કયો લવ ભાગ : ૧૦ Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કયો લવ ભાગ : ૧૦

કયો લવ ?

ભાગ (૧૦)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૦

ભાગ (૧૦)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી, બસ માસુમ આંખોમાં આંસુ લઈ, એક જ વિચારમાં પડી રહી હતી, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૯ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૯) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંને ને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર , પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યું” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૯ જરૂર વાંચજો..)

હવે આગળ............

પ્રિયા આટલું સાંભળી જ, મોઢું ફેરવી દે છે.

વિનીત બાઈકને જોરથી ત્યાંથી ભગાવી મુકે છે, પરંતુ થોડે જ દૂર જઈ, ફરી પ્રિયા તરફ, તે બાઈકનો વળાંક લઈ, પ્રિયાની ગોળ ફરતે, વર્તુળમાં બાઈક ફેરવે છે. પ્રિયાને આ જોઈ ખૂબ જ ગુસ્સો આવે છે.

ત્યાં જ અચાનક રુદ્રની કાર ઉભી થાય છે, રુદ્ર પહેલા તો, કારનાં દરવાજાનો કાચ ખોલે છે, અને આંખે ચઢાવેલા ગોગલ્સમાંથી જ નિહાળે છે કે, કોઈ પ્રિયા ફરતે, બાઈકનો રાઉન્ડ મારી, હેરાન કરી રહ્યો છે.

રુદ્ર આ જોઈ ખૂબ જ ગુસ્સે થાય છે, અને કારની ચાવી કાઢી, તે દરવાજો ખોલી, ભાગતો, પ્રિયાને ત્યાં પહોંચે છે.

પ્રિયા, રુદ્રને પોતાની તરફ ભાગતાં આવી જોઈ રહી હતી, જે થોડે અંતરે પહોંચીને હાંફતા ઊભો હતો.

મોટરસાઈકલનાં ઘરઘરાટીભર્યો ધીમો અવાજ સાથે વિનીતે, ગોળ ચક્કર મારવાનું ચાલું જ રાખ્યું હતું.

ત્યાં જ ભારેખમ મર્દાનગી વાળો અવાજ આવ્યો , “અબે ઓ, ક્યાં ચલ રહા હૈ, ભાઈ ?”

આ સાંભળવા છતાં પણ વિનીતે, પોતાનું બાઈક ઉભું રાખ્યું ના હતું.

અવાજ ન સાંભળતા, રુદ્ર મોકો જોઈ પહેલા પ્રિયા સાથે ઊભો રહી જાય છે, ત્યારે જ વિનીત પોતાનું બાઈક ત્યાં જ ઉભું રાખે છે.

વિનીતનું બાઈક ઉભું રહેતા જ, રુદ્ર તેના નજદીક જઈ શર્ટનાં કોલરને પકડે છે, અને ખૂબ જ કઠોર સ્વરે કહે છે, “ અબે, કોન હેં બે તું, યે રાઉંન્ડ કિસ લિયે ભાઈ ??

વિનીત ઝટકો મારી રુદ્રનો હાથ પોતાનાં, કોલર પરથી હટાવી દે છે, અને બાઈકની ચાવી કાઢી રુદ્રના નજદીક જઈ ઊભો થઈ જાય છે.

“પ્રિયા યે વહી બંદા હૈ નાં, કયા નામ થા ઉસકા, કુલદીપ નાં ?? ” રુદ્ર પ્રિયાની તરફ વળતા કહી રહ્યો હતો.

પ્રિયાને હમણાં કંઈ જ, ખબર પડી ના રહી હતી. પ્રિયા કંઈક જવાબ આપે ત્યાં જ વિનીત પણ, રુદ્રને એવી જ સખ્તાઈભરી સ્ટાઈલથી કહેવાં માંડે છે, “ પહેલે તું બતા, તું કોન હેં ભાઈ ?”

“મેં કોન હું વો બતાના જરૂરી નહી હેં ભાઈ, તું પેહલે બતા, પ્રિયા કો પરેશાન કયું કર રહાં હેં ?? રૂદ્રે ફરી કડકાઈથી કહ્યું.

ત્યાં જ પ્રિયા વચ્ચે પડી, બંને પર ચિલ્લાવતાં કહી રહી હતી, “ હેય જસ્ટ સ્ટોપ ઈટ યાર !!

રુદ્ર અને વિનીત પ્રિયાની વાતને સાંભળતા નથી અને પોતાની જ વાતોમાં મશગુલ થઈને એકમેકની આંખોમાં ક્રોધભરી નજરોથી જોવા માંડે છે.

ત્યાંજ વિનીત ફરી કહે છે, “ તું કોન હેં, વો બતાના નહી ચાહતા, તો યહા સે કટ લે ભાઈ, એ હમ દોનો કા મામલા હૈ. ”

રુદ્રને ઘણો ગુસ્સો આવે છે, તે આવેશમાં આવી, વિનીતનાં છાતી પર ધક્કો મારતાં કહે છે, “ જા નહી બતાતા, માંરેગા ક્યાં ભાઈ મુજે, સીધે સીધે પ્રિયા કો સોરી બોલકે, યહા સે અપના રાસ્તા પકડ..”

વિનીતને ધક્કો લાગતા જ, વિનીત પણ ઉશ્કેરાઈને, રુદ્રને બાથ ભીંડતા, બંને ભીંડવાનું ચાલું કરી દે છે.

પ્રિયાનો ગુસ્સો આજે સાતમાં આસમાન પર પહોંચી જતા, તે રુદ્ર અને વિનીતને છોડાવવાનો પ્રયત્ન કરે છે, રુદ્ર શું કરો છો, છોડો, આ કુલદીપ નથી, આ વિનીત છે.”

“ વિનીત....વિનીત પ્લીસ છોડ.” પ્રિયા, રુદ્ર અને વિનીતને છોડાવતા કહી રહી હતી.

“ સ્ટોપ ઈટ યાર... સ્ટોપ ઈટ...” પ્રિયા જોરથી ચિલ્લાવતાં કહી રહી હતી.

પ્રિયા બંનેને જોઈ રહી હતી, કે આ બંને પર પોતાનાં વાતની કોઈ અસર થઈ રહી ન હતી, અને બંને પોતાની લડાઈમાં મશગુલ હતાં.

“મને વાત જ નથી કરવી, તમારી બંને સાથે સમજ્યા.” પ્રિયા ઘણા ઉચ્ચા સ્વરે કકડીને વાતને સંભળાવી, જોરથી છણકો કરતાં ત્યાંથી નીકળી જાય છે.

રુદ્ર અને વિનીતને આ વાત પોતાનાં કાન પર, સાફ સ્વરમાં સંભળાતાં જ બંને એકમેકને ધક્કો આપી અળગા થઈ જાય છે .

રુદ્ર, જતી પ્રિયાનાં પાછળ, પોતાનાં કદમો વધાવી, પૂરા વેગથી ભાગવાં માંડે છે.

“ પ્રિયા, પ્રિયા પ્લીસ એક મિનિટ વાત સાંભળ.” રુદ્ર ભાગતાં જ કહી રહ્યો હતો.

ત્યાં તો પ્રિયા પણ ઘણા વેગથી બંનેની લડાઈથી ગુસ્સે ભરાતાં, ત્યાંથી રવાના થઈને, રૂદ્રે જ્યાં કાર પાર્ક કરી હતી, ત્યાં પહોંચી જાય છે.

રુદ્રના કારની પાર્કિંગથી થોડા જ અંતરે, તે જ રસ્તા પરથી ઓટો મળતો હોવાથી, પ્રિયા ત્યાં જઈ ઉભી રહી જાય છે.

રુદ્ર પણ વેગથી ભાગતાં, પ્રિયાને ત્યાં પહોંચી, શ્વાસ લેતો ત્યાં જ ઊભો થઈ જાય છે.

ગુસ્સે ભરાયેલી પ્રિયા, રસ્તાની એક બાજુ, અદપ વાળીને ઉભી હતી. એમાં જોરદારનો અસહ્ય બપોરનાં તડકાએ, ઓટોની રાહ જોતી, પ્રિયાનાં ચહેરાને લાલચોળ કરી દીધો હતો.

રુદ્ર, પ્રિયાના લાલચોળ ચહેરાને જોઇને અનુમાન લગાડી રહ્યો હતો કે, પ્રિયા વાત કરશે કે નહી ??

રુદ્ર સ્વસ્થ થતાં, પ્રિયાને મનાવતા પહેલો શબ્દ પોતાનાં મોઢામાંથી કાઢે છે, “ પ્રિયા આઈ એમ સોરી નાં, બટ હું આવું નાં જોઈ શકું .”

“ શું નાં જોઈ શકો તમે રુદ્ર ? એક વાર પૂછવું તો હતું મને, શું થઈ રહ્યું છે, આ મારો પર્સનલ મેટર હતો, હું સોલ્વ કરી જ દેતે, બટ આવી રીતે, ઝપાઝપીની જરૂર શું હતી ??” પ્રિયા ગુસ્સાથી, એક શ્વાસે કહી ગઈ.

“ ઓહ ! કમ ઓન પ્રિયા, હું આમ ચૂપચાપ ન જોઈ શકું.” રૂદ્રે ફરી એ જ સ્વરે કહેવાં લાગ્યો.

“ રુદ્ર પ્લીસ, હવે આ વાતને જવા દો, હું જાઉં છું મારા ઘરે.” પ્રિયા ઓટોની રાહ જોતા નારાજ થતી, કહી રહી હતી.

પ્રિયા, હું તમને મળવા માટે આવ્યો છું, આપણે બંને શાંત થઈ, હોટેલમાં બેસી શકીએ ને ?

“ રુદ્ર, મારું મુડ જરા પણ નથી, મને હમણાં ઘરે જવું છે.” પ્રિયા ફરી કઠોર થઈ કહેવાં લાગી.

“ઠીક છે, મુલાકાત ન કરવી હોય મારી સાથે, તો પણ ચાલશે. હું તમને કારમાં, તમારા ઘરે છોડીને આવું છું, આવો જઈએ આપણે ?” રુદ્ર જવાની તૈયારી બતાવતા કહી રહ્યો હતો.

“ રુદ્ર હું જઈશ.” પ્રિયા શબ્દો પર ભાર આપીને કહી રહી હતી.

એટલામાં જ વિનીત આવી, પ્રિયાને ત્યાં બાઈક થમાવી દે છે.

પ્રિયા જોઈ રહી હતી કે, વિનીતનાં બાઈક પર, રોનક પણ પાછળ બેસેલો હતો.

“ પ્રિયા આય એમ સોરી, પણ તું વાત કેમ નથી કરી રહી મારી સાથે, આજે બર્થ ડે નાં દિવસે પણ તું મને વિશ નાં કરી શકે ? આવી રીતે કેમ નારાજ રહે છે મારી સાથે ?” વિનીત ઘણા દિવસનું મનમાં, જે ધરભી રાખેલું હતું તે બધું જ કહી ગયો.

સાથે રોનક પણ પાછળથી કહેવાં લાગ્યો, “ પ્રિયા માફ કરી દે ને વિનીતને, આમાં વિનતની કોઈ ભૂલ નથી.”

રોનક અહિયાં, કુલદીપનાં મામલાવાળી વાત લઈને, કહી રહ્યો હતો.

પ્રિયા થોડી હવે શાંત થતાં કહી રહી હતી, “ વિનીત, હું કોલેજમાં મળીને વાત કરીશ તારી સાથે.”

વિનીતને આ વાત જાણી હાશકારો થયો.

પરંતુ વિનીત જાણે કરગરતો હોય, એવી રીતે ફરી કહેવાં લાગે છે, “ પ્રિયા એટલીસ્ટ મને, આજે મારો બર્થડે તો વિશ કરી જ શકે ને ?”

પ્રિયા વિનીતનું કરગરતો ચહેરો જોય છે.

થોડું વિચારતા પ્રિયા, નારાજગી દર્શાવતા કહી ઉઠે છે,“ પહેલા તમે બંને એકમેકને સોરી કહી દો, અને આ વાતને જતુ કરો.”

વિનીત અને રુદ્ર હજું પણ એવાં જ ક્રોધભરી નજરે એકમેકને નિહાળે છે, પરંતુ બંને પાસે પ્રિયાની વાત માનવા સિવાય બીજો કોઈ ઉપાય જડતો નાં હતો.

પ્રિયા, વિનીત અને રુદ્રને નિહાળતા, ઉંચા સ્વરે બોલી ઉઠે છે, “ કમ ઓન...”

રુદ્ર અને વિનીત, નાં છુટકે બંને એકમેકને સોરી કહે છે.

પ્રિયા ત્યાં જ વિનીતને હાથ મેળવ્યા વિના જ “ હેપી બર્થડે વિનીત ” કહી દે છે.

સામે વિનીત પણ “ થેંક યું સો મચ, કોલેજમાં મળીએ, બાય. ” કહીને પોતાનું બાઈક ત્યાંથી ભગાવી મુકે છે.

પ્રિયા, હવે રુદ્ર તરફ વળી કહી રહી હતી,“ રુદ્ર પ્લીસ સોરી, આપણે પછી ક્યારેક ફરી મુલાકાત માટે, સમય કાઢીશું, આજે નહી પ્લીસ.”

ઓ.કે.....પ્રિયા.... બટ હું તમને કારમાં છોડી તો શકું ને ?

“ રૂદ્ર આજે નહી પછી ક્યારેક, થેંક યું ” પ્રિયા થાકેલા સ્વરે કહેવાં લાગી.

રુદ્ર અંદરથી ઘણો નારાજ થઈ ગયો હતો, તો પણ પોતાનાં ચહેરે ખોટી સ્માઈલ લાવી કહી રહ્યો હતો, “ ઠીક છે .”

આમ તો આટલી વાર્તાલાપમાં, રસ્તા પર ઘણી રીક્ષા આવીને જતી હતી, પરંતુ પ્રિયાને હવે ઓટો પકડીને પોતાનાં ઘરે જવું જ હતું, તેથી પ્રિયા એક ઓટો પકડીને તેમાં બેસી જાય છે.

રુદ્ર ઘણો નારાજ થઈ ગયો હતો, તે નીચો વળી, રીક્ષાની અંદર બેસેલી પ્રિયાને કહી રહ્યો હતો, “ પ્રિયા શું છે આ ?”

“ રુદ્ર, આય એમ સો, સો સોરી, પછી ક્યારેક બાય.” પ્રિયા એટલું કહી, ઓટોવાળાને જવા માટેનો ઈશારો કરે છે.

રુદ્રને આજે પોતાનાં પર જ ઘણો ગુસ્સો આવતો હતો, તે કારનો દરવાજો ખોલી, કારને સ્ટાર્ટ કરે છે ત્યાં જ, તેની બાજુની સીટ પર પ્રિયા માટે ગિફ્ટમાં લાવેલો ચોકલેટનો, ડબ્બો દેખાય છે, જે ઘણી સરસ રીતે ગોલ્ડન કલરના કાગળિયાં સાથે સજાવેલો હતો.

રુદ્ર, નારાજ થતાં, ત્યાંથી કાર ચલાવી નીકળવા જ લાગે છે, ત્યાં જ તેના મગજમાં એક વિચાર ચઢે છે, “ નાં મને મળવું છે પ્રિયાને, હું મળીશ પ્રિયાને...”

રુદ્ર કોલ લગાવે છે, “ હેલ્લો મિસ્ટર, સાગર મહેતા...તમને સમય હોય તો આવતીકાલના બદલે, તમે મને આજે સાંજના સમયે મળી શકો છો ? તમે સમય, અને સ્થળ કહેજો એ પ્રમાણે હું પહોંચી જઈશ.”

રુદ્ર રવિવારની જે મિટીંગ હતી, એને કેન્સલ કરી આજે સાંજે રાખી દે છે.

રુદ્ર સાંજની, મિસ્ટર સાગર સાથે મિટીંગ કરી, રાતનું ભોજન હોટેલમાં જ લઈ, ઘરે થાકીને પહોંચે છે.

ત્યાં જ કારમાંથી રુદ્ર ચોકલેટનો ડબ્બો કાઢે છે, જે પ્રિયાને આપવા માટે આજે લઈ ગયેલો હતો. પરંતુ આજે બધા જ વિચારો પર પાણી ફરી વળ્યું હતું.

રૂદ્ર પોતાનાં બેડરૂમમાં આવી બેડ પર સુવા લાગે છે, અને સામે ટેબલ પર રાખેલો પ્રિયા માટેનો ચોકલેટના ડબ્બાને નિહાળતાં આમેતેમ પડખા ફેરવતો રહે છે.

આજે રુદ્ર નારાજ તો ઘણો હતો.

પરંતુ આજની સમગ્ર ઘટના રુદ્રની સમક્ષ એક પછી એક આવી જાય છે, પ્રિયા માટે કેટલા અરમાનથી લીધેલો ચોકલેટનો ડબ્બો...પ્રિયાને મળવાની આતુરતા...પ્રિયાને જોવાની આતુરતા...પ્રિયા સાથે વાત કરવાની અધીરતા...વિનીત સાથે થયેલી લડાઈ...પછી ગુસ્સા ભરેલો પ્રિયાનો લાલચોળ ચહેરો....

રુદ્ર પડખાં ફેરવતો વિચારી રહ્યો હતો કે, પ્રિયા ગુસ્સામાં પણ કેટલી મજેદાર અને સુંદર લાગી રહી હતી, એની ઝીણી આંખો, એનું નાનું નાક, એના જાડા હોઠો કેટલું બધું કહી જાય છે.

રુદ્ર પડખાં ફેરવતો, ફરી ટેબલ પર રાખેલો ચોકલેટનાં ડબ્બા તરફ નજર નાંખે છે, આછા પ્રકાશમાં પણ ચોકલેટના ડબ્બે વીંટાળેલું ગોલ્ડન કલરનું પેપર ચમકતું હતું.

આ ચોકલેટ પરથી, રુદ્ર રાતનાં આછા પ્રકાશના અંધકારમાં પ્રિયા સાથે મીઠાં સપના માણે છે.

પ્રિયાના કપાળ પર, રુદ્ર પોતે મીઠી કિસ કરીને ચૂમી રહ્યો હતો, પ્રિયાના ગાલ પર કિસ કરીને, તે હવે પ્રિયાના નાના, નાક પર કિસ કરી રહ્યો હતો, પ્રિયા શરમાઈને વધારે જ લાલ થઈ રહી હતી, ત્યાં જ રુદ્ર પોતાનાં હોઠ પ્રિયાની નજદીક લઈને, હાથમાં પકડેલા ચોકલેટના એક ટુકડાને, પ્રિયાના મોઢામાં નાંખે છે, પ્રિયા ચોકલેટનાં ટુકડાને અમસ્તો પોતાનાં હોઠોથી દબાવીને, સહેજ બહાર કાઢી, રુદ્રને પણ ચોકલેટનો સ્વાદ માણવા માટે ઈશારો કરી રહી હતી. રૂદ્રે એક સેકેંડનો પણ વિચાર કરવા વગર, તે ચોકલેટનો સ્વાદ માણવા માટે, પોતાનાં હોઠો ચોકલેટ પર ભરાવી, ધીરે ધીરે ચોકલેટને પીગાળીને સ્વાદ ચખી લેતા, તે હવે પ્રિયાના ભરાવદાર હોઠોનો સ્વાદ માણવા માટે, ભરાવદાર હોઠોને, પોતાનાં હોઠોમાં લઈ, ચોકલેટનાં સ્વાદ સાથે હોઠોનાં મીઠાં રસને માણી રહ્યો હતો, બંને આવેશમાં આવી હોઠોનું પ્રગાઢ ચુંબન લઈ રહ્યાં હતાં. પ્રિયા પણ સામેથી સારો એવો પ્રતિસાદ આપી રહી હતી.......

ઓહ્હ...નો...મને આવા સમણાં નહી જોવા જોઈએ....રુદ્ર એક ઝાટકે જ જાણે પોતાનાં જોયેલા સમણાંને વેરવિખેર કરી દેતા કહી રહ્યો હતો...“ ના આવું હમણાં તો નહી જ.”

પછી થોડોક વિચાર કરતાં કહી દે છે, “ પ્રિયાને મને આવતીકાલે મળવું જ છે, હું ઘરે જઈશ પ્રિયાનાં...યેસ હું ઘરે જઈશ પ્રિયાના....”

( ક્રમશઃ )