કયો લવ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ

કયો લવ ?

ભાગ (૫)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૫

ભાગ (૫)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી,તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી,બસ માસુમ આંખોમાં આંસુ લઈ,એક જ વિચારમાં પડી રહી હતી,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧,૨,૩ અને ૪ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો.અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું,ભાગ(૧) ,ભાગ(૨), ભાગ(૩) અને ભાગ(૪) માં આપણે વાચ્યું કે,મુખ્યપાત્ર પ્રિયા,બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે,જેની બેસ્ટ ફ્રેન્ડ સોની,બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની,છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે,અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે,એવામાં કુલદીપ નામના છોકરાનું,પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી,નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે,અને ત્યાં બંનેની ફરી મુલકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ,પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો,પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે ,અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે,આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે...ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે ,એના માટે ભાગ(૧), ભાગ(૨) ભાગ(૩) ભાગ(૪) જરૂર વાંચજો..)

હવે આગળ......

વિનીત પ્લીસસસ...મને કોઈ વાત નથી કરવી.” પ્રિયા શાંતિથી ઉત્તર આપે છે.

પ્રિયા મારી વાત તો સાંભળ,મને તારી સાથે એવું વર્તવું ન હતું ,આય એમ સોરી ,આય એક્સ્ટ્રીમલ્લી સોરી...વિનીત એકશ્વાસે કહી ગયો.

“ઓ.કે....બીજું કંઈ” એટલું કહી,પ્રિયા ત્યાંથી ચાલવા માંડે છે.

એટલામાં જ વિનીત,ચાલતી જતી પ્રિયાનો,પછવાડથી જમણો હાથ પકડી લે છે.

પ્રિયા હવે પોતાનો પિત્તો ગુમાવે છે,અને ઉછાળા મારતી પોતાનો હાથ,વિનીતથી છોડાવી તે ફરી ચાલવા માંડે છે.

“પ્રિયા,પ્લીસ એક વાર.....એક વાર શાંતિથી ઊભી રહી,મારી વાત તો સાંભળ”વિનીતે આજીજી સ્વરે કીધું.

પ્રિયાને, ગ્રુપમાં,ફરી હવે ક્યારે પણ શામિલ જ ન થવું હતું,એટલે તે ત્યાંથી પોતાનાં ઘરે જતી રહે છે.

પછવાડતી,પ્રિયાનું ગ્રૂપ વિનીત અને પ્રિયાનું શું બની રહ્યું છે,એ જોવા આવે છે,ત્યાં સુધી તો પ્રિયા ત્યાંથી નીકળી ગઈ હતી.

સોની,તું પ્રિયાની ખાસ ફ્રેન્ડ છે ને,તને તો ખબર જ હશે,કુલદીપને પ્રિયાએ થપ્પડ કેમ મારી? વિનીત સોની તરફ વળતા ,પ્રશ્ન કરે છે.

સોની કઈ પણ બોલવા વગર ચૂપ જ ઊભી રહે છે.

“મારા દોસ્તો,જુઓ,કુલદીપને હું સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો,પણ એનો મોબાઇલ સ્વિચ ઓફ આવી રહ્યો છે,અને આજે એ કોલેજમાં આવ્યો નથી,પ્લીસ મને કોઈ બતાવશો,શું થઈ રહ્યું છે આ ગ્રૂપમાં?”વિનીત ઉભેલા આખા ગ્રુપના ફ્રેન્ડો પર નજર નાંખતા કહી રહ્યો હતો.

થોડી વાર આખા ગ્રૂપમાં શાંતિ છવાઈ જાય છે,સોની હવે પોતાની ચુપકીદી તોડે છે,અને વાતને માંડીને કહેવાં લાગે છે,આખુ ગ્રૂપને આશ્ચર્ય તો થાય છે,પણ પ્રિયાએ જે કર્યું એ સારું કર્યું,એ વાત પણ બધાનાં ચહેરા પરની, સંતોષની લાગણી બતાવી રહી હતી.

પણ આ બધું સાંભળી,વિનીતને કુલદીપ પર ખૂબ ગુસ્સો આવે છે,અને મનમાં જ કહી દે છે કે, મળવા દે,મારી દોસ્તીનો ફાયદો ઉઠાવ્યો છે,એને આ સવાલનો જવાબ તો આપવો જ પડશે.

બીજું બાજુ વિનીતને હવે પ્રિયાને કઈપણ કરીને મળવું હતું,અને મનાવી,આ ગ્રુપમાં ફરી શામિલ કરવું હતું.

રોજના નિત્યક્રમ પ્રમાણે,કોલેજનાં સમયે પ્રિયા આવે છે ,લેકચર બધા પુરા થયા બાદ,તે દરરોજ,સીધો જ ઘરનો રસ્તો પકડે છે,વિનીતે કેટલા બધા મોકા જોઈ પ્રિયા સાથે વાત કરવાની કોશિશ કરી જોઈ,પણ તે બધી રીતે નિષ્ફળ ગયો હતો.

તે દરમિયાન,પ્રિયાની મોમે પ્રિયાને પહેલાથી જ કહી રાખ્યું હતું કે, આ રવિવારે,રાત્રે,આપણે બધા,એક લગ્ન પ્રસંગમાં જવાનું છે,તેથી રવિવારનું કોઈ બીજો પ્રોગ્રામ બનાવી રાખ્યો હોય તો કેન્સલ કરજે.....

હા મારું પ્રિયું,લગન માં શું પહેરવાની છે તું? થોડા અચકાતે સ્વરે પ્રિયાની મોમે, પ્રિયાને પૂછ્યું.

મોમ પ્લીસ,મને ખબર છે, તમે લગ્નમાં કેમ લઈ જવા માંગો છો.ડેડ અને બ્રો આવી રહ્યાં છે ને ?,તમે જઈને આવો,મારું મૂડ નથી.” ગુસ્સાથી પ્રિયાએ,પોતાની મોમને કહી દીધું.

પ્રિયા જ્યારથી કુલદીપ નામના છોકરાને,કોલેજમાં ફરી મળી હતી,ત્યારથી તે ચીડચીડી રહેવાં લાગી હતી.તેને એક અંશે એવું પણ લાગી રહ્યું હતું કે વિનીત જાણી જોઇને કુલદીપને પોતાનાં ગ્રૂપમાં શામિલ કર્યો હતો.

પરંતુ હકીકત કઈક અલગ હતી,વિનીત પોતે પણ નથી જાણતો કે કુલદીપ પ્રિયાને પહેલાથી ઓળખે છે.

અને બીજું જોવા જાય તો નીલ સર,પ્રિયાને જરા પણ ભાવ આપી રહ્યો ન હતો.

આ જો તો પ્રિયા,આ સાડી તારા માટે જ,લઈને આવી છું,તને કલર પણ પસંદ પડશે,અને હમણાં આ જ સ્ટાઈલીશ વાળી સાડી માર્કેટમાં પણ પણ ચાલે છે” પ્રિયાની મોમે મસ્કો લગાવતા કહ્યું.

પ્રિયાને વધુ ગુસ્સો આવતો હતો.

“પ્રિયંકા ચોપડાએ હાલમાં જ એ સાડી પહેરેલી હતી,મેં ટીવી પર જોયું ” વધુ મસ્કો મારતા,પ્રિયાની મોમે કીધું.

“તો બની જાવ હું પણ પ્રિયંકા ચોપડા? ફરી ચિડાતી પ્રિયા કહેવાં લાગી.

પીયુ,શું થયું છે તને,લગનમાં નથી આવવું તો કઈ વાંધો નહી,અમે જતા આવીશું ”પ્રિયાની મોમે સરળતાથી કીધું.

“ઓહ્હ ગોડ...હવે ઈમોશનલ અત્યાચાર ચાલું... ”પ્રિયા ખિજાઈને કહી રહી હતી.

પ્રિયા,ઘરમાં,આવી રીતે જ વાત કરતી હતી,તે બધું જ મોઢા પર કહેતી હતી,તે મનમાં કોઈ પણ વાતને દબાવીને રાખતી ન હતી.એટલે પ્રિયાના ઘરવાળા,પ્રિયાના સ્વભાવથી વાકેફ હતાં,એમાં પણ એક ને એક દીકરી,ઘરમાં ખૂબ જ લાડકી હતી.

થોડું વિચારીને પ્રિયા કહે છે,ઠીક છે હું આવીશ લગ્નમાં,પણ સાડી નહી પહેરું.

બધાની જેમ,પ્રિયા પણ ઈમોશનલી હારી જતી,સ્પેશીયલી ઘરનાં લોકો સામે.

પ્રિયાની મોમ તો રાજી થઈ ગયા,કેમ કે એમના પરિવારે પહેલાથી જ પ્લાન બનાવી રાખ્યો હતો કે, પ્રિયા, રુદ્ર નામના છોકરાને એક વાર મળે,એકમેકને જાણે,એકમેકને પસંદ કરે,એટલે રુદ્ર સાથે જ નક્કી કરી,લગ્ન લેવાય જાય.

રુદ્ર સાથે પ્રિયાના મોમ ડેડ અને મોટા ભાઈ સૌમ્યે મુલાકાત પહેલાથી જ લઈ લીધી હતી,તેથી જ રુદ્ર ,પ્રિયા માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર સિદ્ધ થશે,એમ કરીને પસંદ પણ કરી લીધો હતો,બસ હવે પ્રિયા અને રુદ્ર એકમેકને મળી પસંદ કરી લે એટલી જ વાર હતી.

પ્રિયાને, હમેશાં એ ખબર જ રહેતું કે, મોમ લગનમાં કોઈને કોઈ છોકરા દેખાડતી જ હોય છે,પરંતુ આ વાતથી પણ તદ્દન અજાણ હતી,કે આ રવિવારે રુદ્રને મળવાનું છે,જો પસંદ આવે તો એનો જીવનસાથી રુદ્ર જ બનશે!

અને એ રવિવાર આવી જ ગયો,પ્રિયાએ અનારકલી ફ્રોક ડિઝાઈન વાળો,આછા લેમન કલરનો ડ્રેસ પહેર્યો હતો,નીચેનો ઘેરાવ ગોલ્ડન કલરનો હતો,એના પર પણ ગ્રીન કલરના નાના આકારના સોનેરી કલરના જ ઘેરાવ પર છુટે છુટે મોર ની છાપ હતી,જેનાથી ડ્રેસનો ઉઠાવ આવી રહ્યો હતો.એકદમ સિમ્પલ તૈયાર થઈ હતી,વાળ છુટા રાખ્યા હતાં,પણ રૂપ જ એકદમ પરફેક્ટ હતું કે,રુદ્ર તો શું,બીજા બધા નવજુવાન લગ્નમાં આવનાર છોકરાઓ પણ, ફિદા થવાના જ હતાં.

પ્રિયાનો ભાઈ સૌમ્ય કાર ચલાવી રહ્યો હતો,અને બાજુની સીટ પર પ્રિયાના ડેડ બેસ્યા હતાં.અંધેરી વેસ્ટમાં,હોલ પર પહોંચવાના પહેલા જ, કારમાં,પાછલા સીટ પર લગોલગ બેસેલી પ્રિયાને,એમના મોમ કહી રહ્યાં હતાં,કે અમે બધાએ રુદ્ર અને એના પરિવાર સાથે મુલાકાત કરી હતી,આજે ફરી એ બધા તને મળશે,જો રુદ્ર અને તું એકમેકને પસંદ કરી લે,તો અમે આગળ વાત કરીએ.

“ઓહ્હ ગોડ,તમારા બધા જ માટે,બસ મારા લગ્ન સિવાયનો કોઈ બીજો ટોપિક નથી મળતો?જયારે હોય ત્યારે આને પસંદ કરવાનું છે...એને જોવાનું છે...પેલા આંટીને હાથ જોડી નમસ્તે કરવાનું છું...ઓહ્હહહ...” કારમાં બરાડા પાડતી પ્રિયા કહેવાં લાગી.

