કયો લવ ?
ભાગ (૪)
પ્રસ્તાવના
“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.
પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.
“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?
જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૪
કયો લવ ?
ભાગ (૪)
પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી,તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી,બસ માસુમ આંખોમાં આંસુ લઈ,એક જ વિચારમાં પડી રહી હતી,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”
“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”
---------------
( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧,૨ અને ૩ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો.અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું,ભાગ (૧),ભાગ (૨) અને ભાગ(૩) માં આપણે વાચ્યું કે,મુખ્યપાત્ર પ્રિયા,બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે,જેની બેસ્ટ ફ્રેન્ડ સોની,બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.
SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની,છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે..
પ્રિયા પોતાને ઓળખાવી શકે,અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે,એવામાં કુલદીપ નામના છોકરાનું,પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી,નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે...ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે ,એના માટે ભાગ(૧), ભાગ(૨) ભાગ(૩) જરૂર વાંચજો..)
હવે આગળ......
ક્રિસમસ વેકેશન પૂરું થવામાં થોડા દિવસો જ બાકી હતાં.ત્યાં એક દિવસ સોની જ,પ્રિયાને તેડીને શોપિંગ કરવા માટે સ્ટેશન નજીક આવેલા એક મોલમાં લઈ જાય છે.
શોપિંગ કરતા તેઓ ફસ્ટ ફ્લોર પર પહોંચે છે.ત્યાં જ મોલની દીવાલનાં આગળ બંને બહેનપણી સેલ્ફી લે છે.પછી પ્રિયા મોબાઇલમાં સેલ્ફી જોતા ફસ્ટ ફલોરના બાલ્કનીમાં પહોંચે છે,ત્યાં જ બાલ્કનીમાં ઉભી રહેતા, તેની નજર નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર જતા ,સામે નીલ વોરાને શોપિંગ કરતો જોય છે.
પ્રિયા તરત જ અપ્સ એન્ડ ડાઉન થતી સીડી લીફ્ટથી નીચે ઉતરવા માટે,પોતાનો પગ પણ ફસાવી નાંખવા તત્પર હતી,પણ તે બચી જાય છે,અને ફટાફટ પોતાનું બેલેન્સ જાળવી સ્થિર ઉભી રહી જાય છે,ત્યાં સામેથી સોની તેને ચીખતા કહી રહે છે,પ્રિયા...યાયાયાયા શું છે આ પાગલપન ?
નીલ શોપિંગ કરતા અંદરની તરફ વળી બુક્સ સ્ટોલને ત્યાં પહોંચે છે,અને એમાંથી એક બુક્સ કાઢી,પેજો ફેરવે છે ત્યાં તો કોઈ પછવાડથી બીવડાવીને મોટા અવાજથી સરરરરરર કહે છે.
નીલ સર પછવાડ જોવા લાગે છે,તો ત્યાં સામે કોઈ નાં હતું,એટલામાં સોની પણ ભાગતી હાંફતી પ્રિયાનાં પછવાડ આવે છે.
નીલ સરની નજર અને સોનીની નજર એક થઈ જાય છે,પછી સોનીની નજર,નીલ સરને મોટી બુમો પાડી ,નીચે બેસી ગયેલી પ્રિયા પર જાય છે.
તે સાથે જ નીલ પણ નીચે બેસી ગયેલી પ્રિયાને જોય છે.
“ઓહહ...પ્રિયા” એમ કહેતા નીલે પોતાનો જમણો હાથ,નીચે બેસી ગયેલી પ્રિયા તરફ ધરે છે.
પ્રિયા બચપના વાળી સ્માઈલ આપી,એ પણ પોતાનો જમણો હાથ નીલ સરનાં હાથમાં આપી,ઉભી થઈ જાય છે.
સોની અને પ્રિયા બંને મળી સરને હેલ્લો કહે છે.
સર તમે અહિયાં,શું..શોપિંગ....? પ્રિયાએ ઉછળતા પૂછ્યું.
હા, શોપિંગ માટે,કેવું રહ્યું ક્રિસમસ વેકેશન તમારું? નીલ સરે બંનેને પ્રશ્ન પૂછતા કહ્યું.
“હા ખૂબ જ સારું” પ્રિયાએ જ ઉછળીને જવાબ આપી દીધો.
“ઓ.કે. વેકેશન બાદ મળીએ કોલેજમાં”નીલ સરે નાની સ્માઈલ આપતા કીધું.
સોનીએ જ કહી દીધુ,હા સર મળીએ કોલેજમાં,અને પ્રિયાને જબરજસ્તીથી ત્યાંથી લઈ જાય છે.
“અરે મને વાત કરવી હતી, નીલ સર સાથે” પ્રિયાએ સોનીને નાના બાળકની જેમ કીધું.
“પ્રિયા આમ નાની બાળકી ન બની જા,તને નથી ખબર પડતું? નીલ સર તને જરા પણ ભાવ નથી આપતા”સોની હકીકત બતાવતા કહી રહી હતી.
બંને વાતો કરતા જઈ જ રહ્યાં હતાં,ત્યાં જ સોનીને, મોલની બહાર નીકળતા, ગેટ પાસે,કુલદીપ દેખાયો હતો.
“આ કુલદીપ અહીંયા શું કરે છે પ્રિયા” સોનીએ ઈશારો કરી,કુલદીપને ત્યાં ધ્યાન દોરતા કહ્યું.
પ્રિયા ખિજાઈને,“ યાર તને જેની વાત હાલમાં કરવી હોય ,એની વાત નથી કરવી,અને આ કુલદીપને જોઇને હું શું કરું?
પ્રિયાનું મન તો નીલ સરને મળવાની,ઉભી રહીને,વાત કરવાનું ઝંખી રહ્યું હતું.ત્યાં તો સોની તેને નાછુટકે લઈ જાય છે,અને પ્રિયા કુલદીપ વાળી વાત પર ધ્યાન નથી આપતી.......
વેકેશન પૂરું થઈ જાય છે,પાછા એ જ કોલેજનાં દિવસો સ્ટાર્ટ થઈ જાય છે.પહેલો દિવસનો લાસ્ટ લેકચર પતી જતા,સોની અને પ્રિયા રોજની જેમ નીચે કેમ્પસમાં, રાહ જોતા ,પોતાનાં ગ્રૂપમાં જઈ ઉભા રહી જાય છે.
કેટલા દિવસના દોસ્તાર લોકો નથી મળ્યા,એટલે આજે વિનીત પણ પ્રિયાને ચીડવવા માટે,ક્યારનો ઊભો હતો,અને એક પર એક જોક્સ મારી,પ્રિયાને વધુ ચીડવી રહ્યો હતો.
પ્રિયા મોઢું મચકાવી કુલદીપ બાજું નજર કરે છે.પ્રિયાની નજર અચાનક કુલદીપ નાં ડાબા હાથે પાડેલા ટેટુ તરફ જાય છે,પ્રિયા તે જોઈ ઉકળી જાય છે,એની સામે કુલદીપ સાથે થયેલી ભૂતકાળની ઘટના યાદ આવી જાય છે,તે તરજ જ કઈ પણ વિચારવા વગર,કુલદીપનાં નજદીક જઈ એક સટાકનો પડઘો સંભળાય એટલી જોરથી,કુલદીપનાં ગાલે તમાચો મારે છે.
કુલદીપ પોતાનાં મોઢા પર,જોરનો તમાચો ખાઈને પણ, કઈ અસર જ ન હતી.એવી રીતે તે સ્થિર થઈને એમને એમ જ ઊભો હતો.
આ જોઈ,ગ્રૂપનાં બધા જ ફ્રેન્ડ્સને કઈ સમજ ન પડતા તેઓ પણ સ્તબ્ધ થઈ જોઈ રહ્યાં હતાં.
વિનીત આ જોઈ પહેલા ચમકી ગયો,પછી કુલદીપનાં મોઢે કોઈ હાવભાવ ન દેખાતાં,વિનીત કંઈક વધારે જ ગુસ્સામાં લાલચોળ થઈ,ચિલ્લાવતા,આવેશમાં આવી,સીધા જ પ્રિયાના બંને બાવડા,ખૂબ જ બળથી પકડી લે છે ,અને પ્રિયાની ચહેરાનાં નજદીક જઈ આંખમાં આંખ નાંખી જડબા સખત કરી કહેવાં લાગે છે, “કેમ માર્યું ? આવી રીતે કુલદીપ ને ?સાંભળ પ્રિયા,તું મારી સાથે કેવું પણ વર્તન કરી શકે છે,પણ આવી રીતે મારા જ ફ્રેન્ડને મારી સામે તમાચો ખાતો નહી જોઈ શકું,સમજી”
આટલું કહી વિનીત,પ્રિયાની આંખોને જોતો જ રહી ગયો.એને લાગતું હતું કે પ્રિયાની આંખો એને બોલાવી રહી છે,એમાં ડૂબી જવા માટે.
