Kayo Love - Part - 1 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૧

કયો લવ ?

ભાગ (૧)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયા ની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧

કયો લવ ?

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીસ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...”સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી,કરગરતી,મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે,બધી જ લાઈટ્સ ઓફ કરી,અંધકારમય બેડરૂમનાં એક ખૂણે,પોતાનું માથું ટેકીને,લાંબા છુટ્ટા વાળો લઈ,બંને હાથે માથું દબાવતી પ્રિયા,ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને,એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુના ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

------------

આજે કોલેજમાં SYBCOM નાં એડમિશન માટેનો લાસ્ટ ડે હતો.

પ્રિયાનું ઓનલાઈન એડમિશનમાં ગરબડ થતાં,આજે સવારે ૧૧ વાગ્યે કોલેજમાં જઈ કેટલાક ડોક્યુમેન્ટ અને અરજી પત્ર જમા કરાવાનું હતું.

“ અંકલ ,સ્ટેશન કોલેજ રોડ..” પ્રિયાએ એક જતી રિક્ષાચાલકને, હાથ થંભાવી કીધું.

હેલ્લો,સોની ક્યાં છે તું ? કોલેજ રોડને ત્યાં છે ને ?પહોંચી કે ?રીક્ષામાં બેસી,પ્રિયાએ સોની ને મોબાઇલ જોડતા કીધું.

હા, હું કોલેજ નાં ગેટ પાસે ઉભી છું,તું ક્યાં છે ? પ્રિયાની ફ્રેન્ડ સોનીએ પૂછ્યું.

હા, હું ઓટોમાં છું, અરે યાર સાંભળને,મારું એક જ ડોક્યુમેન્ટનું અટેસ્ટેડ કરવાનું બાકી છે,પ્લીસ સામેની ગવર્મેન્ટની ઓફીસમાં લોકોની ભીડ પહેલાથી જ હશે,ત્યાં જરા,મારા માટે લાઈનમાં જઈ નંબર લગાડને.....પ્લીસ સોના..

પ્રિયાની ફ્રેન્ડ સોનીએ ગુસ્સાથી કંટાળીને કીધું, “તું યાર હમેશાં લેટ કરે,મારે કહી નહી,મારું એડમિશન તો થઈ ગયું છે,આવ જલ્દી,હું જાઉં છું હવે...ભીડભાડમાં તારા માટે,અને રોનક પણ નથી આવ્યો હજુ સુધી,ત્યાં સુધી તું પણ ફાયદો લે .”

આમ તો ઓનલાઈન એડમિશન હોય છે,પણ પ્રિયાની બધી જ બાબતોમાં કઈને કઈ ગોટાડો રહેતો જ હોય છે.

પ્રિયા ઓટોવાળાને પૈસા ચૂકવી,ઉતાવળે સીધી સામે સરકારી ઓફીસને ત્યાં પગલા ભરે છે.સોનીને લાઈનમાં ઉભેલી જોઈ તે હાથ ઉંચો કરે છે.

સામેથી સોની કતારમાં તો ઉભી હતી પણ તે પણ પ્રિયાની રાહ જોતા,વચ્ચે વચ્ચે ઉચી ગરદન કરી પછવાડે જોયા કરતી,ત્યાં જ પ્રિયાનો હાથ ઉચો કરતી આવતા જોઈ.

સોનીને,આજે પોતાનો બોયફ્રેન્ડ રોનકને મળવું હતું તેથી તે પહેલા જ કોલેજ રોડ પહોંચી ગઈ હતી, પણ રોનક હજુ આવ્યો ન હતો.

આ વાત પ્રિયાને પહેલા જ ખબર હતી,કે તે કોલેજ રોડ બોયફ્રેન્ડને મળવા માટે જવાની છે ,તેથી બેસ્ટ ફ્રેન્ડને એક કામ સોંપી જ દીધું.પ્રિયા અને સોની સ્કૂલથી જ બેસ્ટ ફ્રેન્ડો હતી.

મેડમ,આજે લાસ્ટ ડે છે એડમિશનનો,સોની કતારમાંથી નીકળી કહેવાં લાગી.

“હા મને બહુ જલ્દી યાદ આવ્યું એટલે જ ભાગતી ને દોડતી આવી..થેંક્સ યાર” પ્રિયા થોડી હાંફતી રમૂજમાં કહેવાં લાગી, અને કતારમાં ઉભી થઈ ગઈ.

ગરમીનાં દિવસોમાં હંમેશા પોતાનાં મોઢા પર બાંધનાર સ્કાફ,આજે ઉતાવળમાં પ્રિયા ભૂલી ગઈ હતી અને સાથે જ ગોગલ્સ પણ......

પ્રિયાએ પહેલા પોતાનું બેગ સોનીના હાથમાં થમાવી,પોતાનાં હલકા ગોલ્ડન બ્રાઉન કલર કરેલા ચમકતા લાંબા વાળને ગોળ ગોળ ગુંથી,અંબોડો બનાવી થોડા વાળ ઝુલતા રહે એ રીતે, બેગનાં પટ્ટે ભરાવેલું બ્લુ કલરનો ક્લિપ કાઢી, વાળમાં લગાવી દીધું.

એનું શોર્ટ સ્લીવ્લેસ બાયનું ટીશર્ટ ચુસ્ત પહેર્યું હતું,જે અંબોડો વાળવાથી ઉચું થઈ ગયું હતું,તો પણ તેણે કોઈની પરવાહ ન હતી,જીન્સનો ટુંકો સ્કર્ટ ઘુટન સુધી પહેરેલો હતો.

ગોરો વર્ણ,દેખાવમાં ચહેરો ગોળાકાર,લાંબી આંખો સહેજ અંદર તરફ ગયેલી હોવાથી તે હંમેશા આઈ લાઈનર આંખનાં ઉપરના કિનારે લઈ ,બહાર સુધી લઈ જતી,જેથી તેની આંખો મોટી દેખાય,નાક એના ગોળ ચહેરા પર શોભે એવું નાનું હતું ,હોઠ નાના પરતું ગુલાબી રંગના ભરેલા,આઈબ્રો ત્રાસો સહેજ એલ આકારનો,કાળો મધ્યમ જાડો કરાવતી.

ગરમીના દિવસો હતાં તેથી તે વધારે ગુલાબી રંગની,આજે પરસેવાનાં કારણે દેખાતી હતી.પગમાં,બ્લુ કલરના પણ એના પર વાઈટ રંગના નાના ટપકાવાળા, કેનવાસ શુંઝ પહેરેલા હતાં.

સોની બેગ પકડીને ઉભી જ હતી,પ્રિયાએ એક ટીસ્યુ પેપર કાઢી પહેલા પોતાનું મોઢું નુછી નાખ્યું.અને બેગમાંથી જે ડોક્યુમેન્ટ અટેસ્ટેડ માટે બાકી હતું, એ કાઢી એ પોતાનાં બે હોઠોની વચ્ચે દબાવી,બેગની ચેન મારવા લાગી.

પ્રિયા આમતો અમીર માબાપની લાડકી દીકરી હતી,પરિવારમાં તેનો મોટો ભાઈ સૌમ્ય પોતાનાં પિતાનો બિસનેસ સંભાળતો હતો.

પ્રિયા બિન્દાસ છોકરી હતી,થોડી ચંચળ,પણ દોસ્તો પર પોતાનો દિલોજાન ન્યોછાવર કરી નાંખનાર હતી.

બેગની ચેન મારી પોતાનું ટીશર્ટ જે ઉપર ચડી ગયું હતું એને ખેંચી,પહેલા સોની પાસેથી પોતાનું સાઈડ બેગ લઈ લીધું અને ત્રાસુ પહેરી લીધું.હોઠમાં દબાવેલો ડોક્યુમેન્ટ હાથમાં લઈ તે પોતાનો નંબર ક્યારે આવે તેની રાહ જોવા લાગી.

પ્રિયાને બીજું પણ કામ આપવું હતું સોનીને ,કે એના એડમિશન માટે કોલેજમાં પણ જઈ લાઈનમાં ઉભી રહી નંબર લગાવે,પણ સોનીને જવું હતું એના બોયફ્રેન્ડ રોનકને મળવા માટે,એટલે તે ત્યાંથી પ્રિયાને બાય કહી નીકળી પડે છે.

પ્રિયાનો કતારમાં ક્રમાંક પાંચમો હતો,એના આગળ બે છોકરા હતાં,અને આ બે છોકરાઓના આગળ બે આંટીઓ હતી.એક છોકરાનું અચાનક કઈ કામ પડી ગયું,તે મોબાઇલ પર વાત કરતા કતારની બહાર નીકળી જાય છે.

ત્યાં જ ઓફીસનો પીયુન આવી ચડી, કતાર કેટલી લાંબી છે એનું અનુમાન લગાવી, એ મોટા અવાજથી કહેવાં લાગે છે કે,“સાહેબને બહાર મીટીંગ માટે જવાનું છે,તો હું પહેલા ચાર નાં પછી બીજા ચારનાં એમ ડોક્યુમેન્ટ લેતો જઈશ,તમે તમારા ઓરીજનલ અને અટેસ્ટ માટેના પેપર તૈયાર રાખજો.

સામાન્ય રીતે એવું રહેતું કે જેણા દસ્તાવેજને પ્રમાણિત કરવું હોય, એને પોતે સાહેબ પાસે પોતાનાં મૌલિક ડોક્યુમેન્ટ લઈને જવું પડતું....

ખેર,બધા જ ઘાઈમાં હતાં,સાહેબ પણ,પીયુન પણ અને લોકોની ભીડ પણ.......

પહેલા ચારમાં પ્રિયાનો પણ છેલ્લો નંબર લાગી ગયો હતો,એટલે એ રાહ જોઈ રહી હતી, કે ક્યારે પોતાનાં ડોક્યુમેન્ટ આવે અને એડમિશન માટે કોલેજમાં જઈ ફરી લાઈન લગાવે...

પીયુન આવ્યો એટલે,એ નામ વાંચી પહેલા બે, જે આંટીઓ હતાં એમનાં ડોક્યુમેન્ટ આપી ગયો,અને બીજા જે કતારમાં ઉભા હતાં એ ચારનાં ડોક્યુમેન્ટ વળતી વેળે લેતો ગયો .

અને ફરી પાછો આવ્યો ત્યારે,પ્રિયા અને પ્રિયાની આગળ એક છોકરો ઊભો હતો એના ડોક્યુમેન્ટ આપી ગયો.

પ્રિયાની આદત જ હતી,બધે જ મોડું કરતી,અને એટલે જ તે ત્યાંથી ઝડપતી પોતાનાં ડોક્યુમેન્ટ ચેક કરવા વગર કોલેજનો એન્ટ્રી ગેટનો રસ્તો પકડે છે.

કોલેજમાં પહોંચી તે સીધી પહેલા એક બાંકડે બેસી,ઓનલાઈન તો બધું ભરેલું જ હતું તો પણ ત્યાં ગરબડ થતાં તે સીધી જ અરજી પત્ર આપવા માટે આવી હતી.અને લગતા દસ્તાવેજો જોડવા લાગે છે,ત્યાં જ પોતાનાં ઓરીજીનલ પેપર ને ચેક કરીને જોયું તો,એના નામના બધા ડોક્યુમેન્ટમાં કોઈ બીજાનું પણ પેપર હતું.

પ્રિયાએ જોયું કે એ કોઈની સેલેરી સ્લીપ હતી.એ વાંચવા લાગી. નામ હતું ,નીલ વોરા.સેલેરી સ્લીપમાં બધી જ માહિતી હતી અને સાથે ફોન નંબર પણ હતો.

પ્રિયા વિચારવા લાગી, “શું કરું પહેલા એડમિશનને લગતી અરજીનું કામ કરી લઉં ? કે ફોન કરી આ સેલેરી સ્લીપનું શું કરવું છે એ પૂછીને આ કામ પતાવું?

પ્રિયાએ ફોન જોડ્યો ખબર પડી કે આ ફોન નંબર કોઈ સાયન્સ કલાસીસનો છે,પૂછપરછ કરી,એ નીલ વોરાનો મોબાઈલ નંબર લઈ એણે જોડ્યો..