“પ્રિયા પહેલા રુદ્ર ને મળી,પસંદ તો કર,એક વાર મળી તો લે,પસંદ નાપસંદ તારા હાથમાં છે,પછી લગ્નની વાત તો થશે”કાર ચલાવતા સૌમ્યએ શાંતિથી ઉત્તર આપ્યો.

બ્રો...તમે પહેલા જોઈ લો,તમારી કન્યાકુંવારી,જો આજ લગ્નમાં મળશે તમને” પ્રિયા ફરી ચિડાઈને સૌમ્યની સીટનાં ઉપર બંને હાથ મૂકી કહેવા લાગી.

હા,કુંવારી જ જોવાનો છું”સૌમ્યે પણ ગાડી ચલાવતા,નખરા કરતા ઉત્તર વાળ્યો.

પ્રિયાના ડેડ,બંને ભાઈબહેનની વાતો સાંભળી મનોમન ખૂશ થઈ રહ્યાં હતાં.

અંધેરીનાં એક વિશાળ હોટેલનાં,મેરજ હોલમાં રાત્રે લગ્ન હતાં,પ્રિયા પોતાનાં ફેમિલી સાથે રાત્રે ૮ વાગ્યે હોલ પર પહોંચી ગઈ હતી. હોલમાં જવા માટે કાચનાં મોટા દરવાજા હતાં,દરવાજા પર સજાવટ કરેલી નીતનવીન ફૂલોની હારમાળા જોવા મળતી હતી,જે ખૂબ જ અટ્રેકટ લાગી રહ્યું હતું. એક ડાબી બાજું કન્યા પક્ષનાં અને જમણી બાજું વરપક્ષનાં મરુન કલરની પાઘડી પહેરીને સુસજ્જ થઈ સ્વાગત કરતા હતાં.

હોલનાં અંદરનું સજાવટ અને ઝગમગાહટ જોઈને તથા મોટા લટકતા ઝુમરોથી પ્રકાશિત થતો હોલ આંખને આંજી દેતો હતો.

પ્રિયાની ફેમિલી અંદર પ્રવેશી બધા સગાસંબંધીને મળે છે,પ્રિયાની નજર આમ તેમ ફરતી હતી.

“હાય પ્રિયાયાયાયા...”પ્રિયાની મામાની છોકરી રિંકલ હર્ષોલ્લાસથી આવકાર આપતા કીધું.

“કેમ છે ?વાઉ,શું લાગી રહી છે હા..બ્યુટીફૂલ” પ્રિયાએ, રિંકલનો ડ્રેસ જોતા કીધું.

બંને મળે છે,અને રિંકલ બીજા બધા,ઘરના સદસ્યને પણ મળે છે.

બંને મળી સીટ પર બેસતાં નથી,પરંતુ જમવા અને નાસ્તા માટે રાખેલા હોલ તરફ વળે છે.

પ્રિયા નાસ્તો કે એવું કાઈ નથી લેતી,પરંતુ તેનું ફેવરેટ ચોકલેટ ફ્લેવરનું આઈસ્ક્રીમ લે છે,અને એ પણ બે,એક હાથમાં પોતાનાં માટે,અને બીજા હાથમાં રિંકલ માટે...

પ્રિયાની મોમ,આવતાની સાથે જ રુદ્ર અને એના પરિવારની શોધ કરી રહી હતી,પ્રિયાની મોમે પોતાનાં પતિને કહ્યું, “સાંભળો,ધીરજભાઈને કોલ કરીને પૂછોને ક્યાં છે તેઓ ,હોલ પર પહોંચ્યા ને ?

“હા ધીરજભાઈ અને પારુલબેન પહોંચે છે અડધો કલાકમાં,અને રુદ્ર તો પોતાનાં ફ્રેન્ડસ સાથે ક્યારનો આવી ગયો છે હોલ પર” પ્રિયાના ડેડે મોબાઈલ પર થયેલી વાત જણાવતા પ્રિયાની મોમને કહ્યું.

રૂપેશ અંકલ..રક્ષાઆંટી કેમ છો ?રુદ્રએ,ઊભેલા પ્રિયાના મોમ ડેડને પગે લાગતા કહ્યું.

હા,અમે મજામાં, કેમ છો બેટા ? મમ્મી પપ્પા ક્યારે આવશે? પ્રિયાની મોમે પૂછ્યું

“મજામાં આંટી,હા આવતા જ હશે,મમ્મી પપ્પા ” રુદ્ર એ નરમાઈથી કીધું.

તે દરમિયાન રુદ્ર,સૌમ્ય સાથે હાથ મેળવી,બંને એકમેકને ગળે વળગે છે,અને નજર આમતેમ ફેરવે છે,પણ પ્રિયા દેખાતી નથી.રુદ્રે, પ્રિયા વિશેના ઘણા વખાણ અને સોંદર્યની ચર્ચા સાંભળી હતી.જો એકમેકને પસંદ પડે તો લગ્નનાં બંધનમાં નક્કી જોડાઈ જશું એમ બધાની જ ધારણા હતી.

પ્રિયાની મોમ સમજી ગયા,રુદ્રની નજર કોને શોધી રહી હતી.

રુદ્ર બેટા,પ્રિયા અહિયાં જ હતી,આવશે થોડી વારમાં,એના મામાની છોકરી સાથે ગઈ છે” પ્રિયાની મોમ, સ્મિત આપતા કહ્યું.

“ફાઈન આંટી ,હું આવું છું” એમ કહીને રુદ્ર એના ફ્રેન્ડ સાથે પ્રિયા જે હોલ તરફ ગઈ હતી,એ જ દિશામાં જાય છે.

પ્રિયાએ એક વાર તો ચોકલેટ ફ્લેવરનું આઈસ્ક્રીમનો ટેસ્ટ માણી લીધો હતો,પણ પ્રિયાની મામાની છોકરી રિંકલે કહ્યું કે,ચાલો બીજા ફ્લેવરનો પણ ટેસ્ટ કરી લઈએ.

પ્રિયાએ, રિંકલને બેસવા માટે કીધું હતું,અને હુંજ લઈને આવું છું એમ કીધું.

બીજી તરફ રુદ્ર પણ,આઈસ્ક્રીમ સર્વ થાય,તે જગ્યે પહોંચે છે,ત્યાં તો પ્રિયા બંને હાથમાં આઈસ્ક્રીમની પ્લેટો લઈને જવા જ નીકળી હતી,પરંતુ પ્રિયાના લાંબા વાળની થોડી લટો,એકસાથે જ પેડેસ્ટલ ફેનનાં હવાથી, પોતાનાં ચહેરા પર આવી જાય છે,એ થોડી વાર માટે ત્યાં જ ઉભી રહી જાય છે,કારણકે સ્તંભ વાળા રાખેલા પંખાની હવાથી,પ્રિયાના છુટા વાળ આંખમાં જતા રહ્યાં હતાં,તેથી આંખ બંધ કરીને,ત્યાં જ ઉભી રહી,ડોકુંને એમ તેમ ફરાવતા તે વાળ કાઢવાની કોશિશ કરી રહી હતી.

ત્યાં જ રુદ્ર આ બધું જોઈ લે છે,નેચરલી જ્યાં ખુબસુરતી હોય ત્યાં ધ્યાન પોતે જ જતું હોય છે,રુદ્ર સાથે પણ કંઈક આવું જ બન્યું,તે પોતે જ પ્રિયા તરફ જઈને કહે છે, “હું હેલ્પ કરું તમારી ?”

પ્રિયાની આંખ ઝીણી હતી,તે એકદમ બંધ કરી નાંખી હતી, જેમ જેમ આંખ ખોલવાનો પ્રયત્ન કરતી તેમ આંખમાં વાળ વધુ ખુંચતા હતાં.તે જોવાનો પ્રયત્ન કરી રહી હતી,કે કોણે ટહુકો આપ્યો.

“ના થેંક યું,હું કરી લઈશ” પ્રિયા આંખોને ખોલ બંધ કરતા કહ્યું.

બંને હાથમાં પકડેલું આઈસ્ક્રીમ પણ પ્લેટમાં પીગળી રહ્યું હતું,

પ્રિયાના, નાં કહેવાં છતાં પણ,રુદ્રે પ્રિયાની લટોને બાજુએ નહી કરતા,હાથમાં પકડેલી આઈસ્ક્રીમની બંને પ્લેટો ઝડપથી લઈને કહેવાં માંડે છે, “હવે તમારા વાળ સરખા કરી સકો છો.”

પ્રિયાને સાચે જ સારું લાગ્યું હતું ,તે ઝડપતી પોતાનાં વાળ સરખા કરી દે છે,પણ આંખમાંથી પાણી આવવા લાગ્યું હતું,તે આંખની પાપણનાં પલકારા જોર જોરથી મારતા જ કહી રહી હતી, “ થેંક યુ ”

રુદ્ર તો પ્રિયાની આંખના પલકારા જોતા જ,પોતાની આંખનાં પલકારા મારવાનું જ ભૂલી ગયો,તે આઈસ્ક્રીમ પકડીને સ્થિર જ ઊભો રહીને મનોમન જ કહી રહ્યો હતો,વોટ અ બ્યુટી !!

પ્રિયા પીગળેલું આઈસ્ક્રીમની બંને પ્લેટ લેવાનો પ્રયત્ન કરે છે રુદ્ર પાસેથી,પરંતુ ભાન ભૂલેલો રુદ્ર પ્લેટને એટલું જોરથી પકડી રાખ્યું હોય છે કે પ્રિયાથી તે લેવાતું નથી.

“આ તમારા માટે નથી,તમે બીજું લઈ લો ”પ્રિયાએ સ્માઈલ આપી પ્લેટને લેવાનો પ્રયત્ન કરતા કહ્યું.

રુદ્ર કઈ પણ બોલવા વગર,બસ પ્રિયાને જોતો રહ્યો,અને પ્લેટને પણ હજુ એવી જ પકડીને રાખી હતી.

પ્રિયા હવે ખીજાઈને આઈસ્ક્રીમની પ્લેટ જોરથી ખેંચતા કહી રહી હતી,“અરે યાર છોડો પ્લેટને,લેમન કલરનો ડ્રેસ નથી જોયો કે ક્યારેક ?

રુદ્ર પોતાની નજરોને ,પ્રિયાના ચહેરા પરથી હટાવી,પોતે પકડેલી પ્લેટમાં સંપૂર્ણપણે આઈસ્ક્રીમ પીગળેલું જોતા કહ્યું, “ નાં એવું નથી, આ તમારું આઈસ્ક્રીમ...

“હવે આ આઈસ્ક્રીમ તમારા માટે જ કામનું છે,હું બીજું લઈ લઈશ”પ્રિયા એવું કહીને બીજું આઈસ્ક્રીમ લેવા જાય છે.

“હેય લેમન ” રુદ્રે, પ્રિયાને હાંક મારતા કહ્યું.

આજે પહેલી વાર પ્રિયાને કોઈ ટક્કર આપનારો છોકરો મળ્યો હતો,જે પ્રિયા જેવો જ હતો.જે પ્રિયાના દરેક સવાલનો જવાબ,પ્રિયાની રીતે જ આપનારો હતો.

પ્રિયા આઈસ્ક્રીમ લેવાનું ટાળતા,તે પાછી ફરે છે રુદ્રને ત્યાં,અને ઝીણી આંખો કરી કહે છે, “ લેમન...નનનન કોણ લેમન?

કેમ તમારું નામ છે લેમન? તો તમે અહીં મારી પાસે કેમ આવ્યા? વળતો પ્રશ્ન કરતા રુદ્રે પ્રિયાને કહ્યું.

“ઓ મિસ્ટર,હેલ્પ કરીને વધારે નખરા ન દેખાડો,તમારા હેલ્પનું,મેં થેંક યું કહી દીધું છે”પ્રિયાએ કડક શબ્દોમાં કહી દીધું.

“પણ મને પીગળેલી આઈસ્ક્રીમ પસંદ નથી,સો બેટર છે આ તમારી પ્લેટ,તમારી પાસે જ રાખો”બંને પ્લેટ પ્રિયાના હાથમાં સોંપતા રુદ્રે કહ્યું.

પ્રિયા આ જવાબ સાંભળી,અને પ્લેટ પકડાવતા તે વધુ ઉકળી રહી હતી.

અને મિસ્સ લેમન,તમને આઈસ્ક્રીમ એટલું ભાવે છે કે,એકનાં બદલે બે પ્લેટ?બળતામાં ઘી નાંખતા રુદ્રે ફરી પ્રશ્ન કર્યો.

“એય મિસ્ટર,પાલક પનીર....હા આઈસ્ક્રીમ મને ખૂબ જ ભાવે છે,પણ તમે શું વરરાજાનાં કે કન્યાપક્ષના ભાઈ થાવ છો ? જે પ્લેટને ગણતા રહ્યાં છે?”

રુદ્રએ વાઈટ કલરનો શર્ટ અને એના પર ડાર્ક ગ્રીન કલરનું બ્લેઝર પહેર્યું હતું,તેથી પ્રિયા તેને પાલક પનીર કહીને સંબોધે છે.

એટલામાં જ રુદ્રના મોબાઈલની રીંગ વાગવા માંડે છે.

સામે છેડે,રુદ્રનાં ડેડ બોલાવી રહ્યાં હતાં,પ્રિયાના પરિવારને મળવા માટે.

“એક્સકયુઝ મી....મિસ્સ્સ્સસ લેમન.....” એટલું કહી રુદ્ર ત્યાંથી ચાલી જાય છે.

ત્યાં જ, રિંકલ પ્રિયાને તેડવા આવે છે અને કહે છે કે,સૌમ્ય ભાઈનો ફોન આવ્યો હતો,અને તને બોલાવે છે ત્યાં લગ્નનાં હોલમાં.

હા બે મિનટ ,હાથ ધોઇને આવું છું, આઈસ્ક્રીમને તો જો યાર પૂરું પીગળી ગયું,આ પાલક પનીર,ફરી મળી જાય,એટલે એને દેખાડું એટીટ્યુડ શું છે એ....

કોણ પાલક પનીર? રિંકલે પૂછ્યું.

પછી વાત કરું તને,એમ કહી પ્રિયા હાથ ધોવા માટે જાય છે.

હાથ ધોઈ,રિંકલ અને પ્રિયા બંને લગ્ન લેવાતા હોલમાં પહોંચે છે.

ત્યાં જ રુદ્ર અને પ્રિયાનો પરિવાર,પ્રિયાની રાહ જોઈ રહ્યાં હતાં,એમાં પણ રુદ્ર,પ્રિયા નામની છોકરીને મળવા માટે આતુર હતો.

પ્રિયા અને રિંકલને આવતા જોઈ,પ્રિયાની મોમ હર્ષથી કહી ઉઠે છે, “ જો સામે, આવે છે પ્રિયા”

રુદ્રની નજર પહેલા જાય છે,અને સામે જુએ છે તો,બે છોકરી સામે આવતા દેખાય છે.

રુદ્રને બે છોકરી બરોબર દેખાય છે,પણ લેમન કલરનો ડ્રેસ જોઈ તે મનોમન વિચારમાં પડી જાય છે કે,આ બંનેમાંથી પ્રિયા કોણ હશે?

જેમ જેમ બંને છોકરીઓ નજદીક આવતા જોય છે,તેમ રુદ્રની ધડકન તેજ થતી જાય છે.

(ક્રમશ: ...)