વિનીત,પ્રિયાની નજદીક આટકો ક્યારે પણ ગયો ન હતો,કે નાં તેને એવો કોઈ મોકો,પ્રિયાએ આપ્યો હતો.
વિનીત મેહસૂસ કરી રહ્યો હતો,પ્રિયાનાં પરફ્યુમની માદક ફોરમને,પ્રિયાની ઝીણી પણ કાતિલ આંખોને,તેની નજર પ્રિયાના ભરેલા હોઠો પર પણ ગઈ હતી,બંનેનાં હોઠો વચ્ચેનું અંતર એક આંગળી જેટલું રહી ગયું હતું.
પ્રિયાએ પોતાનાં બંને હાથના બળથી,વિનીતના છાતી પર ધક્કો મારી તેને અળગો કરતા,ગુસ્સામાં કહે છે, “અબે ઓ, ક્વેસજ્ન આન્સર કા દુકાન નાં,યહા પર મત લગા,વો દેખ કેસા ખડા હૈ,ચાટા ખા કર ભી,લગતા હૈ દુસરા ખાના હૈ”
પ્રિયા,કુલદીપને ઉપરથી નીચે જોતા ફરી ઉચ્ચા સ્વરે કહેવાં લાગી,“અબે તું બતાતા કયું નહી,તું યહા પર ક્યું આયા હૈ ?”
“પ્રિયા તું ચૂપ રહે, સમજી” વિનીતે કીધું.
વિનીતને આજે બહુ જ ગુસ્સો આવતો હતો, પ્રિયા પર,એ પણ પહેલી વાર.વિનીત ગુસ્સાથી જ કુલદીપને ત્યાં જઈ કહે છે, “ વિનીત શું છે ? આ પ્રિયાએ તને અચાનક...?”
વિનીતના પ્રશ્ન પૂછવાથી કુલદીપ હજુ પણ એવો જ હાવભાવ વગરનો ઊભો હતો.
“કુલદીપ,તને કઈ પૂછું છું હું,તું જવાબ કેમ નથી આપતો?” ફરી જડબા સખત કરતો વિનીત,કુલદીપને પૂછવા લાગ્યો.
થોડી વાર માટે,આખા ગ્રૂપમાં શાંતિ છવાઈ ગઈ,કોઈને કઈ ખબર પડતી ના હતી,કે શું થઈ રહ્યું છે?.
તે સમય દરમિયાન પ્રિયા પોતાનાં બંને બાવડા જોય છે,જે વિનીતના જોરદાર પકડવાથી લાલ થઈને ચચરી રહ્યાં હતાં.
કુલદીપ પોતાની ચુપકી તોડતા કહે છે, “ કેમ કે હું પ્રિયાને,ગાંડાની જેમ ચાહું છું ”
બસ આટલું જ,એટલે જ માર્યું પ્રિયાએ? વિનીતે ફરી એવું જ લાલચોળ મોઢું લઈ કુલદીપને જ પ્રશ્ન પૂછ્યો.
ગ્રુપના બીજા બધા છાનામાના થઈ અંદરોઅંદર હસવા લાગ્યાં.
ઓયયયયય...તું અબ બસ કર,સમજા ના,ઔર યે ગ્રૂપ સે કટ લે ”પ્રિયાએ,એક ચૂટકી વગાડતા ગુસ્સેથી ધમકાવતા કહી દીધું.
પ્રિયા...કુલદીપ આપણા ગ્રૂપમાંથી નહી જશે,જ્યાં સુધી મારા સવાલનો જવાબ ન મળી જાય”વિનીતે ઊંચા સ્વરમાં પ્રિયાને વળતો જવાબ આપ્યો.