હેલ્લો... સામે છેડેથી કોઈ ભારીખમ પણ ટ્રેનમાં સફર થતાં હોય તેવો અવાજ હતો.

હેલ્લો, મિસ્ટર નીલ વોરા ?

સામેથી “ યેસ ”

હેલ્લો ,હું પ્રિયા બોલું છું...હેલ્લો....હેલ્લો...

સામે છેડેથી અવાજ કટ થતો,મોટા અવાજથી આવતો હતો..હે...લો..લો...આઈ કોલ...કોલ યુ લેટર....

પ્રિયા ફોન કટ કરી બબડવા લાગી, હું તો છું જ લાપરવાહ...સામેવાળો પણ એવો જ છે...પોતાનાં ડોક્યુમેન્ટની કઈ પડી જ નથી...

પ્રિયાનું ઓનલાઈન ગરબડ થવાથી, એ એડમિશન લેવા, પહેલેથી જાહેર કરેલ બારી આગળ જઈ, ત્યાં પણ કતારમાં ઉભી રહી જાય છે,એ મનોમન થોડી ખુશ થાય છે કે, હાશ ! મારા જેવા પણ સુસ્ત વિદ્યાર્થીની થોડી તો ભીડ છે,હું એકલી તો નથી જ !! કતારમાં ઉભી ઉભી તે ફોનની પણ રાહ જોવા લાગી.

એડમિશનને લગતી અરજી પત્રનું કામ પણ થઈ ગયું અને પ્રિયા ઘરે પણ પહોંચી ગઈ હતી પણ ફોન નીલ વોરાનો આવ્યો નહી.

છેક સાંજના સાડા પાંચ વાગ્યે પ્રિયાનાં મોબાઈલની ઘંટડી રણકી રહી હતી,ત્યારે પ્રિયા પોતાનાં બેડરૂમમાં સુતેલી હતી.પ્રિયાના કાને તે સંભળાઈ અને પોતાનાં મોબાઈલ સ્ક્રીન પર આંખ ઝીણી કરી નંબર જોવા લાગી.કોલ રિસિવ કરવા કંટાળો તો આવતો હતો,તો પણ થોડો અવાજને સ્વસ્થ કરતી તે હેલ્લો કહેવાં લાગી.

સામે છેડેથી, “ હેલ્લો, હું નીલ વોરા...

સામેથી નીલ વોરા કઈ બોલે એ પહેલા જ પ્રિયા મીઠાં સ્વરમાં જવાબ આપે છે, “ હેલ્લો હું પ્રિયા, હા, કોલ એટલે કર્યો હતો કે,તમારી સેલેરી સ્લીપ મારા ડોક્યુમેન્ટ સાથે આવી છે,મને લાગે છે ત્યાં ગવર્મેન્ટની ઓફીસેથી ભૂલે આવી ગઈ હશે... તો આ સેલેરી સ્લીપ....

ઓહ... ! “ થેંક યુ... હું પણ ઘરે આવી ચેક કર્યું ત્યારે ખબર પડી કે, મારી સેલરી સ્લીપ ખોવાઈ છે,જો આવતીકાલે તમને સમય હોય તો ”સામેથી નીલ નો સ્વસ્થ શાંતિપૂર્ણ અવાજ આવ્યો.

પ્રિયાએ અહિયાં પણ નીલને અટકાવતા પ્રશ્ન કરતા કહ્યું, “તો આવતીકાલે સવારે ૧૧ વાગ્યે ? એસ.કે કોલેજ રોડ,વિરાર,ગવર્મેન્ટની ઓફિસ ને ત્યાં?

ઓ.કે,આવતી કાલે સવારે ૧૧ વાગ્યે,કોલેજ રોડ પહોચું એટલે તમને કોલ કરું,વન્સ અગેઇન થેંક્સ.... બાય ” નીલે કહ્યું.

“ યોર વેલકમ,બાય ” કહી પ્રિયાએ કોલ કટ કર્યો.

પ્રિયાએ સોનીને મોબાઇલ જોડી નીલ વોરાની કહાની ટૂંકમાં પતાવી આવતીકાલે ફ્રી છે કે?એ પૂછ્યું,જાણવા મળ્યું સોની ફ્રી જ છે.

સોની અને પ્રિયા એક જ બિલ્ડીંગમાં રહેતા.સોની,પ્રિયાની સામેના જ રૂમમાં રહેતી,તો પણ બંને બહેનપણીની ચીટ ચેટ મોબાઈલ પર જ રહેતી,અને મસ્તી અને મજાકની તો કોઈ સીમા જ નહી....

સવારે ૧૧ વાગ્યે જવાનું હતું,એટલે પ્રિયા રેડી થઈ સોનીને ત્યાં દરવાજે બેલ વગાડે છે.પ્રિયાએ મરુન કલરનો સિલ્કી પટિયાલા ટાઈપનો ડ્રેસ અને નીચે ગોલ્ડન કલરની ભરતકામ કરેલી મોજડી પહેરી હતી.ઊંચાઈ પ્રમાણમાં સારી હતી અને વધારે પાતળી પણ નહી અને જાડી પણ નહી એવું મધ્યમ શારીરિક બાંધો ધરાવતું દેહ હતું એટલે આ પટિયાલા ડ્રેસમાં તે એકદમ ફીટ અને આકર્ષક લાગી રહી હતી.

બેલ વગાડતા જ સોનીનાં મોમે દરવાજો ખોલ્યો.

આન્ટી સોની રેડી છે ?ઉતાવળે પ્રિયાએ કીધું.

નાં એ ઊંઘે છે,એની તબિયત નથી સારી,જા બેડરૂમમાં જઈ મળી લે..

પ્રિયા અડધી દોડતી દોડતી સીમાનાં બેડરૂમ સુધી પહોંચી અને આખા ઘરમાં પોતાનાં ડ્રેસ પર છાટેલું પરફ્યુમની મીઠી સુંગંધ મધમધાવતી ગઈ.

ઓ ડાર્લિંગ,સાવ અચાનક શું થયું...? મારું કઈ કામ આવે એટલે તારું માંદુ પડી જવું...હા ને ?? પડખું ફેરવીને સુતેલી સોનીને ઉઠાડતા, પ્રિયા તેને થોડું સારું લાગવા માટે કહેવાં લાગી.

સોનીએ થોડી વાર પહેલા જ ટેબલેટ લેવાથી તેને પરસેવો આવવા લાગ્યો હતો.

“સોરી.... તારું કામ કરીને આવ,હું નહી આવી શકું પ્રિયા.” સોની, પ્રિયા તરફ પડખું ફેરવી, ઘાટા અવાજથી કહેવાં લાગી.

આવું બંનેનું પહેલાથી જ ચાલતું હતું એટલે પ્રિયાને નવું કઈ લાગ્યું નહી,બંને એકમેકને આવા કામનાં સમયે લટકાવા માટે નંબર વન હતાં.

ઓ. કે ,તો હવે આરામ કર, હું આવીને મળું છું તને,બાય ટેક કેર,

અને ચાલતા ચાલતા પછવાડી ડોકું કરી,એક આંખ મીચકાવી કહેવાં લાગી, “રોનકને પણ મોકલું છું.”

પ્રિયાનું, સ્કૂટી ચલાવતા,બે વાર નાનું અકસ્માત થવાથી,તેના મમ્મી પપ્પાએ, નિરાંતે કોઈ કામ કરવું હોય તો જ સ્કૂટીનો ઉપયોગ કરજે ,એમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું.

એટલે આજે નિરાંતમાં જવાથી,તે સ્કૂટી કાઢી, કોલેજ રોડ તરફ ભગાવી મૂકી.આજે પ્રિયાને વધારે ટ્રાફિક પણ નડી નાં હતી,એટલે ઘરેથી કોલેજ રોડ જતો માર્ગ, ટ્રાફિકમાં ૧૫ મિનટનો સમય કાઢી લેતો,તે આજે સાત મિનટમાં જ પહોંચી ગઈ હતી,અને ગવર્મેન્ટની ઓફિસને ત્યાં ,એક પાર્કિંગ જગ્યે સ્કુટી ઉભી કરી,સીટ પર જ બેસી નીલ વોરાના ફોનની રાહ જોવા લાગી.

બરાબર ૧૧ વાગ્યે મોબાઈલની રીંગ વાગવા લાગી,પ્રિયાએ પોતે ક્યાં છે અને સહેલાઈથી ઓળખાય એ માટે પોતાનાં ડ્રેસનાં કલર વિષે મોબાઈલ પર જણાવતી જ હતી,ત્યાં એક વ્યક્તિ મોબાઈલ પર વાત કરતા કરતા પ્રિયા તરફ જ આવી રહ્યો હતો.તે વ્યક્તિએ જ સામેથી હાથ બતાવી પોતાનો મોબાઈલ કટ કરી દીધો.

તે વ્યક્તિ એટલે નીલ વોરા,એક જ નજરમાં ગમી જાય એવો હેન્ડસમ યુવાન હતો.ઊંચાઈ,નાક નકશો એકદમ પરફેક્ટ,કસરતી શરીર,મજબૂત બાધો ધરાવતો સોહામણો યુવક ,જે દરેક છોકરીનું લગ્ન માટેનું સમણું હોય તેવું તે પાત્ર ધરાવતો હતો.બ્લુ જીન્સ અને વાઈટ કલરનું ફીટીંગ ટીશર્ટમાં તેનું કસરતી શરીર બરાબર દેખાતું હતું.

પ્રિયા તો આ હેન્ડસમ યુવાનને જોતી જ રહી ગઈ,એવું નથી કે પ્રિયાએ આવા હેન્ડસમ છોકરા ન જોયા હોય,જોયા પણ છે અને એવાં કેટલાયનાં ગલફ્રેંડ બનાવાના પ્રપોસને રિજેક્ટ કર્યા છે ને કરતી આવી છે.એમાં પણ કોલેજનાં ગ્રૂપમાંનો ફ્રેન્ડ,અમીર માબાપનો હેન્ડસમ, પણ બગડેલો દીકરો વિનીત,હા વિનીત શાહ તો આશિકની જેમ પછવાડ પડી પ્યારનું પ્રોપોજલ હવાની જેમ આખા કોલેજમાં ફરતું કરેલું.પણ પ્રિયાને ખબર હતી ,એ પ્યાર નહીં પણ કોલેજમાં જે પણ ફેમસ,બ્યુટીફૂલ,હોટ,સેક્સી ગર્લ દેખાતી તેને હમેશાં પ્યારનું નામ લઈ, ગલફ્રેંડ બનાવી,પોતાની બાઈક અને કારમાં ફરાવી,બીજે ત્રીજે દિવસે નવી પકડતો.

પ્રિયાએ હાય હેલ્લો અને નીલે આભાર વ્યક્ત કર્યો.બંનેમાં થોડીક ઔપચારિક વાત કર્યા બાદ,હાથમાં જ પહેલાથી પકડીને રાખેલી સેલેરી સ્લીપ,પ્રિયાએ નીલને પકડાવી દીધી.

નીલ તે દિવસની વાત કરવા જ લાગ્યો હતો કે ગોરેગાવથી અહીં વિરાર કોલેજ રોડ કેમ આવ્યો હતો,ત્યાં તો પ્રિયા જાણે પોતાને છુપાવતી હોય એ રીતે સ્કૂટી પર બેસી ગઈ,અને કહેવાં લાગી કે “ ઓ.કે બાય,તમારો મોબાઈલ નંબર અને,મારો મોબાઈલ નંબર તો છે જ ,કંઈ કામ પડ્યું તો કોન્ટેક્ટ કરજો.”

પ્રિયાને, નીલ વોરા સાથે ઊભી રહી ,ઘણી વાત કરવી હતી,કારણકે તે પોતે આકર્ષાઈ હતી નીલ પ્રત્યે,પણ અચાનક વિનીતની કાર સામે આવતી જોઈ એટલે તે બીજો રસ્તો લઈ પોતાનાં ઘર તરફ સ્કૂટી ભગાવી મૂકી. પ્રિયા જયારે એકલી રહેતી ત્યારે તે હંમેશા વિનીતને મળવાનું ટાળતી હતી.

