિયાએ આટલું શોર્ટ ક્યારે પણ ન પહેર્યું હતું,ઘરથી નીકળતા રસ્તાથી લઈની ઓટોની અંદર સ્કાફને સ્કર્ટની જેમ બનાવીને પહેરીને જ રાખ્યો હતો,તે સ્કર્ટની જેમ બાંધેલા,સ્કાફની ગાંઠને છોડી દે છે ,અને તે સ્કાફ્ને વ્ય્વસ્તીત કરી બેગમાં ભરીને હોટેલ તરફ જવા નીકળી પડે છે.

ત્યાં જ રુદ્ર,કાર પાર્કિંગ કરી રહ્યો હોય છે,પ્રિયાનું ધ્યાન રુદ્ર તરફ જતું નથી,પરંતુ રુદ્ર પ્રિયાને જોતો જ રહી જાય છે.

પ્રિયાએ, ડેનીમનો ઇન કરેલો સ્લીવ્લેશ શર્ટ પહેર્યો હતો,એના પર બ્લેક કલરનો બેલ્ટ હતો,અને ડેનીમ શોર્ટ પેન્ટ્સમાં, રૂપાળા ગોરા પગે,લટકતી ચાલને,જીન્સ સાથે જ મેચ આવતા પેન્સિલ હિલ્લ્સ વાળા શુઝમાં નિહાળે છે,માથે,લાંબા વાળનો,આજે સ્ટાઈલીશ અંબોડો ઉંચે બાંધેલો દેખાય છે,અને આંખે ગોળ આકારના બ્લેક કલરના ગોગલ્સ ચઢાવેલા હતાં,જે રેમ્પ પર ચાલીને સહુનું ધ્યાન ખેંચવા માંગતી હોય એવી રીતે હાથમાં બેગને ભરાવીને મૂઠી વાળીને ચાલતી દેખાતી હતી.

પ્રિયા,હોટેલની અંદર જઈ,પોતે એક ટેબલ પસંદ કરી,ત્યાં બેસી જાય છે.સાંજના ચાર વાગ્યાનો સમય હતો એટલે,એટલી ભરચક ભીડ ન હતી,પરંતુ હોટેલમાં બેસનાર વ્યક્તિઓનું અને સર્વિસ આપતા બધાની જ નજર પ્રિયા તરફ જ હતી,જ્યાં સુધી પ્રિયા ખુરશી પર ન બેસી,ત્યાં સુધી બધાની જ નજર નાછુટકે પણ,પ્રિયા તરફ જ જતી હતી. જેવી પ્રિયા,ખુરશી પર બેસે છે,ત્યાં જ બીજા જોનારને, હાશકારો થાય છે.

રુદ્ર હોટેલમાં એન્ટર થાય છે,તે આમતેમ નજર ફેરવે છે,ત્યાં જ પ્રિયા જ તેને હાથ બતાવે છે,રુદ્ર પણ સામે હાથ બતાવે છે,ત્યારે જ અચાનક રુદ્રને, કંઈક યાદ આવતા,તે ત્યાંથી જ ઈશારો કરી, આવું છું! એમ કહી બહાર નીકળી જાય છે.

રુદ્ર કારનો દરવાજો ખોલી,પ્રિયા માટે લીધેલો ફૂલોથી ભરેલો ગુલદસ્તો લે છે.અને ફરી હોટેલમાં પ્રવેશે છે.

પ્રિયા વિચારવા લાગી હતી,કે રુદ્ર આમ હમણાં આવું,એમ કહીને ક્યાં જતા રહ્યાં,તે પણ હોટેલનાં પ્રવેશદ્વાર પર નજર માંડવા લાગી,ત્યાં જ રુદ્ર હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈ આવી રહ્યો હતો.

પ્રિયાની નજર પહેલી વાર રુદ્ર પર પડી હતી,ફૂલ બાયનો વાઈટ કલરનો ઇન કરેલો શર્ટ,જેમાં શર્ટનાં ઉપરના બે બટન ખુલ્લા હતાં,એમાં ગોગલ્સ લટકાવેલો હતો.પરંતુ શર્ટની બંને બાયો ઉપર વાળેલી હતી. લાઈટ બ્રાઉન કલરનું પેન્ટ પર,ડાર્ક બ્રાઉન કલરનો બેલ્ટ પહેરેલો હતો,એમાં હાથમાંનું કાંડા ઘડિયાળનો, જાડો બ્રાઉન કલરનો પટ્ટો એના હાથમાં શોભી રહ્યું હતું,મજબૂતાઈ વાળો કાંધો દેખાતો હતો. દેખાવમાં સ્માર્ટ, ગોરો વર્ણ,ચહેરા પર પરફેક્ટ આકારની દાઢી રાખેલી હતી.ઓવરઓલ પર્સનાલીટી ગમી જાય એવી હતી.

રુદ્ર,એ વિચારે આવી રહ્યો હતો કે, પ્રિયાનું મૂડ આજે ઠીક હશે તો,એ સારી રીતે વાત કરી શકશે.

પ્રિયા, ટેબલના નજદીક આવતા રુદ્રને નિહાળી રહી હતી.રુદ્રનાં નજદીક આવતા જ પ્રિયાથી પણ ઉભું થઈ જવાય છે.રુદ્રને આ જોઈ ખૂબ જ સારું લાગ્યું.રુદ્રને લાગ્યું કે,આજે પ્રિયાનું મૂડ સારું છે.

કેમ છો પ્રિયા? કહી, રુદ્ર સ્મિત વેરતા,પ્રિયા તરફ હાથ લંબાવી ફૂલોનો ગુલદસ્તો આપે છે,પ્રિયા નાની સ્માઈલ આપી, ગુલદસ્તાનો સ્વીકાર કરે છે.

ગુલદસ્તો,યલ્લો કલરના સનફલાવર સાથે,પર્પલ કલરના ગુલાબનાં ફૂલોમાં સજાવેલું હતું,જે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.

પ્રિયા,ફૂલના ગુચ્છા માટે થેંક યું કહે છે.

રુદ્ર પ્રિયાને બેસવા માટે કહે છે,અને પછી જ પોતે બેસે છે.

“તમને સારું લાગ્યું?” રુદ્ર બેસતાં જ સવાલ પૂછ્યો.

“ શું ” પ્રિયાએ બંને આઈબ્રો ઉપર કરતા પૂછ્યું.

“આ ફૂલો...”રૂદ્રે પૂછ્યું.

“હા કેમ નહી ? ઇટ્સ લવલી...” પ્રિયા બંને આંખો મીંચીને ભાર આપી,શબ્દોનો ઉચ્ચાર કરે છે.

“ખરેખર,મને આ ગુલદસ્તામાં રહેલા ફૂલોનો મિનીંગ નથી ખબર,કે કઈ મુલાકાતે,કયા ફૂલો અપાય,સારા લાગ્યાં એટલે લઈને આવ્યો.” રુદ્ર પ્રિયાના ચહેરે નિહાળતા કહી રહ્યો.

“ યા,થેંક યું ” પ્રિયાએ કહ્યું.

“બોલો શું લેશો,એટલે ઓર્ડર આપું” રૂદ્રે ફરી પૂછ્યું.

જ્યુસ કે પછી કોફી ?તમે કહો ? પ્રિયાએ પૂછ્યું.

આ પ્રશ્ન પૂછતાજ રુદ્ર તરત જ કહી દે છે “ ઓ.કે. લેમન જ્યુસ ? ”

“હા,કરો ઓર્ડર,લેમનનનન.... જ્યુસ” પ્રિયાએ નખરા કરતા કહ્યું.

વેઈટર ઓર્ડર લેવા આવતો જ હતો,ત્યાં પ્રિયાએ જ “ ટુ કોફી ”કહી ઓર્ડર આપ્યો.

“બસ એટલું જ બીજું કઈ નહી?” રુદ્ર પૂછે છે.

હા,તમારા માટે બીજું કઈ ઓર્ડર કરવો છે ? પ્રિયાએ પૂછ્યું.

“ના...નહી ” એટલું કહી રુદ્ર પ્રિયાના મેકઅપ વગરના સુંદર ચહેરાને નિહાળી રહ્યો હતો.

પ્રિયાએ આજે મેકઅપ જરા પણ ન હતો કર્યો,સિવાય આંખના ઉપર લગાવામાં આવતી આઈલાયનર,જે આજે બ્લુ કલરની લગાડી હતી.

પ્રિયા પણ રુદ્રનો ચહેરો નિહાળે છે,થોડી સેકેંડ સુધી તો કોઈ કઈ વાત નથી કરતું.પરંતુ રુદ્ર એકીટશે જોતો રહે છે,એવામાં જ રુદ્રને પ્રિયાના ભરાવદાર હોઠો પર પણ અચાનક નજર જાય છે,જે પ્રિયાની નજર પકડી લે છે.

રુદ્ર વિચારવા લાગ્યો,આજની પ્રિયા અને તે દિવસે રાત્રે લગ્નમાં મળેલી પ્રિયામાં કેટલો ફર્ક છે.

“શું જુઓ છો? લિપસ્ટિક વગરના હોઠ,નથી જોયા કે ક્યારેક ?” પ્રિયાએ ઝીણી આંખોને વધારે મોટી કરતા કહ્યું.

વોટ અ સ્ટાઈલ હા,તમારી બોલવાની અદામાં પણ માસુમિયત દેખાય છે,મને યાદ છે તમારા દરેક વાક્ય,યુ નો,ફર્સ્ટ ઇસ,“લેમન કલરનો ડ્રેસ નથી જોયો કે ક્યારેક? અને બીજું હતું વાક્ય તમારું,“શું જુઓ છો?પીગળેલી આઈસ્ક્રીમ ક્યારેક જોઈ નથી? અને આ ત્રીજું વાક્ય “શું જુઓ છો? લિપસ્ટિક વગરના હોઠ,નથી જોયા કે ક્યારેક ?” હા હા હા ,મસ્ત હા” રુદ્ર હસતાં,કહી રહ્યો હતો.

“હા..તો ?” પ્રિયાએ પ્રશ્ન પૂછ્યો.

“નહી,આજે મેકઅપપપપ......”રૂદ્રે કહ્યું.

હા,નથી કર્યો તો..? પ્રિયાએ પ્રશ્ન કરતા કહ્યું.

“તોતોતોતો.....ફોઅઅઅઅ......આ શબ્દોમાં તો નથી પડવું મારે,મારે ફક્ત એટલું જ કહેવું છે કે,પ્રિયા,તમે ખૂબ સુંદર દેખાવ છો” પ્રિયાની આંખોમાં આંખ નાંખી રૂદ્રે વિશ્વાસથી કીધું.”

પ્રિયાની આંખો આજે પહેલી વાર થોડી સેકંડ માટે, રુદ્ર જેવા છોકરા સામે, નીચે ઝૂકી જાય છે.

ત્યાં જ વેઈટર બે મગ કોફીનાં મૂકી જાય છે.

પ્રિયા અને રુદ્ર બંને પોતપોતાની કોફીનો ઘુંટડો લેતા,વિચારી રહ્યાં હતાં કે બીજી શું વાતો કરીએ.

રૂદ્રે જ પૂછ્યું, “ પ્રિયા તમારે કઈ પૂછવું નથી મને?

“ના,કહી નહી,હજુ મુલાકાતો પૂરી નથી થઈ,સમય છે આપણી પાસે ઘણો,જો તમે પણ મુલાકાતો કરવા માગતાં હોય તો ?પ્રિયાએ પૂછ્યું.

“હા,મુલાકાતો થવી જ જોઈએ,બટ મારા કામને લગતા પ્રોજેક્ટ માટે કદાચ,આ નવદસ મહિનામાં મને વિદેશ,ક્યારે પણ જવું પડશે.સો આપણે બનતી મુલાકાતો કરી લઈશું,પછી જે નિર્ણય હશે એ વડીલોને જણાવી લઈશું”

પ્રિયાને કેમ જાણે,પણ હવે વાતનો કંટાળો આવવા લાગ્યો હતો.પ્રિયાને પોતાનાં વિચારો રજુ કરવા હતાં,તે પોતે શું કહેવાં માંગે છે.પરંતુ તે એકપણ શબ્દ ઉચ્ચારતી નથી.

“પ્રિયા ક્યાં ખોવાય ગયા ? રુદ્ર પોતાની વાત સમાપ્ત કહેતા,પૂછી રહ્યો હતો.

“હા...ઓ.કે....મુલાકાતો જેટલી વધુ થાય, એટલું સારું,પછી આપણો ફાઈનલ જવાબ,મોમ ડેડને આપી દઈશું.”પ્રિયાએ પણ એવી રીતે જ કહી દીધું.

કોફી પીવાય ગયા બાદ,વેઈટર ખાલી પડેલા મગ લઈ બીલ મૂકી ગયો.

પ્રિયાએ, તે બીલને જોતા,પોતાનાં પર્સમાંથી પે કરવા માટે પૈસા કાઢે છે.

ઓહ્હ,રાઈટ,હવેના તમે જ બિલ ચૂકવશો ને ?રૂદ્રે પૂછ્યું.

“હા હું જ ચૂકવીશ” પ્રિયાએ પણ મક્કમતાથી કીધું.

પ્રિયા બીલ ચૂકવી દે છે સાથે ટીપ પણ આપે છે,પરંતુ રૂદ્ર પણ એવી ઔપચારિક બાબત,જરા પણ નાં દેખાડી,પોતાનું વોલેટ ખોલતા કે પ્રિયાને રોકવા માટે પણ જરા અમસ્તો પ્રયાસ ન કર્યો.

કારણકે,રુદ્ર,પ્રિયાને પસંદ કરતો હતો.પ્રિયા જે પણ કરવા માંગતી હતી કે, કહેવાં માંગતી હતી,એ બધી જ વાતો હજુ સુધી તો સારી જ લાગી રહી હતી.અને મુખ્ય બાબત એ હતી કે રુદ્ર,પ્રિયાનો સ્વભાવ જાણવા માંગતો હતો.

જઈએ હવે ? પ્રિયાએ પૂછ્યું.

“યા સ્યોર” રૂદ્રે કીધું.

પ્રિયા ઉઠે છે,પોતાની બેગ પહેલા આવી હતી,એવી રીતે જ હાથમાં ભેરવી દે છે,પરંતુ ગોગલ્સ તે પોતાનાં શર્ટમાં ભેરવે છે,જયારે રુદ્રનો ફૂલનો ગુલદસ્તો ડાબા હાથમાં પકડીને ચાલવા માંડે છે.

બંને હોટેલની બહાર નીકળે છે,ત્યારે રુદ્ર પ્રિયાના કપડાના વખાણ કરતા કહી રહ્યો હતો,”શોર્ટ્સ જીન્સ અને શર્ટ તમારા પર શોભી રહ્યું છે ”

“હા એ શોભે એવું જ છે,પણ તમે કહો,વખાણ આ કપડાના, ખાસ તો ,આ શોર્ટ જીન્સનું,તમે સાચે જ કરી રહ્યાં છો કે પછી આમ જ ?” પ્રિયા ગંભીર થતાં પૂછ્યું.

“ખરેખર પ્રિયા,ખૂબ જ સારું લાગી રહ્યું છે આ શોર્ટ જીન્સ ” રૂદ્રે કહ્યું.

“મારા પ્રમાણે,હું બધાની જ વાત નથી કરી રહી,અમુક લોકોની વાત,જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે,અને લગ્ન બાદ હસબન્ડ,રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે,લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે,અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની,કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.આને વિષે તમે શું કહેવાં માંગો છો ?” પ્રિયા એકશ્વાસે કહી દેતા,રુદ્રને પ્રશ્ન પૂછે છે.

હજુ સુધી મનમાં ધારેલી પ્રિયાની છબીને,પહેલી વાર આવા વિચારો સામે મૂકતા,ફરી રુદ્રને,પ્રિયા વધારે ગમવા લાગી હતી.પ્રિયા પોતાનું બેસ્ટમાં બેસ્ટ ઇમ્પ્રેશન આપી રહી હતી.જયારે રુદ્રને પોતાને હજું ખબર પડતી નાં હતી કે તે પોતે કેવું ઇમ્પ્રેશન પ્રિયા સામે જમાવ્યું છે?

ત્યાં રુદ્ર પ્રિયાને જવાબ આપે છે, “ મારા મંતે તો એવું કહેવું છે કે...ત્યાં જ અટકી પ્રિયાને નિહાળે છે.

પ્રિયા આતુરતાપૂર્વક રુદ્રનો જવાબ શું હોય શકે એ પૂછવાં માટે તે પોતે જ કહી દે છે, “હા,તમારા મંતે શું?”

(ક્રમશ : ...)