“તો ઠીક છે,મને કોઈ સવાલનાં,જવાબમાં નથી પડવું ,હું જ આ ગ્રૂપમાંથી નીકળી જાઉં છું”પ્રિયા કઠોરતાથી કહી,ત્યાંથી ઘરનો રસ્તો પકડે છે.
સોની પણ તેના પછવાડ જાય છે.
કાયા,રોનક,અક્ષય,કોમલ,વિનીત અને કુલદીપ પણ આ વાતને પડતી રાખી,પોતપોતાનાં ઘરે જવા રવાના થાય છે.
એમ તો, સમય મળે એમ,પ્રિયા જ સોનીના ઘરે જતી હતી,પણ આજે પ્રિયા ન આવતા,સોની જ રાત્રે પ્રિયાના ઘરે જાય છે,પ્રિયા આજે પોતાનાં બેડરૂમમાં સૂનમૂન થઈ બેસી હતી.
“હાય... ”સોની આજે સૂનમૂન બેઠેલી પ્રિયાને ધક્કો મારી કહેવા લાગી.
“હેલ્લો સોની...બોલ” પ્રિયા આજે એટલું જ કહી ચૂપ થઈ જાય છે.
છોડ ને હવે બધું,ભૂલી જા ને મારું પ્રિયું,મને ખબર છે કે તે કારણ વગર તો ચોળ્યો નાં હોય કુલદીપનાં ગાલે તમાચો,અને હું તને પૂછીશ પણ નહી,ઓ.કે,હવે તો મુડ સારું કર.” સોનીએ સરળતાથી કીધું.
“તને આ વાત નાં કરું તો કોને કહું,સાંભળ હવે વાતને,આ બે વર્ષ પહેલાની વાત છે ”નિસાસા નાંખતી પ્રિયા વાતને માંડે છે.
બારમાની બોર્ડની એકઝામ્સ પત્યા બાદ,તું તો વેકેશન ગાળવા તારા ગામ જતી રહી હતી,પણ મારું વેકેશનને હું કેવી રીતે પતાવું ? એટલે મેં આપણા સ્ટેશન નજીક,એક કમ્પ્યુટર ક્લાસ જોઈન કર્યો,મેં ત્રણ મહિનાનો એક બેસિક ગ્રાફિક ડીઝાઇનીંગ નો કોર્સ ચાલું કર્યો,ત્યાં જ કુલદીપ સાથે મુલાકાત નહી,પણ એ પોતે સામેથી ફ્રેન્ડશીપ કરવા આવ્યો હતો,મને ફ્રેન્ડશીપથી કોઈ પ્રોબ્લમ ન હતો.
પણ હું જોઈ રહી હતી કે વગર કારણ,કુલદીપ મારા નજદીક આવી રહ્યો હતો,કુલદીપે તે સમય દરમિયાન પોતાનાં વાળને વધાવ્યા હતાં અને રબરબેન્ડ મારીને આવતો હતો,દાઢીને પણ વધાવેલી હતી,એટલે હું આપણા કોલેજનાં ગ્રૂપમાં,વિનીત તેને લાવ્યો ત્યારે ઓળખી નાં શકી.
સોની હવે વચ્ચે જ પ્રિયાને અટકાવતા કહે છે, “પણ પ્રિયા,કુલદીપને તો હમણાં મેં,એવી કોઈ દાઢી કે વાળમાં રબરબેન્ડ મારી આવતો જોયો નથી,તેના વાળ તો સુવ્યવસ્થિત કાપેલા,ઓઢેલા અને એનું ઢાંચું પણ ચકાચક દેખાતું હોય છે,પછી તે કેવી રીતે ઓળખ્યો?
“એના હાથ પરના ટેટુ પરથી,હું એના હાથનું ટેટુ ક્યારે પણ ભૂલી નાં શકું.”ચિડાઈને પ્રિયાએ કીધું.
હ્મ્મ્મ” સોનીએ એટલું જ કીધું.
બે મહિના બાદ,એક દિવસ,કમ્પ્યુટર ક્લાસનું મારું પ્રેકટીકલ પત્યા બાદ,હું ઘરે આવવા માટે,મારી સ્કૂટી પર બેસી નીકળવા જ જતી હતી,ત્યાં જ કુલદીપે મને હાક મારી.
“એક મિનિટ મિસ પ્રિયા,મને કઈક કહેવું છે ” કુલદીપે કીધું.
“હા બોલો ” મેં સરળતાથી કીધું.
હું કઈ કહેવાં માગું છું,હું કહી શકું ને ?કુલદીપે ફરી પ્રશ્ન કર્યો હતો.
બોલો જલ્દી મને મોડું થાય છે “ હું ખિજાઈને કીધું હતું.
આય લવ યુ...ડુ યુ ? કુલદીપે મારા હાથ પર, એનો હાથ મૂકી કીધું હતું .
પહેલા તો મેં મારા હાથને ફટાફટ સરકાવી દીધો,અને ગુસ્સો ન કરતા એકદમ શાંતિથી જવાબ આપ્યો, “ જો યાર,દોસ્ત બનીને રહેવું હોય તો, હું કહું છું કે, મારી ફ્રેન્ડશીપને અપનાવજે,અને જો લવર બોય તારે બનવું હોય તો, હું કહું છું કે, આ લવ વાળી ફ્રેન્ડશીપને,તું અહિયાથી જ સ્ટોપ કરી દેજે.
ઓ.કે. મને તારી ફ્રેન્ડશીપ જોઈએ છીએ.
‘ ઓ.કે. ગૂડ’ હું બાય કહી ત્યાંથી નીકળી ગઈ.
પણ પછીના દિવસોમાં પણ એનો ઇરાદો મને ઠીક નાં લાગ્યો,એ સતત મને ટચ કરવાના,નકામા બહાના કરી પ્રયત્ન કરતો રહ્યો,હું આ જોતી,પણ કઈ વધારે રિસ્પોન્સ ન આપ્યો.
પણ એ દિવસે તો હદ કરી નાંખી,હું કમ્પ્યુટર ટીચરની હેલ્પ કરતી હતી,કમ્પ્યુટરનાં કોર્સને લગતી કેટલીક બૂકો ઉંચકી હું એક કેબીનમાંથી જઈ,બીજે કેબીનમાં મૂકવા જતી હતી,ત્યાં તો કુલદીપ ક્યાંથી સામે આવી ચડ્યો અને કહે હું હેલ્પ કરું?
મેં નાં પાડી,હું કરી લઈશ,એમ કહેવાં છતાં પણ,મેં જે બંને હાથે ચોપડીઓ ઊંચકીને રાખી હતી,એના પર, એટલે કે,મારા બંને હાથો પર, કુલદીપે પણ પોતાનાં,બંને હાથો રાખી ચોપડીઓ ઉચકવાનો ઢોંગ કરતો રહ્યો.
મેં મારો પિત્તો ગુમાવ્યો અને એક જોરથી ત્યાં જ થપ્પડ ચોળી દીધી.
બધી ચોપડીઓ નીચે પડી જતા,અવાજ થતાં,સ્ટાફની ટીચર દોડી આવી પૂછવા લાગ્યાં,ત્યાં તો કુલદીપ પોતેજ પોતાની ઘીનોની હરકતને છુપાવા માટે કહી દીધું કે,કઈ નહી ચોપડીઓ પડી ગઈ છે કહીને, પડેલી ચોપડીઓ ઉચકવા લાગી ગયો હતો. ત્યારે મેં એનું ટેટુ એના ડાબા હાથના કાંડાં પર જોયું હતું.
એના પછીના દિવસોમાં એની નજર મારા પર રહેતી હતી,પણ મેં વધારે ધ્યાન ન આપ્યું,અને એવી રીતે મેં મારા કમ્પ્યુટર ક્લાસ પણ કમ્પ્લીટ કરી લીધા.
“ઓહ તો રોનકે મને એક દિવસ વાતો કરતા કીધું હતું કે,કુલદીપ વિનીતનો ફેસબુક ફ્રેન્ડ છે અને વિનીતની સામેની બિલ્ડીંગમાં રહે છે,મને લાગે છે,ત્યાંથી જ કુલદીપે કઈક પ્લાનિંગ કરી,આપણા ગ્રૂપમાં ભળી ગયો હશે” સોનીએ પ્રિયાની બધી વાતો સાંભળી,પોતે જે જાણતી હતી તે પણ કહેવાં લાગી.
“હા બની શકે,જવા દે યાર,એને બીજી વાર મેથી પાક મળ્યો છે,તો પણ કઈ ફેર નથી પડવાનો”પ્રિયાએ કીધું.
હવે સોનીને હસવું આવી રહ્યું હતું,તે પોતાનું હસવું રોકી નાં સક્તા ખડખડાટ હસી પડે છે.
તું યાર હસી લે હમણાં,પણ મને ત્રીજો પણ મેથી પાક આપવો હતો એને....
અને બંને ભેગી મળી ખડખડાટ હસી પડે છે.સોની પ્રિયાનું મૂડ ઠીક કરી પોતાનાં ઘરે,ગુડ નાઈટ કહી,જતી રહે છે.
બીજી તરફ વિનીતને આજે ઊંઘ આવતી ન હતી,પ્રિયાએ કુલદીપને ચાટો કેમ માર્યો?અને કુલદીપ પણ કઈ કહેવાં નથી માંગતો?તે વિચારમાં પડી રહ્યો હતો કે શું કારણ હતું?
વિચારમાં ને વિચારમાં,વિનીત આવેશમાં આવી પ્રિયાની કેટલી નજદીક પહોંચી ગયો હતો,તેનો રૂપાળો ચેહરો ,તેની કાતિલ આંખો,તેના મદમસ્ત ભરેલા હોઠો,કોઈ પણ ગુસ્સાથી ભરેલા વ્યક્તિને પીગળાવી શકતો તેનો સુંદર ચહેરો....ઉફ્ફ્ફ...નથી જોઈ આવી કોઈ છોકરી....એવું વિચારી જ રહ્યો હતો,ત્યાં તો વિનીતને બીજો વિચાર ઝપકે છે,અને એ વાત પર અફસોસ કરે છે ,ઓહ ગોડ,મેં એવું કેમ કર્યું ?
કેમ કે વિનીતે પ્રિયાના બાવડાને એટલી જોરથી પકડ્યું હતું,અને એમાં પણ આજે પ્રિયાએ સ્લીવ્લેસ ડ્રેસ પહેર્યો હતો,એના બંને બાવડા પર વિનીતના આગળીનાં લાલ નિશાન પડી ગયા હતાં,તે વિનીતે બરોબર નિહાળ્યું હતું.
મને ખબર છે,મારા વ્હોટસએપ મેસેજનાં રીપ્લાય નહી જ દે પ્રિયા,મને આવતીકાલે પર્સનલી મળી પ્રિયા પાસે માંફી માંગવી છે,એમ વિચારી વિનીત ઊંઘી જાય છે.
આજનો કોલેજનો લેક્ચર પત્યા બાદ,વિનીત આજે સોની અને પ્રિયાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. ખાસ કરીને,પ્રિયાની...
વિનીત બંનેને આવતા જોય છે,સોની પોતાનાં બોયફ્રેન્ડ રોનકને મળે છે,પણ પ્રિયા ગ્રૂપમાં આવી ઉભી ન રહેતા તે પોતાનાં ઘર તરફ જવાનો રસ્તો પકડે છે.
વિનીત આ જોઈ,પ્રિયા....પ્રિયા કહીને બુમો પાડે છે.
પણ પ્રિયાને વિનીતની બુમાબુમથી કઈ લેવાદેવાનું ન હતું.
વિનીત હવે ભાગતાં ભાગતાં પ્રિયાના આગળ જઈ ઊભો રહી,કઈક કહેવાં માંગે છે.
વિનીત પ્લીસસસ...મને કોઈ વાત નથી કરવી.” પ્રિયા શાંતિથી ઉત્તર આપે છે.
પ્રિયા મારી વાત તો સાંભળ,મને તારી સાથે એવું વર્તવું ન કરવું હતું ,આય એમ સોરી ,આય એક્સ્ટ્રીમલ્લી સોરી...વિનીત એકશ્વાસે કહી ગયો.
“ઓ.કે....બીજું કંઈ” એટલું કહી પ્રિયા ત્યાંથી ચાલવા માંડે છે.
એટલામાં જ વિનીત,ચાલતી જતી પ્રિયાનો,પછવાડથી જમણો હાથ પકડી લે છે.
પ્રિયા હવે પોતાનો પિત્તો ગુમાવે છે...
(ક્રમશ :....)