ઘરે આવી,પ્રિયા ફ્રેશ થઈ સીધી જ સોનીને ત્યાં જઈ બધી જ બનેલી કથા સંભળાવી,પોતે નીલ તરફ આકર્ષાઈ હતી,અને વિલન વિનીત ક્યાંથી ટપકી પડ્યો એની પણ મજાક ઉડાવીને આખી વાત માંડી હતી.

જૂનની એન્ડીંગમાં કોલેજ સ્ટાર્ટ થવાની હતી,તે થઈ ગઈ હતી,અને પ્રિયા અને સોનીની હવે રોજની કોલેજનું રૂટીન ચાલું થઈ ગયું હતું.એ જ ગ્રૂપ,નવી ગોસીપ અને કેન્ટીનમાં જઈ ગપ્પા મારી પાર્ટી આપવી અને મજાક મસ્તી અને લેક્ચર બંક કરવાનું હવે ચાલું થવાનું હતું.

પ્રિયાના ગ્રૂપમાં સોની,રોનક,કાયા,કોમલ,અક્ષય અને વિનીત હતો,પણ વિનીતનું કઈ ઠેકાણું રહેતું ન હતું તે આ ગ્રૂપમાંથી બીજે ગ્રૂપમાં વાંદરાની જેમ કૂદકા માર્યા કરતો હોય છે, અને આ પ્રિયાનાં ગ્રૂપમાં આવવાનું કારણ પણ પ્રિયા તરફનો આકર્ષણ જ હતો.

બીજી તરફ સોની અને એનો બોયફ્રેન્ડ બંને પ્યારમાં તો હતાં.પણ રોનકે પણ પહેલા પ્રિયાને પોતાની ગર્લફ્રેન્ડ બનવા માટે પ્રપોસ કર્યો હતો.

પણ તેનો આ પ્રસ્તાવ વ્યર્થમાં ગયો હતો.પછી પ્રિયાની જ બેસ્ટ ફ્રેન્ડ સોની સાથે પાક્કી દોસ્તી કરી.હવે બંને પ્યારમાં તો છે, પણ આ પ્યારમાં કેટલી સચ્ચાઈ છે, કે પછી પ્રિયાને જ જલાવા માટે તે કોઈ રમત રમી રહ્યો છે,એ તો પોતે રોનક જ જાણે.

કોલેજનાં SYBCOM માં છ મહિના તો નીકળી ગયા હતાં.ડીસેમ્બરનો મહિનો લાગ્યો હતો,તે જ દિવસથી પ્રિયાની જિંદગી બદલાઈ ગઈ હતી.

ડીસેમ્બરની પહેલી તારીખે ક્લાસમાં એક હેન્ડસમ યુવાનનું આગમન થયું હતું. ત્યારે લાસ્ટ લેક્ચર ૧૨.૧૫ નો હતો, છોકરાઓ આ આગમનથી બધા જ ચૂપ થઈ ગયા હતા,પણ બધી જ છોકરીઓનો એક જ સ્વર “ ઉઊઊઊઊઊઉ.....” મોટા અવાજમાં એકસાથે ઉદ્ધગારો નીકળીયા હતાં.બધા જ એકસાથે ગુડ આફ્ટરનુન સર કહેવાં લાગ્યાં હતાં.

સરને નવાઈ લાગી ન હતી કેમકે તેનું જુવાન દેહ જ એવું હતું જે કોઈને પણ આકર્ષી શકે.આવી કોમ્પ્લીમેન્ટ મળતી જ રહેતી હતી,એટલે એમણે નાની અમસ્તી સ્માઈલ આપી બોર્ડ પર પોતાનું નામ લખ્યું “નીલ વોરા”.

હેલ્લો ગુડ આફ્ટરનુન એવ્રી વન...આખા ક્લાસમાં સંભળાય એવું એક નાની સ્માઈલ આપી સર બોલવા લાગ્યાં.

પ્રિયા “નીલ વોરા” નામ વાંચી ચમકી....

(ક્રમશ : ..)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED