Kayo Love - Part - 3 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૩

કયો લવ ?

ભાગ (3)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક ટૂંકી પ્રેમકહાની છે.વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર,ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો,કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૩

કયો લવ ?

ભાગ (3)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી,તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી,બસ માસુમ આંખોમાં આંસુ લઈ,એક જ વિચારમાં પડી રહી હતી,ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો,કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ,કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ અને ૨ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો.અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું,ભાગ (૧),અને ભાગ (૨) માં આપણે વાચ્યું કે,મુખ્યપાત્ર પ્રિયા,બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે,જેની બેસ્ટ ફ્રેન્ડ સોની,બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની,છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે ..... ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે ,એના માટે ભાગ(૧), ભાગ(૨) જરૂર વાંચજો..)

હવે આગળ......

નીલ સરે થોડું શીખવ્યા બાદ પ્રશ્ન પૂછ્યો,બધાએ જ આંગળી ઉચી કરી હતી,એમાં પ્રિયાએ પણ કરી હતી,પણ નીલે એક છોકરાને જવાબ આપવા ઊભો કર્યો,ત્યાં તો પ્રિયા પોતે જ ઉભી થઈ ગઈ,અને આખા ક્લાસમાં સંભળાય એવું જોરથી, “ સરરરર...રર ” કહીને, જાણે ઘણા દિવસનો મનનો ઉકળાટ ઠાલવતી હોય એવી રીતે ઉચ્ચાર કર્યો.

આખો ક્લાસ શાંત થઈ ગયો હતો અને એ ઉભેલો છોકરો પણ,અચાનક ઉભેલી પ્રિયાને જોવા લાગ્યો.

નીલ સરથી લઈને આખા ક્લાસનું ધ્યાન પ્રિયા તરફ મંડી પડ્યું હતું.

નીલ પ્રિયાની નજરોમાં નજર મેળવી સ્થિર થઈ ગયો....

નીલ સરની નજર પડતા પ્રિયા મંદમંદ હસી રહી હતી.

પ્રિયાને જોતા જ,નીલ સરને વિચાર ઝપકે છે, “આ ચહેરાને ક્યાંક તો જોયો છે અને આ મરુન કલરનો ડ્રેસ,ઉફ્ફ યાદ કેમ નથી આવતું?.”

નીલ સરની હાલત એ હતી ક્લાસમાં કે, એ એવાં કોઈ કામગીરી માટે નથી આવ્યો જ્યાં એમની ફટાફટ ટ્યુબલાઈટ ઓન થાય અને સામેવાળી વ્યક્તિ, એ પણ સુંદર વિદ્યાર્થી છોકરીને તરત જ ઓળખી જાય.

નીલ સર વિદ્યાર્થીઓને ભણાવા માટે આવ્યા હતાં,અને હમણાં એમને ભણાવા સિવાયના બીજા કોઈ પ્રશ્ન માટે એમનું દિમાગ પર જોર આપવું ન હતું.

યેસ,બોલો શું કહેવાં માંગો છો? નીલે પ્રિયાની તરફ હાથનો ઈશારો કરી જવાબ આપવા કહ્યું.

પ્રિયા અસમંજસમાં હતી,એને ક્યાં નીલ સરનાં પ્રશ્નનો ઉત્તર આવડતો હતો,એ તો પ્રશ્ન શું હતો એની પણ સરખી એવી જાણકારી નથી,જવાબ આપવાની તો દૂર ની વાત રહી...

ત્યાં જ આ બધું જોઈ રહેલી પ્રિયાની બેસ્ટ ફ્રેન્ડ સોની, લાસ્ટ બેંચ પરથી,જાણે પોતાને જ કોસતી હોય એ રીતે મનમાં જ કહેવાં લાગી, “ બાપ, આજે બાપડી મારી ફસવાની...શું આવી પડ્યું આટલું જોરદાર કામ,કે પોતાની જ ઈજ્જત નો કચરો કરવા ચાલી,એ પણ આખા ક્લાસની વચ્ચે?”

પ્રિયાને પ્રશ્ન પૂછવામાં આવતા,તે હજુ પણ ચુપચાપ ઉભી હતી.થોડી સેકન્ડમાં તે કહેવાં લાગી,“અમ્મ....સોરી સર,સોરી..કઈ નહી...

આખા ક્લાસનાં વિદ્યાર્થીઓ ખડખડાટ હસવા લાગ્યાં.

સોનીને આ જરા પણ નાં ગમ્યું.આ જોઈ સોની મનોમન ખીજાવા લાગી....ને કહેવાં લાગી ઉફ્ફ..ગઈ લડકી કામ સે..

નીલ સરે બધા વિદ્યાર્થીઓને સાયલેન્સ કહી ચૂપ કર્યા,અને પ્રિયાને બેસવા માટે કીધું.પ્રિયા પર આજે તો કોઈ વાતની અસર થતી નાં હતી,આજે ક્લાસમાના બધા જ વિદ્યાર્થીઓ એને જોઈ જોઈને હસી રહ્યાં હતાં, તો કોઈ એકમેકને કોણી મારતા હસી રહ્યાં હતાં,પ્રિયા તો જાણે આજે મદમસ્ત બની હવામાં ઉડવા લાગી હોય એવી સ્થિતિમાં વિહરી રહી હતી.

નીલ સર દર થોડી મિનિટોમાં ભણાવતા,એક નજર પ્રિયા પર પણ નાંખી દેતા હતાં,પણ હજુ તેઓ ઓળખી શકયા ન હતાં,અને આજે લેકચર પૂરો તો થયો હતો,તો પણ દસ મિનટ વધારે લઈ લીધી હતી,તેનું ભાન નીલ સરને ના રહ્યું.

પણ દરવાજાની બહાર ઉભેલા બીજા મિસ્સ પોતાનો લેકચર ભણાવા,ક્લાસમાં દાખલ થવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં ,અને જાણે વિદ્યાર્થીમાં છોકરીઓ નહી,પણ છોકરાઓ અકળામણ કરી જાણે ઇશારાથી બતાવી રહ્યાં હોય કે, સર હવે તમે જાઓ અને બહાર ઉભેલા મિસને અંદર આવવા દો,અમે એ મિસનો લેકચર સાંભળવા માટે ક્યારની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છીએ......

વિદ્યાર્થીઓ અકળામણ કરી,શોરબકોર કરવા લાગ્યાં એટલે નીલ સર ભાનમાં આવી પોતાની પહેરેલી કાંડાઘડી પર નજર કરી,ત્યારે પોતાની બુક્સ સમેટી તે ક્લાસમાંથી જવા નીકળી પડે છે, અને દરવાજે ઉભા રહી રાહ જોનાર મિસને સોરી કહે છે.

પ્રિયા તો નીલ સરની જતા પીઠને જ જોતી રહી ગઈ,સહેજ ઉદાસ થઈ પણ આજે જે કરીને દેખાડ્યું પોતાનાં દિલને,તેનાથી તે બેહદ ખુશ હતી.

લાસ્ટ લેકચર પતી જતા,બધા ક્લાસની બહાર નીકળી પડ્યા હતાં,પણ આજે નારાજ થયેલી સોની, પ્રિયાની બેંચને ત્યાં ઉભી રહેવાને બદલે, ઝડપતી દાદરા ઉતરી કેમ્પસમાં રાહ જોતા ગ્રૂપનાં ફ્રેન્ડસમાં જઈ ઉભી રહી ગઈ હતી.

ગ્રૂપને ત્યાં પહોંચતા જ પ્રિયા પોતાનાં બેગમાં રાખેલી ચ્યુંઈગ ગમ ચોકલેટને કાઢી,મોઢામાં નાંખે છે અને જાણે આજે કોઈ મોટું કામ કરીને આવી હોય,એવી રીતે આખા ગ્રૂપને,ચ્યુંઈગ ગમ ચબાવતા દુરથી જ ઉછળીને હાથ ઉચો કરી હાયયયયય....કહી મોટી બુમો પાડે છે.

પ્રિયાને જોતા જ સોની પીઠ ફેરવી બીજે જોવા લાગે છે.પ્રિયાને ખબર છે કે તેની બેસ્ટ ફ્રેન્ડ સોની આજે એનાથી નારાજ છે.તે પહેલા સોનીને મનાવા માટે જાય છે,અને પીઠ ફેરવેલી સોનીનાં બંને ખબા પર હાથ મૂકી,સોનીનાં ગાલ પર મીઠી કિસ્સ આપી,લાડમાં કહે છે,અવ્વ બેબી કઈ નથી થયું,એટલું ફજેતી તો ચાલે,જસ્ટ ચિલ્લ મારને યારા......

ત્યાં જ વિનીત કોઈ નવા ફ્રેન્ડની સાથે આવતો દેખાય છે.

“હેય ફ્રેન્ડસસસસસ... ઇનકો મિલો યે હૈ હેપ્પી મેન...મારો ફ્રેન્ડ છે,આજથી આપણા ગ્રુપમાં...”વિનીત એમ તો રોજ જ કૂદતો રહેતો હોય છે પણ આજે વધારે,ઉછાળા મારતો કહેવાં લાગ્યો.

સોની, પ્રિયાની કાનમાં ગુપસુપ કરતા કહેવાં લાગી,સક્ક્લ સે તો હેપી જરા ભી નહી લગ રહા હૈ,મુજે લગતા હૈ ટપોરી હૈ...

કાયા,અક્ષય,રોનક અને કોમલે હેપ્પી મેન નામના છોકરાને હેલ્લો કહી ગ્રૂપમાં વધાવી લીધો હતો.

ચ્યુંઈગ ગમ ચબાવતા પ્રિયાએ પણ ગુપસુપ અવાજમાં સોનીનાં કાને કહેવાં લાગી,‘અબે ટપોરી હો યા કટોરી ક્યાં ફર્ક પડતા હૈ ...’

અને પછી બંને કોઈને ખબર ના પડે એવી રીતે હસવા લાગી.

હેપી મેન પ્રિયાને જ ટકટક કરતો જોઈ રહ્યો હતો,એકદમ સીરીયસ મોઢું લઈ.

પહેલા તો પ્રિયા,કોલેજમાં રાખેલા કચરાનાં બોક્ષને ત્યાં જઈ મોઢામાનું ચ્યુંઈગ ગમ,બોક્સમાં જ પડે એવી રીતે થૂંકી નાંખે છે,પછી આવી કહેવાં લાગે છે...

“અબે ઓય્ય્ય સેડ મેન...મરુન કલર કે ડ્રેસ મેં, કભી લડકી પહલે દેખી નહી ક્યાં ? ચલ અબ ફૂટ લે યહાં સે..કિસને તુજે ગ્રૂપ મેં એડ કિયા ?.”નીલ સરનાં આગમનથી થોડા દિવસની ડાહી ડમરી લાગતી પ્રિયા આજે પોતાનાં અસલ બિન્દાસ રૂપમાં,ઝીણી આંખોને, જેટલી બની શકે એટલી મોટી આંખો દેખાડી બરાડા પાડતી કહેવાં લાગી હતી.

પ્રિયાના ગ્રૂપમાં કોણ શામિલ થાય, સ્પેશીયલી છોકરાઓ માટેનું નક્કી પ્રિયા પોતે જ કરતી,વિનીત તો એને ગમતો જ ન હતો પહેલાથી,પણ જેટલો એને ભાવ ન અપાતો,તેટલોજ તે પ્રિયાની આગોપાછો ફરતો રહેતો.ઉપરથી બીજો વિનીત જેવો જ નમુનો,વિનીત પોતે લઈને આવ્યો હતો.

પ્રિયાયાયાયાયા....એવું નહી કહે,મારો ફ્રેન્ડ છે,ચહેરાથી એવું લાગતું હશે,પણ એવું કઈ નથી....! સહેજ ગુસ્સે થતાં પણ પછી નમ્ર પડી વિનીત કહેવાં લાગ્યો.

“નામ શું છે બોસ?” પ્રિયાએ આંખ કાઢીને જ,હેપ્પી મેન નામના છોકરાને સવાલ કર્યો.

“કુલદીપ...” હેપ્પી મેન નામના છોકરાએ સરળતાથી જવાબ આપ્યો.

કુલદીપને જોઈને,પ્રિયાનો જીવ બેચેન જેવો થવા લાગ્યો હતો.કુલદીપનાં મોઢા પર કોઈ જાતના ભાવ ન દેખાતાં હતાં,નાં ચહેરા પર એક સ્માઈલ, કે નાં મુખમાંથી વધારે કઈ બકતો હતો.અને આ ચેહરો ક્યાંક જોયો હોય,એવું પણ લાગતો હતો પણ ક્યાં ?શું કામ આજ ગ્રૂપમાં જોડાવા માટે આવ્યો હશે?અને એ પણ વિનીત લઈને આવ્યો.પ્રિયાના દિમાગમાં કુલદીપને લઈને હજારો નેગેટીવ વિચાર આવવા લાગ્યો.

એમ તો પ્રિયા હમેશાં વર્તમાનમાં જીવવા વાળી છોકરી હતી,પ્રિયાના ઘરમાં પ્રિયાની બધી જ જીદ,સપનાને સાકાર કરવા પરિવારવાળા પહેલાથી જ રેડી રહેતા,પ્રિયાનાં બિન્દાસ રહેવાથી પણ પરિવારને કોઈ તકલીફ નાં હતી.બસ એમના મોમ ડેડે પ્રિયાનું લગ્ન થશે,તો તે અરેંજ મેરેજ જ થશે,એવું પ્રિયાને પહેલાથી જ કહી રાખ્યું હતું.

આ અરેંજ મેરેજ જ થશે એનું પણ એક મોટું કારણ હતું,પ્રિયાની નાની ફોઈ,જે લવ મેરેજ કરી,લગ્નજીવનમાં તદ્દન નિષ્ફળ જતા,પોતાની જિંદગી નાની ઉંમરે જ ટુંકાવી દીધી હતી.

બસ આ જ ડરથી પ્રિયાનાં મોમ ડેડે,પ્રિયા જીવનમાં શું કરવા માંગે છે,તે ક્યારે પણ ન વિચાર્યું,કે નાં પૂછ્યું, ફક્ત પોતાનો ફેંસલો આ ડરથી, થોપી દીધો પોતાની દીકરી પર...

તેથી જ પ્રિયા આ અરેંજ મેરેજ થવા પહેલા પોતાની જિંદગીને પૂરેપૂરી માણી લેવા માંગતી હતી.

પ્રિયાએ કુલદીપ નામ જાણી,પછી કઈ કીધું નહી,બધા મજાક મસ્તી કરી છુટા પડી ઘરે જવા લાગ્યાં.

પ્રિયા આજે સૂતા પહેલા,બેડ પર આમ તેમ પડખા ફેરવતી રહી,આજે આખી ઘટના યાદ કરી તે ખૂબ ખુશ હતી.તે બસ નીલ,નીલ,નીલ નામથી જ પુકારી રહી હતી,એક તરફા પ્રેમમાં શરમાતી,મીઠાં સપના જોતી,અને વિચારોમાં વિહરવા લાગતી...મને આજે નીલ સરે પોતાની નજરોથી નિહાળી,ત્યારે તેનો ચહેરો કેવો થઈ ગયો હતો,આખા ક્લાસમાં થોડી થોડી મિનીટોમાં પણ મને જ જોતા હતાં...એવાં દિલ્લગીનાં સમણામાં રાચતી....

અને આવતીકાલે નીલ સર કયો રિસ્પોન્સ આપશે એના માટે વિચારી રહી હતી.કારણકે આવતીકાલનો દિવસ,૨૪ ડીસેમ્બરનો કોલેજમાં લાસ્ટ ડે,પછી ૨૫ ડીસેમ્બરથી કોલેજનું ક્રિસમસ વેકેશન ચાલું થવાનું હતું,એટલે આવતીકાલે શું બનશે ?એ વિચારો કરતી તે નીંદમાં સરી પડે છે.

આજે ૨૫ ડીસેમ્બર,અને નીલ સરનો લાસ્ટ લેકચર હતો,તે લાસ્ટ લેકચર ક્યારે આવે,પ્રિયા તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી.

નીલ સર પોતાનાં લેક્ચરનાં સમયે ક્લાસમાં એન્ટર થાય છે.થોડી વારમાં તે ચોથા નંબરની બેંચ પર નજર નાંખે છે,જાણે તેમની નજર પ્રિયાને જ ગોતી રહી હતી,તેવી રીતે તેઓ જોવા લાગ્યાં.પણ પ્રિયા તે બેંચ પર દેખાઈ નહી.

પ્રિયા આજે જાણીજોઈને ચોથા નંબરની બેંચ પર ન બેસતાં, સોની સાથે લાસ્ટ બેંચ પર જઈ બેસી હતી. પ્રિયા આ બધું જોઈ રહી હતી,અને મજા પણ લઈ રહી હતી.

નીલ સરે ભણાવાનું સ્ટાર્ટ કરતા,આખા ક્લાસમાં શાંતિ એવી ફેલાયેલી હતી કે, સોય પડે તો પણ અવાજ સાંભળી શકાય.

પ્રિયાએ આ ક્યારેય વિચાર્યું નહી કે નીલ વોરા ભલે તેને છ મહિના પહેલા મળ્યા હોય,ત્યારે તે ભલે આકર્ષાઈ હોય,પણ અત્યારના સમયે તે એક કોલેજનાં પ્રોફેસરનાં નીચે ભણી રહી હતી.તેના ચંચળ સ્વભાવનાં કારણે નીલ સરને ,પ્રિયા હવે,પરેશાન કરવા લાગી હતી,નીલ સરનાં જ લેકચરમાં તેને હવે બધે મસ્તી જ મસ્તી સૂજતી હતી.

સોની પાસે રહેલી ટીંચૂક-ટીંચૂક પેન,પ્રિયા ઝડપતી લઈ લે છે.અને પોતાનાં નીચેના હોઠો પર પોતાનાં દાંત દબાવતા તે પેન વગાડવા લાગે છે...ટીંચૂક....ટીંચૂક...ટીંચૂક...ટીંચૂક...ટીંચૂક

હવે ફરી આખા ક્લાસમાં અશાંતિ ફેલાવી દે છે,સઘળા વિદ્યાર્થીઓની નજર ફરી પ્રિયા પર જતી રહે છે,તે જ સાથે નીલ સરની નજર પણ પ્રિયા પર પડે છે,સોની આ જોઈ તરત જ પ્રિયાના હાથેથી ઝડપતી પેન છીનવી બુકમાં મૂકી દે છે.

પ્રિયા નીલ સરને અલગ જ અંદાજથી જોઈ રહી હતી,જાણે આજે એણી ઝીણી પણ કાતિલ આંખોથી નીલને ઘાયલ કરવા માંગતી હોય....

આ ટીંચૂક...ટીંચૂકનાં અવાજથી નીલ સર પ્રિયાને જોતા જ હસી પડે છે,આજે એમની કંજુસાઈવાળી સ્માઈલ,દરિયામાં જતી નાવની જેમ લાંબી થઈ ગઈ હતી.

નીલ સરના હસવાની સાથે જ ક્લાસમાંનાં બીજા બધા જ વિદ્યાર્થીઓ પણ ખડખડાટ હસી પડે છે.સોનીને હવે વધારે ગુસ્સો આવતો હતો કે તેની બેસ્ટ ફ્રેન્ડ પ્રિયા જે કરી રહી છે, એ સારું નથી કરતી.

પ્રિયા પણ આ બધાનાં હસવામાં સામેલ થઈ,જાણે નીલને ચેલેન્જ કરતી હોય તેવી રીતે હસવા લાગે છે.

પછી તરત જ નીલ આખાં ક્લાસને શાંત કરી ભણાવામાં મશગૂલ થઈ જાય છે.

લાસ્ટ લેકચર પતી જતા નીલ સર ક્લાસ છોડી જતા રહે છે,આ જોઈ પ્રિયા ફરી નારાજ થઈ જાય છે.

બધા વિદ્યાર્થીઓ પણ ક્લાસ છોડી જવા લાગે છે...સોનીને હવે કઈ સમજાતું ન હતું કે,પ્રિયાને કેવી રીતે સમજાવી જોઈએ કે, આ પ્યાર નથી,આ ફક્ત એકતરફું આકર્ષણ છે.

સોની અને પ્રિયા ક્લાસમાંથી નીકળવા જ લાગે છે,ત્યાં તો આશ્ચર્યની વચ્ચે,લોબીમાં નીલ સર રાહ જોતા ઉભા હતાં.

પ્રિયા અને નીલ સરની નજર એક થાય છે,સોની,પ્રિયાને નીચે મળું કહીને ત્યાંથી ચાલી જાય છે.

પ્રિયા નીલ સરના નજદીક જાય છે.

નીલ સર જ વાતની શુરુઆત કરે છે,“પ્રિયા તમે આ જ કોલેજમાં ભણો છો,એ ખબર નાં હતી.

થેંક ગોડ,મને તમે ઓળખી તો શક્યા,નહી તો રોજ મને ટીંચૂક...ટીંચૂકનાં પેનનાં અવાજથી તમારું ધ્યાન ખેંચવા પડતે..

અને બંને ખડખડાટ હસી પડે છે.

“સર,મને પણ ખબર નાં હતું કે,તમે આ કોલેજમાં ભણાવો છો..” પ્રિયાએ સરળતાથી કીધું.

હું તમને કહેવાં જ માંગતો હતો કે મારે ગોરેગાવથી અહીં કેમ આવવા પડ્યું,ત્યાં તો તમને જવા માટે ખૂબ જલ્દી હતી,હું અહિયાં સુબોધ સરના બદલી પર આવ્યો છું,સુબોધ સર...ઓળખે છે ને?

ઓહ,હા સુબોધ સર...અને હા એ દિવસે મને ઘણી ઉતાવળ હતી..” પ્રિયા એ દિવસે વિનીતની કાર જોઈને સ્કૂટી ભગાવી મૂકી હતી એ વાત ટાળતા કહી દીધું.

“સો ક્રિસમસ વેકેશન પછી મળીએ..એન્જોય બાય”કહી નીલ સર ત્યાંથી નીકળી પડે છે.

પ્રિયા પણ નીચે ઉભેલું પોતાનું ગ્રૂપ,રાહ જોઈ રહ્યું હશે,એ વિચારમાં નીકળી પડે છે.

પણ પ્રિયાને એ સમજાતું ન હતું કે,નીલ ઔપચારિકતા જ કેમ દેખાડી રહ્યો છે ? એના ચહેરા પરથી એવું જરા પણ નાં લાગતું કે, તે પ્રિયાને વધારે તો નહી પણ થોડી પણ પસંદ કરતો હોય,જાણે વધારે ભાવ ખાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.

પ્રિયા ગ્રૂપમાં મળી બધાને ક્રિસમસ માટે શુભેચ્છાઓ આપી વેકેશન એન્જોય કરો કહીને, ત્યાંથી સોની સાથે ઘર તરફ જવા રવાના થાય છે.

ક્રિસમસ વેકેશન પૂરું થવામાં થોડા દિવસ જ બાકી હતાં.ત્યાં એક દિવસ સોની જ,પ્રિયાને તેડીને શોપિંગ કરવા માટે એક મોલમાં લઈ જાય છે.

શોપિંગ કરતા તેઓ ફસ્ટ ફ્લોર પર પહોંચે છે.ત્યાં જ મોલની દીવાલનાં આગળ બંને બહેનપણી સેલ્ફી લે છે.પછી પ્રિયા મોબાઇલમાં સેલ્ફી જોતા ફસ્ટ ફલોરના બાલ્કનીમાં પહોંચે છે,ત્યાં જ બાલ્કનીમાં ઉભી રહેતા તેની નજર નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર જતા ,સામે નીલ વોરાને શોપિંગ કરતો જોય છે.

પ્રિયા તરત જ અપ્સ એન્ડ ડાઉન થતી સીડી લીફ્ટથી નીચે ઉતરવા માટે,પોતાનો પગ પણ ફસાવી નાંખવા તત્પર હતી,પણ તે બચી જાય છે અને ફટાફટ પોતાનું બેલેન્સ જાળવી સ્થિર ઉભી રહી જાય છે,ત્યાં સામેથી સોની તેને ચીખતા કહી રહે છે,પ્રિયા...યાયાયાયા શું છે આ પાગલપન ?

(ક્રમશ : ....)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED